He ishwar mane bachavo books and stories free download online pdf in Gujarati

હે ઇશ્વર મને બચાવો...

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

નામ :- હે ઇશ્વર મને બચાઓ

વિષય : શોર્ટ સ્ટોરી

ખુલાસો

મિત્રો, પ્લીઝ હેલ્પ મી ભાગ 10 આવતા અઠવાડિયે આવશે પછી તે નવલક્થા રેગ્યુલર ચાલશે.

આ દુનિયામાં રહેલા તમામ જીવસમુહો પોતાનું આગવુ સ્થાન ધરાવે છે. દરેખ જીવ ઉપયોગી છે અને તેના થકી જ દુનિયા વ્યવસ્થિત ચાલે છે. એક પણ જીવ સમુહ નામ શેષ થઇ જાય તો દુનિયાએ તેની ભારે કિંમત ચુકવવી પડશે અને જીવન વ્યવસ્થા ખોરવાય જાય છે. કુદરતે આ જીવનવ્યવસ્થા જ એ રીતે ગોઠવી છે કે જેના કારણે પૃથ્વી પર વ્યવસ્થિત ગોઠવાઇ રહે પણ જ્યારે માણસ કુદરતની એ વ્યવસ્થામાં પોતાની બુધ્ધી વાપરી ફેરફાર કરે છે ત્યારે ન ધાર્યા પરિણામ આવે છે અને તેના દુષ્કર પરિણામ આપણે જ ભોગવવા પડે છે. આપણે આપણા સ્વાર્થ વિશે જ ન વિચારવુ જોઇએ. અન્ય જીવોની રક્ષામાં પણ આપણો સ્વાર્થ જ અંતે સમાયેલો હોય છે. વિજ્ઞાનક્ષેત્રે આપણે હરણફાળ પ્રગતિ કરી લીધી છે. વિવિધ ક્ષેત્રોમાં અવનવી શોધો કરી આપણું જીવન સરળ બનાવી દીધુ છે. આપણે સતત પ્રગતિ કરી રહ્યા છીએ. અત્યારે વિજ્ઞાન એટલુ આગળ વધી ગયુ છે કે તે માણસના શરીરમાં પ્રાણ ભરી શકતો નથી બાકી બધુ માણસ કરી શકે તેમ છે. આ બધી પ્રગતિ કરીને આપણે આપણુ જીવનધોરણ હજુ પણ ઉંચુ લઇ જવા માંગીએ છીએ. આજના આ પ્રગતિશીલ યુગમાં ગામડામાં રહેતી વ્યક્તિઓ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. પહેલા ગામડાઓમાં લાઇટ આવતી ત્યારે લોકો ઉત્સવ ઉજવતા અને આજે નાનામાં નાના ગામડામાં પણ ૨૪ કલાક લાઇટ હોય છે. ગામડું ધીરે ધીરે ડિજિટલ બની રહ્યુ છે.

આપણી આટલી પ્રગતિ વચ્ચે એક વાત બંધ બેસતી નથી કે આપણી પ્રગતિ માં દરેક વ્યક્તિનો ફાળો છે છતાંય આપણી સ્ત્રી પ્રત્યેની માનસિકતા બદલવા માંગતા નથી. શા માટે આપણે સ્ત્રીઓને સન્માન આપવા માંગતા નથી? શા માટે સગા માતા પિતા પોતાની જ સંતાન એવી સ્ત્રી બાળની ભૃણ હત્યા કરી નાખે છે???? સમાજના અભિન્ન અંગ એવી સ્ત્રીઓ વિશે આપણી વિચારસરણી હજુ એવી ને એવી જ રહી છે. વિજ્ઞાન અને માહિતીના આ યુગમાં સ્ત્રીઓ જયારે સમાજનુ અભિન્ન અંગ છે છતાંય આપણે તેને નામશેષ કરવા જઇ રહ્યા છીએ. હાથે કરીને આપણે પતનના માર્ગે ચાલી રહ્યા છીએ. દર દસ વર્ષે લગભગ આપણે એક કરોડ સ્ત્રી બાળની ભૃણ હત્યા કરીએ છીએ છીએ અને આ આંકડા સતત વધી રહ્યા છે. શા માટે ? એનુ કોઇ પાસે સચોટ કારણ નથી. બસ ખાલી આપણો પુર્વગ્રહ જ એના માટે જવાબદાર છે. આમ ચાલ્યા કરશે તો તેનુ પરિણામ ખુબ જ ભયંકર આવશે. એક અદ્રશ્ય શક્તિ જેને આપણે ઇશ્વર, પરમાત્મા કે પ્રભુ કહીએ છીએ તે તો આ બધુ જોઇ જ રહ્યા છે તે જયારે આપણી પાસે જવાબ માંગશે ત્યારે આપણી પાસે શબ્દો ખુટી જશે. આ પ્રશ્નનો જવાબ આપવા આપણી પાસે શબ્દો ખુટી પડશે. હુ તમને એક વાર્તા કહેવા માંગુ છુ જરાક દિલથી સાંભળજો અને વિચારજો.દિપીકા નામની પુણ્યશાળી આત્મા સ્વર્ગમાં રહેતી હતી. અત્યંત પુણ્યશાળી એવી આ આત્માને જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવા તેમજ મોક્ષ પ્રાપ્તિ માટે તેને હવે માત્ર થોડા જ કર્મો ભોગવવાના બાકી હતા. આથી તેણીએ ફરીથી પૃથ્વી પર એક વખત જન્મ લેવાનુ નક્કી કર્યું. પૃથ્વી પર જન્મ લેવા માટે તેણીએ પોતાની દોહિત્રીની દીકરીનુ ઘર પસંદ કર્યું.

આમ તેણે પોતાની દોહિત્રીની દીકરીના પેટે સ્ત્રી રૂપે જન્મવાનુ નક્કી કર્યું તેની દોહિત્રીની દીકરીનુ નામ રીના છે. રીનાના લગ્નને ત્રણ વર્ષ થયા છે તેના સંતાનમાં એક દીકરી પુર્વી છે. ફરીથી તે માતા બનવા માંગે છે. ઘણાં અરમાન, ખુશી અને ઉલ્લાસ સાથે દીપીકા રીનાના ગર્ભમાં જાય છે. ગર્ભમાં રહેલા નાના પિંડમાં દિપીકાનો આત્મા આવી જાય છે. જેવો આત્મા ગર્ભમાં આવી જાય છે તેવો મોહમાયાના બંધનમાં ફસાતો જાય છે. સમય જતા ગર્ભમાં રહેલા પિંડનો ધીરે ધીરે વિકાસ થવા લાગ્યો. નાના નાના હાથ પગ અને મુખનો વિકાસ થવા લાગ્યો. હવે દિપીકા ઘરમાં થતી વાતચીત પણ સાંભળી શકે છે. માતા પિતા બંન્ને ખુબ જ ખુશ છે. આવનાર બાળક વિશે જાત જાતની કલ્પના કરે છે. મારો દીકરો, મારો દિકરો તેમ એવી જાતજાતની વાતો કરે છે. દિપીકા ગર્ભમાં રહીને બધુ જ સાંભળે છે અને “મારો દીકરો” શબ્દ સમજવામાં ભુલ કરે છે. માતા પિતા તેના માટે ખુશ છે તે જાણી દીપિકા બહુ જ રાજી થાય છે. દીપિકા એ જાણી ખુશ થાય છે કે તેના માતા-પિતા તેના જન્મથી ખુશ થશે. આમને આમ ત્રણ માસનો સમય વિતી ગયો. દિપીકાને અંધકારભર્યા વાતાવરણમાં જરાય ગમતુ ન હતુ. તે જન્મ લેવા માટે ખુબ જ આતુરતાપુર્વક રાહ જોઇ છે. એક દિવસ તેના માતા પિતા બંન્ને શહેરના ખ્યાતનામ દવાખાને જાય છે. દિપીકા મનોમન ખુબ જ ખુશ થઇ ગઇ કે તેના માતા પિતા તેનો ખુબ જ ખ્યાલ રાખે છે. તેની ખુશી સમાતી ન હતી. તેને તેના માતા પિતા પ્રત્યે ખુબ જ પ્રેમ વધી ગયો. તેને બિચારીને ક્યા ખબર હતી કે ડોક્ટર શેની તપાસ કરે છે? તપાસણી બાદ પોતાના માતા પિતાની ડોકટર સાથેની વાતચીત સાંભળી દિપીકાની માથે તો જાણે વિજળી પડી. ડોકટરે કહ્યુ કે ગર્ભમાં દિકરી છે ત્યારે પિતાજીએ ગર્ભ કાઢી નાખવા કહ્યુ. ડોકટરે પહેલા તો આનાકાની કરી પરંતુ ત્યારબાદ 5000 આપવા કહ્યુ અને કાલે સવારે દવાખાને આવી જવા જણાવ્યુ અને કોઇને પણ આ વાત ન જણાવવા કહ્યુ. દિપીકા માથે તો જાણે આભ ટુટી પડયુ. નાનકડુ ત્રણ માસનુ પિંડ જે દુનિયામાં આવવા થનગનતુ હતુ તેની આવતીકાલે હત્યા થવાની હતી. દિપીકાને આ વાત સાંભળીને ચક્કર આવવા લાગ્યા. મોતનો ભય આખા શરીર પર છવાઇ ગયો. બચવા માટે સંકોચાઇને એક બાજુ ખુણામાં કુકડુ વળી જતી રહી. તે મનોમન મુંઝાંવા લાગી અને મનોમન પ્રભુને પ્રાર્થના કરવા લાગી, “હે ઇશ્વર, મને બચાઓ, મને બચાવો.” તે ગભરાહટના કારણે પેટમાં જ ફફડવા લાગી. તે સાવ લાચાર હતી તે બચવા માટે કાંઇ પણ ન કરી શકતી હતી. તે મનોમન ઇશ્વરને પ્રાર્થના કરવા લાગી. “હે ઇશ્વર, આ દુષ્ટ અને પાપીઓને સદબુધ્ધિ આપો. તેઓ સ્ત્રી હત્યા, બાળ હત્યા, નિર્દોષ જીવ હત્યા, અબોલ જીવની હત્યા, ભૃણ હત્યા જેવા અનેકગણા પાપ કરી રહ્યા છે. તેઓ પોતાનો આ ભવ તો નહી પરંતુ આવનારા અનેક ભવ બગાડી રહ્યા છે. દુનિયામાં સૌથી મોટામાં મોટુ પાપ કરી રહ્યા છે. તમે જ તેને સમજાવો કે તેઓ જે કરી રહ્યા છે તે યોગ્ય નથી. તેઓ કાંઇઅ સમજતા નથી. હુ દીકરીરૂપે જન્મ લઇને તેઓના ઘરમાં નિર્દોષ હાસ્ય રેલાવત. મારા પરોપકારી આત્માના સંગે રહીને તેઓના આત્માને પણ પવિત્ર કરાવત. હુ મારી હોશિયારી અને આવડત વડે સમાજમાં તેમનુ સ્થાન ઉંચુ લાવત. પરંતુ હે ઇશ્વર તેઓને આ બધી ખબર જ ક્યાં છે? તેઓ આ બધુ ઇચ્છતા નથી. તેઓ દુ:ખ, તકલીફ અને મુશ્કેલી ભર્યુ જીવન ઇચ્છે છે. તે એક દીકરીની હત્યા કરીને દીકરો ઇચ્છે છે. જે તેમને ઘડપણમાં લાકડી બનવાને બદલે તેમને વૃધ્ધાશ્રમમાં મોકલે. શું દીકરો જ વૃધ્ધાવસ્થામાં મા-બાપને સાચવે? એક દીકરી પર શું મા-બાપ ભારે પડવાના છે? એક દીકરીને શું વૃધ્ધ મા-બાપની દયા પણ ન આવે તેવી હોય છે શું દીકરી???” હે ઇશ્વર, કાલે ડોકટરના ચિપીયા વડે મારા કટકા કરવામાં આવશે જેને ઇશ્વર તુલ્ય ગણ્યા છે એવા મારા માતા પિતા દ્વારા જ મારી હત્યા કરાવવામાં આવશે. કાતર વડે મારા નાના હાથ પગ અને માથાના કટકા કરવામાં આવશે. મને મારી માતાથી દૂર કરી દેવામાં આવશે. મારા આ દુનિયા પર જન્મ લેવાના અરમાન પણ પાણી ફેરવી રહ્યા છે. શું એ યોગ્ય છે પ્રભુ? મને મારી માતાના પેટમાંથી ખેચીને કાઢી લેવામાં આવશે અને ત્યારબાદ કોઇ કુતરાને મારો દેહ ખવડાવી દેવામાં આવશે. હે ઇશ્વર હુ તો ગમે તેમ કરીને દુ:ખ સહન કરી લઇશ. એ દુઃખ સહન થાય તેટલુ સહેલુ તો નથી પણ સહન તો કરવુ જ પડશે. પરંતુ મારા માતા પિતા જે પાપનુ પોટલુ બાંધી રહ્યા છે, જે દુષ્કર્મ કરવા જઇ રહ્યા છે, જે બાવળનુ વાવેતર કરી રહ્યા છે તેના કાંટાનુ દુ:ખ કેમ સહન કરશે? આ પાપ કરવા બદલ તેમને શું સજા અને કષ્ટ સહન કરવા પડશે તેનો સ્વપ્ને પણ તેમને ખ્યાલ નથી.

આવનારા અનેક જન્મોમાં પણ ન ભોગવાઇ શકે તેવા પાપનુ પોટલુ તેઓ કયારે પુરુ કરશે? ઇશ્વરના દરબારમાં તેઓ કઇ રીતે ઉપસ્થિત થઇ શકશે? નર્કના ગંદા ગોબરા તથા અંધકારભર્યા વાતાવરણમાં તેઓ કેમ રહી શકશે? હુ તો ફરીથી મને ઇચ્છનાર એવા મા બાપના ઘરે જન્મ લઇ ખુશીથી જીવન વ્યતિત કરીશ. આજે પણ એવા ફરીશ્તાઓ છે આ દુનિયામાં કે જેઓ દીકરી સ્વરૂપે જન્મ લેનાર લક્ષ્મીને હરખથી વધાવે છે અને આનંદ ઉલ્લાસથી તેને સાચવે છે.

પરંતુ મારા મા બાપ આવનાર કેટલાય જન્મ સુધી દુષ્કર જગ્યાએ જન્મ લેશે અને ત્યાં પડનારા દુ:ખને તેઓ કેવી રીતે સહન કરશે. હે ઇશ્વર તેઓને સદબુધ્ધિ આપ. મારા પર પડનારા દુ:ખ વખતે મને હિંમત આપજે. આટલુ બોલી પિંડ સંકોચાઇને ગભરાઇને બેસી રહે છે. પછી જાણે સાક્ષાત ઇશ્વર જ તેને જવાબ આપતા હોય તેમ દિપીકાના કાન પર એક અવાજ અથડાઇ છે. મારી દીકરી મારી વહાલી આજે મારી આંખમાં પણ આઁસુ છે. રાક્ષસ જેવા તારા આ મા બાપને ખબરને નથી કે તેઓ શુ કરી રહ્યા છે! હે મારી વહાલી દીકરી તુ મુંઝાઇશ નહી હુ હરહમેંશ તારી સાથે જ છુ તારા પર પડનારા દુ:ખને તુ થોડો સમય સહન કરી લેજે. હુ તે રાક્ષશોને છોડીશ નહી તેમણે કરેલા કર્મોના ફળ તેમને ભોગવવા જ પડ્શે. હે મારી વહાલી દીકરી હુ તારો હાથ પકડીને તારી સાથે જ ઉભો છુ. તારા પર પડનારા દુ:ખ કરતા અનેકગણુ વધારે દુ:ખ મને પહોંચશે. પરંતુ મારી વહાલી તુ જરાય ચિંતા ન કરજે. હુ તને યોગ્ય માર્ગે લઇ જઇશ. તને ઇચ્છનારી સાચી માતા પાસે પહોંચાડીશ. દીકરી તુ શાંતિથી સુઇ જા વહાલી હુ હરહમેંશ તારી સાથે જ છુ. આટલુ સાંભળીને જાણે કોઇ વહાલથી હાથ ફેરવતુ હોય એવુ લાગ્યુ અને થોડી જ વારમાં તેની આઁખ મિચાઇ ગઇ. અચાનક જયારે તેની આઁખ ઉઘડી ત્યારે તેના માતા પિતા દવાખાને જતા હતા. ફરી પાછુ હ્રદય જોર જોરથી ધડકવા લાગ્યુ. પાછી ગભરામણ થવા લાગી. નાનકડો પિંડ આમતેમ ફરવા લાગ્યો અને બચવા માટે એક ખુણા તરફ જઇ લપાઇ જવા લાગ્યો. માતા પિતા દવાખાને પહોંચી ગયા. પિતાએ ડોકટરે પૈસા ચુકવી દીધા. દિપીકાની હાલત ભયને લીધે બહુ જ ખરાબ થવા લાગી. હ્રદયના ધબકારા ખુબ જ વધવા લાગ્યા ત્યાં કોઇ નર્સ આવીને માતાને અંદરના રૂમ તરફ લઇ જવા લાગી દિપીકા ફરીથી ઇશ્વરને પોકારવા લાગી બચાવો બચાવો. માતાને સુવડાવવામાં આવી ડોકટર બધી તૈયારી કરી આવી પહોચ્યા. જાણે સાક્ષાત યમદુત આવ્યા હોય તેમ દિપીકાની નાની આઁખો સામે તો અંધકાર છવાવા લાગ્યો. માતાના શરીર પર એક કાપો મુકયો. દિપીકા અંદરથી મુઝાંવા લાગી હે ઇશ્વર મને બચાવો જયા આટલુ બોલી ત્યાં ચિપીયા જેવુ એક સાધન આવ્યુ. નાડ તોડી નાખી ચિપીયાએ પિંડને દબાવી દીધુ અસહ્ય દુ:ખાવો થવા લાગ્યો. દિપીકાના નાનકડા શરીરમાંથી લોહીની ધાર વહેવા લાગી. અંતરમાંથી ચિત્કાર ઉઠયા લાગ્યો પણ સાંભળનારુ કયાં કોઇ હતુ? ચિપીયાની ભીંસ વધી અને લોહીના ફુવારા ઉઠયા નાના નાના હાથ પગ કપાઇ ગયા અને અસહ્ય વેદના સાથે હે ઇશ્વર કહેતા પ્રાણ પંખેરુ ઉડી ગયા. દિપીકાનો આત્મા નીકળી ગયો બહાર. દુ:ખ, વેદના બધુ જ ખત્મ થઇ ગયુ. પિંડને બહાર કાઢ્યુ દિપીકા બહારથી જોતી રહી. અચાનક કોઇએ તેનો હાથ પકડયો અને તેને લઇ જવા લાગ્યુ. પોતાના કર્મોના ફળ પુરા થઇ ગયા વેદના બધી સમાપ્ત થઇ ગઇ. તેના માતા પિતા અને ડોક્ટર પાપનુ પોટલુ બાંધીને રહી ગયા. મિત્રો આવી અસંખ્ય ઘટનાઓ આપણા સમાજમાં બની રહી છે મનુષ્યો દીકરાની લાલચમાં અને લાલચમાં ભયંકર પાપ કરી રહ્યા છે જેના પરિણામ વિષે કોઇને લેશમાત્ર પણ અંદાજો નથી. ઇશ્વરના દરબારમાં મોટામાં મોટુ કોઇ પાપ કર્મ જોય તો તે છે હત્યા. કોઇનો જીવવાનો અધિકાર છીનવી લેવો તે મોટામાં મોટો ગુનો છે. તેમાં પણ નિ:સહાય લાચાર ભૃણ જેનો હજી જેનો જન્મ પણ નથી થયો તેની હત્યા એ તો ભયંકરમાં ભયંકર ગુનો છે. આવો ગુનો કરવાવાળા એક સેકન્ડ માટે વિચારે કે આપણા શરીરમાં જરાક ચાકુ કે કાંઇ લાગે તે કેવી વેદના થાય છે તો પહેલુ અસહાય, લાચાર જે આપણો જ અંશ છે એને ચિપીયા વડે કાપીએ છીએ ત્યારે તેને કેવી વેદના થતી હશે? કેવો ચિત્કાર ઉઠતો હશે તેના હ્રદય માં! તેના હૈયા અને શરીર બંને પર વેદના પહોચડાનારા આપણે તેના સ્વજન જ છીએ તો તે મદદ માગવા કોની પાસે જાય? એ નાનકડા ફુલની ચીસો કોઇ સાંભળે કે ન સાંભળે પરંતુ ઇશ્વર જરૂરથી સાંભળે જ છે. તેને દુ:ખ પહોંચડનારા ને ઇશ્વર કયારેય છોડતા જ નથી. તેઓને ભયંકર પરિણામ ભોગવવુ પડે છે આવુ અને આવુ ચાલ્યા કરશે તો ભલે પ્રલયને ગમે તેટલી વાર ભલે હોય પરંતુ ગુનેગારોને સજા આપવા માટે ઇશ્વર જરૂરથી પ્રલય લાવશે.

દીકરી જન્મે કે દીકરો જન્મે, આપણને શું વાંધો છે? દીકરી પણ લક્ષ્મીનો અવતાર છે. આજે દીકરીઓ પણ દીકરાઓની જેમ કદમથી લદમ મીલાવી ચાલી જાણે છે. શું આપણે દીકરીને એટલા માટે ઇચ્છતા નથી કેમ કે તે પારકી થાપણ છે એટલા માટે??? પણ વિચારો દીકરી એક નહી બે પરિવારને તેની ખુશી આપે છે અને તેના કુખેથી જન્મ લેનાર દીકરીને સારા સંસ્કાર આપી આગળ પણ એ ખુશીના ઝરણાને આગળ ધપાવે છે અને આપણે એ જ ખુશીના ઝરણાને આપણા સ્વાર્થ ખાતર કિલ્લોલ કરતુ અટકાવી દઇએ છીએ. આવુ કરવામાં આપણને એક વાર પણ અચકાતા નથી. જ્યારે આપણા શરીર પર કોઇ નાની ટાંકણી ચુભે છે ત્યારે દર્દથી કરાહી ઉઠીએ છીએ પણ જ્યારે આપણે માતાના ગર્ભમાં રહેલા પીંડનો ગર્ભપાત કરાવવા જઇએ છીએ ત્યારે તેને કેટલી પીડા થતી હશે તેનો એક ટકા પણ વિચાર સુધ્ધા કરતા નથી. હું એવુ નહી કહેતી કે દુનિયામાં બધા મા-બાપ એવા જ છે જે દીકરીને ઇચ્છતા નથી પણ અમુક દુષ્ટ જીવને કારણે જ કુદરતી હારમાળા છે તેમા અવરોધ ઉભા કરીએ છીએ.

**********

મિત્રો હું આપની માંફી માંગુ છું કે જરા સમયની સમસ્યાને કારણે “પ્લીઝ હેલ્પ મી” સ્ટોરીના પાર્ટ્સ મુકવામાં અંતરાલ આવી ગયો છે. સોરી ફોર ધીસ ફ્રેન્ડ્સ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED