અને એ શૈતાન બની ગયો(ભાગ-૧)!!!!!! Patel Swapneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

અને એ શૈતાન બની ગયો(ભાગ-૧)!!!!!!

અને એ શૈતાન બની ગયો(ભાગ-૧)!!!!!!

લેખક- સ્વપ્નીલ પટેલ

લેખક પરિચય

મારું નામ પટેલ સ્વપ્નીલ છે,જેવું નામ તેવાં જ સપના જોવાનુ મારુ કામ .સપના ની દુનિયા માં ડુબેલો સપનારૂપી નદીમાં ડુબકી લગાવવાનો શોખીન છુ.મન માં ઘણાં સપના જોયા છે,જેને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહયો છું.હુ હાલ સાર્વજનિક કોલેજ ઓફ એંજીનિયરીંગઅને ટેકનોલોજીમા ઈન્સ્ટ્રુમેન્ટસ અને કંટ્રોલ બ્રાંચમાં અભ્યાસ કરી રહયો છુ , કોલેજ ના ત્રીજા વર્ષમાં હોવા નો આનંદ છે.હરવા –ફરવા અને સિંગીંગનો ગાંડો શોખ છે.હું અંકલેશ્વરીયન નવોદિત લેખક છું.ભલે કેવો પણ લેખક હોય કે કથાકાર , વાંચકો અને શ્વોતા ના હુંકારા માટે તરસતો હોય છે ,ભલે એ કેવો પણ હુંકારો કેમ ના હોય.તમારા હુંકારા,ફીડબેક અને મેસેજ નો ભુખો છું.

Mobile- 8758807812

Facebook-

પ્રસ્તાવના

ભારતના એવા ઘણા સ્થળો એવા છે જ્યા માણસોના પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે.વિજ્ઞાનના વિચારો એના પ્રયોગોની પર પણ એવી દુનિયા રહેલી છે,જેની અનુભૂતિ તો થાય છે પણ માનવું કે નામાનવું એ બે પક્ષ વચ્ચે પલ્લુ ડગુમગુ અને એકબાજુ ઉપર-બીજી બાજુ નીચે થતુ હોય છે.ઘણા લોકોને આનો દેખીતો અનુભવ થતો હોય છે,પણ બોલવા જતા ફાટી જતી હોય છે.એવા સ્થળોને તમે ભુત બંગલો,પિચાશ સ્થળ,શાપિત ઘર,હોરર પ્લેસ કહી શકો.શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણે ભુત-પિચાશની પણ યોનિઓ હોય છે.યોનિનો અર્થ સમજાવુ તો,તમે હમણા માનવ યોનિમા છો,સીધો-સાદો અર્થ એવો કહી શકુ કે,કોઈ પણ જીવ-આત્માને જે શરીર મળે,તે યોનિમા છે એમ કહેવાય છે.કેટલાક એવા ઘણા સ્થળો છે,જ્યા કહેવામા આવે છે કે આ સ્થળ હોન્ટેડ છે,અહિયા કોઈ સ્ત્રીની,કોઈ માણસની આત્મા ભટકે છે અને રાત્રે તેના રુદનનો અવાજ આજે પણ સાંભળવામા આવે છે,આજે પણ ત્યા આગ લાગે છે અને એ સ્ત્રી આગમા જોહર કરે છે અને એવું કરુણ રુદન કરે છે જે સાંભળનાર ના હદયને ધ્રુજાવી મુકે છે.આવી જ સત્ય અને અસત્યને પર એક સત્ય સગી આંખે જોયેલી સ્ટોરી રજુ કરી રહ્યો છુ.”ડરના મના હૈ”એ કાળી રાત એ ચાર જણાને હજુય યાદ છે,અને આ વિષે તે ચારેય જણાને આજે કોઈ પુછે છે ,ત્યારે તેમના મુખ ડરથી ભાંગી પડે છે,એ રાત હતી વર્ષના છેલ્લા દિવસની........

અને એ શૈતાન બની ગયો(ભાગ-૧)!!!!!!

ધવલ,દીપક,નીરવ અને નીલ એ ચાર કોલેજના મિત્રો હતા,આમ તો સ્કુલના સમયથી જ પાકા દોસ્તારો બની ગયા હતા.કોલેજમા આવ્યા ત્યારથી જ કલાસમા એમની જ મસ્તી આખા કલાસની છબી બની જતી હતી.મિકેનીકલ એન્જીનીયરીંગનુ આખુ સેકન્ડ યેર ,તેમની મસ્તીથી ફેમસ થયેલુ.તેમની મસ્તીથી પરેશાન થઈને મિકેનીકલ ના હેડ આશિશ સર તરફથી કેટલીય વાર સસેપેન્ડ થયા હતા,તોય એ બધા તો હજુય પોતાની મસ્તીને છોડવાનુ નામ પણ લેતા ન હતા.પણ કહેવાય છેને કે જ્યારે અમુક ઘટના ઘટિટ થાય છે,ત્યારે ભલભલા મસ્તીખોર, શાંત અને મૂંગા થઈ જતા હોય છે.તે ચારની લાઈફ પણ આવીજ કોઈ ઘટના ઘટવાની હતી,પણ ભવિષ્યમા ઘટનારી ઘટનાથી અજાણ એવા એ લોકો પોતાની મસ્તીમા મસ્ત હતા.ધવલ અને નીલ છેલ્લી બેંચ પર બેસતા હતા અને નીરવ અને દીપક એ બેયની આગળની બેંચ પર બેસતા હતા.

અથવાડિયા ના બંક પછી આજે કોલેજ સ્ટાર્ટ થવાની હતી.મોટભાગના વિધ્યાર્થીઓ હાજર હતા.પણ કલાસમાં ખુબ ઘોંઘાટ હતો,બધા લોકો કોઈ ઘટના કે બનાવની ચર્ચા કરી રહ્યા હોય એવુ લાગતુ હતુ.પણ પેલા મસ્તીખોરો, શાંત રીઢા બેઠા હતાં, ધવલ,નીલ અને નીરવ, નિરાશામા કોઈ ચર્ચા વગર શાંત બેઠા હતા.....ત્રણેય જણા ચુ-ચા પણ કરતા ન હતા. આખા કલાસને એનુ આશ્ચર્ય હતુ. તેમને જાણે સાપ સુંઘી ગયો હોય એવુ લાગતુ હતુ.નીરવની બાજુ ની જગ્યા આજે ખાલી હતી.એમની ગેંગનો દીપક ગેરહાજર હતો.ક્લાસના બધા જ લોકો એવી વાતો કરી રહ્યા હતા કે,”દીપક સાથે જે ઘટના ઘટી એના જવાબદાર આ ત્રણેય જ છે.તેમણે પહેલા તો ,શાંત દીપકને મસ્તીખોર બનાવ્યો અને પછી તેમની મસ્તીને કારણે જ કદાચ દીપક....આવો બની ગયો હતો......પણ એવી તો કઈ ઘટના દીપક સાથે ઘટી હતી !!? શુ થયુ તું દીપકને?

ત્યારે કલાસમા સર આવ્યા,બધાયે સરને ,”ગુડ મોર્નિગ” કહ્યુ અને પોતાની સીટ પર બધા બેઠા.ત્યારે પટ્ટાવાળાના હાથે એક નોટિસ આવીકે ,”પેલા ત્રણેયને ડીપારટમેન્ટના હેડ,એમની ઓફિસમા બોલાવે છે”.સરની પરમિશન લીધા પછી એ ત્રણેય ઓફિસમા પહોચ્યા. આશિશ સર ગુસ્સામાં લાગતા હતા..... આશિશ સરે સીધુ પુછી લીધુ કે શુ કર્યુ તમે દીપક જોડે,એ રાતે શુ થયુ હતુ ,દીપક ક્યા ગયો?બધુ સાચુ-સાચુ જણાવી દો,બાકી તમારુ એડમિશન બીજી કોલેજ મા લઈ લેજો આ કોલેજ મા તમારુ કોઈ કામ નથી..........

પેલા ત્રણેય ,પહેલેથી જ ડરેલા હતા,અને આશિશ સરની આ ઘોષણાએ બધી જ કસર પુરી કરી નાખી હતી.એ ત્રણેયને આશિશ સરનુ કોઈ ટેન્શન નહતુ પણ,પેલી રાતે અનુભવેલી અને જોયેલી ઘટના એમને સતાવી રહી હતી.સરને કોઈ જવાબ આપતુ નહતુ.હવે સર,ગરમ તવાની જેમ બરાબરના ગરમ લાગતા હતા.........

સર હવે નીરવ બાજુ તુકુર-તુકુર જોવા લાગ્યા અને કહ્યુ,”તુ જ દીપકની બાજુ મા બેસતો હતોને,બોલ શુ થયુ હતુ દીપક જોડે,અડધી મિનીટ આપુ છુ બોલી દે નહીતર મારો લાફો ખાશે તુ!!બધુ જ કહી દેવું એજ છેલ્લો વિકલ્પ હતો.નીરવ અચકાતો-અચકાતો બોલ્યો,”સર તમે અમારી વાત માનશો જ નહી,જાણે એના મોંમા દુમો ભરાયો હતો.......(એ કાળી રાતના એ કાળા સાયાના ભયથી ઓતપ્રોત નીરવને ડરને કારણે ખુબ આઘાત લાગી રહ્યો હતો.)આટલુ બોલ્યો એટલે એને ચકકર આવી ગયા અને નીચે પડી ગયો.એને બાજુના રુમમા સારવાર માટે ખસેડાયો.

ધવલ પણ થોડા કમજોર હદયનો હતો એટલે એ પણ કાંઈ બોલી ના શક્યો.નીલ થોડા મજબુત હદયનો હતો એટલે એણે બોલવાનુ ચાલુ કર્યુ,”સર તમે અમારી વાત પર વિશ્વાસ કરો કે,ના કરો પણ ,હુ તમને સત્ય ઘટના કહીશ.

૩૧ ડિસેમ્બર વર્ષનો છેલ્લો દિવસ હતો એટલે અમે દર વર્ષની જેમ આ વખતે ડુમ્મસ પાર્ટીનો પ્લાન બનાવ્યો હતો.અમે એમ તો હોટલ અને રાહુલરાજ મોલમા પાર્ટી કરતા પણ આ વખતે કંઈક અલગ એવું વિચારીને, વેટ પાર્ટીનો પ્લાન ડુમ્મસ બાજુ બનાવ્યો હતો,અમે ત્રણેય જણા તૈયાર હતા,સિવાય દીપક, એણે ક્યારેય દારૂ પીધો નહતો........એટલે આવવા માટે થોડો ઝીઝકતો હતો.....પણ નીરવ અને ધવલે એને મનાવી લીધો હતો, કે “ભાઈ તારા માટે કોલ્ડડ્રીંક છે, ટેન્શન ના લે.”

નીરવના પપ્પા થોડુ ભુત-પ્રેતની માહિતી રાખતા હતા......એના પપ્પાએ પહેલી થી કહી દીધેલુ કે તમે પાર્ટી કરવા ,ક્યાય પણ જાવ પણ ડુમ્મસ બાજુ ભુલથી પણ નહી જતા.......

નીરવે પુછ્યુ,”કેમ પપ્પા ?!!”

તો એના પપ્પા એ થોડા ડર અને ગંભીર થઈ કહ્યુ કે,“ત્યા બુરી આત્માઓનો સાયો છે”

.નીરવને એના પપ્પા પર પુરો વિશ્વાસ હતો અને એણે આ બાબત(પપ્પા એ કહેલી)અમને ત્રણેય મિત્રોને જણાવી તો,અમે બધાયે એનો મજાક ઉડાવવાનુ ચાલુ કર્યુ .....નીરવ પણ આવવાની ના જ પાડતો હતો પણ,મે થોડી મજાક કરી કે આવુ તો કંઈ હોતુ હશે,”તારા દોહાને કંઈ ખબર ના પડેલા,તુ પણ શુ યાર!!!એન્જીનીયરીંગ કરેછે તોય આવામાં માને છે!!!?

પણ તે કાળી રાતના અનુભવ પછી,હુ પણ ભુત-પ્રેતમાં માનતો થઈ ગયો છું.હુ એ રાતના ૮ વાગા જેવુ મારી ફોર વીલમા માન્ઝા ગાડીમાં,અથવાગેટથી નીરવ,દીપક અને ધવલને લઈને નીકળ્યો ડુમ્મસ બાજુ............,ત્યા અમે હોટલમા જવાના હતા........કારણકે ત્યાના ટામેટાના ભજીયા ખુબ ફેમસ.ડુમ્મસના રસ્તામા વચ્ચે કોઈ અમારી ગાડી આગળ ચાલી રહ્યુ હતુ,”તેના વાળ એકદમ સફેદ,મોટી-મોટી ડાઢી અને હાથમા એક લાંબી લાકડી જેનાથી તે ડુમમ્સના રસ્તા પર ચાલતા ચાલતા કદાચ કોઈ ગામ તરફ જઈ રહ્યો હતો.મેં ઘણા હોર્ન માર્યા પણ રસ્તા વચ્ચેથી સહેજે ખસતો નહતો.મેં પછી ધવલને કીધુ ,”ધવલ જરા આને સાઈડ પર કરતો....સાલો આમ એ નથી માનવાનો!!!!” ધવલે કારનુ બારણુ ખોલ્યુ અને બાબા તરફ આગળ વધ્યો.....અને બોલવા જ જતો હતો કે”ઓ ભાઈ ખસની રસ્તા વચ્ચેથી,તારા બાપાનો રોડ છે!!!?” એ બાબા જેવા વ્યકિતને કંઈ કહે તે પહેલા જ ,એ બાબા ધવલ તરફ અચાનક ફર્યા,ધવલ એને જોઈને હાવળો-બાવરો થઈ ગયો......એ બાબા દેખાવમા ખુબ ડરાવનો લાગતા હતા.”એની આંખો આંધળાની આંખોની જેમ, એકદમ સફેદ અને આંખમા જે કાળા રંગનો મોટો ભાગ હોય તેવો જ ,પણ એલદમ કાળા તલના બિંદુ જેવી, કાળી કીકી હતી.તેની બધી ચામડીઓ, કદાચ ઘડપણના કારણે ઢળેલી દેખાતી હતી.એની આંખો લાલ હતી,જે ધવલ તરફ વાંકી ર્દ્રષ્તિથી જોઈ રહ્યો હતો,એણે કપડાની જગ્યાએ પ્રાણીઓની છાલ પહેરેલી હોય એવું લાગતુ હતુ.એ બાબાએ ધવલના કપાળ પટ પર પોતાની ત્રાંસી ર્દ્રષ્તિ નાખી અને મોટેથી બરાડા નાખી, બોલવા લાગ્યો,”બચ્ચે ભાગ જા વરના તુમ મરોંગે.......મૈ તુમ્હારે કપાલપટ પર સ્પષ્ટ દેખ સકતા હુ, કિ આપ ચારો, કોઈ અંજાન શકિત કે સાયેમે ફસને વાલે હો........અપની સલામતી ચાહિયેતો ભાગ જાઓ, ઔર લૌટ જાઓ અપને ઘર પર........”, ધવલને હતુ કે, બાબા કંઈ જંતર-મંતર કરી દેશે,તો લેવાના દેવા ન પડી જાય,ગાડીમા પાછુ ફરવુ જ હિતાવહ લાગતુ હતુ.

ધવલતો એ બાબાના ચહેરાને જોઈને જ ડરી ગયો હતો.ધવલ ડરના માર્યો ગાડી મા ઝડપથી બેઠો અને જોરથી અફાડી કારનુ બારણુ બંધ કર્યુ અને લોકનુ બટન નીચે તરફ પ્રેસ કર્યુ અને મને કીધુ,”ઓ ભાઈ ચાલ ભગાવ ગાડી......” મેં કીધુ “બી ગયો....!!!!”.તો ધવલ કંઈ બોલ્યો નહી......”આ બધુ જોઈને અમને બેને(નીલ અને દીપકને)તો મોજ પડતી હતી.પણ નીરવ અને ધવલના મન મા ડર પેંસી ગયો હતો.

અમે બેયે મસ્તી કરવાનુ ચાલુ કર્યુ,”ધવલ તેરી મોત આનેવાલી હૈ,હા હા હા હા!!!”. થોડો ડર અને હાસ્યના મિકસ અનુભવ, ધવલના ચહેરા પર ઝલકતો હતો.ત્યા તો નીરવ બોલવા લાગ્યો,”ફ્રેન્ડસ !!!!યાર, તમે આ બધી વસ્તુઓને સિરીયસલી કેમ નથી લેતા......!!!!મારા પપ્પાએ પણ મને ડુમ્મસ બાજુ જવાનુ ના પાડ્યુ હતુ,અને આ બાબા પણ ના પાડી રહ્યા હતા!! તમે ઘટનાક્રમને સમજો અને ગાડી આપણા ઘર તરફ વાળો.. ......આ બધુ સાંભળીને દીપકથી જોરથી હસી લેવાયુ......અને વ્યંગ મા કહેવા લાગ્યો,”બંધ કર ભુતવાળી ,બો પાછી.....!!!! આવી પઈડી.........ખબર છે,તારો દાહો બો ત્રાંત્રિક છે પાછો તે!!!!!!!” ધવલ અને નીરવની ખેંચવામા,વાત-વાતમાં ડૂમમ્સ આવી ગયુ હતુ.

પોણા નવ વાગા જેવુ હોટલમા પહોચ્યા અને કીલો ભજીયાનો અને બે વીસ્કી અને ૪ કોલ્ડડ્રીંકનો ઓર્ડર આપ્યો.ખૂબ મોજ થી ભજીયા ખાધા,અને વીસ્કી પીધા બાદ......ડુમ્મસના દરિયા કિનારે મને, મન થયુ કે નીરવના મનનો ભય દુર કીયા જાય!!!!! તો......મેં ,એ ત્રણેયને બહાનુ કાઢી......દરિયા કિનારે લઈ ગયો.....અને મોટેથી બરાડો પાડવા લાગ્યો,”ઓ ભુતળાઓ, માનુ દુધ પીધુ હોય તો......મારી સામે આવો !!!,તમને બતાવુ કુતરીનાઓ........!!!”અને ગાળો દેવા લાગ્યો.ત્યા અચાનક કુતરાઓના રડવાનો અવાજ આવવા લાગ્યો.આટલો કરૂણ રડવાનો અવાજ ક્યારેય સાંભળ્યો નહતો....અને કેટલાક માણસોના જોર-જોરથી હસવાનો અવાજ,લોકોની ચીસ સંભળાવવા લાગી,અજીબ જ રાડોનો અવાજ,ચામાચિડીયા ઓના અવાજ,કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ આવવા લાગ્યો તો અમે આજુબાજુ જોયુ તો કોઈ દેખાતુ નહતુ..અને હવે મને પણ, ડર લાગવા લાગ્યો હતો.નીરવે કીધુ મારા પપ્પાની વાત એકદમ સાચી હતી,મે કીધુ તારુ મોઢુ બંધ કર.......અરે દીપક ક્યા ગયો?!!! હુ બોલ્યો.

ત્યા અચાનક ડુમ્મસ બીચની કાળી માટી, વધારે ચીકાસ વાળી થવા લાગી.....અમારા બધાયના પગો જમીન મા ધસાવા લાગ્યા.........!!!ધવલે કહ્યુ ભાગો અહિયાથી......તો અમે કંઈ પણ જોયા વગર ગાડી તરફ ભાગવા લાગ્યા.............અમે ત્રણેય ગાડીમા બેસી ગયાં,પણ દીપક ગાડીમા જડતો ન હતો,ધવલે નીરવને પુછ્યુ,”દીપક તારી પાછળ હતો ને.....તો ક્યાં ગયો એ.......”

નીરવ એ કહ્યુ “ના,એ મારી પાછળ નહતો!!!!!!”

મારાથી બોલાય ગયુ.”એ બીચ પર આપણી સાથે,મે એને થોડા સમય માટે જ જોયો હતો,પછી તે ફસાય તો નથી ગયોને......!!.....ત્યારે મારી ડ્રાઈવર સીટ ના કાચ પર કંઈક જોરથી અથડાયુ હોય એવુ લાગ્યુ,બીક તો ઘણી લાગતી હતી,પણ દીપકને પણ શોધવાનો હતો એટલે દરવાજો ખોલવો પડ્યો.દરવાજાને ખોલતાની સાથે દીપક બેભાન અવસ્થામા ગાડી પાસે પડેલો જોવા મળ્યો.અમે ત્રણેય જણા ખુબ ડરી ગયા હતા.બધાના મનમાં ધીરે-ધીરે ડર પેંસવા લાગ્યો.......આખરે શુ થયુ હતુ દીપકને?? આમ પેલો અથડાઈને કેમ પડ્યો??દીપકના માથામાંથી લોહી નીકળતુ દેખાઈ રહ્યુ હતુ...... દીપકનુ મોંઢુ નિરાશ અને ડરેલુ લાગતુ હતુ............!!! એના ચહેરાને જોઈને અમારો ડર ઔર વધી ગયો હતો.પહેલા તો પહેલી અજીબોગરીબ ઘટના અને બીજી દીપકની આ હાલત........શુ કરીએ.....કંઈ સમજમા આવતુ નહતુ. બધાના મનના પ઼શ્ર્નો વચ્ચે....ધવલ બોલી ઉઠ્યો,આપણે દીપકને ભાનમા લાવવા પાણી છાંટવુ પડશે........પછી ધવલે,દીપકની આંખો પર પાણી છાંટ્યુ ,ત્યારે એ જાગ્યો,”નીરવે પુછ્યુ....”તુ ક્યા હતો???,શુ થયુ હતુ તારી સાથે........???,ક્યા હતો તુ........અને તારા માથા માથી લોહી પણ નીકળી રહ્યુ છે.

દીપક આ બધુ સાંભળી જોરથી હસવા લાગ્યો,જાણે કોઈ રાક્ષસ હસતો ના હોય!!!!અને જોર-જોરથી બોલવા લાગ્યો....”તમો બધા ગેલાં......મરતા તવ ભુતા ગેલા..............આમો મંજુલીકા...........”અને ગાંડાની જેમ કોઈ સ્ત્રીના અવાજમા હસવા લાગ્યો. આવા કોઈ દી, પણ ન સાંભળેલા વાક્યોને સાંભળી અમારા આશ્ર્ચર્ય અને ડર પણ લાગતો હતો!!!!!દીપકની આંખ લાલ હતી......અને એ હવે ઉભો થઈ ગયો અને....બાજુમા પડેલી લાકડીને લઈ અમને મારવા આગળ વધી રહ્યો હતો....એણે પહેલા તો.....ધવલને પોતાના બાહુબળે જોરથી ધક્કો માર્યો અને ધવલ...દુર ઝાડ પાસે પડ્યો.......નીરવ ત્યા બોલી ઉઠ્યો કે,”આના શરીરમા કોઈનુ ભુત પેઠુ હોય એવું લાગે છે....... ,નીલ છોડ આને....ગાડીને ચાલુ કર........બાકી આ આપણને પણ મારી નાખશે આ”........બધાના શોક અને ભય અને ડર વચ્ચે દીપકે ધુણવાનુ ચાલુ કર્યુ.....................અમારા ત્રણેયના આશ્ર્ચર્ય અને ડરનો નો પાર નહતો........શુ પેલી ભુતળીની આત્મા ,દીપકના શરીરમા પ્રવેશી હતી????

શુ બાબાની કહેલી વાત સાચી હતી???દીપકના ધુણવાનુ રાઝ શુ હતુ????? શુ દીપક ડાકળના જાળમાં ફસાયો હતો??? ફોર વીલમા આવેલા દોસ્તો સાથે શુ થશે?? શુ એ લોકો ડાકળના ડરમાંથી મુકિત મેળવશે........એ ડાકળનો સાયો,એના પાછળની સત્યઘટના,એ ચારેય સાથે થવાની ઘટના અને આગળની સ્ટોરી માટે.......જરા શ્ર્વાસ લઈ લો........અને બીજો ભાગ જલદી થી જ અપલોડ કરીશ

ટહુકો-

તમારી હોરર સ્ટોરી કે લવ સ્ટોરીને કે તમે લખેલા લેખને મને વોટ્સએપ કે મેઈલ કરો કરો.....તમારા લેખોને હુ તમારા નામ સાથે મુકીશ .મારુ પ્રયત્ન,મારું લખાણ, આવકારવાં બદલ આભાર ,દિલ થી થેંક્યુ,તમારા ફીડબેક અથવા મેસેજ નો ભુખ્યો છું,ક્રીપ્યા તમારા લેખક મિત્રને ભુખ્યો ના મારતા પ્લીઝ”પસંદ પડેતો તમારા દોસ્તો અને યારો સાથે શેર કરજો.

-------------------------------------------------------- અસ્તુ ---------------------------------------------