Man books and stories free download online pdf in Gujarati

man

મન

શરીર ની આંતરિક અવસ્થાને આપણે મન તારીખે જાણીએ છીએ મન ની પણ ઘણી અવસ્થા છે, શાંત, વિચલિત, આવી ઘણી અવસ્થા છે પણ મન ની આ અવસ્થા ના પણ ઘણા કારણો હોય છે, જીવન ઘણા સારા ખરાબ આનુભવ ના કરણે આપણા મન ની અસર આપણા સ્વભાવ પર અને પછી આપણા કર્મ પર થવા લાગે છે, અને આપણા કર્મની અસર આપણા જીવન પર થાય છે , તેથીજ ગીતાજીમાં ભગવાન એ કહ્યું છે,

જેણે મન ને જીતી લીધું, તેણે પરમાત્મા ને પામ્યા છે, કારણ કે તેને શાંતિ પ્રાપ્ત કરી છે, આવા પુરુષ માટે સુખ દુખ મન અપમાન બધું એક સમાન છે,

જેનું મન શાંત છે તે યોગ ધ્યાન દ્વારા ઈશ્વર ને પ્રાપ્ત કર્યા છે, આજના સમય માં લોકો ભોતિક સુખ લોભ, લાલચ, મોહ, ભોગ ને વશ છે,તેથી તે તેના જીવન માં વિચલિત છે, અને પોતાના લક્ષ્ય થી ઘણા દુર છે, અને જે મનુષ્ય નું મન શાંત છે તેના માટે તેનું લક્ષ્ય દુર નથી, જયારે મનુષ્ય ના માનસ માંથી રાગ દ્વેષ કપટ લોભ મોહ થી મુક્ત થાય છે ત્યારે મનુષ્યનું મન શાંત થાય છે, આજના આ સમય માં બધાજ સમય સાથે ચાલતા થયા છે, તેથી કોઈને માનતાના મન ને જાણવા માટે નો સમય જ નથી, આજના આ જગત માં બધા પોતાના લક્ષ્ય તરફ ભાગતા નઝર આવે છે, આજના માનવી અહંકારને લોભ અને મોહ ને ઘોળીને પીય ગયા છે, પોતાના લક્ષ ને પામવા સાચા ખોટા બધાજ રસ્તાઓ નો ઉપયોગ કરે છે, આ તે વાત પણ ખુબ જ સત્ય છે કે આ જગત માં કોઈ મનુષ્ય સરખા નથી હોતા, જે જેના સિદ્ધાંત ને પોતાના સારા વિચારને, વળગી રહ્યા છે તે મન થી સુખી છે, એટલે તો આપણા આ જગત માં યોગી અને ભોગી બંને જોવા મળે છે, સુ આજના આ સમય માં કોઈ પોતા માટે સમય ફાળવે છે, શાંત મન માટે સ્વસ્થ શરીર ની પણ જરૂર હોય છે, તેથીજ યાગ પ્રાણાયામ ને ઉત્તમ કહેવામાં આવ્યા છે, શરીર સ્વસ્થ હશે તો મન પણ સ્વસ્થ રેશે, ધ્યાન લાગશે,

જેણે મન ને પામી લીધું છે તેના માટે મન સ્ર્વશ્રેઠ છે મન જ મન નો મિત્ર છે અને શત્રુ પણ છે, જેનું મન વિચલિત છે, તેનું મન તેના શત્રુ છે, જેનું મન શાંત છે તે મિત્ર છે, જે મનુષ્ય સિધાંત સગુણ ભગવાન ની ભક્તિ સારા કર્મોને વળગી રહે છે તે મનુષ્ય શાંતિ ને પામે છે, જે મનુષ્ય પોતાની પરિસ્થિતિ પોતેજ નકી કરે છે, કોઈને દોષ ના ટોપલા નથી સોપતા તે મનુષ્ય શાંત છે, તે મનુષ્ય ખુશ છે, જેમ કાચબો પોતાના અંગોને સંકોરી લે છે, તેમજ તે પોતાના સદ ગુણ ને પોતાની પાસે સંકોરીને રાખે છે, તો તેને બારના કોઈ દુર્ગુણ તે સ્પર્શ નથી કરી શકતા, મનુષ્ય ના જીવન ક્રોધ તેનો શત્રુ હોય છે, અને કહેવાય છે કે કરોધ એટલે પોતાની જાતને સજા આપવાની અનેરી કળા, અને ક્રોધ થી મુઢતા આવે છે, અને તે ભ્રમ ને સંદેહ ને વશ થાય છે, અને તે પોતાથી દુર થાય છે, જ્ઞાન ની શકતી નાશ પામે છે, બુધિ નો નાશ થાય છે, છે મનુષ્ય નું પતન નિશ્ચિત છે,

મન ની આવી આવી ઘણી સ્થિતિ મન ને વિચલિત અને મન ને સંકુચિત બનાવે છે, મન ઘણું ચંચળ સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે,તેથી તેને રોકવું સમય ને રોકવા સમાન હોય છે, પરતું તે અભ્યાસ, વૈરાગ્ય, જ્ઞાન, ધ્યાન થી વશમાં થાય છે, અને જેનું મન વશ માં નથી તેના માટે મન ની શાંતિ ખુબજ દુર છે,

ગીતાજી માં કહ્યું છે કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, બુદ્ધિ,અંકાર, અને મન, આ પ્રમાણે આ ૮ વિભાગ પામેલી પ્રકૃતિ છે, તેથી મન નું જ એક અંગ છે, અને મનુષ્ય ના અહંકાર તેના વિચલિત મન ના કરને તે પ્રકૃતિ થી દુર થવા લાગે છે, અને તેને પ્રકૃતિ થી જોડનાર એક માત્ર ધ્યાન છે, દરેક મનુષ્ય પોતાની પ્રકૃતિ પ્રમાણે વ્યવહાર કરે છે, તેથી તેમાં સંદેહ નો કોઈ પ્રશ્નજ નથી,

દરેક મનુષ્ય એ પોતાની જિંદગી માં નિવૃત થવું આવશ્યક છે, એકાંત જરૂરી છે પોતાની જાતને ઓળખવું જરૂરી છે, દરેક મનુષ્ય ને પોતાની જાત સાથે સ્વતંત્ર થવું જરૂરી છે, દરેક મનુષ્ય આ પ્રકૃતિ નું અંગ છે, તો તેને પ્રકૃતિ સાથે જીવંત રખેવું જરૂરી છે, કોઈ પણ સમસ્યા આવે તો વિચલિત કે ક્રોધ કરવાની જગ્યા એ તે ઉપર વિચાર કરીને શાંત મન થી જો કાર્ય કરવામાં આવે તો મન કદી વિચલીત નહિ રહે અને શાંતિ થી જીવન વિતાવી શકે છે આજના આ સમય માં મન ની શાંતિ ની ખુબજ જરૂરિયાત છે અને તેના કરને મનુષ્ય સારું આચરણ અને સારું કર્મ કરી શકે છે, પરમાત્મા ની નજીક રહી શકે છે, અને મનુષ્ય ના આચરણ ની અસર તેની સંતતિ ઉપર પણ અસર કરે છે, અને વિચલિત મન નું એક કારણ વ્યસન પણ હોઈ શકે છે, જેવો ખોરાક મનુષ્ય ગ્રહણ કરે છે તેવો તેનો સ્વભાવ પણ બને છે,

આમ મન ને એકાગ્ર અને મન ને વશ માં રાખવું ખુબજ જરૂરી છે, મન ની અખંડ શાંતિ ખુબજ જરૂરી છે, નહિ તો તે ખરાબ કર્મ નું પણ કારણ બની શકે છે,

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED