Bhabhi books and stories free download online pdf in Gujarati

Bhabhi

ત્રિકુ સી. મકવાણા

tcmakwana @gmail .com

ભાભી.

રીટાને તેની ભાભી, આંટી અને નાની બહેન શણગારી રહ્યા હતા. ભાભી તો મજાક પણ કરતા હતા, આવી રીતે મને તો મારા લગ્નમાં પણ શણગારવામાં નહોતી આવી. મારું માનો તો જો છોકરો હા કહે તો રીટાબેનને આજે જ વળાવી દઈએ.

આ સાંભળી સૌના મો ઉપર હાસ્ય છવાઈ ગયું, રીટા હતી પણ દેખાવડી, સપ્રમાણ ઉંચાઈ, ગૌર વર્ણ, દાડમની કળી જેવી દંત પંક્તિ, ગુલાબના ફૂલ જેવા હોઠ, અણીયાળી આંખો, લાંબા કાળા વાળ વગેરે. એક એક અંગનું ઉપરવાળાએ જાણે નવરાશની પળોમાં સર્જન કર્યું હોય તેવી મૂર્તિનું સર્જન એટલે રીટા. સાથે સાથે રમતિયાળ, ચપળ, બોલવાનો મીઠો રણકાર. રીટા જ્યાં જાય ત્યાં સૌના દિલ જીતી લેતી..

તેની પિતરાઈ બેન બોલી, જો હું છોકરો હોત તો જરૂર રીટાને ભગાડી જઈ લગ્ન કરી લેત.

વળી પાછો હાસ્યથી આખો ઓરડો છલકાઈ ગયો.

રીટાના પપ્પાનો બીજા કમરામાંથી અવાજ આવ્યો, જલ્દી કરો હમણા જ જોવાવાળા આવી પહોંચશે. તેમનો ફોન હતો કે તેઓ CTM ( BRTS ) બસ સ્ટોપ પોઈન્ટ સુધી પહોંચી ગયા છે.

ભાભી, આંટી, પિત્રાઈ બહેન ઝડપથી રીટાને શણગારવા લાગ્યા. હવે રીટા આબેહુબ દુલ્હન જેવી લાગતી હતી.

BMW કાર ઘરને આંગણે આવીને ઉભી રહી. રીટાના પપ્પા તેમને આવકારવા ગયા. અને તારકભાઈને ઉષ્માથી ભેટી પડ્યા. બધાએ ઘરમાં પ્રવેશ કર્યો

જોવાની વિધિ પતિ ગઈ, રીટા સૌને પસંદ પડી ગઈ, ધામધુમથી લગ્ન થયા. રીટાએ શ્વસુર ગૃહે પ્રવેશ કર્યો.

રીટાનો પતિ રીતેશ બીઝનેસ સંભાળતો હતો, નાનો દિયર સંકલ્પ સોફ્ટ વેર કંપનીમાં એન્જીનીઅર હતો. સસરા સરકારી નોકરી કરતા હતા રીટાયર થવાને બે વર્ષની વાર હતી. રીતેશ વહેલો ઉઠીને પેઢી પર જતો રહેતો, તારકભાઈની ઓફીસ બીજા શહેરમાં હતી એટલે તેઓ પણ સવારે સાત વાગે નીકળી જતા. ઘરમાં સાસુ કામીનીબેન જે મોટેભાગે દેવ સેવામાં પરોવાયેલા રહેતા. સંકલ્પની કંપની બાજુમાં જ હતી, અને તેનો ઓફીસ ટાઇમ સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૬ વાગ્યા સુધી હતો. સંકલ્પ ઘણીવાર મોડે સુધી જાગતો એટલે તેના મમ્મી તેને ઉઠાડવા તેમના રૂમમાં જતા, હવે રીટા ઘરમાં હોવાથી તે જવાબદારી તેની પર આવી ગઈ.

રીટા સંકલ્પનું નાક ખેંચી ઉઠાડતી, સુવા દો ને ભાભી હજુ મારી ઊંઘ પૂરી નથી થઇ, સંકલ્પ બબડતો. પણ રીટા જબરદસ્તી જગાડી તેના હાથમાં ટુથ પેસ્ટ લગાડેલ બ્રશ પકડાવી દેતી. અને પછી તેના નહાવાનો ટુવાલ વગેરે ગોઠવી દેતી. અને ગરમા ગરમ નાસ્તો બનાવી ખવડાવતી.

રીટા અને સંકલ્પ હંમેશા મજાક મસ્તી કરતા, જે રીટાની સાસુ કામીનીબેનને જરા પણ ગમતું નહિ. તેઓ સંકલ્પને તો કશું કહેતા નહિ પણ રીટાનો ઉધડો લેતા ત્યારે રીટાનું મો લેવાય જતું. પણ બે દિવસ પછી ફરી પાછી ભાભી-દિયરની ધમા ચકડી શરુ થઇ જતી. સાંજના ક્યારેક સંકલ્પ ભાભીને બાઈકમાં બેસાડીને લઇ જતો. ત્યારે લોકોની નજર તેમના પર પડતી તો તેમને સુંદર યુગલ લાગતું.

એક દિવસ સંકલ્પને કંપનીના કામે બહાર જવાનું થયું, તે ઓફીસમાંથી વહેલો ઘેર આવી ગયો. મમ્મી કોઈ સગાને ત્યાં ગઈ હતી. સંકલ્પની બેગ તૈયાર કરવાની હતી. મજાક મસ્તી ચાલતી હતી. બંને ભાભી દિયર ધમા ચકડી મચાવવા લાગ્યા, આજ તો તેમને રોકનાર કોઈ હતું નહિ. અચાનક સંકલ્પ બોલ્યો ભાભી તમારા લગ્નને બે વર્ષ તો થઇ ગયા, મને કાકા ક્યારે બનાવશો? દિયરની વાત સાંભળી રીટા શૂન્ય મન્ષ્ક થઇ ગઈ, એકદમ જ ઉદાસ થઇ ગઈ. તેની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા.

સંકલ્પને નવાઈ લાગી અચાનક ભાભીને શું થઇ ગયું? તે વધુ ભાભીની નજીક સરક્યો, પ્લીઝ ભાભી રડો નહિ. તમે રડો તે મને નથી ગમતું. પણ રીટા તો સંકલ્પને બાથમાં લઈને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. સંકલ્પભાઈ તમારા ભાઈ પુરુષમાં નથી, સુહાગ રાતે જ તેમણે બધી ચોખવટ કરી. મારી સાથે દગો થયો છે. મેં તેમને કહ્યું કે તમોએ પહેલાથી જ બધું કહી દીધું હોત તો મારી જિંદગી આમ ધૂળ ધાણી તો ન થાત? તો કહે મને સમાજમાં ઈજ્જત જશે. તેની મને બીક લાગતી હતી. ઉલટું મને એમ કહ્યું કે તું ગમે તે પુરુષ સાથે સંબધ રાખે તેનો મને કોઈ વાંધો નથી. થનાર બાળકને પણ હું પિતાનો પ્રેમ આપીશ. રડતા રડતા રીટાની આંખો સુઝી ગઈ.

થોડીવાર રૂમમાં સન્નાટો છવાઈ ગયો.

ઘણું મનોમંથન કરી સંકલ્પ બોલ્યો તમને ખોટું ન લાગે તો મને એક ઉપાય સુજે છે. પણ આકરો માર્ગ છે. ન તમે જીવનમાં ક્યારેય તમારા મમ્મી - પપ્પાને મળી શકશો કે ન હું જીવનમાં ક્યારેય મારા મમ્મી - પપ્પાને મળી શકીશ.

સંકલ્પ અને રીટા પતિ - પત્ની બની કાર માં એક બીજાનો હાથ પકડીને એવી જગ્યાએ નાસી છૂટ્યા કે ડોનને ભલે ૧૧ મુલ્કની પુલીસ કદાચ પકડી લે, પણ તેઓને તો ૧૦૧ મુલ્કની પુલીસ પણ પકડી શકે તેમ નહોતી. અને બંનેના ચહેરા પર અનેરી ખુશીની કુંપળો ફૂટી નીકળી હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED