Punlagn books and stories free download online pdf in Gujarati

પુનર્લગ્ન

નામ : ચાંદની

Email –

પુન: લગ્નવિષય – ટુંકી વાર્તા.

દસ વર્ષની ભક્તિ ઘરે આવીને ખુબ જોરથી રડવા લાગી. તેના માતા-તો કામે ગયા હતા. તેના દાદીએ તેને રડવાનુ કારણ પુછ્યુ પણ ભક્તિ કાઇ ન બોલી. તે રડવા લાગી અને થોડીવાર બાદ પાણી પી ઘરલેશન કરવા લાગી. સાંજે તેની માતા ઘરે આવી એટલે તેના દાદીએ તેને બધી વાત કરી. તેની માતાને પણ ભક્તનું રડવું વિચિત્ર લાગ્યુ. તે ભક્તિ પાસે ગઇ અને માથે હાથ ફેરવી પ્રેમથી તેણે ભક્તિને પુછ્યુ , “બેટા શું થયુ? કેમ રડતી હતી? ભકિત જોરજોરથી રડવા લાગી અને પોતાની ભાષામા તેણે તેની માતાને કહ્યુ “મા આજે બુધવાર હતો આજે ફરીથી શાળાના આચાર્ય મને પ્રાર્થનામા ઉભી કરીને ખીજાયા કે ભકિત સારા કપડા પહેરીને આવજે. ક્લાસમાં ટીચર પણ મને વઢ્યા કે ભકિત નોટબુક લઇને આવજે,પાટીમા લેશન નહી ચલાવું. મા મને પણ બીજા છોકરાઓની જેમ નવા કપડા અને સરસ નોટબુક અને પેન્સિલ એ બધુ લઇ દે ને.” “બેટા તને પણ હું બધુ લઇ દઇશ પણ હમણા નહી પછી.આપણી પાસે પૈસા આવશે એટલે એ બધુ હું તને લઇ આપીશ.” “મા હું જયારે તને કહુ છું ત્યારે તુ આ જ બહાનુ કાઢે છે કે હમણા નહી પછી. આપણી પાસે પૈસા નથી એમ કહી તુ ટાળી દે છે. મા આપણી પાસે પૈસા કેમ નથી? આપણી પાસે પૈસા ક્યારે આવશે?? મારી શાળામા ભણતા બીજા બધા છોકરાઓના માતા-પિતા પાસેપૈસા છે તો આપણી પાસે કેમ નથી???” ભકિતની વાત સાંભળી તેની માતા કામિની સમસમી ગઇ પણ તે ભકિતને શું સમજાવે? તેણે ભકિતને ફોસલાવી પટાવી જમાડી દીધી અને પછી તેને સુવડાવી દીધી. ભકિત તો સુઇ ગઇ પણ તેના સવાલો કામિનીને ઘેરી વળ્યા. ભકિતના સવાલોએ કામિનીના મનને બેચેન કરી મુક્યુ. પૈસા..... પૈસા.... પૈસા...... તેને આજે એ મેહસુસ થતુ હતુ કે પૈસા વિનાની જીંદગી કાંઇ છે જ નહી. આજે આ પૈસાએ જ નાનકડી દસ વર્ષની ફુલ જેવી બાળકીની જીંદગી નર્ક જેવી બનાવી દીધી. દુનિયામા બસ પૈસા જ બધુ છે. કામિનીએ ભકિતને તો સુવડાવી દીધી પણ હવે તેને ઉંઘ આવે તેમ ન હતી. તે ઘરનુ બધુ કામ પતાવી અને પલંગ પર ભકિતની બાજુમા આડી પડી પરંતુ તેની આંખમા ઉંઘ ન હતી. અનેક પ્રશ્નો તેની આંખમાં હતા. તેને પોતાનો ભુતકાળ નજર સમક્ષ દેખાવા લાગ્યો. કામિનીના લગ્ન બાર વર્ષ પહેલા નિરંજન સાથે થયા હતા. કામિની તેના માતા-પિતાનુ એક માત્ર સંતાન હતી. તેના પિતાજીની આર્થિક હાલત બહુ સારી ન હતી. આથી નિરંજન કે જે પ્રાઇવેટ કંપનીમા કામ કરતો હોવા છતા પણ કામિનીના લગ્ન તેની સાથે ગોઠવી દીધા. નિરંજનના પિતા પણ તેને નાની ઉંમરે છોડીને અવસાન પામ્યા હતા. આથી નિરંજનની માતા જીવતીબેને તેને જેમ તેમ કરીને ભણાવ્યો. પૈસા અને લાગવગના અભાવે તેને કોઇ સારી નોકરી મળી નહી તેથી તે એક ખાનગી કંપનીમા નોકરીએ લાગી ગયો. કામિનીના લગ્ન બાદ તેણે પોતાના ઘરની આર્થિક કટોકટી પહોંચી વળવા શિવણકામ શરૂ કર્યુ. થોડા સમયમાં કામિનીને સારા દિવસો દેખાયા તેથી તેના સાસુ જીવતીબેનની સલાહ થી તેણે શિવણકામ મુકી દીધુ. ભકિતના જન્મ બાદ નિરંજનના ટુંકા પગારમાંથી ચાર જણાનો ખર્ચ કાઢવો મુશ્કેલ થતો જતો હતો આથી તેઓ બધા નજીકના ગામડે રહેવા ચાલ્યા ગયા. થોડા સમય બાદ તેના સાસુ જીવતીબેનને બ્લડ પ્રેસર અને શ્વાસની બિમારી ઘર કરી ગઇ આથી દવાઓના ખર્ચને પહોંચી વળવા ભકિત નાનકડી હતી છતા ગામડે જઇ કામિનીએ શિવણકામ ફરી શરૂ કરી દીધુ. ઘરનો ખર્ચ અને તેના સાસુના દવાના ખર્ચને પહોંચતા માંડ માંડ મહિનો પુરો થતો હતો. ભકિતને પણ પાંચ વર્ષની થતા ગામડાની સરકારી શાળામા જ અભ્યાસ માટે બેસાડી હતી છતા પણ ભકિતના અભ્યાસનો થોડો ખર્ચ ટુંકી આવકમાં બહુ ભારે પડતો હતો. તેઓ માંડ માંડ કરીને દિવસો ગુજારતા હતા. તેમના માટે જીવનનો અર્થ એટલે જ કઠોર મહેનત થતો હતો. આટલુ દુઃખ ઓછુ હોય તેમ એક દિવસ અચાનક નિરંજનનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયુ. કામિની માથે તો જાણે આભ તૂટી પડ્યુ. નાનકડી ભકિત અને બિમાર સાસુની જવાબદારી તેની એકલીના શિરે આવી પડી. તેના માતા-પિતા પણ ત્રણ વર્ષ પહેલા ગુજરી ગયા હતા. કામિની રોજ ઇશ્વર પાસે જઇ રડતી કે “ હે ભગવાન દુનિયાના બધા દુઃખ મારા નસિબમાં જ લખ્યા છે કે શું? એક દુઃખને પહોંચી વળવા જઉ ત્યાં બીજુ દુઃખ સામે જ ઉભુ હોય છે. કેમ આટલી કૃરતા વરસાવે છે ભગવાન? જ્યાં કાંઇક સુખનુ મૃગ જળ દેખાય ત્યાં દુ;ખનો પહાડ સાથે જ હોય.” ભગવાન પણ ક્યારેક આંખ આડા કાન કરી દે છે તેમ કામિનીના જીવનમાં સુખનો સુરજ ઉગતો જ ન હતો. રોજ રોજ બસ થોડા પૈસા માટે ખુબ મહેનત કરવી પડતી હતી. તે રોજ સવારે વહેલા ઉઠીને ઘરનુ કામકાજ પુરૂ કરી મજુરીએ જતી. સાંજે ઘરે આવીને શિવણ કામ કરવા લાગતી જયાં સુધી શરીર સાથ આપે ત્યાં સુધી મહેનત કરીને રાત્રે સુઇ જતી. આમને આમ સખત મહેનત વચ્ચે નાનકડી ભકિતના અભ્યાસ પર પણ ધ્યાન અપાતુ ન હતુ. તેના સાસુ પણ પોતાનાથી બનતી મદદ કરતા અને બે પૈસા કમાતા. કયારેક બિચારા દવાના અભાવે પણ ચલાવી લેતા. ભકિત પણ સમજુ હતી કયારેય કોઇ વસ્તુ માટે જીદ ન કરતી પણ શાળામાં તેને ટીચર ખીજાતા ત્યારે તેને બહુ દુ:ખ થતુ.

નિરંજનના મૃત્યુ બાદ કામિનીને તેના સાસુ જીવતીબહેને કહ્યુ , “બેટા હજુ તારી ઉંમર બહુ નાની છે. આખુ જીવન તારી સામે પડ્યુ છે. આ દુનિયામા સ્ત્રી તરીકે એકલુ રહેવુ અને આખી જીંદગી પસાર કરવી ખુબ મુશ્કેલ છે. મે એકલીએ આખી જીંદગી પસાર કરી છે તે મને ખબર છે. નિરંજનના બાપુ તે બહુ નાનો હતો ત્યારે અમને બન્નેને એકલા છોડી જતા રહ્યા હતા. પણ ત્યારે જમાનો સારો હતો તે મે જેમ તેમ કરીને નિરંજનના સહારે દિવસો કાઢી નાખ્યા પણ આજે તો યુગ બદલાઇ ગયો છે દીકરી અને તારે તો સંતાનમાં પણ એક દીકરી છે. તેના ભવિષ્ય અને તારા સારા માટે તુ પુન:ર્લગ્ન કરી લે. તારા લગ્ન થશે તો ભકિતને એક પિતાનો પ્રેમ પણ મળી રહેશે.” “ના મા. આ વિચાર હું સ્વપ્ને પણ ન કરું. તમને એકલા મુકીને હું ફરી લગ્ન કરુ તો મારા સંસ્કાર લજવાય. જેમ ભકિત મારી જવાબદારી છે તેમ તમે પણ મારી જવાબદારી છો. તમને એકલા મુકીને હું લગ્ન કરીને જતી રહુ તો નિરંજનની આત્માને પણ દુઃખ થાય.” “દીકરી મારી ચિંતા તુ ન કર.હું તો કોઇ વૃધ્ધાશ્રમમાં જઇ જીવનના અંતિમ વર્ષો કાઢી નાખીશ પણ તારી પાસે તો આખી દુનિયા પડી છે, માટે બેટા જીદ ન કર અને મારુ માનીને કોઇ સારુ પાત્ર મળે તો તુ લગ્ન કરી લે. આપણા ઘરની પરિસ્થિતિ તો તને ખબર છે.નિરંજનનો પગાર અને તારી શિવણની આવકથી માંડ આ ઘર ચાલતુ હતુ. હવે તો નિરંજનનો પગાર પણ બંધ થઇ ગયો છે માટે ભકિતના સારા ભવિષ્ય માટે લગ્ન કરી લે દીકરી. તમને બન્નેને ખુશ થતા જોઇ મારુ પણ કાળજુ ઠરે દીકરી માટે મારી વાત માની લે.” “ના મમ્મી,મહેરબાની કરીને મારા પર દબાણ ન કરો. આટલુ બોલતા જ કામિની રડવા લાગી એટલે જીવતીબહેને તેના લગ્નની વાત છોડી દીધી પણ છાનામાના તે કામિની માટે તેને યોગ્ય પાત્રની શોધ ચાલુ જ રાખી હતી. તેના સગા સબંધીઓ મારફત પણ તે કામિનીને સમજાવવાનો પ્રયત્ન કરતી પણ કામિની એક ની બે ન થતી. નિરંજનના મૃત્યુ પછી કામિની શિવણ ઉપરાંત ભરતગુંથણ અને મજુરીકામે જવાનુ પણ શરૂ કરી દીધુ હતુ. આટલી તનતોડ મહેનત કરવા છતા પણ જે પણ કાંઇ કમાણી થતી તે તેના સાસુની દવા અને ઘરખર્ચમા વપરાઇ જતી. કારમી મોંઘવારી વચ્ચે બે પૈસા ક્યારેય બચતા નહી. ગામડામા શિવણ અને ભરતગુંથણની બહુ ખાસ આવક ન થતી અને જો શહેરમા રહેવા જાય તો તેને બે ટંક ખાવાના પણ ફાંફા મારવા જેવી પરિસ્થિતિ ઉભી થાય તેમ હતુ. આખો દિવસ કામ કરવાને લીધે કામિનીનું શરીર પણ ઘસાવા લાગ્યુ હતુ. પાંત્રીસ વર્ષની ઉંમરે પણ તે પચાસ વર્ષ જેવી લાગતી હતી. ધીમે ધીમે નાના મોટા રોગ પણ તેના શરીરમા ઘર કરવા લાગ્યા હતા. આથી તેના સાસુના અથાક પ્રયત્નો છતા કોઇ યોગ્ય પાત્ર કામિની માટે મળતુ ન હતુ. તેની જ્ઞાતિમાં હવે બધાની પરિસ્થિતિ સધ્ધર થવા લાગી હતી તેથી કામિની જેવી ગરીબ અને વિધવા સાથે કોઇ લગ્ન કરવા તૈયાર ન હતુ. જીવતીબેન તો પરજ્ઞાતિમા પણ ઓ યોગ્ય પાત્ર મળે તો કામિનીના લગ્ન માટે રાજી હતા પણ બીજી જ્ઞાતિમા પણ કોઇ યોગ્ય મળે તો ને??? ભકિતના આંસુએ કામિનીના અસ્તિત્વને ઢંઢોળી નાખ્યુ. તેને તે રાત્રે તેની સાસુના શબ્દો યાદ આવી ગયા , “આખી જીંદગી પડી છે કામિની, બીજા લગ્ન કરી લે.” તે મનોમન વિચારવા લાગી કે શું બીજા લગ્ન કરવાથી પરિસ્થિતિ સુધરી જશે? હું જ્યારે નાનકડી હતી ત્યારે પિતાજી મહેતાજીનુ કાર્ય કરતા. ટુંકી આવક વચ્ચે માંડ માંડ ઘરનો નિર્વાહ ચાલતો ત્યારે એમ વિચારતી કે લગ્ન બાદ સારૂ થઇ જશે. પરંતુ લગ્ન બાદ પણ એ જ પરિસ્થિતિ સામે આવી. નાણાકિય ભીડ અને અધુરામા પુરુ નિરંજન મને છોડીને....... તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેના સાસુ જીવતીબેન બહાર ઓસરીમા સુતા હતા. તેને પણ ઉંઘ આવતી ન હતી. ભકિતના આંસુએ તેના ચિતને પણ પરેશાન કરી મુક્યુ હતુ. કામિનીના રડવાના ડુંસકાનો અવાજ સાંભળી તેઓ રૂમમા આવ્યા અને કામિનીના માથે હાથ રાખી બોલ્યા

“બેટા રડીશ નહી. જીંદગીને આમ રડી રડીને કે નીરાશ થઇને અને હતાશ થઇને પસાર કરવાની નથી. જીંદગીમાં તો સુખ દુઃખ આવે રાખે દીકરી. સુખને હરખથી વધાવી આવકારવાના હોય અને દુઃખને તો સામી છાતીએ ચડી પડકાર ફેંકવાનો હોય. ગમે તેટલા દુઃખ કે મુશ્કેલીઓ આવે, તેમાંથી માર્ગ શોધી આગળ વધવું તેનું નામ જ જીવન છે. દીકરી નાની વયે તારા સસરાનું અવસાન થયુ ત્યારે નિરંજન માત્ર પાંચ વર્ષનો હતો. ત્યારે મારી માથે તો જાણે આભ તૂટી પડ્યુ હતુ. એ જમાનામાં વિધવાઓને બીજા લગ્ન કરવાની છુટ ન હતી. મને ખબર હતી કે માતા-પિતા છે ત્યાં સુધી તો વાંધો નથી પણ આજીવન હું ભાઇ-ભાભીને નહી પોષાઉ આથી સાસરે જ રહેવાનુ નક્કી કર્યુ. સાસુ સસરા,જેઠ-જેઠાણીના મહેણા ટોણા અને કટુ વચનો સાંભળી પારકા કામ કરી જેમ તેમ મે નિરંજનને મોટો કર્યો તેમા સતત પડોશમા રહેતી બકુલાએ મને હિમ્મત આપી. તે મને હંમેશા કહેતી ,”જીવતી જીવન સામે હાર ન માનતી. તેને પડકાર ફેકી તેની સામે ઝઝુમવાનુ હોય. ગમે તેવા દુઃખ પડે તું હિમ્મત ન હારતી. બસ થાકયા વિના સતત તેનો સામનો કરતી રહેજે.” તેના એ શબ્દોને આજ સુધી યાદ કરીને જીવન જીવું છું. મારા જીવનનો અંતિમ સહારો નિરંજન પણ ભગવાને મારી પાસેથી છીનવી લીધો છતા પણ હું હિમ્મત હારી નથી. “દીકરી હજુ આજે પણ કહુ છું કે તુ મારી ચિંતા ન કર. બીચારી આ ફુલ જેવી ભકિત સામે તો જો. હું ગમે તેમ કરીને મારુ જીવન વીતાવી લઇશ પણ તું ફરી લગ્ન કરી લે. મારી વાત નહી માને તો મને આ ભવ તો શું ભવોભવ મારા જીવને શાંતિ નહી મળે. આજના યુગમાં પૈસા જ સર્વોપરી બની ગયા છે. હું ઘરડી આ ઉંમરે ક્યાં કમાવા જાઉ??? તું આટલી તનતોડ મહેનત કરે છે છતા પણ પૈસાની કટૉકટી ક્યાં ઓછી થાય છે? પૈસા કમાવવા પાછળ ભકિતના ભણતર પર ધ્યાન આપી શકાતુ નથી, માટે તુ પુનર્લગ્ન કરી લે.” સાસુ જીવતીબેનની વાત સાંભળી કામિની ધૃસકે ધૃસકે રડવા લાગી , “તમે મહાન છો મમ્મી. તમારા મોલ થઇ શકે તેમ નથી. હું તમને છોડીને કેમ જાંઉ? તમે મને દીકરીથી પણ વિશેષ રાખી છે આ ઘરમાં અને હવે જ્યારે નિરંજન નથી ત્યારે હું સ્વાર્થી બની તમને મુકીને કેમ જતી રહું?” “દીકરી તું મને ક્યાં હંમેશા માટે છોડીને જતી રહેવાની છે? લગ્ન બાદ આવતી રહેજે મને મળવા અને રહી વાત મારી તો હું અહી ગામડે મારા જેવડા વૃધ્ધ ઘણા છે તેની સાથે રહીને મારુ જીવન પ્રભુ ભકિતમાં વિતાવીશ.” “તમે આટલી જીદ કરો છો તો હું ભકિત માટે તમારી વાત માની જાઉ છું. તમે કહેશો ત્યાં હું લગ્ન કરવા રાજી છું. તમારી ઇચ્છા સર્વોપરી અને શિરોમાન્ય રહેશે મને.” કામિનીની વાત સાંભળી જીવતીબેન ખુબ રાજી થઇ ગયા. તેમણે કામિનીને પ્રેમથી સુવાડી દીધી અને પોતે પણ સુઇ ગયા. બીજા જ દિવસે સવારે તેના પડોશી લલીતાબેનને સમાચાર આપ્યા કે “કામિની માની ગઇ છે. આપણે બન્નેએ જે ઠેકાણું જોયુ હતુ ત્યાં ચાલો જઇ આવીએ.”

જીવતીબેન અને લલીતાબેન તે જ ગામમા રહેતા અજીતભાઇના પિતરાઇ ભાઇ અરવીંદભાઇ કે જે પાસેના શહેરમાં જ રહેતા હતા અને તેમની પત્નીનું એક વર્ષ પહેલા અવસાન થયુ હતુ તેની સાથે કામિનીનું માંગુ નાખ્યુ.

અજીતભાઇ તો રાજી જ હતા અને અરવીંદભાઇને પણ તેની ચાર વર્ષની પુત્રીને મા નો પ્રેમ આપી શકે તેવી જીવનસાથીની તલાસ હતી, માત્ર કામિનીના જવાબની જ રાહ જોવાની હતી. આજે કામિનીની હા આવતા જીવતીબેન દોડીને અજીતભાઇને ઘરે ગયા અને આ ખુશીના સમાચાર આપ્યા. અજીતભાઇ પણ રાજી થઇ ગયા. બે દિવસ બાદ અરવીંદભાઇને ત્યાં ગામડે જ બોલાવી લીધા અને સાદાઇથી કામિની અને અરવીંદભાઇના લગ્ન કરાવી દીધા. જીવતીબેને દુઃખી હ્રદયે કામિની અને ભકિતને વિદાય આપી. અરવીંદભાઇએ જીવતીબેનને ખુબ આગ્રહ કર્યો સાથે આવવાનો પણ તે માન્યા નહી અને કામિનીની વિદાય બાદ બે-ત્રણ દિવસ બાદ જ પોતાનો સામાન ભરી તે વૃધ્ધાશ્રમમા જતા રહ્યા. કામિની નવા ઘરમા આવી. નાનકડી શૈલી અને ભકિત માટે આ બદલાવ થોડો આશ્ચર્યજનક હતો છતા બાળકો તો બાળકો જ હોય છે તેમ થોડા જ દિવસમાં આ બદલાવનો સ્વિકાર કરી લીધો અને એકબીજા સાથે હળીમળી ગયા. કામિની પણ ધીરે ધીરે અરવીંદભાઇ સાથે હળવા-મળવાનો પ્રયત્ન કરવા લાગી. અરવીંદભાઇની પરિસ્થિતિ પણ બહુ સારી ન હતી તેથી કામિનીએ પોતાના સ્વભાવ મુજબ અરવીંદભાઇનો સાથ આપવાનુ શરૂ કરી દીધુ. બન્ને પતિ-પત્ની સાથે મળી ખુબ મહેનત કરતા અને સુખેથી પોતાનુ જીવન વ્યતિત કરવા લાગ્યા. કામિની ઘણીવાર તેના માં સમાન સાસુને યાદ કરી રડી લેતી. અને કયારેક અરવિંદભાઇ તેને સામેથી જીવતીબહેનને મળવા તેડી જતા. જીવતીબહેન તેમના સ્વભાવ વશ વૃધ્ધાશ્રમમાં પણ સારી રીતે સેટ થઇ ગયા હતા.

.....સમાપ્ત.....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED