Premno Varsaad books and stories free download online pdf in Gujarati

પ્રેમનો વરસાદ

નામ : ચાંદની

Email – chandnikd75@gmail.com

વાર્તા નું નામ :- પ્રેમનો વરસાદ

વિષય : ટુંકી વાર્તાઓ

પ્રેમનો વરસાદ

રાતના બે વાગી ચુક્યા હતા હજુ શંશાકનુ કાર્ય પુરુ થયુ ન હતુ. નવી નવી જોબ હતી અને બોસ ખુબ જ કડક હતા. તેને આજે એક ફાઇલ પુરી કરવાની હતી સવારે વહેલા જોબ પર જવાનુ હતુ. હવે છેલ્લો એક હિસાબ બાકી હતો પછી સુઇ જવા નક્કી કર્યુ. કેમ પણ કરીને હિસાબ મળતો જ ન હતો. છેલ્લા કલાકથી તે મહેનત કરતો હતો. હવે તેણે કંટાળીને કામ છોડી સુઇ જવાનુ નક્કી કર્યુ. થોડીવારમાં ફાઇલને વ્યવસ્થિત ઠેકાણે મુકી અને મોબાઇલમાં એલાર્મ મુકીને સુવા જતો જ હતો ત્યાં તો અચાનક જોરદાર પવન આવ્યો. પવનના સુસવાટાને કારણે બારી ધડામ કરતી ખુલી ગઇ અને બારીમાંથી વરસાદની વાછટ રૂમમાં આવવા લાગી. “અરે યાર આ બારીને પણ અત્યારે જ ખુલવાનુ મન થયુ કે શું? શુ લોહી પીએ છે? એક તો થાકી ગયો છું. સુવા પણ નહિ મળતુ.” બકબક બકબક કરતો માંડ માંડ પથારીએથી ઉભો થઇને બારી બંધ કરવા ગયો. બારીમાંથી તેણે બહાર જોયુ તો વરસાદ પુરજોશથી પડી રહ્યો હતો, જાણે મેઘરાજા આજે મન મુકીને વરસવા માંગતા હોય તેવો માહોલ સર્જાયો હતો. વૃક્ષો જાણે ડોક ઉંચી કરીને પુરબહારથી વરસાદમાં નહાવાનો આનંદ લઇ રહ્યા હતા. વરસાદને જોઇને શશાંકના ચહેરા પર એક સ્માઇલ આવી ગઇ.

શશાંકે બારીમાંથી જોયુ કે બારી ની નીચે એક કુતરુ વરસાદથી બચવા દોડા દોડી કરતુ હતુ. તેને જોઇને શશાંક જુની યાદોમાં ખોવાઇ ગયો. તેને બે વર્ષ પહેલાની યાદ આવી ગઇ. આ જ રીતે જુન માસમાં સાંજના છએક વાગ્યે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. તે પણ વરસાદથી બચવા માટે કોઇ આધાર શોધી રહ્યો હતો ત્યાં તો એક સુંદર નાજુક નમણી બ્લુ પંજાબી ડ્રેસ પહેરેલી અપ્સરા જેવી એક યુવતી તેની પાસે આવીને ઉભી રહી, વધુ પડતુ દોડવાને કારણે તે હાંફી રહી હતી, તેને કાંઇક કહેવુ હતુ પણ હાંફને કારણે તે બોલી શકવા જેટલુ પણ સમરથ ન હતી.

થોડી વાર શ્વાસ લઇ તે બોલી “પ્લીઝ હેલ્પ મી. પેલો એક લોફર મારી છેડતી કરી રહ્યો છે. તેનાથી બચતી હું આવી છું. ઓલીઝ મને તેનાથી બચાવો.” તેની પાછળ આવેલા એક લફંગા સામે હાથ ચીંધી કહ્યુ.

શશાંકે જોયુ કે એક બદમાશ તેનાથી થોડે દૂર ઉભો હતો પણ શશાંકને જોતા જ તે બીજી તરફ જતો રહ્યો.

“હાશ, થેન્ક્યુ વેરી મચ કે તમે મને એ લોફરથી બચાવી.”

ઇટ્સ ઓકે મેડમ. હું પણ પાર્ટ ટાઇમ જોબ પરથી ઘરે જવા બસની વેઇટ કરતો હતો ત્યાં તો ધોધમાર વરસાદ પડવા લાગ્યો. અને અંધારુ એકદમ છવાઇ ગયુ હતુ તેથી એકલો સુમસામ રસ્તા પર ઉભો હતો. પણ તમે આમ એકલા અત્યારે અને એ પણ આ ધોધમાર વરસાદમાં ક્યાંથી આવો છો? ચાલો હુ તમને ઘરે છોડી દઉ તમે ક્યાં રહો છો?” શશાંકે પુછ્યુ. “અરે ઇટ્સ ઓ.કે. મારુ ઘર અહી આગળની ગલીમાં જ છે, હવે હુ જતી રહીશ. નો પોબ્લેમ.” “વળી કોઇ બદમાશ આવી જશે તો ફરી પાછા હેરાન થઇ જશો. મારાથી ડરજો નહિ. હુ કાંઇ લોફર નથી.” મે હસતા હસતા કહ્યુ. “અરે ના તમારાથી ડરતી નથી. નાહક હેરાન થાવ તમે એટલે ના પાડી.” “એમાં શુ હુ હેરાન થઇ જઇશ. અહીંથી બસ પકડવાને બદલે આગલા સ્ટોપથી પકડી લઇશ. એ બહાને પગ છુટા થશે મારા. એવુ તમને લાગે તો એક કપ ચા પીવડાવી દેજો.” “શ્યોર તો તો ચાલો ઘરે. ચા સાથે ગરમા ગરમ નાસ્તો પણ કરાવીશ.” હુ તેની સાથે ચાલતા ચાલતા તેના ઘર તરફ ગયો. “હુ મારી બહેનપણીના ઘરે વાંચવા માટે ગઇ હતી. ત્યાંથી નીકળી તો થોડીવારમાં વરસાદ જોરદાર પડવા લાગ્યો અને કોઇ રીક્ષા પણ ન મળી એટલે ચાલતા જવાનુ નક્કી કર્યુ કેમ કે નજીક જ ઘર હતુ મારું ત્યાં તો આ બદમાશ મને હેરાન કરતો મારો પીછો કરવા લાગ્યો. સારું થયુ તમે મળી ગયા અને મારી મદદ કરી નહિતર શુ થાત. થેન્ક્યુ સો મચ.” “અરે યાર એમાં શુ થેન્ક્યુ. એ તો મારી ફરજ જ હતી અને મે તો ખાલી આઁખ જ કાઢી બીજો કયાં મીર માર્યો. બાય ધ વે તમારુ નામ તો કહો. માય સેલ્ફ શશાંક.” મે હસતા હસતા કહ્યુ. “મારુ નામ નેવ્યા લાડાણી.” “ઓહ બ્યુટીફુલ નેઇમ” જવાબમાં નેવ્યાએ સ્માઇલ આપી. “ચાલો મારુ ઘર આવી ગયુ. ચાલો ચા પીવા.” “ના ના, હુ તો ખાલી હસતો હતો. ફરી કયારેક આવીશ અત્યારે મમ્મી વેઇટ કરતી હશે અને એક રીક્ષા પણ આવે છે તો હુ જતો રહુ નહિ તો મને ભી તમારી જેમ કોઇ રીક્ષા નહિ મળે.” શશાંક રીક્ષા પકડીને જતો રહ્યો. “ઓકે તો ચા નાસ્તો ઉધાર રહ્યા મારા” નેવ્યાએ પાછળથી રાડ પાડી કહ્યુ શશાંકે પાછળ ફરીને સ્માઇલ આપી.

બીજે દિવસે કોલેજમાં ફરીથી નેવ્યા મળી ગઇ.

“ઓહ તમે અહીં?” તેણે આશ્ચર્યથી કહ્યુ. “હુ તો આ જ કોલેજમાં છુ અને તમે પણ?” “હા હુ ભી આ જ કોલેજમાં છું. પણ તમને કયારેય જોયા જ નથી.” “હુ આ વર્ષથી જ આવ્યો છુ કોમર્સ શાખામાં” “હુ તો આર્ટસમાં છુ એટલે આપણે મળી નહી શકયા. ગલેડ ટુ મીટ યુ. હવે હુ મારી ઉધારી આસાનીથી ચુકવી શકીશ. ચાલો હુ જાઉ છુ મારા લેકચર શરૂ થઇ જશે.” તે દોડ્તી જતી રહી. હુ તેને જોતો જ રહ્યો. પછી તે પંદર દિવસ બાદ મળી ધોધમાર વરસાદ પડી રહ્યો હતો અને કોલેજેથી છુટ્ટી તેને કોઇ વાહન નહોતુ મળી રહ્યુ અને મને પણ. “ચાલો હુ તમને છોડી જાવ ઘરે.” “ઓહ થેન્કસ પણ કેમ જઇશુ આટલા વરસાદમાં” “મારા મિત્રનુ ઘર અહી જ છે. હુ તેનુ બાઇક લઇ આવુ છુ તમને છોડી જઇશ અને પછી હુ પણ મારા ઘરે જતો રહીશ.” “અરે એટલુ હેરાન થવાની જરૂર નથી મારા પપ્પા આવી જશે લેવા જસ્ટ ફોન હોય તો આપો ને.” “મારા મિત્રએ મને કહેલુ જ છે અને મારે પણ જવુ જ છે ઘરે તો વચ્ચે તમને પણ છોડતો જઇશ.” નેવ્યાએ પહેલા અનાકાની તો કરી પણ છેવટે તે માની ગઇ. શશાંક તેને બાઇક પર ઘરે છોડી આવ્યો પછી તો રોજ કોલેજમાં મળવા લાગ્યા અને એક વર્ષમાં પ્રેમ થઇ ગયો. બીજા ચોમાસામાં નેવ્યાએ કહ્યુ, “મને આ ઋતુ બહુ ગમે છે. અને વરસાદના કારણે જ તુ મારી જીંદગીમાં આવ્યો છુ આપણે એને યાદગાર બનાવીશુ.” “કેવી રીતે ?” “આપણે દર ચોમાસાને ઉત્સવની જેમ ઉજવીશુ. બધા દુ:ખ તકલીફો ભુલીને ખુબ જ આનંદ કરીશુ. લોકો એક દિવસ ઉજવે આપણે એક આખી ઋતુ ઉજવીશુ.” એ શબ્દો યાદ આવતા શશાંક એકદમ ખુશ થઇ ગયો. આજે ત્રીજુ ચોમાસુ હતુ નેવ્યા સાથે અને આ ચોમાસામાં જ તેમના લગ્ન હતા. હા બસ પહેલો વરસાદ થઇ જાય પછી તરત જ તેઓના લગ્ન કરવાના હતા સાદાઇથી વરસાદની હાજરીમાં ભીના ભીના થઇને તેઓને લગ્ન કરવાના હતા. આજે પહેલો વરસાદ વરસી રહ્યો હતો. શશાંકે ફોનમાં જોયુ તો નેવ્યાનો મેસેજ ભી આવી ગયો હતો. “કોન્ગ્રેચ્યુલેશન માય લવ.”

બીજે દિવસે ઓફિસેથી સીધો નેવ્યાને મળવા ગયો. “હવે તૈયાર રહેજે આ વખતે વરસાદ પડશે એટલે હુ તને લેવા આવીશ.” “હુ તો તૈયાર જ છુ.”

બસ થોડા જ દિવસમાં ધોધમાર વરસાદ પડયો અને બંન્ને એ વરસતા વરસાદમાં એકબીજા સાથે અનોખી રીતે જ લગ્ન કર્યા. ના કોઇ સગા વ્હાલા, ન કોઇ સ્નેહી કે ન કોઇ જાનૈયાઓ. તેના લગ્નના સાક્ષીરૂપે સાક્ષાત મેઘરાજા વરસાદરૂપે વરસી રહ્યા હતા અને ઘટાદાર વૃક્ષો તેના લગ્નમાં જાનૈયાઓ બન્યા હતા અને પક્ષીઓ ચહેકીને લગ્નના ગીતની કમીને પુરી કરી રહ્યા હતા. એક સુંદર બાગમાં તેણે પંડીતજીની હાજરીમાં અનોખી રીતે લગ્ન કરી આજીવન બંધનમાં બંધાઇ ગયા.

બસ તુ જ

એકસિડન્ટ...... એક ભયાનક એકસિડન્ટ........ આટલો ભયાનક અકસ્માત જોઇ આસપાસના બધા લોકો એકઠા થઇ ગયા. બધાએ જોયુ કે એક એક્ટિવા અને ખટારો જોરદારથી અથડાયા હતા અને એક્ટિવા ચાલક એક યુવાન છોકરીનું બહુ ખરાબ હાલતમાં અકસ્માત થયો હતો. તેના બન્ને પગ પરથી ખટારો નીકળી જતા બન્ને પગ ખરાબ રીતે કચડાઇ ગયા હતા. તેના બંન્ને પગમાંથી પુષ્કળ લોહી વહી જઇ રહ્યુ હતુ તે મોટે મોટેથી ચીસો પાડી રહી હતી પણ થોડી જ વારમાં તે બેભાન થઇ ગઇ હતી. થોડા લોકોએ એમ્બ્યુલશનની રાહ જોયા વિના તરત જ રિક્ષા કરીને તે યુવતીને બેસાડી હોસ્પિટલ તરફ લઇ ગયા. તે યુવતીને ભયંકર પીડા થઇ રહી હતી. પીડાની મારી તે ચીસો પાડી રડી રહી હતી અને તેને હાથમાં શરીરમાં ઘણી છોલછાલ થઇ હતી. તેના મગજમાં એકદમ તમતમાટી થઇ રહી હતી આખુ શરીર ધ્રુજી રહ્યુ હતુ. થોડી જ વારમાં નજીકની હોસ્પિટલમાં તેને લઇ ગયા.

તેના પર્સમાંથી ચેક કરતા માલુમ પડ્યુ કે તેનુ નામ કેતના છે. તેના મોબાઇલમાંથી તેના પપ્પાના નંબર લઇને તેના ફેમિલીને એકઠા થયેલા લોકોએ ફોન લગાવી દીધો અને બનેલી ઘટનાની બધી માહિતી આપી તાત્કાલિક બોલાવી લીધા. તેના પપ્પા અને મમ્મી તરત દોડતા હોસ્પિટલે પહોચ્યા ત્યારે ફરજ પર હાજર ડો. બત્રાએ કેતનાના પિતાજીને બોલાવી કહ્યુ કે તમારી પુત્રી સાથે ગંભીર અકસ્માત થયો છે અને બંન્ને પગ લગભગ ડેમેજ છે. તેના બન્ને પગ તાત્કાલિક કાપવા પડશે. વધુ વાર થશે તો ઝેર આખા શરીરમાં ફેલાઇ જશે અને પછી જાનનુ જોખમ પણ રહી શકે. તમે ફોર્મ પર સહી કરી કાઉંટર પર પૈસા ભરી લાઓ એટલે ઓપરેશનની તૈયારી થઇ શકે.

કેતનાના મમ્મી અને પપ્પા તો આ બધુ સાંભળી અવાચક બની ગયા. નાછુટકે રાજેશભાઇએ ફોર્મમાં સહી કરી પૈસા જલ્દીથી ભરી દીધા. કેતનાની હાલત જોઇ તેના મમ્મી રાધાબહેન તો સુધબુધ ભુલી ગયા.

થોડી જ વારમાં ઓપરેશન શરૂ થઇ ગયુ લગભગ બે કલાક ઓપરેશન ચાલ્યુ, સાંજે જ્યારે કેતના ભાનમાં આવી ગઇ એટલે તેને હજુ હજુ ખુબ જ પીડા થઇ રહી હતી. તેના મમ્મીએ તેને બધી હકિકત કહી ત્યારે કેતનાને ખબર પડી કે આ અકસ્માતને કારણે તે પોતાના પગ ખોઇ ચુકી છે. કેતના તેની મમ્મી રાધા બહેનને વળગીને ખુબ જ રડી પડી. તેના મમ્મી પણ રડી પડયા, “બેટા, આમ કેમ બની ગયુ? અચાનક કેમ આવો ગોઝારો અકસ્માત થઇ ગયો બેટા?” “મોમ હુ તો નોર્મલ સ્પીડમાં જ એકટિવાનો ટર્ન લઇ રહી હતી ત્યાં સામે પુરપાટે આવી રહેલા ટ્રકે ઠોકર મારી દીધી અને મારું બેલેંસ જતુ રહ્યુ અને નીચે પડી અને એ ખટારો મારા પગ પરથી જતો રહ્યો. મમ્મી મને બહુ પીડા થઇ રહી છે.” કહેતા કેતના મોટે મોટેથી રડવા લાગી. પોતાની દીકરીને રડતા જોઇને રાજેશભાઇ ડોકટરને દોડતા જ બોલાવી લાવ્યા. “નર્સ દર્દીને પેઇનકીલર ઇજેકશન આપી દેજો. રાજેશભાઇ હમણા દવા લખી આપુ છુ તે લઇ લેજો એટલે રેગ્યુલર કોર્સ ચાલુ થશે એટલે દુખાવો ઓછો થઇ જશે. બે ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેવુ પડશે. પછી રજા મળી જશે.” બે ત્રણ દિવસ બાદ કેતના તો ઘરે આવી ગઇ પરંતુ જીંદગીભરની પીડા લઇને. તેણે પોતાના પગ કાયમી માટે ગુમાવી દીધા હતા. ખુબસુરત અને કોલેજ ક્વિન કેતના અચાનક વિકલાંગ બની ગઇ હતી. તે માનસિક રીતે હતાશ બની ગઇ. તેણે કોલેજ જવાનુ પણ છોડી દીધુ. તેની માતાને એક ચિંતા ઘર કરી ગઇ કે હવે તેની લાડલી કેતનાનો કોણ હાથ ઝાલશે? અચાનક હસતો રમતો પરિવાર પીંખાઇ ગયો. એક ટ્રકવાળાની ઉતાવળને કારણે એક હસતો રમતો પરિવાર એક ઘોર નિરાશામાં ધકેલાઇ ગયો. “મે આઇ કમ ઇન” “ઓહ આવ બેટા ઘરમાં આવવા માટે કાંઇ પુછવાનુ ન હોય. આવ દીકરા. રાધા જો કોણ આવ્યુ છે?” તેઓના જુના પાડોશીનો દીકરો રાજ આવ્યો હતો. રાજ તેના મમ્મી પપ્પા સાથે અહીં જ રહેતો હતો. તેના પરિવાર સાથે રાધા બહેન અને રાજેશભાઇને ખુબ જ બનતુ હતુ. બંન્ને પરિવાર વચ્ચે ઘર જેવો સંબંધ હતો. એટલે જ તો રાજના પપ્પાની જામનગર બદલી થતા તેઓ જામનગર ગયા બાદ પણ રાજને કોઇ પણ કામ હોય તે વારંવાર કેતના ના ઘરે આવીને રોકાઇ જતો હતો.

“ઓહ રાજ બેટા આવ. ઘણા દિવસે મળ્યા. કેમ છે તારા મમ્મી પપ્પા? ગયા તે ગયા ફરી કોઇ દિવસ દેખાયા જ નહિ અહી.” “આંટી તેઓને કયા ટાઇમ મળે છે. હવે નેક્સ્ટ ટાઇમ તેને જરૂર સાથે લઇ આવીશ. જુના પાડોશીઓ સાથે મળી વાતોના ગપ્પા મારજો. મારી મિત્ર કયાં છે?”

તેની મિત્ર વિષે પુછતા જ રાધાબેનની આંખમાં તો આંસુ આવી ગયા. તે પોતાને રોકી ન શક્યા. “અરે આન્ટી શું થયુ? તમે કેતનાનુ પુછતા જ કેમ રડી પડ્યા?”

“બેટા, બહુ ખરાબ બની ગયુ..........”રાજેશભાઇએ બધી વાત કરી એટલે રાજ પણ ખુબ દુઃખી બની ગયો. “અંકલ બહુ મોટી ઘટના બની ગઇ આ તો. કેતનાને હવે કેમ છે? આઇ મીન કેતનાની માનસિક પરિસ્થિતિ??? તમે કહો તો હુ જરા કેતનાને મળી આવુ” “હા બેટા જા તે ઉપરના રૂમમાં છે.” રાધાબહેન બોલ્યા એટલે રાજ દોડીને ઉપરના રૂમમાં જતો રહ્યો. “કેતુ આ શુ થઇ ગયુ” આટલુ રાજ બોલ્યો ત્યાં કેતના મોટે મોટે રડવા લાગી એટલે રાજે તેને બાથમાં લીધી અને બોલ્યો, “કેતુ તુ રડ નહિ હુ છુ ને તારો બેસ્ટ ફ્રેન્ડ” “રાજ મારી આખી જીંદગી બરબાદ થઇ ગઇ. હુ કાયમ માટે અપાહિઝ થઇ ગઇ. રાજ મારા માતા પિતા માટે બોજ.” “કેતુ તુ બોજ નથી યાર” આટલુ બોલ્યો તો કેતનાએ વચ્ચેથી અટકાવીને કહ્યુ

“બોજ નહિ તો શુ? આજીવન હું મારા મમ્મી પપ્પા પર બોજ જ બની રહેવાની ને? કોણ ઝાલશે મારો હાથ? કોણ મને આખી જીંદગી નભાવશે? હવે કાંઇ નહિ થાય?” “કેતુ એક વાત કહું, હજુ કોઇ છે જે તારો હાથ આજીવન થામવા માટે રેડ્ડી છે. હુ ઝાલીશ તારો હાથ. હુ નિભાવીશ જીંદગીભર તારો સાથ. હા, કેતુ હુ તને બાળપણથી પ્રેમ કરુ છુ. જયારે અમે અહીં પાડોશમાં રહેતા હતા. મારા પપ્પાની બદલી થઇ જતા ભલે અમે જામનગર જતા રહ્યા પરંતુ તારી યાદ મને પળ પળ સતાવતી હતી એટલે મારી કંપનીના કામ અને એક યા બીજી એકઝામ દેવાના બહાને હુ અહીં આવતો રહુ છુ અને બે ઘડી તારી સાથે સમય વિતાવી યાદો મનમાં કંડારી જતો રહુ છુ. બસ મારી હિંમ્મતના અભાવે હુ કયારેય તને પ્રપોઝ નથી કરી શક્યો. આજે તારી ગમે તે હાલત છે છતાંય હુ તને પ્રેમ કરુ છુ કારણ કે પ્રેમ શરીરને નહિ મનને કરવાનો હોય છે. તો શુ તુ આ તારા પાગલ પ્રેમી સાથે જીંદગી વિતાવીશ?” જવાબમાં કેતના કાંઇ પણ ન બોલી શકી અને રાજને વળગીને આઁખમાં વહેવા લાગ્યા અને બારણા પર પાણીનો ગ્લાસ લઇને આવેલા રાધા બહેન પણ આ દ્રશ્ય જોઇ રડી પડયા.

**********

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED