Mari Mari Ne Nahi Hasi Hasi Ne Jindgi Jivo (Part-1) Patel Swapneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Mari Mari Ne Nahi Hasi Hasi Ne Jindgi Jivo (Part-1)

“મરી મરી ને નહીં ,હસી હસી ને જિંદગી જીવો”

લેખક - પટેલ સ્વપ્નીલ

મને હંમેશા પ્રેમ કરનારી મારી મમ્મી ને અર્પણ

લેખક પરિચય

મારું નામ પટેલ સ્વપ્નીલ છે,જેવું નામ તેવાં જ સપના જોવાનુ મારુ કામ .સપના ની દુનિયા માં ડુબેલો સપનારૂપી નદીમાં ડુબકી લગાવવાનો શોખીન છુ.મન માં ઘણાં સપના જોયા છે,જેને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહયો છું.હુ હાલ એંજીનિયરીંગ કરી રહયો છુ , કોલેજ ના ત્રીજા વર્ષમાં હોવા નો આનંદ છે.હરવા –ફરવા અને સિંગીંગનો ગાંડો શોખ છે.હું અંકલેશ્વરીયન નવોદિત લેખક છું.ભલે કેવો પણ લેખક હોય કે કથાકાર , વાંચકો અને શ્વોતા ના હુંકારા માટે તરસતો હોય છે ,ભલે એ કેવો પણ હુંકારો કેમ ના હોય.તમારા હુંકારા,ફીડબેક અને મેસેજ નો ભુખો છું.

Mobile- 8758807812

Mail- patel.swapneel1896@gmail.com

Facebook- www.facebook.com/patel.swapneel

Instagram-@patel_swapneel1896

“મરી મરી ને નહીં ,હસી હસી ને જિંદગી જીવો”

હું ડાયરી માં તો લખું જ છુ, પણ આજે પહેલી વખત માતૃભારતી એપ પર લખવાનો કીડો ઘર કરી ગયો.....પણ શું લખું?? કેવુ લખું?? મારાથી સારું લખાશે કે ??એવું બધુ મન માં ચાલી રહયુ હતું.... અને પછી લખવાનો વિચાર મનમાંથી છૂટી રહયો હતો,ત્યારે એકાએક મારી બુધ્ધિ એ મને કહયુ,”અરે ભાઈ તમે આવું કેમ વિચારો છો કે લોકો તમારા વિશે શું વિચારશે!!!!!???તમે માત્ર એવું વિચારો કે તમે આ લેખ તમારી ખુશી અને આનંદ માટે લખી રહયા છો!!!! અસફળતા ની કોઇ ચિંતા જ રહેશે જ નહી........મને મારી બુધ્ધિ ની વાત એકદમ સાચી લાગી......પછી તો બુધ્ધિ એ મન ને પોતાના વશમાં કરી લીધું અને મન ને કહયુ,”ભાઈ મન તુ ડરીશ નહી....... આસાન હૈ આસાન હૈ” તો મન ખુશ થઇ ગયુ અને મન શરીર ને સાથ આપવા લાગ્યુ.

મિત્રો આપણા રોજીંદા જીવન ની વાત કરુંતો એમા પણ કંઇક આવું જ થાય છે.આપણે કોઇ પણ ગમતું કામ કરવું હોય તો આપણે સો વખત વિચારાએ છીએ,સો જણા ની સલાહ લઇએ છીએ. સલાહ લેવા માં કઇ ખોટું નથી પણ લોકો તરફથી જે નકારાત્મક અભિપ્રાય મળે છે તેની મને ચિંતા છે દોસ્તો ,એ હત્તર જણા તમને કહેશે કે “આ કામ નો કોઇ સ્કોપ નથી,આ કામ કંઇ પ્રેક્ટિકલ નથી ભાઈ,આ કામ બહુ અઘરું છે, આ કામ પોસિબલ નથી,આ કામ કરવાથી લોકો તારી પર હસસે,આવું કામ તારાથી નહી થાય અને ઘણું બધું............” અને પછી તમે નિરાશ થઈ ને અસફળતા ના ડરથી તમે એ કામ છોડી દેસો........વાર્તા પુરી????!!!!!! ભાગ્યેજ એવા ગણ્યાગાંથિયા લોકો હશે જે તમારા નવતર પ્રયત્ન ને બિરદાવશે અને કહેશે “ભાઈ આ કામ તુ તારીખુશી માટે કરી રહયો છે ને.........તો કરને.......લાગી પડ.......તારા સ્વપ્નાઓ ને પુરા કર..અને મોજ કર.....લોકો ની પરવાહ ન કર.”

કોઈ કામ કરવુ છે તો “પોતાની ખુશી થી કરો અને ખુશ રહીને કરો”,લોકો ની ખુશી માટે નહી “પોતાની ખુશી” માટે. અરે મારા ગુજરાત ના શેરો.......લોકો ની ખુશી નારાજગી ને મારો એકે-૫૬ ની ગોળી.લોકો તો બોલ્યા કરે.આપણે તો પોતાના રીતે જીવવાનુ,પોતાનુ ગમતુ કામ કરવાનુ . અરે આ જીંદગી તમારી છે ,તમારા દિલ ને જે કામ કરવુ હોય તે કરોને......લોકો શુ બોલશે , શુ વિચારશે એવું વિચારીને, તમે તમારી ઊર્જા અને સમય કેમ વેડફો છો???.

કોઈ એવુંકામ કરવુ જેની તીવ્ર ઈચ્છા તમારા હદય ને ઝંખે અને એ કામ કરવા માટે તમારું હૈયુ અધીરું બની રહયુ છે,વિચારો એવું કયું કામ હતુ ,જે તમે કરવા માંગતા હતા પરંતુ નોકરી,અભ્યાસ અથવા વ્યવસાય ની વ્યસ્તતા ને કારણે નહાતા કરી શકયા , એ કોઈ પણ કામ હોય શકે જેવા કે, સ્ટેજ પર સોંગ ગાતા આવડતુ હોય કે ના હોય પણ દિલ ખોલી ને ગાવાનું ,મુવી જોવાનુ.,લોંગ ડ્રાઈવ પર જવું,આઈસ્ક્રીમ ખાવાનું,કોઈ ખાસ ને મળવા જવાનું,ક્લાસ મા સરને રીમિક્સ ફોમમા ગુડ મોર્નિગ કહેવાનું,ગલ્ડ ફ્રેન્ડને પ્રપોઝ, નાના છોકરા બની પતંગ લુંટવી,પોતાની માતા ના ખોળા માં માંથુ નાખી સુખ-દુખની વાત કરવી અને ઘણુ બધું.......જે દિલી ઈચ્છા હોય તેને હમણા જ પુરી કરો,જેટલુ વહેલું થાય એટલુ વહેલું કારણકે મિત્રો તમારી પાસે મર્યાદિત સમય રહેલો છે કે જેમા તમારે તમારી સઘળી ઈચ્છાઓ અને મહત્વકાંક્ષઓ પુરી કરવાની છે.

મિત્રો તમે જે દિલથી ઈચ્છતા હોય અને જે દિલી ઈચ્છા બાકી હોય તેને પુરી કરી લો,કયારેય પણ જીંદગી નો છેલ્લો દિવસ આવી શકે અને છેલ્લે પસ્તાવાથી કોઈ ફાયદો નથી.દોસ્તો તમારા જીંદગી ના છેલ્લા દિવસને પણ મોજ થી જીવો.

તમારી લોકો ના દબાવ અથવા લોકો શું વિચારશે એવું વિચારવાની લલપ ને કારણે તમે ઘણું બધું ગુમાવી ચુક્યા છો અને ગુમાવી રહયા છો.હવે “અચ્છે દિન આને વાલે હૈ બોલને સે બહેતર હૈ કી ઉસે અપની જીંદગી મેં લાઓ”.તમારી પાસે રહેલા સમયની પ્રત્યેક પળમાં કંઈક એવું કરો કે જેથી તમે એ પ્રત્યેક પળ ને ખુશી થી જીવી શકો.લાઈફ ને મરી મરી ને નહી, હસી હસીને,લાઈફ નો આનંદ ઉથાવી ને એ પ્રત્યેક પળ ને જીવો જેમા તમે હમણાં છો.બાકી મરી મરી ને દુનિયા ના લોકો જીવી જ રહયા છે!!!!!!! આ પળ માં હું જીવી રહયો છું અને બીજી જ પળે મરવાનો કોઈ ગમ નથી....જીવી રહયો છું ને!!!!! “જીવી રહયો છું લાઈફ ના એક એક પળ ને મોજ થી” આને કહેવાય જીંદગી.

લાઈફ ને બહુ સિરીયસલી ના લો દોસ્તો........જીવન એક ગીત છે,આ ગીત ને ગાવ,આ ગીત સાથે નાચો , કુદો, હસો, રડો , ઉડો.....અને એ ગીત ને તમારું ગમતુ રીમિક્સ બનાવી લો .જેમ જાન માં લોકો રીમિક્સવાળા સોંગ પર મન મુકી નાચતાં હોય છે તેમ તમે પણ પોતાની લાઈફ ના રિમીક્સ પર નાચો, ખુલ્લા દિલ થી. એવાં ખુલ્લા દિલ થી મન મુકી ને નાચો કે, ભગવાન ને પણ ઈષ્યા થવા લાગે ,તમારા થી અને એમના મોં માંથી નીકળી જાય કે “વાહ મારો બેતો શું એંન્જોય કરે છે જિંદગી ને “!!!!!!!

“એંન્જોય યોર લાઈફ, એંન્જોય યોર પેઈન ,એંન્જોય યોર પ્લેઝર, એંન્જોય યોર પેશન”

“ડોંટ વરી એબાઉટ ડાયિંગ,વરી એબાઉટ નોટ લીવિંગ”

ખરેખર સાચું કહું તો તમને આદત પડી ગઈ છે,લોકો નુ કહેલું કામ કરવાની. સમાજ આ ખોટાં રીતિરીવાજો,પાખંડો, મનઘડિત વાતો ને પોતાના મનમુતાબિક કહી રહયો છે અને તમે જે વ્યકિત ની સલાહ લેવા જઈ રહયા છો એ એજ કામ ની ,પોપટવાણી બોલી રહયો છે ,જે પુરા સમાજ ને પસંદ હોય.એમની વાતો માનીએ તો ,આપણે એવું જ કામ કરવું જાઈએ ,જે બાકીના લોકો કરી રહયા છે. માફ કરજો , કદાચ તમારા માતા-પિતા પણ ,તમને કોઈ વ્યકિત ની સલાહ લેવાં ,એટલા માટે જ લઈ જતા હશે કે જેથી તમે ભુલથી પણ તમારું પેશનનું કામ ન કરો , જે તમારા માતા-પિતા ને સમાજ ની નજરે નકામું લાગી રહયું છે

ઓ હલો !!!!તમને તમારી હોબી પ્રત્યે શ્રધ્ધા છે કે નથી???, કે એ પણ મરી પરવાડી છે તમારી હિંમત ની જેમ!!!!!!!!!????? બસ તમારે તો વગર પંગા ની જિંદગી જ જીવવી છે, અરે આ કલિયુગ માં એવુંતો સાંભળયું હતુ કે, લોકો બીજા ના નથી થતા પણ ,તમે તમારી જિંદગી ના આટલા મહત્વપૂર્ણ નિર્ણયમાં પોતાના દિલના તો થાવ કમ સે કમ.

જો આટલા મહત્વપૂર્ણ નિર્ણયમાં પોતાના ન થયાં તો આખી જિંદગી મરી-મરીને પસાર કરશો એવી જિંદગીમાં ના ખુશી હશે ના આનંદ , ના હૈયું હશે ના મન , હશે તો માત્ર થકવી મુકે એવી ગધ્ધા મજુરી અને વૈતરાભરી જિંદગી ,આવી લાઈફ માં કમાશો તો ઘણું ,આખુંય ઘર ભરાય જશે એટલા રુપિયા મળશે પણ ,પણ ,અબજો-ખબજો રુપિયા થી પણ ઘણી મોટી ,તમારા હદય ની ખુશી ખરીદી શકશો??!!!! કે જે તમને તમારાં ગમતાં કામ અથવા પેશનને કરિયર બનાવવાથી મળે છે !!!!!!???? બસ તમે માત્ર મરી મરીને જીવો અને ૩-ઈડિયટસ નુ સોંગ આખી જિંદગીભર ગાતા રહો અને રડતા રહો,જો તમારે જીવવું ના હોય તો મરો બીજું શું!!!!!

“સારી ઉમ્ર હમ મર મર કે જી લીએ ,એકપલ તો અબ હમે જીનેદો....જીનેદો.........!!”

લોકો બોલતા હતા ,બોલે છે અને બોલતા જ રહેશે!! હવે તો તમારે લોકો ની સામે થવાનું છે, જે લોકો તમારા સપના ના વિરોધી છે તેમના વિરુધ્ધ તમારે ગાંધીજી નું અસહકાર નું આંદોલન ચલવવાનું છે ,કેવી રીતે???

તમારા મમ્મી પપ્પા તમને બોલે કે ,“દીકરા સાઈન્સ લઈલે ,દીકરા એંજીનિયરીંગ કરી લે,દીકરા મેડિકલ ની ડીમાન્ડ સારી છે , લઈલે અને એવું ઘણું બધું...............”આવું કોઈ પણ કામ તમારા મમ્મી પપ્પા કરવાનુ બોલે તો તમારે મનોમંથન ચાલુ કરી દેવાનું ,ત્રણ સવાલ પુછો પોતાની જાત ને ...........

(૧)શું એ કામ કે અભ્યાસ કરવા માં મને રસ છે????

(૨)શું એ કામ કે અભ્યાસ કરી હું ખુશ રહીશ?????

(૩)હું એ કામ કરી ને પોતાની જીંદગી જીવીશ કે પસાર કરીશ????

આ મનોમંથન બાદ તમને અગર જવાબ હા મળે તોતમારા મમ્મી પપ્પા ને બોલો ,હા હું તમારી સાથે છું....યસ આઈ એમ રેડી. પણ અગર જવાબ નકાર ”ના” માં મળે તો ચાલું કરો અસહકાર નું આંદોલન....અને તમારા માતા-પિતા ને નમ્રતા થી કહો, “મારા વહાલા મમ્મી-પપ્પા, તમે જે કલરનું ટી-શટૅ પહેરાવશો તે પહેરીશ,તમે જે કહેશો તે કરીશ પણ ,મને માફ કરો હું મારી જિંદગી ના સૌથી મહત્વના ,મારા કરિયર અને જીવનસાથી ની પસંદગી ના નિર્ણય તો હું જાતે જ લઈશ.”

મિત્રો આ યુવાની નો સમય છે,તમારી પાસે ભરપુર સમય, ભરપુર ઊર્જા ,ભરપુર વિચારશકિત અને ગુગલ ગુરુ નો આશીર્વાદ છે ,તો પછી કેમ ટેન્શન લો છો???? તમારે તમારી યુવાની ના સમય ને “ફાલ્તુ “ કોલેજ જેવું જ બનાવવાનુ છે ,મુવી તો જોઈ જ હશે.....નહી જોય હોય તો હમણાં જ ડાઉનલોડ કરો અને મોટિવેટ થાવ,આ મુવી જોવાથી, તમે તમારી હોબી પ્રત્યે વધારે ધ્યાન આપતાં થઈ જશો પણ, એકવાર ટાઈમ કાઢી આ મુવી(“ફાલ્તુ” મુવી નુ નામ છે) અવશય જો જો...........”

તમને શું ગમે છે? તમારી હોબી શું છે? અગર તમને ગાવા નો શોખ હોય તો , મસ્ત તમને ગમતું સોંગ ગાઈ ને યુ-ટયુબ પર વિડિઓ અપલોડ કરો,તમારા મિત્રો સાથે શેર કરો, સાથે-સાથે મને પણ ફેસગુક પર લિંક મોકલો......તમારા સિંગીંગ ના વિડીઓ અને તમારી હોબી નુ કોઈ પણ મટિરીયલ આવકાર્ય છે,તમને ડાંસ નો શોખ હોય તો સ્કુલ કોલેજ ની સ્પર્ધા કે ફેસ્ટિવલ માં ભાગ લો,તમને ડાયરી લખવાનો શોખ હોય તો એ લખો, ઈન શોર્ટ એવું કામ કરો કે જેનાથી લોકો ને ફર્ક પડે અને એ કામ કરી તમને મોજ પડે.તમારી હોબી લોકો ની સામે આવવી જ જોઈએ. લોકો હુંકારો ભરે કે ના ભરે ,તમારે તો હુંકારો ભરી-ભરીને તમારા શોખ પુરાં કરવાના. પણ તમારે એવું નથી વિચારવાનું કે લોકો મારી પર હસસે તો!!!!!! લોકો હસસે, રડશે , મરશે ,ભાડ માં ગયા લોકો,તેલ લેવાં જાય એ લોકો....... કામ તો એવું જ કરવાનુ કે જેથી લોકો ના અહંકાર ને ચચરે!!!!!!.

એક વાત યાદ રાખજો, મરી-મરી ને જીવશો તો લોકો ને કોઈ ફરક પડતો નથી પણ જો તમે તમારી હોબી નું કામ કરીને જીવશો તો અવશ્ય ફરક પડશે....સાલા લુચ્ચા સમાજ ને!!!!!!! અરે આ દુનિયા તો આવી જ છે પણ તમે તો આ દુનિયા ના નથી ને!!,તમને ભગવાને પોતાની અલગ બુધ્ધિ ,અલગ વિચારવાની શકિત,યુનિક સ્વભાવ,યુનિક પર્સનાલિટી આપી છે,તો પછી ગમતું કામ લો, કામ કરો અને આનંદ મેળવો.મારી આ વાત લખી રાખજો કે ,”જો એ કામ તમને ગમતું હશે તો તમે એ કામ પાર પાડવા તમે તમારો ૧૦૦% એફોર્ટ (પ્રયાસ) આપશો અને એ કામ માં સફળ થશો.”

“અરે કોશિશ કરનેવાલો કી કભી હાર નહી હોતી”

તમારું હાર્ડવર્ક,તમારી શકિત ,તમારું મન, તમારી બુધ્ધિ ,તમારા કામરુપી હવનમાં હોમી દો,તમને કામ રુપી યજ્ઞનું ફળ એવું મળશે જે અમૃત કરતા પણ મીઠું હશે.હવે વોટસએપ અને ફેસબુક પર સ્ટેટસ અપલોડ કરો કે, “હા મેં કરી બતાવ્યું ,હા મેં કરી બતાવ્યું, હા મેં જ કરી બતાવ્યું” ,વીથ ફોટો ઓફ યોર્સ વીથ વિકટરી સ્માઈલ. તારો ખુબ ખુબ આભાર મારા શરીર , કે તે મને મારા લક્ષ્ય ને પાર પાડવાના મહાઅભિયાન મા મારો સાથ આપ્યો,ભલે લોકો એ મારા સપના પુરા કરવામાં મારો સાથ ના આપ્યો, પણ હે મારા શરીર, તુ મારો પ્રિય મિત્ર છે જે હર-હંમેશ મારો સાથ આપે છે. આ સ્ટેટસ અપલોડ લોકો ની સામે બડાઈ મારવા માટે નહી પણ પોતાના સ્વાભિમાન માટે,લોકો ના અહંકાર ને ઠેસ પહોંચાડવા અને પોતાના શરીર ના પ્રત્યેક અંગો નો આભાર માનવાં માટે કરો. મિત્રો તમે આટલું કરશો એટલે તમે મન થી એટલાં શકિતશાળી બનશો કે તમારા દઢ નિશ્રચ્ય ને કોઈ તોડી નહી શકે,

અંતે બસ એટલુ જ કહેવુ છે ,”સમાજ ને આંગણી ચિંધો અને રાડો પાડી ને હસો અને ગાવ નીચેનુ ગીત,

“હેય યુ જમાના ,હૈ તુ પુરાના ,તેરે હી મુઁહ પે મારુ ભાષણ તેરા

આગ હૈ તુ તો, મૈ ભી હવા હુઁ,લેજા ઉથા કે સારા રાશન તેરા,

માના વક્ત હૈ તેરા,દિન ભી તેરા ,તેરી બારી, તેરી બારી,

તુ ભી યાદ રખેંગા,જબ આયેંગી મેરી બારી , મેરી બારી,

કબુમ ,કબુમ ,કબુમ ,બુમ બુમ મોંહરા ભી મેરા બાજી ભી મેરી”.

“મારુ પહેલો પ્રયત્ન,મારું પહેલું લખાણ, આવકારવાં બદલ આભાર ,દિલ થી થેંક્યુ,તમારા ફીડબેક અથવા મેસેજ નો ભુખ્યો છું,ક્રીપ્યા તમારા લેખક મિત્રને ભુખ્યો ના મારતા પ્લીઝ”પસંદ પડેતો બીજા ૧૦ જણાં ને શેર કરજો અને પસંદ ના પડેતો બીજા ૧૦ સામે ગાળો દેજો.

-------------------------------------------------------- અસ્તુ ---------------------------------------------------------------------