Saptpadi books and stories free download online pdf in Gujarati

Saptpadi

સપ્તપદી

સપ્તપદી આ શબ્દ જગત નો ખુબજ સુંદર શબ્દ છે, પ્રેમ ની કળી ની અતુટ કડી પણ કહી શકાય, જેવા વિશ્વાસ, પ્રેમ સમાજ, કરુણા, આવા ઘણા લાગણી ના પાયા પર આ સપ્તપદી રચવામાં આવે છે, આ સપ્તપદી જીવન ની શરૂઆત કે પછી સ્ત્રી નો નવો જન્મ પણ કહેવામાં આવે છે, આ સપ્તપદી ના પાયા પર ઘણા જીવન ની ગંભીરતા જોડાયેલી હોય છે, અને બે એવા વ્યક્તિ કે જે તેના જીવન ની જરૂઆત કરવા તત્પર હોય એક બીજાની સાથે, એક સ્ત્રી પોતાના પુરા ઘરને પોતાના વ્યક્તિને છોડીને એક સપ્તપદી ના વિશ્વાસ ઉપર નવા ઘરમાં જાય છે અને પોતાના જીવન ની શરૂઆત કરે છે,

આજના આ સમય માં જયારે ભારતદેશ પશ્ચિમી સંસ્કૃતિ નું અનુસરણ કરે છે ત્યારે હાલમાં આ સપ્તપદી ના પાયા ડગમગી ચુક્યા હોય તેવું જોવા નથી મળતું, હાલ માં આપણે જોયે તો વધુ પડતા છુટાછેડા જોવા જોવા મળે છે, અત્યારના સમય માં જોયે તો વિશ્વાસ ખુબજ ઓછો થવા લાગ્યો છે, સંબંધ માં ઘણું બધું ઘટવા લાગ્યું છે, છતાં લગ્ન એ બહાર પણ સંબંધ રાખવા લાગ્યા છે, પણ શું આ સંબંધ નો આ અંજામ યોગ્ય છે? આપણા આ સમય માં બધાજ સ્વતંત્ર થાય ગયા છે,પણ શું આ લગ્ન ના સંબંધ માટે કેન્સર સમાન નથી,

બધા સંબંધ એક સરખા પણ નથી હોતા, લગ્ન સંબંધ માં કેવો પ્રેમ કેવી સમજ હોવી જોયે તે એક કહાની દ્વારા આપણે સમજશું,

બે પ્રેમી ઓ હતા તેમાં જે યુવક હતો તે ધીરે ધીરે તેના જીવન માં આગળ વધતો હતો, પરંતુ જે યુવ્યી હતી તે ગર્ભશ્રીમંત હતી તે યુવક યુવતી ને લગ્ન ના સંબંધ માં જોડાવું હતું, પરંતુ યુવતી ના ઘરેથી ના પડતા હતા યુવક ની આર્થિક હાલત ના કારણે પણ બધાની મરજી વિરુધ તે બંને એ લગ્ન કર્યા, અને તે બંને એક નાના ઘરમાં રહેવા ગયા, બંને ને એક બીજા ઉપર ખુબજ વિશ્વાસ હતો, અને બંને એ મેહનત કરીને પ્રેમ થી તેના જીવન માં આગળ વધ્યા અને તેને બે બાળક થયા તે બંને એ બાળકો ને પણ ખુબજ સુંદર સંસ્કાર આપીને પાલન પોષણ કર્યું તે ચારે તેના જીવન માં ખુબજ ખુશ હતા, તે બને પતિ પત્ની અને બાળકો વછે ખુબજ સમજ અને પ્રેમ હતો, તે બને પતિ પત્ની પોતાના બાળકો જોડે એક મિત્ર ની જેમ રહેતા હતા અને ખુબજ સુંદર મજાનું ઘર સજાવીને રહેતા હતા, બાળકો સારી શાળા માં અભ્યાસ કરતા હતા, અને તે તેની નાની સુંદર દુનિયામાં ખુબજ ખુશ હતા, આમ દિવસો વિતતા હતા,

તેલોકો ના જીવન માં ફરી ખરાબ સમય આવે છે, કે તે લોકો ને પોતાનું ઘાને બધુજ વહેચવું પડે છે, તે બંને પતિ પત્ની બેસીને વિચાર કરે છે કે તે લોકો બાળકો ને શું કેસે કદ્કોને કેમ મનાવશે, ત્યારબાદ તે બંને પતિપત્ની એક સુંદર મજાનો વિચાર કરે છે, કે આપડે બાળકોને સાચું નથી કહેવું પણ આપડે તેને દુખ ના થાય તેમ વાત કરશું, તે બને પતિ પત્ની તેના બાળકો પાસ જાય છે બાળકોને બેસાડીને કહે છે ચાલો બાળકો આપડે થોડા દિવસો માટે એ સુંદર મજાની રમત રમશું,આપડે પોતાનું આ જીવન છોડીને ગરીબ ની જેમ જીવન વિતાવશું, તે કરી કરીને બાળકોને મનાવે છે અને એક નાની રૂમ માં તે રહેવા જાય છે, પોતાના બાળકો જોડે ખુબજ સુંદર પ્રેમ થી વાત કરે છે અને બાળકોને ખ્યાલ પણ નથી આવવા દેતા કે તે લોકો ગરીબ થાય ચુક્યા છે, અને તે બંને પતિ પત્ની ખુબજ મહેનત કરે છે, પોતે ભૂખ્યા રહીને બાળકોને જમાડે છે, પરંતુ જોવાની વાત એ છે કે આવી પરિસ્થિતિમાં પણ તે લોકો શાંત મગજ અને ખુબજ પ્રેમ થી રહે છે, આમ દિવસો વીતવા લાગે છે, ધીરે ધીરે બાળકોને ખ્યાલ આવી જાય છે કે સાચે ઘરની પરિસ્થિતિ ખરાબ છે અને સાચે તે લોકો ગરીબ થાય ચુક્યા હોય છે, પણ બાળકો ખુબજ સમજુ હોય છે, તે તેને આપેલા પૈસા પણ બચાવીને રાખે છે, અને બાળકો પણ તેના માતા પિતાને ખ્યાલ નથી આવદેતા કે તે લોકો ને ખ્યાલ છે કે તે લોકો ગરીબ છે, આમ દિવસો વીતે છે બધાજ પોતાની સમાજદરીથી પ્રેમથી રહે છે,

તેના પ્રેમ અને તેની સમજણ ના કરને ધીરે ધીરે તે લોકોને પોતાની મહેનત થી બધુજ પાછું મળી જાય છે, અને તે લોકો ખુબજ ખુશ થાય છે,

આ છે સપ્તપદીનો સાચો અર્થ કે ગમે તેવા સમય માં સાથે પ્રેમ થી રહેવું અને કોઈ ખોટો માર્ગ ના અપનાવવો જો આજ સમજદારી પ્રેમ વિશ્વાસ રહે તો આ જગત માં કોઈ ના છુટાછેડા ના થાય,

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED