Aadhyatm ke Vignan Bansi Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Aadhyatm ke Vignan

આધ્યાત્મ કે વિજ્ઞાન

આપણું શરીર છે તે આધ્યાત્મ અને વિજ્ઞાન નું મિશ્રણ કહેવામાં આવે છે, આપણા બારના શરીર ને આપણા જોઈ શકીએ છીએ પરંતુ શરીર ની અંદર પણ જે સ્થિત છે જેને આધ્યાત્મ અને વિજ્ઞાન સાથે સંબંધ છે તે આપણે જાણીએ છીએ ખરા,

મનુષ્ય પાસ સાત પ્રકારના શરીર હોય છે, જે બધાજ મહેસુસ કરી શકે છે, પહેલું શરીર જેને આપણે ભોતિક શરીર કહીએ છીએ, બીજું જેને આકાશ શરીર તરીકે જાણીએ છીએ, ત્રીજું શરીર જેને આપણે સુક્ષ્મ શરીર કહીએ છીએ, ચોથું શરીર જેને માનસ શરીર તરીકે ઓળખવામાં આવેછે, પાંચમું શરીર જેને આધ્યાત્મિક શરીર તરીકે જાણવામાં આવે છે, અને છઠું શરીર જેને બ્રમ્હ શરીર તરીકે જાણવામાં આવે છે, અને સાતમું અને અંતિમ શરીર જેને નિર્વાણ શરીર કહે છે,

આ શરીર ને આપણે શરીર ના સાત ચક્ર તરીકે જાણીએ છીએ, આ સાત ચક્ર ના બેલેન્સ થી પુરા શરીર ની ક્રિયા ચાલે છે, અને આ ચક્ર ઉપર ધ્યાન આપવાથી કોઈ એવી વસ્તુ નાથી જેને મનુષ્ય ના પામી શકે, આપણે આ સાત ચક્ર વિષે વિશેષ જનસુ,

૧ : મૂલાધારચક્ર : આપણે જે સાત ચક્ર ની વાત કરી તેમાનું પહેલું શરીર કે પહેલું ચક્ર કહીએ તો તેને આપણે મુલાધાર ચક્ર કહેવામાં આવે છે, જેને ભોતિક શરીર પણ કહેવામાં આવે છે, આ મૂલાધાર ચક્ર નો સંબંધ ભોતિક શરીર નું કેન્દ્ર હોય છે, આ મૂલાધાર ચક્રની બે સંભાવનાઓ હોય છે, એક પ્રકૃતિક સમભાવના છે, જે જન્મ થી મળે છે, અને એક સાધનની સંભાવના છે, જે સાધનાથી ઉપલબ્ધ થાય છે, મૂલાધાર ચક્રની પ્રાથમિક પ્રાકૃતિક સંભાવના કામવાસના છે જે પ્રકૃતિ પાસેથી મળે છે, પ્રકૃતિ ના બધા તત્વો આપણી અંદર હોય છે, જો આપણે એ તત્વો પ્રત્યે હોશ્પૂર્ણ થઈશાકીયે, તો રુપન્તાર્ણ થવાનું શરુ થાય જાય છે, જેવુજ આપણી અંદર આગૃત્તા ઉત્પન થાય છે તેમજ તે પ્રકૃતિમાં બદલવાનું શરુ થાય છે,

૨: સ્વાધિષ્ઠાન ચક્ર : સ્વાધિષ્ઠાન ચક્ર તે આપણા શરીર નું બીજું ચક્ર કહેવામાં આવે છે, જેને ભાવ્શારીર પણ કહેવામાં કે આકાશ શરીર પણ કહેવામાં આવે છે, આ ચક્ર ની પણ બે સંભાવના છે, જે પ્રકૃતિ થી જે સમભાવના મળે છે, તે ભય, ક્રોધ, હિંસા, ધ્રુણા, આ બધુજ સ્વાધિષ્ઠાન ચક્ર ની પ્રકૃતિ થી મળેલી સ્થિતિ છે, જો આના પરજ કોઈ અટકી જાય છે, તો આનાથી વિપરીત સ્થિતિ જેને પ્રેમ, કરુણા, અભય, મેત્રી, તે કશું સમભાવ નથી થાય શકતું, સાધક ના માર્ગ માં બીજા ચક્ર પર જે રુકાવટ છે તે ક્રોધ, ધ્રુણા, તે બધું છે, તેથી આ ચક્ર પર ધ્યાન આપવાથી, સાધક તેની આ રુકાવટ માંથી બાર આવી શકે છે,

૩: મણીપુર ચક્ર : મણીપુર ચક્ર એટલે કે આપણા શરીર નું ત્રીજું ચક્ર જેને સુક્ષ્મ શરીર કહેવામાં આવે, આ શરીર ના પણ બે ભાગ હોય છે, પ્રાથમિક રૂપે શરીર સંદેહ, વિચાર ની આસપાસ અટક્યા કરે છે, અને જો આ રૂપાંતરિત થાય જાય તો તે શ્રદ્ધા બની જાય છે, અને વિચાર જો રૂપાંતરિત થાય જાય તો તે વિવેક બની જાય છે, આથી કહે છે કે સંદેહ ને દબાવમાં આવે છે તો તે ક્યારેપણ શ્રધાને નથી પામતો, અને તે મનુષ્યની અંદર સંદેશ મોજુદ રહશે તેથી આ ચક્ર ના બે રૂપ છે શ્રદ્ધા અમે સંદેહ અને આ ચક્ર પર ધ્યાન આપવામાં આવે તો તે શ્રધાને પામે છે,

૪: અનાહત ચક્ર: આપણું ચોથું ચક્ર એટલે કે અનાહત ચક્ર, અનાહત ચક્ર નો સંબંધ સ્વપ્ન , કલ્પના, મન તે બધા સાથે છે, તે રાતે પણ સપના જોવે છે અને દિવસ ના પણ તે કલ્પના કરતુ રહે છે,તેનું જે ચરમ વિકસિત રૂપ છે, જો કલ્પના પુરેપુરી ચરમ રૂપે વિકસિત થાય તો તે સંકલ્પ નું રૂપ ધારણ કરે છે, આ આપણા શરીર ની સંભાવના સ્વપ્ન જોવાનું છે, અને સત્ય પણ જોઈશાકે છે,

૫: વિશુદ્ધ ચક્ર: આ પાંચમું ચક્ર છે, વિશુદ્ધ ચક્ર છે, તે કંઠ ની પાસે સ્થિત હોય છે, જેને આત્મા શરીર પણ કહેવામાં આવે છે, અત્યાર સુધી આપણે જે ચાર શરીર ની વાત કરી તે દ્વેત માં વહેચાયેલા હતા, પરંતુ હવે અહિયાં કાઈ જ દ્વેત રહેતું નથી, આ ચાર ચક્રો સુધી શરીર માં મેલ અને ફીમેલ નો ફર્ક જોવા મળતો હતો, પરંતુ પાંચમાં ચક્ર માં કઈ ફર્ક રહેતો નથી, આમ પાંચમું શરીર અદ્વેત છે, અને આની એકજ સમભાવના હોય છે, અને આ સ્થિતિ માં આવ્યા બાદ સાધક ની બધીજ પ્રકારની મૂર્છા તૂટી જાય છે અને તે રાત્રે સુઈ જશે તો પણ આત્મા જાગ્રત અવસ્થામાંજ હશે, પાંચમાં શરીરને આત્મ્શારીર એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ અવસ્થા માં આવીને તે જાણે છે કે તે પોતે કોણ છે,

૬: આજ્ઞા ચક્ર: છઠું શરીર બ્રમ્હ શરીર છે, અને છઠું કેન્દ્ર આજ્ઞા ચક્ર છે, અને હવે અહિયાં કોઈજ દ્વેટ નથી, અને પાંચમાં ચક્ર માં આનંદ નો અનુભવ થાય છે ત્યારે, છઠા ચક્ર માં અસ્થીત્વ નો અનુભવ થાય છે, તો અહી સત નો બોધ થશે, અહી મારી ચેતના કે મારું અસ્થીત્વ નો અનુભવ થશે, કેટલાક લોકો છઠા આ ચક્ર માં રોકી પણ જાય છે, કારણ કે અહિયાં તેને અહંબ્રમ્હા નો અનુભવ થવા લાગે છે, આ જગ્યા એ પોહ્ચીને જેને કહ્યું છે કે બ્રમ્હા અંતિમ સત્ય છે, તો તે આ ચક્ર માં અટકી જાય છે, હજી જે જાણવાનું બાકી છે, તે સાતમું શરીર છે,

૭: સહસ્ત્રાર ચક્ર : અસ્થીત્વ જે છે તે અર્ધી વાત છે, અનાસ્તીત્વ પણ છે, પ્રકાશ જે છે, તે અર્ધી વાત છે, કારણ કે અંધકાર પણ છે, જીવન છે તો મૃત્યુ પણ છે, એટલે અંતિમ અન્સીત્વ ને શૂન્ય ને પણ જાણવાનું હોય છે, કારણ કે પરમ સત્ય ત્યારે જાની શકાશે, શૂન્ય કાયા જ્યાં આપણે હોવા ના હોવા ની પર થાય જૈયે છીએ એટલે સાતમું શરીર જે છે તે એક અર્થ માં મહા મૃત્ય છે, આવા નિર્વાણ નો અર્થ એ દીવાનું બુજૈજાવું. આ અવસ્થામાં હું શબ્દ નો અંત આવે છે,

આમ આ શત શરીર અને સાત ચક્ર છે, આપણા અને આ સાત ચક્રો ની ભીતર જ આપણી બધી અડચણ અને સાધન છે, કોઈ બહાર ના રસ્તા પર મુશ્કિલ નથી, એટલા માટેજ જે આનંદ છે જે કઈ છે તે બધું મનુષ્ય ના શરીર ની અંદર ચેતના રૂપે હોય છે, પરંતુ આ બહાર ની માયાજાળ કોઈ પોતાની અંદર ના આ ખજાનાને નથી જોઈ શકતું અને તેના પર ધ્યાન નથી આપી શકતું બધા જ મનુષ્ય ની અંદર ક્રોધ, મોહ, લાલચ, લોભ, તે બધું એટલું ખૂટી ખૂટી ને ભર્યું છે, તે કારણ ના કરને કોઈ શાંતિ થી બેસીને ધ્યાન પણ નથી લગાડી શકતું અને પોતાના પર ધ્યાન નથી આપી શકતું, આપણા આ જીવન માં બહાર કશુજ નથી બધુજ અંદર છે, અને તે જે જાણે છે તે કદી મોહ ને કે દુઃખને વશ નથી થતા તે પરમાત્મા ને પામે છે, પોતાના પુરા જીવન નો મતલબ જાણે છે,