દિકરી એટલે પ્રેમનું ઝરણું અને દિલનું ઘરેણું
કન્યા કેળવણી વિષય પર આધારિત ગુજરાતી ધારાવાહિક ‘સૂરી’ની નટખટ બાળનાયિકા માહી પોતાના વિશે વાત કરે છે.
-જયદીપ પંડયા
બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન ચાલે છે. પરંતુ આજે પણ રાજયના ઘણા પછાત ગામડાઓમાં દિકરા-દિકરી વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે. વિશાળ ગગનમાં પાંખો પસારીને ઉડવા માગતી દિકરીને કેદખાનામાં રાખવાને બદલે તેને ભણાવવી જોઈએ. દિકરા-દિકરીને સમાન અધિકાર પ્રાપ્ત થવા જોઈએ. બેટીને પણ વિશાળ કાર્યક્ષેત્ર ઉપલબ્ધ કરાવીને તેની શકિતઓને ખીલવા દેવી જોઈએ. સમયની માગ મુજબ બેટીને શિક્ષિત કરવી એ આજના યુગની માંગ છે. દિકરીએ પ્રેમનું ઝરણું અને દિલનું ઘરેણું છે. આજના સમયની માંગ છે બેટી બચાવો બેટી વધાવો નહીં કે વધેરો આ શબ્દો છે કન્યા કેળવણીના મુદા ઉપર આધારિત ગુજરાતી ધારાવાહિક ‘સૂરી’ની નટખટ બાળનાયિકા માહી જોશીના.
જોકે શહેરોમાં થોડો સિનારિયો જુદો છે. અહીં દિકરીને લોકો નસીબવંતી માને છે. ઘણી કાર પાછળ "હુ ખુશ છુ મારી ઘરે દીકરી છે " આવા સ્લોગન વાંચવા મળે છે. પરંતુ સમાજમાં એક તરફ સ્ત્રી ભૃણ હત્યાનું પ્રમાણ વધી રહયું છે. મોટાભાગના યુગલોને પહેલી બીજી પુત્રી જન્મી હોય તો પણ એક દિકરાની તો ઝંખના હોય છે. ઘણી વખત દિકરીની લાલશમાં પુત્રીને બહારની દુનિયામાં આવવા દેવાતી નથી. પણ જયારે દતક લેવાની વાત આવે તો દિકરી જ ખપે છે.લોકો વ્હાલના દરિયા સમાન પુત્રીને દતક લેવાનું પસંદ કરી સુની કુખ ભરવાનું પસંદ કરે છે. આ સમાજની કેવી વિચિત્રતા છે ? તો કેટલીક જ્ઞાતિમાં મોટાભાઈ કે નાનાભાઈને એકથી વધુ સંતાનો હોય તો તે પરસ્પર જ દતક લેવા -દેવાનો નવો સીલસીલો શરૂ થયો છે. મહિલા જયારે માતા બને ત્યારે જ એક સંપૂર્ણ સ્ત્રી કહેવાય છે. પણ ઘણી મહિલાઓને અમુક કારણોથી ર્મા બનવાનું સપનું સાકાર થતું નથી. પણ અનાથ આશ્રમમાંથી બાળક દતક લઈને માતા-પિતા સંતાન પિપાસા સંતોષ્ે છે. એમાં પણ દિકરી જ ઘરે લઈ આવવાનું પસંદ કરે છે. એટલે અનાથ આશ્રમમાંથી દિકરી જોઈતી હોય તો બે-ત્રણ વરસ સુધી રાહ જોવી પડેછે. આમ દિકરાની તુલનાએ દિકરી દતક લેવાનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા ચાર વરસમાં ભારતમાંથી ર0 હજારથી વધુ યુગલોએ બાળક દતક લઈને તેના પરિવારમાં એક સભ્યનો ઉમેરો કર્યો છે. જેમાં 1866 બાળકો વિદેશીઓએ દતક લીધા છે ! સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટીના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં દતક લેવાનો રેસિયો વધું છે. એ પછી તામિલનાડુ, વેસ્ટ બેંગાલ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક આ રેસમાં છે. તામિલનાડુમાં તો બાળકોની સંખ્યા કરતા દતક લેનારનીસંખ્યા ત્રણ ગણી છે. એટલે જ ત્યાંના અનાથ આશ્રમોમાં 333 બાળકો સામે 850 દતક લેવાની અરજીઓ વેઈટીંગમાં છે !! દેશભરમાં જન્મનો રેશિયો છોકરા કરતા પુત્રીઓનો ઘણો નીચો છે. પણ જયારે દતક લેવાની વાત આવે છે ત્યારે હવેની પેઢી પુત્રી પર પસંદગીનો કળશ ઢોળે છે. નવી જનરેશન પુત્ર-પુત્રીમાં ભેદ રાખતી નથી. 65 ટકા લોકો દિકરી તરીકે તેની સુની ગોદ ભરવા ઈચ્છે છે. એટલે જ હવે અનાથાલયમાં દિકરીઓની તંગી છે. હવે મહિલાઓ દરેક બાબતે પુરૂષ સમોવડી બનવા લાગી છે. પુત્રીઓ પણ ઉચ્ચ શીખરે પહોંચે છે. દરેક બાબતે યુવકોને ફાઈટ આપે છે. જેની સાથે સાથે સમાજની વિચારસરણી પણ બદલાવ આવ્યો છે. બંને વચ્ચે ભેદ ભુલતા દિકરીની માંગ વધી છે. પુત્રના લગ્ન પછી સાચવશે કે કેમ તેવી ચીંતાથી પુત્ર કરતા પુત્રીને પોતિકી કરવા તૈયાર થાય છે. કન્યાદાન કરવાનો લહાવો મળે તે નફામાં.
ટચૂકડા પડદે માત્ર 9 વર્ષની ઉમરે પર્દાપણ કરનાર બાળકલાકાર માહી જોશી તેની દમદાર એક્ટિંગ અને નિર્દોષ મજાક મસ્તીના લીધે બહુ ટૂંકા ગાળામાં લોકપ્રિય બની રહી છે. એટલે જ હવે તે તેના મૂળ નામ માહીને બદલે સૂરીથી વધુ ઓળખાવા લાગી છે. અમદાવાદની સેટેલાઈટ વિસ્તારની એવન સ્કૂલમાં પાંચમાં ધોરણમાં ભણતી માહી માટે સીરીયલના સેટ ઉપર જ શિક્ષણની વ્યવસ્થા કરી છે. માહીના પિતા ભાવિકભાઈએ જણાવ્યું કે, માહી સિરિયલના શૂટીંગની સાથે સાથે અભ્યાસમાં પણ એટલું જ ધ્યાન આપે છે. શૂટિંગમાંથી જયારે જયારે સમય મળે ત્યારે સ્કૂલે ક્લાસ પણ ભરી આવે છે. સ્કૂલના સ્ટાફનો પણ સારો સહકાર મળે છે બાકી નોટ્સ પણ આપે છે. માહી જયારે શાળાએ જાય ત્યારે તેના ક્લાસના અને બીજા ક્લાસના વિદ્યાર્થીઓ માહીને મળવા સામેથી દોડ્યા આવે છે. તે શિક્ષણ અને વ્યસન મુક્તિની બહુ હિમાયતી છે.
નાની વયે સેલિબ્રિટી બનવા છતાં માહી હજુ પણ નટખટ અને તોફાની છે. પોતાના પાડોશી મિત્રો સાથે તોફાનની સાથે આજની પરંપરાગત રમતો રમી બાળપણને ભરપૂર માણે છે. પોતે તો બેડમિન્ટન અને રોપ સ્કીપીંગની શોખીન છે. પરંતુ પોતાની સોસાયટીમાં રહેતા બાળકો સાથે નારગોલ, પાંચીકા અને પગથિયા જેવી રમતો રમી દેશી રમતોનું ધેલું લગાડ્યું છે. જંકફૂડના યુગમાં માહી કહે છે મને ખીચડી, શાક અને રોટલી ખૂબ ભાવે. ટીવી જોવાનો સમય જ નહિ મળતો નથી. પણ બલવીર મારો ફેવરિટ છે.
કલર્સ ગુજરાતી ઉપર આવતી ‘સૂરી’સીરીયલની મુખ્ય થીમ કન્યા શિક્ષણ છે. છોકરાઓને જ સ્કૂલે જવાનું, છોકરાનું કામ છોકરીઓ ન કરી સકે જેવા મુદા ઉપર સૂરી (માહી) અવાજ ઉઠાવે છે. ગામની અન્ય યુવતીઓને પણ આ મુદે પ્રોત્સાહિત કરી પોતાનો વિરોધ મજબુત કરે છે.
માહી જોશીની આ પ્રથમ સિરિયલ છે. સૂરીની મુખ્ય બાળનાયિકા તરીકે અમદાવાદના ઓડિસનમાં 40 બાળકોમાંથી માહીની પસંદગી થઇ હતી. ત્યારથી જ માહીના પપ્પા ભાવિકભાઈ નોકરી છોડી માહી સાથે જ મુંબઈ રહે છે. ભાવિકભાઈ કહે છે કે, અમારા પરિવારમાં કોઈ આ ક્ષેત્રમાં નથી. જોકે મને શોખ હતો. પણ હું અનિવાર્ય કારણોથી આગળ ન વધી શક્યો. એ કમી ભગવાને માહીના રૂપમાં પૂરી કરી છે. મારા સપના માહી પૂરા કરી રહી છે. તેનામાં બાયબર્થ એક્ટિંગની ટેલેન્ટ છે. બાળપણથી જ એક્ટિંગનો અને સ્ટેજનો પર જવાનો શોખ હતો. સ્કૂલમાં થતા તમામ સંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતી હતી. સિરિયલ પહેલા માહી ભારત સરકારની સ્વચ્છતા અભિયાનની જાહેરાત, રામદેવ મસાલાના 50 વર્ષ પૂરા થયાની જાહેરાત અને અમદાવાદની કેન્સર સંસ્થાની વ્યસન મુક્તિ જાહેરાત કરી ચૂકી છે એટલે કેમેરાનો સામનો કરવાનો ડર ન હતો પરંતુ સિરિયલમાં દરરોજ 5-6 કલાક સુધી શાટિંગ કરવું અને ડાયલોગ યાદ રાખવા શરૂઆતમાં અઘરૂ પડ્યું હતું. જોકે હવે તો માહી એટલી પાવરધી થઇ ગઈ છે કે સિરિયલમાં આવતા નવા કલાકારોને પણ તે એક્ટિંગના પાઠ શીખવી નાખે.
માહી નાના પડદે એક્ટિંગમાં સાથી કલાકારો ઉપર ભારી પાડવા લાગી છે. એટલે જ હમણાં મુંબઈની ટ્રાન્સ મીડિયા એવોર્ડમાં માહીને બેસ્ટ એક્ટિંગનો એવોર્ડ મળ્યો છે. મોટા થઈને શું બનવું છે એવું પૂછતાં જ ઉત્સાહભેર કહે છે મારે તો મોટા થઈને પણ એક્ટિંગ જ કરવી છે. માહીની મનપસંદ હિરોઇન કરીના કપૂર અને હિરો વરુણ ધવન છે. ગરબા રમવાની શોખીન માહીને જયારે તેની આસપાસ વધુ લોકો એકત્ર થઇ જયારે એને કંટાળો આવે છે. થાકી જાય છે. ક્યારેક તો પોતાની અંગત ક્ષણો છીનવાઈ ગઈ હોય એવું લાગે છે.
નટખટ માહી સૂરી ધરાવાહિકના સેટ ઉપર પણ સાથી કલાકારો સાથે ધીંગામસ્તી કરતી રહે છે. સિરિયલના તેના મોટાબા બનતા પૂર્વીદીદી સાથે સૌથી વધુ મજા આવે છે. વ્યસન મુક્તિની જાહેરાત કર્યા પછી વ્યસન મુક્તિ ઝુંબેશ ચલાવે છે એટલે જ માહીની હાજરીમાં સેટ ઉપર કોઈ પાન-મસાલા ખાઈ શકતા નથી. અનેક ક્રૂ મેમ્બર્સે તો પોતાના વ્યસન છોડી દીધા છે તેમ માહીના પપ્પા ભાવિકભાઈ ઉમેરે છે.
સિરિયલમાં બાળ નાયિકાનો મુખ્ય કિરદાર ભજવી નટખટ મહીએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા છે. નાના પડદાની બીજી અવિકા ગોર બની રહી છે.
---------------