Pankhadi Nita Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Pankhadi

પાંખડી

નીતા શાહ

nitashah1957@gmail.com

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

પુસ્તકો વસાવવા એ જિંદગીનું

સારા માં સારૂં Investment છે

વાંચવું અને વંચાવવું એ જિંદગીનું

સારામાં સારૂં Supplement છે

વાંચવું ને ઉતારવું એ જિંદગીનું

સારામાં સારૂં Achievement છે

મનોમંથન કરવું એ જિંદગીનું

સારામાં સારૂં Involvement છે

પુસ્તક-મૈત્રી કરવી એ જિંદગીનું

સારામાં સારૂં Development છે

ગમે તે જ લખવું એ જિંદગીનું

સારામાં સારૂં Commitment છે

હા, હું અને તું

ટેબલની સામસામે

વચ્ચે પ્રકાશિત કેન્ડલ

અકળ મૌન

વન કહેવાયેલા શબ્દોની વણઝાર

એની કીકી માં વાંચવા મથતી તી

પણ ...

નજર ઉંચી કર્યા વિના

લીપી ને ઉકેલું શી રીતે ?

અને...

ત્યારે સમજાયું કે

લખવું અને વાંચવું તો સાવ સરળ છે ...!

ખબર છે તને ?

એષણાઓને હૃદયના સાતમાં પડમાં

મુકેલ લોકર માં પૂરીને

ચાવી એની સમુદ્ર માં પધરાવી દીધી

રહી રહી ને ડોકાચિયા કરતી તી

તને અણગમતી એષણાનું

પ્રદર્શન થઈ જાતું તું

હું ચુર ચુર થઈ જાતી તી

જીવંત એષણાઓની અંત્યેષ્ટિ કરીને

હાશકારો થયો છે

કારણ

ભેખ જો મેં લીધો છે

તારા હસતા રમતા જીવન ને માણવાનો

જોયું ?

રેડીઓ પણ હુંકારો ભણે છે

સુર રેલાવે છે

જો તુમકો હો પસંદ વોહી બાત કરેંગે

તુમ દિનકો અગર રાત કહો રાત કહેંગે ....!

ખોટી જગ્યાએ દુખ હળવું ન કરાય

એમ હાથે કરી દુખ બમણું ન કરાય

વ્યક્ત થઈ શકે એને વ્યક્તિ કહેવાય

વ્યક્ત ન થઈ શકે એને શું કહેવાય ?

કોમનમેન હમેશા કોમન વાતો કરે

પોતાને જ કહે છે કેમ માની લેવાય ?

ભૂમિ એક જળબિંદુ માટે વલખા મારે

સમજણ નું વાદળ જ પહેરો ભરે તો ?

લાગણી તો હૂંફની હળવાશ કહેવાય

લાગણી ને જ લોકો હડસેલી દે તો ?

તારૂં અને મારૂં તો સહિયારૂં કહેવાય

મારૂં મારૂં આગવું કરે એને શું કહેવાય ?

સખીએ પૂછ્‌યું આ વળી કવિતા એટલે શું ?

કવિતા એટલે કવિનો હોંકારો

સંવેદના અને વેદના ને મળતો હવાનો સથવારો

દિલમાં અદ્રશ્ય પડતા અવાજનો પડઘો

વેદના ના પહાડ પર પ્રેમરસ છાંટતો ઝરો

અંદરથી ભીનું રાખતો હુંફાળો ખોળો

શબ્દબળ થી મળતો સુંવાળો હાશકારો

તારા માટે જ લખું છું એવો કવિનો ખોંખારો

સમજો તો કવિતા નહિ તો વેવલાવેડો

સ્મરણોથી ભારેખમ હતો ઓરડો આખો

સુનું લાગે ઘર હવે આપના આવ્યા પછી

જુઓ ફૂલો ની ખુશ્બુનો પડે પડછાયો

મોરલો તો ચીતરાય ટહુકો ચીતર્યા પછી

એકલો અટૂલો ઉભો છે એ ભરબપોરે

જીવનભર અઢળક વૃક્ષો વાવ્યા પછી

ભર્યાભાદર્‌યા હૈયે થઈ ગઈ સાવ ખાલી

આદરી જ્યા ચેષ્ટા મુઠ્‌ઠીઓ ખોલ્યા પછી

તરસી ધરાને મળ્યો નથી એક છાંટો

જોને વરસાદ આખી રાત પડયા પછી

રહી પથ્થરો વચ્ચે બી સુંવાળપ સાચવી

દિલપથ્થર કાં થયું ફૂલોના સથવારા પછી

દિલની કિતાબ ...!

દિલની કિતાબ માં રાખ્યું એક પાનું

દેશ દુનિયા થી સંતાડયું એને છાનું

દિ’ ક્યાં ઉગે ...ઉગમણી દિશા ભાનુ

જીવતરનું આ મસ્તમજા નું બહાનું

દુર છે જોજન ...આથમણી દિશા ટાણું

રીસામણા ...મનામણા ને નિત માણુ

વ્હાલા કાન્હા ..જોજે જતન કરી હું જાણું

કૃપા તારી માંગું સાથ નીશદીન હું માણું

પ્રત્યક્ષ કે પરોક્ષ ફરક નાસમજો તો માનું

આ તો આતમનો પોકાર સમજો તો માનું

દુર દૂરતા કે નજદીકિયા ક્યારેય ન માનું

સ્થાન હૈયામાં તો દૂરતા ક્યારેય ન માનું

ભિંસાયા કરે શબ્દો મૌન ના મુખમાં

પીસાયા કરે વાણી વેદનાના સુખમાં

ભુંસાયા કરે પસાર થતી હર ક્ષણ

ડોકાયા કરે હમેશ અતીતની પળ

ઉભરાયા કરે જળ ઝાંઝવાનાં રણમાં

સરકાવ્યા કરે એ કાળને ક્ષણમાં

સર્જાયા કરે શમણાઓનું આખું નગર

વિખરાયા કરે જયારે ઉઘડે આ નયન

લલચાવ્યા કરે શબ્દો મને દુરદુરથી

ઉલ્ઝાવ્યા કરે જો ભેગા કરૂં મૂળથી

કારણ વન-વે ...!

રસ્તામાં જતા જતા પાછા વળાય નહિ કારણ વન-વે

સામેવાળા ભૂલથી પણ અથડાય નહિ કારણ વન-વે

પ્રેમમાં ઈકરાર નહિ ઈનકાર પણ નહિ કારણ વન-વે

વ્યાકુળ હૃદયોનું મિલન ક્યારેય નહિ કારણ વન-વે

આવવું અને જવું મળવું ક્યારેય નહિ કારણ વન-વે

લાગણીઓ મારે ટકોરા સંભળાય નહિ કારણ વન-વે

અંધત્વ ને બહેરાશ પ્રેમ માં ક્યારેય નહિ કારણ વન-વે

ઈશને ભજો રાતદિ જવાબ ક્યારેય નહિ કારણ વન-વે

ડિવાઈડર ની આજુબાજુ હરહમેશ રહી કારણ વન-વે

સાથે ચાલવું ને અથડાવું ક્યારેય નહિ કારણ વન-વે

ફાવી ગયું છે....!

જાણું છું સૌન્દર્ય-બાગ માં પુષ્પોની ખોટ નથી હોતી

પણ રણ મહી કણની સુંદરતા નીરખતા ફાવી ગયું છે

જાણું છું શક્ય નથી મિલન માધુર્યની ખોટ નથી હોતી

પણ યાદ ને પણ મુલાકાતમાં ફેરવતા ફાવી ગયું છે

જાણું છું પ્રેમનો અહેસાસ અપેક્ષાની ખોટ નથી હોતી

પણ મૃગ-જળ થી હવે તરસ છીપાવતા ફાવી ગયું છે

જાણું છું ગઝલ કે કવિતામાં શબ્દોની ખોટ નથી હોતી

પણ પ્રેમભીની કોરી ગઝલને ઉકેલતાં ફાવી ગયું છે

કાચના પિંજરમાં અહી જીંદગી કેદ છે

યાદોના પંખીઓ અહી હૃદયે કેદ છે

માપસરનું હસવું અહી હાસ્ય કેદ છે

માપસરનું બોલવું અહી શબ્દો કેદ છે

સબંધો સ્વાર્થના ધાગે અહી કેદ છે

’હું ’ ની સામે ’આપણું’ અહી કેદ છે

’અહં’ની સાથે ’રહેમ’ અહી કેદ છે

’દિવ્ય’ની સાથે ’પ્રકાશ’અહી કેદ છે

સ્નેહના સાટામાં ’સપનાં’ અહી કેદ છે

જુદાઈના પિંજરમાં મિલન અહી કેદ છે

લાલચના પિંજરમાં વિશ્વાસ અહી કેદ છે

તરફડતી આંખોમાં મીઠું દર્દ અહી કેદ છે

ભાગ્યરેખા હાથની હથેળીમાં અહી કેદ છે

ઈચ્છાઓ દિલની નસીબ માં અહી કેદ છે

ગમતા શબ્દો પણ શરમ માં અહી કેદ છે

ગીતો પણ છંદના પિંજરમાં અહી કેદ છે

લાજ અને શરમ બંને સ્ત્રીના ઘરેણાં

સત્ય અને સ્નેહની સોગાત છે મહેણાં

ભાસ અને આભાસ વચ્ચે ભીંસાતી નારી

ખુશિયા વેરતી ને ગમને સમેટતી નારી

શ્વાસ અને ઉચ્છવાસ વચ્ચેની જીંદગી

ઝબલું ને શ્વેત કફન વચ્ચેની જીંદગી

અડધા ’સ’ને કાઢું સ્મરણનું થાય મરણ

અડધા ’સ’ને કાઢું સ્વજનનું લાગે વજન

કેવી રીતે ભૂલું આપી વચન ભૂલવાનું

કેવી રીતે જીવું આપી વચન મરવાનું

ક્યારેય સારા-નરસા વિચારોને

પ્રગટવા ન દે

તેવો અહેસાસ શોધું છું

ક્યારેય સુખદુખના આવરણને

સ્પર્શવા ન દે

તેવો ગમ શોધું છું

ક્યારેય પાંપણના અશ્રૂઓને

ભીંજાવા ન દે

તેવો તાપ શોધું છું

ક્યારેય ગમ ના કાળા વાદળોને

બંધાવા ન દે

તેવો ચાંદ શોધું છું

ક્યારેય કોઈ ઓળખે કે ન ઓળખે

ભુલાવા ન દે

તેવું સ્વજન શોધું છું

વેરાન જંગલો વચ્ચે

ઊંંચા બનીને ઉભવું

શું એ પર્વતનું ગૌરવ છે..?

કદાચ મજબુરી પણ હોઈ શકે

તેનું અસ્તિત્વ એટલે નરી એકલતા....

સાગરનું તપીને

વરાળ બનવું

શું એ બાષ્પીભવન છે...?

કદાચ સુરજની કોશિશ પણ હોઈ શકે

સાગરને આકાશની સફર કરાવવાનું....

આકાશમાંથી તારાનું

ખરી પડવું

શું એ એની ગફલત છે...?

કદાચ અંતિમ ઈચ્છા પણ હોઈ શકે

અફાટ ધરતીનું કફન ઓઢવાનું....

વૃક્ષ પરથી પર્ણનું

ખરી પડવું

શું એ વૃક્ષનો નિર્ણય છે...?

કદાચ એ પાનખર પણ હોઈ શકે

નવું જીવન જીવવાની એષણાં...

લીલાછમ ઘાસ

પરની જળબુંદ

શું એ સાચે ઝાકળ છે...?

કદાચ એ ઘાસનું આંસુ પણ હોઈ શકે

વાદળે નહિ બંધાવાનો અફસોસ...

નામ ક્યાં આપી શકાય કેટલાક સબંધોને

છતાં બેનામ બંધાય છે આ લાગણી

ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે

તો પણ ઝન્નતની સેર કરાવે લાગણી...

ક્યારેક ઉભરાઈ ઉઠે હૃદય વાટે તો

વહેતા ઝરણા સમી આ લાગણી

ક્યારેક મનમાં ધૂંધવાતી ને છુપાતી

પ્રિયજનના સુખે હસી પડે લાગણી

ભલે ને હોય ગમે તેટલા કોસો દુર

નિકટતાનો અહેસાસ કરાવે લાગણી

એકમેકને જોડી રાખતી આ કડી

જીવંત રાખે એકમેકને આ લાગણી...

ભાસ અને આભાસ

કેટલો તફાવત છે?

ધરા અને આકાશ

જેટલો તફાવત

સ્વાર્થ અને પરમાર્થમાં

કેટલો તફાવત છે?

અનર્થ અને અર્થ

જેટલો તફાવત

સમજ અને અણસમજ

કેટલો તફાવત છે?

’હોવું’ અને ’ન-હોવું’

જેટલો તફાવત

ગીત અને ગઝલ

કેટલો તફાવત છે?

સાજ અને આવાજ

જેટલો તફાવત

પ્રેમ અને શ્રદ્ધા

કેટલો તફાવત છે?

ફૂલ અને સુગંધ

જેટલો તફાવત

પ્રેમની પરિભાષા ન સમજાય ત્યારે

મળેલા ઝખ્મો રૂઝાય તો ય ઘણું...

આશ ના સહારે જીવી રહી જીંદગી

યાદોના સહારે મરાય તો ય ઘણું...

સુકાઈ ગયા છે અશ્રૂ પણ આંખોમાં

સપનાનો સાગર ભરાય તો ય ઘણું...

બની ગયા મહેલ પણ ખંડેર હવે

પગરવ ક્યાય સંભળાય તો ય ઘણું...

સમજાય છે લીધેલ અબોલા સખા

મુખે તારા બેવફા બોલાય તો ય ઘણું...

આસપાસમાં જ છતાં ય ક્યાય નહિ

જગ ની ભીડ માં તું દેખાય તો ય ઘણું...

વાસ્તવિકતા ના ધરતીકંપ થી

તૂટેલી ઈમારત મારી

રેતી માં ઘર બનાવું કઈ રીતે?

પાંખ વિનાનું પંખી હું તો

યાદો ના પિંજર માં કેદ

મુક્તગગનમાં વિહરૂં કઈ રીતે?

અસ્તિત્વના થયેલ વિભાજનમાં

રસ્સી ખેંચની રમતમાં

એકાંતને ખેચી લાવું કઈ રીતે..?

મારૂં તારૂં કે તારૂં મારૂં ...સખા

આપણું બનાવાની મમતમાં

સહિયારૂં બનાવું કઈ રીતે....?

દિલ માં તડપ ભરી ને હું તમને ચાહું છું....

દીદારની આશ ધરી

પાંપણ ને ભીની કરી

દલડાં માં હેત ભરી

જો નામ તારૂં કોતરી

યાદો ની વણઝાર સાથે હું તમને ચાહું છું...

બિરાજે મન-મંદિરે

મૌન ને સથવારે

આતમ ના ઈશારે

વ્હાલપ ની વેદીએ

હર એક ધબકાર સાથે હું તમને ચાહું છું...

મારા ભારત દેશમાં તો રોજ ઉજવાય

"MOTHER'S DAY"

એનું જીવન એટલે નિબંધ નહિ

પ્રત્યેક દિવસોના પેરેગ્રાફ માં

વહેંચાયેલી આત્મકથા....

વેદનાનું વ્હાલમાં રૂપાંતર કરે

અને આપણાં શ્વાસ એટલે

એના મૂળને ઉગેલા ફૂલ

એ બધા ની છે પણ

એનું કોઈ નથી...

’માં’ એટલે થાકનું વિરામ

’માં’ એટલે જીવતરનો આરામ

મમ્મીને હગ એટલે ઈશ્વરને પ્રણામ

આફતો સામે લડવાનો શ્રીયંત્ર

આપના દુઃખોનું ફિલ્ટર

આપના સુખોનું પોસ્ટર

આપની ભૂલો પર ભભૂકતો ગુસ્સો

આપણી ભૂલોને છાવરતો જુસ્સો

બાળકની પહેલી રેફરેન્સ બુક

અન્લીમીટેડ લવ

શિયાળાની હુંફ

ઉનાળાની ઠંડક

વરસતું વ્હાલ

બે સંતાનો વચ્ચેના અબોલા ની

મૌન વેદના તેની આંખોમાં વંચાય

રક્ષાબંધન ના દિવસે જયારે

બહેન ભાઈ ને રાખડી બાંધે ત્યારે

ભૂતકાળ ચડડી ને ફ્રોક પહેરીને

સજળ આંખે ઉડાઉડ કરે છે...

ત્યારે ખીલેલા ચહેરામાં તમને

ઈશ ની અનુભૂતિ થશે...!

જાણે કહેતી હશે કે જોયું

મારૂં ક્રીએશન....!

સંતાનો જીવન ના મધ્યમાં હોય

પ્રભુને એક અગરબત્તી વધારે કરે

ઘરના ખુણાનું એકાંત પોતીકું લાગે

જયારે જયારે પાડોશી સાથે વાત કરે

આંખમાં અનોખી ખુમારીભરી ચમક સાથે

સંતાનોની પ્રગતિના સમાચાર

એની વાત ની ’’હેડલાઈન’’ હોય...

એ ઘર ના મંદિર ની ધજા છે,

ત્રણ-ત્રણ પેઢીઓ નો સમન્વય નિભાવે છે

કૌટુંબિક માળાના મણકા પરોવીને સજાવે છે

આપણે કોરી આંખે રડીએ ત્યારે

પાલવ તો તેનો જ ભીંજાય છે

એના વિષે મૌન રહી શકાતું નથી

ને બોલવામાં ગોથું ખાઈએ છીએ

આપણે એને ક્યાં રાખીએ છીએ?

એ જ આપણ ને રાખે છે...

આંખ સામે ઘરડી થાય છે

કશું જ નથી આપી શકતા

જયારે ખબર પડે છે

જયારે સમજાય છે ...

ત્યારે...???

ખુબ મોડું થઈ ગયું હોય છે...!!!

સંબોધનો બદલાય મૂડ મુજબ

સંબોધનો બદલાય સ્થળ મુજબ

સંબોધનો બદલાય ટોપિક મુજબ

સંબોધનો બદલાય સમય મુજબ

ક્યારેક મિત્ર બદલાય પ્રેમી થાય

ક્યારેક પ્રેમિકા બદલાય બહેની થાય

ક્યારેક સ્નેહી બદલાય માતા થાય

ક્યારેક ’હું’ બદલાવું તો ’કોણ’ થાવું?

કેવી ડુગડુગી વગાડે આ સંબોધન

સંબોધન બદલવાથી માણસ બદલાય?

ગરજે ગધેડાને ય બાપ કહેવો પડે

તો શું બાપ ને ક્યારેક ગધેડો કહેવાય..?

કેવી છે આ આંટીઘૂંટી સંબોધન ની..!

જલસા છે પ્રાણી અને પક્ષીઓ ને

કોઈ જફા જ નહિ..કોણે શું કહ્યું?

નખરા બધા આ માનવ જાતને..

લાગણીના વાટકી વ્યવહારમાં

અક્કડતા ઢીલી કરવી પડશે

સંવેદના ઝીલવી હશે તો

મન મોકળું કરવું પડશે

જોઈએ છાશ ને છુપાવી દોણી

સામે દોણી ધરવી પડશે

સાતત્ય સાચવવું હશે તો

કસમ ખાઈને કહેવું પડશે

ઈકરાર અને ઈન્કારની ખો માં

દીવાનગી તો કરવી પડશે

શરમાળ પ્રકૃતિ હશે તો

હામ ખોવાની રાખવી પડશે

તમાશો જોવા ઉભા કિનારે

ડૂબકી મારતા શીખવું પડશે

મોતી ગમતું જોઈતું હશે તો

મરજીવા પણ બનવું પડશે

જાતને પીછાણ સ્વ ને જાણ

કૂડકચરો ખાલી કરવો પડશે

ન લપેટ ખુમારીને અહં માં

નહિ તો મોં ની ખાવી પડશે

જો આ પ્રથા-રસમ-રીવાજો

જ્યાં છે ત્યાં જ રાખવા પડશે

ખુમારી હોય તો બતાવી દે

નફરતને પ્રેમ માં વળવું પડશે

મારૂં આગવું એકાંત અને હું,

પડઘા પગરવ ના સહારા હોય છે...

ઝખમ બધાને બતાવી શું કરૂં?

ઘાવ આપનારા પોતાના હોય છે...

વિયોગ માં નક્કી દહાડા હોય છે

લાગણી ને ક્યાં સીમાડા હોય છે...

વિચારો ના વાદળો ઘેરે યાદમાં

વ્હાલાને વેરી થતા,વાર લાગે છે..?

જુવો મૃત્યુ સનાતન સત્ય હોય છે

ને આયખાને પણ કિનારા હોય છે...

વિચારી વિચારી ને શું લખી શકાય કવિતા...???

ના......રે....ક્યારેય...નહિ..!

હૃદયમાં ક્યાંક મૌન વસ્યું હોય અને

એ મૌન નું મુખારીત સ્વરૂપ શબદ માં થાય...

શબ્દ નહિ પણ શબદ..

જોડાક્ષર નો ધક્કો પણ ન જોઈએ...!

કોઈ બેડી નહિ

કોઈ બંધન નહિ

કોઈ જંજીર નહિ

મોકળા મને આપમેળે ...રેલાતો વહેતો શબદ

જાણે ઝાંઝર પહેરી ને કોઈ કુંવારિકા નું આગમન

છમ-છમ--છમ-છમ...!

એ શબદ નું અંકુરવું એટલે જાણે

મહામૌન ના શિખર પર સુરજ આથમતો હોય..આહ...

પંક્તિ ના પક્ષીની પ્રતીક્ષા કરવા

જાણે હાથ માં ચણ લઈને બેઠા હોઈએ..

જેવું તે આવે,તેને ઝડપી ને મગજ માં સ્કેન કરી લઈએ

થોડું ગણ ગણીએ....

અને હૃદય ને કલમ નું તારામૈત્રક રચાય

અને સહજતા પૂર્વક કશુક અંદરથી રેલાતું જાય..

મહામૌન ના શિખરનો એ શબ્દ ને ખમવા માટે

ખભો પણ આકાશ નો જોઈએ...હો..!

ત્યારે કદાચ પ્રસવ થતો હશે ...

તે યાદગાર રચના નો...

જે વર્ષો પછી આજે પણ

ઓવન-ફ્રેશ લાગે છે આપણ ને....!

શત-શત પ્રણામ છે એ સર્વ રચયિતા ઓને....!!!

મારૂં મારૂં...કર માં અહી તારૂં કશું ક્યાં છે?

દીવા નીચે તો ઠાલું અંધારૂં જ હોય છે...

બાંધ માં..પોટલું તડકા નું બંધાય ક્યાં છે?

બળતી આતમની જ્યોતથી ઉજાસ હોય છે...

અપેક્ષા છોડ ઉપેક્ષા વિના તારૂં કશું ક્યાં છે?

ઈશ પાસે સ્મિત બી એનું જ માગતી હોય છે...

પ્રેમ નો અર્થ વ્યાખ્યામાં કશું ક્યાં હોય છે?

રૂપ માત્ર હાડ-માંસના ચામડામાં હોય છે...

મૌનમાં આવી વસે તારૂં સ્મરણ

શ્વાસ ઘરના દ્વાર ખખડાવ્યા કરે

સ્પષ્ટ થાને કાં દિલનું કરે હરણ

મોઘમ માં રહીને લબડાવ્યા કરે

નથી પોસાતું આવું વાતાવરણ

આતુર પાંખોથી તું ફફડાવ્યા કરે

વધુ વાત ને ખેંચ માં અકારણ

તિરાડો ને કેમ તું તતડાવ્યા કરે

શોભતું નથી સ્મિતનું કરે હરણ

ધબકારે તું સતત ધબકાવ્યા કરે

નથી હું યાચિકા કે નથી હું માંગણ

વ્હાલના બે બોલ ગણગણાવ્યાં કરે

છોડ હવે કર પગલા મુંજ આંગણ

છોડીશ નહિ ભલે ને તરફડયા કરે

સ્ત્રી...

પહેલા પણ પ્રમાણિક હતી ને

આજે પણ પ્રમાણિક છે..

બદલાયા છે થોડા ક સમીકરણો..

આજે સ્ત્રી પરાવલંબી નથી

આજે સ્ત્રીશક્તિ નો પરચો આ

પુરૂષપ્રધાન દેશ ’’ભારત’’ પણ જોઈ રહ્યો છે..

કઈ દિશા ને કઈ ટોચ પર નારી નથી...?

દરેકે દરેક દિશાઓ આજે નારી-શક્તિ થી ગાજે છે

ભૂલી જાવ સ્ત્રી એટલે રસોડાનું સંવિધાન..

ભૂલી જાવ સ્ત્રી એટલે બાળ-ઉછેર કેન્દ્ર

ભૂલી જાવ સ્ત્રી એટલે મર્યાદા માં લપેટેલું રતન..

ભૂલી જાવ સ્ત્રી એટલે પુરૂષ જાતિના પગ નીચે કચડાતી જીંદગી..

ભૂલી જાવ સ્ત્રી એટલે ચાર દીવાલો માં કેદ ફફડતું પંખી...

ભૂલી જાવ સ્ત્રી એટલે ઉપભોગ નું સાધન...

આજની નારી સમગ્ર દિશાઓ,ગ્રહો,નક્ષત્રો,દેવ કે દાનવ...અરે બ્રહ્‌માંડ ને આહવાન

આપે છે....જો એક નારી ને સમજવી હોય,તેના વિષે લખવું હોય,તેના વિષે બોલવું હોય ...તો વધારે નહિ પણ ફક્ત ૨૪ કલાક એક સ્ત્રી બનીને જીવવાનો અનુભવ લો..

જીંદગી ના દરેક પાસાને એક સ્ત્રીત્વ પ્રમાણે દિલ થી સ્વીકારો..તો કદાચ ૧૦% સ્ત્રી

સમજાશે...બ્રહ્‌માજી એ કેટ કેટલા અગણિત રસાયણો ના ભંડાર ઠાલવ્યા છે એક નારી ના સર્જન માં...!

તેના દરેક રસાયણો પરાકાષ્ટાને પામે છે...

તેના ગુણધર્મો માં...ધીરજ,સહિષ્ણુતા,સંવેદના,પ્રેમ,મમતા,સન્માન,ખુમારી,ગુસ્સો,દ્વેષ,ઈર્ષા,શક્તિ,બુદ્‌ધિ,વિચારશક્તિ,સાહસ,શૌર્‌ય,વિવેક,રચનાત્મક....અરે ઘણું બધું...અધધધ....કહી શકાય તેટલું....!

અરે, નારી તો એક ર્જષ્ઠૈટ્ઠઙ્મ ક્લીનર પણ છે...વિચારો સમાજ માં પુરૂષો ની વિકૃતિ ને શાંત કરનારી ’’વેશ્યા’’ સમાજ માં ન હોત તો...કલ્પના કરો કેટલો ગંદો હોત આ સમાજ...!!!

આજે ’’વિશ્વ નારી દિવસે’’ પ્રભુ ને એક જ પ્રાર્થના....

જયારે જયારે મને અવતરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય ત્યારે ફક્ત એક ’’નારી-યોની’’

જ આપજે....સાર્થક જીવન જીવ્યા નું સૌભાગ્ય તો મળે...!!!

યાદ ની પાંખ પણ કેવી છે સાહ્યબા

જાણે ટહુકો છે ને કોયલ જ નથી...

વેદનાની આંખ પણ કેવી છે સાહ્યબા

જાણે પ્રકાશ છે ને સુરજ જ નથી...

મર્યાદાની સાખ પણ કેવી સાહ્યબા

જાણે વાચા છે ને જિહવા જ નથી...

સપનાની કાંખ પણ કેવી સાહ્યબા

જાણે સપનું છે ને નીંદર જ નથી...

વિરહની ચાહ પણ કેવી છે સાહ્યબા

જાણે ધુમાડો છે પણ આગ જ નથી...

આજે તો હૈયું હિલ્લોળે ચડયું ...સખા

નામ મને તારૂંમારા જેવું લાગે સખા

બોલું હેતને વરસે અનરાધાર સખા

બોલું ખુશ્બુ ને મહેકે મુજ શ્વાસ સખા

બોલું સુરજ ને આંખડી ઉઘડે સખા

બોલું ’માં’ને હાલરડું સંભળાય સખા

કૃષ્ણ બોલું મીઠી બંસી રેલાય સખા

પાગલ બોલું ને બ્હાવરી ભાળું સખા...