Aatmano Khauf - 2 books and stories free download online pdf in Gujarati

“આત્માનો ખૌફ”(ભાગ-૨)

“આત્માનો ખૌફ”

અને એ શૈતાન બની ગયો!!!!!! (ભાગ-૨)

લેખક- પટેલ સ્વપ્નીલ

લેખક પરિચય

મારું નામ પટેલ સ્વપ્નીલ છે,જેવું નામ તેવાં જ સપના જોવાનુ મારુ કામ .સપના ની દુનિયા માં ડુબેલો સપનારૂપી નદીમાં ડુબકી લગાવવાનો શોખીન છુ.મન માં ઘણાં સપના જોયા છે,જેને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહયો છું.હુ હાલ સાર્વજનિક કોલેજ ઓફ એંજીનિયરીંગઅને ટેકનોલોજીમા ઈન્સ્ટ્રુમેન્ટસ અને કંટ્રોલ બ્રાંચમાં અભ્યાસ કરી રહયો છુ , કોલેજ ના ત્રીજા વર્ષમાં હોવા નો આનંદ છે.હરવા –ફરવા અને સિંગીંગનો ગાંડો શોખ છે.હું અંકલેશ્વરીયન નવોદિત લેખક છું.ભલે કેવો પણ લેખક હોય કે કથાકાર , વાંચકો અને શ્વોતા ના હુંકારા માટે તરસતો હોય છે ,ભલે એ કેવો પણ હુંકારો કેમ ના હોય.તમારા હુંકારા,ફીડબેક અને મેસેજ નો ભુખો છું.

Mobile- 8758807812

Facebook-

પ્રસ્તાવના

ભારતના એવા ઘણા સ્થળો એવા છે જ્યા માણસોના પ્રવેશવા પર પ્રતિબંધ હોય છે.વિજ્ઞાનના વિચારો એના પ્રયોગોની પર પણ એવી દુનિયા રહેલી છે,જેની અનુભૂતિ તો થાય છે પણ માનવું કે નામાનવું એ બે પક્ષ વચ્ચે પલ્લુ ડગુમગુ અને એકબાજુ ઉપર-બીજી બાજુ નીચે થતુ હોય છે.ઘણા લોકોને આનો દેખીતો અનુભવ થતો હોય છે,પણ બોલવા જતા ફાટી જતી હોય છે.એવા સ્થળોને તમે ભુત બંગલો,પિચાશ સ્થળ,શાપિત ઘર,હોરર પ્લેસ કહી શકો.શ્રીમદ ભગવદ્ ગીતા પ્રમાણે ભુત-પિચાશની પણ યોનિઓ હોય છે.યોનિનો અર્થ સમજાવુ તો,તમે હમણા માનવ યોનિમા છો,સીધો-સાદો અર્થ એવો કહી શકુ કે,કોઈ પણ જીવ-આત્માને જે શરીર મળે,તે યોનિમા છે એમ કહેવાય છે.કેટલાક એવા ઘણા સ્થળો છે,જ્યા કહેવામા આવે છે કે આ સ્થળ હોન્ટેડ છે,અહિયા કોઈ સ્ત્રીની,કોઈ માણસની આત્મા ભટકે છે અને રાત્રે તેના રુદનનો અવાજ આજે પણ સાંભળવામા આવે છે,આજે પણ ત્યા આગ લાગે છે અને એ સ્ત્રી આગમા જોહર કરે છે અને એવું કરુણ રુદન કરે છે જે સાંભળનાર ના હદયને ધ્રુજાવી મુકે છે.આવી જ સત્ય અને અસત્યને પર એક સત્ય સગી આંખે જોયેલી સ્ટોરી રજુ કરી રહ્યો છુ.”ડરના મના હૈ”

“આત્માનો ખૌફ”

અને એ શૈતાન બની ગયો!!!!!! (ભાગ-૨)

બધાના શોક અને ભય અને ડર વચ્ચે દીપકે ધુણવાનુ ચાલુ કર્યુ..................... શુ બાબાની કહેલી વાત સાચી હતી???દીપકના ધુણવાનુ રાઝ શુ હતુ????? શુ દીપક આત્માના જાળમાં ફસાયો હતો??? ફોર વીલમા આવેલા દોસ્તો સાથે શુ થશે?? શુ એ લોકો ડરમાંથી મુકિત મેળવશે........એ આત્માનો સાયો,એના પાછળની સત્યઘટના,એ ચારેય સાથે થવાની ઘટના અને આગળની સ્ટોરીની હવે શરૂઆત થાય છે.

દીપકના બદલાયેલા સ્વભાવ અને એની પ્રકૃતિમા થયેલા બદલાવ અથવા કોઈની શકિતથી પ્રભાવિત થયેલા દીપકે,ધવલને જોરદાર ધક્કો માર્યો હતો........જે આપણે ગયા પ્રકરણમા જોયુ.

દીપકનો ધક્કો એટલો શકિતશાળી હતો કે બિચારો ધવલ દુર ઝાડ સાથે અથડાઈ ગયો.બિચારા ધવલને ખૂબ જોરદાર વાગ્યુ હતુ.ધવલ આહ! આહ! રાડો નાખી રહ્યો હતો.નીલ અને નીરવને દીપક પર ખુબ ગુસ્સો આવી રહ્યો હતો.ધવલના મુખેથી ,હૈયાફાટ કરૂણ અવાજ આવી રહ્યો હતો.જે સાંભળનારને રડાવી મુકે.ધવલે બ્લેક અને વાઈટ કલરનુ શર્ટ પહેર્યુ હતુ જે હવે ધીમે-ધીમે લાલઘુમ થવા લાગ્યુ હતુ.એનુ શર્ટ પાછળથી ફાટી ગયુ હતુ.ધવલના મોં માંથી લોહી નીકળી રહ્યુ હતુ.ધવલની હાલત ખૂબ ગંભીર હતી.ધવલ બોલવાની પણ હાલતમાં ન હતો.એનુ મુખ એકવાર લોહીની ઉલટી કરી ચુક્યુ હતુ.બિચારો ધવલ ,ત્યાંને ત્યા જ બેભાન પડ્યો હતો.

(ત્યાં ઝાડ પર બેઠેલુ ઘુવડ,તેની મોટી ગોળ આંખોથી આ ઘટના ને નિહાળી રહ્યુ હતુ,તેના મોઢામાંથી તેની અવાજ છિનવાય ગઈ હોય એમ એ......આ ઘટના થી અવાચક બનીને જોઈ રહ્યો હતો............ઘુવડના મનલોકમાં વિચાર આવી રહ્યો હતો..........કે આ વ્યકિતને બિચારાને કોણે માર્યુ હશે...........અને અચાનક એની નજર ધુણતા...”દીપક” પર પડી.........કહેવાય છે ને પ્રાણી-પક્ષીઓને ઘણુ બધુ સમજાય જતુ હોય છે,જે આપણે મનુષ્ય સમજી શકતા નથી........તેની દ્રષ્તિ પેલા દીપક પર પડી અને જાણે શુ થયુ એ....ઘુવડ ભયભીત થયુ હોય એમ એ પોતાના દર્દથી ભરેલા અવાજમાં બીજી દિશામાં ભાગ્યુ............

ત્યા એકાએક કુતરાના રડવાના અવાજો સંભળાવા લાગ્યા.”.......ઊં.....ઊં........ઊં........ઊં.........”ઘણા કુતરા ધીમે-ધીમે એ ચાર મિત્રો તરફ આગળ વધી રહ્યા હતા......અને ૨ ઘરડા કુતરા .....૧૫ મીટર દુરથી જ દીપક સામે ભોંકવા લાગ્યા....એ કુતરા ભોંકવાનુ બંધ કરતા જ ન હતા..............કુતરાના ભોંકવાથી ડરથી ઓતપ્રોત થઈ ગયેલા નીલ અને નીરવના હદયને ધ્રાસ્કા પડતા હતા......એમને કાંઈ ખબર પડતી ન હતી કે શુ કરીએ અને શું નહી......તે બંનેનુ આખુ મગજ બેર મારી ગયુ હોય એવુ લાગી રહ્યુ હતુ.............

બેભાન ધવલને, કુતરાના ખીજાતા અને આક્રંદ સ્વર તેની તરફ આવી રહ્યા હોય તેવુ તેને અનુભવાયુ..........ધવલની અચાનક આંખ ઉઘડી અને જોયુ તો સામે બે કુતરા જે ભોંકી રહ્યા હતા........ ધવલ તો ચોંક્યો અને એણે ,”ઓ બાપરે રાડો નાખી......” અને પાછો બેભાન થઈ ગયો.

દીપકતો કોઈ નશામાં ચુર-ચુર હોય એમ ધુણી રહ્યો હતો.એને કશાયનુ ભાન રહ્યુ ન હતુ.ધુણતા-ધુણતા તેના લાંબા સિલ્કી લાગતા વાળો હવે ધીમે-ધીમે આગળ તરફ વધી રહ્યા હતા.એના માથામાંથી વહેતુ લોહી, હવે એના ધુણવાને કારણે...એના વાળોમાં પ્રસરવાનુ ચાલુ થઈ ગયુ હતુ.લાલઘુમ લોહીથી તરબોળાયેલા એના વાળો.......કોઈ લાલ સિંધુર લગાવેલી મહિલાના વાળ હોય એમ લાગતુ હતુ.દીપકના સ્વરો પણ એ વાતમાં હા પુરાવતા હતા......કે હવે જાણે દીપકે કોઈ સ્ત્રીનુ શરીર ધારણ કર્યુ હોય કે કોઈ સ્ત્રીએ દીપકનુ શરીર ધારણ કર્યુ હોય.એના ગળામાંથી નીકળતા પ્રત્યેક સુર બદલાતા-બદલાતા કોઈ સ્ત્રીના સ્વરમાં ફેરવાય ચુક્યા હતા.રાતના અંધકારમાં ધુણી રહેલા દીપકને જોઈને એ વાતના નિર્ણય સુધી પહોંચવુ કે એ કોઈ સ્ત્રી છે કે પુરુષ એ હવે થોડુ અશક્ય લાગી રહ્યુ હતુ.ઘોર અંધકારમાં ઘડીકમાં જોતા દીપક,”દીપક” લાગતો અને ઘડીક વાર પછી જોતા એ કોઈ સ્ત્રી બની જતો હોય એવો લાગતો...............પણ આવુ દીપક સાથે કેમ થઈ રહ્યુ હતુ.

ઘડીકવારમાં દીપકના સ્વર, “બચાવ.....બચાવ” પુકારી રહ્યા હતા અને થોડીકવારમા.....એ રાક્ષક જેવા સ્વરે હસતો.........ઘડીક વારમાં પાછો પોતાનો દીપક બની જતો અને પુકારતો ,”મને કોઈ આનાથી બચાવો........”એવા અવાજો કરતો...........આ રીતે દીપકનુ શરીર બે આત્માઓ થી ભરેલુ, શરીર લાગી રહ્યુ હતુ.

હવે આ બે વૃધ્ધ કુતરાઓ સાથે એમની આખી ૧૦ કુતરાઓની ગેંગ પણ ત્યાં આવી પડી........એમાનાં એક વૃધ્ધ કુતરાના ઈશારે,બધા કુતરાઓએ ભોંકવાનુ ચાલુ કર્યુ..............ધવલતો બેભાન ની અવસ્થાને પણ વટાવી ચુક્યો હતો..............

નીરવ અને નીલની અવસ્થા પણ “ધોબી કા કુત્તા, ઘર કા ન ઘાટકા” જેવી હાલત થઈ હતી.પાછળ કુતરાઓની ગેંગ અને આગળ દીપકનો આ પ્રકારનો સ્વભાવ અથવા સ્વભાવથી પ્રભાવિત વર્તન............

હવે ધીરે-ધીરે કુતરાઓ આગળ વધી રહ્યા હતા..........નીરવ અને નીલ સાઈડ પર થઈ ગયા...............હવે દીપક અને કુતરાઓ વચ્ચે અમુક કદમનો જ ફાસલો(અંતર) બાકી હતુ.................

“ હવે અચાનક દીપકે પોતાનુ ધુણવાનુ બંધ કર્યુ અને પોતાની લાલઘુમ આંખની ઉપરના લોહીથી નિલંબિત વાળોને જોરથી ઉપર તરફ ઉડાવ્યા અને કુતરાઓ તરફ પોતાની લાલઘુમ આંખોથી વાંકી દ્રષ્તિ નાખી.પછી એ કાળી રાતના શાંત વાતાવરણમાં જોરથી રાડો નાખી......”તુમી મારની ચાતી........મન્ને.......ભોંકવા સા ચુપ થા મતા.......” અને “એય” જોરથી કોઈ સિંહ જેવી ગર્જના કરી........................કુતરાનુ ભોંકવાનુ બંધ થઈ ગયુ અને કુતરાઓ ત્યાં ઉભા –ઉભા ડરથી કાંપી રહ્યા હતા.

પણ પેલા વૃધ્ધ કુતરા અને એમના ૪ સાથી પોતાના સ્થાનથી ડસથી મસ પણ થતા નહતા.....અને હવે એ કુતરાઓ જોર-જારથી ભોંકવા લાગ્યા..જેનો અવાજ સાંભળનારને ધ્રુજારી છુટી કરી મુકે......દીપક હવે બરાબરનો ગુસ્સે ભરાયો............ઝાડો હલવા લાગ્યા.....ધરતીનુ કંપન વધવા લાગ્યુ.........જમીનની માટી અને ધુળ એકબીજામાં ભળવા લાગ્યા.........આસપાસનુ વાતાવરણ ગરમ થવા લાગ્યુ.....આસપાસની બધી ધુળ ઉડાવા લાગી, હવાનુ કાળુ વંટોળ ત્યાં બનવા લાગ્યુ.........”..દીપકની વાણી..”.....ઉં........ઉં ........ઉં................” કરવા લાગી અને પછી તે કુતરાની બાજુ તાડુક્યો.................. ત્યાં દીપક પોતાના સ્થાને જમાન પર ધળી પડ્યો.......અને દીપકની આસપાસ રચાયેલુ કાળુ વંટોળ........ધીરે-ધીરે કુતરા તરફ આગળ વધી રહ્યુ હતુ.......કુતરાઓ એ કાળા વંટોળ જોઈને હાવલા બાવળી થઈ ગયા હતા......અને પાછળ ઉભા રહેલા કુતરા ..........ભાગવા લાગ્યા અને હવે બધા કુતરા વિરુધ્ધ દિશામાં ભાગવા લાગ્યા......પણ એ કાળુ વંટોળ એટલુ શકિતશાળી હતુ કે.......એ વંટોળે પોતાની સાથે બધાય કુતરાઓને લઈ લીધા.............એમા ફસાયેલા......કુતરાઓના રડવાનો અવાજ આવવા લાગ્યો...................

થોડીક જ ક્ષણોમાં એ વંટોળ લાલ લોહીની ધારા જમીન પર વરસાવવા લાગ્યુ..................અને જમીન પર કંઈક પટકાયુ હોય એવો અવાજ આવ્યો.ત્યાં કુતરાઓના કપાયેલા માથા એકબાજુ અને ધડ, બીજી બાજુ................અને વંટોળમાંથી નીકળતા લોહીએ ઝાડને લાલઘુમ બનાવી દીધુ હતુ..............

ત્યાં તો મજબુત હદયના નીલને પણ ડર લાગવાનુ ચાલુ થઈ ગયુ હતુ.નીરવ અને નીલ આ બધુ જોઈને ખૌફના કારણે એનુ શરીર ધીમે-ધીમે ગરમ થઈ રહ્યુ હતુ. નીરવની આંખ લાલઘુમ થઈ ગઈ હતી.

ત્યા ધટના સ્થળનુ એક-એક પળ એમને એક વર્ષ જેવુ લાગી રહ્યુ હતુ.નીરવ ત્યાં ભયથી બોલી ઉઠ્યો અને આક્રંદ કરવા લાગ્યો...”ઓલા મેં કીધુ તુ તને ,આપણે પાછા સુરત જાવુ જોઈએ......પણ ઓલો તુ માનતો જ ના હતો.હવે દીપકના શરીરમાં રહેલુ ભુત આપણને મારી નાખશે.................................

નીલ છોડ આ બંનેને આપણે ૪ વીલ માં ભાગી નીકળીએ...........

ઓ નીલ......ચલ........ઓ............નીલીઆ..........ભાઈ ચાલની શુ થયુ તને તુ ભાન મા આવ...........આ સમયને દોષા રોપણમાં વિતાવવા તથા ડરવા માટે નથી........ચલ એને ધુણવા દે.........પણ કમસેકમ આપણે તો બચીએ આ સંકટમાંથી...................

ઓ નીલ સાંભળ ની............હુ તારી સાથે છુ...........ભગવાન પણ આપણી સાથે હશે........તુ ડર નહી...........મારી વાત માન.......ભગવાન પર ભરોસો રાખ અને........ચલ મારી સાથે આ ડરામણી દુનિયા થી દુર..........એવી જગ્યાએ જઈએ જ્યાં પ્રેમ જ છે...........ભાઈ તુ સહેજે ડરીશ......નહી, આપણા વહાલા ભગવાન આપણી મદદ જરૂર કરશે.......................

નીરવ દીપકે આટલુ સંભળાવ્યુ અને..........જોરથી રાડો નાખી......”નીલ.......નીલ.......નીલ........નીલ..........નીલ............”

એ કાળો સાયો,એના પાછળની સત્યઘટના,એ ચારેય સાથે થવાની ઘટના અને આગળની સ્ટોરી માટે.......જરા શ્ર્વાસ લઈ લો........અને બીજો ભાગ જલદી થી જ અપલોડ કરીશ

ટહુકો-

તમારી હોરર સ્ટોરી કે લવ સ્ટોરીને કે તમે લખેલા લેખને મને વોટ્સએપ કે મેઈલ કરો કરો.....તમારા લેખોને હુ તમારા નામ સાથે મુકીશ .મારુ પ્રયત્ન,મારું લખાણ, આવકારવાં બદલ આભાર ,દિલ થી થેંક્યુ,તમારા ફીડબેક અથવા મેસેજ નો ભુખ્યો છું,ક્રીપ્યા તમારા લેખક મિત્રને ભુખ્યો ના મારતા પ્લીઝ”પસંદ પડેતો તમારા દોસ્તો અને યારો સાથે શેર કરજો.

-------------------------------------------------------- અસ્તુ ---------------------------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED