Diyarji mane vhala lage books and stories free download online pdf in Gujarati

દિયરજી મને વ્હાલા લાગે.

દિયરજી મને વ્હાલા લાગે

પ્રકાશભાઈ ચાલો હવે ઘેર જઈએ, જરા આ ચારનો ભારો માથે ઉંચકાવો લક્ષ્મીભાભીએ ખેતરનું બધું કામ કરી દિયરને કહ્યું. ભાભી આ મારે જરા વાંચવાનું બાકી છે તે પૂરું કરી લઉં? પ્રકાશે જવાબ આપ્યો. વાંચવાનું પૂરું કરી દિયર ભોજાઇ મજાક મસ્તી કરતા ઘેર આવ્યા. ઘેર મોટાભાઈની દીકરી નિશા કાકાને વીંટળાઈ પડી. કાકા ચાલો દુકાને મારે ચોકલેટ ખાવી છે. પ્રકાશ તેને બજારમાં લઇ ગયો અને ચોકલેટ અપાવી.

રાતે પ્રકાશ ઓટલામાં ખાટલો નાખીને બલ્બના પ્રકાશમાં એક કવિતા ગોખતો હતો, બાજુમાં તેના કાકાઓના ઘર હતા. મોટા કાકા અને તેમનું ઘર જોડાજોડ હતું. બારીમાંથી લાલ કરેણના ફૂલનો ઝૂમખો મોટા કાકાના છોકરાની વહુ રૂપાભાભીએ તેની ઉપર ફેંક્યો. તે ખીજવાઈ ગયો, ભાભી હેરાન ન કરો મારે વર્ગમાં આ કવિતા બોલવાની છે. માંડ ગોખું છું અને તમે ખલેલ પહોંચાડો છો. થોડી વાર થઇ ફરી બીજો ઝૂમખો ફેંકાયો. પ્રકાશ ગુસ્સે થયો તે ઉભો થઇ રૂપાભાભી તરફ દોડ્યો અને હાથ પર એક બચકું ભરી લીધું. ત્યાં નહિ અહીં બચકું ભરો, રૂપાએ ગાલ ધરતા કહ્યું. તમને તો જરાય શરમ જ નથી કહી પ્રકાશ લાઈટ બંધ કરી સુઈ ગયો.

@ @ @ @

નિશાળમાં પ્રકાશની સાથે ભણતી રાધિકા બહુ સુંદર હતી, શિક્ષક જયારે ભણાવતા હોય ત્યારે તે ત્રાંસી નજરે પ્રકાશને જોઈ રહેતી. પ્રકાશને પણ રાધિકા ગમતી. બંને સ્કૂલ પૂરી થાય એટલે બોરડીના ઝાડ પાસે જતા. અને પ્રકાશ ઝાડ પર ચડીને બોર રાધિકાને આપતો ત્યારે રાધિકાનો ચહેરો ખીલી ઉઠતો. પછી બંને એક જગ્યાએ બેસી હાથમાં હાથ પરોવી બોર ખાતા.

અલ્યા પ્રકાશ ભણીને તું શું બનવાનો? રાધિકાએ પૂછ્યું.

એન્જીનીઅર અને તું ?

તારી વહુ.

ફટાક દઈને રાધિકાએ જવાબ આપ્યો, અને દુલ્હનની જેમ શરમાઈ ગઈ.

પ્રકાશ ખડખડાટ હસી પડ્યો. ગાંડી, હું એવું પૂછું છું કે નોકરી કરવાની કે નહિ?

મારે શેની નોકરી કરવાની? મારે તો મારો વર અને એના છોકરા સાચવવાના.

રાધિકાના જવાબથી પ્રકાશના મનમાં અપાર આનંદ થયો.

વર- વહુ તો પપ્પી કરે, મેં મારા મોટાભાઈ અને લક્ષ્મીભાભીને પપ્પી કરતા જોયા છે. પ્રકાશ નિર્દોષ ભાવે બોલી ગયો.

કેવી રીતે કરે પપ્પી? રાધિકા બોલી.

આવી રીતે પ્રકાશે પોતાના બંને હોઠ રાધિકાના હોઠ પર મૂકી દીધા.

એં.........એં...........એં................એં... રાધિકાએ ભેંકડો તાણ્યો.

શું થયું? પ્રકાશ ગભરાઈ ગયો

તું ગંદો છોકરો છે.

હમણા તો મને વર કહેતી હતી. અને હવે ગંદો છોકરો કેવી રીતે થયો? પ્રકાશ બોલ્યો.

પણ લગન પહેલા પપ્પી કરાય? રાધિકા હજુ પણ રડતી હતી.

મારી મમ્મી કહેતા હતા કે પપ્પી કરીએ તો બાળક અવતરે....રાધિકાએ રડતા રડતા ભય બતાવ્યો.

પ્રકાશ સમજાવતા સમજાવતા થાકી ગયો પણ રાધીકાનું રડવાનું કેમેય કરીને બંધ જ ન થાય. અંતે તેના મનમાં એક વિચાર ઝબકયો. પ્રકાશે તેને વિજ્ઞાનની ચોપડી ખોલીને સમજાવ્યું કે ખાલી પપ્પી કરવાથી બાળક અવતરે નહિ. રાધિકાના આંસુ લુછી, તેને શાંત કરી બંને ઘર તરફ વળ્યા.

@ @ @ @

બાજુના ગામમાં મૈયત હોવાથી મોટેરા સહુ લૌકિક કામે ગયા હતા સૌ વહુઆરુ પોત પોતાનું કામ પતાવી ગપાટે ચડી હતી. અને આજે કોઈ કારણ સર સ્કૂલમાં વહેલી રજા આપી દીધી હતી પ્રકાશ અને દેવ દફતર લઈને ઘેર આવ્યા.

સાત આઠ ભાભીઓ બેઠી હતી, એમાં બટક બોલી રીટાભાભી બોલી મને પ્રકાશભાઈ બહુજ ગમે છે પણ બહુ શરમાય જાય છે. ત્યાં રૂપાભાભી બોલી હું તો રોજ કરેણના ફૂલ તેમને આપું છું. કરેણના નહિ ગુલાબના ફૂલ આપવા પડે મારા દિયરને લક્ષ્મીભાભીએ ટહુંકો પૂર્યો, જોને કેવા રૂપાળા છે પ્રકાશભાઈ. લાગે છે ને કાનુડા જેવા? હવે સહુથી મોટી વહુ, અને સમજદાર વહુ શાંતાથી ન રહેવાયું. શાંતાએ ખીજવાતા કહ્યું, મુઈઓ તમને શરમ બરમ જેવું છે કે નહિ? પ્રકાશભાઈ હવે નાના નથી. આવી તે મશ્કરી કરાતી હોય?

બધી ભાભીઓ ચુપ થઇ ગઈ અને બધા બીજી વાતોએ વળગ્યા.

@ @ @ @

રીટાના નવા નવા લગ્ન થયા હતા, ગામડામાં લગ્નના શરૂઆતના દિવસોમાં પતિ રાતે રોજ નવી નવી મીઠાઈ લાવતા હોય એ હિસાબે રીટાનો પતિ પણ મીઠાઈ લાવે પણ રીટા પોતાના ભાગની મીઠાઈ મેં હમણા જ વાળું કર્યું છે એટલે મને ભૂખ નથી તેમ કહી મૂકી રાખે. પછી જયારે તક મળે ત્યારે પ્રકાશ પાસે પહોંચી જાય અને મીઠો ટહુંકો કરે

જુઓ પ્રકાશભાઈ હું તમારા માટે કંઈક લાવી.

શું લાવ્યા? પ્રકાશ પ્રકાશ વળતો સવાલ પૂછતો.

રીટાભાભી પ્રકાશની જોડા જોડ બેસી જતા અને પ્રકાશને પોતાને હાથે મીઠાઈ ખવડાવતા.

પ્રકાશના સગા ભાભી લક્ષ્મીભાભી બીજી વાર સગર્ભા હોવાથી પોતાને પિયર જવાનું થયું.

પ્રકાશ તે વખતે કોલેજમાં હતો. કોલેજ નજીકના શહેરમાં જ હતી, પણ સાથે સાથે પ્રકાશ UPSC ના ક્લાસ પણ કરતો હતો. એટલે વહેલી સવારે તેણે ઘેરથી નીકળવું પડતું, અને લાયબ્રેરીમાં પણ રેફરન્સ બુક માટે જતો એટલે ઘેર આવતા બહુ મોડું થતું.

રીટાભાભીને ખેતરનું કામ, ઢોર સાચવવાનું કામ, વગેરે કરવું પડતું છતાં પણ વહેલા ઉઠી પ્રકાશ માટે હોંશે હોંશે ટીફીન કરી આપતા. અને ક્યારેક જો પ્રકાશ મોડી રાત સુધી જાગતો હોય તો રાતે ચા બનાવી ચા લઇ આવતા.

રીટાભાભી ચાની શી જરૂર હતી? પ્રકાશ કહેતો.

એ બહાને મારે તમારી પાસે બેસી શકાયને? રીટાભાભી કહેતી.

પ્રકાશ તેના ગૌર મુખને જોઈ રહેતો.

શું જુઓ છો?

આ તમારા ગાલમાં જે તલ છે તે કેટલો સુંદર લાગે છે.

જાઓને જુઠ્ઠા, કહી રીટાભાભી શરમાઈ જતા.

તો આ તલ તમારા ભાઈને નજરે નહિ પડતો હોય?

કહી રીટાભાભી એક ઊંડો નિસાસો નાખતા.

અને પ્રકાશના કપાળે સહેજ હોઠ અડાડી કપ રકાબી લઇ ઘરમાં જતા. રહ્યા.

@ @ @ @

પ્રકાશને આગળના અભ્યાસ માટે નજીકના શહેરમાં જવાનું થયું, જે પ્રકાશના ગામથી લગભગ ૧૮ થી ૨૦ કિમી જેટલું દુર હતું. એક દિવસ પ્રકાશ ભણવા જવા નીકળતો હતો અને તેજ સમયે રીટાભાભીને પણ શહેરમાં એક દવાખાને ચેક અપ માટે જવાનું હતું.

રીટાભાભી અને પ્રકાશ બાઈકમાં સાથે જ નીકળ્યા, વાત વાતમાં રીટાભાભી બોલ્યા હવે ક્યારે મારી દેરાણી લાવો છો?

હજુ ભણવા તો દો, ભાભી શું ઉતાવળ છે? પ્રકાશે જવાબ આપ્યો.

પ્રકાશ સાથે ભણતી ગામની છોકરી રાધિકાની પણ વાત નીકળી

તમારી બંનેની જોડી મસ્ત બનશે. રીટાભાભી બોલ્યા

પ્રકાશ મૌન રહ્યો.

રીટાભાભીને કંઈક કહેવું હતું, પણ અચકાતા હતા.

ઘણું વિચાર્યા પછી આખરે કહી જ નાખ્યું.

પ્રકાશભાઈ તમારા ભાઈ હાંફી જાય છે.

એટલે પ્રકાશે બબુચકની જેમ પૂછ્યું?

કપાળ તમારું, રીટાભાભીએ મણ એકનો નિસાસો નાખ્યો.

મનમાં વિચાર્યું બીજું કોઈ હોત તો કોતરોમાં બાઈક લઇ જાત. અને તેમનું કામ થઇ જાત.

ઘણા સમયથી તેની શારીરિક ભૂખ, તેના પતિના શીઘ્ર સ્ખલનની સમસ્યાને કારણે સંતોષાઈ નહોતી, અને તે પતિને કહી શકતા નહોતા. અને પ્રકાશ તેમની વાત સમજી શકતો નહોતો.

@ @ @ @

રજાઓમાં પ્રકાશ મામાને ઘેર ગયો. જેવો પહોંચ્યો તેવા જ પ્રવિણાભાભીએ મીઠડા લીધા. અને તેમની બધી આંગળીઓના ટચાકાનો અવાજ આવ્યો. બધીજ આંગળીના ટચાકા ફૂટે એટલે જે મીઠડા લે તે મીઠડા લેનારને બહુ વ્હાલ કરે છે. એવો અર્થ થાય. મારા દિયર બહુ વ્હાલા લાગ્યા પ્રવિણાભાભી બોલ્યા. રાજકુંવર જેવો દેખાય છે તે સહુને વ્હાલો જ લાગેને મામીએ કહ્યું અને સહુ હસી પડ્યા.

પ્રકાશ નાનો હતો ત્યારે મામાના ઘેર આવેલ, ત્યાર બાદ એન્જીનીઅરીંગ કોલેજનો અભ્યાસ અને UPSC ની તૈયારીને કારણે તે અભ્યાસમાં ખુબ જ ધ્યાન આપતો એટલે ઘણા વર્ષો બાદ મામાને ઘેર આવ્યો હતો. તેથી તેના મામા - મામી, મામાનો દીપેશ, દીપેશની પત્ની પ્રવિણા ઉલ્લાસમાં હતા.

આજે મામી અને પ્રવિણાભાભીએ જાત જાતની વાનગી બનાવી હતી. પ્રવિણાભાભી આગ્રહ કરીને પ્રકાશને જમાડતા હતા. આ જરા ઊંધિયું લો પ્રવિણાભાભી બોલ્યા.

પ્રકાશ ના ના કરતો રહ્યો અને પ્રવિણાભાભીએ એક ચમચો ઊંધિયું થાળીમાં પીરસી દીધું.

મામી પણ પાછા રહે તેવા નહોતા. તેમણે ફ્રુટ સલાડથી વાટકી ભરી દીધી.

પ્રકાશ પીરસેલી વાનગીઓ માંડ માંડ પૂરું કરી શક્યો.

બહુ વધારે ખવાય ગયું. હવે થોડું લંબાવવું પડશે પ્રકાશ બોલ્યો.

પ્રવિણાએ ઓસરીમાં ખાટલો ઢાળી દીધો.

પ્રકાશે ખાટલામાં લંબાવ્યું.

એટલામાં લાઈટ ગઈ.

પ્રવિણાભાભી અંદરના ઓરડામાંથી હવા નાખવાનો વિંજણો લઇ આવ્યા તેની અંદર તેમને ભરત કામ કર્યું હતું. જેમાં સુંદર નકશી કામ કરેલ હતું. પ્રવિણાભાભી વીંઝણાથી પ્રકાશને હવા નાખતા હતા.

એટલામાં લાઈટ આવી ગઈ, હવે વીંઝણાથી હવા નાખવાની જરૂર નહોતી.

પ્રવિણાભાભીએ પ્રકાશનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું

પ્રકાશભાઈ એક વાત પૂછું?

હજુ પ્રવિણાભાભી વાત પૂરી કરે તે પહેલા પ્રકાશ બોલ્યો ભાભી તમારા હાથમાં સરસ મહેંદી લગાવી છે, કોણે લગાવી આપી?

પ્રવિણાભાભી થોડા શરમાયા, એની તો વાત કરવાની હતી.

મારી બેન ધર્મિષ્ઠાએ લગાવી આપી છે. એ પણ તમારા જેવી ઉંચી અને રૂપાળી છે.

મને લાગે છે તમારી અને તેમની જોડી ખુબ જામશે.

પણ ભાભી હમણા મારે કારકિર્દી બનાવવાનો સમય છે.

તમે એક વાર જોઈ તો લો. પ્રવિણાભાભી બોલ્યા.

પ્રકાશે કોઈ જવાબ ન આપ્યો.

પ્રવિણાભાભીએ ઉંડો નિસાસો નાખ્યો

તેની ફૂલ જેવી બહેન માટે પ્રકાશ યોગ્ય મુરતિયો હતો અને પ્રકાશભાઈ માની જાય તો પ્રવિણા અવાર નવાર પ્રકાશને મળી શકે તેવા ઓરતા પ્રવિણાના મનમાં જાગતા હતા.

પ્રવિણાને પ્રકાશનું વ્યક્તિત્વ જ કઈ અલગ જ લાગતું હતું. તેમને પ્રકાશ ખુબ જ ગમી ગયો હતો ગૌર, સોહામણા, યુવક પ્રકાશને તે પોતની નજીકને નજીક રાખવા માંગતા હતા. અને તેની બહેન ધર્મિષ્ઠા પણ ઉંચી, કાળા લાંબા વાળ વાળી, હસતી હોય ત્યારે ગાલમાં સુંદર ખંજન પડતા,અને રૂપેરી દંતાવલી જાણે ફૂલ ખરતા હોય તેવો ભાસ કરતી સુંદર છોકરી હતી.

પ્રવિણાને મન બંને રાજ કુંવર અને રાજકુમારી જેવા લગતા હતા. જો પ્રકાશભાઈ અને ધર્મિષ્ઠાનું લગ્નનું ગોઠવાય જાય તો બંને " રાધા અને કાન્હા" જેવા લાગે અને પોતે ગોપી બનવા તૈયાર હતી.

પણ

પ્રકાશ ટસ માંથી મસ ન થયો,

પ્રવિણાભાભી ઉદાસ થઇ ગયા. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.

પ્રકાશે જયારે વિદાય લીધી ત્યારે પ્રવિણાભાભીએ તેને અંદરના રૂમમાં બોલાવ્યો પોતે ભરતકામ કરેલ રૂમાલ ભેટ આપ્યો, જેમાં બે દિલની ડીઝાઇન હતી. અને પ્રકાશને બાથમાં લઇ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા.પ્રકાશની પણ આંખો ભીની થઇ. તે સોરી કહી હળવેથી ત્યાંથી વિદાય થયો.

@ @ @ @

ગામમાં થોડા ઘર ખેતરોની વચ્ચે હતા, જે ગામથી થોડા દુર હતા. પ્રકાશ જયારે પોતાના ખેતરે જતો ત્યારે રીયાભાભીને ઘેર જરૂર જતો, રીયાભાભી પ્રકાશ પર ખુબ મમતા રાખતા. અને ચા પીધા વગર જવા ન દેતા. અને ચા એવી સરસ બનાવતા કે પ્રકાશ ચાના હંમેશા વખાણ કર્યા કરતો.

તમારી ચાથી નશો ચડે છે ભાભી પ્રકાશ કહેતો.

એમ? રીયાભાભી આંખો નચાવતા, અને મારો નશો ન ચડે?

રીયાભાભાભી એવો તોફાની સવાલ કરતા.

 • - - - -
 • UPSC ની પ્રિલિમ્સ અને મેઈન પરિક્ષા પ્રકાશ સફળતા પૂર્વક પસાર કરી ચુક્યો હતો. હવે તેની પાસે વાંચવાના બધા સંદર્ભ પુસ્તકો પાસે હતા, લાયબ્રેરીમાં જવાની હવે જરૂર નહોતી, એટલે તેણે ઈન્ટરવ્યું માટેની તૈયારી માટે ઘેર રહીને વાંચવાનું પસંદ કર્યું.

  પણ પ્રકાશની આજુ બાજુ ભૂલકાઓ વધારે હોવાથી શોર બકોર કરતા, જેને કારણે પ્રકાશના અભ્યાસમાં ખલેલ પડતી. એટલે તેણે પોતાના ખેતરમાં રૂમ બનાવેલ હતી ત્યાં તૈયારી કરવાનું વિચાર્યું. પણ ચા પાણી અને ખાવા પીવા માટે શું કરવું?

  મહેશ ને રીયાનું ઘર ખેતરમાં થોડી જગ્યામાં બનાવેલ હતું, બાજુમાં મહેશનો ભાઈ રમેશ અને તેની વહુ ગીતા રહેતા હતા. રીયા અને ગીતાને કોઈ બાળકો ન હતા. એટલે બેમાંથી કોઈ પણ એકના ઘેર રહી પ્રકાશે ત્યાં તૈયારી કરવી તેવું સર્વ સમંતિથી નક્કી થયું. મહેશ અને રીયાના ઘરમાં એક વધારાનો રૂમ હતો, તેથી તેમના ઘેર રહી પ્રકાશ તૈયારી કરે તો વધુ અનુકુળતા આવે તેવું હતું.

  પ્રકાશ દિવસ રાત મહેનત કરતો રહ્યો, ક્યારેક રાતે મોડે સુધી વાંચતો હોય ત્યારે રીયાભાભીને પણ ઊંઘ ન આવતી. તે ચા બનાવી પ્રકાશના પ્રકાશના રૂમમાં આવતા.

  લો પ્રકાશભાઈ જરા ચા પી લો.

  અરે વાહ ભાભી મને ચાની તલપ લાગી જ હતી.

  ચા પીધા બાદ પ્રકાશ વાંચેલ ટોપિક વિષે મનન કરતો.

  રીયાભાભી તેને જોઈ રહેતા.

  એક દિવસ બહુ ઉજાગરા થવાથી પ્રકાશનું માથું બહુ જ દુખતું હતું.

  તે સવારે હજુ પથારીમાં જ પડ્યો હતો.

  રીયાભાભી તેમની પાસે આવ્યા. કેમ પ્રકાશભાઈ હજુ સુધી સુઈ રહ્યા છો? તબિયત બરાબર નથી?

  ભાભી માથું ખુબજ દુખે છે.

  રિયાભાભી પલંગ પર બેસી ગયા. અને પોતાની નાજુક હથેળીથી કપાળ પર મસાજ કરતા રહ્યા.

  પ્રકાશને હવે દુખાવો ઓછો થયો. અને તે બેઠો થયો.

  ભાભી હવે સારું લાગે છે, જરા આદુ નાખીને ચા બનાવી લાવો.

  પ્રકાશની નિકટતાએ રીયાના મનમાં જબરી ઉથલ પાથલ સર્જી, હવે તેનું પૂરું ધ્યાન પ્રકાશની સેવા ચાકરી તરફ જ વળી ગયું. અને તેના પતિ મહેશની કાળજી હવે તે પહેલા જેવી નહોતી રાખી શકતી. શરૂઆતમાં મહેશે તો ગણકાર્યું નહિ, પણ પછી ધીરે ધીરે તે આ બધી બાબતોથી તે અકળાવા લાગ્યો.

  એકવાર મહેશને ખેતરમાં વધારે કામ હોવાથી નાસ્તો કર્યા વગર ખેતરે નીકળી ગયો, કામ ઘણું હતું તેથી થાકી પણ ગયો હતો અને ભૂખ પણ બરાબર લાગી હતી. ઘેર આવીને જોયું તો હજુ ખાવાનું તૈયાર નહોતું, અહિયાં પ્રકાશે પોતાનું ભણવાનું એક પ્રકરણ પૂરું કર્યું હતું એટલે થોડો રીસેસ લીધેલ. અને રીયાભાભી ત્યાં જ હતા. એટલે વાતાવરણ હળવું કરવા બંને મજાક મસ્તી કરતા હતા.

  પ્રકાશ અને રીયાને જોઈ મહેશનો ગુસ્સો કાબુમાં ન રહ્યો, તે રીયા પણ એકદમ ગુસ્સે ભરાયો પોતાના ઘરવાળો ભૂખે ટળવળે છે અને મેડમ બીજાની ચાકરીમાંથી ઊંચા નથી આવતા, એમ બરાડી રીયાનો હાથ ખેંચી લગભગ ઢસડીને પોતાના રૂમમાં લઇ ગયો.

  પ્રકાશ તો મહેશનું આવું રૂપ જોઇને સ્તબ્ધ થઇ ગયો, પણ જો પોતે કશું બોલશે તો મામલો બીચકશે તેમ સમજી ચુપ રહેવું જ બહેતર રહેશે તેમ સમજ્યો.

  રાતે મહેશે રીયાને ન કહેવાના શબ્દો કહ્યા, તેની અને પ્રકાશની વચ્ચે ખરાબ સબંધો છે તેવું આળ લગાવ્યું. મહેશની આ વાતનો રીયાએ જોરદાર પ્રતિકાર કર્યો. વાત એટલે સુધી વણસી કે રાતે પહેલી વાર મહેશે રીયાની ધોલ ધપાટ કરી. રીયા માટે આ અસહ્ય હતું.

  રીયાના મનમાં આની અવળી અસર પડી ભાભી-દિયરના નિર્દોષ સ્નેહને મહેશે જે રીતે વરવું સ્વરૂપ આપ્યું તેનાથી તે બહુ જ ખિન્ન થઇ ગઈ. તે ત્રણ રાત અને દિવસ સુઈ ન શકી.

  હવે તે ન તો પ્રકાશભાઈ પાસે જઈ શકતી કે ન મહેશને માફ કરી શકતી. હવે તેને જીવન અકારું લાગવા માંડ્યું. એક દિવસ મહેશ ખેતરે ગયો કે તરત શરીરે કેરોસીન છાંટી રીયાએ દીવાસળી ચાંપી દીધી, રીયાનું શરીર ભડ ભડ સળગવા લાગ્યું, ધુમાડાના ગોટા અને રીયાની ચીસોથી આખો રૂમ ગાજી ઉઠ્યો. પ્રકાશ બચાવવા દોડ્યો ત્યાં સુધીમાં તો કારમો ચિત્કાર કરી રીયાએ દેહ છોડી દીધો હતો. પ્રકાશ રીયાના મૃત દેહને પાગલની માફક જોઈ રહ્યો હતો.

  બીજા રસપ્રદ વિકલ્પો

  શેયર કરો

  NEW REALESED