આઇડિયાની ગંગોત્રી Jaydeep Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આઇડિયાની ગંગોત્રી

આઇડિયાની ગંગોત્રી

- પિન્ટરેસ્ટ વેબસાઈટ અને એપ્લિકેશન ઉપર કોઈપણ વિષય પર અવનવી લિન્કસ સાથેના ફોટોગ્રાફસનું જંગી કલેકશન

- ભારતમાં ઝડપી લોકપ્રિય બની રહેલી પિન્ટરેસ્ટ પર જાતભાતની વેબસાઈટો, ફોટોસ, વીડિયો વગેરે પિન કરવાની પણ મજા, ફૂડ, ડ્રિંકસ, ડ્રાયફ્રૂટ, વુમન, હોમ ડેકોર અને ટ્રાવેલ જેવા વિષયો ઉપર સૌથી વધુ સર્ચ, 80 ટકા મહિલા યુઝર્સ

- જયદીપ પંડયા

ઈન્ટરનેટ પર કશુંક સર્ચ કરવું હોય તો મનમાં પહેલું જ નામ આવે ગુગલ બાબાનું. પરંતુ હજુ ઘણાને ખબર નહીં હોય કે માત્ર ગુગલ ઉપર જ નહીં પણ એવી ઘણી એપ્લીકેશન અને વેબસાઈટ છે કે, જેમાં દુનિયાભરની માહિતીનો ખજાનો છે. તમે જે માંગો તે માહિતી એક ક્લિકથી તમારી સમક્ષ હાજર કરી દે ને તમે ખજાનો ઉલેચી શકો છો. આપણે લગભગ કયારેય વિચારતા નથી આવી સર્વિસની મદદ લેવાનું. ‘િપન્ટરેસ્ટ’, આ એક ફોટોશેરિંગ સર્વિસ છે જે હાલ ટોચ પર બિરાજમાન છે. ધારો કે તમને કોઈ અનોખી વાનગી બનાવવાનું મન થાય, કયાંક ફરવા જવાનું કે પછી ફેશન, લગ્ન, એજયુકેશન, ટેકનોલોજી, ક્રિએટીવ વિચાર કે અન્ય કોઈપણ મુદે ભરપૂર માહિતી પિન્ટરેસ્ટ ઉપર ઉપલબ્ધ છે. પિન્ટરેસ્ટ વેબસાઈટ અને હવે તો મોબાઈલ એપ્લિકેશન સ્વરૂપે પણ છે. પિન્ટરેસ્ટની મદદ લઈને ઘણી મહિલાઓ વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુંઓ ઘરે બનાવી માર્કેટમાં સારા ભાવે વેંચી પોતાના ખર્ચા કાઢી લે છે. યુવાનોને તો જાણે પિન્ટરેસ્ટનું વ્યસન થઈ ગયું છે. કેમ કે, વોટસએપ અને ફેસબૂકમાં વારંવાર સ્ટેટસ બદલાવવા કે ફેસબૂકમાં કોઈ કોમેન્ટ કરવા માટે યુવાનો પિન્ટરેસ્ટનો સહારો લે છે. હજુ સુધી પિન્ટરેસ્ટનું કોઈ હરીફ ઉભું થયું નથી. પિન્ટરેસ્ટ ઉપર હાલ 1000થી વધુ આઈડયા ઉપલબ્ધ છે.

ધારો કે તમને કોઈ અનોખી વાર્તા કે નવલકથા લખવાનું મન થાય, કોઈ નવી વાનગી બનાવવાનું, ક્યાંક ફરવા જવાનું કે પછી ફૅશન, લગ્ન, એજ્યુકેશન, ટેક્નૉલૉજી વગેરે કોઈ પણ મુદ્દે કંઈ પણ શોધવાની જરૂર પડે અથવા તો કોઈ ક્રીએટિવ વિચાર કે ઇનપુટની જરૂર પડે ત્યારે તમે શું કરો? મનમાં પહેલું જ નામ આવે ગૂગલબાબાનું. પટ દઈને આપણે ઇન્ટરનેટનું વેબ-બ્રાઉઝર ખોલીએ અને ગૂગલમાં જે વસ્તુ શોધવાની હોય એનું નામ એન્ટર કરીને ડિસ્પ્લે થતાં સેંકડો સર્ચ-રિઝલ્ટ્સમાં ખૂંપી જઈએ. ઇન્ટરનેટ પાસેથી માહિતી કઢાવવાના થોડા જૂના અભ્યાસી હોઈએ તો આપણે જે-તે વિષયની અમુક જાણીતી વેબસાઇટમાં જઈને માહિતી ઉલેચવાનો પ્રયાસ કરીએ, પરંતુ આપણે લગભગ ક્યારેય વિચારતા નથી એવો એક રસ્તો છે પિન્ટરેસ્ટ (Pinterest) નામની સર્વિસની મદદ લેવાનો.

પહેલી નજરે જોતા ફોટોશેરિંગ સાઈટ-એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામ જેવી લાગતી પિન્ટરેસ્ટ સર્વિસ બહુ ટૂંકા ગાળામાં લોકપ્રિય બની રહી છે. વિદેશમાં પણ લોકો ભરપુર ઉપયોગ કરે છે. ને હવે ભારતીય યુઝર્સ પણ વધી રહ્યા છે. કોઈ ચોક્કસ વિષય પર અવનવી લિન્ક્સ સાથેના ફોટોગ્રાફસનું જંગી કલેકશન ધરાવતી પિન્ટરેસ્ટની તુલનામાં ઈન્સ્ટાગ્રામ ખાસ્સું પાછળ પડે. ઇન્સ્ટાગ્રામ પોતાની જાતની અભિવ્યકિતનું અને ફોટોગ્રાફીની કળા વ્યકત કરવાનું માધ્યમ છે, જયારે પિન્ટરેસ્ટ એક રીતે ફોટોગ્રાફિક સર્ચનું સશકત પ્લેટફોર્મ છે.

સૌપ્રથમ તો પિન્ટરેસ્ટની વેબસાઇટ પર જાઓ અથવા તો એની ઍપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને એમાં સાઇન-અપ કરવાની પ્રારંભિક વિધિ પતાવી લો. આટલું કરશો એટલે પિન્ટરેસ્ટ તમને સામેથી તમારા રસના વિષયો વિશે પૂછશે. બસ, એ જણાવી દેશો એટલે એ વિષયોની ભારે રસપ્રદ પિન તરીકે ઓળખાતી ફોટોગ્રાફિક લિન્ક્સ તમારા પ્રોફાઇલની વૉલ પર હાજર કરી દે છે. ફેસબુકથી પ્રખ્યાત થયેલી એ વૉલ અહીં બોર્ડ તરીકે ઓળખાય છે. હવે અહીંથી તમારી પાસે ત્રણ રસ્તા છે; એક તો તમારા બોર્ડ પર ડિસ્પ્લે થઈ રહેલી માહિતીને જોઈને ખુશ થાઓ. બીજો, તમારા મિત્રો અને અન્ય સેલિબ્રિટીઓને શોધો અને તેમને ફૉલો કરવા માંડો. ત્રીજો રસ્તો એ છે કે તમે તમારા રસના અવનવા વિષયો પર સર્ચ મારો અને એમાં લોકોએ કેવી-કેવી વસ્તુઓ પિન્ટરેસ્ટ પર ઠાલવી રાખી છેએજુઓ.

પિન્ટરેસ્ટ વેબસાઈટ અને એપ્લિકેશનના જનક બેન સિલ્બેર મેન, ઈવાન શાર્પ અને પાઉલ સ્કિએરા છે. વર્ષ ર010માં અમેરિકાથી ઈન્ટરનેટના દરિયામાં તરતી મૂકવામાં આવી અને ર01રમાં લોકપ્રિય બની. ર012માં 11.7 મિલિયન વપરાશકારો હતા, ર013માં 70 મિલિયન યુઝર્સ અને ર01પમાં 100 મિલિયન યુઝર્સ પિન્ટરેસ્ટ ઉપર એકટીવ છે.માત્ર 8.19 મિલિયન વપરાશકારો માત્ર ભારતિય છે. એક સર્વે મુજબ 80 ટકા મહિલાઓ પિન્ટરેસ્ટ સર્વિસનો ઉપયોગ કરે છે. મહિનામાં 90 મિનિટ લોકો પિન્ટરેસ્ટમાં પસાર કરે છે. પિન્ટરેસ્ટ ઉપર ફૂડ, ડ્રિંકસ, ડ્રાયફ્રૂટ, વુમન એપ્રલ, હોમ ડેકોર અને ટ્રાવેલ જેવી કેટેગરી ખુબ જ લોકપ્રિય છે.

પિન્ટરેસ્ટ વેબસાઈટ કે એપ ઉપર અન્ય એપની જેમ સાઈન અપ કરવાની પ્રારંભિક વિધી કરવી જરૂરી છે. એ પૂર્ણ કરો એટલે પિન્ટરેસ્ટ તમને સામેથી તમારા રસના વિષયો વિશે પૂછશે. બસ એ જણાવી દેશો એટલે તમારા મનપસંદ વિષયોની ભારે રસપ્રદ પિન તરીકે ઓળખાતી ફોટોગ્રાફિક લિન્કસ તમારા પ્રોફાઈલની વોલ ઉપર હાજર કરી દેશે. ફેસબૂકથી પ્રખ્યાત થયેલી વોલ અહીં બોર્ડ તરીકે ઓળખાય છે. અહીં તમે ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામની જેમ તમારા મિત્રો અને અન્ય સેલિબ્રિટીઓને શોધી ફોલો કરી શકો છો. આ સિવાય તમે તમારા રસના અવનવા વિષયો પર સર્ચ કરી લોકો કેવી કેવી વસ્તુઓ પિન્ટરેસ્ટ પર ઠાલવી રાખે છે તે જોઈ શકશે. અહીં આપણને જાતભાતની વેબસાઈટો, ફોટોગ્રાફ, વીડિયો વગેરેને પિન કરવાની સુવિધા મળી રહે છે. જેને તમે ઈચ્છો તો લાઈક કરી શકો, વાંચી શકો, મજા પડે તો તમારા બોર્ડ ઉપર પિન પણ કરી શકો અને ફેસબૂક જેવા અન્ય સોશિયલ મીડિયામાં શેર પણ કરી શકો છો.

ઍક્ચ્યુઅલી, ગૂગલ એક કમ્પ્યુટર દ્વારા એકઠાં કરાતાં સર્ચ-રિઝલ્ટ્સ પેશ કરે છે. જ્યારે આ પિન્ટરેસ્ટમાં આપણે એક વખત સક્રિય થઈએ એટલે એ આપણને (એક બ્રાઉઝર-બટન થકી) જાતભાતની વેબસાઇટો, ફોટોગ્રાફ, વિડિયો વગેરેને પિન કરવાની સુવિધા આપે છે. લાખો લોકોએ ઇન્ટરનેટ પરથી પિન કરેલી જાતભાતની સામગ્રી આ પિન્ટરેસ્ટ પર ખડકાય છે અને આપણને એક કીવર્ડ સાથે સર્ચ માટે ઉપલબ્ધ બને છે. મજાની વાત એ છે કે આ સર્ચ-રિઝલ્ટ્સ મસ્ત તસવીરોના કલેક્શન સાથે આપણી સામે રજૂ થાય છે. જે-તે તસવીરની નીચે એના વિશે બે-ચાર લાઇનની વિગત તથા એને પોસ્ટ કરનારનું ઠામઠેકાણું. હવે તમે ઇચ્છો તો એને લાઇક કરી શકો, એના પર ક્લિક કરીને એ ફોટોગ્રાફ સાથે પેશ થયેલી વિગતો વાંચી શકો. એમાં મજા પડે તો એને તમારા બોર્ડ પર એટલે કે તમારા પ્રોફાઇલમાં પિન પણ કરી શકો અને તમારા મિત્રો તથા ફેસબુક જેવા અન્ય પ્લૅટફૉર્મ પર શૅર પણ કરી શકો. અને હા, એ પોસ્ટ કરનારની સાથે કમેન્ટથી ગપ્પાં પણ મારી શકો.
પિન્ટરેસ્ટ ભારતમાં પણ ઘીમી ગતિએ લોકપ્રિય બની રહી છે. નવી જનરેશનને પિન્ટરેસ્ટ પસંદ આવી રહી છે. તો ઘણા પિન્ટરેસ્ટ સર્વિસથી સાવ અજાણ છે. પરંતુ જે રીતે યુઝર્સની સંખ્યા વધી રહી છે એ જોતા એક વાર ટ્રાય કરવા જેવું ખરું. મજા આવે તો ઠીક છે નહીં તો એપ્લીકેશન અનઈસ્ટોલ કરી દેતા ક્યાં સમય લાગે છે ! જેવી રીતે તાજમહલનું વર્ણન કરવામાં મજા નથી એ જ રીતે આ પિન્ટરેસ્ટ વિશે ઝાઝી વાતોનાં ગાડાં ભરવાને બદલે તમે જાતે જ એક વાર ટ્રાય કરી જુઓ. આ પિન્ટરેસ્ટમાં ઇન્ટરેસ્ટ ન પડે તો વેબસાઇટનું પાટિયું પાડી દેતાં કેટલી વાર લાગે?

..................