mrutyu books and stories free download online pdf in Gujarati

mrutyu

મૃત્યુ

મૃત્યુ જીવન નો અંત કે શરૂઆત? મૃત્યુ ને ભય પાછળ નું કારણ સમજવામાં આવે છે, કોઈ પણ મનુષ્ય ને મૃત્યુ નો ભય હોય છે, અને કહે છે જેણે ને મહેસુસ કર્યું છે, તેને જગત માં કોઈ જાતનો ભય નથી હોતો તે મનુષ્ય ભય થી મુકત થયને નિર્ભય જીવન જીવે છે ,મૃત્યુ માટે ની અલગ અલગ વ્યક્તિ પ્રમાણે માનસિકતા હોય છે, પરંતુ દરેક વ્યક્તિ તે જાણે છે કે તેનું મૃત્યુ નિશ્ચિત છે, જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ છે, જેની શરૂઆત છે તેનો અંત પણ છે, આ વાત સમજતા હોવા છતાં પણ બધાજ મૃત્યુ ના ભય થી પીડિત છે, પણ આ મૃત્યુ છે શું? મૃત્યુ માટે વિજ્ઞાન શું કહે છે, મૃત્યુ શરીર નો જ અંત છે, કે પછી શરીર ની અંદર રહેલ ચેતનાનો પણ અંત છે, અને આ શરીર ની અંદર રહેલી ચેતના શું છે? આવા ઘણા પ્રશ્નો આપણ ને થતા હોય છે, પ્રશ્ન થાય છે તેની કારણ પણ શું છે, તો આપણે માત્ર બીજા કોઈ નું મૃત્યુ જોયું છે, આપણા ઘરમાં આપણા કોઈ તેવા વડીલ હોય છે, જે આપણી નજર સામે મૃત્યુ પામ્યા હશે, તો મૃત્યુ પામેલા તે વ્યક્તિ બાદ જે ક્રિયા થાય છે, પોતાના ધર્મ પ્રમાણે આપણે તો માત્ર એ જ વાત કે એજ ક્રિયાથી અવગત હોયે છે, પરંતુ તે ચેતના નું શું, જે તે મૃતદેહ ની અંદર હતું, કે આપણે ને તો તે પણ ખ્યાલ નથી હોતો કે તે શું હતું કે તે શરીર ને જીવંત રાખતું હતું, શું ખરેખર તે કોઈ જીવ, આત્મા, કે પછી ચેતના હશે, કે પછી દેહ એક મશીન છે, તેનો સમય પૂરો થાય ગયો એટલા માટે મૃત્યુ પામ્યું, અને ખરેખર આત્મા, ચેતના કે જીવ, હોય તો તે ક્યાં જાય છે, મૃત્યુ પછી તે દેહ છોડીને તે ક્યાં વસે છે, અને આ બધું ચક્ર ચલાવનાર કોણ છે, જે ખરેખર જન્મ મૃત્યુ નકી કરે છે, અને ક્યાં આધાર પણ એક જન્મ લેનાર બાળક ગર્ભશ્રીમંત જન્મે છે, તો બીજું બાળક ગરીબ ના ઘરમાં જન્મ લેછે, અને કેમ એક બાળક ઉચ વર્ણ માં જન્મ લે છે, તો બીજું બાળક સામાન્ય વર્ણ માં જન્મ લે છે, તો બધું કોણ નકી કરે છે, ક્યાં કારણ થી એક બાળક ગર્ભશ્રીમંત માં અને બીજું બાળક ગરીબ ના ઘરમાં, અને આપણા વડીલો આજ વસ્તુ સમજાવે છે કે તે બધું ઈશ્વર નકી કરે છે, તો એટલો ભેદ ક્યાં કારણ થી? આ ચક્ર છે શું? આપણે જિંદગી માં એટલું ભાગદોડ કે એટલું જ્ઞાન કે પછી એટલું ધન ભેગું કરીએ છીએ તો તેનો સુ અર્થ છે, અંતે તો મૃત્યુ જ છે, અને મૃત્યુ બાદ તો આપણે કશુજ જોડે નહિ લઇ જવાના કે ચાલો મારા મૃત્યુ માં હું આ અને એટલી વસ્તુ સાથે લઇજઈશ મને આ ગમે છે તો આ સાથે રાખીશ તમે કોઈને તેવું કેહતા સાંભળીય છે ખરી? તો તેવું સુ છે જે બધા લોકો પોતાની સાથે લઇજાય છે, તમે કોઈ તેવા વ્યક્તિને સાંભળીય હશે કે ગયા જન્મ ના કઈ સંબંધ હશે કે પછી આવતા જન્મે ચૂકવી દેશું બાપા, તો તેવું શું છે જે મૃત્યુ પછી પણ જોડે આવે છે?

આત્મા ચેતના જીવ તે અમર છે, મૃત્યુ બાદ તે ચેતના જ્ઞાન, તેના કર્મ તેની અધુરી આશાઓ તેની લાગણી પણ તે ચેતના માં જીવંત હોય છે,

આ કર્મ શું છે તે કઈ રીતે મૃત્યુ બાદ સાથે આવે છે? તે પ્રશ્ન સહજ છે, થાય તો આ કર્મ મનુષ્ય સવે જાગે ત્યાંથી રાત્રે સુવે ત્યાં સુધીમાં બધાજ કાર્ય ને કર્મ કહે છે, સારું કાર્ય ખરાબ કાર્ય કોઈને આપેલું સુખ કોઈને આપેલું દુખ કોઈને કરેલું દાન કે પછી કોઈ વસ્તુ ચોરવી તે બધુજ કર્મ હોય છે વ્યક્તિ તેના સ્વભાવ પ્રમાણે કર્મ કરે છે, અને તેજ કર્મ સુખ દુખ ની રીતે મનુષ્યને પરત મળે છે, અને કર્મ ફળ આપે છે પછીજ શાંત થાય છે, અને ત્યાં સુધી તે ચેતના આ કર્મ ચક્ર માં ફર્યા કરે છે, આપણી પૃથ્વી પર જેમ સરકારી વિભાગો છે કોઈ ગુનો કરે છે તો તેને સજા મળે છે તેમજ કર્મ નો પણએક અલગ વિભાગ છે અને તેના જજ ઈશ્વર છે, અને તેમાં કોઈ પણ પ્રકારની બંધ છોડ ચાલતી નથી, ઈશ્વર ને પણ માનવ સ્વરૂપ માં કરેલા કર્મ ના ફળ ને ભોગવ્યું પડ્યું છે, તો આપણે તો મનુષ્ય છીએ, તો મૃત્યુ બાદ આપણા કર્મ આપણી સાથે આવે છે, અને કર્મ પ્રમાણે આપણો જન્મ ક્યાં અને ક્યારે થશે તે નકી થાય છે,

વોજ્ઞાન ની દ્રષ્ટિ એ મૃત્યુ એ માનવ શરીર ના જીવન નો સંપૂર્ણ નાશ છે, અને મૃત્યુ બાદ કશુજ બચ્તુજ નથી ચેતના પણ નહિ, વિજ્ઞાન નું કહેવું છે કે ચેતના ભોતિક તત્વ ના એકઠા થવાથીજ ઉત્પન થાય છે, અને શરીર ના મૃત્યુ બાદ તે પણ નાશ પામે છે,

મૃત્યુ બાદ મનુષ્ય જીવન ની કઈ ગતિ થાય છે? આ પ્રશ્ન સામાન્ય રીતે બધા મનમાં થાય છે તે સહજ વાત છે, અને આજ પ્રશ્ન નચિકેતા એ યમરાજા ને કર્યો હતો, અને યમરાજને વિનંતી કરી કે આ વિષે મને થોડું જ્ઞાન આપો, ત્યાર વાળ યમરાજા મૃત્યુબાદ ની ચેતના વિષે ઉપદેશ આપે છે, આત્મા તે અજન્મા છે, તે નાશ્વત છે, શરીર નો નાશ થવાથી આત્માનો નાશ થતો નથી, અને જે મનુષ્ય તેમ મને છે કે પરલોક છેજ નહિ તે મૂર્ખતાને પામે છે, અને તે વારંવાર જન્મ લેછે અને મૃત્યુ પામે છે, કારણ કે માનવ કર્મપ્રધાન છે, મનુષ્ય પોતાના કર્મ પ્રમાણે અલગ અલગ ગતિને પામે છે, ભગવાન શ્રી કૃષ્ણ એ ગીતાજી ના ૧૩ માં અધ્યાય ના ૨૧ માં શ્લોક માં કહ્યું છે કે પ્રકૃતિ માં સ્થિત પુરુષ પ્રકૃતિ થી ઉત્પન થયેલા ત્રણ ગુનો થી પ્રભાવિત રહે છે, અને તેને ભોગવે છે, આ ગુનો નો સંગ જ તેનો સત અસત નો દેવ છે, પીતૃ, પ્રેત, મનુષ્ય, પશુ, પક્ષી, આદી યોની માં જન્મ લેવાનું કારણ છે, આમ ભગવાન એ ગીતાજી ના ૧૪ માં અધ્યાય માં ૧૮ માં શ્લોક માં કહ્યું છે, કે સત્વગુણ માં સ્થિત પુરુષ સ્વ્ર્ગાદી ઉચલોકો માં જાય છે, અને રજોગુણ માં સ્થિત રજસ પુરુષ મધ્ય માં અર્થાત મનુષ્ય લોક માંજ રહે છે, કાર્ય રૂપે નિદ્રા, પ્રમાદ, અને આળસ વગેરેમાં સ્થિત થયેલો તમસ પુરુષ અધોગતિ અર્થાત નીચ યોની ને પામે છે, આમ માનવી આ ત્રણ ગુણ માં રહીને જ પોતાના કર્મ કરે છે, અને ગતિ ને પામે છે,

મનુષ્ય ના કર્મ પ્રમાણે તેને ધરતી પર જ સ્વર્ગ અને નર્ક અર્થાત સુખ અને દુખ જોવા મળે છે, જીવાત્મા જયારે શરીર માંથી બાર જાય છે, ત્યારે તેનું સ્થુળ અહીજ હોય છે ભૂલોક માં, અને તેનો કતો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, કતો તેને દતીદેવામાં આવે છે, અને ચેતના ની સાથે પોતાનું કર્મ, જ્ઞાન સાથે જાય છે, અને તે પોતાના કર્મ પ્રમાણે ગતિ કરે છે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED