શાદી ઔર તુમસે Jaydeep Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શાદી ઔર તુમસે

શાદી ઔર તુમસે ??

-જયદીપ પંડયા

લખ લુંટ ખર્ચા કરી એક યુવક-યુવતીવિવાહના બંધનમાં બંધાય છે. બંને પસંગીના સ્થળે હનીમૂન કરવા જાય છે. હરી ફરી હનીમૂન પૂરું કરી ઘરે પરત ફરતાની સાથે કોઈ મતભેદના લીધે વાત છૂટાછેડા સુધી પહોચી જાય છે. લગ્નને ૧૦ દિવસ પણ પુરા નથી થયા ત્યાં ડિવોર્સ થઇ જાય છે. આ વાત કોઈ કાલ્પનિક નથી રાજકોટમાં બનેલો એક સત્ય કિસ્સો છે. એક બીજો કિસ્સો એક યુવકના તેના પરિવારે ગમતી છોકરી સાથે લગ્ન કરાવ્યા ને છતાં લગ્નના ચોથા મહીને એ લોકોને સાથે નથી રહેવું. કારણ એક જ કે યુવતીને તૈયાર થાવમાં સમય લાગે ને પેલા ભાઈ સમય ના પાક્કા. આ વાત પર તકરાર થઇ અને છૂટાછેડાના ભણકારા વાગવા લાગ્યા. આ વાત આજે કેટલાયે પરિવારોનો મુખ્ય સવાલ બની ગઈ છે. “ડિવોર્સ” એક એવો સાદો શબ્દ બની ગયો છે કે જાણે એના વિશે કોઈ ભય, ડર કે અપરાધ ભાવ નથી રહ્યો. લગ્ન કરવા જાણે કોઈ કઠ પુતળી નો ખેલ હોય એમ યુવાનો એરેન્જ મેરેજ કે લવ મેરેજ કરે છે.પણ આ સંબંધો લાંબો સમય ટકતા નથી. નવા નવા લગ્ન થયા હોય તે જ નહી પણ લગ્નના ૨૦-૨૫ વર્ષ પછી પણ ઘણા યુગલો ડિવોર્સ લે છે. ભારતમાં છૂટાછેડા લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે જ હવે લગ્નોમાં પડતી તિરાડો દૂર કરવા મહાનગરોમાં પ્રી મેરેજ નો ટ્રેન્ડ વિકસી રહ્યો છે !!

મુંબઈ, ॥દિલ્હી, બેંગ્લોર અને અમદાવાદની ફે॥મિલી કોર્ટમાં છૂટાછેડાના કેસોની સખ્યા તો પ્ર॥તિ વરસ 20 ટકા વધી રહી છે. પણ તેમાંની મહતમ ફાઈલો લગ્ન પછી પ્રથમ એક મ॥હિનાથી ત્રણ વરસના લગ્નજીવન બાદના ગાળાની જોવા મળે છે. જેઓનુ દામ્પત્ય જીવન હજુ ઓન પેપર અને સમાજની નજરે અખંડ જણાય છે તેમાના ઘણા સમાજના ડરથી કે સંતાનોના જન્મ બાદ નીભાવી રહ્યા છે. મનો॥ચિ॥કિત્સકો પાસે હેપી મેરેજ લાઈફની જગ્યાએ સેવ ટાઈગર પ્રોજેકટની જેમ સેવ મેરેજની ફાઈલો કાઉન્સેલિગ માટે વધતી જાય છે. એક તારણ મુજબ ॥વિદેશોમાં છૂટાછેડાનું 44 ટકા પ્રમાણ છે. જે 10 વરસ પહેલા ભારતમાં પાંચ ટકા હતું. આજે 15 ટકા પર પહોંચ્યું છે. વકીલોના કહેવા પ્રમાણે છોકરા-છોકરીની યોગ્ય જોડી ના જામતી હોય તો પણ બંને પક્ષના વાલીઓ તેમના શ્રીમંત હોદાના સ્ટેટસની જોરે છોકરા-છોકરીની સહમતી વગર લગ્ન ગોઠવી દે છે. આગળ જતા દામ્પત્ય જીવન કલેશ તનાવ સાથે કે છૂટાછેડા તરફ આગળ ધપે છે. આપણે ફ્રી સેકસની ગમે તેટલી ગુલબાંગો પોકારીએ પણ ॥વિદેશી દેશોમાં પણ પતિ પત્ની બીજા પાત્ર જોડેના એકાંત સબંધોની જાણ થતા જ છૂટાછેડા આપી દે છે તે હકીકત છે. બાળકોના ઉછેરની પધ્ધ્તી બાબતમાં પણ મતભેદો થાય છે. તે છૂટાછેડા સુધી દોરી જાય છે. હવે કપલ્સને એક બીજાથી અલગ એવી સ્પેસ જોઈએ છે. સ્પેસ જામની સંસ્કૃતિ છે.

અત્યાર સુધી આપણે મેરેજ કાઉન્સેલિંગ જ સાભળ્યું છે. પરંતુ હવે કદાચ ગુજરાતનું પ્રથમ પ્રી મેરેજ કાઉન્સ્લીંગ સેન્ટર રાજકોટમાં શરુ થયું છે. જેમ પ્રી વેડિંગ શૂટ થાય છે એમ લગ્નના બંધને બંધાતા પેહલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોયે કે જેથી સુખી દામ્પત્ય જીવન જીવી સકાય તેવી સીખામાણો પ્રી વેડિંગ કાઉન્સેલિંગમાં આપવામાં આવે છે. નવી જનરેશન તો સામેથી જ તેને મુન્જવતા સવાલો લઇને કૌન્સ્લારો પાસે પહોચી જાય છે. રાજકોટમાં પ્રી વેડિંગ કાઉન્સેલિંગ શરુ કરના સય્કોલોજીસ્ત કોમલ બક્ષી વાત કરતા જણાવે છે કે, લગ્ન પહેલા અમુક વાતની ચોખવટ નહિ કરી હોવાથી લગ્ન જીવનમાં બહુ બધા સવાલો ઉભા થાય છે. જે છૂટાછેડા કરાવે છે. આવું ના બને એટલે જ પ્રી વેડિંગ કાઉન્સેલિંગ સારું કરવાનો વિચાર આવ્યો. તે કહે છે, આજે સમાજમાં ૨૫ ટકા લોકો તેના લગ્ન જીવન થી સંતુષ્ટ નથી. દરરોજ કોઈ બાબતે માથાકૂટથી નકારાત્મક જીવન શૈલી બની જતા તેના સ્વાસ્થ્ય પર અસર પડે છે. કોઈ મોટી બીમારી નો ભોગ બનવું પડે છે.

રાજકોટમાં ઘણા યુવક- યુવતીઓ તેની સગાઈ થવાની હોય, થઇ હોય કે થોડા સમયમાં લગ્ન થવાના હોય તે મારી પાસે તેના પ્રશ્નો લઇ આવે છે. ઘણા મેરેજ લાઈફ સસ્કેસ ફુલ્લ કેવી રીતે પસાર કરવાની ટીપ્સ લેવા આવે છે. તો મોટાભાગનાને લાગે છે કે પરણીને પસ્તાવાનું છે, ફસાવાનું છે. આ એવા યુવાનો છે જેમને લાગે છે કે પરણ્યા પછી એ સબંધો નહિ ટકે કેમકે મોટાભાગના એ એમના માતા પિતા નું ખરાબ દામ્પત્ય જોયું છે. આવા કપલને હું મેરેજ પછી આવતી તમામ મુશ્કેલીઓં થી વાકેફ કરી આપું છું. જઘડા શું કારનો થી થાય છે તે અંગે સાવચેત કરું છું. લગ્ન પછી પતિ-પત્ની તેની ફિલિંગ એક બીજાને કહી સકતા નથી એટલે જઘડા થાય છે. મેરેજ પછી જો બંને લોકો નોકરી કરતા હોય તો પહેલો સવાલ સમય નો થાય છે. સમય નથી આપતો, મારા કરતા મારા સાસુનું <છોકરા ના મમ્મી> મહત્વ વધુ છે, ન્ન્નાદ ઇન્ત્ર્ફેઅર કરે છે, ઘણા ઘરોમાં કપડા પહેરવા બાબતે રોકટોક હોય છે, હસબંડ તેનો પગાર છૂપાવે છે, બીજી બાબતો પણ છુપાવે છે, પુરા પૈસા નથી આપતા, આર્થિક પ્રશ્ન, લગ્ન પછી વ્યવહાર બદલાવો, છોકરીના મમ્મીની દાખલ્બાજી, ઘર કામ માટે પણ વારંવાર જઘડા થવા, સૌથી મોટો પ્રશ્ન બાળકો કેટલા કરવા, યુવતીને એક બાળક જોતું હોય છે તો અમુક યુવક બે બાળકો કરવા ની જિદ્દ કરે છે, બાળકો મોટા થાય પછી કઈ શાળામાં પ્રવેશ લેવો, બંનેને ગુસ્સો આવવાના કારણો, ફેમેલી માં સમય નહી આપવો, સેક્સ લાઈફ, નેટીવ થી દૂર રેહતા હોય તો કેટલી વાર મહિનામાં ઘરે આવવું સહિતની અનેક નાની મોટી બાબતે ઘરમાં પતિ પત્નીને ડખ્ખા થતા હોય છે. ત્યારે લગ્ન પહેલા યુવક –યુવતીને આ બધા પ્રશ્નો વિશે ચોખવટ કરી લેવાની સલાહ આપવામાં આવે છે તેમ કોમલ બક્ષી એ વધુમાં જણાવ્યું હતું.

મોટા ભાગના કપલ અમુક વાતો ખુલીને પૂછી નથી સકતા તેના લીધે આગળ જતા લગ્ન જીવનમાં ભંગાણ થાય છે. કોમલ કહે છે, અમે બંને સામે બેસાડીને બોલતા કરીએ છીએ. શરૂવાત થી આ બધી ચોખવટ નહિ કરવા ના લીધે ઘરે રોજ જગડા થાય છે અંતે છૂટા થવાનો વારો આવે છે. ભારતમાં ૨૫-૩૫ વર્ષ ગ્રુપમાં ડિવોર્સ લેવાનું પ્રમાણ વધુ છે. ગત વર્ષે ૭૦ હાજર આ ગ્રુપ એજ ના કપલ્સ વચ્ચે તિરાડો પડી હતી. છુટાછેડા ના લીધે આપઘાતનું પ્રમાણ પણ વધ્યું છે. ભારતની વસ્તી મુજબ છૂટાછેડા થવાની ટકાવારી ૧.૧ છે. એટલે જ દુસરી શાદી જેવી લગ્નની વેબમાં દર મહીને ૪૦૦૦ નવી એન્ટ્રી આવે છે.

કોમલ બક્ષી કહે છે સમાજમાં વહુ શોધવાના માપદંડ બદલાયા છે.ઉચ્ચ વર્ગને ડોક્ટર, વકીલ, સીએ હોય તેવી ઉચ્ચ સ્ટેટસ વાળી યુવતી જોય છે. જયારે ઉચ્ચ માધ્યમ વર્ગ કોઈ પણ ફિલ્ડમાં નોકરી કરતી છોકરી પસંદ કરે છે.

વિવાહિત જીવનને સલામત રાખવા માંગતા હો તો જયારે તમે ખોટા હો ત્યારે ભૂલનો તુરંત સ્વીકાર કરો અને તમે સાચા હો તો ચુપ રેહવું. ડિવોર્સ થી ડરવું ના જોએ પણ બે લોકોને કેમ નથી ફાવતું એ જાણવાનો- સમજવાનો પ્રયત્ન વડીલોએ કરવાની જરૂર છે.