Duttak to Dikri j Khape! books and stories free download online pdf in Gujarati

દતક તો દિકરી જ ખપે !

દતક તો દિકરી જ ખપે !

- જયદીપ પંડયા

સમાજમાં એક તરફ સ્ત્રી ભૃણ હત્યાનું પ્રમાણ વધી રહયું છે. મોટાભાગના યુગલોને પહેલી બીજી પુત્રી જન્મી હોય તો પણ એક દિકરીની તો ઝંખના હોય છે. ઘણી વખત દિકરીની લાલશમાં પુત્રીને બહારની દુનિયામાં આવવા દેવાતી નથી. પણ જયારે દતક લેવાની વાત આવે તો દિકરી જ ખપે છે.લોકો વ્હાલના દરિયા સમાન પુત્રીને દતક લેવાનું પસંદ કરી સુની કુખ ભરવાનું પસંદ કરે છે. આ સમાજની કેવી વિચિત્રતા છે ? તો કેટલીક જ્ઞાતિમાં મોટાભાઈ કે નાનાભાઈને એકથી વધુ સંતાનો હોય તો તે પરસ્પર જ દતક લેવા -દેવાનો નવો સીલસીલો શરૂ થયો છે.

મહિલા જયારે માતા બને ત્યારે જ એક સંપૂર્ણ સ્ત્રી કહેવાય છે. પણ ઘણી મહિલાઓને અમુક કારણોથી ર્મા બનવાનું સપનું સાકાર થતું નથી. પણ અનાથ આશ્રમમાંથી બાળક દતક લઈને માતા-પિતા સંતાન પિપાસા સંતોષ્ે છે. એમાં પણ દિકરી જ ઘરે લઈ આવવાનું પસંદ કરે છે. એટલે અનાથ આશ્રમમાંથી દિકરી જોઈતી હોય તો બે-ત્રણ વરસ સુધી રાહ જોવી પડેછે. આમ દિકરાની તુલનાએ દિકરી દતક લેવાનું પ્રમાણ વધ્યું છે.

સાથે દતક લેવાનું મુશ્કેલ પણ બન્યું છે. ઘણા કાયદાની આંટીઘૂટીમાંથી પસાર થવું પડે છે. બાળક 18 વરસનો થાય ત્યાં સુધી તેના દરેક રીર્પોટ જેતે સંસ્થામાં દતક લેવાયું હોય તેને બતાવવા પડે છે.

છેલ્લા ચાર વરસમાં ભારતમાંથી ર0 હજારથી વધુ યુગલોએ બાળક દતક લઈને તેના પરિવારમાં એક સભ્યનો ઉમેરો કર્યો છે. જેમાં 1866 બાળકો વિદેશીઓએ દતક લીધા છે ! સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરીટીના આંકડા મુજબ મહારાષ્ટ્રમાં દતક લેવાનો રેસિયો વધું છે. એ પછી તામિલનાડુ, વેસ્ટ બેંગાલ, આંધ્રપ્રદેશ અને કર્ણાટક આ રેસમાં છે. તામિલનાડુમાં તો બાળકોની સંખ્યા કરતા દતક લેનારનીસંખ્યા ત્રણ ગણી છે. એટલે જ ત્યાંના અનાથ આશ્રમોમાં 333 બાળકો સામે 850 દતક લેવાની અરજીઓ વેઈટીંગમાં છે !!

ભારતમાંથી સાલ 2011-12માં 5964, 2012-13માં 4694 અને 13-14માં 3924 બાળકો દતક લેવાયા છે. જેમાંથી 2293 પુત્રી અને 1631 પુત્ર દતક લેવાયા હતા. દેશના ટોચના પાંચ રાજયોમાં વરસ 2013-14માં 1270 છોકરીઓ દતક લેવાઈ હતી. જયારે છોકરાની સંખ્યા 943 હતી. ગુજરાતમાંથી 563 બાળકો દતક લેવાયા હતા. 33 દેશમાંથી 308 ભારતીય બાળકોએ ભુરિયાઓના પરિવારમાં સ્થાન લીધું છે. 2010થી 13 સુધીમાં યુ.એસમાં 662, ઈટલીમાં 377, સ્પેનમાં 149 અને યુએઈમાં 88 ભારતીય બાળકોએ વિદેશીઓની સુની કોખ પુરી છે.

દેશભરમાં જન્મનો રેશિયો છોકરા કરતા પુત્રીઓનો ઘણો નીચો છે. પણ જયારે દતક લેવાની વાત આવે છે ત્યારે હવેની પેઢી પુત્રી પર પસંદગીનો કળશ ઢોળે છે. નવી જનરેશન પુત્ર-પુત્રીમાં ભેદ રાખતી નથી. 65 ટકા લોકો દિકરી તરીકે તેની સુની ગોદ ભરવા ઈચ્છે છે. એટલે જ હવે અનાથાલયમાં દિકરીઓની તંગી છે.

આ અંગે વાત કરતા રાજકોટ કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમના મંત્રી ચંદ્રકાંતભાઈ પટેલ કહે છે કે, હવે મહિલાઓ દરેક બાબતે પુરૂષ સમોવડી બનવા લાગી છે. પુત્રીઓ પણ ઉચ્ચ શીખરે પહોંચે છે. દરેક બાબતે યુવકોને ફાઈટ આપે છે. જેની સાથે સાથે સમાજની વિચારસરણી પણ બદલાવ આવ્યો છે. બંને વચ્ચે ભેદ ભુલતા દિકરીની માંગ વધી છે. પુત્રના લગ્ન પછી સાચવશે કે કેમ તેવી ચીંતાથી પુત્ર કરતા પુત્રીને પોતિકી કરવા તૈયાર થાય છે. કન્યાદાન કરવાનો લહાવો મળે તે નફામાં.

કાઠિયાવાડ બાલાશ્રમમાંથી છેલ્લા 3 વરસમાં કુલ 34 બાળકો દતક લેવાયા છે. જેમાંથી 18 દિકરી અને 16 દિકરાએ કોઈના પરિવારમાં હિસ્સો બન્યા છે. 4 બાળક યુએસ, લંડન અને સ્પેનમાં છે.સૌરાષ્ટ્રમાંથી 16 બાળકો દતક લેવાયા છે. જૂનાગઢની શિશુમંગલ સંસ્થામાંથી 2014-15માંથી 17 બાળકોએ કોઈના પરિવારમાં પ્રાણ પુર્યા છે.

દરેક બાબતમાં દિકરીઓ દિકરાને ફાઈટ આપે જ છે. હવે દતક જેવી વાતમાં પણ દિકરીઓ આગળ નીકળી છે. એ મહિલાઓ માટે ગૌરવ લેવા વાત છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED