Bansi dave 7624022322
એકાંત
માણસ ના જીવન માં જયારે એકાંત શબ્દ સંભળાય છે ત્યારે તે માણસ
એકવાર અચંબા માં આવી જાય છે અને ક્ષણ ભેર તેવું વિચારી પણ લે
છે કે તે સાચે આખી દુનિયામાં એકલો છે પરંતુ સુ કોઈ એ આ એકાંત
વિષે કોઈ એ સકારત્મકતા દાખવી છે ખરી? સુ એવું નથી લાગતું કે
આજના સમય માં એકાંત પણ જરૂરી છે અને જે માણસ એકાંત થી
ડરીને દુર ભાગે છે તેનીજ સામે તે એકાંત આવીને ઉભું રહીજાય છે
આપડા સગા સંબંધી મિત્રો પ્રેમી પતિ તે બધા આપડી સાથે છેજ પણ
અને આ સમાજ ની કુટુંબ વ્યવસ્થા એટલેજ ઘડવામાં આવી છે કે
કોઈ વ્યક્તિ એકલું ના રહે પરંતુ આપડી પોતાની અંદર જે એકલતા
છે તેના થી આપડે ક્યાં ભાગી ને જશું ક્યાય નઈ કેમકે તે આપડી
અંદર છે તેથી એકાંત ને સમજવું તે જીવન ને પામવા બરાબર છે
મિત્રો હું આજે એક ઝરણા જેવી હસતી ખેલતી દરિયાની જેમ ઉછળતી
એક છોકરીની વાત કહેવા માગું છું તે એક ખુબજ લાગણીશીલ
છોકરી હતી તેના બધા જોડે રહેવું રમવું હસવું બોલવું ખુબજ
ગમતું હતું અને એ છોકરી પોતાના જીવન માં એક રાજકુમાર ની
રાહ જોતી હતી કેમકે તેને પ્રેમ સુછે કેવો છે એ જનવુંતું અને તેને પ્રેમ
ને પમ્વોતો તે હમેશા બધા માં તેના એ રાજકુમાર ને યાદ કરતી
કે મારો રાજકુમાર આવશે તો હું તેને ખુબજ પ્રેમ કરીશ અને તેના
નામ પર પોતાનું જીવન લખી આપીશ અને તેના જીવન માં તે
રાજકુમાર આવ્યો પણ તેને પ્રેમ નો અનુભવ કરવાની જગ્યા એ
એકાંત નો અનુભવ કરાવા આવ્યો તે છોકરીને અમ હતું કે તે સાવ
તૂટી ગય હવે તે સુ કરશે તે છોકરી અ પોતાના પ્રેમ ખાતર બધુજ
બાજુ પર મુકીદીધુતું અને હવે તે સાવ એકલી પડી ગય તી તેની સાથે
કોઈ નોતું તેના મિત્રો પણ તેને છોડીને ચાલ્યા ગયાતા તે માતાપિતા થી
પણ દુર હતી બધી બાજુથી એકાંત ના અંધારામાં ખોવાઈ ગયતી બધુજ
છોડી દીધુતું હસવું બોલવું હરવું ફરવું તે છોકરીને અમ હતું કે આ એકાંત
જ તેના નસીબ છે અને મારા ખ્યાલ પ્રમાણે એ સાચું વિચાર્તીતી કેમકે એકાંત જ બધા લોકોનું નસીબ હોય છે હું માનું છું કે જન્મતા અને મારતા સમય એ તમે અક્લાજ છો તમે જયારે આરામ કરો છો ત્યારે તમે એકલ્જ છો તમારી જાત સાથે તમે જયારે છો ત્યારે તમે એકલાજ છો અને કદાચ
ધ્યાન તે એકાંત નુજ બીજું રૂપ છે પોતાની જાતની નદીમાં જયારે ડૂબકી
લગાવો તે એકાંત પણ આ વસ્તુ કે આ વાત તે છોકરી નોતી જાણતી તેને
બોવ્જ વલખા માર્યા કે તેનું એકાંત દુર થાય પણ નઈ તેનું એકાંત દુર ના થયું હતા આજુ બાજુ બધા હતા તેની પાસ પણ તે અંદર થી સાવ એકલી
હતી અને આ ને આ જ પરિસ્થિતિ તેની જીંદગીમાં ઘણા વર્ષો ચાલી પછી
કંટાળીને ધીરે ધીરે પોતાની જાત સાથે રેવાનું ચાલુ કર્યું પોતાની જાતને
પ્રેમ કરવાનું ચાલુ કર્યું અને તેને સમજ માં આવીગ્યુતું કે તે ખોટા વલખા
મારીને હેરાન થાતીતી પ્રેમ કરવા માટે આ સુંદર જગત છે અને આ જગત
માં પ્રાણ પુરતી આ જગત નો શ્વાસ એવી આ પ્રકૃતિ છે અને તેને આ પ્રકૃતિ ને પ્રેમ કરવાનું ચાલુ કર્યું પછી સુ થયું ખબર છે મિત્રો? આ આપણી માતા પ્રકૃતિ એ તે છોકરીને પ્રેમ કરવાનું શરુ કર્યું અને મિત્રો
આજે તે છોકરી એકાંત માં છે પણ તે સ્વર્ગમાં છે તે બોવજ ખુશ છે
મિત્રો આપડે એક એવા જગત માં જીવન જીવીએ છીએ જ્યાં આપડે જે
વિચાર્યે તે પરિસ્થિતિ આપડી સામે આવે છે આપણે પોતે આપણી
જિંદગીને રચવા વાળા છીએ તો આપડે સુકામ અંધારામાં જીવન વ્યતીત
કરીએ વહેલી સવારનો ઉગતો સૂર્ય તમારા જીવન માં કનક પ્રકાશ આપે છે અરે આ પ્રકૃતિ તમને મન મુકીને પ્રેમ કરે છે તો સુ કરવાને આ પ્રેમ થી દુર ભાગવું બે હાથ ફેલાવીને તેને ભેટી જવામાંજ જિંદગી છે પ્રેમ ને પ્રેમ કરવામાં જિંદગી છે
મિત્રો કદાચ તમારા જીવન માં પણ ક્યાંક વણાંક આવ્યો હશે તો તેને સ્વીકારીને તેને પણ પ્રેમ કરજો નહિ કે જિંદગીને હારીને બેસી જાઓ
જિંદગી ખુદ આવો નશો છે જે કોઈ દિવસ નથી ઉતરતો
અને ગમે તેવા પર્વત કે ભૂકંપ આપડા ગરવા ગીરનાર ને નથી જુકાવી શક્યા પણ હા રોજ સુરજ ની કિરણો ગીરનાર માં ફેલાયને તેને જરૂર થી
કનક પર્વત બનાવીદે છે જયારે આ મેઘરાજ સોળે ધારા અ વર્ષે છે ત્યારે
આ ગરવો ગીરનાર માં પ્રકૃતિના પ્રેમ માં ખોવાયને થનગની ઉઠે છે તો
મિત્રો આપણને પરિસ્થિતિ ના જુકાવી શકે
આમજ આપણા જીવન માં એકાંત પણ જરૂરી છે આપણી જાતને પ્રેમ કરવા માટે અને આપણી જાતને ઓળખવા માટે
તો મિત્રો નિરાશ ના થાઓ અને જિંદગીને પલ પલ જીવો
જવેરચંદજી એ ખુબજ સુંદર મજાની પંક્તિ લખી છે તેની કસુમ્બીના રંગ ના પુસ્તક માં
તુજ સુખ ની મહેફિલમાં તું સહુને નોતાર્જે
પણ જમજે અશ્રુની થાળી એકલો
દિલદિલની દુખ વાતો દિલ સોજીથી સુણજે
ચુપ રહેજે કાપી જબાન એકલો
આવી કાયક છે જિંદગી પણ ખુબજ સુંદર છે જિંદગી
Bansi dave 7624022322