બે ટુંકી વાર્તાઓ - 3 chandni દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બે ટુંકી વાર્તાઓ - 3

ટુંકી વાર્તાઓ ભાગ-૩

ચાંદની

  • એક અનોખી ગિફટ
  • મારી આશા
  • એક અનોખી ગિફટ
  • વાદળાનો ગગડાટ સાંભળીને ગૌરાંગ બહાર આવ્યો. મૌસમ પુરજોશથી ખીલ્યુ હતુ. મોરલા થનગનાટ નાચી રહ્યા હતા. માટીની સુવાસ ચારેકોર ગહેકી ઉઠી હતી. ખુબ રાહ જોવડાવીને ઓગ્સ્ટ મહિનાના અંતમાં મેહુલો મન મુકીને વરસી રહ્યો હતો. ગૌરાંગનુ મન પણ નાચી ઉઠ્યુ. મંથલી ટેસ્ટનુ ટેંશન ભુલીને તે બહાર મેહુલાને મન ભરી માણવા દોડી ગયો. બફારો, ગરમી ધીરે ધીરે પાણીની બુંદોમાં ઓગળી રહ્યા હતા. વર્ષોનો સંતાપ પાણીના વહેણ સાથે વહેવા લાગ્યો. બધુ ભુલીને ગૌંરાગ પ્રકૃતિ સાથે એકરૂપ બની ગયો અને પોતાની મસ્તીમાં તે વર્ષાનો મન ભરીને આનંદ લેવા લાગ્યો. “ગૌરાંગ, બેટા ગૌરાંગ. અંદર આવ. બિમાર પડી જઇશ. બેટા તારે ટેસ્ટ છે. અંદર આવતો રહે” તેના પિતાજીએ બારીમાંથી ઝાંકતા કહ્યુ. ગૌરાંગ તેના પિતાનુ ટેંશન સમજતો હતો. પરિસ્થિતિએ ચૌદ વર્ષની નાની વયે તેને ખુબ જ પરિપકવ બનાવી દીધો હતો. ઉંમર કરતા તેની બુધ્ધીવધુ પરિપક્વ હતી. પિતાજીની વાત માની તે પોતાની મસ્તી છોડીને ઘરમાં આવી ગયો.

    “બેટા, પહેલી વર્ષા છે એ સાચુ પણ વરસાદમાં વધુ પડતુ ભીંજાવવુ એ સેહત માટે સારૂ નથી, લે બેટા આ ટોવેલથી તારુ શરીર લુછી કપડાં બદલાવી લે ત્યાં સુધીમાં હુ મસાલેદાર ચા બનાવી આપુ છું. પછી થોડો સમય અભ્યાસ કરજે, આમ પણ લાગે છે કે આ વરસાદ બંધ રહેવાનો નથી એટલે તારાથી કોચીંગ ક્લાસ જઇ શકાશે નહી.”

    “લે બેટા, મસ્ત તારી મનપસંદ મસાલાવાળી ચા પી લે.” બન્ને વાતો કરી રહ્યા હતા અને ચા પીવા લાગ્યા. “પપ્પા, તમને યાદ છે ને મારો બર્થ ડે આવી રહ્યો છે તો મારા આ બર્થ ડે પર શુ ગિફ્ટ આપશો?” ચા પીતા પીતા ગૌરાંગે કહ્યુ,

    “બેટા, તારો જન્મદિવસ ક્યારેય હું ભૂલ્યો છું તે આ વખતે ભૂલુ? તને શું ગિફ્ટ આપવી તે પણ મે નક્કી કરી રાખ્યુ છે પરંતુ એ સરપ્રાઇઝ છે, હમણા તને નહી કહું, બર્થ ડે નાઇટના તને એ ગિફ્ટ ” “પપ્પા, પ્લીઝ શું છે કહો ને?”“બેટા, કહી દેવાથી સરપ્રાઇઝનો આનંદ જતો રહેશે. સાચી મજા તો સરપ્રાઇઝમાં જ આવશે તને અને મને બન્નેને.તારા ચહેરા પર તે ગિફ્ટ જોઇને જે મને આનંદ મળશે તે આનંદ આજે કહી દેવાથી મને નહી મળે. તુ હવે અભ્યાસ કરવા માંડ. આ સ્પેશ્યલ દિવાળી હશે તારા માટે.” ગૌરાંગનો બર્થ ડે દિવાળીના દિવસે જ આવતો હતો. તે સરપ્રાઇઝના નામથી ખુશ થતો થતો પોતાના સ્ટડી રૂમમાં જતો રહ્યો.

    “કેવો સમજુ દિકરો મળ્યો છે મને? ભગવાન કરે મારા પુત્રને કોઇની નજર ન લાગે.” બોલતા બોલતા તેની આંખ ભીની થવા લાગી અને તે ભૂતકાળમાં સરી ગયા. “પપ્પા પેરેન્ટ્સ મીટીંગમાં મારા બધાના મિત્રોના મમ્મી આવે છે તો મારા મમ્મી કેમ આવતા નથી? મારી મા ક્યાં છે પાપા?” પહેલા ધોરણમાં હતો ત્યારે તેણે પુછેલા બહુ અઘરા અને જટિલ પ્રશ્નનો અશ્વિનભાઇ પાસે જવાબ ન હતો. ત્યારે તો તેમણે જેમ તેમ બહાના કરી દીધા હતા પણ ત્યારથી અશ્વિનભાઇને ચિંતા થઇ આવી હતી કે જ્યારે ગૌરાંગ મોટો થશે ત્યારે આ પ્રશ્નનો શું જવાબ આપશે પણ તે એટલો સમજુ નિવડ્યો કે તેણે મનોમન સ્વિકારી જ લીધુ કે તેની મમ્મી ક્યારેય તેની પાસે આવવાની જ નથી અને એ બાબતે તેણે ક્યારેય તેના પિતાજીને કાંઇ પુછ્યુ જ નહી. તે હંમેશા તેના પિતાજીમાં જ પોતાની માતાની છબી જોતો હતો. “કેમ જતી રહી તુ નંદિની? તને મારા પર દયા ન આવી પણ એકવાર આ ફુલ જેવા ગૌરાંગ કે જેની તુ જન્મદાત્રી છે તે તારા અંશનો પણ તને જરા વિચાર સુધ્ધા ન આવ્યો?” વીસ વર્ષ પહેલા અશ્વિનભાઇ જીદ કરીને લંડન ગયા હતા.. સિંગર તરીકેની તેની કારર્કિદી પુરજોશમાં ખીલી રહી હતી. વિદેશમાં વધારે પૈસાની લાલચે તેઓ ગયા હતા, ત્યાં પણ તેની ચડતીનો સિતારો પુરજોશમાં ચમકવા લાગ્યો. વિદેશમાં તેની મુલાકાત નંદિની સાથે થઇ. નંદિની તેના પરિવાર સાથે વર્ષોથી લંડન રહેતી હતી. નંદિની એક પ્રખ્યાત ડાન્સર હતી અને એક શોમાં તેની મુલાકાત અશ્વીન સાથે થઇ હતી. પ્રથમ મુલાકાતમાં બન્નેની આંખ મળી અને દોસ્તી પણ બંધાઇ ગઇ. અવારનવાર બન્ને સાથે શો કરવા લાગ્યા અને મિત્રો બની ગયા હતા. બંન્ને એકબીજા માટે જાણે ખુબ નસીબવાન હોય તેમ તેની નામના ચારે દિશામાં સુગંધની માફક ફેલાવા લાગી. ધીમે ધીમે બન્ને એકબીજાની નજીક આવી ગયા અને બંન્ને એ લગ્ન કરી લીધા. લગ્ન બાદ પણ બન્નેએ સાથે કામ કરવાનુ ચાલુ રાખ્યુ. એકબીજાના પુરક હતા અશ્વિન અને નંદિની.

    બે વર્ષ બાદ બન્નેના પ્રેમની નિશાની રૂપે ગૌરાંગનો જન્મ થયો. જાણે ભગવાનની મહેર તેમના પર ઉતરી આવી ન હોય!!! બન્ને ખુબ ખુશ હતા. નામનાની સાથે સાથે અઢળક સંપતિના પણ તેઓ આસામી હતા. હવે બન્ને સાથે મળીને અન્ય દેશોમાં તેમના ડાન્સ શૉ આયોજીત કરવા લાગ્યા હતા. તે બન્નેની પૈસો કમાઇ લેવાની મહેચ્છાની વચ્ચે અથડાતો લથડાતો ગૌરાંગ મોટો થવા લાગ્યો. નાનપણથી જ તેને સમજાઇ ગયુ હતુ કે તેના મમ્મી અને પપ્પા પાસે તેની પાછળ વ્યતિત કરવાનો સમય નથી જ અને જાણે ભગવાને જ તેને એ વિકટ પરિસ્થિતિમાં રહેતા શીખવીને જ મોકલ્યો હતો.

    ગૌરાંગના ભવિષ્યને ધ્યાને રાખીને અશ્વીને નંદનીને કામ છોડીને ગૌરાંગનો ખ્યાલ રાખવા માટે કહ્યુ, પરંતુ નંદિની આ વાત માનવા હરકીઝ રાજી ન થઇ. બન્ને વચ્ચે આ બાબતે ખટરાગ પણ થવા લાગ્યો પરંતુ નંદિની તેની વાત પર અટલ જ રહી અને તેણે પોતાની પ્રવૃતિ છોડવાની સાફ મનાઇ કરી દીધી. છેવટે અશ્વિને ગૌરાંગના ભવિષ્યને ધ્યાને રાખી કડવો નિર્ણય લેવો જ પડ્યો. તેણે નંદિનીને હંમેશાને માટે છોડવાનો નિર્ણય લઇ લીધો. તે આખરે ગૌરાંગને લઇને ભારત આવી સ્થાઇ થઇ ગયો. નંદિનીને છોડવાનુ તેને દુઃખ તો હતુ પરંતુ પોતાના પુત્ર પ્રત્યે પણ તે પોતાની ફરજ અદ્દા કરવાનુ મુકી શકે તેમ ન હતો આથી તેણે આ પગલુ ભરવુ પડ્યુ. ગૌરાંગના ભવિષ્ય અને વ્યવસ્થિત ઉછેર માટે તેણે સંગીત હમેંશ માટે છોડી દીધુ અને એક નોકરી કરવા લાગ્યો અને પોતાનુ પુરુ ધ્યાન ગૌરાંગ પર આપવા લાગ્યો. તે માતા અને પિતા બંન્નેનો પ્રેમ ગૌરાંગને આપવા લાગ્યો. એમ ને એમ કરતા તે આજે ચૌદ વર્ષનો બની ગયો હતો. આ દિવાળીના દિવસે તેને ચૌદ પુરા થઇને પંદરમુ વર્ષ બેસવાનુ હતુ. દર વર્ષે અશ્વીન પોતાના દીકરાનો જન્મ દિવસ ખુબ જ ધામધુમથી ઉજવતો હતો. તેને પોતાની માતાની કમી ન વર્તાય તે માટે તે હમેંશા પ્રયત્નશીલ રહેતો હતો. જન્મદિવસના દિવસે આખો દિવસ તે ગૌરાંગ માટે ફાળવતો અને તેના મિત્રોની હાજરીમાં ભવ્ય પાર્ટીનુ આયોજન કરતો. સાત વર્ષ બાદ નંદિનીને પોતાની કમી વર્તાયી હતી. તેને પોતાના દીકરા ગૌરાંગની યાદ આવી હતી. તે હમેંશા માટે ભારત આવી વસવા માંગતી હતી. અશ્વીને તેને દીવાળી પર આવવા માટે કહ્યુ હતુ જેથી તેનો જન્મદિવસ યાદગાર બની જાય. આ દીવાળી પર ગૌરાંગને તેની માતા મળવાની હતી. અશ્વીન ખુબ જ ખુશ હતો. તે દિલથી કયારેય નંદિનીને માફ કરી શકે તેમ ન હતો. પરંતુ ગૌરાંગના ભવિષ્ય અને તેની ખુશી માટે તે નંદિનીને માફ કરવા તૈયાર હતો. એક સંતાન ગમે તેવડુ હોય તેને હમેંશા માતાની જરૂર રહે જ છે. એક માતાનો પ્રેમ અને લાગણી મળી રહે માટે તે નંદિનીને માફ કરવા તૈયાર હતો. સમય કોઇ દિવસ રોકાતો નથી તે હમેંશા સરતો જ રહે છે. એમ ને એમ કરતા વીસ વર્ષ વિતી ગયા. ગૌરાંગનો આ ચૌદમો જન્મ દિવસ હતો. તેની પરીક્ષાના પેપર ખુબ જ સારા ગયા અને વેકેશન પડતા જ તે જન્મ દિવસની તૈયારી કરવા લાગ્યો. આખરે દિવાળીનો દિવસ આવી ગયો.

    સવારથી ગૌરાંગ આજે ખુબ જ ખુશ હતો. તેના પિતાજી તેને અનોખી ગિફટ આપવાના હતા. તે સવારે વહેલો છ વાગ્યામાં ઉઠી ગયો. તેના પિતાજી ઘરે ન હતા તેથી તેને લાગ્યુ કે કદાચ તે વોક પર ગયા હશે. તે નાહી ધોઇ પુજા પાઠ કરીને છાપા અને મેગેઝિનો વાંચવા લાગ્યો. તેનો સમય પસાર થતો ન હતો. શુ હશે તેની સરપ્રાઇઝ ગિફટ? પપ્પા કેમ આવતા નથી? વગેરે વિચારે તેને ઘેરી લીધો. થોડીવારમાં ડોર બેલ વાગી તે દોડીને ખોલવા ગયો. તેણે જોયુ તો તે દંગ રહી ગયો.તેની ગિફટ તેની સામે હતી જે વ્યકિતને ગૌરાંગે આજ સુધી માત્ર ફોટામાં જ જોઇ હતી તે તેની જન્મદાત્રી માતા નંદિની અને તેના પપ્પા બન્ને તેની સામે ઉભા હતા. તે તેની માતાને વળગી પડયો. તે વ્યક્ત કરી શકતો ન હતો કે આજે તે કેટલો ખુશ હતો. આજે તેનો પરિવાર પુરો થઇ ગયો હતો. આજે તે પણ દુનિયાને કહી શકે તેમ હતો કે તેની પાસે પણ એક હસતી રમતી હેપ્પી ફેમિલી છે.

    ***

    મારી આશા

    “આજે ફરીથી તેણે મારી સાથે ઝઘડો કર્યો. કંટાળી ગયો છુ યાર હવે હુ આશાથી. કાંઇ સમજવા માંગતી જ નથી. નાની નાની વાતોમાં બસ તેનુ કટકટ ચાલુ જ હોય છે. એક તો આખો દિવસ પૈસા કમાવવા પાછળ દોડવુ અને ઘરે જતાવેંત જ તેની રોજની કથા સાંભળવી. બસ હવે તો સહન જ થાય તેમ નથી.”

    “દિવુ, ચાલ્યા કરે યાર. આનુ નામ જ જીંદગી છે. એમ કાંઇ સંબંધ તોડી ના નખાય. આખરે આશા તારી પત્ની છે. તે ન સમજે પણ તુ તો સમજદાર છે ને? આપણે શાંતિ રાખવાની.” “પત્ની પત્ની શુ પત્ની. તેને કાંઇ પતિ પત્નીના સંબંધ વિશે ખબર છે. તેને બસ ઝઘડો કરતા આવડે છે અને પોતાની વાત સાચી મનાવતા આવડે છે. શી ઇઝ્ અ ડમ ઇગોસ્ટીક પર્શન. આઇ ટોટલી ટાયર્ડ ફોર્મ હર.” “પ્લીઝ કામ ડાઉન દિવુ. લે પાણી પી લે.” મારી ખાસ ફ્રેન્ડ તાન્યાએ મને પાણી આપતા કહ્યુ.

    હુ પાણી પીને થોડો શાંત બન્યો. તાન્યા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. તે મારી જીંદગીમાં આશાની પહેલા આવી હતી. હા, અભ્યાસ પુરો કર્યા બાદ વીસ વર્ષની નાની વયે ઓફિસ જોઇન કરી ત્યારથી તાન્યા તેની ફ્રેન્ડ હતી. બંન્ને આટલા વર્ષોમાં ગાઢ મિત્ર બની ગયા હતા. તેમની મિત્રતા એક પવિત્ર હતી.

    આશા સાથે દિવ્યેશના અરેન્જ્ડ મેરેજ હતા. આશાનો સ્વભાવ ખુબ જ કડક અને શંકાશીલ હતો. તેના આ સ્વભાવથી દિવ્યેશ સાવ કંટાળી જ ગયો હતો. આજે પણ નાનકડી વાતમાં સવાર સવારમાં દિવ્યેશ સાથે આશાએ ઝઘડો કર્યો હતો. તેના સ્વભાવને કારણે દિવ્યેશે ઓફિસની બહાર તાન્યા સાથેના તમામ સંબંધ છોડી દીધા હતા. તે ખાલી ઓફિસે જ તાન્યા સાથે મળતો અને વાતો કરતો. આજે પણ તાન્યા સાથે પોતાનુ હૈયુ ખાલી કર્યુ હતુ. તેને કોઇ રસ્તો દેખાતો ન હતો. તાન્યાને તેના ખાસ મિત્રની હાલત જોઇ શકાતી ન હતી. તેને ખુબ જ ચિંતા થતી હતી. તે બે ત્રણ વાર આશાને મળી હતી. આશા આમ તો ખુબ જ દેખાવે ભોળી અને વ્યવસ્થિત હતી તો દિવ્યેશ સાથે કેમ વારંવાર ઝઘડા થતા હતા. આશાના સ્વભાવને કારણે તેની પર્સનલ મામલામાં કેવી રીતે દખલગીરી કરવી તે તાન્યાને સમજાતુ ન હતુ. તાન્યા આખો દિવસ ખુબ જ ટેંશનમાં રહી. ઘરે જઇને પણ તેને રૂખી રૂખી જોઇને તેના પિતાજી સુભાષભાઇ તેની પાસે આવ્યા અને પુછ્યુ, “કેમ બેટા, શુ થયુ? ઓફિસે કોઇ ટેન્શન છે કે ખાલી વર્ક લોડના કારણે? તેના પિતાજી તેના ખાસ મિત્ર હતા. બંન્ને વચ્ચે બાપ દીકરીથી વધારે મિત્રતાનો સંબંધ હતો. આથી તાન્યાએ કહ્યુ, “પપ્પા, હુ દિવ્યેશ અને આશાના સંબંધ બાબતે ટેન્શનમાં છુ? દિવ્યેશ જેવા મેચ્યોર અને સમજુ વ્યક્તિના જીવનમાં આવુ કેમ બની રહ્યુ છે?” તેના પિતાજી તે બંન્નેના સંબંધ વિશે બધુ જાણતા હતા અને તેમની મિત્રતાને સમજતા પણ હતા. “બેટા, દિવ્યેશને હુ સારી રીતે જાણુ છુ તારે આશાને સમજાવવાની જરૂર છે.” “પપ્પા, હુ પણ સમજુ છુ. પરંતુ હુ તેઓના જીવનમાં કેવી રીતે દખલગીરી કરી શકુ? આખરે મારો તેમની સાથે શું સંબંધ છે?” “હુ સમજી શકુ છુ બેટા. પરંતુ તારે દિવ્યેશ દ્વારા આશાને સમજાવવાની જરૂર છે.” “હુ સમજી નહિ પપ્પા. આપ શુ કહેવા માંગો છો? હુ એકાદ બે વાર આશાને મળી છુ. તે દેખાવે ખુબ જ ભોળી અને વાતચીતે ખુબ જ ડાહી દેખાય છે. મારે તેને શુ સમજાવવાની જરૂર છે.” “બેટા, લગ્ન જીવનના તાંણાવાણા સમજવા ખુબ જ અઘરા છે. કયારેક તેને સમજતા સમજતા આખી જીંદગી વહી જાય છે. નવ પરિણીતોના જીવનમાં ઝઘડા એક સામાન્ય બાબત છે. અનજાન અને અજાણ્યા પરિવારમાંથી જોડાયેલા બે વ્યક્તિઓ જે ખુબ જ નાની વય ધરાવતા હોવાથી તેનામાં પરિપકવાતા અને સમજદારીનો અભાવ હોય છે. કયારેક પ્રેમ અને લાગણીને કારણે અસુરક્ષાની ભાવના પેદા થાય છે. આ ભાવના શંકામાં પરિણમે છે અને જે ઝઘડાનુ સ્વરૂપ ધારણ કરી લે છે.

    બેટા બે માંથી એક વ્યક્તિ સમજી જાય અને સમજદારીથી કામ લે તો એક સુખમય સંબંધ બચાવી શકાય છે. દિવ્યેશ ખુબ જ સમજુ અને પરિપકવ છે. હુ તેને સારી રીતે જાણુ છુ. આશામાં થોડી અપરિપકવતા હશે. આથી તારે દિવ્યેશને સમજાવવુ પડશે કે તેણે સમજદારી અને ધિરજપુર્વક કામ લેવુ પડશે.

    તાન્યાએ પોતાના પિતાજીની સલાહ મુજબ જ અનુસરણ કર્યુ. તેણે દિવ્યેશને આશા સાથે અનુસરણ સાધવાની સલાહ આપી અને નાની નાની વાતમાં ગુસ્સો છોડી સમજદારી અપનાવી પ્રેમભર્યો માહોલ બનાવવા કહ્યુ. દિવ્યેશ પણ તાન્યાની કોઇ સલાહ ન માને તેવુ બનતુ જ નહી. તેણે તાન્યાએ કહ્યા મુજબ જ આશા સાથે વર્તન વ્યવહાર કરવાનુ શરૂ કરી દીધુ. દિવ્યેશ કે જે પોતાના લગ્નજીવનનો અંત લાવવા સુધી પહોંચી ગયો હતો આજે તાન્યાની સલાહથી બન્ને સુખમય જીવન પસાર કરવા લાગ્યા. જીવનનો એક મોટો પડાવ લગ્નજીવનમાં ઘણી વખત એવુ બનતુ હોય છે કે બન્ને સાથીદારોના સ્વભાવ એકબીજાથી અલગ પડતા હોય છે ત્યારે તેનો ઉકેલ આ પડાવને થંભાવી દેવો તે નથી પણ બન્નેએ એકબીજા સાથે થોડુ નમ્રતાપુર્વક વર્તન કરી આ પડાવને સોનેરી સુગંધથી મહેકાવી દેવો જોઇએ.

    મિત્રો આજના આ ફાસ્ટ યુગમાં કોઇને કોઇ માટે સમય નથી પરંતુ પતિ-પત્ની બન્નેએ જીવનમાં ગમે તેવી ભાગદોડી રહે પરંતુ બન્નેના સબંધમાં કટુતા ન આવે તેની દરકાર લેવી જોઇએ. ગુસ્સામાં ઘણી વખત આપણે આ સબંધને અંત સુધી દોરી જવા સુધી પહોંચી જતા હોઇએ છીએ પણ બન્ને એકબીજાના પુરક છે તેનો અહેસાસ તેની ગેરહાજરીમાં જ થાય છે અને ત્યારે આપણી પાસે પસ્તાવા સિવાય કશું જ રહેતુ નથી. સાચુ ને મિત્રો???????

    ****

    આપના પ્રતિભાવ જરૂર આપો તેવી આશા સાથે મારી કલમને અહી વિરામ આપુ છું, ફરી મળીશું એક અલગ રચના સાથે.