bhutkal pahela ptrmno books and stories free download online pdf in Gujarati

bhutkal pahela ptrmno

ભૂતકાળ પહેલા પ્રેમ નો

ભૂતકાળ બધાના જીવન માં ભાગ ભજવી ચુક્યો હોય છે, ઘણા લોકો પોતાના ભૂતકાળ માંથી બાર આવીગયા ગયા હશે,પણ અમુક સમય એ ભૂતકાળ આંખ ભીંજવી જતું હશે......

આવાજ એક ભૂતકાળ ની વાત કહેવા માગીશ,

ક્ષમા અને શુભ નો ભૂતકાળ, આ ભૂતકાળ ની શરૂઆત એક શાળા માંથી થાય છે, શુભ અને ક્ષમા બન્ને ૧૧ માં ધોરણ માં અભ્યાસ કરતાહતા,થોડો સમય તે એક બીજાને જાણતા પણ ના હતા, પણ ધીરે ધીરે તે એક બીજાના ઓળખાણ માં આવ્યા, અને એક બેજા ને ધ્યાન માં લેવાનું શરુ કર્યું, બન્ને એક બીજાને ખુબજ પસંદ કરતા હતા પણ, બનેના મન ની પરિસ્થિતિ ખુબજ ગંભીર હતી તેથી ક્ષમા અને શુભ બન્ને તેની જીંદગીમાં હૂફ ઈચ્છતા હતા અને તે બન્નેને એક એક બીજા પાસ થી મળવા માંડી પહેલી જિંદગી નો પહેલો પ્રેમ હતો થોડું હાસ્ય ની ભાષામાં વર્ણવું તો બન્ને ના આજુબાજુ સંગીત ગુંજવા લાગ્યા ઝરણાઓ વેહવા લાગ્યા સુંદર હવાઓ દ્વારા બંને ના કેશ ઉડવા માંડ્યા, અને પહેલા પ્રેમ ની પહેલી ખુશ્બુ માં બંને ખોવાઈ ગયા હતા, અને પ્રેમી પંખીડાની જેમ આકાશ માં ઉડવાનો અનુભવ કર્યો અને આમ આગળ આગળ દિવસો વીતવા લાગ્યા અને લોકોના કાન માં વાત ફેલાવા લાગી પરંતુ ક્ષમા અને શુભ તેની પોતાની પ્રેમ ની દુનિયામાં મશગુલ હતા,

શુભ ના ઘરની પરિસ્થિતિ થોડી નબળી હતી, અને તે ભણવાની સાથે સાથે બાર નોકરી પણ કરતો હતો અને પોતાના ઘરમાં આવી હાલત ના કરને તે ખુબ જ હેરાન પરેશાન રહેતો હતો તેના માતા પિતાને તે સુખ શાંતિ આપવા માંગતો હતો અને તે માટે ઈમાનદારી થી મેહનત કરતો હતો, અને સાથે સાથે ક્ષમા ને પણ સમય આપતો હતો પણ ક્ષમા ના મન ની હાલત ખુબજ ગંભીર હતી ક્ષમા તેના બેન બનેવી સાથે રહેતી હતી ક્ષમાના માતા પિતા ખુબજ તકલીફ માં હતા તો તેણે ક્ષમા ને પોતાની ભાણેજ ના ઘરે રાખી હતી અને ક્ષમા ની ઉમર નાની હતી તે ખુબજ નાદાન હતી અને સાથે સાથે લાગણીશીલ હતી તે બધાનો વિશ્વાસ કરી લેતી, કહે છેને કે ઘરનાજ ઘાતકી હોય છે તેમ ક્ષમા ના બનેવી ની નજર ક્ષમા પર બરાબર ના હતી,તે વાત ક્ષમા જાણતી ના હતી, પણ તે તેના માતા પિતાની રાહ જોતી હતી અને કંટાળી હતી તેની પરિસ્થિતિ ને લઈને કોક ના ઘરે રહીને ભણતી હતી અને તેના ઉપર આખા ઘરનું કામ પણ રહેતું સાથે સાથે બધાના આકરા વાક્યો થી પણ તે કંટાળી હતી તેને ખાલી શુભ પાસે શાંતિ મળતી હતી આમ ને આમ બે ત્રણ વર્ષ વિતીગ્યા અને આમ ને આમ ચાલતું રહ્યું, અને ક્ષમા ને શુભ બને એક બીજાના પ્રેમ માં હોત્પ્રોત હતા અને ક્ષમા ને પણ સમજવામાં આવી ગયું હતું કે તેના બનેવી તેની ઉપર નજર બગાડવા માંથી બાજ નોતા આવતા અને ધીરે ધીરે, છેડવાનું પણ ચાલુ થયું હતું ક્ષમા કોઈને કહી પણ નોતી શકતી અને તે ગભરાવા લાગી અને તે દરીમિયન માં શુભ ના ઘરમાં તે બંને ના સંબંધો નો ખ્યાલ આવી ગયોતો અને તેથી શુભ ને તેના લગ્ન માટે વાત નકી કરવાનું કેહ્વાનું શરુ કર્યું પણ ક્ષમા ના સપના મોટા હતા તે શુભ ને પ્રેમ જરૂર કર્તીતી પણ તેને લગ્ન માટે કાઈ વિચાર્યું નોતું ક્ષમાને આગળ વધવું હતું ભણવું હતું, અને શુભ ના આગ્રહ ના કારણ ને લીધે ક્ષમા એ તેની જિંદગી નું આકરું પગલું ભરવું પડ્યું અને તેને શુભ સાથે ના સંબંધ તોડવાનું નકી કર્યું અને તે બીજી જગ્યા પર ભણવા ચાલી ગય કદાચ પાછળ શુભ નું સુ થશે તે ક્ષમા એ વિચાર્યું પણ નોતું અને તે આંખ બંધ કરીને ચાલી ગય ક્ષમા એ આગળ વધવા નામના મેળવા પૈસા મેળવા સાચો પ્રેમ ગુમાવી નાખ્યો ક્ષમા ને પણ ઘણું દુખ થયું રાત દિવસ શુભ ને યાદ કરીને ખુબ જ રડતી હતી અને જમવાનું મૂકી દીધું હતું શુભ ને જોવા માટે તરસતી હતી અને ઘણો સમય શુભ વગર બીમાર પણ રહી ઘણા સમય સુધી તે તેમાંથી બાર નોતી આવીશકી, અને મનમાં તેને ગાંઠ બાંધી લીધી હતી કે તેણે શુભ સાથે ખુબજ ખોટું કર્યું તે પોતાની વેદના કહી પણ નોતી શકતી અને અંદર થી પથ્થર બની ચુકી હતી,

બીજી બાજુ શુભ ની હાલત ખુબજ ખરાબ હતી તેને ઘરમાંથી અને તેના મિત્ર વર્ગ માંથી કહેતા કે ખબરજ હતી તે મુકીને ચાલી જશે તેની પાછળ પોતાનું ભવિષ્ય ના બગાડ ખોટો સમય બરબાદ ના કર, આવા શબ્દો સાંભળીને શુભ ખુબજ ભાંગી ગયો હતો તેને ક્ષમા થી નફરત થવા લાગી હતી તેને ક્ષમા થી ઘણા પ્રશ્નોના જવાબ માગવા હતા પણ તે શું કરે ક્ષમા તો શુભ ને છોડીને જતી રહી હતી અને શુભ ખુબજ દુખી હતો તેના જીવન માં અંધકાર અને એકાંત છવાઈ ગયો હતો તેના મિત્રો પણ તેની જોડે ન હતા એકલો શુભ આત્મા વગર ના મડદા જેવો થઇ ગયોતો

બીજી બાજુ ક્ષમાના જીવન માં વિશ્વાસ નામનો એક વ્યક્તિ આવ્યો અને ક્ષમા ને વિશ્વાસ એક બીજાની નજીક આવવા લાગ્યા ક્ષમા ને તેમ હતું કે તેને તેના જીવન માં સાથે ચાલનાર તેનો પ્રેમ મળી ગયો પણ કહે છેને કે જીવન માં બીજાને દુખ આપો તો પોતાને દુખ જ મળે છે, વિશ્વાસ ક્ષમાને ખાલી લાગણી બતાવતો હતો પણ વિશ્વાસ ના મનમાં ક્ષમા માટે થોડી પણ લાગણી નોતી અને ક્ષમા વિશ્વાસ ના પ્રેમ માં હોત્પ્રોત હતી તે શુભ ને પણ ભૂલી ચુકી હતી ધીરે ધીરે વિશ્વાસ ક્ષમાને છોડીને જતો રહ્યો અને ક્ષમા ની હાલત પણ શુભ જેવી થાય છે ક્ષમાને વિશ્વાસ ને ઘણા પ્રશ્નો ના જવાબ માગવા હતા પણ વિશ્વાસ તો તેને છોડીને ચાલ્યો ગયો હતો ધીરે ધીરે ક્ષમા ને ધ્યાન માં આવ્યું કે તેણે જે શુભ સાથે કર્યું તેજ પોતાની સાથે પણ થયું ક્ષમાને પસ્તાવાનો પાર નથી રેતો તે ખુબ જ દુખી થાય છે, અને ક્ષમા શુભ પાસ જવા નું વિચારે છે, અને શુભ ને શોધે છે પણ શુભ ક્ષમા ને નફરત કરતો હોય છે કે તે ક્ષમા ના નામ થી પણ ચિડાઈને દુર ભાગતો હોય શુભ ને પ્રેમ ઉપર થી વિશ્વાસ ઉઠી ચુક્યો હોય છે

એટલામાં ક્ષમા શુભ ને મળવા આવે છે ક્ષમા ના મનમાં શરમ નો પર નથી હોતો તે નજર થી નજર મિલાવી નહોતી શકતી, ક્ષમાને જોઇને શુભ ને ઘણો ગુસો આવ્યો પણ તેને તે ક્રોધ ને કાબુ માં કરીને ક્ષમા ને પૂછ્યું એકજ વાક્ય માં કે ક્ષમા ખુશ તો છોને, આ શબ્દ સાંભળીને ક્ષમા એ પોતાનો કાબુ ગુમાવ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી શુભ એ તેને સાંભળી અને પૂછ્યું કે કેમ એટલી દુખી છે ક્ષમા એ કહ્યું કે મને ફરીવાર પહેલા જેવો પ્રેમ કરી શકીશ? ત્યારે શુભ એ જવાબ આપ્યો કે ના હવે હિમત નથી મારામાં કે હું પ્રેમ કરી શકું,

આમ આવો ક્ષમા અને શુભ નો પહેલા પ્રેમ નો ભૂતકાળ હતો

કદાચ કોઈ અ સાચુજ કીધું છે કે પ્રેમ નું બીજું નામ પીડા છે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED