Premni Sharuaat ke ant - Bas tarathi j - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમની સરૂઆત કે અંત - બસ તારાથી જ. કડી-૨

પ્રેમની સરૂઆત કે અંત બસ તારાથી જ.

પ્રકરણ-૨

વિષય : લવ સ્ટોરી.

એક દિવસે સંજના કોલેજથી છુટી ઘરે જઇ રહી હતી ત્યાં સુકેતુએ કાર સ્ટોપ કરી. “હેય સંજના, ધેટ્સ નોટ ફેર.” “કેમ શું થયુ? શું યોગ્ય નથી લાગતુ તને?” સંજનાએ પુછ્યુ. “અરે યાર હું દરરોજ કાર લઇને આવું અને તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને ચાલીને આવે એ જરા પણ યોગ્ય નથી લાગતુ મને.” “સુકેતુ હવે તારી પાસે કાર છે તો હું કાર ખરીદી શકું એ પરિસ્થિતિમા નથી તો મારે ચાલીને જ આવવું પડે ને? અને હું ક્યાં ઘર સુધી ચાલીને જવાની છું, હમણા જ સીટીબસ મળી જશે એટૅલે તેમા બેસીને જ જવાની છું ને? તારા કરતા પણ મોંઘી સવારી છે મારી.” સંજનાએ જરા હસીને કહ્યુ. “હા, એ સાચુ કે તુ કાર ખરીદી શકે તેમ નથી પણ હું તો તારી સાથે ચાલીને અને પછી બસમાં આવી શકું કે નહી?”

સુકેતુએ પોતાની કાર સાઇડમાં પાર્ક કરી ડ્રાઇવરને લોકેશન કહી દીધુ અને કાર લઇ જવા કહ્યુ અને પોતે બેગ લઇ સંજના સાથે ઘરે ચાલીને જવા રેડ્ડી થઇ ગયો. “હવે બરોબર ને? હવે તો તને કોઇ વાંધો નથી ને હું તારી સાથે બસમાં આવું તો? મારે પણ એ મોંઘી સવારી કરવી છે તારી સાથે.” “તુ પણ સુકેતુ ખરેખર પાગલ છે હોં!!! હું તારી જગ્યાએ હોઉ તો આ રીતે કાર મુકીને ચાલતી ન આવુ હો અને એ પણ આટલી ગરમીમાં.”

“તુ ન આવે તો કાંઇ નહી. મારે તો તારી સાથે આવવુ જ છે.” “ઓ.કે. બાબા ઓ.કે. ચલ મારી સાથે અને જલ્દી કર નહી તો બસ ચુકાઇ જશે.” કહેતી સંજના ચાલવા લાગી અને સુકેતુ પણ તેની સાથે ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા સુકેતુ બસ સંજનાને જોઇ જ રહ્યો હતો અને કોઇના કોઇ બહાને તેની સામે જોઇ વાતો કરે જઇ રહ્યો હતો.

“બસમાં ખુબ ભીડ હતી. સંજનાને દરરોજની ટેવ હતી આ રીતે ભીડમાં મુસાફરી કરવાની પણ સુકેતુના જીવનમાં તો આ પ્રથમ વખત બસની મુસાફરી હતી અને એ પણ આટલી ભીડમાં. થોડીવારમાં જ સુકેતુના ચહેરા પરથી પસીનો વળવા લાગ્યો. પોતે એ રીતે ઉભો હતો કે તેનો હાથ પણ ચહેરા સુધી પહોંચી શકે તેમ ન હ્તો.

સંજના આ બધુ જોઇ હસી પડી. “કેમ સહેજાદે સુકેતુ, બસમાં મુસાફરી કરવી કેવી લાગે છે?” “આઇ એમ ફીલીંગ ગુડ સંજના.” “ઓહહહ તો પછી ચહેરા પર આટલો પસીનો કેમ વળે છે?” સંજનાએ પોતાના દુપટ્ટા વડે સુકેતુના ચહેરા પરથી પસીનો લુછતા કહ્યુ. “એ તો આજે પહેલો દિવસ છે ને એટલે બાકી પછી ટેવ પડી જશે.” સુકેતુએ કહ્યુ.

બીજે દિવસે સવારે કોલેજ જવાના સમયે સંજના બસ સ્ટોપ પર પહોંચી તો જોયુ કે સુકેતુ તેની કાર પાર્ક કરી તેની રાહ જોઇ રહ્યો હતો. “સુકેતુ તુ ખુબ જ પૈસાદાર છે, તને આ રીતે બસમાં આવવુ એ ન શોભે. પ્લીઝ તુ કાર લઇને કોલેજ પહોંચી જા. આપણે ત્યાં જ મળીએ.” “સંજુ તુ જીદ્દી છે તો હું તો તારા કરતા બમણો જીદ્દી છું. તુ કારમાં આવવાની જીદ્દ લઇને બેઠી છે તો મારી જીદ્દ એ છે કે તારી સાથે જ કોલેજ આવીશ, પછી ભલે મારે બસમાં આવવુ પડે કે પછી ચાલીને, પણ આવીશ તો તારી સાથે જ.”

“લાગે છે તારી જીદ્દ સામે મારી જીદ્દ કામ નહી આવે. ઓ.કે. ઠીક છે, તુ કહે છે તો હું તારી સાથે કારમાં આવવા રેડ્ડી છું, હવે તો ખુશ કે નહી?” સંજનાએ કહ્યુ. “યા આઇ એમ સો હેપ્પી નાઉ. લેટ્સ ગો સંજના.” બન્ને કોલેજ જવા નીકળી ગયા. હવે દરરોજ સંજના સુકેતુ સાથે જ કારમાં કોલેજ આવતી હતી તે જોઇ તેની બહેનપણીઓ સુકેતુ અને સંજના વિષે મનોમન કાંઇક અલગ જ વિચારે જઇ રહી હતી. એક દિવસ સંજના અને તેની બહેનપણી મીરા બન્ને કેન્ટિનમાં એકલી બેઠી હતી. “સંજુ, યાર તારો તો કોઇ જવાબ નથી હો. યુ આર સો લકી.” “કેમ એવુ તે મે શું કરી દીધુ તે આ રીતે વખાણ કરે છે?” સંજનાએ આશ્ચર્યભરી નજરે પુછ્યુ. “હેય સંજુ હવે બહુ ભોળી બનવાનું નાટક કરે નહી તો સારૂ છે. શું અમને કોઇને દેખાતુ નથી? શું હું તને બુધ્ધુ દેખાઉ છું? યાર હવે છુપાવવાથી કાંઇ ફાયદો નથી. જે છે તે સ્વિકાર કરી જ લે તુ.” મીરા ઉતાવળે બોલી ગઇ. “અરે યાર પણ કાંઇક ખોલ આપે તો હું સ્વિકારુ ને? ક્યા ટોપિક પર તું વાત કરે છે?”

“તારા અને સુકેતુ વિષે કહું છું તને. ખરેખર એવુ તે શું જાદુ કરી દીધુ છે તે સુકેતુ પર કે તે તારી આસપાસ જ ફરે છે? તારી આટલી કેર કરે છે, તને કારમાં તારા ઘરે ડ્રોપ કરવા આવે છે અને અહી કોલેજમાં પણ અમે જોઇએ છીએ કે ઘણી વખત તમે બન્ને કેન્ટિનમાં એકલા ટાઇમ સ્પેન્ડ કરો છો. આઇ થીન્ક યુ બોથ આર ઇન લવ વીથ ઇચ અધર. રાઇટ સંજુ?”

“આર યુ મેડ મીરા? હું અને સુકેતુના પ્રેમમાં. ના બાબા ના. અને મને ૧૦૦% ખાતરી છે કે તે પણ મારી સાથે કોઇ પ્રેમ બ્રેમમાં નથી.”

“તો આ બધુ શું છે જે અમે જોઇ રહ્યા છીએ તે? મને તો લાગે જ છે કે સુકેતુ તને પ્રેમ કરે જ છે.” “જો મીરા, આપણે રહ્યા મીડલ ક્લાસ અને સુકેતુ ખુબ ધનવાન છે અને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આ ધનવાન પિતાશ્રીના સંતાનોને મન પ્રેમની કોઇ વ્યાખ્યા જ હોતી નથી. આ બધા માત્ર કોલેજમાં પોતાનુ સ્ટેટસ જાળવવા માટે અને પોતાને બીજાથી ઊંચા બતાવવા માટે છોકરીઓ સાથે બસ આવા નાટક કરતા હોય છે, બાકી બીજુ કાંઇ નહી.” સંજના ગંભીર અવાજે બોલી. “અરે યાર પણ સુકેતુના વર્તન-વ્યવહાર પરથી તો લાગતુ નહી કે તેને ધનવાન હોવાનુ અભિમાન હશે. તે ખુબ જ નિખાલસ અને આપણી સાથે પણ હળીમળી જાય તેવો મળતાવડો છે.” “મીરા આ બાબતે તુ દિલથી વિચારે છે અને હું દિમાગથી. પહેલા પહેલા આ અમીર નબીરાઓ આવા ઢોંગ રચે છે જેથી ભોળીબાળી છોકરીઓના મનમાં તે વિશ્વાસ જાગૃત કરી શકે, હું તો જાણું છું ત્યાં સુધી તેઓ છોકરીઓ સાથે મીઠી મીઠી વાતો કરી તેને ફોસલાવી પ્રેમના નાટક કરે છે, તેમને મોઘી ગિફ્ટ્સ આપે છે અને છોકરીઓ પાછળ તે પૈસો પાણીની જેમ બરબાદ કરે છે અને પછી પ્રેમના નામે શારિરીક સુખ પણ માણે છે, બીચાળી ભોળી છોકરીઓ તો આંધળો વિશ્વાસ કરી તેનુ શરિર પણ સોંપી દે છે અને જ્યારે આવા છોકરાઓને કોઇ બીજી ગર્લ્સ ગમી જાય ત્યારે તે એકવાર પણ કાંઇ વિચાર્યા વિના બધુ ભૂલી જાય છે અને આખરે પેલી છોકરીને તો આત્મહત્યાનો જ રસ્તો બાકી રહે છે. આ સુકેતુ જેવા અમીરજાદાઓ જેમ દરરોજ કપડા બદલાવે તેમ છોકરીઓ બદલાવે છે, તેને મન શુદ્ધ પ્રેમની સમજ જ હોતી નથી.” “સંજુ આર યુ શ્યોર કે સુકેતુ પણ આવો જ હશે? ક્યાંક ધનવાન છોકરાઓ વિષેની તારી વિચારસરણી સુકેતુની બાબતમાં ખોટી ન પડે એ જો’જે.” “મીરૂ તુ બહુ ભોળી છે બહેન પણ તુ જો હું સુકેતુ સાથે શું કરું છું? સુકેતુને ખબર નથી કે આ વખતે તેની સામે સંજના છે જે હંમેશા દિમાગથી જ વિચારે છે અને અમલવારી કરે છે, આ વખતે સુકેતુને બરોબરનો પાઠ ન ભણાવુ તો હું પણ સંજના નહી. તુ બસ જોતી રહેજે પહેલા થોડો સમય તે મારી સાથે મિત્રતા કેળવશે, દોસ્તી કેળવાઇ ગયા બાદ તે મને પ્રપોઝ કરશે, પછી બર્થ ડે, રોઝ ડે, વેલેન્ટાઇન ડે જેવા ન જાણે કેટલાય દિવસોના બહાના કાઢી મોંઘી ગિફ્ટ્સ, લન્ચ ડિનર કરવાના બહાને તે મારી નજીક આવવાની ટ્રાય મારશે અને હું કાંઇ વિરોધ નહી જતાવુ એટલે તે મારી નજીક આવશે અને પછી........... સમજી ગઇ હશે તુ. અને એક વાર મારી સાથે સહશયન માણી લીધા બાદ બીજા દિવસે તો જાણે મને ઓળખતો પણ ન હોય તેવુ વર્તન થઇ જશે. આ મારી ભવિષ્યવાણી સુકેતુની બાબતે પણ સાચી ન પડે તો કહેજે નામ બદલાવી નાખીશ.” બહુ આત્મવિશ્વાસ સાથે સંજના બોલી. “ઓહ માય ગોડ સંજુ. ખરેખર તુ બહુ ઉસ્તાદ છે હ. મારા જેવી હોય તો અત્યાર સુધીમાં તો બધુ તેને સોંપી બેસે.” “હા......હા.....હા.... પછી રડવા માટે કોઇ સહારો પણ ન મળે મીરૂ. પછી માત્ર કુવો, ડેમ કે ઝેર દેખાય આપણને, બીજુ કાંઇ નહી સમજી??? એટલે જ કહુ છું આવા અમીરઝાદાઓને તો મારા જેવી જ પહોચે. હવે તુ જો’જે મારો ખેલ.” “હમ્મ્મ્મ્મમ્મ પણ હજુ કહું છું કે ધ્યાન રાખજે, સુકેતુને નકામો પથ્થર માની બેસી અમુલ્ય હિરો ખોઇ ના બેસે તું.”

“ઓહ માય ગોડ.... બહુ મોડુ થઇ ગયુ. મારે બસ પકડવાની છે આજે તો. આજે મારો ડ્રાઇવર આવ્યો નથી. ચલ હું જાંઉ છું.” સંજના બેગ પેક કરતી દોડતી નીકળી ગઇ.

બસમાં ઘરે જતી સંજના મનોમન ખુબ અકડાઇ રહી હતી કે સુકેતુને તે પાઠ ભણાવીને જ જંપ લેશે અને આ બાજુ સુકેતુ સંજનાને મળી શક્યો ન હતો તેથી તે બેચેન હતો. ઘરમાં બેસી તેને જરા પણ શાંતિ ન હતી. સામાન્ય વાઇરલ ફીવર હોવાથી તે કોલેજ તો ન ગયો પણ એક એક પળ પસાર કરવી તેના માટે કઠીન હતી. તેણે ઘડિયાળમાં જોયુ તો બે વાગવા આવ્યા હતા. તેણે મનોમન વિચાર્યુ કે સંજના ઘરે પહોંચી ગઇ હશે એ વિચારે તેણે સંજનાને કોલ કરવાનુ વિચાર્યુ. “હાય સુકુકુકુકુકુકુ... આજે તો કોલેજમાં મજા જ ન આવી. એકલા બેસી કંટાળી ગઇ હું તો. તારી તબિયત કેમ છે?” “સુકુકુકુકુકુકુ ???? થેન્ક્સ ફોર ધીસ નેઇમ. આઇ એમ ઑલ રાઇટ સંજુ. એન્ડ ડોન્ટ વરી કાલથી કોલેજ આવું જ છું હું. ઘરે બેસીને બોર થઇ ગયો આજે તો. ટાઇમ જતો જ ન હતો મારો. પછી વિચાર્યુ કે હવે તુ આવી ગઇ હશે તો મે તને કોલ કર્યો.” “એમ? તો હું તારા માટે ટાઇમ પસાર કરવા માત્રનું સાધન છું?” “અરે નહી રે સંજુ. મારો કહેવાનો મતલબ એ નથી.” “ત્યારે શું? આવુ કહીને મને તો બહુ હર્ટ કરી દીધી તે.” આટલુ કહીને સંજનાએ ફોન કટ કરી દીધો અને મનમાં હસવા લાગી. “બચ્ચુ, એમ હાથમાં નહી આવે આ સંજના રાય. પુરી જીંદગી મને યાદ રાખીશ તું મને.” બબડતી પોતાના કામે લાગી ગઇ. આ બાજુ સુકેતુએ સંજનાને ઘણા કોલ કર્યા પણ તે કોલ રીસીવ કરતી જ ન હતી આથી તેને ટેન્શન થઇ આવ્યુ.”ઓહ માય ગોડ, મારા કારણે સંજના ગુસ્સે થઇ ગઇ. શા માટે હું આ રીતે બોલ્યો? શીટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ્ટ...... હવે તેને કઇ રીતે મનાવું? કાલે કોલેજ જઇને જ માંફી માંગી લઉ તે જ બહેતર રહેશે. પણ હજુ તેનુ મન શાંત હતુ નહી. બીજે દિવસે સવારે પણ સંજના સુકેતુને હેરાન કરવાના ઇરાદાથી બસમાં નીકળી ગઇ અને આ બાજુ સુકેતુ રોજના નિયમ મુજબ સંજનાની રાહ જોઇ રહ્યો હતો. થોડી વાર બાદ સંજનાને કોલ કરતા તેને ખબર પડી કે તે તો બસમાં નીકળી ગઇ છે એટલે તે પણ નીરાશ થતો કોલેજ તરફ રવાના થયો. કોલેજ જઇ સીધો સંજનાને શોધવા લાગ્યો ત્યાં તેણે જોયુ કે સંજના મીરા સાથે બેઠી હતીત્યાં તે દોડતો ભાગ્યો. “હાય ગર્લ્સ. “ “મીરા ટાઇમપાસ કરવો હોય તો કહી દે સુકેતુને કે કોલેજમાં બીજી ઘણી છોકરીઓ છે.” “સંજુ અરે યાર હજુ સુધી તે મને માફ કર્યો નથી? આઇ એમ સોરી સંજના.” “મીરા હું તો ટાઇમ પાસ છું, હું કોણ છું જે માફી આપી શકે?”

“અરે સંજના પ્લીઝ, યુ આર નોટ ટાઇમપાસ યાર સમજ મારી ભાવનાઓને.” “મીરા ચલો હું તો ક્લાસમાં જાંઉ છું. તારે ટાઇમપાસ કરવો હોય તો અહી બેસી શકે છે.” કહેતી અકડાઇને તે ઉભી થતી ચાલી ગઇ. “મીરા તને મારે એક વાત કહેવી છે, પ્લીઝ મીરા તુ સંજનાને મનાવી લે. આઇ એમ નોટ પ્લેઇંગ વીથ હર ઇમોશન્સ. યાર હું સંજનાને સાચો પ્રેમ કરુ છું. તેને દિલોજાનથી ચાહુ છું હું, પણ સંજુ છે કે માનવા તૈયાર જ નથી. હવે તુ જ કહે કે હું શું કરું?” સુકેતુ દુઃખી થઇ ગયો બોલતા બોલતા. મીરાને સુકેતુની વાતમાં સત્ય દેખાયુ પણ તે જાણતી હતી કે સંજના સુકેતુને જાણી જોઇને પરેશાન કરે છે અને સંજનાના દિલમાં તો સુકેતુ પ્રત્યે પ્રેમ તો દૂર, થોડી સહાનુભૂતિ સુદ્ધા નથી.

“સુકેતુ એક વાત કહું, તુ તારા પ્રેમનો ઇઝહાર કરી તો જો સંજના સામે. તે શું કહે છે એ તો જાણી લે. તુ પહેલા એ તો જાણવાની કોશિષ કર કે ખરેખર સંજના તને પ્રેમ કરે છે કે નહી? તુ તેની પાછળ આ રીતે પાગલ બની ફરી રહ્યો છે પણ એવુ પણ બને કે સંજનાના દિલમાં તારા પ્રત્યે કોઇ ખાસ ભાવના ન પણ હોય.” મીરાએ પરોક્ષ રીતે સુકેતુને સમજાવવાની કોશિષ કરતા કહ્યુ. “મીરા તુ આમ ન બોલ પ્લીઝ. સાચુ કહુ કદાચ સંજના મને પ્રેમ ન પણ કરે પણ હું તો તેને આજીવન પ્રેમ કરતો રહીશ. સુકેતુના જીવનમાં આવશે તો સંજના જ આવશે બાકી બીજી કોઇ ગર્લ હવે સુકેતુની લાઇફમાં નહી આવી શકે એ મારુ મને પોતાને જ વચન છે.” કડક સ્વરે બોલતો સુકેતુ પણ ઉભો થઇ જવા લાગ્યો.

“હે ભગવાન આ બન્નેની બાબતમાં તારો શું વિચાર છે, એ કાંઇ સમજાતુ નથી મને તો. એક બાજુ સંજનાને મનાવવાની ટ્રાય કરુ તો એ એ મ કહે છે કે સુકેતુના મનમાં પાપ છે પ્રમ નહી અને સુકેતુને જો આ બધી વાતની જાણ કરી દઉ તો તે તો મનથી જ તૂટી પડે અને ક્યાંક કોઇ ખરાબ પગલુ ભરી બેસે તો? હે ભગવાન બધુ સારૂ થઇ જાય તેમ જ કરજો.” મનોમન મીરા આંખ બંધ કરી પ્રાર્થના કરી રહી હતી. જેવી તેણે આંખ ખોલી કે સંજના સામે જ ઉભી હતી. “શું મીરા, મે જોયુ કે મારા ગયા બાદ સુકેતુ તારી સાથે બેઠો હતો, શું તારા પર ચાન્સ મારવાનુ શરૂ તો નહી કરી દીધુ ને?”

“અરે ના, એ તો બસ મને તારા વિષે જ વાત કરતો હતો કે હું તને સમજાવું કે તુ સુકેતુથી નારાજ રહેવાનુ છોડી દે.” “ઓહ તો એમ વાત છે? બહુ દુઃખી થઇ ગયો લાગે છે સુકેતુ મને નારાજ જોઇને. ચલો હવે તો માની જ જવુ પડશે નહી તો.............. નહી તો હું નહી તો મારી બહેન બીજી એમ જાણી કોઇ બીજી છોકરીની જીંદગી બરબાદ કરવાનો પ્લાન શરૂ થઇ જશે.” સંજના મનોમન વિચારવા લાગી.

To be continued………………

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED