ઈ-બૂક રિસ્તા વહી સોચ નયી Jaydeep Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈ-બૂક રિસ્તા વહી સોચ નયી

ઈ-બૂક; રિસ્તા વહી સોચ નયી

- જયદીપ પંડયા

સ્માર્ટ ફોન અને ટેકનોલોજીની ક્રાંતિમાં સા॥હિત્યની અભિવ્યકિતમાં બદલાવ આવી રહ્યા છે. લેખક કવિ હાઈટેક બનવા લાગ્યા છે. ક॥વિતા-ગઝલ, વાર્તા કે અન્ય સાહિત્ય પ્રકા॥શિત થઈને હાર્ડ કોપી રૂપે બજારમાં મુકાય તે પહેલા હવે સોફટ કોપી ઈન્ટરનેટ ઉપર ફરતી થઈ ગઈ હોય છે. સોશિયલ મીડિયામાં કવિઓની રચનાઓ વાયરલ થતી જ રહે છે. સ્માર્ટફોન, ટેબલેટ, લેપટોપ અને ડેસ્કટોપના આગમનથી નવી પઢેની વાંચન આદત બદલાઈ છે. મોબાઈલ ક્રાંતિના લીધે યુવાપેઢી હવે વાંચનથી અળગી થતી જાય છે. એમાં પણ ગુજરાતી વાંચન ઘટી રહયું છે. ત્યારે યુવાનોની સાથે કદમથી કદમ મિલાવવા માટે હવે ઈ-બૂકનો જમાનો આવ્યો છે. લેખકોની બૂક સ્ટોલ ઉપરથી ઓછી વેંચાયને ઓનલાઈન વધુ વેંચાય છે. કેમકે, ઓનલાઈન ખરીદીનો ક્રેઝ ચરમસીમાએ છે. એનાથી એક સ્ટેપ આગળ લેખકો હવે ઈ-બૂક જ ઓનલાઈન મુકે છે. જે ઢગલા મોઢે વંચાય પણ છે. ગુજરાતી-અંગ્રેજી સામયિક અને દુનિયાભરના અખબારો તો ઓનલાઈન વાંચવા મળે જ છે. પણ હવે મોબાઈલ, લેપટોપ કે સ્માર્ટફોનમાં માત્ર એક કલીકથી ઈ બૂક વાંચી શકો છો. હજારો પુસ્તકો સંગ્રહી શકો તેવા વિકલ્પ ઘણા સમયથી આપણી પાસે ઉપલબ્ધ છે. ઈ-બૂકનો વિકલ્પ લોકો સરળતાથી પસંદ કરતા થઈ ગયા છે. બૂક ખરીદા બૂક સ્ટોર કે સ્ટોલ ઉપર ધક્કો ખાવાની બદલે ફકત એક કલીકથી બૂક ડાઉનલોડ થાય છે. આજીવન માલિકી ભોગોવી શકો તે નફામાં. ઈ-બૂક ટેકસેવી વાંચકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે.

લોકો પાસે હવે બૂક સ્ટોર કે પુસ્તકાલયે થવાનો સમય નથી. ત્યારે વાંચવાની વાત તો દૂર રહી. પણ લોકો પુસ્તકો હાથમાં પણ લેતા નથી. આ વેળાએ ઈ-બૂક એ આપણા માટે હાથવગું સાધન બની ગયું છે. વિદેશમાં ઈ-બૂકનો ક્રેઝ ચરમસીમાએ છે. પુસ્તકાલયો બે ભાગમાં વેંચાયેલા હોય છે. એક હાર્ડ કોપી અને એક સોફટ કોપી. એમાં પણ મોટાભાગના યુવાનો ઈ-બૂકસના સભ્ય હોય છે. વિદેશી પબ્લીશરો તો ઘણા સમયથી આ વિકલ્ય પસંદ કરી રહ્યા છે. આ સંસ્કૃતિનો વાયરો હવે અહીં પણ લાગું પડયો છે. ભારતમાં ઈ-બૂકનો ધંધો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. હવે તો ઓનલાઈન બિઝનેસ કરતી વેબસાઈટ એમેઝોન, ફલીપકાર્ટ, સ્નેપડીલ સહિતની વેબસાઈટ ઉપર પણ ઢગલા બંધ ઈ-બૂક મળી રહે છે. એમેઝોન ઉપર હાલ 3 મીલીયન ઈ-બૂક વેંચાણ માટે ઉપલબ્ધ છે.

ભારતીય પ્રકાશકોને પણ હવે ઈ-બૂક રાખવાની ફરજ પડી છે. જો મોબાઈલ કે લેપટોપમાં જગ્યાનો અભાવ હોય તો ઈ-બૂક રિડર નામનું ઉપકરણ પણ બજારમાં મળે છે. એમાં એક સાથે હજારો બૂકસ સમાવી શકાય છે. ઘણી વેબસાઈટ ઉપર ઓનલાઈન પુસ્તકો વાંચી શકાય છે.

હાઈટેક યુગમાં પરિવર્તનનો વાયરો હવે લેખકો સુધી પહોંચી રહયો છે. લેખકો પણ તેના પુસ્તકો વધુ લોકો વાંચે તે માટે ઈ-બૂકના રૂપમાં પણ તેની બૂક વિમોચન કરે છે. અત્યાર સુધી મોટાભાગના લેખકો તેના નવા પુસ્તકોનું વિમોચન પરંપરાગત પ્રીન્ટ ફોર્મેટમાં કરે છે. પરંતુ ગુજરાતી ભાષાના જાણીતા લેખક ધ્રુવ ભટ્ટે પોતાની નવી બૂક " તિમિરપંથી" ઈ ફોર્મેટમાં લોન્ચ કરીને નવો ચીલો પાડયો છે. ધ્રુવભાઈ કહે છે કે, નવી નવલકથાને ઈ-બૂક તરીકે લોન્ચ કરવી એ ગુજરાતી સાહિત્યની પરંપરાને આગળ ધપાવવાની અને તેના વારસાને જાળવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. નવી પેઢી માટે આ પ્રણાલી અપનાવવી ફરજીયાત છે. અંગ્રેજી સાહિત્ય ઈ-બૂક ફોર્મેટમાં મળી રહે છે. તો પછી ગુજરાતી સા॥હિત્ય શું કામ નહીં ? ગુજરાતી પુસ્તકો પણ ઓનલાઈન વાંચવા મળે તે માટે આ પ્રથમ કદમ છે. ઘણી વખત ગામડાઓ કે નાના શહેરોમાં નવા પુસ્તકો મળતા નથી. ત્યારે ઈ-બૂક થકી હવે વાંચકોને સરળતાથી બૂક મળી રહે છે.

સિમેન્ટ ક્રોકિંટના જગલમાં મોટાભાગના લોકો વન કે ટૂ બીએચકેના મકાનમાં રહેતા હોય છે. જેમાં પુસ્તક પ્રેમીઓ માટે ઘરમાં પુસ્તકાલય બનાવવું અઘરું છે. પ્રીન્ટ થયેલા પુસ્તકો લાંબો સમય સુધી સાચવી રાખવા હવે મુશ્કેલ છે. છાપેલા પુસ્તકો રદી થઈ જવાનો ડર રહે છે. ઈ-બૂકમાં ટેકસ્ટની સાથે ચિત્રો, સ્કેચ, વીડિયો અને અનુવાદનની પણ સુવિધા મળી રહે છે. વાંચવાની સાથે સાથે સાંભળી શકાય એ ॥વિકલ્પ પણ મળે છે.

ઈ-બૂક માધ્યમ ઝડપથી વિકસી રહ્યું છે. એટલે જ ધ્રુવભાઈની નવી નવલકથા ઈ-ફોર્મેટમાં આવ્યાને થોડા માસમાં હજારો કોપી ઓનલાઈન વેચાઈ ચૂકી છે. ઈ-બૂક વાંચવા માટે માતૃભારતી, ન્યુઝ હન્ટ, પ્રાઈડ જેવી એપ અત્યારે ઉપલબ્ધ છે.આ સિવાય વેબસાઈટ પણ ઘણી છે. વિનામુલ્યે હજારો પુસ્તકો વાચી શકાય છે. એકવાર ડાઉનલોડ કરી લીધા પછી બીજી વખત ઓફલાઈન પણ વાંચી શકાય છે.હવે તો ઈ-બૂક જ નહીં પણ ઘણા સામાયિકો અને ન્યૂઝ પેપર પણ માત્ર ઈ-ફોર્મેટમાં જ આવે છે. વાંચકો તેને આવકારે પણ છે. આ સિવાય મોટાભાગના ન્યૂઝપેપર પણ ઓનલાઈન વાચવા મળી રહેતા ઘણા લોકો ઘરે આખા વરસનું લવાજમ બંધાવતા પણ નથી. ઓનલાઈન વાંચવાનો જ આનંદ ઉઠાવી લે છે.

ગુજરાતના સૌથી મોટા પ્રકાશક પૈકીના આર.આર.શેઠ એન્ડ કંપનીએ ગુજરાતીની 125 બૂક ઈ-ફોર્મેટમાં ઓનલાઈન મુકી છે. માત્ર 6 મ॥હિનામાં જ 3 હજારથી વધુ બૂક ડાઉનલોડ થઈ છે. રાજકોટનું પ્રવીણ પ્રકાશન પણ બહુ ટૂંકા ગાળામાં ઈ-ફોર્મેટ સુવિધા ઉપલબ્ધ કરવા જઈ રહયું છે.શરૂઆતમાં રપ-30 બૂક મુકવામાં આવશે. પ્રવીણ પ્રકાશનના ગોપાલભાઈ કહે છે કે, નવી પેઢીને ગુજરાતી વાંચન તરફ વાળવા માટે હવેના સમયમાં ઈ-બૂક જરૂરી છે. પણ ઈ-બૂકની પણ કેટલીક મર્યાદાઓ છે. એક બેઠકે એક સાથે કલાકથી વધુ સમય વાંચી શકાતું નથી. કેમકે આંખો ખેચાવા લાગે છે. પરંતુ રેફરન્સ માટે ખૂબ જરૂરી છે. ઇ-બૂક માટે લેખકો પરવાનગી નથી આપતા.

વાંચનની આદત બદલાતા તથા યુવાનોને ગુજરાતી વાંચન તરફ પ્રેરવા માટે ગુજરાતના ડાયેકટર ઓફ લાઈબ્રેરીએ 70 હજાર પુસ્તકોને ઈ-બૂક ફોર્મેટમાં ઢાળવા માટેનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. પુસ્તકાલયના સભ્યો તેના ડેસ્કટોપ અને ફોનમાં આ પુસ્તકો પીડીએફના સ્વરૂપમાં ડાઉનલોડ કરી સાચવી શકશે. શરૂઆતમાં અંદાજે 1.95 કરોડ પેઈઝ (70 હજાર બૂક) સ્કેન કરી પીડીએફ કરી ઈ-બૂક તૈયાર કરાશે.

ઈ-બૂક વાયરાના કારણે હવે પુસ્તકાલયોએ પણ અપડેટ થવાની નોબત આવી છે. એટલે હવે મોટાભાગના પુસ્તકાલયોમાં ઈ-બૂક રીડર, ઈન્ટરનેટ, વાઈ-ફાઈ જેવી સુવિધા વાંચક બીરાદર માટે ઉપલબ્ધ થવા લાગી છે. ટૂંકમાં હવે યંગસ્ટર્સને પોતાના મનગમતા કવિ-લેખકના પુસ્તકો વાંચવા માટે લાઈબ્રેરી કે બૂક સ્ટોર સુધી જવાની જરૂર નથી રહેતી. ઈન્ટરનેટ પર થોકબંધ સાહિત્ય એક કલિકથી મળી રહે છે. સાહિત્ય એ શબ્દની સાધના છે. ત્યારે સમૂહ માધ્યમોના ફેલાવાના કારણે સર્જકોને પોતાની અભિવ્યકિત વ્યકત કરવાની તક મળે છે.

નવી પેઢી ફરી વાંચન તરફ વળી હોય તો તેનો શ્રેય ફેસબૂક, વોટસએપ સાહિતના સોશિયલ મીડિયાને આપવો જોઈએ. કેમકે, એમાં આવતી શેર થતી સ્ટોરી, વાર્તા, કવિતા, લાંબા લચક નિબંધ યુવાનો આરામથી વાચી નાખે છે. એ રીતે તેઓની ઘટતી વાંચનની ટેવ ફરી વાંચન તરફ વાળી છે. આવું બધુ વાંચવમાં તેઓને કંટાળો નથી આવતો પણ મજા આવે છે. તેઓ હોસે હોસે અન્ય ગ્રુપમાં શેર પણ કરે છે. જોકે બધુ સારુ જ વાંચન શેર થાય છે એવું પણ નથી. પણ કયાંકને કયાંક યુવાનો વાંચન તરફ વળવા માટે ઈન્ટરનેટે ભૂમીકા ભજવી છે. બાકી નવી પેઢી તેના અભ્યાસનું પણ વાંચતી નથી. તો અન્ય સા॥હિત્યની વાત તો દૂર રહી.