Maro Prem tarathi j - 2 books and stories free download online pdf in Gujarati

મારો પ્રેમ તારાથી જ - 2

લેખક પરિચય

મારું નામ પટેલ સ્વપ્નીલ છે,જેવું નામ તેવાં જ સપના જોવાનુ મારુ કામ .સપના ની દુનિયા માં ડુબેલો સપનારૂપી નદીમાં ડુબકી લગાવવાનો શોખીન છુ.મન માં ઘણાં સપના જોયા છે,જેને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહયો છું.હુ હાલ એંજીનિયરીંગ કરી રહયો છુ , કોલેજ ના ત્રીજા વર્ષમાં હોવા નો આનંદ છે.હરવા –ફરવા અને સિંગીંગનો ગાંડો શોખ છે.હું અંકલેશ્વરીયન નવોદિત લેખક છું.ભલે કેવો પણ લેખક હોય કે કથાકાર , વાંચકો અને શ્વોતા ના હુંકારા માટે તરસતો હોય છે ,ભલે એ કેવો પણ હુંકારો કેમ ના હોય.તમારા હુંકારા,ફીડબેક અને મેસેજ નો ભુખો છું.

Mobile- 8758807812

Facebook-

Instagram-@patel_swapneel1896

મારો પ્રેમ તારાથી જ (ભાગ-૨)

(આગળની વાર્તા સમયચક્રના મુખે કહેવામાં આવી રહી છે..........)

શિવાંગનું મન હજુય એ અજાણી છોકરીના વિચારોમાં ચાલી રહ્યુ હતુ....

એનું ઘેલું મન,અંજલીની વાતોને જ પ્રીતથી યાદ કરતુ અને એની સ્વપ્નસૃષ્ટિમાં અંજલીની ઉપસ્થિતી અને એની દરેક વાતોને કલ્પનાઓના વિશ્ર્વના એજ ડબ્બામાં રહી નિહાળી રહ્યો હતો, એ વિચારતો કે આ વિચાર જ કેટલો મહત્વપૂર્ણ છે કે જે પરી સ્વપ્નમાં જોયેલી એને આજે હકીકત બનીને મારી સામે આવતાં જોઈ , જે મારા સપનામાં મારી સાથે વાત કરતીય નહોતી તેણે આજે મારી સાથે સામેથી વાત કરી અને મારું નામ પણ પુછ્યુ, શું આ હકીકત છે..?? કે સ્વપ્ન!! મને લાગે છે કે ભગવાને જ કંઈક ગોઠવ્યુ હશે, ભાગ્યના ચોપડામાં શુ લખ્યુ છે, શું ખબર!! આવુ વિચારતાની સાથે જ શિવાંગના ચહેરા પર મીઠુ સ્મિત ઉભર્યુ અને ખંજન પડવા લાગ્યાં. શિવાંગ ભરચક અને ઘોંઘાટથી ભરપુર પ્લેટફોર્મ પાસેથી પસાર થઈ રહ્યો હતો પણ એને જાણે કાંઈક ફર્ક પડતો નહતો,જાણે આ અસર એને વર્તાતી જ નહતી. એ તો હસતો ,ખીલતો અને ઘેલાની જેમ હળવું-હળવું હસી રહ્યો હતો...

શિવાંગ પ્લેટફોર્મ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે એના કાનમાં કોઈક સ્વર ગાજ્યા ,એ કલ્પનાની સૃષ્ટિ માંથી બહાર આવ્યો...ત્યાં મધુર અવાજ આવ્યો,”ક્યારે મળીશુ પાછા.......!! એવું તો કહેતા જાવ.....જાનુ!

અરે....!! આ કોનો અવાજ હતો......!? શુ અંજલી......?!!!

શિવાંગે હૈયાના ઉમળકાને છલકાવતા પાછળ જોયુ,”અરે... આ તો , કોઈ યુવાન છોકરી જાણે તેના બોયફ્રેન્ડને કરી રહી હતી,એવું દેખાયું અને જોતા તો એવું અનુભવાયુ. શિવાંગ પાછો કલ્પના ના સાગરમાં ડુબકી લગાવતો અને પોતની જાત સાથે વાતો કરવા લાગતો, અને (પછી શિવાંગનુ મન અને બુધ્ધિ વાતો કરવા લાગ્યા)

“ઓ શિવલા, ચલ છાની-માની ચાલતી પકડ તો,......””અરે હજુ ,આજે મળેલી છોકરી વિશે આટલું બધુ ના વિચાર.....

“અરે હુ નથી વિચારતો ,પણ એની છબી જતી જ નથી તો હુ શુ કરું?”

“ચલ જાને હવે, પોતે જ એના વિષે વિચારે અને પોતાની જાત સાથે જુઠ્ઠુ બોલે......”.

“હા બસ જુથ્થુ બોલુ .....જા, પણ તુ આટલી બધી ચિંતા કેમ કરે છે...”

“કેમ તારે ખુદ સાથે વાત કરવાં આવવુ પડ્યુ,બોલ.......!?”

આમ તો ઘણી છોકરીઓ તુ જોતો હોય છે, પણ આજે આ છોકરીના આટલા બધા વિચારો કેમ કરે છે? શુ અંજલીનુ ઓજસ આટલુ બધુ તારી આંખમાં પ્રવેશી ગયું અને મનમાં ઉતરી ગયુ કે એના વિચારોની ઉર્મિ તારા હદયમાં હજુય સ્ફુર્યા જ કરે છે? શુ છે તારા હદયમાં બોલ......!!? આ પહેલી મુલાકાત, તને આટલો બધો વિચારતા, કરી મુકે છે, ભાઈ શિવાંગ, શું થયુ છે,તારા હદયને......!! આટલી બધી ઘેલી લાગણીઓ તારામાં અચાનક પાંગરી આવી....આમ અચાનક જ......કેમ.....? દિલમાં શું છે તારા બોલ...!!

બોલ બોલ..........(આખિર દિલ મે ક્યા હૈ) અને શિવાંગ હસવા લાગતો.

શિવાંગે છેલ્લે પોતાના હાથથી એના માથાને ધીરેથી ટપલીઓ મારી અને કહ્યુ, “બસ હવે તો શાંત થઈ જાવ હ્ન, બસ હવે એની વિશે વિવારવાનું બંધ કર ભાઈ.....”

વિચારો બંધ થવાનુ નામ જ લેતા નહતા, શિવાંગ હવે દઢતાથી એના મન પર તાડુકતા બોલ્યો, નહી હવે વધારે નહી,બસ વિચારો બંધ થઈ જાવ,અને બોલતો ,”શિવાંગ તારે એના વિશે હવે વધારે વિચારવાનું નથી,બસ હવે શાંત થઈ જા..

તારે માનવના ઘરે પહોંચવાનુ છે,ખબર છે ને....!! હાલ હવે જલદીથી બસ પકડવી પડશે...આમેય મોડુ થઈ ગયુ છે!!

પછી શિવાંગ વિચારોમાં ફસાતો અને બહાર નીકળતો આમ કરતાં કરતાં પ્લેટફોર્મ પરથી પગથિયા દ્વારા નીચે ઉતરી સ્ટેશનની બહાર નીકળ્યો અને રિક્સાઓની હારમાળા નજીકથી પસાર થઈ સિટી બસ સ્ટેશન તરફ વળ્યો અને અથવાગેટની બસ શોધવા લાગ્યો,અને પછી યુનિવર્સિટી પાટિયા વાળી બસમાં બેસી ગયો.હજુય હમણા જ બસ મુકાય હતી એટલે બહુ ઓછા પેસેન્જર બેઠેલા દેખાતા હતા, પછી શિવાંગ બારી વાળી જગ્યા શોધી બેસી ગયો.

હજુય બારીમાંથી નજર માંડી હવા ખાતો શિવાંગ, અંજલીના વિચારોમાં ખોવાયલો મલક મલક હસી રહ્યો હતો.ત્યાં અચાનક કોઈની ટપલી શિવાંગને વાગી,

શિવાંગને અટડુ, લાગ્યુ અને એની તરફ નજર ફેરવતા-ફેરવતા એ બોલી ઉઠ્યો ,”કોણ છે લા, આ જંગલી.....!!ત્યાં સામેથી જવાબ મળ્યો,” તારો બાપ શિવલા.......અને પછી શિવાંગ મસ્તીમાં બોલ્યો,” ઓ ભાઈ તમને મારુ નામ ક્યાથી ખબર !?

જુગલ બોલ્યો,”બસ હવે શિવાંગ બંધ કર તારી નોટંકી......હ્ન હવે.....”

ના ભાઈ હુ તમને નથી ઓળખતો,જુગ્સ ભાઈ તમારુ નામ શુ છે!!?

ઓ ભાઈ તારી મસ્તી બંધ કર હ્ન હવે,બાકી બીજી થાપડ ખાઈશ મારા હાથની......વિચારી લે જે......!! (જુગલ ગંભીરતાપૂર્વક બોલ્યો)

હા લા જુગલા મને નહી મારતો હ્ન ,મને તારાથી બવ ડર લાગે હ્ન.....અને હસતો-હસતો બોલ્યો, આવ ભાઈ બેસ, કેવું ચાલે ભાઈ!!? કેવા છે માલ-પાણી..?

જુગલ બોલ્યો,” હા ભાઈ ચાલ્યા કરે બધુ”

શિવાંગ બોલ્યો,” ભાઈ તારી એક વાત મળી છે, સાચે લા ...!!મને તો વિશ્ર્વાસ પણ નથી થતો, કે ભાઈ આવો કાંડ પણ કરી શકે.....

જુગલ બોલ્યો,”તુ શાની વાત કરે છે? કયો કાંડ.....?

શિવાંગ બોલ્યો,”ભાઈ હવે બહુ ભોળો ના બન......,શાંત પાણી ઊંડા હોય છે એ સાંભળ્યુ તો હતુ જ પણ આજે વિશ્ર્વાસ પણ થઈ ગયો મને........

જુગલ બોલ્યો,”શું લા....? કયો કાંડ, કેવુ શાંત પાણી....?

શિવાંગ બોલ્યો,” ઓકે ભાઈ , હવે તારા લવ કાંડ વિશે મારે તને યાદ કરાવુ પડશે લા...?

જુગલ શરમાતા અને ગાલ લાલ કરતા બોલ્યો,” હા લા મને બહુ ગમતી તી એ , સ્કુલના દિવસો દરમ્યાન મને એ બહુ જ ગમતી અને ૮માં ધોરણમાં જ્યારે એને પહેલીવાર જોઈ ત્યારથી જ એ ગમી ગયેલી, આપણા આ પુરા પહેલા સેમમાં મે એને તાંકીયા કરતો અને ખુશ થયા કરતો હતો, પણ પછી થયુ મારે એને એક વાર તો કહેવુ જ છે ભલે પછી એનો જવાબ હા આવે કે ના.....

પછી છેલ્લે કહી દીધું,”અને પછી સાલી માની ગઈ અને પછી એણે મને હા કહી દીધું”

શિવાંગ બોલ્યો,”ઓ એવું છે ભાઈ,ગુડ...! મને લાગ્યુ જ કે એ આમ તરત કેવી રીતે માની ગઈ!? , હવે સમજો, ભાઈ તો આઠમાં ધોરણથી લાઈન મારેછે તો આટલા વર્ષો પછી ફળ તો આવેજ ને....!!!!વાવ, અમેઝિંગ યાર, બાય ધ વે એનું નામ શું છે...? મને યાદ નથી.

જુગલ બોલ્યો,” તારી ભાભીનું નામ નથી ખબર સાલા.....!!

શિવાંગ બોલ્યો,” હા નથી ખબર તો નથી ખબર, તે તો જાણે જાહેરાત કરાવી કે તારી વાળી માની ગઈ એમ વાત કરે છે......જુગલા હવે બોલવુ હોય તો બોલી દે......બાકી તારી વાળી ને તારા કિસ્સાઓ ખોલી દઈશ, સમજ્યો?

જુગલ બોલ્યો,”હા ભાઈ કવ લા, એનુ નામ, એનું નામ માનસી લા.....

શિવાંગ બોલ્યો,” હ્ન હવે સમજાયુ કે તુ કેંટિનમાં કેમ વધારે જતો હતો.....હા....હા....હા....

જુગલ બોલ્યો,” ચલ હવે,તુ બન નહી,તને તો બધુ પહેલેથી જ ખબર હોય........”

શિવાંગ બોલ્યો,”હા ભાઈ પણ હવે અમને દેખાજે ખરો હ્ન,એની સાથે ફરફર કરીને અમને ભુલી નહી જતો,બાકી સાચે કવ તો ક્યુટ છોકરાઓ ને છોકરી પણ વધારે ભાવ આપે,અમારા જેવા ને તો કોણ ભાવ આપે....!! ??

જુગલ બોલ્યો,”ચલ હવે તુ પણ કંઈ કમ નથી, ક્લાસનો સ્ટાઈલીસ્ટ અને હેન્ડસમ તારા સિવાય કોણ છે?!”

શિવાંગ બોલ્યો,”ચલ જુઠ્ઠા , ગોળી ના ગળાવ.”

જુગલ બોલ્યો,” સાચેલા.....તુ હેન્ડસમ છે”

શિવાંગ બોલ્યો,” ઓકે ચલ એવું રાખ,ભાઈ અમને પણ કંઈ ટિપ્સ આપજે, હવે તો આપણા ગ્રુપનો તુ જ લવ ગુરુ, “જુગલ ભાઈ ની જીંદાબાદ!!” હા.... હા....હા.........

જુગલ બોલ્યો,” હા લા આપીશ તને જોઈતી હશે તો, પણ આઈ ડોંટ થિંક તને એની જરૂર છે........તુ તો કોઈ છોકરીને એકવાર બોલીને જો, એ તારા પ્રેમમાં આપોઆપ પડી જશે, આઈ ગેરંટી ફોર ધેટ”

શિવાંગ બોલ્યો,”ચલ એ વાતને જવા દે,તમે લોકો તો સુરતના સુરતીઓ એટલે તમારે તો બધી રીતે સારુ......”માલ-પાણી અને બધી રીતે....

જુગલ બોલ્યો,”હા એ વાત તો સાચી, કંઈ પણ જોઈએ એ મળી જાય અને એજ્યુ કેશનની દ્રષ્તિએ પણ બહુ જ સારુ કહેવાય.

શિવાંગ બોલ્યો,”જુગલ તુ હવે આટલો બધો ભોળો ના બન, થોડો મેચ્યોર થા, મારે કહેવાનો મતલબ હરવુ-ફરવુ હોય અને તારા વાળીને ફરવા લઈ જવુ હોય તો સુરત ઈઝ બેસ્ટ પ્લેસ, એમ....... તુ પણ શુ....!!

જુગલ હસતા હસતા બોલ્યો,”હા લા હુ સમજુ છુ, તારી વાતને,પણ એક વાતનો જવાબ આપીશ મને ?

શિવાંગ બોલ્યો,” હા બોલને ભાઈ”

જુગલ બોલ્યો,”સાચેસાચો જવાબ આપજે અને વાત ફેરવતો નહી હ્ણ , કેમકે મને ખબર છે તુ ફરાવવામાં બવ જ એક્સપર્ટ છે!!”

શિવાંગ બોલ્યો,” મેં ક્યા કોઈને ફરાવુ છું?

જુગલ થોડો ગંભીરતાથી બોલ્યો,”આઈ મીન વાત!!”

શિવાંગ બોલ્યો,” ઓકે, હા ભાઈ, પુછ”

જુગલ બોલ્યો,” આજે કંઈક થયુ છે કે શું ?

શિવાંગ બોલ્યો,” કેમ આવુ પુછે ભાઈ!”

જુગલ બોલ્યો,”આજે તુ કાંઈ બદલાયેલો લાગે છે,પહેલા તો લવના નામથી નફરત કરતો હતો અને આજે મને આટલા ધ્યાનથી સાંભળે છે,પહેલા તો મારી વાતો ને કાપી કાઢતો અને બોલતો કે આ પ્રેમ બ્રેમ મોહમાયા છે અને ભાઈ આજે શુ થયુ ભા તને........?

(શિવાંગ, જુગલની વાત સાંભળતો અને વિચારતો કે આ સાલાને બધુ કેવી રીતે ખબર પડી ગઈ, મારી મનની વાતો આને ક્યાંથી ખબર પડી! ચાલો હશે,પણ મારે હમણા કંઈ બોલવું નથી)

શિવાંગ બોલ્યો,” કંઈ નથી લા એવુ કંઈ, આતો તારી ફીલીંગ તારા મોઢાથી સાંભળી લીધી,તને સારુ લાગે અને તુ પણ ખુશ થાય કે તારો ફ્રેન્ડને પણ તારી ખુશીની ખુશી છે.....બસ એટલે તારી ફાલ્ટુ વાતો ને સાંભળી લીધી, બાકી હુંય આ લવ-સવમાં માનતો નથી,સાચે મારે તો મોહમાયા જ છે.

જુગલ બોલ્યો,” ચલ તારે સ્વીકારવુ ન હોયતો કંઈ નહી ,મારે તારી સાથે ભેજામારી કરવી નથી, કારણકે મને ખબર છે તુ વાતો મનાવવામાં એક્સપર્ટ છે”

શિવાંગે જુગલની વાત પર ધીમેથી હસી લીધું...................

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED