“આત્માનો-ખૌફ” (ભાગ-૪) Patel Swapneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

“આત્માનો-ખૌફ” (ભાગ-૪)

લેખક પરિચય

મારું નામ પટેલ સ્વપ્નીલ છે,જેવું નામ તેવાં જ સપના જોવાનુ મારુ કામ .સપના ની દુનિયા માં ડુબેલો સપનારૂપી નદીમાં ડુબકી લગાવવાનો શોખીન છુ.મન માં ઘણાં સપના જોયા છે,જેને સાકાર કરવાનો પ્રયત્ન કરી રહયો છું.હુ હાલ એંજીનિયરીંગ કરી રહયો છુ , કોલેજ ના ત્રીજા વર્ષમાં હોવા નો આનંદ છે.હરવા –ફરવા અને સિંગીંગનો ગાંડો શોખ છે.હું અંકલેશ્વરીયન નવોદિત લેખક છું.ભલે કેવો પણ લેખક હોય કે કથાકાર , વાંચકો અને શ્વોતા ના હુંકારા માટે તરસતો હોય છે ,ભલે એ કેવો પણ હુંકારો કેમ ના હોય.તમારા હુંકારા,ફીડબેક અને મેસેજ નો ભુખો છું.

Mobile- 8758807812

Facebook-

Instagram-@patel_swapneel1896

“આત્માનો-ખૌફ”

અને એ શૈતાન બની ગયો!!!!!! (ભાગ-૪)

લેખક- પટેલ સ્વપ્નીલ

દીપક હજુય પોતાની પ્રવૃતિમાં મદમસ્ત હતો.......થોડીવાર બાદ દીપકને કંઈ અજુગતુ લાગ્યુ કે.....કોઈ નજીક ઉભુ છે,પણ એ તો નીરવ હતો...........એણે ફરીથી જોયુ.....ત્યાં નીરવ જ દેખાતો હતો એને.....

દીપક હવે નીરવને ટુકુર-ટુકુર જોવા લાગ્યો,અને જાણે અંદરથી ખુશ-ખુશ થયા કરતો હોય એમ લાગતુ હતુ............પણ નીરવના તો રૂવાડા ઉભા થતા હતા..........(મનમાં તો એવુ ચાલી રહ્યુ હતું કે આ ભાઈ કંઈ કરી ના દેય તો સારું) પણ તોય નીલે સમજાવેલા પ્લાનને પુરા કરવા સિવાય કોઈ છુટકો પણ નહતો.

આટલામાં નીલ ,ધવલ પાસે પહોંચ્યો અને ધવલની હાલતનું નિરીક્ષણ કરવા લાગ્યો અને જોયુ તો હજુય ધવલ,”પાણી......પાણી........”નો બુમરેગ લગાવી રહ્યો હતો......એની ટી-શર્ટ પર લાલ ડાઘા પડી ગયાં હતા.......એના હાથ અને ઘુંટણ છોલાય ગયા હતા ,ધવલ પોતાની જાતે ઉભો થઈ શકે એ હાલતમાં પણ ના હતો...........ધવલે પોતાની અશ્રુભીની ઝાંખી દ્રષ્તિએ જોયું તો પહેલા તો એ ડરના માર્યા ગભરાઈ ગયો......અને પોતાની આંખ કેટલીય મિનીટ સુધી મીંચી રાખી પણ પછી નીલે ,ધવલને પોતાના સ્વરે કહ્યુ,”ધવલ સહેજ પણ ડરતો નહી,હું તને બચાવી લઈશ.......,હુ તને કાંઈ પણ થવા દઈશ નહી........”

ધવલને આ અવાજ જાણ્યો પહેચાનો લાગ્યો,એટલે એણે પોતાની આંખો ઉઘાડી અને પોતાની ઝાંખી નજરે જોયુ તો નજીક નીલ ઉભેલો હતો.નીલે પછી ધવલને પાણી પીવાડ્યુ............વધારે સમય થવાને કારણે નીરવનો ડર વધવા લાગ્યો તો.......એ નીલને ઈશારો કરવા લાગ્યો કે,”જલ્દી કામ પતાવ એમ!!!”

નીરવને સહેજે ખબર નહતી પણ દીપકની વાંકી દ્રષ્તિ હજીય નીરવ પર જ હતી.........નીરવના ઈશારાને કારણે દીપકને જાણે વાત સમજાય ગઈ હોય એમ એ નીરવના ઈશારાની દિશામાં જોવા લાગ્યો પણ નીરવે યુકિતથી દીપકના ધ્યાનને પોતાની તરફ કોઈ રીતે ખેંચ્યુ..........પણ............

છેવટે દીપકની નજર નીલ અને ધવલ પર પડી જ ગઈ,અને હવે દીપક ગુસ્સે ભરાયો હતો........અને જોસમાંને જોસમાંએ પોતાનાસ્થાને થી હુંકારા સાથે ઉભો થયો અને નીલ અને ધવલ તરફ જઈ જ રહ્યો હતો...........ત્યાં નીરવને કાંઈ સુજ પડતી ન હતી......શુ કરવુ અને શુ નહી.......!!!!

નીરવે જોરથી ચિચયારી પાડી.....” ઓ નીલ ,,,,,,દીપક તમારી તરફ આવી રહ્યો છે..............”

નીલના મનના બધા આઈડીયા દિશાહીન અને શુન્ય થઈ ગયાં હતા.......શુ જવાબ આપવો અને ધવલને કઈ રીતે બચાવવો ,કાંઈ મગજ માં આવતુ નહોતુ.આખરે નીલને એક વાત યાદ આવી........!!!!

નીલ સમય સહેજે બરબાદ કરવા માંગતો નહતો,એકપણ સેકન્ડ બગાડ્યા વગર,નીલે નીરવને સંદેશો આપ્યો......નીરવ તારા પપ્પાની વાતોને યાદ કર........પેલી “અને એ શૈતાન બની ગયો” એ ભુતિયા બુકના ઉપાયનો ઉપયોગ કર.........નીરવને કાંઈ જ ખબર પડતી નહતી.નીરવ બોલ્યો કંઈ બુક?? કયા ઉપાય??? મને કંઈ યાદ આવતુ નથી.........

નીલ બોલ્યો તારા ગળામાં રહેલી માળા અને તાવીજ ને યાદ કર તને બધુ યાદ આવી જશે..........નીરવે કહ્યુ આ ઉપાય મે ક્યારેય અજમાવ્યો નથી.............હુ આમ નહી કરી શકુ......!!!

પ્લીઝ મને આનાથી દુર રાખ...........નીરવ ભયથી વ્યાકુળ બોલી ઉઠ્યો........

“ભાઈ આપણી ત્રણેયની જાન બચાવવી હોય તો તારે કોઈ પણ ભોગે આ કામ કરવુ જ પડશે............”નીલ,નીરવ પર તાડુક્યો....

નીરવે કહ્યુ હુ જસ્ત કોશિશ કરી શકુ............!!!!!

જે કરવું હોય તે જલદી કર.......નીલ બોલ્યો........

(પહેલા તો નીરવ ઉભા રહેવાની પણ હાલતમા પણ પપ્પાની વાત યાદ આવી અને પેલી ભુતિયા કિતાબ “અને એ શૈતાન બની ગયો” ની વાત યાદ આવી,અને એને ખબર પડી ગય કે એણે શુ કરવાનુ છે,ક્યારે કરવાનુ છે,કઈ રીતે કરવાનુ છે,કઈ પધ્ધતિનો ઉપયોગ કરવાનો છે.)

નીરવે જલદીથી પોતાના ગળે પહેરેલા નળાકાર તાવીજને ખોલ્યુ અને એમાંથી નીકળેલી ભભુતિને પોતાના હાથમાં લીધી,દીપકતો કોઈ ઝોમ્બીની જેમ નીલ તરફ ભાગીને આવી રહ્યો હતો.........નીલ અને ધવલને બચાવવાં, નીરવ હાથમાં એ ભભુતિ લઈ ”હર હર મહાદેવ!!! હર હર મહાદેવનાં ગગનચૂંબી નારા લગાવી અને પછી દીપક તરફ ભાગ્યો.................

ત્યાં નીલ એને આત્મવિશ્વાસ આપતો હતો કે ભાઈ આજે આપણે આ બુરી શકિતને હરાવવાની છે.......પુરી શકિતથી સામનો કર............તારા પપ્પાના આશીર્વાદ તારી સાથે છે......

નીલના આવુ કહેવાથી નીરવ પોતાની તેજ રફ્તારે આગળ વધી રહ્યો હતો........નીરવે દીપકને પોતાના બુહુબળે,પોતાના બે હાથે એને કમરેથી પકડી લીઘો...દીપકને પકડતાની સાથે નીરવને કંઈક બેચેની અને ગરમાહત નો અનુભવ થવા લાગ્યો.....અને જાણે એ કોઈ વાયુ ને પોતાના કાબુમાં લેવા કોશિશ કરી રહ્યો એમ લાગતુ હતુ....(નીરવ થોડો બોડી વાળો અને હસ્તપૃષ્ડ હતો જેથી એણે દીપકને જોરથી પકડી રાખ્યો હતો) જેમ-જેમ નીરવની પકડ મજબુત થતી તેમતેમ દીપકનો સ્વર જાડો બનતો જતો હતો.......દીપક બોલતો,”છોડેલા ગેલા........ના લાપી.....તારા મંજે ગેલા.......” આવા કોઈ અજીબ સ્વરોનો બુમરેગ ફેલાવી રહ્યો હતો.ધીરધીરે દીપકનો અવાજ વધારે ને વધારે ક્રુર અને વધારે ફાટી રહ્યો હતો અને દીપકને કાબુમાં રાખવાનુ પણ અઘરુ બની જતુ હતુ,નીરવે “હરહર મહાદેવ” ઉચ્ચારણ કર્યુ અને ધીમે-ધીમે ભભુતિ નીરવની ગરદન પર લગાવવા લાગ્યો..........ભભુતિ લગાડવાની સાથે દીપક શાંત પડવા લાગતો હતો............અને પછી નીલે ધીરથી પોતાના ગળે પહેરેલો દોરો.......દીપકને પહેરાવવાનુ ચાલુ કર્યુ..........જેમ જેમ નીરવ,દોરો દીપકની ગરદનની નજીક લાવતો......તેમ તેમ દીપકની અંદર કોઈકને તકલીફ થતી હોય એવું લાગતુ.....દીપક પુરો પ્રયાસ કરતો દોરો ન બંધાવવા......પણ......દર્ઢ સંકલ્પી નીરવે પહેલાતો દીપકને પોતાના બે પગે ,દીપકના બે પગની આંટી ભરી અને એને કાબુમાં લાવવાની કોશિશ કરી.....ત્યારબાદ થોડી ભભુતિ તેના કપાળમાં લગાવી......અને અંતે એ દોરો દીપકને પહેરાવી દીધો.......બીજી બાજુ નીલ ,ધવલને ઉંચકી ફોરવીલ ગાડી તરફ જઈ રહ્યો હતો.............

નીલ આગળ વધતો વધતો નીરવને ફરી-ફરીને જોયા કરતો,ત્યાં નીરવ બોલતો....નીલ તુ મારી પરવાહ ના કર,તુ બસ ધવલનુ ધ્યાન રાખ.......................

નીરવ દ્વારા દીપકને દોરો પહેરાવવાથી દીપક એકદમ શાંત થઈ ગયો હતો અને પોતાની આંખ મીંચી દીધી.અને હવે એ જમીન પર ઢળી પડ્યો.નીરવે જોરથી બુમ પાડી અને નીલને કહ્યુ,”નીલ હવે દીપક સુરક્ષિત છે,અને હવે એને કંઈ નહી થાય........”તુ જલદીથી ધવલને ફોરવીલમાં બેસાડી.....જલદીથી દીપકને લેવા આવ...........!!આપણે બે એને ફોરવીલ સુધી ઉંચકી જઈશું............

ત્યાં નીલ નો જવાબ આવ્યો......,”હા.....તુ ત્યા દીપક પાસે ઉભોરે....હુ હમણા જ આવુ છું,ધવલને ગાડીમાં બેસાડી........”

પણ ચાવી ફોરવીલના બારણે હતી એટલે પહેલા તો નીલે ,ધવલને નીચે ઉતાર્યો અને ગાડીના બારણા પાસે રાખેલી ચાવીથી પહેલા તો નીલે દરવાજો ખોલ્યો અને ધવલને ગાડીમાં સુવાડ્યો અને કહ્યુ,”ધવલ, હુ હમણા જ આવુ છુ.........તુ અહિયા જ આરામ કર........!!”

ધવલે હકારમાં માથુ ધુણાવ્યુ......

પછી ધવલ દોડતો-દોડતો તીવ્ર ઝડપે નીરવ તરફ આવી રહ્યો હતો..........નીલ જરાક વારમાં જ દીપક પાસે પહોંચ્યો અને ત્યારબાદ બંને જણાએ દીપકના બે હાથ ખભે ટેકવી ફોરવીલ તરફ આગળ વધી રહ્યા હતા. બેભાન અથવા અર્ધજાગૃત અવસ્થામાં દીપકને લઈને,નીલ અને નીરવ ગાડી તરફ ભાગવા જઈ જ રહ્યા હતા.......ત્યાં કોઈએ કરૂણ રાડો નાખી........અવાજ જાણ્યો પહેચાણો હતો........................ ...... એ ધવલ ન હતો........તો એ કોણ હતુ..............?એ દીપક પણ નહતો,કેમકે દીપક હજુય ભાનમાં ન હતો.પાછળ જોવાની કોઈનીય હિંમત ચાલતી નહતી.ધીરે-ધીરે ચાલતા ચાલતા દીપક,નીલ અને નીરવ ફોરવીલ ગાડી સુધી પહોંચ્યા. નીરવે,દીપકને ભાનમાં લાવવાની કોશિશ કરી,પણ એ ભાનમાં આવતો ન હતો,ખૂબ જોરથી હલાવવા પર એ ભાનમાં આવ્યો અને હવે નીલ પણ ગાડી ચલવવાની હાલતમાં ન હતો.

નીરવે ગાડીની ચાવી,નીલના પોકેટ માંથી કાઢી અને ડ્રાઈવર સીટ પર નીરવ બેઠો અને નીલ એની બાજુમાં તથા દીપક અને ધવલને પાછળની સીટ પર સુવાડ્યા.......પણ હજુય કોઈની અવાજ સંભળાઈ રહી હતી................જાણી પહેચાણેલોઁ એ અવાજ કોનો હતો......!!!!!!!??? હા.....એ દીપક જ હતો.......

દીપક એક હાથ ઉઠાવી અમને કૃપ્યા કરી છોડીને ન જવા સુચન કરી રહ્યો હતો.......ત્યા દીપકે ધ્રુજતા સ્વરે બોલવાનુ શરૂ કર્યુ.............

“ફેન્ડસ પ્લીઝ મને બચાવો................

મને બચાવો આનાથી..............

મને મુકીને ના જાવ પ્લીઝ...........................................

બીજી જ ક્ષણે દીપક હસ્યો....”અબ તેરા ક્યા હોગા કાલીઆ”........

હા!!!!!!!!.........હા!!!!!!!!!!!...........હા!!!!!!!!!!.........

પણ દીપક તો ગાડીમાં ધવલ સાથે બેથો હતો................................!!!!!!!!! તો.....એ જગ્યાએ કોણ હતુ......જે અમને એ સ્થાને રોકવા મથી રહ્યુ હતુ???????શુ લાગે છે તમને?? કોઈ જવાબ મળે તો મને મેસેજ કરવા અથવા કોમેન્ટ કરવા વિનંતી.આગળનો ભાગની કુતુહલ હોય તો મેસેજ કરવો.............તમારી (આપ વાંચકોની ઈચ્છા હશે તો આગળ લખીશ)