Microfiction - 3 books and stories free download online pdf in Gujarati

માઈક્રોફિક્શન - ૩

માઇક્રોફિક્શન વાર્તા ભાગ -૩

[૧] ''ઓફીસ ટાઇમ''

મારા ઘરના બગીચામાં ચોમાસામાં માળી નવા છોડ વાવી રહ્યો હતો. મારા પડોશીનો નાનકડો પાંચ વર્ષનો પ્રથમ પણ ઉત્સુકતાથી બાજુ માં બેસી ગયો. માળીએ ઓફીસટાઇમ ફલાવરના થોડાક છોડ વાવ્યા. રાણી અને કેસરી રંગના આકર્ષક ફૂલો જોઇને પ્રથમે પૂછ્યું,'' આને શું કહેવાય?'' માળીએ કહ્યું,'' એનું નામ ઓફીસ ફ્લાવર છે. એ સવારે દસેક વાગે ખીલે અને સાંજે કરમાઈ જાય.'' પ્રથમ જરા વાર રહીને કહે, 'મારા ઘરે આ છોડ વાવી દેશો ?'' માળીએ ખુશીથી હા પાડી, પણ બે મિનીટ પછી પ્રથમ કહે,'' પણ મારા પપ્પા તો બાર વાગે ઓફીસ જાય છે તો એ બાર વાગે ખીલશે ? અને રવિવારે તો ઓફિસમાં રજા હોય તો એ નહિ ખીલે ?''

નીતા શાહ

[૨] ''બાપા''

એક નાનકડું ગામ હતું. તેમાં એક ખેડૂતનું ગરીબ કુટુંબ રહેતું હતું. માતા-પિતા, દીકરો-વહુ અને એમનો છ મહિનાનો પુત્ર. ઘરમાં દરેક જણ પોતાનું કામ નિષ્ઠાથી કરે. બાપ દીકરો ખેતરે જઈને ખુબ મહેનત કરતા. એક દિવસ બપોરે ઘરે આવીને દીકરાએ જોયું કે તેમના નળિયાવાળા નાનકડા ઘરમાં વાંદરા કુદાકુદ કરીને કેટલાય નળિયા તોડી નાખ્યા હતા. ઘર ખુલ્લું થઇ ગયું હતું. વૈશાખ મહિનો હોવાથી ગરમ ગરમ લુ અને વળી આંધીને કારણે ધૂળ ને કચરો આવવા લાગ્યા. દીકરો બીજા જ દિવસે કુંભાર ને ત્યાં જઈને નળિયા લઇ આવ્યો. ખેતરેથી આવીને બપોરે સીધો છાપરે ચડ્યો ને નળીયાનું કામ કરવા લાગ્યો. વહુએ સસરાની થાળી પીરસી તેમને જમવા બોલાવ્યા. બાપાએ કહ્યું,'' ભઈની થાળી કેમ નો કાઢી, વહુ?''

'' ઈ તો નળિયા ગોઠવવા ઉપર ચડ્યા સે !''

''આવા આકરા તાપમાં ?'' કહી બાપા ફળિયામાં આવ્યા ને દીકરાને બુમ પાડતા બોલ્યા, '' અટાણે તાપમાં રે'વા દે, ટાઢા પોરે કરજે,બેટા.અટાણે ખાવા હાલ્ય. !'' દીકરો કામ માં મશગુલ હતો. તે બોલ્યો,'' બાપા તમે બધા ખાઈ લ્યો. હું આટલું કરીને આવું સુ'' ત્રણ ચાર વાર દીકરાને કહ્યું પણ દીકરો તો કામ માં મશગુલ અને બાપનો જીવ કપાય !

અંતે બાપા એ રસ્તો કાઢ્યો. છ મહિનાનો નાનકો ઘોડિયામાં નિરાંતે ઊંઘતો હતો. એમને હળવેક થી ઘોડિયું ઉચક્યું ને ફળિયાના તાપ માં વચોવચ મૂકી દીધું. ને પછી દીકરાને નીચે ઉતારવા બુમ પાડી. દીકરાએ જવાબ આપવા મ્હો ફેરવ્યું ને જોયું તો દીકરાનું ઘોડિયું ધોમધખતા તાપમાં ફળિયાની વચ્ચેવચ પડ્યું હતું. દીકરો મોટેથી બુમ પાડીને બોલી ઉઠ્યો ,'' બાપા ઓ બાપા ...આ ઘોડિયું લઇ લ્યો ! છોકરો તાપથી ધગી જાશે !'' પણ બાપાએ સાંભળ્યું નહિ અને ઘરમાં જતા રહ્યા હતા. દીકરો સડસડાટ નીચે ઉતરી આવ્યો ને ઘોડિયું લઇ ઘરમાં આવ્યો. બાપાનીસામે જોઇને બોલ્યો,'' આને આટલા તાપમાં મુકાતો હશે?''

બાપા તરત બોલ્યા,'' તને તારા છોકરા માટે આટલું લાગી આવે સે તો મને મારા છોકરા માટે નો લાગે ?''

દીકરો સમજી ગયો. હાથ-મ્હો ધોઈને જમવા બેસતા બોલ્યો,'' બાપા,હાલો જમવા !''

નીતા શાહ

[૩] ''સુક્ષ્મ''

થીયેટરની બહાર ઝગડો ચાલતો હતો. ડોરકીપર બે માણસો સાથે ઝગડી રહ્યો હતો. રાજુએ વિગત જાણવા પ્રયત્ન કર્યો તો બે માણસો એક જ ટીકીટ પર ફિલ્મ જોવા માંગતા હતા. બંને કાણા હતા !

નીતા શાહ

[૪] ''ખામીને બનાવો ખૂબી''

દસ વર્ષના એક છોકરાઓ ડાબો હાથ અકસ્માતમાં કપાઈ ગયો હતો. એને જુડો શીખવાની ખુબ ઈચ્છા હતી. એક ચાઈનીઝ ગુરૂ સંમત થયા. છોકરો ખુબ ધગશવાળો હતો અને ફટાફટ શીખવા માંડ્યો.ત્રણ મહિના પછી ગુરુએ બીજા શિષ્ય થી અલગ પાડીને ફક્ત એક જ દાવ શીખવવાનું શરુ કર્યું. બીજા શિષ્યો અલગ અલગ દાવ શીખતા હતા અને આ છોકરો ફક્ત એક જ દાવ શીખતો હતો.

એવામાં એજ પ્રદેશ માં મોટી જુડો સ્પર્ધાનું આયોજન થયું અને ગુરુએ આ છોકરાને કહ્યું તારે ભાગ લેવાનો છે. છોકરા એ ના પડી કે મને તો એક જ દાવ આવડે છે અને મારો ડાબો હાથ પણ નથી.પણ ગુરુનો કડક આદેશ હતો. સ્પર્ધા શરુ થઇ ને ફાઈનલ સુધી પહોચી ગયો. તેનો પ્રતિસ્પર્ધી મોટો-ઉંચો અને હટ્ટોકટ્ટો હતો. દરેક ના આશ્ચર્ય વચ્ચે બે મીનીટમાં જ એક હાથવાળો છોકરો જીતી ગયો ! એ છોકરાએ ગુરુજીને પૂછ્યું,''ગુરુજી, હું ફક્ત એક જ દાવ જાણતો હતો છતાં કેવી રીતે જીતી ગયો ?''ગુરુજીએ કહ્યું,'' તે જે દાવ પર પ્રભુત્વ મેળવ્યું હતું તે જુડોમાં સૌથી અઘરો દાવ ગણાય છે અને એમાંથી બચવાનો એકમાત્ર ઉપાય તારો ડાબો હાથ પકડવાનો છે ! એટલે કે તારો પ્રતિસ્પર્ધી તારો ડાબો હાથ પકડે તો જ એ ચાલમાંથી છટકી શકે ! એટલે તારી જીત નક્કી જ હતી !''

નીતા શાહ

[૫] ''દિલો-દિમાગ]

શિયાળાના દિવસો હતા ને બાબુભાઈ ગામ ના પાદરે થઈને ખેતરે જઈ રહ્યા હતા. સાંજે સાત વાગ્યાનો સુમાર, અંધકાર અને સાવ સુમસામ રસ્તો ! ત્યાંજ કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો, જાણે પોતાના બચાવમાં બુમો પાડી રહી હતી. બાબુભાઈ ના પગ રોકાઈ ગયા અને પછી એ અવાજની દિશામાં ચાલવા માંડ્યું. પણ એમનું મન માનતું નહોતું. ખોટી પળોજણમાં પડવું, ક્યાંક હાથ પગ ભાંગશે અને પાછો પંચાયતમાં કેસ ચાલશે. દીકરીના લગન માથે છે ને મૂડી તો છે નહિ, ક્યાંક ભરાઈ પડશું ને દીકરી રઝળી પડશે ! એટલે મન કાઠું કરીને ખેતર ની દિશામાં ચાલવા માંડ્યા. થોડેક ગયા ને ફરી તીણી ચીસ કાને પડી,ફરી બાબુભાઈ ના પગ થંભી ગયા. જે થવું હોય તે થાય પણ મારે એ સ્ત્રીને બચાવવી જોઈએ એ મારી ફરજ છે. દિલે દિમાગનો કબજો લઇ લીધો અને ઝડપથી એ દિશામાં ચાલવા માંડ્યું. સાવ સામાન્ય કાઠું હતું એમનું પણ અત્યારે ગજબની તાકાત જાણે આવી ગઈ તી. એ ઝાંખરી વટાવીને આગળ ગયા તો બે હરામખોર એક સ્ત્રી ને સતાવી રહ્યા હતા. હાથ માં રહેલી ડાંગ ઉગામી ને ત્રાડ નાખી, ''છોડી દે નહિ તો જીવતો નહિ મેલું !'' પેલા બે હવસખોર બીક ના માર્યા ઉભી પુછડીયે નાઠા. પેલી સ્ત્રી ઝાડવા ના ઓથે ઉભી ઉભી સિસકી ભરી રહી હતી. બાબુભાઈ બોલ્યા, બેન મારી, ડર નહિ બહાર આવી જા, નરાધમો ભાગી ગયા છે ! અને એ સ્ત્રી બહાર આવી ને બોલી, બાપુ, તમે ? અને છુટ્ટા મોએ બાપુને વળગીને રોવા લાગી !

નીતા શાહ

[૬] ''પ્રેમ ''

પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વર્ષનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો. એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મી એ પૂછ્યું, ''બેટા, તે વળી દાદાને શું કહ્યું?''

''કઈ નહિ મમ્મી !'' બાળકે જવાબ આપ્યો,''એમના ખોળામાં બેસી મેં એમને રડવામાં મદદ કરી !''

બસ .....આ જ પ્રેમ !!

નીતા શાહ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED