આ કારણે રહે છે મહિલાઓ તણાવમાં... Jaydeep Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ કારણે રહે છે મહિલાઓ તણાવમાં...

આ કારણે તનાવમાં રહે છે મહિલાઓ…

પેટા..

ભારતમાં 87 ટકા મહિલાઓ સ્ટ્રેસમાં, રાજકોટમાં 50-60 ટકા સ્ત્રીઓ ડિપ્રેશાનમાં છે ત્યારે સાયકોલોજીસ્ટ કોમલ બક્ષીએ ડિપ્રેશન દૂર કરવા રાજકોટમાં વિનામૂલ્યે શરૂ કર્યું સેન્ટર, વધુ 10 કેન્દ્રો ચાલુ કરવાની ઈચ્છા

-જયદીપ પંડયા

વહેલી સવારે ઉઠી બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવા, પરિવાર માટે ચા- નાસ્તો બનાવો, ઘરની સાફ સફાઈ, બપોરનું જમવાનું બનાવી ટીફિન ભરવું, પછી નોકરી ઉપર જવાનું, સવાર થી સાંજ નોકરી કરી ફરી ઘરે આવી રાતનું જમવાનું બનાવવું, સંતાનોના હોમવર્ક ચેક કરવા અને સુઈ જવું. આવી દિનચર્યા દરેક વર્કિંગ મહિલાઓની હોય છે. પરિણામે મહિલાઓ હવે માનસિક થાક અનુભવવા લાગી છે. મોટાભાગની મહિલાઓ તનાવમાં હોય છે.જેનો ભોગ મોટાભાગે બાળકો બને છે. સ્ત્રી જો ડિપ્રેશનથી પીડાતી હોય તો તેની સીધી અસર પરિવાર ઉપર પડે છે. જ્યારે પુરૂષ જો ડિપ્રેશનમાં હોય તો તેની અસર તેના કામ ઉપર પણ પડે છે. એક સર્વે મુજબ વિશ્વભરમાં ભારતીય મહિલાઓ વધુ સ્ટ્રેસમાં જીવે છે. રાજકોટમાં પણ તનાવગ્રસ્ત સ્ત્રીઓ પ0-60 ટકા છે. પરંતુ એ કોઈને તેનું દુ:ખ કે તણાવનું કારણ કહી શકતી નથી કે કહેવામાં સંકોચ અનુભવે છે. જેથી ડિપ્રેશન પીડિતાઓની સંખ્યા જેટગતીએ વધી રહી છે. એટલે જ રાજકોટમાં એક સાયકોલોજીસ્ટ યુવતીએ સ્ત્રીઓને તનાવ મુક્ત કરવા બીડું ઝડપ્યું છે. ડિપ્રેશન દૂર કરી તેને અને તેના પરિવારને ખુશ ખુશાલ રાખવા સ્ટ્રેસ ભગાવા માટે સેન્ટર શરૂ કર્યું છે. ત્યાં ફ્રીમાં મહિલાઓને સ્ટ્રેસ દૂર કરવાની અવનવી ટીપ્સ આપે છે.

રાજકોટમાં મહિલાઓ તનાવમાં રહે છે. તો યંગસ્ટર્સ હવે સોશિયલ મીડિયામાં વળગણમાં ગળાડૂબ છે. સાયકોલોજીસ્ટ પાસે જવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. નેલ્સનના સર્વે મુજબ ભારતમાં 87 ટકા સ્ત્રીઓ સ્ટ્રેસ અનુભવી રહી છે. જેમાંથી 82 ટકા મહિલાઓ એવી છે કે જેને રોજીંદા કામમાંથી આરામ લેવા માટે સમય જ નથી મળતો એટલે તનાવમાં રહે છે. જ્યારે વર્કિંગ વૂમનને નોકરીની સાથે ઘરનું ટેન્સન હોય છે. તો અમુક આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી પોતાના શોખ પુરા નહીં કરી શકતા ચિંતામાં છે. નેલ્સને ભારત સહિત દુનિયાના 21 દેશોમાં 18-60 વર્ષની 6500 મહિલાઓ ઉપર આ સર્વે કર્યો હતો. જેમાં 25-55 વર્ષની સ્ત્રીઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું. ઇન્ડિયામાં 87 ટકા, મેક્સિકોમાં 74 ટકા, રસિયામાં 69 ટકા બ્રાઝીલમાં 67 ટકા અને ફ્રાંસમાં 65 ટકા તનાવ ગ્રસ્ત મહિલો જોવા મળી હતી. ડબ્લ્યુ.એચ.ઓ.ના કહેવા પ્રમાણે વર્ષ 2020 સુધીમાં સ્ટ્રેસએ ગંભીર બીમારીની ગણનામાં આવવા લાગશે.

રાજકોટની વાત કરીએ. રાજકોટના સાયકોલોજીસ્ટ કોમલ બક્ષી મહિલાઓમાં વધતા સ્ટ્રેસના પ્રમાણથી ચિંતિત છે. આ ચિંતાએ જ એમને પોતાની સોસાયટીથી સ્ટ્રેસ મુક્ત કરવાનું કામ સુજાડયું. 150 રીંગ રોડ ઉપર અયોધ્યા ચોક પાસેની અયોધ્યા રેસિડેન્સીમાં દર ગુરૂવારે સાંજે 5;30-6;30 એક કલાક મહિલાઓને સ્ટ્રેસ મુક્ત કરી ચહેરા પર ફરી થી ખુશી લાવે છે. અત્યારે અયોધ્યા રેસીડેન્સી અને આસપાસની સોસાયટીમાંથી 9 વર્ષ બાળકી થી 70 વર્ષના વૃદ્ધા સહિત 50-60 મહિલાઓ આ પ્રિવેન્ટીવ પ્રોગ્રામ ફોર ડિપ્રેશનમાં આવી રહી છે.

છેલ્લા 12 અઠવડિયાથી સેન્ટર ચલાવતા કોમલ બક્ષી સાથે વાત કરતા જણાવે છે કે, મોટાભાગની સ્ત્રીઓને ખબર જ નથી કે તે સ્ટ્રેસમાં છે. આવી મહિલાઓને હું પહેલા સ્ટ્રેસ શું છે એ સમજવું છું. કોઈ કારણ વગર ચક્કર આવવા, વાસામાં દુ:ખાવો, તાવ આવી જવો, પથારીમાંથી ઉઠવાનું મન થવું, અપસેટ રહેવું, વારંવાર ગુસ્સો આવવો, વિના કારણે રડવું, અડધી રાતે ઊંઘ ઉડી જવી, સ્વભાવ ચીડિયો થવો, તો અમુકને ગેસ થઇ જવો, વા થઈ જવો, આળસ રહેવી, રસ્તા ભૂલી જવા, ઝઘડા કરવા, અભ્યાસ મૂકી દેવો, એકલા રહેવું, નાકારતામ્ક વિચારો આવી જવા, પાંચન ક્રિયામાં વધારો ઘટાડો, ભૂલી જવું, વર્તનમાં બદલાવ સહિતના લક્ષણો તણાવના છે.

કોમલ બક્ષી મહિલાઓને એક હોલમાં એકત્ર કરી સ્ટ્રેસ દૂર કરાવવા વ્યાયામ, મેન્ટલી રિલેક્ષ થવા માટેની કેટલીક કસરતો, યોગા અને ધ્યાન કરાવે છે. સ્ત્રીઓમાં ભ્રામરી ફેવરીટ છે. આ સિવાય જાગૃત કરે છે. હવે તો અહી આવતી મહિલાઓ તેના પડોશી અને ઘરની વહુને લઇ આવે છે. 20 જેટલી મહિલોઓ અહી આવવાથી ચિંતા મુક્ત થઇ છે. કોમલ બક્ષીને અહીં સારા પ્રતિભાવ મળ્યા બાદ રાજકોટની મહિલાઓને જાગૃત કરવા શહેરમાં વધુ 10 સેન્ટર ચાલુ કરવાની ઈચ્છા છે.

જો સ્ટ્રેસ ઉપર ધ્યાન આપવામાં ન આવે તો એક સમય એવો આવે કે દરરોજ દવા લેવી પડે છે. ઘણા લોકો પાગલ પણ થઇ જાય છે. તો અમુક આપઘાત કરવા સુધીનું પગલું ભરી શકે છે. મોટા ભાગની સ્ત્રીઓ નોકરી અને ઘર વચ્ચે બેલેન્સ નથી રાખી શકતી, રિલેક્ષ થવા સમય નથી મળતો, તો અમુકને ઘરમાં કોઈ બોલતું નથી, તેની અવગણના થાય છે, વારંવાર ઝઘડા થી સ્ટ્રેસમાં રહે છે. તો વૃદ્ધોમાં નિવૃત્તિ પછી સંતાનો સાથે રહેવું કે ના રહેવું, વહુનો ત્રાસ, કામ કરવા ના મળવું, મેન્ટલી ફ્રી અને રાતે ઊંઘ ઘટી જવાથી સ્ટ્રેસમાં હોવાનું જોવા મળે છે.

ડિપ્રેશનમાં રહેવાને કારણે મહિલાઓનો સ્વભાવ ચીડિયો થઇ જાય છે. તેની અસર અખા પરિવાર ઉપર પડે છે. પહેલા બાળક પર પડે છે. ડિપ્રેશન એક ઉધઈ જેવું હોય છે. જે ધીરેધીરે શરીર અને સબંધોને અંદરથી જાણે કે ખાઈ જાય છે. તમે પણ કોમલ બક્ષીના સ્ટ્રેસ દૂર કરતા સેન્ટરમાં જવા માંગતા હોય કે પછી તમારી સોસાયટીમાં આ પ્રકારનું કેન્દ્ર શરૂ કરાવવા ઈચ્છાતા હોય તોwww.komalbaxi.com વેબસાઈટ ઉપરથી બક્ષીનો સંપર્ક સાધી શકો છો.

........................

બોક્સ

રાજકોટના યુવાનોમાં સોશિયલ મીડિયાને લગતા રોગોમાં વધારો

સોશિયલ મીડિયાના વળગણના લીધે વિશ્વમાં તેને લગતી બીમારીઓ વધી રહી છે. સોશિયલ મીડિયાનો શિકાર યુવાનો બની રહ્યાં છે. પોતાની જાતના પ્રેમમાં પડવાનું પ્રમાણ વધુ છે., ફિયર ઓફ માસિંગ આઉટ, બીજાની પ્રોફાઈલ ચેક કાર્ય કરવી. ખોવાઈ જવાનો ડર લાગવો. લાઈક કોમેન્ટ્સ ચેક કર્યા કરવી, ઓછી લાઈક તો પણ ચિંતા.પરિણામે યુવાનોમાં ભણવાનું અને સોશિયલ મીડિયામાં પોતાની છબી ઉપસવાનું સૌથી વધુ ટેન્સન જોવા મળી રહ્યું છે. હવે તો સેલ્ફીનો ક્રેઝ વધ્યો છે. દરરોજ એક જ સ્ટાઇલની 50-100 સેલ્ફી પડયા રાખવાની બીમારી થઇ ગઈ છે. ફસબૂક ઉપર પોતાના ફોટાને ધારેલા લાઈક ના મળે તો ટેન્સનમાં આવી જાય છે. વારંવાર કોઈ પોસ્ટ ન મુકે અને દિવસમાં ત્રણ વખત પ્રોફાઈલ ફોટો બદલાવે નહી તો તે બેચેની અનુભવે છે. આના ચક્કરમાં પૂરો દિવસ મૂડ લેસ રહે છે. લાઈક જોયા રાખવી અને 24 કલાક ઓનલાઈન રહેવું એ વ્યસન થઇ ગયું છે. રાજકોટમાં 60-70 ટકા યુવાનોને સોશિયલ મીડિયાની લત લાગી ચૂકી છે. લતના લીધે ગરદન અને કમરના રોગ થઇ રહ્યાં છે. જેને હવે તબીબોની સલાહ લેવી પડે તેવી સ્થિતિ છે તેમ કોમલ બક્ષી એ ઉમેર્યું હતું.

...................

બોકસ...

મહિલાઓમાં સ્ટ્રેસના લક્ષણો

કારણ વગર ચક્કર આવવા, વાસામાં દુ:ખાવો, તાવ આવી જવો, પથારીમાંથી ઉઠવાનું મન થવું, અપસેટ રહેવું, વારંવાર ગુસ્સો આવવો, વિના કારણે રડવું, અડધી રાતે ઊંઘ ઉડી જવી, સ્વભાવ ચીડિયો થવો, તો અમુકને ગેસ થઇ જવો, વા થઈ જવો, આળસ રહેવી, રસ્તા ભૂલી જવા, ઝઘડા કરવા, અભ્યાસ મૂકી દેવો, એકલા રહેવું, નાકારતામ્ક વિચારો આવી જવા, પાંચન ક્રિયામાં વધારો ઘટાડો, ભૂલી જવું, વર્તનમાં બદલાવ, અડધો દિવસ સુધી સુસ્તી રહેવી સહિતના લક્ષણો તનાવના છે.

----------