પાસવર્ડ પ્રકરણ – ૪ Vipul Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

પાસવર્ડ પ્રકરણ – ૪

પાસવર્ડ ૦પ્રકરણ – ૪

-વિપુલ રાઠોડ

સેન્ટ્રલ જેલની બેરેક નંબર ૮ માં પોતાની જગ્યાએ આરામ ફરમાવી રહેલા રાજેશ્વરના મનમાં ઉત્સુકતા અને ઉત્કંઠાનો કીડો સળવળી રહયો હતો. જેલમાં આટલો મોટો ખતરનાક કાંડ બની જાય અને જેલ પ્રશાસન સાવ ઊંઘતું ઝડપાય એ હકીકત કેમેય તેના મગજમાં ઉતરતી ન્હોતી. પોતાની બેરેકમાં સાથે રહેલા અન્ય કેદીઓ પાસેથી તેને કંઇક હકીકત જાણવા મળશે તેવી તેની ધારણા હતી. જોકે નાયબ પોલીસ વડા સૂર્યજીતના માર્ગદર્શન હેઠળ તેમના તાબાના પોલીસ અધિકારીઓએ જે નિર્દયતાથી કેદીઓની પુછપરછ કરી હતી તે જોઈને સહન કરીને મોટા ભાગના કેદીઓ ફફડી ઉઠ્યા હતા. વિના કારણ આવા મોટા ભયાનક કાંડમાં સાવ અમથે અમથા શા માટે પોલીસના હાથા બનવું એમ વિચારીને કેટલાક કેદીઓ ચુપ રહયા હતા. આમ પણ મોટા ભાગના કેદીઓ પોલીસ તંત્રને ધિક્કારતા જ હોય છે. પોલીસે તો માત્ર તેની ફરજ જ બજાવી હોય છે પરંતુ કેદીઓ પોલીસની કામગીરીને કારણે જ તેઓ જેલમાં હોવાનું માનતા હોય છે. આજે આખો દિવસ જેલમાં પોલીસે તપાસની કાર્યવાહી ચાલુ રાખી હતી. જેના કારણે એક પણ કેદી બેરેકની બહાર જઈ શક્યો ન્હોતો. રાજેશ્વર પણ કંટાળ્યો હતો, પરંતુ આ સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ક્યાં હતો?

રાજેશ્વરને એ સવાલો મૂંઝવતા હતાં કે જેલમાં એવું તે શું બની રહયું હતું કે આવો હત્યા કાંડ સર્જાઈ ગયો? હત્યારાઓ સુધી શું પોલીસ પહોંચી શકશે ખરી? કદાચ હત્યારાઓ પકડાઈ જાય તો પણ શું મૂળ કાવત્રાખોરો સુધી કાનૂનના લાં....બા હાથ પહોંચી શકશે ખરા?

પોતાની બેરેકમાં ગુમસુમ બેઠેલા કેટલાક કેદીઓને જોઈને રાજેશ્વરને પોતાના માતા-પિતા અને પત્નીના વિચારો સ્વાભાવિક રીતે જ અકળાવવા લાગ્યા. તેઓની માનસિક હાલત કેવી થઇ ગઈ હશે એ વિચારીને રાજેશ્વરનો ચહેરો પણ ગમગીન બની ગયો. જોકે તે અન્ય કેદીઓ જેવો નબળો જરાય ન્હોતો. તે સમજતો જ હતો કે આ સ્થિતિમાં તેનાથી હવે કાંઈ થઇ શકે એમ નથી. સામે આવીને ઉભેલા આ કપરા સંજોગોનો સામનો કર્યે જ છુટકો હતો. તેણે પોતાની નિરાશા મનમાંથી ખંખેરી નાંખી, અને પછી ઉભા થઇ પેલા ગમગીન બની ગયેલા કેદીઓ પાસે જઈને તે બેસી ગયો.

" કેમ ક્યારના મૌન બેઠા છો?" રાજેશ્વરે એક કેદીના ખભ્ભે હાથ મુકીને પુછ્યું.

" શું કરીએ? આજે અમારા કેસની કોર્ટની તારીખ હતી. કોર્ટે જવાનું હતું પણ....આ જુઓને જેલમાં કેવું બની ગયું? આજે અમારા પરિવારજનો કોર્ટે આવવાના હતા. અમારી મુલાકાત થઇ શકે એમ હતી પણ આ હરામખોરોને કારણે હવે મુલાકાત શક્ય નહીં બને."

"............." રાજેશ્વર કશું જ બોલી શક્યો નહીં, પણ કેદીએ તેનો ઉકળાટ ઠાલવવાનું ચાલુ જ રાખ્યું.

" તમને ખબર છે આ કેદીઓ આ જ લાગના હતા. કુતરાની મોતે મર્યા સાલાઓ.."

" કેમ આવું બોલો છો?"

" જેલમાં પણ આ કેદીઓનો ખુબ જ ત્રાસ હતો. તેઓ પોતાનું ધાર્યું કરાવી શકતા હતા. જેલના અધિકારીઓ અને ગાર્ડઝ પણ તેઓને ખાસ કશું કહી શકતા ન્હોતા."

" એનું કારણ શું..?"

" મેં એવું સાંભળ્યું છે કે, એ કેદીઓના છેડા ખુબ મોટા નેતાઓ અને પોલીસ પણ સાથે હતા."

" એ લોકોનો કેસ કઈ બાબતનો છે?"

" એક કેદી સામે હત્યા અને જમીન હડપ કરવા વિશે...બીજા બે કેદી સામે બોગસ ચલણી નોટ છાપવા અંગે...અને ચોથા કેદી સામે લોહીનો વ્યાપાર કરાવવા અને દલાલી મેળવવાના કેસ ચાલુ હતા."

" ઓહો ...હો ...હો...આ તો સાલા ભારે ખેપાની નીકળ્યા. ઠીક છે જે થયું તે પણ હવે તો જેલમાં શાંતિ થઇ જશેને?"

" શાંતિ...? શેની શાંતિ...? આ તો ટ્રેલર છે...આખી ફિલ્મ તો હજુ બાકી છે ભાઈ..."

" કેમ હવે શું છે?"

" હજુ જેલમાં કેટલાક કેદીઓ એવા છે જે............................" રાજેશ્વરે જોયું કે કેદી બોલતા બોલતા ચુપ થઇ ગયો હતો. બેરેકના અન્ય કેટલાક કેદીઓ ત્યાં આવી જતા તેણે પોતાની વાત બંધ કરી દીધી.

" તો પછી હવે તમારા પરિવાર સાથે તમારી મુલાકાત ક્યારે થશે?" રાજેશ્વરે બુધ્ધિપૂર્વક વાત અન્યત્ર વાળી અનુસંધાન પણ મેળવી લીધું.

" હવે બીજા ૧૪ દિવસ પછીની તારીખે મેળ પડે વવું લાગે છે?"

અન્ય કેદીઓએ પણ ત્યાં પલાંઠી વાળી ધામા નાંખ્યા અને તેઓની વચ્ચે અલક મલકની વાતચિત શરૂ થઇ ગઈ. રાજેશ્વર પણ તેમાં શામેલ થઇ ગયો ...એમ માનીને કે કદાચ કંઇક વધુ જાણવા મળે.

****************************

અનંતરાયના ફાર્મ હાઉસમાં ગીત સંગીત નૃત્ય, શરાબ અને ભોજનની પાર્ટી પૂર્ણ થઇ ચુકી હતી. અનંતરાય તેમના શયનકક્ષમાં ઘુસી ગયા હતા. બહાર ઉભેલા મિત્રો પણ હવે બગાસાં ખાવા લાગ્યા હતા. તેઓ એકબીજાને ગૂડ નાઈટ કહીને પોત પોતાના રૂમમાં પ્રવેશ્યા....

અંદર પ્રવેશતા જ તેમની આંખો પહોળી થઇ ગઈ....

થોડી વાર પહેલા જે છ મસ્ત મસ્ત ડાન્સર તેઓનું મન લોભાવી રહી હતી તે પૈકી એક ડાન્સર રૂમમાં હતી. ચુસ્ત જીન્સ પેન્ટ અને એકદમ ફીટ ટીશર્ટ પહેરીને ઉભેલી અત્યંત મોહક યુવતીએ ખુબ જ મીઠા મધ જેવા સ્વરે સસ્મિત કહ્યું " વેલ કમ....ટુ....ધ....હેવન...."

બસ કાંઈક આવું જ દ્રશ્ય અન્ય રૂમમાં પણ ભજવાઈ રહયું હતું. મોહ અને માયાની લપેટમાં ઝકડાઈ ચુકેલા તમામ મિત્રો તેઓના રૂમમાં માનવીનો મુખવટો ઉતારી જાનવરના સ્વરૂપમાં પ્રગટી ચુક્યા હતા. હિંસક જાનવર જેમ ગભરૂ હરણીને ચૂંથી નાંખે એમ તેઓ તૂટી પડ્યા હતા......

વહેલી સવારે ૪.૦૦ વાગ્યે ડોર બેલ વાગી ત્યારે છેક તેઓને ખબર પડી કે ડાન્સર સાથે રંગરેલિયા મનાવ્યા બાદ તેઓ થોડી પળોમાં જ ઘસઘસાટ ઊંઘી ગયા હતા. તેઓ જાગ્યા. જોકે તેઓ પથારીમાં સાવ એકલા જ હતા. યુવતીઓ કયારે રૂમમાંથી બહાર ચાલી ગઈ તેની તેઓને કશી ખબર જ ન્હોતી રહી. તેઓ તાબડતોબ ફ્રેશ થઇ ગયા અને સાડા ચાર વાગતા સુધીમાં રૂમમાંથી બહાર આવ્યા.

અનંતરાયે " ગૂડ મોર્નિંગ " કહીને સૌનું અભિવાદન કર્યું. મિત્રોએ પણ એટલા જ ઉમળકા સાથે તેમને પ્રત્યુત્તર આપ્યો.

" આર યુ રેડી ગાયઝ ? કમ ઓન...લેટ્સ મૂવ ટુ સમવેર. મારે હવે તમને એક નવું અને ખુબ જ મોટું કામ આપવાનું છે. " અનંતરાયે તેઓને સંબોધતા કહ્યું.

" તો ચાલો કઈ બાજુ જવાનું છે?" મિત્રોના મનમાં આ સવાલ ઉઠે એ પહેલા જ અનંતરાયે કહ્યું કે,"મારે તમને જ્યાં લઇ જવા છે ત્યાં હું તમને આ રીતે ખુલ્લી આંખે લઇ જઈ નહીં શકું. તમારી આંખો પર કાળી પટ્ટી બાંધવી પડશે. તમારે કશી જ ચિંતા કરવાની કે ભયભીત થવાની કોઈ જરૂર નથી. જેમને વાંધો હોય એ મિત્ર ઇન્કાર કરીને પોતાના ઘેર જઈ શકે છે. કોઈ બળજબરી નથી. બોલો શું કહો છો?

તમામ મિત્રોએ એકબીજા સામે જોયું. પળ બે પળ વિચારીને એક સાથે જવાબ આપ્યો " અમોને કાંઈ વાંધો નથી."

અનંતરાયના માણસોએ તમામ મિત્રોની આંખે કાળી પટ્ટી બાંધી દીધી અને તેઓને કશું જ દેખાતું નથી એ પણ સુનિશ્ચિત કરી લીધું અને ત્યાબાદ જ તેઓને હાથ પકડીને બંગલાની પાછળ દોરી જતા એક પેસેજ મારફત બહાર લઇ જવામાં આવ્યા. ખુલ્લી હવા અને મસ્ત ઠંડો માહોલ મહેસૂસ કરી રહેલા મિત્રોના મનમાં ગડમથલ ચાલતી હતી. તેઓના મનમાં એક સરખો જ સવાલ ઉઠતો હતો કે તેઓને ક્યાં લઇ જવામાં આવી રહયા હશે? થોડી વાર ચાલતા રહયા બાદ તેઓને મોટરકારમાં બેસાડી દેવામાં આવ્યા. લગભગ અડધો કલાક સુધી મુસાફરી કર્યા બાદ કાર થંભી ગઈ. તેઓને બહાર કાઢવામાં આવ્યા. થોડી વાર ચાલતા રહયા બાદ તેઓ ફરી કોઈ બંધ જગ્યામાં આવ્યા હોય એમ તેઓને લાગવા માંડ્યું.

" બી કેરફુલ ... આગળ પગથીયા છે..." અનંતરાયનો એક માણસ બોલ્યો.

સૌ ધીમે ધીમે જાળવી જાળવીને પગથીયા ઉતર્યા. પછી તેઓ એક દિશામાં થોડી વાર ચાલતા રહયા ને અચાનક એક જગ્યાએ થંભી ગયા. તેઓને એકસાથે એક જગ્યાએ ઉભા રાખવામાં આવ્યા. તેઓએ અનુભવ્યું કે જાણે કોઈ લીફ્ટનો દરવાજો બંધ કરાયો હોય. તેઓની ધારણા સાચી હતી. લીફ્ટ ધીમે ધીમે નીચે જઈ રહી હતી. ત્રણ ચાર માળ જેટલી ઊંડાઈએ પહોંચ્યા બાદ લીફ્ટ થંભી ગઈ. દરવાજો ખુલ્યો. તેઓ બહાર આવ્યા.

તમામ લોકો ફરી વખત થોડી વાર ચાલતા રહયા ને આખરે તેઓની ઇન્તેજારીનો અંત આવ્યો. એક રૂમનો દરવાજો ખુલ્યો હોય તેવો તેમને આભાસ થયો. જે સાચો હતો. તેઓને અંદર દોરી જવાયા. દરવાજો ફરી બંધ થઇ ગયો.

" હવે આપ સૌ તમારી આંખો પરની પટ્ટી હટાવી શકો છો." અનંતરાયે સૂચના આપી.

મિત્રો અનુસર્યા. પટ્ટી હટાવી તો દીધી પણ થોડી વાર સુધી તેઓની આંખે અંધારા જ રહ્યા. ધીરે ધીરે તેઓને દેખાતું થયું.

જ્યારે ચિત્ર સ્પષ્ટ થયું ત્યારે તેઓના પગ નીચેથી ધરતી સરકી ગઈ....

" ઓહ માય ગોડ..........." સૌ મિત્રો એક સાથે જ બોલી ઉઠ્યા.....

****************************

અચાનક અભય કુમારનું ધ્યાન કાચની બારી પર હલન ચલન કરી રહેલા પરદા પાછળ જોવા મળેલા એક ચહેરા પર પડ્યું ને તેઓ ઉભા થઇ ગયા........

તેઓએ બૂમ પાડી તુર્ત જ પોતાના માણસોને બોલાવ્યો.

" જલ્દી બહાર જઈને જુઓ....બારીમાંથી કોણ ડોકિયા કરી રહયું હતું? ગો ફાસ્ટ ...મૂવ ..મૂવ "

પહેલવાન જેવા દેખાતા ચાર માણસો હડી મેલતા બહાર બંગલાની બહાર આવ્યા. એક માણસને દિવાલ કુદીને રોડ પર જતો તેઓએ જોયો.

પહેલવાનો તેની તરફ દોડ્યા. જોકે તેઓ ત્યાં પહોંચે એ પહેલા જ એક બાઈકનો અવાજ આવ્યો.....ને તેજ રફતારથી બાઈક નાસી છૂટ્યું. તેઓએ જોયું કે, મોટરસાઈકલ પર બે જણા બેઠા હતા. બાઈકને નંબર પ્લેટ ન્હોતી.

બે પહેલવાનોએ પોતપોતાના બાઈક ચાલુ કરી તેઓનો પીછો શરૂ કર્યો.....ને બાકીના બે પહેલવાનો હડી મેલતા બંગલાની અંદર પાછા આવ્યા. તેઓએ હાંફતા હાંફતા અભય કુમારને આખી ઘટનાનો વૃતાંત કહી સંભળાવ્યો. અભયે તુર્ત જ પોલીસ ખાતામાં આ એરિયામાં ફરજ બજાવતા પોતાના એક વિશ્વાસુ પોલીસ અફસરને ઘટનાની જાણકારી આપીને બંને બાઈકસવારને ગમે તેમ કરીને ઝડપી લેવા સૂચના આપી.

અભય કુમાર અકળાઈ ગયા હતાં.

" અરે યાર એટલી બધી ચિંતા ના કર યાર. કોઈ પહાડ તૂટી નથી પડ્યો." થોડી વાર પહેલા જ અભય કુમારના વિશ્વાસુ ઓફિસરો જે વ્યક્તિને જોઈને ચોંકી ઉઠ્યા હતા તેમણે અભયને આશ્વાસન આપવા પ્રયાસ કર્યો.

" ચિંતા કેમ ના થાય? આપણી મુલાકાત વિશે એ હરામખોરોને માહિતી મળી ગઈ છે એ શું કાંઈ જેવી તેવી વાત છે? માત્ર એટલું જ નહીં કોઈને એ પણ ખબર છે કે આ બંગલો આપણું ખાનગી સ્થળ છે."

અભય કુમારની રોષભરી વાત સાંભળી રહેલ એ વ્યક્તિના મોબાઈલ ફોનમાં રિંગ વાગતા તેમણે કોલ રિસિવ કરી " હં ...હં...ઓકે...ઓકે..." એટલું બોલીને વાત પુરી કરી.

પછી... " હા ...હા....હા.....હા...." કરતા તે ખડખડાટ હસવા લાગ્યા..

અભયકુમાર તો બાઘાની જેમ તેમણે નિહાળતો જ રહયો........

****************************

મોબાઈલ ફોનની રિંગ વાગતા જ જ્યોતિન્દ્ર કુમારે અધીરાઈથી કોલ રિસિવ કર્યો. ફોન પર એડવોકેટ કાર્તિક બોલી રહયો હતો...

" હેલ્લો....કાર્તિક સર "

"હેલ્લો જ્યોતિન્દ્ર કુમાર. સોરી મારે આપને કોલ કરવામાં થોડું મોડું થઇ ગયું છે પણ પરિસ્થિતિ જ એવી નિર્માણ પામી છે કે આપણે લાચાર બની ગયા છીએ."

" હા હું જાણું છું.., તમે કહો શું સમાચાર છે?"

" જેલની અંદર રાજેશ્વરને કોઈ પ્રોબ્લેમ નથી. માટે તેની ચિંતા કરતા નહી. જેલમાં ફરજ બજાવતા મારા મિત્ર અધિકારી સાથે મેં વાત કરી લીધી છે. "

" ઓકે...તો હવે આપણે તેની મુલાકાતે ક્યારે જવાનું થશે?"

" હું એકાદ બે દિવસમાં જ કાંઇક ગોઠવી કાઢું છું."

" ઓકે સર ...થેંક યુ વેરી મચ..."

" અરે આપ થેંક યુ ના કહો..પ્લીઝ...અને હા મારા લાયક બીજું કાંઈ પણ કામ હોય તો મને ગમે ત્યારે આપ ફોન કરી શકો છો. ચિંતા કરશો નહી. ઓકે?

" ઓકે સર ... બાય...."

"બાય જ્યોતિન્દ્ર કુમારજી "

ફોન કોલ પુરો થતા જ્યોતિન્દ્ર કુમારે તેની પત્ની સુલોચના અને પુત્ર વધુ શીતલને કાર્તિક સાથે થયેલી વાતચિત વિશે વાકેફ કર્યા. સુલોચના અને શીતલના ચહેરા પર એ જાણીને થોડી શાંતિ થઇ કે જેલમાં રાજેશ્વર સુખરૂપ છે અને તેને કોઈ પ્રોબ્લેમ નથી.

****************************

આશરે ૫૦૦ કિ.મી. દૂરથી એક ફોન કોલ જોડાયો.

" હં...કહો સત્યપ્રકાશ શું ચાલે છે તમારા શહેરમાં અત્યારે?"

" ગૂડ ઇવનિંગ સર....આપને તો મીડિયા મારફત જાણ હશે જ કે અહી અપહરણ અને જેલના હત્યા કાંડથી સમગ્ર શહેરમાં સનસનાટી મચી ગઈ છે. વિવિધ સ્તરેથી આ ઘટનાઓમાં તપાસ ચાલી રહી છે પરંતુ પોલીસે હજુ સુધી એવી કોઈ જાહેરાત નથી કરી કે જેમાં તેઓની કોઈ સફળતાની વાત જાહેર થતી હોય."

" ઓકે...તમને શું લાગે છે પોલીસ તપાસ અત્યારે કઈ દિશામાં આગળ ધપી રહી છે?"

" મને એમ લાગે છે કે, પોલીસ હજુ હવામાં બાંચકા ભરતી હશે, અન્યથા મને ક્યાંકથી તો કોઈક વાવડ મળે જ સર "

" હં...તો પછી આ સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ એ વિશે તમો વિચારીને એક પ્લાન તૈયાર કરો અને શક્ય તેટલું વહેલું મને તેની જાણ કરો.."

" જી સર ...થઇ જશે."

" ઓકે તો પછી ફોન રાખું છું. બીજું કાઈ કામ તો નથી ને?"

" ના સર...ઓકે...બાય સર..." કહીને સત્યપ્રકાશે ફોન કોલ પુરો કર્યો.

આ પછી તરત જ સત્યપ્રકાશે તેના બે ખાસ માણસોને ફોન જોડી પોતાના નિવાસે બોલાવ્યા. એક ખાસ પ્લાન તૈયાર કરવા માટે. સત્યપ્રકાશને ખબર હતી કે આ પ્લાન કેટલો મહત્વનો છે? અત્યારે શહેરમાં જે કાંઈ બની રહયું છે તે ઘણું જ ચોંકાવનારૂ અને અપેક્ષા બહારનું હતું. એનાથી તો છેક ૫૦૦ કિ.મી. દૂર પણ ઘેરા અને ગંભીર પડઘા પડ્યા હતા. સત્યપ્રકાશ અને તેની સાથે થોડી વાર પહેલા ફોનમાં વાત કરનાર કોઈ સાહેબની ચિંતામાં થોડો વધારો થઇ ગયો હતો. સત્યપ્રકાશ જાણતો હતો કે અપહરણ અને હત્યાકાંડના મૂળ માત્ર ૫૦૦ કિ.મી. જ દૂર નહી પરંતુ તેનાથી પણ વધારે દૂર અને ઊંડે સુધી ફેલાયેલા હતા.

****************************

અભય કુમારના ખાનગી બંગલેથી બાઈક પર બેસીને ભાગી છુટેલા બે શખસો પૂરપાટ વેગે રસ્તા પર આગળ ધપી રહયા હતા ને અભયના બે પહેલવાનો પોતપોતાના બાઈક પર તેમનો પીછો કરતા હતા પણ તેઓ કેમેય તેમને આંબી શકતા ન્હોતા. બાઈક ચલાવનારો શખસ જાણે કે સરકસનો કોઈ પ્રોફેશનલ ડ્રાઈવર હોય તેમ આગળ જઈ રહેલા વાહનોને ઓવરટેઇક કરીને સડસડાટ ગતિએ આગળ ધપી રહયો હતો. એમ લાગતું હતું કે પહેલવાનો હાંફી જશે, પરંતુ તેમને તો તેના ધુરંધર બોસનો આદેશ હતો ને કોઈ પણ ભોગે એ બંને હરામખોરોને પકડવા તેમના માટે જરૂરી હતા......

****************************