Aado sambandh books and stories free download online pdf in Gujarati

આડો સંબંધ

આડો સંબંધ

દોલુભા બહુ ભારાડી માણસ. ગામમાં તેની હાક વાગે, મૂળ તો આઝાદી પહેલાના કાઠીયાવાડના એક રજવાડામાં એક સિપાહી હતા. પણ તે વખતના સિપાહી પણ પોતાને રાજાથી કમ ન સમજે. રગોમાં ગરસીયાનું લોહી એટલે વાત વાતમાં પારો સાતમે આસમાને પંહોચે. અને દોલુભાનું તો કદ પણ પડછંદ, ચહેરા પર કરડાકી, લીંબુ લટકાવી શકાય તેવી મુછ. જુવાન આદમી, તે વખતની રજવાડાની લડાઈમાં પણ ખુમારીથી લડેલા. એટલે શરીર પર ઘા ના નિશાન પણ ખરા. અને રાજાના માનીતા એટલે કોઈ વતાવે નહિ. પણ આને લીધે દોલુભાને અભિમાન આવી ગયું. પોતે જે કહે તેમજ થવું જોઈએ તેવું માનવા લાગ્યા. અને અધૂરામાં પૂરું ઘરવાળી પણ ગરીબ ઘરની એટલે અમથી અમથી ફફડ્યા કરે. જો કે ભારત આઝાદ થયું પછી રજવાડા વિલીન થઇ ભારતનું એકીકરણ થયું. અને રાજાઓને સાલીયાણા બાંધી આપવામાં આવ્યા હતા. પણ ત્યારબાદ ઇન્દિરા ગાંધી સત્તા પર આવ્યા એટલે તે પણ બંધ કરવામાં આવ્યા .

અંગ્રેજોના રાજ વખતે દોલુભાનો સુવર્ણ યુગ હતો, તેમનું રજવાડું અંતરિયાળ વિસ્તારમાં આવેલ એટલે તે વખતે દરેક રજવાડામાં અંગ્રેજોએ એજન્ટ નીમેલ, તે બે વર્ષે એકાદ વાર મુલાકાત લેતા. અને તેની જવાબદારી પણ દોલુભા પર હતી. દોલુભા એજન્ટને શરાબ, શિકાર અને સ્ત્રીનો એવો ચસકો લગાડતા કે એજન્ટ ખુશ થઇ સારો રીપોર્ટ સરકારને સોંપતા. પરિણામે રજવાડા અને સરકારમાં પણ દોલુભાનું મહત્વ વધ્યું.

દોલુભા સ્ત્રીઓના શોખીન હતા, અને વ્યભિચારી જીવન જીવતા. એટલેથી સંતોષ ન માનતા તે શિકાર કરતા. શિકાર એટલે સીમમાં જતી એકલ દોકલ સ્ત્રીઓની ઈજ્જત લુંટવી એમાં તેમને અનેરો આનંદ આવતો. મોટેભાગે કાંટીયાં વર્ણની સ્ત્રીઓને ઇંધણ લેવા, કોઈ પાકની લલણી પછી જે ખેતરની જમીનમાં બાકી રહી ગયેલ અનાજ, મગફળી, કપાસ વગેરે વીણવા જતી સ્ત્રીઓ તેનો શિકાર બનતી. દોલુભાના હાથમાં બેનાળી બંદુક હોય એટલે બંદુકની અણીએ બળાત્કાર કરતા, સમય પણ બપોરનો પસંદ કરતા જયારે ચકલું પણ ફરકતું ન હોય એવો. વળી ગામની સીમમાં કોતરો પણ બહુ એટલે દોલુભાને સંતાવાની પણ સારી ફાવટ આવતી. શિકાર થયેલ સ્ત્રીઓ મનથી ભાંગી જતી. એકાદ બે સ્ત્રીઓએ બળાપો કાઢેલ તો તેમના નબળા પતિ આબરૂ જવાની બીકે અથવા દોલુભાના ડરને કારણે ઉલટી તેમની પત્નીને જ ઘઘલાવી( દબડાવી). અને કહ્યું કે તે જ નખરા કે અટકચાળું કર્યું હશે. નહિ તો આખા ગામમાંથી તું જ એની અડફેટે કેમ ચઢી? અને તારા અટક ચાળા પણ ઓછા નથી, માં કહેતા હતા કે મારા કાકાના રમલા જોડે તને બહુ ગોઠે છે. અને આમ ક્યારેક પોતાના દિયર સાથે નિર્દોષ મજાક કરી હોય તે પણ પતિ ઘા પર મીઠું ભભરાવતો હોય તેમ સંભળાવી દે. એટલે વહુ નિસાસા નાખીને મૂંગી પડી રહે. પણ એક બાઈ દોલુભાનું માથું ભાંગે તેવી નીકળી. હાથમાં નાનું છોકરું તેડ્યું હતું, અને બાપુએ ઈજ્જત લેવા જેવી બેનાળી દેખાડી કે પલક વારમાં બાઈએ એવી પગની લાત મારી કે દોલુભાના હાથમાંથી બેનાળી દુર જઈ પડી. અને હજુ દોલુભાને આ આઘાતમાંથી કળ વળે તે પહેલા બીજી લાત કચકચાવીને દોલુભાના પેડુની નીચે લગાવી. દોલુભાથી ચીસ પડાઈ ગઈ. તે આકુળ વ્યાકુળ થઇ ગયા. દોલુભાના જીવનમાં આ એક અણધારી ઘટના હતી. તેમની શરમનો પાર ન રહ્યો.

દોલુભાની આવી ખરાબ છાપને કારણે તેમના સમાજનું કોઈ છોકરી દેવા તૈયાર ન હતું. પણ ભૂતને પીપળો મળી રહે છે. અને દરેકના ભાગ્યમાં ઈશ્વરે કંઇકને કંઈક નિર્મિત કરેલ હોય છે. અથવા કર્મ ફળ કહો કે દૈવ યોગ એક ગરીબ ઘરની કન્યાનું માગું આવ્યું. રાજબા એના ફોઈના છોકરાને પ્રેમ કરતા હતા.(દરબારમાં મામાની છોકરી જોડે લગ્ન થાય છે) પણ રાજબા ગરીબ ઘરના હોવાથી કરિયાવર નહિ મળે તે લાહ્યમાં ફોઈએ સંબધમાં ફાચર મારી. અને રાજબાનો પ્રથમ પ્રેમ માત્ર દુઃખદ યાદ બનીને રહી ગયો. પછી રાજબાના સગાએ રાજબાની વાત દોલુભા સાથે સંબંધ બાંધવા માટે આગળ ચલાવી. બંનેના વડીલો તરફથી લીલી ઝંડી મળ્યા બાદ લગ્ન કરવાનું નક્કી થયું.

દોલુભા અને રાજબાના લગ્ન થયા, ખુબ ધૂમ ધામથી લગ્ન થયા. પણ પરણ્યાની પહેલી રાત રાજબા માટે દુસ્વપ્ન સાબિત થઇ ફોઈના દીકરાની પ્રીત હજુ પાલવે જ બાંધેલ હતી. જયારે દોલુભાને મન તો સ્ત્રી એટલે ઉપભોગનું માત્ર રમકડું. દર્દથી એક બે વાર તો રાજબા પલંગ પરથી ઉભા થઇ ભાગવાનો પ્રયત્ન કર્યો. પણ દોલુભાના જાલિમ પંજા નીચે આજે બળાત્કારની ભોગ ખુદ તેની પત્ની બની. અને રાજબા ચાહે તો પણ ચીસો પાડી શકે તેમ ન હતા. તેના શરીર પર હજારો સર્પ જાણે ફૂંફાડા મારી તેના શરીરમાં વિષનો સ્ત્રાવ કરી ગયા હતા. હજારો વીંછીના ડંખની વેદના તેમણે પહેલી વાર અનુભવી.

.

દોલુભા અને રાજબાના લગ્ન જીવનનું રગસીયું ગાડું ઉબડ ખાબડ રસ્તા પર ચાલવા લાગ્યું. હવે દોલુભા ગામના સરપંચ હતા. અને બિનહરીફ ચૂંટાયા હતા. હજુ પણ તેમનો એટલો વટ હતો કે તેમની ઉમેદવારીને કારણે ગામનો કોઈ માઈ કા લાલ તેમની સામે ઉભા રહેવાની હિમંત નહોતો કરતો. જો કે જ્યારથી રાજબા ઘરમાં આવ્યા ત્યારથી દોલુભાના જીવનમાં પણ ઘણો ફેરફાર આવ્યો હતો. પહેલાના ખરાબ ધંધા બંધ કરી દીધા હતા. કદાચ તેમને ઘેર ફૂલ જેવી દીકરીનો જન્મ થયો એટલે તેમનામાં ફેરફાર થયો કે રાજબાની સંગતને કારણે ફેરફાર થયો તે નક્કી થઇ શકે તેમ નહોતું, પણ મોટો ફેરફાર થયો હતો તે ઉડીને આંખે વળગતું હતું.

દોલુભાની દીકરી ફૂલકુંવરને રૂપ તેની માં પાસેથી મળ્યું હતું અને જીદ, ગુસ્સો વગેરે તેના પિતા તરફથી મળ્યા. ફૂલકુંવર નાના હતા ત્યારે સહુ તેની કાલી- કાલી બોલી અને બાળ સહજ તોફાનો સહુના મન મોહી લેતા. જાણે એક નાની બાળ કાનુંડી. રાજબા માટે તો ફૂલકુંવર એક એવી પરીના રૂપમાં આવી કે તેના ગૃહસ્થ જીવનમાં મોડે મોડેથી પણ સંતોષ અને પ્રેમના પુષ્પો તેના જીવનમાં ખીલ્યા ખરા. રાજબાનું જીવન વધુ સુખી, વધુ સુંદર, વધુ પ્રેમાળ બન્યું. રાજબાના જીવનમાં દીકરી વ્હાલનો દરિયો બન્યો.

હવે ફૂલકુંવરબા સ્કૂલે જવા લાગ્યા. તેની સાથે તેના ઘરમાં કામ કરતો મોહનનો દીકરો કિસન પણ તેની સાથે ભણવા જતો. બંને એક જ વર્ગમાં ભણતા. કિસન ભણવામાં બહુ હોંશિયાર હતો એટલે શિક્ષકોનો માનીતો હતો.તેને કારણે વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓનો પણ માનીતો બન્યો. વળી ફૂલકુંવરબા અને કિસન સાથે ભણવા જતા અને પાછા ભણીને ઘેર આવતા. ઘર અને સ્કૂલ વચ્ચેનું અંતર ૨ કિમી જેટલું હતું. અને ગામડામાં બધાજ સ્કૂલે ચાલીને જ જતા. એટલે ફૂલકુંવરબા પણ ચાલીને સ્કૂલે જતા.અને તેમને કિસનનો સાથ પણ ગમતો હતો.

હવે ફૂલકુંવરબા કળી મટીને મઘમઘતું પુષ્પ બની ગયા હતા, અને કિસન પણ ખડતલ અને સૌમ્ય મુખમુદ્રા વાળો યુવક બની ચુક્યો હતો. ફૂલકુંવરબા કિસનને દિલ દઈ ચુક્યા હતા. પણ કિસન એક સમજદાર અને ઠરેલ યુવક હતો, તે બંનેના વચ્ચેની અભેદ સામાજિક વિષમતા વિષે સમજતો હતો. એટલે તે ફૂલકુંવરબાને દિલથી ચાહતો હોવા છતાં પોતાનું દિલ ખોલતો નહતો. તે બંનેનો પ્રેમ કેવા ભયાનક પરિણામો લાવી શકે તે વિસ્તારથી સમજાવતો. પણ ફૂલકુંવરબા ઉલટું તેને મહેણાં મારતા, ક્યારેક એમ પણ કહેતા કે કિસન કોઈ બીજી યુવતીને પ્રેમ કરે છે.

સમજાવટના બધા પ્રયત્નો નિષ્ફળ જવાથી અને જો ફૂલકુંવરબા સાથે પોતે લગ્ન નહિ કરે તો ફૂલકુંવરબા જાન દઈ દેશે તેની પાકી ખાતરી થઇ જવાથી હવે કિસન પાસે એક અને માત્ર એક જ જોખમી માર્ગ બાકી રહ્યો હતો. તે માર્ગ હતો ફૂલકુંવરબા સાથે લગ્ન કરવાનો. કિસન પોતાના ઘરમાં તો આ વાત કરી શકે તેમ નહોતો. ફૂલકુંવરબા પણ દોલુભાને આ વાત કહી શકે તેમ નહોતા. પણ મમ્મી રાજબા સાથે તે બધી વાત કરતી. આ પહેલા પણ બે ત્રણ વખત કિસન તેને ગમે છે તેવી વાત કરેલ પણ રાજબાએ છોકરમત સમજી વાતને હસી કાઢેલ. પણ આજે ફૂલકુંવરબા દ્વારા હું પરણીશ તો કિસનને જ બાકી બીજા બધા ભાઈ બાપ, એવું સાંભળી રાજબા અવાચક બની ગયા. પણ પછી મન મક્કમ કરી દીકરીની ખુશી ખાતર હા ભણી દીધી. અને પોતાની ઓળખાણથી એવી જગ્યાએ મોકલી દીધા કે દોલુભા જમીન આસમાન એક કરે તો પણ તે બંનેને શોધી ન શકે. બંનેને પોતાની આગોસમાં લીધા. ક્યાંય સુધી ફૂલકુંવરબાને અશ્રુ ભર્યા ચહેરે વહાલ કરતા રહ્યા. કિસનને પણ હેતથી કપાળ પર ચૂમી કરી અને પોતાના એકદમ વિશ્વાસુ માણસોને બોલાવી રાત પૂરી થાય તે પહેલા બંનેને સલામત જગ્યાએ મોકલી આપવા આદેશ કર્યો.

બીજા દિવસની સવાર થઇ, બહુ વાર થઇ છતાં પણ પોતાની ચા ન આવી એટલે દોલુભાએ ફૂલકુંવરબાને હાક પાડી, કારણકે સવારની ચા તો દોલુભા ફૂલકુંવરબાના હાથની જ પીતા. કાયમની આ ટેવ હતી આજે પહેલી વાર વિક્ષેપ પડ્યો. અંદરથી રાજબા ચા લઈને આવ્યા અને કહ્યું કે ફૂલકુંવરબા તેની સહેલીની બર્થ ડે હોવાથી શહેરમાં ગયા છે. બપોર થયો, સાંજ થઇ અને રાત કાળી ચાદર ઓઢીને આવી પણ હજુ ફૂલકુંવરબા ઘેર નહોતા પધાર્યા. હવે દોલુભાનો પિત્તો ગયો. તેમણે જોયું કે રાજબા તો સાવ સ્વસ્થ છે. જમાનાનો ખાધેલ દોલુભા મામલો કળી ગયો. તેણે ઘરમાંથી નેતરની સોટી કાઢી અને સટાક સટાકના અવાજો અને રાજબાની ચીસોથી હવેલી ગુંજી ઉઠી. ગામ લોકો જાગી ગયા પણ કોઈની હિમ્મત રાજબાને બચાવવાની હતી નહિ.

આ પહેલો બનાવ બન્યો જેનાથી દોલુભાનું નાક વઢાયુ જે ગામમાં પોતાની ધાક હતી તે ગામમાં દોલુભા શરમને કારણે કોઈની સાથે નજર મિલાવી શકતા નહોતા. બધા ગામ લોકો પોતાની હાંસી ઉડાડતા હોય એવું પ્રતીત થયું. તેણે કિસનના ઘરના એક એક માણસ પર પોતાના માણસો દ્વારા સિતમ ગુજાર્યો, જુલમ ગુજાર્યો, બાળકો સુધ્ધા બાકી ન રાખ્યા. પણ કિસનના ઘરવાળા કોઈને કંઈ ખબર જ ન હોય તો કેવી રીતે કહે. પોલીસે કિસનના કુટુંબીઓને રીમાન્ડમાં પણ લીધા પણ પરિણામ શૂન્ય.

હવે ગામમાં રહેવું હીણપત ભર્યું અને ક્ષોભ જનક લાગવા માંડ્યું. ગામની બધી જમીન જાયદાદ વેચીને ગામથી દુર કોઈ મોટા શહેરમાં સ્થાયી થવાનું મન દોલુભાએ બનાવી લીધું. કિસનના બાપને તો નોકરીએથી તગેડી મુક્યો હતો. એટલે ૮ વર્ષના એક બાળક જેના માં બાપ ગુજરી ગયેલ હતા. તેને નાના મોટા પરચુરણ કામ માટે સાથે લીધો.

******************************************************************************

૮ વર્ષ બાદ

દીકરીના ભાગી જવાની ઘટનાએ દોલુભાના મન પર ઘેરી અસર કરી, તે બેફામ શરાબ પીવાના રવાડે ચડી ગયા. અને મિલકતના પૈસા પણ પુષ્કળ આવ્યા હતા.એટલે આર્થીક રીતે કોઈ પરેશાની નહોતી. શહેરમાં તેણે સીવણ ક્લાસ શરુ કર્યા, આમાં પણ તેણે બહુ સમજી વિચારીને નિર્ણય કર્યો હતો. મૂળ તો દોલુભા ભારે વિષયી હતા પણ ફૂલકુંવરબાના જન્મ બાદ તે વૃતિ પર અંકુશ મુક્યો હતો, તે વૃતિ ફૂલકુંવરબાના ભાગી જવાથી વકરી હતી અને તેમને ઉંડે ઉંડે શક હતો કે ફૂલકુંવરબાના ભાગી જવામાં રાજબાનો પણ હાથ છે, ત્યારથી રાજબાનો સ્પર્શ પણ ત્યજી દીધો હતો. ઘેર એક રસોઈ બનાવવા અને ઘરકામ કરવા બાઈ રાખી હતી. તેના હાથે જ પાણી પીતા તે ન હોય તો ગામમાંથી જે છોકરો લાવેલ વીરેન્દ્ર તેના હાથનું પાણી પીતા.

દોલુભા હવે શરીર ભૂખ સંતોષવા તેઓ સીવણ ક્લાસની ટીચરનો ઉપયોગ કરતા. અને તેઓ જમાનાના ખાધેલ હતા. એટલે પહેલા ટીચરને આર્થિક મદદ કરતા, પૈસા ઉછીના આપતા. અને પછી લાગ જોઇને સોગઠી મારતા અને મોટેભાગે કામયાબ રહેતા. ક્લાસની ઉપર જ તેમની ઓફીસ હતી, અને ચાલુ કલાસે જ તેમના " આડા સંબંધ" બંધાતા. અને આ "આડા સંબંધ" તેમને પહેલાના દોલુભાની યાદ અપાવતા.કે તેઓ ભૂતકાળમાં નિર્દોષ લાચાર સ્ત્રીઓની ઈજ્જત લૂટતા. તેમના ક્લાસમાં ત્રણ ટીચર હતી. અને દર ૬ મહીને ટીચર બદલી નાખતા. હવે દોલુભાને મન આડા સંબંધ એટલે જ મોજ, આડા સંબંધ એટલે જ મસ્તી, આડા સંબંધ એજ સ્વર્ગ, અને આડા સંબંધ એટલે જ જીવન મંત્ર થઇ પડ્યું.

કામવાળીનો દીકરો બીમાર હોવાથી કામવાળી ત્રણ દિવસથી આવી ન હતી. ઘર કામ વીરેન્દ્ર અને રાજબા મળીને કરતા હતા. વીરેન્દ્ર હવે ૧૬ વર્ષનો ફૂટડો યુવાન બની ચુક્યો હતો. અને ઘણી વાર રાજબાના યૌવન યુગ્મ ચોરી છુપી થી જોઈ લેતો. રાજબાને પણ તેની જાણ હતી. રાજબા ક્યારેક કહેતા પણ ખરા કે એમ જોવાથી શું વળે? પહેલ કરવી પડે. " પહેલ કરે તે સહેલ કરે" પણ વિરેન્દ્રની હિંમત થતી નહિ. તે દોલુભાનો સ્વભાવ જાણતો હતો. કદાચ જિંદગીથી પણ હાથ ધોઈ દેવા પડે. આ બાજુ ઘણા સમયથી રાજબા પુરુષ સંસર્ગથી વંચિત હતા. તેમની કામ વૃતિ ઉછાળા મારતી હતી અને દોલુભાએ તો ઘણા વર્ષોથી તેમને સ્પર્શ કરવાનું પણ બંધ કરી દીધું હતું.

માળિયા ઉપરથી એક વાસણની જરૂર હોઈ રાજબા સીડી વીરેન્દ્રને પકડાવી ઉપર ચઢ્યા હતા, તેમને સાડીનો કછોટો માર્યો હતો ચણિયો અર્ધેથી વાળી દીધો હતો. વીરેન્દ્ર રાજબાની ગોરી ગોરી માંસલ પીંડી જોઈ રહ્યો હતો. અને તેનું ધ્યાન સીડી પકડવાને બદલે માંસલ પીંડીઓ પર ગયું. અને બેલેન્સ ખોરવાયું. રાજબા સીધા પડ્યા વિરેન્દ્રની મજબુત બાંહોમાં. અને બંને સીધા જ પલંગ પર પડ્યા. આ બધું પલક વાર માં જ બન્યું. બંને ક્યાંય સુધી એકબીજાની બાહોમાં રહ્યા. અને વીરેન્દ્રે પોતાના જીવનની પહેલી ચૂમી હોઠોથી હોઠો પર લીધી, રાજબા તો આ માટે તૈયાર જ હતા. દોલુભા ક્યારેય કિસ કરવામાં સમય બગડતા નહિ. તેઓ તો સીધો શારીરિક સંભોગ જ કરતા. રાજબાએ ઉંડો શ્વાસ લીધો આવી પ્રગાઢ ચૂમી તો તેના ફોઈના છોકરાએ પણ કરેલ નહિ. તે પણ વીરેન્દ્રને વ્રુક્ષને વેલી વળગી પડે તેમ વળગી પડ્યા. રાજબા અનુભવી હોવાથી બંનેના વસ્ત્રોનું અનાવરણ રાજબાએ કર્યું. હવે વીરેન્દ્ર રાજબાના વર્ષોથી વણ સ્પર્શ્યા સ્તન યુગ્મોને ચૂમવા લાગ્યો. રાજબાના માદક ઉદગારો વધુને વધુ ઘેરા બન્યા. આલિંગનની ચુડ વધુ દઢ બની. એક બીજાના માદક શ્વાસ એક બીજા સાથે જાણે નૃત્ય કરવા લાગ્યા. હૃદયમાં ભીની ભીની સરવાણી ફૂટી. રાજબાનું મુખ શર્મથી ત્રાંબા વર્ણનું લાલચોળ થઇ ગયું. તેના હોઠ પ્યાસી માછલીની જેમ વિરેન્દ્રના હોઠોને ચૂમી રહ્યા હતા. આહા......આવો આલ્હાદક આનંદ જીવનમાં કદી નહોતો મળ્યો. જાણે વર્ષોથી અતૃપ્ત રહેલી ધરતીને મેહુલો મુશળાધારે ભીંજવી રહ્યો છે. જન્મો જન્મની પ્યાસ મિટાવી રહ્યો છે. તેણે મેઘદૂત વાંચ્યું હતું. વિશ્વની પ્રેમ કથાઓ વાંચી હતી. પણ રાજબા જે આજે અનુભવી રહ્યા હતા તે બધી પ્રેમ કથાને ટપી જાય તેવું હતું, જાણે તેઓ આનંદના શિખર પર હતા. અને અચાનક જ બંનેના શ્વાસો શ્વાસ વધુ તેજ બન્યા. અને એક તીવ્ર આંચકા સાથે બંને એક સાથે ચરમ સીમા પર પહોંચ્યા. આ સાથે જ આજે દોલુભાના ઘરમાં જ એક " આડા સંબંધ" નું નિર્માણ થયું. અને દોલુભા તેનાથી સાવ અજાણ હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED