Maro Prem tarathi j - 1 books and stories free download online pdf in Gujarati

“મારો પ્રેમ તારાથી જ”(ભાગ-૧)

લેખક પરિચય

મારું નામ પટેલ સ્વપ્નીલ છે,જેવું નામ તેવાં જ સપના જોવાનુ મારુ કામ .સપના ની દુનિયા માં ડુબેલો સપનારૂપી નદીમાં ડુબકી લગાવવાનો શોખીન છુ.મન માં ઘણાં સપના જોયા છે,જેને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહયો છું.હુ હાલ સાર્વજનિક કોલેજ ઓફ એંજીનિયરીંગઅને ટેકનોલોજીમા ઈન્સ્ટ્રુમેન્ટસ અને કંટ્રોલ બ્રાંચમાં અભ્યાસ કરી રહયો છુ , કોલેજ ના ત્રીજા વર્ષમાં હોવા નો આનંદ છે.હરવા –ફરવા અને સિંગીંગનો ગાંડો શોખ છે.હું અંકલેશ્વરીયન નવોદિત લેખક છું.ભલે કેવો પણ લેખક હોય કે કથાકાર , વાંચકો અને શ્વોતા ના હુંકારા માટે તરસતો હોય છે ,ભલે એ કેવો પણ હુંકારો કેમ ના હોય.તમારા હુંકારા,ફીડબેક અને મેસેજ નો ભુખો છું.

Mobile- 8758807812

Facebook-

“પ્રેમની પ્રસ્તાવના”

”Tale of love is always untellable”

પ્રેમ એ અઢી અક્ષરનો શબ્દ નથી ,પણ જીવનને ખુશીથી જીવવાવાળા લોકોના શ્વાસનો ઓક્સિજન વાયુ છે.પ્રેમને નવા નિશાળીયા અને દંભી માણસો ના સમજી શકે.પ્રેમના સમુદ્રમના ઉંડે રહેલા મોતીને પ્રેમરૂપી મરજીવા જ એ મોતીરૂપી જીવનનને મેળવી શકે.પ્રેમમાં પહેલો અક્ષર પ્રેમી માટે છે અને બીજો અક્ષર પ્રિય વ્યકિત માટે છે અને રહી ગયેલો અડધો અક્ષર,એ બે વચ્ચે રહેલો પ્રેમ જ છે.

“મારો પ્રેમ તારાથી જ”(ભાગ-૧)

લેખક - પટેલ સ્વપ્નીલ

(સ્ટોરી, શિવાંગ નામનો મોર્ડન અને હીરોઈસ્ટીક યુવાન છોકરો કહી રહ્યો છે..................)

બુધવાર નો દિવસ હતો, એ ખૂબ મજાનો અને ખુબ સુંદર દિવસ હતો કેમકે એ દિવસે અમારી જીટીયુ બોર્ડની પહેલા સેમની પરીક્ષા નો છેલ્લોદિવસ હતો અને એકઝામ પછી વેકેશન હતું....મેં વેકેશન શરૂઆતમાં તો ખૂબ એંજોય કર્યુ, કેટલાય મુવી પણ જોઈ નાખ્યાં અને બધા શોખો પુરાં પણ કર્યા,પણ અથવાડિયા પછી એ મજા પણ સજા જેવી લાગી રહી હતી કારણકે ઘરે બેસી બેસીને હુ ખુબ કંટાળી ગયો હતો........કારણ કે કોલેજ ના ૧૨ કલાક ની લાઈફ આપણને બહુ ગમે,ભલે પછી… પ્રોફેસરના લવારા કેમ ના સાંભળવા પડે પણ,ફેન્ડસ હોય એટલે મજાતો ગામની આવે....બરાબર ને બોસ....!!!!! બીજા દિવસે સવારે, આપણા અનડ્રોઈડ મોબાઈલ માં નોટિફીકેશન ઝબકી,”ટુડે ઈઝ માનવસ્ બર્થડે”મન માં થયું , ચાલો માનવ પાસે પાર્ટી લઈએ,ડાઈરેકટ કોલ કર્યો ,”હેય માનવ બડી,હેપી બર્થડે..........” માનવે રીપ્લાય આપ્યો “થેંકયુ” ,આપણે પાર્ટી લેવામાં તો એક્સપર્ટ.....એટલે મે તો કહી દીધું .” થેંકયુ થી કામ ના ચાલે ,પાર્ટી જોઈએ બોસ” માનવે પછી બહાના તો ઘણા બનાવ્યા ,પણ આપણે એને પટાવી લીધો ,ઈમોશનલ બ્લેકમેઈલ થી........હા હા હાં........પછી માનવ ભોંકયો “ ઓ શિવલા બો લવારા ના કર, પાર્ટી જોઈએ તો આવી જા સુરત ,આપું તને પાર્ટી” .............મેં કીધું, “ચલ હમણાં જ પહેલી એકસપ્રેસ પકડી ને આવું છું, તને “બર્થડે બમ મારવાં....... એણે પછી ફોન મુક્યો.....

આપણે તો તૈયાર થવાનું ચાલુ કર્યુ.મસ્ત બ્લુ કલરનું સ્ટાઈલીસ્ટ ટી-શર્ટ જેની પર લખ્યું હતુકે ”બી સ્ટુપિડ ઈન લવ” અને સાથે સાથે કોમ્બિનેશન વાળું હુડીનુ જીન્સ (શાઈનિંગ બ્લુ) પહેર્યુ,અગલ-બગલમાં મસ્ત ચોકલેટી પર્ફયુમ છાંટ્યુ,મસ્ત હેર સ્ટાઈલ બનાવી અને સ્ટાઈલીસ્ટ સ્પોર્ટ શુઝ પહેરી ,આપણે તૈયાર થઈ ગયા. સ્પેન્ડરને કીક મારી ,આપણે તો ગિફટ ગેલેરી તરફ નીકળા અને માનવ માટે એક મસ્ત મજાનું ગિફ્ટ લીધું.પછી આપણી ગાડીએ સ્ટેશન તરફ પ્રયાણ કર્યુ.ત્યાં ગાડી ને પાર્કિગ માં મુકી અને રસીદ ફળાવી.પછી ટીકીટ બારી પર અંકલેશ્વર થી સુરતની એક્સપ્રેસ ટ્રેનની ટિકીટ લીધી અને પ્લેટફોર્મ નંબર-૨ પર ઓવર-વે થી જસ્ત નીચે ઉતર્યો ત્યાં પબ્લીક તો ઓછી હતી,પણ ત્યાં અચાનક મારા કાનમાં કોઈના હસવા નો અવાજ આવી રહ્યો હતો. બોજ કયુટ હસી સંભળાઈ રહી હતી.સામે જોયું તો મારુ મન પ્રફુલ્લિત થઈ ગયુ,સામે હતી એક રૂપની રાણી,ખુબ સુંદર હતી બોસ......અને હસી હસી ને મોબાઈલ પર કોઈની સાથે વાત કરતી હતી .

આટલી કયુટ સ્માઈલ કયારેય જોઈ ન હતી.એ સુંદરી ને નિરખતાં રહેવા ,મારી આંખે તો પલકારા મારવાનુંય છોડી દીધું,મારા બે પગ ત્યાંજ થંભી ગયા અને મારું મોઢુંતો ખુલ્લું જ રહી ગયું. એને જોવામાં એટલુ પણ ભાન ન રહ્યુ કે,પ્લેટફોર્મ પર ટ્રેન આવી ગઈ છે એ તો પાછળથી કોઈનો ધક્કો વાગ્યો ત્યારે ખબર પડી,પછી તો હું ટ્રેન પકડવા બરાબર નો ભાગ્યો..... અને ટ્રેનના જનરલ કોચમાં ચઢી ગયો. ટ્રેન તો થિયેટરની જેમ હાઉસફુલ હતી એટલે હુ સીટની ઉપર બાકડા(કેરિયર)પર બેસી ગયો જ્યા ઓલરેડી ,સામાન ટ્રેનની દીવાલો સાથે અડીને થુસી થુસીને ભર્યો હતો માત્ર એક જણ ની જગ્યા જ હતી તેથી હું એ થાડી જગ્યામાં બેથો અને હાસ ભરી. ત્યાં પણ મનમાં હતુ કાશ એ પરીના દર્શન ફરીથી થઈ જાય.થોડીવાર માં ટ્રેન ચાલવા લાગી, પણ આજે કો કેમ ટ્રેન ઘસડાઈ ઘસડાઈચાલી રહી હતી.....!!!જાણે એને પણ એ પરીથી જુદા થવાનો ગમ હોય.....શું ખબર!!???

ટ્રેન હાઉસફુલ હતી પણ મને ટ્રેન ,લાઈબ્રેરી જેવી શાંત લાગી રહી હતી કારણકે ભલે મારુ શરીર ટ્રેનમાં હોય ,પણ મારું મન તો હજીય પેલા બ્યુટીફુલ પોઈન્ટ (પ્લેટફોર્મ નંબર-૨) પર જ હતું અને મારુ મન ,મારા ધડકતાં હદય ની દિવાલો પર, મારી આંખે જોઈલી પરીનું ચિત્ર દોરી રહ્યુ હતું અને મારું હૈયુ ,ખાલી ફોગટ ખુશ થઈ રહયુ હતું.

ત્યારે મારી આંખોએ જાણે શું જોયુ કે, મનને ચિત્ર દોરવામાં વિઘ્ન આવ્યુ,પણ એ એવો સુંદર પળ હતો કે જેમા મારા હદયની દિવાલ પર દોરાયેલા પેન્સિલ ડ્રોંઈંગ માં આપમેળે જ રંગો પુરાવા લાગ્યા.મારું હદય બાગબાન થઈ ગયું કારણ કે એ રંગો અચાનક પુરાયા ન હતા.પણ આંખ સામે ઉપસેલી છબીને કારણે હતુ . આંખે હદયને કીધુ,”અલા દોફા આ તો પેલી(પરી) જ છે”.છેવટે મારા મોં માથી નીકળી ગયુ,”યસ,યસ....,યસ” .......લાગે જરા જોરથી જ નીકળી ગયુ!!!!, જેથી નીચેની સીટ (સામ-સામે ૪ જણાની સીટ)પર બેથેલા લોકો મને જોવા લાગ્યા....તેથી મેં પછી શરમાઈને ચુપ્પી જાણવી.છતાંય મારા ચહેરાની સ્માઈલ તો જતી ન હતી.

સદનસીબે એ એજ પરી હતી જેના દર્શનની કામના મેં ભગવાનને કરેલી.મને એ પરીનું નામતો ખબર ન હતું,પણ મારા મને એનુ નામ અંજલી રાખ્યુ(આનુ કારણ પછીના લેખમા જાહેર કરીશ) .હવે મારી અંજલીની વાત કરું તો એ મારી બાકડાની જગ્યાથી ૪૫ અંશ ના ખૂણે રહેલી સીટના સાઈડ સાથે પોતાની કેડ ટેકવીને ઉભી રહી હતી.

મારી નજર એને જોયા વગર રહી ન શકતી હતી. લાલ અને ગુલાબી કલરના કોમ્બિનેશન વાળુ લિપસ્ટીક તેના હોથ પર ગુલાબી રંગના આલુ જેવુ લાગી રહયુ હતુ.તેનાવાળ તો જાણે સુરતની સુતરફેણી જેવા સિલ્કી અને થોડા ગોલ્ડન કલરના હતાં.સિલ્વર પર કેવું સોનાનુ વરખ ચડાવે,તેમ તેના કાળા વાળ પર સોનેરી કલર,સોના પર સુહાગો જેવો લાગી રહ્યો હતો.અંજલીને નીરખવામાં કોઈ અરચણ ના આવે એટલે એને પગની એડીથી નીરખવાનુ ચાલું કર્યુ.એના પગ એટલા ગોરા અને સુંદર હતા જાણે ચાંદની ચાંદની.એણે સફેદ રંગના સેંડલ પહેર્યા હતા જેના આગળના ભાગે પતંગિયા જેવી ડિઝાઈન ની પટ્ટીઓના કોમ્બિનેશનને ચાર હીરા જેવા મોતીના પથ્થરો થી જોડ્યુ હતું. તેણે ભુરા અને લીલા રંગના કોમ્બિનેશનનુ નેઈલ પોલિશ કર્યુ હતુ જે તેના પગને સુશોભિત કરી રહ્યુ હતુ.

બિચારી મારી અંજલી કદાચ એ સીટ સાથે ટેકો લઈ થાકી ગઈ હશે તો એ સામેની બાજુની સીટ પર પીઠ ટેકવી ઉભી રહી ગઈ પણ,બિચારીનું સ્મિત જાણે ગરુડ જેમ સાપને દબોચી ઉડી જાય તેમ આ ટ્રેનની થકાવત ,એના સ્મિતને જાણે પાનોલીના સ્ટેશને જ મુકી આવી હતી.એણે ભુરાં રંગનુ જીન્સ પેન્ટ પહેર્યુ જેના પર લાલ પાણીના ટીપા જેવી ડિઝાઈન(લેટેસ્ટ ફેશન) હતી.એણે સ્કર્ટ પહેર્યુ હતુ કે નઈ એતો ખબર નઈ કેમકે ઠંડીના કારણે એણે ચેઈન વાળું ડાર્ક બ્લુ સ્વેટર પહેર્યુ હતુ જેના પર લાલ કલરના કમળના ફુલની ત્રણ પાંદડી જેવી ડિઝાઈન એના પેંટ ની ડિઝઈન સાથે સામ્યતા ધરાવતુ હતું.એના હાથના નેઈલસની વાત કરુતો એણે ભૂરા કલરનુ નેઈલ પાલિસ કર્યુ હતુ જે પિંક કલરની ડિઝાઈન થી શોભી રહ્યુ હતુ,એના અંગુથા ના નેઈલસ બહારથી સ્ટાઈલીસ્ટ લાંબા હતાં જેનાથી એ એના લેટેસ્ટ એન્ડ્રોઈડ મોબાઈલ માં વોટ્સએપ પર ચેટિંગ કરી રહી હતી. ડાર્ક પિંક, ડાર્ક ગોલ્ડન અને જાંબલી રંગના પટ્ટાવાળો સ્કાર્ફ એના મોર જેવી ગરદનને ઠંડીથી રક્ષણ આપી એના પહેરવેશને ચાંદ- ચાંદ લગાવી રહ્યો હતો.કાન મા મારા જેવા જ સફેદ કલરના હેડફોન લગાવી હીરો મુવીનુ સોંગ સાંભળી રહી હતી....”વાહ તુ મારી ગર્લ ફ્રેન્ડ અને હુ તારો હીરો.......હા હા હા....”મારા હોઠો પર હળવુ સ્મિત આવી ગયુ.એણે નાક પર સોનાની નાનકડી ટાંકડી ના ટોપ જેવી નથડી પહેરી હતી તથા એનુ મોઢુ લંબગોળ હતું જે તેના ખુલ્લા લબ્ઝો જેવા ખુલ્લા વાળ થી શોભી રહ્યુ હતુ જેમા માથાથી વચ્ચે હેઠો પાડ્યો હતો.એના આંખની પાપણો પર લગાવેલુ કાજળ,એના ચહેરાને ઉઠાવ આપી રહ્યુ હતુ.

પણ બીચારી ઉભી ઉભી થાકી ગઈ હશે એટલે ઉદાસ હતી.હું વિચારતો કે કાશ એના માટે કંઈ કરી શકત...પણ એકાએક જાણે શુ થયુ ,જેમ પ્રભાત થાય અને ફુલ ખીલે તેમ મારી અંજલી નુ સ્મિત ખીલી ઉઠ્યુ અને તે એકાએક હસવા લાગી.મારાથી મન માં બોલાય ગયું કે,”શું સ્માઈલ છે.....!!!!”. જેમ વર્ષા પછી ધરતી ખીલી ઉઠે તેમ તેની સ્માઈલ થી તેની સુંદરતા મા રહેલુ અધુરુપન હતુ તે પુરુ થઈ ગયુ હતુ અને એની સુંદરતાનો ચાંદ સોળેય કળાએ ખીલ્યો.અને હું એના સોંદર્યને મારી સગી આંખે ભરી-ભરીને પીવા લાગ્યો....અરે કામદેવને પણ મુર્છિત કરી દે તેવી એ લાગતી હતી.

ભલા હો ઉસકા જીસને મેરી અંજલી કો હસાયા....હું વિચારુ છુ કે આ વોટસએપ દેવનો જ આશીર્વાદ હોવો જોઈએ.કીમ સ્ટેશન આવ્યુ અને ટ્રેન ધીમી પડી એટલે નીચેની બે સીટ(સામસામેની) ખાલી થઈ ગઈ એટલે સીટ પર બેસવા માટે મારો નંબર લાગી ગયો અને મારા સદનસીબે મારી અંજલી ને મારી સામેની સીટ મળી અને હું તો ખુશીની બેટરી ફુલ ચાર્જ થઈ ગઈ. ત્યા એકાએક વિલન ટી.સી ટપકો , હું એને સારી રીતે ઓળખતો કારણકે રોજ કોલેજ જવાનુ હોય એટલે ટી.સી પણ ઓળખતા જ હોય.મારી રો ની ટિકીટ ચેક કર્યા પછી એ મારી અંજલી ની લાઈન મા ટિકીટ ચેક કરવા ગયો.ત્યાં મારી અંજલી એ એક નવી ઉપાધિ કરી “પાસ કાઢીને!!!!!” કારણકે સિંકદરાબાદ એક્સપ્રેસ મા પાસ નહોતો ચાલતો. ટી.સી ને મનમા થયુ ,”આજે લક સારુ છે,ચા-નાસ્તા ના પૈસા નીકળી જશે”

ટી.સી એ દાદાગીરી શરુ કરી “ઓ બેન ચાલો ૩૦૦ રૂપિયા કાઢો ,તમને ખબર નથી કે આ ટ્રેનમા પાસ નથી ચાલતો!!!!?”બિચારી અંજલી ગભરાઈ ગઈ હતી.કેમકે આટલા બધાં રૂપિયા કયાંથી લાવે!!!!! બિચારી રડું રડું થઈ રહી હતી ,છતાંય હિંમત કરીને બોલી,”સર સોરી....મને ખબર ન હતી!!! અને આટલા બધા પૈસા હુ ક્યાથી લાવું!!!?, મારા મામા મારુ પાલનપોષણ કરે છે.....મારી પાસે ૫૦ રૂપિયા જ છે અને તે પણ ભાડુના.મને જવાદો સર....આવી ભુલ બીજી વાર નહી કરુ”.પણ પેલો વિલન સહેજ પણ માનતો ન હતો.મને એટલો ગુસ્સો આવી રહ્યો હતો કે,હમણાં જ આને ટીપી કાઢુ....ત્યારે એકાએક માઈન્ડ મા સ્ટ્રાઈક થઈ કે આ ટી.સી ના ભષ્ટાચારનો વિડિઓ મારા ફ્રેન્ડે સેન્ડ કર્યો હતો.મે મોબાઈલ મા ચેક કર્યુ તો એ એજ ટી.સી હતો,મે બ્લેકમેઈલ નો પ્લાન બનાવ્યો.હજુય ટી.સી અંજલી ની એકેય માનતો ન હતો ,હુ મારી સીટ પરથી ઉભો થયો અને ટી.સી ને કાન મા કીધુ,”સાહેબ તમારા કારનામા નો વિડિઓ મારા મોબાઈલ મા પડ્યો છે,આ છોકરીને માફ કરો બાકી તમને છઠ્ઠીનું દૂધ યાદ કરાવવાની તાકાત ધરાવુ છુ,તમારા વિડીયો ને રેલ્વે મંત્રાલયની સાઈટ પર અપલોડ કરીશ ને તો મોદી ના રાજમાં નોકરી માંથી હાથ ગુમાવવો પડશે,હવે તમે નક્કી કરો તમારે શુ કરવુ છે!!?”. અંજલી અમે બેયને જોઈ રહી હતી.પછી ટી.સી સમજી ગયો અને અંજલી ને માફ કરી બાકીની ટિકીટ ચેક કરવાનુ છોડી,ઘબરાઈને પોતાના ટી.સી કોચમા ભાગ્યો.એટલે હુ જીતની સિકંદર સ્માઈલ સાથે પોતાની સીટ પર બેઠો.

અંજલી અને બાકી બેથેલા લોકો ને બહુ ખબર ના પડી,પણ અંજલી સમજી ગઈ કે મે ટી.સીને ભગાડ્યો એટલે એણે મને “થેંકયુ “ કહ્યુ. શુ મીઠો મધુર એનો અવાજ હતો,અને પછી મે રીપ્લાય મા “ઓલવેયસ વેલકમ “કહ્યુ.અંજલી એ પછી સામેથી મારી સાથે વાતચીત શરૂ કરી.....”તમે સારુ થયુ મને બચાવી,એક્ચુઅલી મને ખબર જ ન હતીકે પાસ નહી ચાલે”. (ત્યારે અંજલી ના મનમા શિવાંગ પ્રત્યે રીસપેકટ જાગી હતી)

મે કહયુ કે “હમણા એક વર્ષ થી આ ટ્રેનમા પાસ નથી ચાલતો,પણ ટી.સી એ થોડી માનવતા તો રાખવી જ જોઈએ”

તેણે કહયુ “એકદમ સાચી વાત,બાય ધ વે મને એકચ્યુઅલી ખબર જ નહતી કે આમાં પાસ ચાલતો નથી.....”

ચાલો કંઈ નહી,હવે તમને કોઈ હેરાન નહી કરે.......મેં હસતા-હસતાં કહ્યુ......

મેં કહયુ,”બાય ધ વે તમારે ક્યા જવાનું?”

તેણે કહયુ”સુરત”

(મન મે લડ્ડુ ફુટા) “અરે,હુ પણ.”

તેણે કહયુ “ઓહ! એવું,સારુ કહેવાય, બાય ધ વે તમારુ નામ??”

(મનમા થયુ આતો મારો સવાલ હતો.......પણ સારું થયુ!!!!)

“મારુ નામ શિવાંગ પટેલ”

તેણે કહયુ”ઓહ રીઅલી, નાઈઝ નેમ”

તેની એકએક વાતને સાંભળતા રહેવાનુ મન થતુ હતુ પણ મે પણ પછી પુછી લીધુ,”વોટ ઈઝ યોર ગુડ નેમ?.......

એનો જવાબ ગળેથી ઉતરે એવો નહતો,ખબર જવાબ શુ હતો!!!?

“મારુ નામ અંજલી ”

(મને એટલી બધી ખુશી થઈ કે વાત જ શું કહેવી........મારાથી થોડુ હસાય ગયુ.......)

એણે કહ્યુ “શું થયુ???””

(મારા મને જુથ્થુ બોલવુ ન હતુ પણ પછી બોલવુ પડ્યુ)

“એકચ્યુઅલી મારી કઝીનનુ નામ પણ આજ છે”

તેણે કહયુ “ઓહ!! રીઅલી....!!(મોટી સ્માઈલી સાથે)”

(વાત વાત મા કયારે સુરત સ્ટેશન આવી ગયુ ખબર પણ ના પડી)

સુરત ઉતરવા વાળા પેસેન્જર, ટ્રેનના દરવાજા તરફ લાઈન બનાવી રહ્યા હતાં,એટલે મારે પણ ઉથવુ પડયુ અને એક કાકાની પાછળ હુંય ઉભો રહી ગયો.....ત્યા એક ઘરડા સુકલકડી માંસી હતા જે પોતાનો સામાન ઉચકી શકવામા અસમર્થ હતાં,મારી પાછળ અંજલી હતી ,અંજલી એટલી દયાળુ હતી કે પછી એનાથી માંસીનો દર્દ ના જોવાયો,એણે માંસીને કહ્યુ “લાવો માંસી ઉચકી લઉં”(આ ઘટનાને જોઈને શિવાંગને પણ અંજલી પ્રત્યે રીસ્પેકટ જાગી)

અને પોતનો સામાન એકહાથે અને બીજા હાથે માંસીનો સામાન ઉચકયો હતો ,જેની મને ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર ઉતર્યો ત્યારે ખબર પડી. અંજલી સાચે ,હદયથી પણ એટલી જ સુંદર હતી,જેની મેં ક્યારેય કલ્પના કરી નહોતી. પ્લેટફોર્મ પર ઉતર્યા પછી એણે માંસીનો સામાન એમને આપી દીધો.ત્યારે હુ અંજલીને જોતો હતો,અને એ મારી નજીક માં જ હતી.

ત્યા મારા મોબાઈલ ની કોલિંગ રિંગટોન વાગી......

”તેરે બિન જીના હૈ જૈસે,દિલ ધડકા ના હો જેસે,

યે ઈશ્ક હે ક્યા દુનિયા કો હમ સમજાયે કૈસૈ

અબ દિલો કી રાહો મેં હમ કુછ ઐસા કર જાયે

ઈક દુજે સે બિછડે તો સાંસ લીએ બિન મર જાયે ઓ ખુદા..........”

લાગે પ્રક્રુતિ એ પણ મારા હદયની ફીલીંગ જાહેર કરવી હતી....આ સોંગ સાંભળી મારા ચહેરા પર એક અનોખી ચમક સાથે સ્મિત ઉભર્યુ જેને હુ, મારી અંજલીના ચહેરા પર પણ સ્પષ્ટ પણે જોઈ શકતો હતો,અને પછી મુસાફરોની ભીડમા હુ અને અંજલી ખોવાય ગયા.જેને સ્વપ્નો માં જોતો એ રાજકુવરી (ડ્રીમ ગર્લ) આજે મળી.........તેથી મારા દિલને ઘણુ-ઘણુ કહેવુ હતુ .....અંજલી ને પણ ,બોલી શકાયુ...... નહી ,એનો ગમ હતો!!!! મારા મનને પણ પુછવુ હતુ,”સાલી તુ પહેલા ક્યા હતી!!!!?”મનમા થયુ બોલ્યા વિના કહી દઉં શુ એવુ કંઈ હોતતો કેવુ સારુ બન્યુ હોત....પણ શું કરુ!!!!??

ભગવાનની જેવી ઈચ્છા, પ્રક્રુતિ ચાહશે તો પાછા મળશું અને અંજલી ને મારુ હૈયુ, એની પ્રેમનીપીડા ને જાહેર કરશે.

“શુ અંજલી અને શિવાંગ પાછા મળશે? શિવાંગે શરૂઆતમા એ છોકરી નુ નામ ખબર ન હતી,તો પણ અંજલી જ કેમ રાખ્યું?શુ શિવાંગ કોઈ બીજી અંજલી ને જાણતો હતો કે શુ? માનવની પાર્ટીમા શુ થશે? આ બધા કુતુહલ ને સંતોષવા “મારો પ્રેમ તારાથી જ”ના આવનારા ભાગની રાહ જોજો....જલ્દી થી આ કુતુહલ પણ શાંત થશે.”

ટહુકો-

તમારી લવ સ્ટોરીને કે તમે લખેલા લેખને મને વોટ્સએપ કરો.....તમારા લેખોને હુ તમારા નામ સાથે મુકીશ .મારુ બીજો પ્રયત્ન,મારું લખાણ, આવકારવાં બદલ આભાર ,દિલ થી થેંક્યુ,તમારા ફીડબેક અથવા મેસેજ નો ભુખ્યો છું,ક્રીપ્યા તમારા લેખક મિત્રને ભુખ્યો ના મારતા પ્લીઝ”પસંદ પડેતો તમારા દોસ્તો અને યારો સાથે શેર કરજો.

-------------------------------------------------------- અસ્તુ ---------------------------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED