Bruhnhatya books and stories free download online pdf in Gujarati

ભૃણહત્યા

નામ : ચાંદની

Email –

ભૃણહત્યાવિષય – ટુંકી વાર્તા.

લોકેશ હવે શાંત હતો.તેણે બેડરૂમમાં બેસી ટી.વી. ઓન કર્યુ.આમ તો ઘરમાં મૃત્યુ પછી કોઇ ટી.વી. ચાલુ કરતુ નહી પણૅ લોકેશને ડોક્ટરે સલાહ આપી હતી આથી મનની શાંતી માટે થોડીવાર ટી.વી. ચાલુ કર્યુ.સ્ટાર પ્લસ પર આવતી ધારાવાહીક જોતા જ તેને કલ્પનાનો ચહેરો યાદ આવી ગયો. કલ્પનાને આ ધારાવાહીક સીરીયલ્સ બહુ ગમતી હતી. બધુ કામ મુકીને દોડીને તે સીરીયલ્સ જોવા અચુક બેસી જાતી. વળી તેને કલ્પનાના વિચારો આવવા લાગ્યા. લોકેશે ટી.વી. ઓફ કરી દીધુ.પરંતુ તેના મનના વિચારો ઓફ થઇ શકે તેવુ રીમોટ કંટ્રોલ તેની પાસે તો હતુ નહી. તે બેડ પર આડો પડી આમથી તેમ પડખા ઘસવા લાગ્યો. કલ્પના તેના જીવનનો આધાર હતી. આખરે તે કેટલો પ્રેમ કરતો હતો કલ્પનાને? કલ્પના ખાતર તેણે તેના માતા-પિતા ઘર બાર બધુ છોડી દીધુ હતુ અને બધુ પોતે નવેસરથી વસાવ્યુ હતુ.અને આજે કલ્પના તેને અધવચ્ચેથી બીચ મજધારે છોડીને હંમેશા માટે છોડીને જતી રહી હતી અને તે પણ પોતાની જ ભુલને કારણે. લોકેશને ફરી પોતાની જાત પર ગુસ્સો આવવા લાગ્યો અને તે પોતાની જાતને ધીક્કારવા લાગ્યો.પરંતુ સમયના વીતેલા વહેણ ક્યાં પાછા આવે છે?લોકેશ ધૃસકે ધૃસકે રડવા લાગ્યો,તેનો અવાજ સાંભળી તેના માતા-પિતા અને તેની સાત વર્ષની પુત્રી માધ્વી દોડીને ત્યાં રૂમમાં આવી પહોંચ્યા.તેના મમ્મીએ તેને પાણી આપી શાંત કર્યો અને ડોક્ટર સાહીલની સુચના મુજબ તેને ઉંઘનુ ઇન્જેક્શન આપી થોડી વાર તેના માથે હાથ પસવાર્યો કે લોકેશને ઉંઘ આવી ગઇ.તેના મમ્મી લોકેશની આ હાલત જોઇ રડવા લાગ્યા.લોકેશના પિતાજીએ એને હિમ્મતથી કામ લેવા સલાહ આપી પણ તેઓ ખુદ પણ અંદરથી તૂટી ગયા હતા.નાની માધ્વી પણ રડતી હતી.તેઓ કોઇથી હવે લોકેશની આવી હાલત જોઇ શકાય તેમ ન હતી પરંતુ તેઓ લાચાર હતા.આજે સવારે જ લોકેશને હોસ્પિટલમાંથી રજા મળી હતી.ડીસ્ચાર્જ આપતી વખતે ડોક્ટરે સલાહ આપી હતી કે લોકેશને કલ્પનાના વિચારોમાંથી બહાર લાવવો ખુબ જરૂરી છે.જો તે સતત આ જ રીતે ગહન વિચારોમાં ખોવાયેલો રહેશે તો તેના મગજ ઉપર ખુબ ખરાબ અસર થશે.તેના માતા-પિતા હવે લોકેશને ગુમાવવા માંગતા ન હતા. આખી રાત તેના માતા દેવ્યાનીબહેન અને પિતા અમૃતલાલને ઉંઘ ન આવી.તેઓ પણ મનોમન કલ્પનાના મૃત્યુ અને લોકેશની આવી હાલત માટે પોતાને જવાબદાર ગણતા હતા.માધ્વી પણ મનોમન મુંજાતી હતી.તેની વહાલસોયો જન્મદાત્રી મા હવે તેની પાસે ક્યારેય પાછી આવવાની ન હતી અને તેના પપ્પાની હાલત પણ બહુ ખરાબ હતી.ભલે માધ્વી માત્ર સાત વર્ષની હતી પણ તે બધુ સમજતી હતી.તેણે પોતાના બાળમનથી એક નિર્ણય કરી લીધો હતો કે હવે ગમે તેમ થાય તે પોતાના પપ્પાને તો કાંઇ થવા જ નહી દે.તેના માટે હવે તેણે પોતે જ કાંઇક કરવુ પડશે પણ શું કરે?એવા વિચારે તેની નાની આંખોમાં ઉંઘ આવી ગઇ તેની તેને ખબર જ ન રહી, સવારે દાદીએ ઉઠાડી ત્યારે ઉંઘ ઉડતી ન હતી.દરરોજ તેની મમ્મી તેને ઉઠાડવા આવતી ત્યારે અનેક નખરા કરતી પણ આજે તેને ઓચિંતુ યાદ આવી ગયુ કે હવે મમ્મી નથી તો લાડ કોની પાસે કરવા? પોતે જરા નિરાશ તો થઇ ગઇ પણ પછી ફટાફટ તૈયાર થવા લાગી.આજે તેની માતાના અવસાનના આઠ દિવસ બાદ તે પ્રથમ વખત શાળાએ જઇ રહી હતી.તેને પળે પળે અને ડગલે ને પગલે તેની મમ્મીની યાદ આવતા પાંપળો ભીની થઇ જતી હતી.તૈયાર થઇને ડાઇનીંગ ટેબલ પર ભરેલો દૂધનો ગ્લાસ જોઇ તેને વળી મમ્મી યાદ આવી ગઇ. “બેટા દૂધ પી લે જલ્દી ચાલ.હમણા તારી સ્કુલ બસ આવી જશે.મારી પરી છે ને તું?હમણા દૂધ ખત્મ કરી જશે.”

આજે દૂધનો ગ્લાસ તો રોજની જેમ હતો જ પણ દૂધની સાથે તેની માતાની શબ્દોરૂપી મીઠાસ આજે ન હતી.માધ્વીએ દૂધનો એક ઘુંટ પીધો પણ આગળ દૂધ તે પી ન શકી અને ત્યાં જ દૂધનો ગ્લાસ પડતો મૂંકી દીધો. તે સ્કુલબેગની બાજુમા જ પડેલા લંચ બોક્સને પેક કરવા ગઇ. માધ્વી આજે લંચબોક્સ ખોલવા જતી જ હતી ત્યાં તેના કાને તેની મમ્મીના શબ્દો અથડાયા.

“બેટા આજે તારી ફેવરીટ આઇટમ લંચ બોક્સમાં આપી છે તને.” “મમ્મી મને તો તારા હાથની બધી વસ્તુઓ ભાવે છે. એ બધી મારી ફેવરીટ આઇટમ જ છે.મને કે ને આજે શું નાખ્યુ છે નાસ્તામાં?” “ના....ના.....ના.....ઇટ્સ અ સરપ્રાઇઝ. અત્યારે નહી સ્કુલે જઇને જ લંચબોક્સ ખોલવાનુ છે.”

“મમ્મી તું મને દરરોજ અલગ અલગ વેરાઇટી બનાવી આપે છે આટલી બધી વસ્તુ બનાવતા તને ..........”

વાક્ય અધુરુ રહી ગયુ. શબ્દો જાણે ખુટી ગયા અને એકલતાનો ભાસ માધ્વીને થઇ આવ્યો અને આટલી વારથી મહા મહેનતે અને પરાણે રોકી રાખેલા આંસુઓની ધાર દળ દળ કરતી વહેવા લાગી. બસનુ હોર્ન સંભળાતા જ માધ્વી દફતર લઇને જવા લાગી.તેના દાદીએ તેને લંચ બોક્સ અને વોટરબેગ આપી દીધા તેને હાથમા લઇને જ તે ગેઇટ તરફ ભાગી.બસમાં દોડીને તે બેસી અને ફટાફટ લંચબોક્સ બેગમાં રાખી બસની વીન્ડોમાંથી તેણે તેના ઘરના ગેઇટ તરફ નજર નાખી તો કોઇ હતુ નહી. દરરોજ તેને પ્રેમથી “બાય...બાય....” સાંભળવાની જાણે આદત પડી ગઇ હતી પણ તેના દાદી તો બસ તેને બસમાં ચડતી જોઇ અંદર જતા રહ્યા હતા.વળી એકલતા માધ્વીની સાથે આવી ગઇ. શાળાએ પહોંચતા જ પ્રીન્સીપલ મેડમે તેને ઓફિસમાં બોલાવી વહાલ કરી તેને સમજાવતા કહ્યુ ,”બેટા કુદરતના નિર્ણયને કોઇ બદલી શકતુ નથી. જે થવાનુ હતુ તે થઇ ગયુ પણ તું જરા પણ ચિંતા ન કરજે.તુ અમારા બધાની દીકરી જ છે.” માધ્વી ફરીથી રડવા લાગી એટલે તેના વર્ગશિક્ષીકા સંધ્યાબહેન તેની પાસે આવ્યા અને તેને પાણી આપ્યુ અને તેને પ્રાર્થનામાં જોડાઇ જવા કહ્યુ. પ્રાર્થના બાદ માધ્વીની મમ્મી માટે બે મિનિટનુ મૌન પાડવામાં આવ્યુ અને ધોરણ-૭ ની વિદ્યાર્થીનીઓ દ્વારા મૃત્યુ પાછળની ઇશ્વરની પ્રાર્થના ગવડાવવામા આવી.આમ તો તેની શાળા ખાસ્સી મોટી હતી પણ વિદ્યાર્થીઓના આવા દુઃખમાં હંમેશા ભાગીદાર રહેતી. પ્રાર્થના બાદ માધ્વી અને બીજા બધા વિદ્યાર્થીઓ વર્ગમાં ગયા.માધ્વીને ઓચિંતુ યાદ આવી ગયુ કે આજથી તો તેની મંથલી ટેસ્ટ શરૂ થતી હતી.સંધ્યાબહેને વિદ્યાર્થીઓની હાજરી પુરી લીધા બાદ માધ્વીને બોલાવે કહ્યુ , “બેટા તારે તૈયારી ન થઇ હૌય અને ટેસ્ટ ન આપવી હોય તો છુટ છે.આ ટેસ્ટ માટે તને માફ કરવામા આવશે.એવું હોય તો તુ નિરાંતે લાયબ્રેરીમા જઇ વાંચન કર.” “ના ટીચર મને બધુ આવડે છે.મારી મમ્મીએ મને પહેલેથી જ બધી તૈયારી કરાવી હતી.” એમ કહી તે પોતાની જગ્યાએ ટેસ્ટ આપવા માટે ગઇ. આજે ગુજરાતીનુ પેપર હતુ તેમા પહેલો જ પ્રશ્ન નિબંધ લેખનનો હતો “મારી મા” વિશેનો હતો. નિબંધનુ શીર્ષક વાંચીને જ માધવી ભાંગી પડી. આજે “માં” શું છે? તેનો અહેસાસ થયો. તેની મમ્મીએ આ નિબંધ પાકો કરાવવા માટે ખુબ જ મહેનત કરી હતી અને ત્યારે માત્ર ગોખણ પટ્ટી કરીને નિબંધ પાકો કર્યો હતો. આજે આખુ પેપર આઁસુ સાથે માં વિશે લખી નાખ્યુ. બીજી તરફ ઘરે દસ વાગ્યે લોકેશની ઉંઘ ઉડી ત્યારે માથુ ભારે લાગતુ હતુ.આથી મોટેથી બૂમ પાડીને તે બોલવા લાગ્યો ,”કલ્પના ઓ કલ્પના ડાર્લીંગ, જરા બેડ ટી લઇ આવને પ્લીઝ,માથુ બહુ દુખે છે.છેલ્લુ વાક્ય બોલતા લોકેશની આંખો આંસુથી છલકાઇ ગઇ.લોકેશ ખુબ જોર જોરથી રડવા લાગ્યો. તેનો રડવાનો અવાજ સાંભળી તેના મમ્મી પપ્પા અને તેની બહેન જે આજે જ સવારે આવી હતી તે બધા દોડતા તેના રૂમમાં દોડી ગયા.

લોકેશ પાસે બેસી તેના પપ્પાએ તેને કહ્યુ “બસ બેટા હવે બસ કર.તારી આ હાલત મારા કે તારી મમ્મીથી જોઇ શકાતી નથી.હવે તારી જીંદગીને આમ રોકી ન રાખ.હવે તારી જીંદગીને પહેલાની માફક વહેવા દે.સમય બધુ સારૂ કરી દેશે.ઉપરવાળાના દરબારમા આપણું કાંઇ ચાલતુ નથી દીકરા.” તેની બહેન અને તેના મમ્મીએ પણ તેને સાંત્વના અને ધીરજ રાખવા કહ્યુ અને માધ્વી ખાતર બધુ ભુલી જવા સમજાવ્યો પણ લોકેશનું ધ્યાન તેમની વાતોમાં હતુ જ નહી.તે ફરીથી ઉંડા વિચારોમા ગરકાવ થવા લાગ્યો અને તેને એ દિવસ યાદ આવી ગયો જ્યારે તે કલ્પનાને લઇને આ ઘરમાં આવ્યો હતો.લગ્ન બાદ થોડો સમય તો બધુ સારુ રહ્યુ પણ ધીમે ધીમે જનરેશન ગેપના કારણે સાસુ-વહુ વચ્ચે ઝ્ઘડાઓ થવાનુ શરૂ થયુ.ઘણી વખત કલ્પના તેને ફરિયાદ કરતી પણ જયારે લોકેશે મેહસુસ કર્યુ કે હવે ઝઘડાઓ વધવા લાગ્યા છે ત્યારે તેણે કલ્પનાનો સાથ આપ્યો કારણે કે તે સાચી હતી. કલ્પનાનો સાથ આપવા બદલની તેને ભારે કિંમત ચુકવવી પડી અને તેના પિતાજીએ પોતાના અહમને ઉંચો રાખવા લોકેશ અને કલ્પનાને ઘર બહાર કાઢી મુક્યા અને એ પણ કહી દીધુ કે નફ્ફટ ચાલ્યો જા અહીથી.આજથી તુ અને તારી આ પત્ની બન્ને આ ઘરમાં ન જોઇએ મને.અને મારી સંપતિમાંથી પણ એક ફુટી કોડી તને નહી મળે.” આવા ક્ટુ વચનો સંભળાવી તે બન્નેને પહેરેલા કપડે જ કાઢી મુક્યા. લોકેશના મિત્રનુ ઘર ખાલી હૌ તેથી લોકેશે એ ઘર ભાડે રાખી લીધુ.લોકેશ જોબ પર જતો અને કલ્પના ઘરે બેઠા કોચીંગ ક્લાસ ચલાવતી.થોડા જ વર્ષોમાં લોકેશ અને કલ્પનાએ પોતાની સુઝ બુઝ અને આયોજનશકિતથી એક નાનકડુ પોતાનુ ઘર ખરીદી લીધુ.જે માટે કલ્પનાએ પોતાના લગ્ન સમયના બધા ઘરેણા વેચી દીધા હતા.થોડી લોન અને ઘરેણા અને બચત એ બધુ મેળવી ઘર ખરીદ્યુ હતુ. લોકેશે હવે તેના મિત્ર સાથે પાર્ટનરશીપમાં સાઇબર કાફે ખોલ્યુ હતુ.અલબત તેને ખાનગી કંપનીમા સારી જોબ હતી પણ પૈસાની ખેંચને પહોંચી વળવા તેણે આ કાફે ખોલ્યુ હતુ જે તેનો મિત્ર ચલાવતો હતો અને તે નવરાસના સમયે કાફે પર જતો. સાઇબર કાફે પણ બહુ સારી રીતે ચાલવા લાગ્યુ હતુ.લોકેશ હવે સવારથી સાંજ બહુ વ્યસ્ત રહેવા લાગ્યો હતો.સવારથી શરૂ કરી મોડી રાત સુધી તેને એક મિનિટનો પણ સમય સુધ્ધા રહેતો ન હતો.આ બાજુ કલ્પના તેની ઘરની બધી જવાબદારી સંભાળતી.એકલા હાથે તે ઘર તથા માધ્વી બન્નેની સાચવણ અને દેખરેખ કરતી.હવે ધીમે ધીમે લોકેશના માતા*પિતા સાથે પણ ફોનના વ્યવહાર શરૂ થઇ ગયા હતા. આખરે તેઓ પણ એક મા*બાપ હતા,તેમના એકના એક દીકરાથી બહુ લાંબો સમય તે દૂર રહી ન શક્યા.તેઓએ તો લોકેશને ફરી ઘરે પોતાની સાથે રહેવા આવવા પણ ઘણી વખત સમજાવ્યો હતો પણ તે માન્યો ન હતો. એક દિવસ અચાનક જ સાઇબર કાફે પર પોલીસે છાપો માર્યો અને લોકેશના સાઇબર કાફે પરથી અશ્લીલ પોર્ન સાહિત્ય બહુ મોટા પ્રમાણમાં હાથ લાગતા પોલીસે લોકેશ અને તેના પાર્ટનર મનોજ આહુજાને પકડી ગયા અને તેનુ કાફે સીલ કરી દીધુ.આ વાતની ખબર પડતા તેના પિતાજીએ અનેક લાગવગો અને મહેનત કરી લોકેશને છોડાવ્યો અને તેનુ નામ એ કેસમાંથી કઢાવ્યુ. પોલીસની ઘટના બાદ લોકેશ ખુબ ટેન્શનમાં રહેવા લાગ્યો હતો.એવામા એક દિવસ કલ્પનાએ તેને ગુડ ન્યુઝ આપ્યા કે એક વાર ફરી તે પ્રેગ્નેન્ટ છે.તેના આ ન્યુઝથી પણ લોકેશને અંતરથી ખુશી ન થઇ પણ તેણે કલ્પનાને ખાતર તેના ચહેરા પર ખુશીના કૃત્રીમ રંગ છાવરી લીધા.કલ્પનાએ આ ન્યુઝ તેના સાસુ સસરાને આપ્યા,તેઓ પણ આ સમાચારથી ખુશ થયા. બીજા દિવસે લોકેશ જ્યારે ઓફિસ ગયો હતો ત્યાં તેના મમ્મીનો ફોન આવ્યો.તેણે લોકેશને કહ્યુ કે “કલ્પના ફરી પ્રેગ્નેન્ટ છે તો દીકરા જરા એનુ દાક્તરી ચેક અપ કરાવી લે અને જો બીજી પણ્ દીકરી હોય તો અબોર્શન કરાવી નાખ.તારે એક દીકરી તો છે,અને આ જમાનામાં બે બે દીકરીઓને ઉછેરવી અને તેને ભણાવી ગણાવી સાસરે મોકલવી એ બહુ ખર્ચાળ અને અઘરૂ કામ છે દીકરા.માટે કલ્પનાને મનાવી લેજે તું” લોકેશ પોતાની રીતે મુક્ત રીતે વિચારવા સક્ષમ જ ન હતો.તે તેની માતાના કહેવા પ્રમાણે કલ્પનાને લઇ ડોક્ટર પાસે ચેક અપ માટે જતો રહ્યો. ડોક્ટર તેના પિતાજીનો મિત્ર હોવાથી છાન ખુણે તેણે લોકેશને કહી દીધુ કે કલ્પનાના ગર્ભમા દીકરી ઉછરી રહી છે.

લોકેશ એ જ દિવસે રાત્રે તેના માત-પિતાને મળવા ગયો અને તેમને આ વાત જણાવી કે કલ્પનાના ગર્ભમાં દીકરી છે.તેના માતા-પિતા બન્ને દીકરાના મોહમાં અંધ હતા તેથી તેણે લોકેશને સમજાવી પટાવી અબોર્શન કરાવવા સુધી સમજાવી લીધો.આમ પણ તેના માતા-પિતાને ખબર હતી કે લોકેશ બહુ લાંબુ વિચારવા જેટલો સક્ષમ નથી. લોકેશે બીજા દિવસે કલ્પના સમક્ષ અ વાત કરી અને કહ્યુ કે આપણે બીજી દીકરી જોતી નથી માટે તુ અબોર્શન કરાવી નાખ.કલ્પનાએ તેને ઘસીને ના કહી દીધી.લોકેશ પહેલા તો થોડી વાર તેને સમજાવતો રહ્યો પણ કલ્પના ન માની એટલે તેના પર ગુસ્સો કર્યો અને હાથ પણ ઉપાડી લીધો અને પરાણે તેને દવાખાને અબોર્શન માટે લઇ ગયો.કલ્પના રડતી રહી,ભીખ માંગતી રહી પણ લોકેશ કે તેના મતા-પિતા કોઇને દયા ન આવી અને કુદરતની લીલા જુવો, દીકરીના ગર્ભપાતમાં દીકરીની સાથે સાથે કલ્પનાનો પણ જીવ જતો રહ્યો. લોકેશ આ વિચારમા ને વિચારમા મોટેથી રડતો બોલી ઉઠ્યો , “મને માફ કરી દે કલ્પના મને માફ કરી દે.હું તારો ગુનેગાર છું.” લોકેશ આમ બુમો પાડતો હતો ત્યાં માધ્વી શાળાએથી આવી અને લોકેશનો અવાજ સાંભળી તે રૂમમાં ગઇ.લોકેશ પાસે જઇ તે સાત જ વર્ષની પુત્રીએ પ્રેમથી તેના માથા પર હાથ પસવાર્યો અને કહ્યુ , “પપ્પા હવે બસ કરો.હું બહુ નાનકડી છું છતા તમને સમજાવવા આવી છું.મમ્મીના મૃત્યુનુ દુઃખ મને પણ છે.મે બહુ નાનકડી ઉંમરે મારી મા ને ગુમાવી છે,હવે હું મારા પપ્પાને ગુમાવવા નથી માંગતી.પ્લીઝ પપ્પા તમારી આ દીકરીને ખાતર શાંત થઇ જાઓ પ્લીઝ.” પોતાની નાનકડી લાડલીની વાત સાંભળીને લોકેશે તેને ગળે વળગાડી લીધી.બન્ને પિતા અને પુત્રી એકબીજાને ભેટીને ખુબ રડ્યા.લોકેશને પોતાના કૃત્ય બદલ આજે ભારોભાર પસ્તાવો થઇ રહ્યો હતો અને તેણે પોતાની લાઇફને ટુંકાવવાનો નિશ્ચય પણ કરી લીધો હતો પણ માધ્વીની વાત સાંભળી તે હવે એ નિર્ણય પર આવ્યો કે તે બધુ ભુલી જઇ સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરશે અને પોતે કરેલી ભુલનું પ્રાયશ્ચિત કરશે. લોકેશ નીચે બધા સાથે જમવા ગયો અને સ્વસ્થ રહેવા તથા નોર્મલ લાઇફ જીવવાનુ શરૂ કરવાના પ્રયત્ન ચાલુ કરી દીધા.તેના માટે કલ્પનાને ભુલવી એ અશક્ય હતુ પણ માધ્વી માટે તે પ્રયત્ન કરવા લાગ્યો. તેણે હવે નક્કી કરી લીધુ હતુ કે હવે તે સમાજમાંથી ભૃણહત્યા વિરોધમા પોતાને બનતા પ્રયત્નો હાથ ધરશે.તે પોતાના શહેરમા જ ચાલતી એક એન.જી.ઓ. સંસ્થામા કાર્યકર તરીકે જોડાયો અને આજીવન “દીકરી બચાવો દીકરી વધાવો” માટે કાર્યરત રહી કલ્પના અને તેની અજન્મા દીકરીને ખરા દિલથી શ્રધ્ધાંજલી આપતો રહ્યો....

.....સમાપ્ત.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED