yagnseni books and stories free download online pdf in Gujarati

yagnseni

યાજ્ઞસેની

સમ્ભવ છે કે આ નામ સાંભળીયે એટલે પાંચાલી, દ્રોપદી, પંડિતા, કૃષ્ણા આવા ઘણા નામો થી આપણે પાંચાલી ને જાણીએ છીએ, અને પાંચાલી ના એટલા નામ કેમ છે તે જાણવામાં આવે તો પાંચાલી યજ્ઞકુંડ માંથી જન્મ્યા હતા એટલે આપણે તેને યાજ્ઞસેની ના નામ થી જાણીએ છીએ તથા પંચાલના રાજા ના દ્રુપદ ના પુત્રી હોવાથી તેને દ્રોપદી થી પણ જાણવામાં આવે છે પાંચાલ ધારા (પંજાબ) ના પુત્રી હોવાથી તેનું નામ પાંચાલી પણ હતું અને તેનો શ્યામ વર્ણ હોવાથી અને ભગવાન શ્રી કૃષ્ણ ના સખી હોવાથી તેનું નામ કૃષ્ણા પણ હતું, કૃષ્ણા ને પંડિત તારીખે પણ જાણવામાં આવતા કારણ કે વેદો ઉપનીશદો તેને કંઠસ્ત હતા, અને તે અર્થશાસ્ત્ર દર્શનશાસ્ત્ર પણ ઘોળીને પાય ગયા હતા તે અગ્નીકન્યા હતા તેથી તે ખુબજ તેજવી હતા અને તે વિવાદો માં પણ પારંગત હતા ભગવાન શ્રી કૃષ્ણા ને પણ મંત્રમુગ્ધ કરી શકે તેવી શક્તિ ધરાવતા હતા,

પાંચાલી નું જીવન ખુબજ સંઘર્ષ વાળું હતું પણ તેની પાસ તેના સખા કૃષ્ણ હતા તે તેના માટે કટાળાવન ખીલ્યા પુષ્પ સમાન હતું

રાજા દ્રુપદ ના પુત્રી પાંચાલી ના સ્વયંવર નું આયોજન કરવામા આવ્યું તેમાં વિકટ મત્સ્ત્યાવેધન કરવાની શરત રાખવામાં આવી હતી અને આ પ્રકારનો માત્સ્ય્વેધન તો મહાન ધનુર્ધારી જ કરી શકે તેમ હતા પણ પાંચાલીને એમ હતું કે આ માત્સ્ય્વેધન કોઈ નઈ કરી શકે સિવાય ભગવાન શ્રી કૃષ્ણ, આ ઉઅપરથી સમાજ માં આવે છે કે પાંચાલી ની ઈચ્છા સુ હતી, સ્વ્ય્મવાર માં ભાગલેવા માટે યાદવો સહીત શ્રી કૃષ્ણ પણ આવ્યા હતા, તે પોતે વેધ કરવા ઈચ્છતા ના હતા તેથી તે આ સ્વયંવર થી દુર રહ્યા હતા, સ્પર્ધાનો આરમ્ભ અ આવ્યો એક પછી એક કરીને વીરો માત્સ્ય્વેધ માં અસફળ રહ્યા ત્યારે કર્ણ ઉભા થાય છે તેના માટે આ વેધ સામાન્ય હતું આ જોઈ પાંચાલી કર્ણ ને વેધ કરતા અટકાવે છે અને ક્રોધ વશ કહે છે કે કર્ણ સુત પુત્ર છે આ સાંભળી કર્ણ સ્તબ્ધ બની જાય છે અને તે બંને વચે થોડો વિવાદ સર્જાય છે એટલા માં અર્જુન આવે છે અને તે મત્સ્ય્વેધ કરે છે, તેથી પાંચાલી ના વિવાહ અર્જુન સાથે થાય છે, એટલામાં જ ક્યાં પૂરું થવાનું હતું,પાંચાલી પંચાલ માંથી વિદાઈ લઈને અર્જુન સાથે જાય છે પણ ત્યાં માતા કુંતી ના કહેવાથી તેને અર્જુન ના ભાઈઓ ને પણ પતિ તરીકે સ્વીકારવાનું સામે છે, આ સાંભળી પાંચાલી ની પીડાનો પર નથી રેતો અને તે યજ્ઞશેની અંદર થી અગ્નીસમાન દાઝી ઉઠે છે તેને ઘણા પ્રશ્નો આવે છે સામે અને દુખ ભર્યા નયન થી પોનાતા ગોવિંગ ની ઝાંખી કરે છે અને કહે છે ગોવિંદ.... આ શું થાય ગયું આ સમાજ મને કઈ નઝર થી જોશે ગોવિંગ ...... આવા ઘણા બધા પ્રશ્નો પાંચાલીના મુખે થી સાંભળીને ગોવિંદ તેનું મોન તોડે છે અને કહે છે કૃષ્ણા.... સંભાળ હું નારીતત્વ ને જાણું છું, હું તને વચન આપું છું કૃષ્ણા તું કે પાંચ પતિને વરવા છતાં પણ તું ભારત ની સર્વોચ સતી માં સ્થાન પામીશ, મારી પ્રિય સખી એક ભીષણ મહા સંગ્રામ નો સમય નજીક આવી રહ્યો છે અને આ સંગ્રામ ની દેવી વિધાતા એ તને બનાવી છે યાજ્ઞશેની તારા દ્વારાજ પાપ નો અને અધર્મ નો નાશ થશે તારા દ્વારા તારી સન્માન માં વધારો થશે

આમ તે બને વચે સંવાદ થાય છે ત્યારે પાંચાલી કહે છે કે, ગોવિંદ પણ આ કાર્ય માટે હું જ કેમ? કારણ સુ? ત્યારે ગોવિંદ જવાબ આપે છે, કે તું સહનશીલતા ની મૂર્તિ છો સખી આગળ પણ તારે ઘણી પીડા સહન કરવાની છે, કૃષ્ણા તેના માટે હું તયાર રે સખી, પણ કોઈ પણ સંજોગો માં આ ગોવિંગ તારો હાથ નઈ છોડે સખી, આ વાત સાંભળી પાંચાલી થોડા શાંત થાય છે અને ગોવિંદ ને કહે છે તમે મારી સાથે છો ગોવિંગ પછી મને કોઈ વાત ની વ્યાધી નથી, આ કૃષ્ણા હસતા હસતા બધું સહન કરશે,

પાંચાલી ની આ સહન શીલતા અને આ વાતો સાંભળીને આપણે તેની મન ની અવસ્થા ને સમજી શકીએ છીએ

હવે પાંચાલી એન્દ્ર્પસ્થ ના મહારાણી બને છે અને તેના જીવન શરૂઆત કરે છે આમને આમ થોડો સમય વીતે છે અને, ત્યારબાદ પાંચાલી ના જીવન માં શું થશે તે તેને ક્યાં ખબર હતી

હસ્તીનાપુરની દ્યુત સભામાં યુધિષ્ઠિર પાંચાલીને દ્યુત માં હારી જાય છે અને પાંચાલીને સભામાં લીઆવાની વાત થાય છે તે સમય એ પાંચાલી રાજ્સ્વાલા એકાવસ્ત્રા હોય છે, તે હાલત માં પાંચાલીના કેશ પકડીને તેને ખેચીને સભામાં લાવે છે, કોરવો તેનો હાસ્ય ઉડાવે છે અને અપ શબ્દ બોલે છે, દુર્યોધન પાંચાએલી નું ખુબજ અપમાન કરે છે ત્યારે પાંચાલી રણચંડી બનીને તે સમય એ વ્યાસજીએ પાંચાલીના મુખમાં જે વાણી મૂકી છે, તે ધધકતા અગ્નીસમાન છે, તે કોર્વોને ઘણું કહે છે પોતાના પતિ નો ધિકાર કરે છે અને ભીષ્મ પિતામહ ને કહે છે કે પિતામહ તમે યુવાન વયેજ બ્રમ્હચર્ય ની પ્રતિજ્ઞા લીધી અને તમારું માનસ નારી વિરોધી બની ગયું? નારી ને સુ દ્યુત દાવ માં હારી જય શકાય છે? આવા ઘણા કપરા શબ્દો બોલે છે, અને દુનાષણ તેના ચીર ખેચવા લાગે છે, અને પાંચાલી ના આંખ માં જાણે અગ્નિ ભડકતા હોય તેવી લાલ આખો તે બંધ કરીને ગોવિંદ નામ જપે છે અને ગોવિંદ ને યાદ કરે છે, અને ગોવિંદ તેની સખી ની રક્ષા કરે છે તે સમય નું વર્ણન કરીએ ભગવાન ગોવિંદ ના આંખ માં પણ અશ્રુધારા વહેતી હતી, અને પાંચાલી કહે છે કે પુરા જગત ની સ્ત્રી ના આંસુ મેં અહી એકલી એ આ આંખ માં થી વહાવ્યા છે અરે તમારા કુળ ની તમારી જ પુત્રવધુ નું અપમાન આપ બધા જોઈ રહ્યા છો ધિકાર છે તમને, આમ પાંચાલી આ ઝેરના પ્યાલા આ જગત આખું યાદ કરે છે, અને વાસુદેવ ના વચન પ્રમાણે પવિત્ર અને શ્રેષ્ઠ સ્ત્રી માં પાંચાલી ને આપણે જોયે છે

આમ ગાંધારી ના કહેવાથી પાંચાલીને અને તેના પાંચ પતિને મુક્ત કરવામાં આવે છે, અને ગોવિંદ પર શ્રદ્ધા રાખીને વનવાસ તરફ પ્રયાણ કરે છે અને વનવાસ ભોગવ્યા બાદ મહાભારત નું યુદ્ધ શરુ થાય છે અને તેમાં ભીમ દુશાશન નો નાશ કરે છે અને રુધિરનો કુંભ ભરીને પાંચાલી નો રુધિર થી અભિષેક કરે છે અને ત્યાર બાદ પાંચાલીના પાંચ પુત્રોને અશ્વ્થામાં મ્ર્તુને ધાત ઉતારે છે, તે સમય ના ઝેર ના ઘૂંટ પણ પાંચાલી પીય જાય છે અંતે કોરવો નો નાશ થાય છે અને પાંડવો યુદ્ધ માં વિજય પામે છે પાંચાલી પુનઃ એન્દ્ર્પર્સ્થ ની મહારાણી બને છે અને ત્યારબાદ પોતાના પતિ સાથે સ્વેછીક મૃત્યુ ને પામવા તેની જોડે નીકળી પડે છે અને હિમાલય ના હિમ ઝઝાવાતા તે ઢળી પડે છે,

આવું નારીત્વ કદાચ હવે બીજી વાર નહિ મળે પણ આ કૃષ્ણા ની સહનશીલતા તે જગત આખું ગોરવ થી પૂજે છે

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED