Powerful Purpose books and stories free download online pdf in Gujarati

Powerful Purpose

“પાવરફુલ પર્પસ”

લેખક - પટેલ સ્વપ્નીલ

લેખક પરિચય

મારું નામ પટેલ સ્વપ્નીલ છે,જેવું નામ તેવાં જ સપના જોવાનુ મારુ કામ .સપના ની દુનિયા માં ડુબેલો સપનારૂપી નદીમાં ડુબકી લગાવવાનો શોખીન છુ.મન માં ઘણાં સપના જોયા છે,જેને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહયો છું.હુ હાલ એંજીનિયરીંગ કરી રહયો છુ , કોલેજ ના ત્રીજા વર્ષમાં હોવા નો આનંદ છે.હરવા –ફરવા અને સિંગીંગનો ગાંડો શોખ છે.હું અંકલેશ્વરીયન નવોદિત લેખક છું.ભલે કેવો પણ લેખક હોય કે કથાકાર , વાંચકો અને શ્વોતા ના હુંકારા માટે તરસતો હોય છે ,ભલે એ કેવો પણ હુંકારો કેમ ના હોય.તમારા હુંકારા,ફીડબેક અને મેસેજ નો ભુખો છું.

Mobile- 8758807812

Facebook-

“પાવરફુલ પર્પસ”

ગયાં લેખમાં તમે વાંચ્યુ હશે કે પોતાનું ગમતુ કામ કરવામાં,તમારા સપનાઓને પુરા કરવામાં,તમારા હોબીનુ કામ કરવામાં અને તમારા કરિયર અથવા લાઈફ પાર્ટનરની પસંદગીમાં તમારે કોઈની પરવાહ કરવી ના જોઈએ. તમારો નિર્ણય તમારે ખુદ તમારે જ જાતે લેવો જોઈએ.તમારો નિર્ણય એવો હોવો જોઈએ જેમા તમારી ખુશી હોય,તમારુ પેશન એવું હોવુ જોઈએ કે એ પેશનના નશાને કારણે તમારી રાતની ઉંઘ, ઉડી જતી હોય અને એ પણ તમારા ખુલ્લી આંખે જોઈલા સપનાઓ ને પુરા કરવા માટે.તમારું પેશન એ હોય શકે,એવું કોઈ કામ કે જેને તમે દિવસના ૨૪ કલાક કરીને પણ તમે થાકતા ન હોય પણ એ કામ કરીને તમારી આત્મા પ્રસન્ન થઈને......હંમેશા એ કામ માટે પ્રેરતી હોય કે,”જે કામ કરવામા ખુશી મળતી હોય .....તે કામ કરવામાં શુ વાંધો છે???? કરો એ કામને........

તમારુ શરીર,તમારુ મન, તમારી બુધ્ધિ ,તમારુ હૈયું તમારી સાથે છે.......હજુ શુ જોઈએ??????

હા હજુ એક વસ્તુ ખૂટે છે...........પણ શું?????? આનો જવાબ આ બીજા લેખ માં મારા ખુદના અનુભવોથી આપી રહ્યો છું.કહેવાય છે ને કે,”વ્યકિત માત્ર પોતાના અનુભવો થી જીંદગી જીવી ના શકે,બીજાના અનુભવ થી શીખતો વ્યકિત,એ વ્યકિત નથી હોતો પણ બધા અનુભવો થી શીખતો એ “તરાસાયેલો હીરો હોય છે જે હંમેશા અંધારિયા રુમ માં પણ પોતે ચમકે છે અને પોતાની ચમક બતાવી અંધારિયા રુમને પ્રકાશિત કરી નાખે છે ,હા હુ માનુ છુ કે “મારી સફળતા માટેની યાત્રા હજુ ઘણી લાંબી છે “ પરંતુ આ યાત્રા ના અનુભવ એવાં છે જે મારી અને મારા પ્રિય વાંચક મિત્રો ,જીંદગી માટે રામબાણ જેવાં કારગત નીવડી શકે છે...એક એક અનુભવો ને તમારી સાથે લેખ રૂપે શેર કરીશ,રાવણ રુપી શત્રુ ને મારવામાં આ રામબાણ ને એકવાર ટ્રાઈ કરી જુઓ,રાવણ ના મરે તો પૈસા પાછા....એ સમયે ,આ લેખકડાને મારજો તમારાં શબ્દોના બાણ......હુ તે સમયે તમારો ટાર્ગેટ બનવા માટે પણ તૈયાર છુ,બિન્દાસ કોલ કરો અને દો ગાળો !!!!!!!!!!!!

તો ચાલો કબુમ......કબુમ....કરવા......!!!!!.વળી તમે વિચારતા હશો કે ,આ કબુમ કબુમ શું છે??!!!!! એ તમને સમજાવીશ આ લેખમાં,”જસ્ત વેઈટ એન્ડ કન્ટીન્યુ રીડીંગ(મોટી સ્માઈલી સાથે)”

ચલો આપણે એ તો સમજ્યાકે,”આપણું ગમતુ કામ શુ છે!!!!!”તો હવે મારી સાથે ,એ કામના શિખર સુધી પહોંચવાના ભગીરથ કાર્યને આગળ ધપાવી,શરૂઆતના ના પ્રથમ પગથિયે થી પાપાપગલી માણિયે.આપણે જ્યારે આવા મિશનની શરૂઆત કરીએ તો સાચુ કહુ તો,”એકચ્યુલી આપણને ખબર નથી હોતી કે ,આ મિશન (એટલે કે પોતાના સપનાને પુરા કરવાના મહાઅભિમાન) રૂપી પર્વત કેવો હશે?!!!!, ક્યાં ખાઈ હશે, ક્યા ધોળાવ ,ક્યા ચીકણી માટી (જ્યા લપસવાનો ખતરો),કયો રસ્તો સીધો અને સરળ છે તો કયો રસ્તો આપણને ખાઈ રૂપી નિસ્ફળતામાં ધકેલી દેસે!!! આ અને બીજુ ઘણું બધુ ,જેની આપણને કાંઈ ખબર નથી હોતી. દર્ઢ નિસ્ચય વ્યકિત ,એવા તમને અને મને એટલુ જ ખબર હોય છે કે ,”બસ મારે આ પર્વત ની ટોચ પર પહોંચવુ છે....કોઈ પણ રીતે.....કેવા પણ સંજોગોમાં”.....!!!!

તો મારા અને તમારા જેવો કોઈ પણ વ્યકિત વિચારશે અને જોશે કે, “આ પર્વત પર કોઈ તો વ્યકિત, એની ટોચ પર પહોંચ્યુ જ હશેને !!!.”અને એ સફળ વ્યકિત ના નકશેકદમ પર ચાલવાથી ,કદાચ હુ પણ એ ટોચ પર પહોંચીશ” અને મારુ સ્વપ્ન પુરુ કરીશ. હા..... તમે એ સફળ વ્યકિતની સફળતાને પોતાનુ લક્ષ્ય બનાવી શકો અને એ વ્યકિત એ શેર કરેલા અનુભવોથી પણ ઘણું શીખી શકો.પણ માત્ર રાત્રી ના સપના જોવાથી કામ ન ચાલે.સપનાને પુરા કરવાં એક આગ જોઈએ જે તમારા હદયમાં ભળભળ બળતી હોય અને હરહંમેશ તમને યાદ કરાવતી રહે કે ,”લક્ષ્ય કો હર હાલ મૈ પાના હૈ, કુછ ભી હો જાયે લક્ષ્ય કો હર હાલ મૈ પાના હૈ”.

તમે વિચારતા હશો કે હું કઈ આગની વાત કરી રહ્યો છું, આ આગનું નામ છે , “પર્પસ”. પર્પસ એટલે એવું કારણ,કે જે તમારુ, કોઈ પણ કામ, પાર પાડવાની વૃતિને “કરો યા મરો” ના પીક પોઈન્ટ પર લઈ જાય. ખબર ના પડી હોય તો ટેન્શન ના લેતા,મોનેકો ખાવ અને આ ઉદાહરણ સમજો.

“આંખ બંધ કરો અને વિચારો કે, તમારી સામે ૪ બોક્ષિંગ પહેલવાન ઉભા છે.....અને તેપણ હત્તા-કટ્ટા અને બોડી-બિલ્ડર”.હવે હુ તમને કહુ કે,”તમારે એ બધા સાથે લડવાનું છે”. લડશો?!!!!!!!! તમે કહેશો કે ,”હુ ડોફો છું કે એ ચાર સાથે ખાલી ફોગટ લડું.........!!!બરાબર ને?!!!! તો એકવાત પાક્કી થઈ ગઈ કે, “મારા તરફથી તમને અપાયેલુ લક્ષ્ય, તમે પાર પાડવામા નિસ્ફળ રહ્યા.....બરાબર.....સમજાય છે ને વાત?!!! પણ આમ કેમ થયુ ,હવે સમજાવુ એનું કારણ.... કારણકે તમારી પાસે એ કામ પાર પાડવા માટે કોઈ પર્પસ ના હતું .રાઈટ!!!!?

હવે હુ તમને પર્પસ આપુ. તમારી આંખ સામેના સંજોગો બદલુ,”તો તમે તમારી આંખની સામે જોઈ રહ્યા છો કે , પેલા ૪ બોક્ષિંગ પહેલવાન કોઈ સ્ત્રી પાછળ તેને મારવા ભાગી રહ્યા છે,અને તમે જોવ છો કે ,એ તો તમારી “વહાલસોય મમ્મી છે”.....અને પેલા ગુંડાઓ થી બચવા ,તમારી મમ્મી ,તમારી પાછળ સંતાય જાય છે......તો બોલો હવે શુ કરશો?!!!!

ઓબ્વીઅસલી તમારો જવાબ જુસ્સા સાથે હશે,”કરો યા મરો”.એક વાત પર ધ્યાન આપો કે ,પહેલા તમારી પાસે એ ૪ બોક્ષર સાથે લડવાનુ કોઈ કારણ ન હતુ,પણ હવે એક મોટું અને મજબુત કારણ મળી ગયુ એ ૪ પહેલવાન સાથે લડવાનુ અને છેવટે, તો એ તમારી મમ્મી નો સવાલ હતો. ભલે એ પહેલવાન રહ્યા હોય પણ, તમારુ મન ચોકકસ કારણ સાથે દર્ઢ નિસ્ચય થઈ ગયુ કે, “હા.....હા.....હા..... મારે લડવાનુ જ છે, ભલે મારે કેટલીય તકલીફો વેથવી પડે , પણ હુ દસ થી મસ નથી થવાનો,હુ મારી નાખીશ એ ગુંડાઓને જે મારી મમ્મી ને હેરાન કરી રહ્યા છે, ભલે એના માટે મારે કોઈ પણ ભોગ પણ કેમ ના આપવો પડે”.

હવે સમજી ગયાને “પાવરફુલ પર્પસ”ને અને એનુ મહત્વ.કોઈ પણ ગમતુ કામ હોય કે ન ગમતુ કામ હોય,જોડો એને પર્પસ સાથે અને મેળવો ,અડગ મન અને શરીર જે કોઈનીય સામે ડગવા તૈયાર ન હોય.આ પર્પસ તમારી બોડી પાસે એવું એવું કામ કરાવશે કે જેની કલ્પનાય તમારા માઈન્ડ ની પેલી પાર હશે. પર્પસ તમારા કમ્ફર્ટ ઝોનને એવા બોમ્બ થી ફોડશે જેના ધડાકાની તમે કયારેય કલ્પના પણ કરી નહી હોય.

આચાર્ય ચાણકય અને ચંદ્રગુપ્ત મૌર્ય ની કહાની(વાર્તા) તો ખબર જ હશે, નહી ખબર હોય તો કહી સમજાવુ તમને ,” પાટલીપુત્ર નો એક મહાન,બુધ્ધિમાન, નિતીશાસ્ત્ર મા નિપુણ ,શકિતશાળી(આત્માથી,મનથી અને કાયાથી પણ) સમ્રાટ થઈ ગયો જેની વીરતા ની ગાથા થી ક્ષત્રિયો પ્રેરક બળ મેળવતા.પણ કોણ હતો એ ચંદ્રગુપ્ત મૌર્ય?ન હતો એ કોઈ રાજા-મહારાજાનો પુત્ર, હતો માત્ર સામાન્ય બાળક ,પણ એવો બાળક ,જે પોતાની માતાને ખુબ ચાહે.તો કેવી રીતે બન્યો ચંદ્રગુપ્ત મૌર્ય અખંડ ભારતનો સર્વક્ષેષ્ઠ યોધ્ધા?

માત્ર અને માત્ર આચાર્ય ચાણકય ની દીર્ઘદર્ષતા અને તેમના દ્વારા ચંદ્રગુપ્તને આપેલા યુધ્ધન કરવાના કારણને લીધે. આચાર્ય ચાણકય કહે છે કે,”માન્યુ કે એક સાહસી યોધ્ધો, એક યુધ્ધને જીતી ને બતાવી શકે,પણ એક શિક્ષક સાધારણ જન ને યુધ્ધને જીતવા યોગ્ય બનાવી શકે,કોઈ પણ યુધ્ધ કરવા માટે ચુનોતી ,”યુધ્ધ માટે યોધ્ધા શોધવામા નથી, પરંતુ ચુનોતી એ છે કે સાધારણ વ્યકિતને યુધ્ધનુ કારણ બતાવી ને એમને અસાધારણ બનાવવામાં. ” હવે સમજી ગયા હશો પર્પસ નુ મુલ્ય.

તમારે તમારા સપના ને સાકાર કરવા એક પર્પસ રુપી કારણ શોધી લેવુ પડશે.હવે આ કારણ કોઈ પણ હોય શકે જેવુંકે, મહત્વપુર્ણ વ્યકિત....પ્રતિ તમારો પ્રેમને જાહેર કરવાનુ હોઈ શકે,તમારી મમ્મી-પપ્પાનુ નામ રોશન કરવાનુ કારણ હોય શકે ,તમારી સેલ્ફ રીસ્પેક્ટ હોય શકે ,લોકો ને બતાવી દેવાની વૃતિ કે “હુ પણ કંઈ છુ” એવુ કાંઈ,કોઈના “તિરસ્કારનો બદલો લેવાની આગ” આ પ્રકારનુ એવુ કોઈ પણ કારણ તમે પસંદ કરી શકો..........પણ યાદ રહે ,“એ કારણ તમારી સપના પુરા કરવાની ,તમારી એ કામ પ્રત્યેના સમર્પણ ની આગમાં ઘી હોમતો હોવો જ જોઈએ”.

“વો આગ જલતી રહેની ચાહિયે,મેરે નહીં તો તેરે શરીર મૈં વો આગ જલતી રહની ચાહિયે”

-અજ્ઞાત

હવે થોડુ ઊંડે ઉતરીએ, હવે કોઈ કામ આપણે ,આપણા પ્રિય વ્યકિત નુ નામ રોશન કરવા કરતા હોઈએ તો , એ આગનુ સ્વરુપ તો લે છે પણ , થોડા સમય માટે....., પણ જો આપણે પર્વત સર કરી ટોચ પર પહોંચવુ હોય તો એ આગ પર્વતની ટોચ પર પહોંચતા પહેલા બુઝાઈ જવી જોઈએ નહી,બાકી તમારુ અને મારુ કલ્યાણ(વ્યંગમાં) નિસ્ચિત જ છે. તો અહી મારા વિચાર મુજબ પ્રેમની આગથી ફાયદો ઓછો જોવા મળે છે. એકબાજુ સારુ પર્પસ કહુ તો પ્રેમ અને ખરાબ પર્પસ કહુ તો નફર્ત અને વચ્ચેનુ ન્યુત્રલ જેમા તમે આ ઉકિત અનુસરી શકો કે, “મુજે કુછ કરના હૈ” કામ લાગે એવુંજ છે, એને પણ તમે વાપરી શકો.....ટુંકમા બધા પાવડર વાપરી જોવાના અને અંતે જે પાવડરથી મેલ દુર થતો હોય તેને રાખો તો ચાલે એવું છે....એટલુ કહી શકુ.

તો ચાલો હવે નફર્ત રૂપી ચિંગારી ને આગ બનાવવા મટેના પર્પસની વાત કરીએ,”તમારે અને મારે ટોચ પર પહોંચવુ હોય તો ,હા કોઈ ટોચે પહોંચેલ વ્યકિતના માર્ગદર્શન થી આગળ વધી શકો.......હા એ એજ વ્યકિત છેજે તમારો આદર્શ છે.હવે તમારે શુ કરવાનુ છે,એ ધ્યાન થી સાંભળજો

૧) તમારે એ વ્યકિતના અનુભવો નો ભરપુર ઉપયોગ કરવાનો

૨)તમારે એ વ્યકિતને તમારો શત્રુ બનાવો(તમારા મનમાં)

૩) મન મા માત્ર એવુંજ હોવુ જોઈએ કે મારે મારા આદર્શને જ લલકરવાનો છે અને હરાવવાનો છે(કોઈ પણ ભોગે અને કોઈ પણ રીતે)

૪)એ આદર્શ વ્યકિતના કોન્ટેકટસ ને પોતાના કાર્ય થી એવા માહિતગાર કરો કે .....એમની સામે તમારી કોઈ વેલ્યુ થાઈ અને એ લોકો તમારી તરફ આકર્ષાય.

૫)જેટલી પ્રેકટિસ થાઈ એટલી કરો એ કામ મા મહારથ હાંસલ કરવા.

૬) કઠોર પરીશ્વમ નો કોઈ વિકલ્પ નથી.......

આ આગ કયારેય પણ બુઝાવી ના જોઈએ..યાદ રાખજો તમારે તમારા આદર્શને જ હરીફાય આપવાની છે,અને રાડો પાડીને એને કહેવાનુ છે....”કબુમ કબુમ......કબુમ”

ઓ ભાઈ તુ ફેમસ થઈ ગયો તો બહુ હોશિયારી ના માર......એકદિવસ એવો પણ આવશે જયારે તારી રાજાની ખુરશી પર હુ બેઠો હોઈશ...અને ત્યારે “તુ રડીશ અને હુ રાડો પાડી તારી સામે હસીસ.......”મારા અથાક પ્રયત્નો એ દિશામાં કાર્યરત જ છે........યાદ રાખજે ,મારી દોર જયારે મારી પતંગ પર મજબુત થશે ત્યારે હુ તારી પતંગની લપેટ કરવા,હુ તને .....રણમેદાન મા મળીશ.....ત્યા સુધી “હરે ક્રિષ્ના,અને રાધે ક્રિષ્ના ”

“આગ હૈ તુ તો મૈ ભી હવા હુ,લેજા ઉથાકે સારા રાશન તેરા”

તુ ભી યાદ રખેગા,જબ આયેગી મેરી બારી...મેરી બારી

યુ ના હલકે મે ના લે મુજે,મેરી ધમકી હૈ તુજે...મેરા જીગર ચલા તો ટ્રિગર દબેગા ગોલી ચલેગી........કબુમ .......કબુમ.....કબુમ .....બુમ...બુમ.....

મહોરા ભી મેરા,બાજી ભી મેરી......................સમજા!!!!!..........................

“મારુ બીજો પ્રયત્ન,મારું લખાણ, આવકારવાં બદલ આભાર ,દિલ થી થેંક્યુ,તમારા ફીડબેક અથવા મેસેજ નો ભુખ્યો છું,ક્રીપ્યા તમારા લેખક મિત્રને ભુખ્યો ના મારતા પ્લીઝ”પસંદ પડેતો બીજા ૧૦ જણાં ને શેર કરજો અને પસંદ ના પડેતો બીજા ૧૦ સામે ગાળો દેજો.

-------------------------------------------------------- અસ્તુ ---------------------------------------------

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED