Be tunki vartao part - 2 books and stories free download online pdf in Gujarati

બે ટુંકી વાર્તાઓ - ભાગ-2

નામ : ચાંદની

Email –

Two short stories , series-2

Story no. 1

કરેલા કર્મોના ફળ ચુકવ્યે જ પાર

મહર્ષિકાકા અને તેનો દીકરો વિરલ સવારના પહોરમાં વોકિગ માટે નીકળ્યા હતા. તેઓનો નિત્યક્રમ હતો કે વહેલી સવારે છ વાગ્યે બાપ દીકરો સાથે જોગિગ માટે નીકળતા તેના ઘરથી નજીક જ બગીચો હતો. ઘરથી બગીચાનુ આખુ ચક્કર વટાવીને તેઓ બગીચામાં થોડી કસરતો કરીને સાત વાગ્યે ઘરે પહોંચી જતા હતા. આજે તેઓ બગીચામાં લટાર મારતા હતા ત્યારે પાર્કની બાજુમાં થોડા ખાલી પ્લોર્ટસ હતા ત્યાં કુતરાઓ એકદમ ભસી રહ્યા હતા. વહેલી સવારે વોકિંગ માટે તે બાપ દીકરો સિવાય તેમની પાડોશમાં રહેતા નરહરિકાકા એમ ત્રણ જણા જ આવતા હતા. કુતરાનો તીવ્ર અવાજ નીરવ શાંતિ માં સાંભળીને તેઓ ત્રણેય ખુલ્લા પ્લોટમાં જોવા ગયા ત્યાંનુ દ્રશ્ય જોઇ આભા બની ગયા. વિરલે તાત્કાલિક પોલીસને ફોન જોડયો. નરહરિકાકાએ 108 એમ્બ્યુલશન બોલાવી લીધી ત્યાંનુ દ્રશ્ય કોઇ જોઇ શકે તેવુ ન હતુ. એક 20-22 વયની છોકરીની તદન નગ્ન અવસ્થામાં લાશ પડેલી હતી અને તેના ગુપ્તાંગમાંથી લોહીની ધાર વહી જતી હતી. તેના શરીર આખામાં ઉઝરડા પડેલા હતા. કોઇએ તેના પર ક્રુરતાપુર્વક બળાત્કાર કરીને તેની ઠંડા કલેજે હત્યા કરી હોય તેવુ દેખાઇ આવતુ હતુ. પોલીસ થોડીવારમાં આવી પહોંચી આવી અને 108 પણ આવી પહોંચી.

થોડીક વારમાં તો લોકોનુ ટોળુ પણ એકઠુ થવા લાગ્યુ. સૌ કોઇ હત્યારાને ફિટકારતા હતા. પોલીસે આજુબાજુ બધુ તપાસીને લાશને એમ્બ્યુલશનમાં લીધી. વિરલ, તેના પિતાજી મહર્ષિકાકા અને નરહરિકાકા પોલીસ સાથે જીપમાં પોલીસ સ્ટેશને ગયા. પોલીસ ઇસ્પેકટર લખનસિંહ એ તેને બધુ પુછી લીધુ. પછી વિરલ અને મહર્ષિકાકા ઘરે આવી ગયા.તેઓ બંન્ને ઉદાસ બની ગયા. “બેટા કેવો જમાનો આવી ગયો. માણસો દિવસે દિવસે રાક્ષસ જેવા બનતા જાય છે.” “પપ્પા સાચી વાત કરી તમે આજે સાચે જ માણસો રાક્ષસો બની રહ્યા છે. કોઇકને કોઇના દુ:ખની ચિંતા જ નથી.” “આજે સારા અને સાચા માણસોને જીવવુ દુષ્કર બની ગયુ છે” “બિચારી પેલી છોકરી કોણ હશે? તેની હાલત જોઇ મારી આઁખમાં તો આંસુ આવી ગયા” “દીકરા માણસની સંવેદના જેનામાં હોય તે આવુ દ્રશ્ય જોઇ જરૂર દુ:ખી થઇ જાય પણ આવુ દુષ્કૃત્ય કરનારને આ નિર્દોષ છોકરી પર જરા પણ દયા નહી આવી હોય???” “હા પપ્પા હવે કાનુન તેને ન્યાય અપાવે તો સારું.

“હા બેટા કાનુન તો ગુનેગારને સજા આપે કે ન આપે પણ ભગવાન તેને છોડશે નહી તેનો મને વિશ્વાસ છે.એ અબળાને ન્યાય મળે તો બીજી દીકરીઓની જીંદગી બચી શકે. ગુનેગારોને સજા મળે તો બીજુ કોઇ આવુ કૃત્ય કરતા પહેલા અચકાય” બાપ દીકરો શોક વ્યકત કરતા પોતાના કામ પર ચડી ગયા. સમય વિતતો ગયો પોલીસ પુરતી તપાસ કરતી હતી પરંતુ હજુ સુધી ગુનેગારની કોઇ ભાળ મળતી ન હતી. છોકરીની ઓળખાણ થઇ ચુકી હતી. તે તેઓની કોલોની બાજુના એપાર્ટમેન્ટમાં રહેતી હતી. તેનુ નામ કૃતિકા હતુ. તેના માતા પિતા ગામડે રહેતા હતા અને ખેતી કામ કરતા હતા. કૃતિકા શહેરમાં રહીને જોબ કરતી હતી. ઉપરાઉપર બે વર્ષ દુકાળ પડતા તેના માતા પિતા પર ખુબ જ કર્જ વધી ગયુ હતુ. તે તેના માતા પિતાની એકની એક દીકરી હતી. માતા પિતાને કર્જમાંથી છોડાવવા માટે અને પોતાની હાયર સ્ટડી માટે તે બે સિફટમાં જોબ કરતી હતી અને રાત્રે દસ વાગ્યે ઘરે આવતી હતી. એપાર્ટમેન્ટમાં પોતાની ફ્રેન્ડ ખુશી સાથે રહેતી હતી. ખુશી થોડો સમય પોતાના માતા પિતા પાસે ગઇ હતી ત્યારે જ કૃતિકા સાથે આ ઘટના બની ગઇ. ખુશીએ જ પોલીસને કૃતિકાના ગુમ થવાની ખબર નોંધાવી ત્યારે જ બધી ઓળખાણ થઇ. છાપામાં બધા સમાચાર વાંચીને મહર્ષિકાકાને બહુ દુ:ખ થયુ. તેણે વિકાસને કહ્યુ, “બેટા ખરેખર ઘોર કળિયુગ આવી ગયો છે. આજે સારા માણસો અને પરોપકારી લોકો પણ દંડાઇ છે.” “પપ્પા સાચી વાત કરી. દિવસે દિવસે દાનવો વધતા જઇ રહ્યા છે અને તેઓ લાચાર સારા માણસોને હેરાન કરે છે” “આમ અને આમ પૃથ્વીનો વિનાશ થઇ જશે. રાક્ષસોના તાંડવ અને પાપના પ્રકોપથી પૃથ્વી ત્રાહિ ત્રાહિ થઇ રહી છે. એક દિવસ પ્રભુએ જન્મ લેવો પડશે આ બધાનો સર્વનાશ કરવા માટે” “હા પપ્પા આપણે હવે વિનાશના આરે જ છીએ. આપણા બધામાં ધીરે ધીરે આસુરી તત્વ વધી રહ્યુ છે.” બંન્ને વાતો કરતા હતા ત્યાં બહાર શોરબકોર સંભળાયો બંન્ને બાપ દીકરો ઘરની બહાર નીકળ્યા તો તેના ઘરથી થોડે દુર લોકોની ભીડ દેખાણી. ચૈત્ર મહિનાના દન્નૈયા તપી રહ્યા હતા. બપોરના બે વાગ્યા જેવો સમય હતો ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં આ સમયે તેની કોલોની મોટેભાગે સાવ શાંત હોય. આટલા બધા લોકો એકઠા થયેલા જોઇ તેઓને થયુ કે જરૂર ગંભીર વાત હશે આથી તેઓ દોડીને જોવા ગયા કે શુ થયુ? બે માણસો બાઇકમાં જતા હતા. અને બાઇક ઓંચિતા સ્લીપ થતા બંન્ને જોરથી નીચે પટકાયા અને બંન્નેની એકસાથે ખોપરી ફાટી ગઇ અને ભયાનક રીતે બંન્ને મૃત્યુ પામ્યા હતા. લાશને જોઇ શકાય એવી પણ ન હતી. મહર્સિકાકા અને વિરલને જોઇ ખુબ જ દુ:ખ થયુ .થોડીવારમાં પોલીસની જીપ આવી અને તેને લાશની ઓળખ કરીને કહ્યુ કે , “આ બાજુના એપાર્ટમેન્ટનો ચોકીદાર અને તેનો રખડુ મિત્ર દેવો છે. તેઓને આજે જ પકડવા અમે આવવાના હતા. પેલી છોકરી કૃતિકા સાથે રેપ અને તેનુ ખુન આ લોકોએ જ કર્યુ હતુ.” બાપ દીકરાએ પોલીસની વાત સાંભળી અને ખુબ જ તડકો લાગતો હતો અને પોલીસે લાશને એમ્યુબ્યુલશમાં લઇ લીધી હતી આથી તેઓ ઘરે જતા રહ્યા.

“તમે સાચુ કહેતા હતા પપ્પા, ભગવાને તેઓના કર્મોની સજા આપી દીધી” વિરલે કહ્યુ. “હા દીકરા, ઇશ્વર તેનો ન્યાય આપે જ છે. ભલે કળિયુગ આવી ગયો હોય. પરંતુ ભગવાન હમેંશા સત્યની સાથે જ છે.”

Story - 2

ફેસબુક ફ્રેન્ડ

તનીષા આજે ખુબ જ ખુશ હતી. તે સવારના વહેલી ઉઠી ગઇ. ખરેખર તો તેને રાત આખી પડખા ઘસવામાં જ કાઢી નાખી હતી અને સવારના ચાર વાગ્યામાં ઉઠી ગઇ. તેના મમ્મી તો બે દિવસ પહેલા જ બેગ્લોર ગયા હતા. તેના ભાઇને ત્યાં જોબ મળી હતી એટલે થોડા દિવસ ભાઇ સાથે ગયા હતા ઘર સફાઇ અને થોડુ ત્યાં બધુ ગોઠવવા માટે ગયા હતા. તેના પપ્પા બેંકમા કલાર્ક હતા આથી માર્ચ એંડિગ હોવાથી તે વહેલા ઓફિસે જવાના હતા. તે પાંચ વાગ્યે ઉઠયા ત્યારે તેને પણ આશ્ચર્ય થયુ. રોજ દસ વાગ્યે ઉઠવા વાળી તેની દીકરી ખુબ જ વહેલી ઉઠી તૈયાર થઇ ગઇ હતી. “કેમ બેટા આજે અત્યારમાં ઉઠીને તૈયાર થઇ ગઇ?” “એકચ્યુલી પપ્પા મારા ફ્રેન્ડની બર્થ ડે પાર્ટી છે તો તેના માટે શોંપિગ અને પ્રિપેરેશન માટે સવારથી જવાનુ છે અને મમ્મી નથી તો વહેલા ઉઠીને પહેલા ઘરનુ બધુ કામ કરી લઉ.” “સો ક્યુટ મારો સાવજ તો બહુ સમજદાર થતો જાય છે. તારી મમ્મી ખોટી ચિંતા કરતી હોય છે કે તનિષા કાંઇ સમજતી નથી હજી છોકરમત છે.” “મમ્મી ને તો આદત જ છે. જવા દોને પહેલા એ કહો તમારે ટિફિન લઇ જવુ છે તો ફટાફટ બનાવી આપુ?” “ના બેટા આજે બહુ વર્ક લોડ છે ત્યાં નાસ્તા પાણી આવતા જ હશે. જમવાનો ટાઇમ નહી મળે. હુ સાંજે આવી ગરમાગરમ જમી લઇશ. બાય ધ વે તુ સાંજે જમવા ટાઇમે તો હઇશ ને કે પાર્ટીમાં જ જમવાનુ છે?” “ના પપ્પા જમવાનુ નથી ખાલી નાસ્તો જ છે. સાંજ પહેલા હુ આવી જઇશ પછી આપણે સાથે જમીશુ.” “ઓ.કે ચાલો હુ ફટાફટ તૈયાર થઇ નીકળુ એટલે સાંજે જલ્દી આવી જવાય. તારી મમ્મી નથી અને તુ એકલી હશે એટલે મારાથી રાત્રે મોડુ નહિ અવાય.” “ઓ.કે. પપ્પા તમે નીકળો. ચા નાસ્તો રેડી જ છે તે કરીને જજો.” “ઓ.કે. બેટા તુ બહુ સમજદાર થઇ ગઇ છો.” કહેતા જ વિશાલભાઇનો આઁખનો ખુણો ભીનો થઇ ગયો. વિશાલભાઇ તો તૈયાર થઇ નીકળી ગયા. ત્યારે તનિષાએ ઘડિયાળમાં જોયુ તો હજુ સાડા છ જ વાગ્યા હતા. ઘરનુ બધુ કામ કરી લીધુ હતુ. હવે કાંઇ કામ કાજ ન હતુ તેને સાડા દસ વાગ્યે નીકળવાનુ હતુ. હજુ તેની પાસે ચાર કલાક હતા. આજે ઘડિયાળનો કાંટો થોભી ગયો હોય તેવુ લાગતુ હતુ તેને એક એક મિનિટ કાઢવી ખુબ જ અઘરી પડી રહી હતી. તેને પોતાનો ફોન હાથમાં લીધો અને ફેસબુક મેસેન્જરમાં સિધ્ધાર્થને મેસેજ કર્યો. તે ઓફલાઇન હતો એટલે આગલી બધી ચેટ વાંચતા જુની યાદોમાં ખોવાઇ ગઇ.સિધ્ધાર્થ દવે અમેરિકામાં રહેતો એન.આર.ઇ હતો. આમ તો જાણીતા સિવાય કયારેય કોઇની છોકરાની ફ્રેંડ રિકવેસ્ટ તનીષા એકસેપ્ટ ન કરતી. પરંતુ તેના મામાની દીકરીના લગ્ન હતા. અને તેની ભાણેજ, મામાના દીકરાની દીકરી જે ચાર વર્ષની હતી તે થોડી તોફાન કરતી હતી અને સ્ત્રીઓને તૈયાર થવા દેતી ન હતી. તે થાકી ગઇ હતી. નાના બાળકોને પ્રસંગ વખતે સાચવવા ખુબ જ અઘરા પડે છે. તેઓ આખો દિવસ દોડા દોડી કરીને થાકી જાય અને મોટેરાઓને પ્રસંગનો આનંદ લેવો હોય ત્યારે તે થાકના માર્યા રાડો દેતા હોય. આથી નાનકડી હેત્વીને રમવા માટે થોડીવાર તનીષાએ પોતાનો ફોન આપી દીધો. રમતમાં અને રમતમાં હેત્વીએ ફેસબુક ખોલી લીધુ. તનીષા પોતાનુ નેટ ઓફ કરતા પણ ભુલી ગઇ હતી. ફેસબુકમાં આવેલી સિધ્ધાર્થની ફ્રેન્ડ રિકવેસ્ટમાં રમતમાં હેત્વીએ એકસેપ્ટ કરી લીધી. બીજે દિવસે છેક બપોર વખતે તનીષાએ ફોન હાથમાં લીધો ત્યારે તેના મામાની નાનકડી દીકરી કાવ્યા પણ તેની પાસે બેઠી હતી. ફોન ખોલ્યો તો મેસેંજરમાં દસ મેસેજ હતા. “કોણ છે આટલુ બધુ નવરુ?” તનીષા બોલી તો કાવ્યાએ ફોન છીનવી લીધો. “મને જોવા દે હમણાં નવરાની બેંડ બજાવી દઉ” થેંક્યુ ફોર એકસેપ્ટ માય ફ્રેંડ રિકવેસ્ટ હેલ્લો

આઇ એમ સિધ્ધાર્થ ફોર્મ અમેરિકા કેન વી બીકેમ ફ્રેંડ પ્લીઝ ગીવ યોર ઇટ્રો મેમ વોટ હેપ્ન વાઇ આર યુ નોટ રીપ્લાઇ મી ઇફ યુ નોટ લાઇક ટુ ટોક વીથ મી પ્લીઝ અનફ્રેંડ મી

હેલ્લો મેમ પ્લીઝ રિપ્લાઇ આઇ થીક યુ આર બિઝી વેનેવર યુ હેવ ટાઇમ પ્લીઝ રિપ્લાઇ મી

“ઓહ હો હો તારા તો અમેરિકામાં પણ આશિકો છે. વાહ ગુરુ છા ગઇ તનીષા તુ તો.” કાવ્યાએ મેસેજ વાંચી મજાક કરતા કહ્યુ. “અરે કરને બ્લોક એને. નવરાની રિક્વેસ્ટ મે કયારે એકસેપ્ટ કરી હશે?” “ઉભી રે ને શુ ઉતાવળ છે. તેની થોડી ટાંગ ખેચી લેવા દે. મજા આવશે” એમ કહેતા કાવ્યાએ મેસેજનો રિપ્લાઇ કર્યો. “હેલ્લો ફ્રેન્ડ આઇ.એમ. દેબોષીત ફ્રોમ કોલકત્તા.” “ખોટે ખોટા શુ બિચારાને હેરાન કરે છે. બ્લોક માર ને યાર.” “ઉભી રે ને રિપ્લાઇ આવવા દે મજા આવશે” બે મિનિટમાં જ રિપ્લાઇ આવી ગયો. “ઓહ ફેક આઇ.ડી.?” “અરે ના દોસ્ત. તેરે જૈસે અચ્છે દોસ્ત પાને કે લિયે મેને એસી આઇ.ડી બનાઇ હૈ. મેરે સાથ દોસ્તી કરેગા” “વાઇ નોટ લડકા હો યા લડકી મુઝે કોઇ ફર્ક નહિ પડતા. બસ અપને દેશ કો યાદ કરકે પલ દો પલ દેશ કે દોસ્તો સે બાતે કર લીયા કરતા હુ. યે તો સહી નામ હે ના કે ઉસ મેં ભી કોઇ લોચા હૈ” “કાવ્યા બસ હવે બિચારીને ખાલી ખોટો હેરાન કરવાનો રહેવા દે મારી એફ.બી પરથી” “ચીલ તનીષા આમ જ સાચા ખોટાની પરખ થશે. સારો અને વ્યસ્થિત હશે તો તને એક એન.આર.ઇ ફ્રેંડ મળશે અને નહિ તો બોલ્કાશાસ્ત્ર તો જ છે જ”“નાઇસ યાર ઇસી લીયે મેને યે ફેંક આઇ.ડી બનાયી હે. જીસસે મે અચ્છે દોસ્ત પા શકુ” “ઓ.કે બાય ફ્રેંડ ગુડ નાઇટ રાત બહોત હો ચુકી હે યહા કલ બાત કરેંગે” “ગુડ નાઇટ યહાં તો દોપહર હે દોસ્ત.” “ઓહ સોરી આઇ ફરગેટ ગુડ આફટરનુન ફ્રેંડ” સ્માઇલી સાથે સિધ્ધાત નો મેસેજ આવ્યો. પછી તો પ્રસંગ અને વિદાઇ અને બધા કામકાજમાં બે ત્રણ દિવસ વિતી ગયા અને પછી ઘરે આવીને જોયુ તો મેસેંજરમાં ફરી ઘણા મેસેજ સિધ્ધાર્થના હતા. ખબર નહી ત્યારે તનીષાને શુ થયુ તેણે બધુ સાચે સાચુ સિધ્ધાર્થને કહી દીધુ. સિધ્ધાર્થને તે ગમ્યુ. સિધ્ધાર્થએ કહ્યુ કે તે ગુજરાતી છે પછી તેઓ રોજ ગુજરાતીમાં ચેટ કરવા લાગ્યા. સિધ્ધાર્થ હમેંશા એક ફ્રેન્ડ તરીકે સારી વાતો જ કરતો. કયારેય આછકલાઇપુર્વક તેને વાત કરી નહોતી. સિધ્ધાર્થ શાંત સરળ અને સમજુ વ્યકિત હતો. તેની વાતચીતમાં ધીરે ધીરે તનીષા કયારે તેના પ્રેમમાં પડી ગઇ તે તેને ખબર જ ન પડી.

બંન્ને કલાકો સુધી વાતો કરતા રહેતા. તનીષાને તેની સાથે ખુબ જ ગમતુ. આટલી વાર વાતો કરવામાં સિધ્ધાર્થ હમેંશા મર્યાદાપુર્વક જ વર્તતો હતો કયારેય પોતાની લિમીટ ક્રોસ કરી વાત ન કરતો. તેણે થોડા દિવસ પહેલા તનીષાને કહ્યુ હતુ કે તેના માટે તેના માતા પિતા ક્ન્યા જોવા માટે ઇન્ડિયા આવવાના છે અને પોતે પણ સાથે આવશે ત્યારે પહેલા તે તેને મળવા આવશે. આજે તે દિવસ આવી ગયો હતો. આજે સાડા દસ વાગ્યે તનીષાના દસ મહિના જુનો ફેસબુક ફ્રેંડ કમ લવર તેને મળવાનો હતો. વિચારતા વિચારતા આંખ કયારે મિચાઇ ગઇ તે તનીષાને ખબર પણ ન પડી. સાડા નવ વાગ્યે કામવાળીએ દરવાજો ખખડાવ્યો ત્યારે તેની ઉંઘ ઉડી એટલે તે ઉઠીને ફટાફટ ફ્રેશ થઇ ગઇ અને મેક અપને ફાઇનલ ટચ આપી દીધો અને ઓઢણી સરખી કરીને પાણીનો ઘુટડો પીને સ્કુટી લઇને નીકળી ગઇ. હોટેલ વિલે હાઉસમાં મળવાનુ હતુ તે તનીષાના ઘરેથી ખુબ જ દુર હતી આથી તે વહેલા જ નીકળી હતી અને સવા દસે તો પહોચી ગઇ. ટેબલ નંબર 12 પર મળવાનુ નક્કી કર્યુ હતુ જે અગાઉથી જ સિધ્ધાર્થે બુક કરાવી રાખ્યુ હતુ. થોડીવાર થઇ એટલે એક છોકરી આવીને તેની સામે બેસી ગઇ.

“એક્સક્યુઝ મી મેડમ, ધીસ ટેબલ ઇઝ રીઝર્વડ ફોર મી એન્ડ માય ફ્રેન્ડ,

“હું જાણું છું તનીષા કે આ ટેબલ તારા અને સિધ્ધાર્થના નામે રીઝર્વડ છે. તનીષાને એ જાણી આંચકો લાગ્યો કે આ મારા અને સિધ્ધાર્થ વિષે કેમ બધુ જાણે છે? “હુ આર યુ અને તને મારુ નામ કેમ આવડે છે?” “સોરી તનીષા તને કદાચ દુઃખ લાગે તો પણ આજે હું તને સાચુ કહી દેવા માંગુ છું, કે હુ જ સિધ્ધાર્થના નામથી એફ.બી યુઝ કરનાર રાખી છુ.” “વ્હૉટ નોનસેન્સ? ઇટ ઇઝ નોટ પોસિબલ.”

“ઇટઝ અ ટૃ તનીષા.” કહી તેણે તેના ફોનમાંથી સિધ્ધાર્થના નામનું એફ.બી. એકાઉન્ટ ઓપન કરી બતાવ્યુ અને કહ્યુ “તનીષા આઇ.એમ લેસબિયન. ઇંટરકોલેજ ફેસ્ટિવલમાં તારો ડાન્સ જોઇ હુ તારા પર ફિદા થઇ ચુકી હતી અને તને મેળવવા અને તારી સાથે ફીઝીકલ રીલેશન બનાવવા મે આ બધુ નાટક કર્યુ હતુ. મે સિધ્ધાર્થના નામની ફેક આઇ.ડી બનાવી તારી સાથે ફ્રેન્ડશીપ બનાવી. આઇ લવ યુ સો મચ કેન યુ બીકેમ માઇ લાઇફ પાર્ટનર”

તનીષાને તો રાખી ઉર્ફે સિધ્ધાર્થની વાત સાંભળીને લોહી ઉકળી ગયુ.તે પોતાની જગ્યાએથી સફાળી ઉભી થઇ ગઇ. તેના ચહેરા પર ભારોભાર ગુસ્સો વર્તાવા લાગ્યો અને જોતજોતામાં તેણે રાખીને એક જોરદાર તમાચો મારી દીધો. હોટેલના બીજા ગ્રાહકો આ દ્રશ્ય જોઇ રહ્યા. “મીસ રાખી, આઇ એમ નોટ ધેટ ટાઇપ ઓફ ગર્લ અન્ડરસ્ટેંડ??? હું ધારુ તો તારા પર ફ્રોડનો કેસ કરી શકુ તેમ છું. કોઇની ફીલીંગ્સ સાથે આ રીતે રમતા પહેલા દસ વાર વિચારજે. તને ખ્યાલ છે મારા દિલ પર અત્યારે કેવી વીતી રહી છે? શું સમજી જાણીને તે આમ કર્યુ?

“સોરી તનીષા ઇફ યુ ફીલ હર્ટ પણ જે સત્ય છે એ જ મે તને કહ્યુ છે અને મારા દિલની લાગણીઓ તારી સાથે શેર કરી છે.” રાખીએ કહ્યુ. “જસ્ટ ગો ટુ હેલ યુ એન્ડ યોર ફીલીંગ્સ” કહેતી તનીષા દોડીને ત્યાંથી નીકળી ગઇ. મિત્રો આજે આપણે જોઇએ જ છીએ કે એફ.બી. અને બીજી શોશિયલ સાઇટ્સ પર આ રીતે રાખી જેવા હજારો છે જે ફેક આઇ.ડી. બનાવીને ટાઇમ પાસ કરતા હોય છે પણ તેઓ ક્યારેય એ નહી વિચારતા કે લોકોની ફીલીંગ્સ એ કોઇ રમકડુ નથી કે જેની સાથે મન થાય ત્યારે રમ્યા અને મન ભરાઇ જતા ફેંકી દીધુ. તનીષા જેવી ઘણી છોકરીઓ અને સાથે સાથે બોયઝ પણ હોય છે કે જ્યારે આ રીતે તેની ફીલીંગ્સ સાથે ચેડા થાય છે ત્યારે ઘણે વખત ન કરવાનુ કરી જાણે છે. સો બી કેરફુલ બીફોર ટ્રસ્ટ એનીવન ઓન શોશિયલ સાઇટ્સ.”

The end.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED