Microfiction - 3 book and story is written by Nita Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Microfiction - 3 is also popular in Short Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. માઈક્રોફિક્શન - ૩ Nita Shah દ્વારા ગુજરાતી વાર્તા 23 661 Downloads 3k Views Writen by Nita Shah Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શિયાળાના દિવસો હતા ને બાબુભાઈ ગામ ના પાદરે થઈને ખેતરે જઈ રહ્યા હતા. સાંજે સાત વાગ્યાનો સુમાર, અંધકાર અને સાવ સુમસામ રસ્તો ! ત્યાંજ કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો, જાણે પોતાના બચાવમાં બુમો પાડી રહી હતી. બાબુભાઈ ના પગ રોકાઈ ગયા અને પછી એ અવાજની દિશામાં ચાલવા માંડ્યું. પણ એમનું મન માનતું નહોતું. ખોટી પળોજણમાં પડવું, ક્યાંક હાથ પગ ભાંગશે અને પાછો પંચાયતમાં કેસ ચાલશે. દીકરીના લગન માથે છે ને મૂડી તો છે નહિ, ક્યાંક ભરાઈ પડશું ને દીકરી રઝળી પડશે ! એટલે મન કાઠું કરીને ખેતર ની દિશામાં ચાલવા માંડ્યા. થોડેક ગયા ને ફરી તીણી ચીસ કાને પડી,ફરી બાબુભાઈ ના પગ થંભી ગયા. જે થવું હોય તે થાય પણ મારે એ સ્ત્રીને બચાવવી જોઈએ એ મારી ફરજ છે. દિલે દિમાગનો કબજો લઇ લીધો અને ઝડપથી એ દિશામાં ચાલવા માંડ્યું. સાવ સામાન્ય કાઠું હતું એમનું પણ અત્યારે ગજબની તાકાત જાણે આવી ગઈ તી. એ ઝાંખરી વટાવીને આગળ ગયા તો બે હરામખોર એક સ્ત્રી ને સતાવી રહ્યા હતા. હાથ માં રહેલી ડાંગ ઉગામી ને ત્રાડ નાખી, છોડી દે નહિ તો જીવતો નહિ મેલું ! પેલા બે હવસખોર બીક ના માર્યા ઉભી પુછડીયે નાઠા. પેલી સ્ત્રી ઝાડવા ના ઓથે ઉભી ઉભી સિસકી ભરી રહી હતી. બાબુભાઈ બોલ્યા, બેન મારી, ડર નહિ બહાર આવી જા, નરાધમો ભાગી ગયા છે ! અને એ સ્ત્રી બહાર આવી ને બોલી, બાપુ, તમે અને છુટ્ટા મોએ બાપુને વળગીને રોવા લાગી ! નીતા શાહ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા