સંવેદનાની પુષ્પછાબ Nita Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંવેદનાની પુષ્પછાબ

[1]

એકાંતમાં વિચારોની ગડમથલ થાય
શું ખાલીપામાં ખાલીપો પુરાય ?

અજાણ્યા મોડે જીંદગી વળી જાય
ખરબચડા પથના પહાડ ચઢાય ?

ગફલત એક જ હું એક સમજદાર
તો બાકી બધાને નાદાન સમજાય ?

કેટલું અઘરું છે જીવનમાં આ કામ
પોતાનામાંથી જ પોતાના શોધાય ?

ફરક તો જબાન માં છે ઓ દોસ્ત
ઓકે ઝેર તો અમૃત કેમ ચખાય ?

હે સ્વાર્થ તારો ખુબ ખુબ આભાર
તારા વિના લોકો ને કેમ જોડાય ?

રહેવા દે ના શોધ પ્રેમ નો ઈલાજ
ઈલાજ ઈબાદતનો ઓછો કરાય ?

નીતા શાહ

[2]

એક સમયે

હૃદયની ધરા પર

ધબકારની હુંફ થી

પ્રેમ-બીજ વાવ્યું હતું

વ્હાલથી જતન કર્યું 'તું

અંકુરિત એ બીજ

લાગણીસભર લીલુછમ છોડવું મારું

હિલ્લોળા લેતું 'તું

અને....

અચાનક

લીલાછમ પાંદડાએ પીળાશ પકડી

ને ડાળથી વિખુટા પડવા લાગ્યા

એક પછી એક,એક પછી એક

ને ડાળે તો જાણે જીવન સંકેલી ને

જાણે વૈધવ્ય સ્વીકારી લીધું

પ્રભાતે ઝાકળ આવીને

મીઠો સ્પર્શ આપી ને

પલ્લવિત કરવું તું

પણ રવિ ના આગમને જ

ઝાકળ પણ ગાયબ

શું કારણ હશે ?

કદાચ ઉધઈની જ લીલા હશે

શું એની દવાનો છંટકાવ

નવ-પલ્લવિત કરી શકશે છોડવાને ?

ના....ક્યારેય નહિ

પોતીકા વિના જીવવું એટલે

મરવાના વાંકે જીવવું ....

નીતા શાહ

[3]

સમન્વય કેવો સાન્નિધ્ય સમજણ ને સબંધ નો
બીજું કઈ નહિ બીજાને તારો ને ખુદને મારો

સૌની ખુશી એ જ ધ્યેય હોય જો જીવનનું
જતું કરનારનું કશું જાતું નથી વાતને માનો

બાંધ્યું જ્યાં મથાળું તારા નામનું મત્લા માં
તાળું વાખ્યું ત્યાં ઓનલી મી નું ડરને કાઢો

વેચાય છે આજે અજવાળું ઘેર ઘેર યુનિટોમાં
માનવીય કળાથી સુરજ પણ શરમાય જાણો

મેં તો માપી લીધી નજરોથી દરિયાની ઊંડાઈ
કિનારે ટણી રાખે અંદર ખળભળતું સહુ માણો

નીતા શાહ

[4]

ખબર છે તને ?
મને મારું એકાંત ખુબ ગમતું
મારા જીવન નો સુવર્ણ સમય
મનગમતી વ્યક્તિના સાન્નિધ્ય વિના
સતત એનામાં ઓતપ્રેત રહેવું
ક્યારેક લડવું તો ક્યારેક ઝગડવું
ક્યારેક લાડ કરવા તો ક્યારેક મોં ચઢાવવું
રોજ નવી ફરિયાદ
તું આવો છે ને તું તેવો છે
તું ફલાણો છે ને ઢીકણો છે
છતાં ય ખુબ વ્હાલો
ક્યારેક પ્રિયા બનીને ચૂમી લેતી
ક્યારેક સખી બનીને ચૂંટી ભરતી
ક્યારેક માતા બનીને વ્હાલ વરસાવતી
ક્યારેક ધ્રુસકે ધ્રુસકે રડતી
ક્યારેક ખીલખીલાટ હસતી
ત્યારેય ખબર નહોતી ને આજે પણ નથી
આપણા [મારા] આ સબંધનું નામ શું ?
અને આજે ....
મારા એકાંતની જગા પચાવી પડી છે
મારી એકલતાએ ....
એકલતાના એનાકોન્ડાએ ભરડો લીધો છે
એની ભીંસનું જોર વધી જશે
ને શ્વાસ રૂંધાઇ જશે

નીતા શાહ

[5]

રૂમઝૂમ કરતી આવી કવિતા

શબ્દે શબ્દની વધારે ગરિમા

શીર્ષક બિંદી ઝળકે ભાલે

અલંકાર ના કુંડળ કાને

છંદોબદ્ધ ની સાડી વીંટાળે

શબ્દોના શણગાર સંગાથે

મોરપીંછ ની કલમ લઈને

સજીધજીને ધીમા ડગલે

પંક્તિઓના પાવન પગલે

પ્રાસના રૂડા પાયલ રણકે

હરતીફરતી ગગન-વિહારી

સંગીતની સરગમ સજાવી

સુરતાલ રણકાર વધાવી

સુના હૈયાનો ઉપહાર લાવી

નીતા શાહ

'''ઓ ધરા જેવી સ્ત્રી''

ભીતર માં દટાયેલા જ્વાળામુખી નું મુખ ખોલ
ચોતરફ દફનાવેલા રહસ્યોનું કવચ તું ખોલ
ભીતર તું ચિંથરેહાલ છે સાજ-શણગાર છોડ
મર્યાદા નો તાજ શિરે મનની મટુકી ને ફોડ''
અબલા'' નથી તું શક્તિ નો ધોધ તું
ધરતી તુજ થી છે શૂન્ય નું શૂન્યાવકાશ તું,

તારી જ કુખે થી પુરુષજાત અવતારી છે
પડકાર પૃથ્વી,આકાશ,બ્રહ્માંડ ને
તારા વિના સર્વે એકડા વિનાના મીંડા છે...
હું પૌરુષત્વને લલકારું છું.....
બહુ ઉંચી ઉડાન ન લગાવ....
તારા અવતરણ પર પ્રશ્નાર્થ છે....
નારી વીણ અવતારી ને તો બતાવ....!!!

નીતા શાહ


જીંદગી...જીંદગી...જીંદગી...!
હેલ્લો , જીંદગી...હાવ આર યુ..?


તું ક્યારેય ખોવાઈ જાય તો?
તારી ઓળખ કેવી રીતે આપવાની..?
તારી પાસે તારું કોઈ ઓળખ-પત્ર છે?
તારું કોઈ કાયમી સરનામું...?
પાસપોર્ટ કે રેશન કાર્ડ ...?


તારું જન્મ-સ્થળ
તારી ભાષા
તારો દેશ
તારો કોઈ ફોટો
તારું ક્વાલીફિકેશન
ક્યાંથી આવી ને ક્યાં જવાની છે...?


કદાચ કોઈ એવો દાવો કરતુ આવે ...તો શું?
તું એની છે એની સાબિતી શું..?
કેટલી બેદરકાર છે તું જીંદગી...
પર્સનલ પેપર્સ તો હોવા જ જોઈએ ને..?
થોડું શીખ તું અમારી પાસે થી
વણઝારા ની જેમ ના રખડીશ, આજે અહી તો કાલે ત્યાં...


તું કેવી દેખાય છે?
તારો રંગ?
તારી ઉંચાઈ?
તારી આંખો નો રંગ?
તારા વાળ?
કોઈ જન્મ નું નિશાન..?
તું આયના માં તારો ચહેરો જુવે છે ક્યારેય?
તું તને પોતાને ઓળખે છે ખરી..?
તારો ચહેરો તને યાદ છે ખરો..?


તું અમારા જેવું ના શીખીશ...એટલે કે ''માણસ'' જેવું
તું તો આખેઆખો ચહેરો બદલે છે ,એમ ને.?
અમે તો ચહેરા પરના મહોરાં બદલીએ છીએ.
અને જયારે મૂળ ચહેરો શોંધવા જઈએ ત્યારે તારો ચહેરો મળે છે...
અને અમે તો કાયમી દોસ્તી કરવા માંગીએ છીએ તારી સાથે
ત્યાં તો તું સરકી જાય છે,સાપ ની જેમ




અમે તને કેટલો બધો પ્રેમ કરીએ છીએ
તને કેટ કેટલા લાડ લડાવીએ છીએ
તારા માટે અમે તરફડીએ છીએ
અને તું?


અમને બધાને રમકડા બનાવી ને
રમત રમ્યા કરે છે...!
કેટકેટલા રમકડા છે તારી પાસે
ગણ્યા ગણાય નહિ એટલા


મને ખબર છે હું માણસ જાત છું..
''તું છે તો હું છું''
પણ ફરિયાદ તો કરીશ જ
કકળાટ પણ કરીશ
ગુસ્સામાં એલફેલ પણ બોલીશ
માફ કરજે, ''તારા વિના મારી જ ઓળખ ક્યાં છે?''


પણ જીંદગી મારા કેટલાક સવાલો છે અને જવાબ જોઈએ છે
તું ક્યારેય ભાવતું કેમ પીરસતી નથી..?
માંગી એ એવો પ્રેમ ન મળે અને ત્યારે તો ન જ મળે
પ્રેમ મળે ત્યારે તે ઝીલવાની તાકાત અને સમય ન હોય
જયારે પ્રેમ આપવા માંગે ત્યારે એટલી ખાલી જગ્યા પણ ન હોય
હમેશા જયારે જુવો ત્યારે પ્રેમ ઇગ્નોર જ થાય છે....


''ખાવાનું હોય ત્યાં ખાનાર નથી હોતા ને
જ્યાં ખાનાર હોય ત્યાં અન્ન ના દાણાના ય ફાંફા હોય છે..''
શિક્ષિત લોકો બેકાર હોય છે અને અનપઢ રાજકારણીઓ પાસે કારો ની કતાર હોય છે..
કેટલી અધધધ.....કરી શકાય એટલી તારી ફરિયાદો છે...
પણ તારે ક્યાં કાન છે...?
તું બહેરી છે
તું મૂંગી છે
તું આંધળી છે
તું રમતો ની ''માહિર'' છે




છત્તા તને શું કહું....જીંદગી...
જેવી છે તેવી
તું મારી છે,
તું મારી જ રહીશ....!


નીતા શાહ

દિલ માં તડપ ભરી ને હું તમને ચાહું છું....
દીદારની આશ ધરી
પાંપણ ને ભીની કરી
દલડાં માં હેત ભરી
જો નામ તારું કોતરી
યાદો ની વણઝાર સાથે હું તમને ચાહું છું...
બિરાજે મન-મંદિરે
મૌન ને સથવારે
આતમ ના ઈશારે
વ્હાલપ ની વેદીએ
હર એક ધબકાર સાથે હું તમને ચાહું છુ.

નીતા શાહ

ત્રીસ ત્રીસ વર્ષના વહાણા વહી ગયા..

આપણા સપ્તપદી ને.....

આજે પણ તું મારી પાંપણો માં કેદ છે

કારણ નાની સરખી ઉદાસી કે ગુસ્સા ની લકીર

તારા ચહેરા પર..

હું તરત જ વાંચી શકું છું ....

જાણું છું તે તારી ઉદાસી ક્યારેય શેર નથી કરી

રખે ને હું દુખી થઇ જાવું...?

એ તો ખૂબી છે અગ્નિદેવતા અને વૈદિક મંત્રોચ્ચારની

અહી રોજ રોજ ''હું તને પ્રેમ કરું છું'' ના પ્રમાણપત્રો ની

જરૂર નથી પડતી

અમારા બંને ના મૌન ની એક પરિભાષા છે.....

જ્યાં ત્રીજા ની કોઈ ડખલ નથી....

અમારા બંને ની નજર હમેશા એક જ દિશા માં જુવે છે

એકબીજા ની ખાસિયત ની સાથે કમજોરી પણ

અમને ખુબ જ વ્હાલી છે....

એને પ્રેમ પ્રદર્શિત કરતા નથી આવડતો પણ

તેની મૌન ની લીપી હું ઉકેલી શકું છું

મેં તો ''શ્રીજી'' પાસે તમને માંગી જ લીધા હતા ને?

એટલે તો સ્કુલ માં મૈત્રી ની ,કોલેજ માં પ્રેમ ની

હવે સુમધુર દામ્પત્ય જીવન ની દોર

વધુ ને વધુ મજબુત થતી જાય છે

રોજે રોજ અમે તો મનાવીએ છીએ

VALENTINE DAY....!!!

तुजमे रब दिखता है यारा मै क्या करू...?सजदे सर ज़ुकता है यारा मै क्या करू...?

નીતા શાહ