antagna books and stories free download online pdf in Gujarati

antagna

અંતજ્ઞ

અંતજ્ઞ આ આ શબ્દ સાંભળીને મન માં પ્રેમ નો ભાવ જાગે છે તે સહજ વાત છે કારણ કે આપડે જે વ્ક્તિ ની વાત કરશું તે ખુદ્ જ પ્રેમ ને ઉજાગર કરે છે તે બધાને પ્રેમ આપે છે તે મિત્ર પણ છે અને પ્રેમી પણ છે તે બાળક પણ છે તે ચોર છે અને તે દાની પણ છે તે પ્રેમી પણ છે તે પતિ પણ છે સૂર્ય પણ છે તે ચન્દ્ર પણ છે તે શીતળ જળ પણ છે તે ભભકતી અગ્નિ પણ છે

હા તમે સાચું સમજ્યા, તે વાસુદેવ કૃષ્ણ છે તે કૃષ્ણ વિષે વાત કરીએ તો તે બધા માટે અંતજ્ઞ છે, અંતજ્ઞ એટલે કે જેને અંતર થી પ્રેમ કરવો, અંતર થી માંન આપવું પોતાના ર્હદય થી ચાહવું પ્રેમ કરવો, હા આ શબ્દ પાંચાલી મહાભારત માં કૃષ્ણ માટે કહે છે, પોતાના સખાને કહે છે આવા પૂર્ણપુરશોતમ નું વર્ણન કરીએ તો પૂરો ભવ ઓછો પડે, પણ હા આપણે સાગર માંથી એક કળશ ભરીને પાણી તો લઇ શકીયેને,

આવું અનોખું અને અનેરું વ્યક્તિત્વ તો કૃષ્ણ નુજ હોય શકે ને કે જેને પોતાની માતા યશોદાને પોતાના મુખમાં આખા બ્રમ્હાંડ ના દર્શન કરાવ્યા એજ માતા યશોદા પોતાના કૃષ્ણ માખણચોર માટે ચિંતિત છે કે મારા કાન્હા ને કઈ થશે તો નહિ, હા આ માયા તો કૃષ્ણ જ લગાડી શકે

આપણે આપળા આ વાસુદેવ કૃષ્ણ ને ભગવાન માનીએ છીએ અને હા માંન્વાજ જોયે કારણકે તે હતાજ જગતના પાલનહાર પણ આપણે તેને એક મિત્ર ની દ્રષ્ટિએ કે સારા વ્યક્તિત્વની દ્રષ્ટિ એ જોયે તો,આપની જિંદગીના બધાજ જમેલાનો અંત આવી જાય, હું તેવું નથી કેતી કે તે ચમત્કાર કરશે કે સુદર્શનચક્ર થી આપડી તકલીફો નો નાશ કરશે, પણ કૃષ્ણ ના વ્યક્તિત્વ માંથી કૈક સીખીશું કે કૃષ્ણ નામ ટેકાને પોતાની પાસે રાખશું તો ક્યારેક ક્યાંક થાકી હારીને બેઠા હસું ત્યારે તે હાથ જરૂરથી આપશે કે જગ અને ઉભોથા કર્મ કર, જેમ તેને હારેલા થાકેલા અર્જુન ને હાથ આપી બેઠો કરીને કહ્યુતું કે તું મારા શરણે આવ, મનુષ્યમાં હું ધનંજય છું, તો સુ થયું આનો ભાવાર્થ સુ છે કે તે અર્જુન નેજ તેમ કહે છે કે મનુષ્ય માં હું ધનંજય છું, હા તે તેમ કહે છે તું પોતાના શરણે જા પોતાની જાતમાં વિશ્વાસ કર પોતાની જાતને સમાજ બાર ક્યાય નઈ તું પોતેજ તારો ભગવાન છે તું પોતેજ તારો મિત્ર છે તું પોતેજ તારો દુશ્મન છે તું પોતેજ તારો રચેયતા છે, આ એક શબ્દ માં તેને કેટલુ કહી દીધું, ગીતાજી માં કૃષ્ણ એ શંશય અને સંદેહ વચે નો સુંદર ભેદ સમજાવો છે શંશય બધાજ કરી શકે છે અધિકાર છે પરશો બધાજ પૂછી શકે છે પણ સંદેહ.. બોલશે કે નઈ... થશે કે નઈ થાય .. આ બધુજ તમારા મન ને નબળું પડે છે તમારી અંદર શંશય ઉપજાવે છે બીજા કોઈ ઉપર તમે હાવી ના થાય શકો પણ હા સંદેહ કરશો તો બીજા તમારા પર જરૂર હાવી થશે અને મનમાં સંઘર્ષ ઉત્પન થશે , બે વ્યક્તિ તમારી અંદર તમને વિચલિત કરે છે, અને આ વસ્તુ જયારે થાય છે ત્યારે કૃષ્ણ નું વાક્ય યાદ આવે છે કે મનુષ્ય માં હું ધનંજય છું, અને ઉભા થવા માટે હાથ આગળ કરે છે તેને કૃષ્ણ, પોતાની જાતમાં શ્રદ્ધા રાખવા માટે કહે છે, જ્યાં સુધી તારું લક્ષ્ય તને ના મળે ત્યાં સુધી લળ થાકીને હારી ને બેસ નહિ, આ સખા ના માર્ગે ચાલીયે તો ક્યાય હરિએ ખરા?

તેમજ વિશ્વમાં સ્ત્રી અને પુરુષ ની સુંદર શ્રદ્ધા અને વિશ્વસ સાથેની મિત્રતાનું સુંદર મજાનું ઉદાહરણ સમાજ ને આપ્યું છે, પાંચાલી ના જીવન માં એક એક સમય માં પાંચાલી એ શ્રદ્ધા થી તેના સખા કે તેના ઈશ્વર ગોવિંદ નું નામ જ પોકાર્યું છે, પાંચાલી ના ચીરહરણ થયા ત્યારે તે રજસ્વલા એકાવસ્ત્રમાં રક્ત ટપકતા ની હાલત માં દ્યુત સભામાં પાંચાલીને કેશ પકડીને દુશાશન લાવે છે ત્યારે પાંચાલીને ખ્યાલ પણ નથી હોતો સુ થવાનું છે, પણ તેણે બધુજ ગોવિંદ નામ પર છોડી દીધું હતું પૂરી શ્રદ્ધા થી તેમાં તેને કોઈ સંદેશ નોતો કે ગોવિંદ આવશે કે નહિ, પણ તેની શ્રદ્ધા માં સંદેહ ના હતો તેથી ગોવિંદ એ પાંચાલી ના ચીર પૂર્યા, શું આપણી શ્રદ્ધા વિના સંદેહ ની છે?

કૃષ્ણ ના જીવન માં પણ ઘણું તેવું હતું કે તેને દુખી કરતુ હતું અને ઘણું ખુશી પણ આપી જતું હતું પણ તેને આપણે કોઈ દિવસ નિરાશામાં જોયા છે ખરી? કૃષ્ણ ના જન્મ થયાને વરસતા વરસાદ માં વાસુદેવજી લઈજાય છે તેમ તમને કે મને કોઈ લઈજાય તો આપણે જીવંત રહીએ ખરા? કૃષ્ણ હમેશા ગાતા રમતા ખુશ જોવા મળે છે તેણે હમેશા બધાને આપ્યું છે અને તેને ગીતાજી માં પણ કહ્યું છે તે તું જે આપીશ તે તને મળશે, તું કોઈને સુખ આપીશ તો તને સુખ મળશે કોઈને દુખ આપીશ તો તને દુખ મળશે, તેમાં કોઈ સંદેહ નથી, અને કૃષ્ણ એ તેના જીવન માં કોઈદિવસ સંદેહ નથી કર્યો, મહાભારત ના યુદ્ધ દરમિયાન ઘણી વાર અર્જુન કહે છે, કે હું ગાંડીવ ઉપાડવાની સ્થીતીમાજ નથી, હું મારા પોતાના પરિવાર જનો સાથે કેમ યુદ્ધ કરું કેમ હું એ ભીશ્મ્પીતામાહ સામે ગાંડીવ ચલાવું જેના ખોળામાં બેસીને મેં લાડ કર્યા છે , જેના ખોળામાં રમીને અન્ન ના કોળિયા ભર્યા છે કેમ તે પિતામાહ સિવા કરવાની જગ્યાએ હું તેની સામે યુદ્ધ કરું તે કેમ સમ્ભવ છે માધવ? આ શબ્દો સાંભળીને કૃષ્ણ ને કરું નહિ થયું હોય મનમાં કે અહિયાં સુધી આવીને અર્જુન આમ કહે છે, ત્યારે પણ કૃષ્ણ ના મનમાં સંદેહ ના આવ્યો, તેને અર્જુન ને કહ્યું ઉઠ લળ તારો ધર્મ તને સહાય કરશે, કૃષ્ણ એ જયારે અભિમન્યુ ને મૃત્યુ પામતા જોયો ત્યારે તેને કશું દુખ નહિ થયું હોય? પણ તે ઘુટ તેણે પોતે પીધા છે, કૃષ્ણ ખુબ જ સ્પષ્ટ વાત કરવા વાળા હતા, પાંચાલી ના જયારે પાંચ પુત્ર મૃત્યુ પામ્યા ત્યારે પાંચાલી એ કૃષ્ણ ને ખુબજ ખરા ખોટા વાક્યો કહ્યા કે ગોવિંદ તમે જનો છો પણ મારા પુત્રોને ને બચાવ્યા, ત્યારે કૃષ્ણ કહે છે કે સંદેહ ના કર પેલા સુભદ્રા નો પુત્ર અભિમન્યુ મૃત્યુ પામ્યો છે પછી તારા પાંચ પુત્રો ની મૃત્યુ થાય છે આમાં કોઈ સંદેહ ના લાવો મનમાં જે હતું તે હતું જે છે તે છે, આવું સ્પષ્ટ કૃષ્ણ નું વ્યક્તિત્વ હતું

કૃષ્ણ ના જીવન ના થોડા ગુણ અને ગીતનીજી ની વાતો થી જો આપણા આ સુંદર મજાના જીવન ને સજાવીએ તો અનેરો આનંદ આવે અને સંદેહ કે નિરાશા ની કોઈ જગ્યા જ ના રહે, અને આપડી પાસ કૃષ્ણ નામનું કવચ છે તો આપણે ક્યાય પાછળ વાળીને જોવાનું રહે ખરી?

હા મિત્રો કૃષ્ણ આપડી સાથેજ છે આપડી પાસેજ છે પણ તે બાર ક્યાય નહી આપડી અંદર છે આપણો આત્મવિશ્વાસ તેજ આપણો કૃષ્ણ છે,

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED