Anubhuti - Antarvednanai Amivrushti (Part - 3) books and stories free download online pdf in Gujarati

Anubhuti - Antarvednanai Amivrushti (Part - 3)

નવલિકા સંગ્રહ

અનુભૂતિ

સોનલ ગોસલીયા

અંતરવેદનાની અમીવૃષ્ટી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


સંવેદનાથી જાગ્યા સૂર જીંદગીના

એ સૂરથી રચાયા સંગીત આત્માના

આત્મિય સંગીતથી ગુંજ્યા તાલ સંબંધોના

સંબંધોના તાલથી બન્યા ગીત લાગણીઓના

સોનલ ગોસલીયા

પ્રસ્તાવના

દરેક શબ્દ ખોલીને જોયો. એમાં ફક્ત મૌન જ હતું ! ! જેમ સાંજ ઢળ્યા પછી સૂનું, પંખીઓ વગરનું આકાશ ! આ મૌન પાછળ મળ્યા અશબ્દ શબ્દો. શબ્દ પાછળની ભીની ભાવના પહોંચાડવાનો સેતુ છે ‘અનુભૂતિ’. શબ્દની શુદ્ધતા થકી હૃદયની શુદ્ધિ થાય છે. અને પછી તો આત્મીયતા જ છલકાય છે. હૃદયનાં ઊંડાણમાંથી નીકળેલા શબ્દોને કલમ દ્વારા વાચા આપવાનો મારો આ નાનકડો પ્રયાસ છે. મારાં, તમારાં, આપણાં સૌનાં જીવનમાં ક્યાંક ને ક્યાંક લાગતીવળગતી પરિસ્થિતિઓ મારા આ પુસ્તક ‘અનુભૂતિ’માં નવલિકા સ્વરૂપે વર્ણવી છે.

સોનલ ગોસલીયા

અનુક્રમણિકા

•સંસ્કાર જ્યોતિ

•સંબંધનું પૂર્ણવિરામ

•ફૂરસદ ના સમય નો સદઉપયોગ

•આ સમાજ

•ચેતજો મનુષ્ય

•શિવાની

•એક મુલાકાત

•બહેની અને વીરો : વહાલનો દરિયા

•ચિત્રા

•ર્ઁીદ્બ

૧. સંસ્કાર જ્યોતિ

દીકરી એટલે મા-બાપના જીવનમાં આનંદ, ઉલ્લાસ, પ્રેમ, વાત્સલ્યની જયોત ફેલાવતી જયોતિ. લખલૂટ ધનદોલત, દોમદોમ સાહેબીમાં જન્મેલી જયોતિ, મા-બાપની આંખનું રતન હતી. મોટાભાઇની લાડલી બહેનડી હતી, અતિશય પ્રેમાળ અને લાગણીઓના મહાસાગર સમી આ જ્યોતિને એક ઇશ્વરીય બક્ષિસ હતી કે એ પરિવારના સૌ સભ્યના ચહેરાને આરપાર વાંચી લેતી અને એમના દુઃખદર્દ હળવા કરી દેતી હતી. આવી આ જ્યોતિ યુવાન વયે રાજનના પ્રેમમાં પડી. રાજનનો પરિવાર સાવ સામાન્ય. જયોતિને પરિવારનાં સૌએ સમજાવી કે સાવ આવા સામાન્ય ઘરમાં જઇશ ? પણ એક એની ભાભી જ એને સમજતી હતી. એ કહેતી જયોતિબેન તો ખૂબ પ્રેમાળ છે, અઢળક સંસ્કારોનું ભાથું એમણે બાંધ્યું છે. સૌને પોતાના કરી લેવાની એમનામાં આગવી કુશળતા છે. એ જે ઘરમાં જશે ત્યાં આનંદ અને સુખનો પ્રકાશ રેલાવશે.

ભારે હૈયે, અનેકગણા સોના-ચાંદીનાં ઘરેણાં અને ભારે કરિયાવર આપી, મા-બાપે લાડલી દીકરીને રાજનના ઘેર વળાવી. જયોતિ બે રૂમ રસોડાના ઘરમાં હોંશભેર ગોઠવાઇ ગઇ. પ્રેમાળ વહુ, વિનમ્ર પત્નિ, હાેંશીલી ભાભી, દિયર વિરલ અને નણંદ વિધિની મા સમાન બની ગઇ. એક સાચી સલાહકાર ભાભી તથા સહેલી. એ લોકોની કોઇ પણ જરૂરિયાત એ ભાભીને જ કહેતા અને ભાભી હસતા મોઢે એ કામ પાર પાડી આપતા.

નણંદ વિધિ માટે છોકરો શોધવાની વાત ચાલી. અનેક માંગાં આવે, પણ રાજનની ઇચ્છા હતી કે યુવાન એવો જોઇએ જે ભણેલો હોય, સારૂં કમાતો હોય, વિનમ્ર હોય અને મારી લાડલી બહેનને સાચવે. આવી ચર્ચાઓ ચાલ્યા કરતી હતી અને એક સુંદર ઘરનું માંગું આવ્યું. પરિવાર પણ સારો અને યુવક પણ યોગ્ય. વાત નક્કી થઇ ગઇ અને લગ્નની તારીખ પણ ગોઠવાઇ ગઇ. બસ આજ વિચાર વંટોળ રાજનનું મન ચકડોળે ચડ્યું, મનમાં હોંશ હતી, આવું સુંદર ઘર ને વર તો મળી ગયા, પણ કેમ આ પ્રસંગ પાર પાડવો જેથી વિધિને સાસરામાં કયારેય કોઇ વાતનું મહેણું ન સાંભળવુ પડે. સૌના ચહેરા સહજતાથી વાંચી લેતી જયોતિ પતિના મનની વેદના સમજી ગઇ. એક રાતે એણે પૂછયું “રાજન શું ચિંતા છે? વહાલુડી બહેન પારકી થઇ જશે એ ? કે ખર્ચને કેમ પહોંચી વળીશું એ?” રાજનની આંખમાં હળવાં ઝળઝળિયાં તો હતાં જ. એ બોલ્યો “બહેન જશે એ દુઃખ તો છે જ. પણ ઘરેણાંનું શું ? સોનું-ચાંદી કેટલા મોંઘા છે? મને હાેંશ છે કે સારો કરિયાવર કરવાની. ભલે એ લોકોએ કંકુ ને કન્યા જ માગ્યાં છે, પણ મારે આપવું છે, પણ પહોંચ નથી.” જયોતિએ એક હળવું સ્મિત આપ્યું અને રાજનના માથે હાથ ફેરવી કહ્યું, “હું તમારી અર્ધાંગિની છું. મેં પણ વિચાર્યુ છે, હું ઘણા દાગીના લાવી છું. એમાંથી અડધા પણ કાઢીએ તો વિધિના લગ્નના દાગીના અને બીજો બધો ખર્ચ નીકળી જાય. આ વાત હું અને તમે જ જાણીએે. આ તમને પૂછતી નથી આ મારો નિર્ણય છે.” આટલું સાંભળી, રાજન પત્નીના ખભે માથું રાખી રોઇ પડ્યો. જયોતિએ ખૂબ સુંદર રીતે પ્રસંગ પાર પાડ્યો. નણંદને હોંશભેર વળાવી અને વળાવતી વખતે આંસુભરી આંખે એનું કપાળ ચૂમી અખંડ સૌભાગ્યવતીના આશિષ આપ્યા અને કહ્યું.

“પ્રથમ તું પતિની મિત્ર બનજે,

પછી આપોઆપ બની જઇશ પત્ની.

ઉજાળશે પરિવાર અને સંસાર

તો સૌ માટે આપોઆપ બની જઇશ દીકરી.”

વિધિએ મા સમાન ભાભીની શીખ માથે ચડાવી અને જીવન સંસારની શરૂઆત કરી. આવી નારી સમાજ માટે અભિમાન બની જાય છે.

“જે વૃક્ષના મૂળ ઊંડાં એ આંબે આકાશને.

જે દીકરીનાં સંસ્કારો ઊંચા એ ઉજાળે પરિવારને.”

૨. “ સંબંધનું પૂર્ણવિરામ ”

સંબંધનું પૂર્ણવિરામ ક્યાંક ને કયાંક યાદો તો મૂકતું જ જાય છે. મનની વેદનાના ફેંસલા કોણ કરશે ? નક્કી કરવાથી ને છૂટ્ટા પડવાથી જો સંબંધ પૂર્ણ થતા હોત તો હ્ય્દય દર્દભર્યા મૌનની ભાષા ના સમજી શક્યુું હોત. એક નાની ગેરસમજ જીવનના મોટા ફેંસલા લેવા મજબૂર કરે છે. કયાંક ને કયાંક હ્ય્દયમાં ઘા વાગે છે. મન રોવે છે. આંખો ભીની રહે છે. હોઠ હસે છે પણ મન રોવે છે. ભૂલ શું થઇ મારી એ વિચારોના વમળ ચાલ્યા કરે છે. શું કોઇને નંબર આપવાથી કે વાત કરવાથી, એને પાસે આવવાની અનુમતિ આપી? એક સ્ત્રીએ આ પ્રશ્ન પૂછયો. મને એનો પ્રશ્ન ખૂબ જ ગંભીર લાગ્યો. આ મેલ ડોમીનેટીંગ સમાજમાં સ્ત્રીને ખોટી જ કેમ ઠરાવાય? એના મનમાં પણ લાગણી, પ્રેમ, હૂંફ જેવી ફીલીંગ્સ હોય છે. આટલી મોટી દુનિયામાં સ્ત્રીને જ ચારિત્ર્યહીન ગણવામાં આવે. શું સ્ત્રીને પોતાની જાત પર ભરોસો ના હોય ? પુરુષને કોઇજ નાનમ નહીં આવું વિચારતા? વિશ્વાસ જ પરસ્પર એકબીજાને નિકટ રાખે છે. પરંતુ જ્યારે વિશ્વાસ જ ડગી જાય તો એ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું જ રહ્યું. મીઠી યાદોને ફ્રેમમાં મઢી આખી જિંદગી માણતાં માણતાં તેમની સાથે જ છું અને એ મારા જ છે માનીને એ ખૂબસૂરત સંબંધને જીવીત રાખવા પ્રયત્ન તો કરવાજ પડે ને ? સંબંધ પર તો પૂર્ણવિરામ મૂકી દેવાય છે પણ હ્ય્દયમાંથી એ ખૂબસૂરત યાદોને નથી કાઢી શકાતી. આજ તો સેતુ છે સંબંધનો. આનંદના અણસારની, આશાના અનુગુંજનની, પ્રેમના પરિતોષની શોધ આ સંબંધોમાં જ તો કરવાની હોય છે. પૂર્ણવિરામ શબ્દથી બધું જ અપરિચિત થઇ જાય છે. બેમાંથી એક થયેલા હૈયાં, હવે ફરી જુદાં થાય છે. ઘણું વૈરાગ્ય લાવી દે છે આવી પરિસ્થિતિ જીવનમાં, પણ સમય માત્ર બળવાન જેને દુઃખ આવ્યું એને હિમ્મત પણ કુદરતી મળી જ રહે છે. આ પરિસ્થિતિને સંબોધતી ચાર લાઇન મેં લખી છે.

“ ચાલો આજે એકબીજા માટે અજનબી બની જઇએ.

જૂના સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દઇએ.

યાદોની ભેટ મૂકતા જઇએ માણવા જિંદગીને.

અવિશ્વાસભર્યા સંબંધને આજે અહીંજ દફનાવી દઇએ.”

દિલના દર્દની જરા પણ તમને કલ્પના આવે.

કસમથી આપના મુખેથી લાખ લાખ દુઆ આવે .

ઘુંઘટ ઊઠાવીને હું જોઇ લઉ નજરું ઝૂકાવીને.

તોય જાલીમ તમારી નજરો ન આવી મારી સામે

જુદાઇ પણ સહી લઉ તમારા કાજે પ્રિયતમ

પણ એક ક્ષણ તો આપો,

જયાં તમને મારી યાદ ન આવે.

વાયદા કરી ના આવવાનાં, નીતનવાં બહાનાં શોધ્યાં.

પણ સમજો, તમારા પગલાં થાય ને જાણે આંગણે

રૂડા અવસર આવ્યા.

શિકાયત શું કરૂં ? આ દિલ તોડવાનું છે તમારૂં ગજું ?

સાચી હોય પ્રીતિ તો શમણાને પણ પાંખો જરૂર આવે....

બધું કુશળ થઇ જશે પહેલાંની જેમ

અહીં સૌ એકબીજાનાં સહીયારાં છે.

ફક્ત સારૂં જોવાનું, વિચારવાનું નક્કી કર્યુ છે.

વિશ્વાસ અંતરમાં ભીતર ભરેલો છે.

શક્ય બને આવું ? પ્રશ્ન જરૂર થાય

ત્યારે શ્રદ્ધાનો સધિયારો દિપક પ્રગટાવી દે છે.

રહેવા માટે ધરા સમાન મા ને ગગન સમા પિતા હોય

એવા કુદરતના બિછાનામાં બધી અડચણ પાછી પાની કરી દે છે.

લ્યો આવી જાઓ ભેરૂ બનવા મુજ સંગે

નવા સમયનો પ્રારંભ હેતભેર આવકારી ચૈતન્યમય કરી દે છે.

ધરતી સૂની, ગગન સૂનું

સમય પણ સૂનો થઇ જશે

છેવટે હોય અંતમાં તો મૃત્યુ

પણ જીવનનું મૂલ્ય સમજાઇ જશે.

ઊગ્યા સૂરજને આથમવું જરૂર પડશે.

ખીલેલા ફૂલોને કરમાવું જરૂર પડશે

કનકવો (પંતગ) ઉડે ગર્વથી આકાશમાં

સંબંધોની દોરીઓના પેચથી કપાઇ જવું જરૂર પડશે.

આટલી કાપી મજલને આટલું સમજી શક્યા.

છેવટે તો જીવને થાક લાગશે

ત્યારે વિસામો ખાવા અટકવું જરૂર પડશે.

જીવો તો એવું જીવો,

મન ભરીને જીવો,

કે દરેક ક્ષણ આપણી હોય

ને દરેક યાદમાં “આપણા” હોય.

૩. ફૂરસદ ના સમય નો સદઉપયોગ

વ્યવસાય કે નોકરી ના કરતી હોય એવી સ્ત્રીઓ ફૂરસદમાં શું કરે ? સવારથી દિનચર્યા ચાલુ થઇ જાય. પતિ માટે ટીફીન,બાળકોનાં દફતર, વોટરબેગ, નાસ્તો વગેરે તૈયાર કરવાં, રસોડાનાં બીજાં કામ કરવા, સાફસફાઇ વગેરે વ્યવહારિક ફરજ અને અન્ય જવાબદારીઓમાં રચ્યાપચ્યા રહેવાનું. ઘરમાં ઘરડા મા-બાપ હોય તો એમની દેખરેખ રાખવાની. ઘણાં બધાં કામો કરતી આવી સ્ત્રીઓને ઘણીવાર મહેણાંટોણાં પણ સાંભળવાં પડે છે. ઘરમાં બેસી રોટલા તોડો છો એના કરતા કંઇ કામ કરો તો ઘરમાં આવક પણ થાય. શું કામ કરે એ બિચારી ? માંડ એકાદ બે કલાક પોતાના મનને ગમતું કંઇ તો કરે જ ને ? આવડત તો દરેકમાં હોય જ છે, પણ સમય અને સંજોગો આગળ મન મારવું પડે છે. ઘરમાંથી સહકાર ના મળે તો સ્ત્રી બહાર રખડવા જઇ શકે ખરી ? બહારની દુનિયા જોવી કોને ના ગમે ? ઘરમાં ઢગલો કામ કરતી હોય છતાં એ ટીપીકલ હાઉસવાઇફ જ કહેવાય છે. ઘણા પતિદેવોને એમની પત્ની બહાર કમાવા જાય એ નથી ગમતું હોતું. ઘરમા રહીને તમારી ક્રિએટીવીટી નીખારો. આવી ક્રિએટીવ માઇન્ડવાળી સ્ત્રીઓ એમના ફૂરસદના સમયે કંઇ ને કંઇ કર્યા કરતી હોય છે. કોઇ ટયુશન કરે,તો કોઇ સિવણ, કોઇ યોગ શીખવાડે તો કોઇ ફેબ્રીક પેઇન્ટીંગ કે ડ્રોઇંગ કલાસીસ ચલાવે. કોઇ વાર્તા, નોવેલ કે અન્ય બુક્સ વાંચે તો કોઇ લખે. કોઇ દુનિયાનું નોલેજ મેળવા ટીવીની સારી ચેનલો જુએ. તો કોઇ ફોન પર ગપ્પાં મારે, ક્યાં તો આરામ કરે. આ પ્રવૃતિઓમાં એમનો આખા દિવસનો થાક ઊતરી જાય છે ને મનને પણ એક આનંદ મળે છે. આજકાલનાં બાળકોને ઘરમાં રહેતી ટીપીકલ મમ્મી કરતા ક્રીએટીવ મમ્મી વધુ ગમે છે. આવાં બાળકો પણ એમની મમ્મીઓને મોટીવેટ કરે છે ને એમની છૂપી કળાને બહાર લાવવા મદદ કરે છે “એમ્ટી માઇંડ ઇઝ ડેવીલ્સ વર્કશોપ”. ખરીખોટી કૂથલી ઘરમાં કંકાસ જ લાવે છે. આપણી વિચારસરણી હલકી થઇ જાય છે. આજની આધુનિક નારીઓને જૂના રૂઢીચુસ્ત રીતરીવાજોમાં રસ નથી રહ્યો. પોતાની સાચી માર્ગદર્શિકા બનીને મનને ગમતું કરી પોતાની ફૂરસદનો સમય ખૂબ મજાથી માણે ને ગાળે છે.

૪. આ સમાજ

જન્મ લેતાવેંત જ કયારેક અણગમતી બની જાય છે દીકરીઓ. દીકરાના અરમાન હોય ને દીકરીઓ જનમ્યા કરે ત્યાં આ દીકરીઓ “વધારાની આવી છે” એવું જ માનવામાં આવે છે. હજી અમુક રૂઢિચુસ્ત કુુટુંબમાં દીકરા માટે ઘણી બધી સુવાવડો વેઠવી પડે છે સ્ત્રીને. આવી સ્ત્રીના મનની વ્યથા કોણ સમજી શકે ? “દીકરી સાપનો ભારો, દીકરો વંશ આગળ વધારે” એવુ એમના મનથી કાઢવું કદાચ અશક્ય છે. આવા વિચારવાળા વ્યક્તિઓ પુત્ર માટે પથ્થર એટલા દેવ કરે. કદાચ પુત્રની આશાએ ઘણી બધી પુત્રીઓને જન્મ આપ્યા જ કરે એમના ઘરની પુત્રવધૂ. આવા લોકોને સમય સાથે બદલાવ મંજૂર જ ના હોય. “હમ તો ઐસે હી રહેંગે, યહ હમારી પરંપરા હૈ, લડકા તો ચાહીયે”. આવા તો એમના મનના હલકા વિચાર હોય છે. આ બધામાં શોષણ તો સ્ત્રીનું જ થાય ને ? એ બિચારી આટલી સુવાવડો પછી સાવ નબળી પડી જાય, સાથે સાથે આટલાં બાળકોનો ઉછેર,ઘરનું કામ,પરિવારની જવાબદારીઓ વગેરે કરૂણામય પરિસ્થિતિમાંથી પસાર થતી હોય છે.પતિ સમજુ હોય તો થોડો ટેકો રહે પણ પતિ પણ ઘરના અન્ય વ્યક્તિ જેવો નઠોર હોય ત્યાં એ સ્ત્રી પાસે લાચારી સિવાય શું હોય ? હમણા એક અખબારમાં મેં વાંચ્યું હતું કે પાંચ પુત્રીઓના પિતાએ પુત્રપ્રાપ્તિ માટે છતી પત્નીએ બીજાં લગ્ન કર્યાં અને બીજી પત્નીને ઘરમાં સાથે જ રાખે છે. શું ખરેખર આ વ્યાજબી વાત છે ? કેમ દબાઇ જાય છે ને સહન કરે છે આવા આધુનીક યુગમાં પણ નારીઓ, ઘણા કડક કાયદાઓ આવ્યા છે સ્ત્રી સતામણીની તરફેણમાં. મારો પતિ બદનામ થશે, દીકરીઓને કોણ પરણશે ? ઘરમાંથી મને હાંકી મૂકશે એ ડરના લીધે મૂંગા મોઢે સહન કરતી હોય છે.આવી ગભરૂ સ્ત્રીઓને મારી એક નમ્ર અપીલ છે. સમાજ ને કુટુંબના ડરથી ખોટું સહન ન કરો.કોઇ નારી સંસ્થા દ્વારા તમારી સમસ્યા માટે કાયદેસર સલાહ અને માહિતી લો..કાયદો ભલભલાને સીધા કરી નાખે છે. આવા જુનવાણી લોકોને ફક્ત કાયદાની સોટી જ બતાવાય છે,સીધા રસ્તા લાવવા. આવો સરસ મનુષ્યભવ મળ્યો છે.એને ખુશીથી જીવો,સહન કરીને કે દબાઇને નહીં. “નારી તું સહનશક્તિ,નારી તું ત્યાગની મૂર્તિ” એ બધી જૂના જમાનાની કહેવતો છે.આજના આધુુનિક યુગ માં “નારી તું ના હારી”, “નારી સફળતાનું બીજું નામ”,જેવી કહેવતો લાગુ પડે છે. પોતાનું સ્વાભિમાન કેળવતાં આપણે પોતે જ શીખવું પડશે.

૫. “ ચેતજો મનુષ્ય ”

“ખળખળ વહેતી નદીમાંથી પાણી ભરવું હોય તો નમવું પડશે. પાણી ભરાય પછી ટટ્ટાર થવું પણ પડશે.”

જેનું હ્ય્દય નમ્ર છે એને સત વાતનું જળ સિંચન પણ થાય છે. ત્યારે ઇશ્વર એને ચેતવે છે કે “જીવ તું ભવ્ય છે અને માટે જ જાગૃત થા ને રહેજે. કયાંક મોહ પાછલા બારણેથી આવીને માયા ને લોભની બારીઓ ના ખોલી નાખે. તારા શુદ્ધ મનને જરાય ના ડગાવતો. જાગૃત થા ને પુરુષાર્થ કર. મખમલી ગાદીઓ એમ જ નથી મળતી. દેખાતા સુખ જેવા કે મોટર, બંગલા, ધનદોલત વગેરે પામવા મરણિયો પ્રયાસ કરવા કરતાં ન દેખાતા સુખો જેવાં કે પ્રેમ, ઉદારતા, કરૂણા,સહિષ્ણતા વગેરે પામીને આનંદમાં રહે. મૃત્યુના સમયે એડવાન્સ નોટીસ નહીં આવે. સંસાર કેટલો છે ? એક (સ્વપ્ન) જેટલો જ ને ? કોણ સગા ને કોણ વહાલાં ? કેવી મિલકત ને કેવા મકાનો ? આપણે તો ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જાવાના. ખૂબ સુંદર જીવન જીવ્યાની યાદોનાં પુષ્પ ફોરમરૂપે મૂકી જવાના”.

“ દુઃખની કસોટીમાં આગ શા જલી જે ટકી રહ્યા.

સમજો સગાં, સ્નેહીઓ મિત્રો સાથે

સાકરશા ભળી ગયા.”

૬. શિવાની

કમ ઓન શિવાની, ડોન્ટ બી સ્કેર્ડ. કેટલી મજા આવે છે દરિયામાં નહાવાની. ખળખળ આવતા મોજાં, જયારે પગને ચૂમીને જતા હોય ત્યારે એવો સુંવાળો અહેસાસ થાય છે. કયારેક સૌમ્ય તો ક્યારેક રૌદ્ર સ્વરૂપે હોય છે આ મોજાં, કુદરતનો આ નજારો જો નહી માણે તો જરૂર પસ્તાઇશ. મારો હાથ પકડી રાખજે, કાંઇ જ નહી થાય તને. સમજાવા પ્રયત્ન કરતો આસુતોષ એના ચહેરાના ગંભીર ભાવ વાંચી રહ્યો હતો. શિવાની ગભરાતા બોલી “ના આસુ રહેવા દે પ્લીઝ. તને ખબર છે ને કે નાનપણથી જ મને બિહામણાં સપના આવે છે હું દરિયામાં નહાવા ગઇ છું ને તણાઇ ગઇ. મને કોઇ બચાવી ન શક્યા. મારે હાથે કરીને મરવા નથી જવું.”

આસુ ખડખડાટ હસ્યો. “ગાંડી છે સાવ તું. આવા સપનાં તો ડરપોક લોકોને જ આવે. આવી રીતે ડરી ન જવાય. આ બધા આપણા ભ્રમ છે. આવાં સપનાં જો સાચાં પડતાં હોત તો આખી દુનિયાનો ગગનચુંબી વિકાસ થઇ ગયો હોત. મને તો હંમેશાં એવાં સપનાં આવે છે કે હું આલીશાન મહેલમાં રહું છું. મારી આસપાસ મારા ચમચાઓ ઊભા હોય. મોંઘીદાટ ગાડીઓમાં ફરૂં. વિગેરે વિગેરે...પણ ડીયર બંધ આંખે જોયેલા સપનાં, ખુલ્લી આંખે પૂરા કરવા આયોજન કરવું પડે છે. હિમ્મત કરી પુરૂષાર્થ કરવો પડે છે. ચાલ તું એક વાર દોસ્તી કરી લે દરિયા સાથે, ખૂબ મોજ કરાવશે તને ભીજવીને.” આસુના બહુ કહેવાથી શિવાની ગઇ તો ખરી પણ એના મનમાં ઊંડે ઊંડે જે ડર હતો એ એના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. પાણીમાં પગ મૂકયો ને એ સ્પર્શ એને ખૂબ ગમ્યો. નાહકની ડરૂં છું. આસુ મારી સાથે છે પછી શા માટે ડરવાનું ? ધીમે ધીમે એનો ડર ઓછો થવા લાગ્યો, પછી તો ખૂબ મજા કરી દરિયાનાં વહેતા પાણીમાંંં. આસુ તો નવાઇ પામી ગયો. “મેડમ કયાં ગયો તમારો ડર ? નહોતું આવવું ને પાણી પાસે ?”

“આસુ,ખૂબ મજા આવે છે. જાણે ઉછળતાં મોજાં સાથે મનભરી લાડ કરી લઉં. હાશ, આજે મારો ડર ગયો.” “સારૂં સારૂં, હવે બહાર નીકળીએ, ખૂબ નાહ્યાં. હવે થોડો આરામ કરીને શોપીંગ કરવા જઇશું. કાલે ફરીથી આવીશું.” બન્ને હોટલ પર ગયા. નહાઇને ફ્રેશ થઇને સૂઇ ગયા. સાથે શોપીંંગમાં ગયા.

આસુ અને શિવાનીનાં પ્રેમલગ્ન. ખૂબ સુખી કુટુંબની સ્વરૂપવાન દીકરી. આસુનું કુટુંબ આર્થિક રીતે સામાન્ય. બન્નેએ ભાગીને લગ્ન કર્યા હતાં. ૬ મહિને શિવાનીના કુટુંબીજનોએ એ લોકોને સ્વીકાર્યા હતાં. પછી ગ્રાન્ડ રીસેપ્શન રાખ્યુ હતું. દીકરીને આસુ સાથે ખુશ જોઇ એ લોકોને મનમાં ઘણી રાહત થઇ. બધું ખૂબ સરસ થઇ ગયું. બન્ને ફેમીલીના ગાઢ સંબંધ બંધાઇ ગયા. વારે તહેવારે શિવાનીનાં સાસરીયાંને એનાં પિયરમાં જમવાનું આમંત્રણ અચૂક હોય. શિવાનીનાં સાસુ પણ ખૂબ હોંશીલા. વહુને દીકરીની જેમ રાખે. શિવાનીને પિયરની ખોટ ના સાલવા દે.

હનીમૂન કરવા જવા માટે હવે આ યુગલ માનસિક રીતે તણાવમુક્ત થયું. કયાં ફરવા જઇશું એ મૂંઝવણમાં બન્નેમાં તકરાર થઇ ગઇ. આસુનેે દરિયા કિનારો ગમે અને શિવાનીને પાણીથી સખત ડર લાગે. નાનપણથી આવતા બિહામણા સપનાં એને પાણીની નજીક ના જવા દે. કેટલાક જયોતિષીઓને બતાવી જોયું. કોઇ કહે પાણીની ઘાત છે, કોઇ કહે કે આવા સપનાં કેવળ મનનો ડર જ વધારે છે. છેવટે શિવાની માની ગઇ ને ગોવા જવાનું નક્કી થયું. આજે શિવાનીને મનમાં ખૂબ આનંદ થયો. હાશ, હવે આવા સપનાંથી ડરતી નહીં ફરુ. લાઇફને એન્જોય કરીશ, મારા આસુ સાથે. ખૂબ શોપીંગ કરીને પાછા ફર્યા, ડીનર કરી ડાન્સમાં જોડાયા. ખૂબ મોજમસ્તી કરીને પોતાની રૂમમાં ગયા. શિવાની એક એક ક્ષણ પોતાના હ્ય્દયમાં કેદ કરવા માંગતી હતી. આવી સુખદ પળો, મનભરીને માણી લઉં. સુુંંદર વિચારો સાથે મીઠી નિંદરમાં, સુંદર સંસારના સુંદર પળોની માળા ગૂંથવા લાગી. સવારે ઊઠી ત્યારે ખૂબ સ્વસ્થ અને પ્રસન્ન દેખાતી હતી. “આસુ, કાલે રાત્રે મે ખૂબ સરસ મજાનું સ્વપ્ન જોયું. હું પ્રેગનેન્ટ છું અને તું મને એટલું સાચવે છે કે મને મારી પોતાની ઇર્ષા આવે છે.” “વાહ મેડમ, આવાં સપનાં જોવાય. ચિયર્સ ફોર ધેટ ડ્રીમ.” કહીને શિવાનીને ભેટી પડયો.

ચા-નાસ્તો કરી નાહી-ધોઇ તૈયાર થઇ બન્ને સાઇટ સીઇંગ માટે નીકળ્યા. ખૂબ મજા કરી એક એક પળને મોજથી માણતા હતા. સાંજે બીચ પર ગયા. દરિયાકિનારે બેઠાં બેઠાં હાથમાં હાથ પરોવીને સુંદર ભવિષ્યનાં સપના જોતાં વાતો કરતાં દરિયાનું ખૂબસુરત દૃશ્ય માણતા હતા. બન્નેને પાછુ નાહવાનું મન થઇ આવ્યું. દરિયામાં ઘણાં બધાં યુગલો મસ્તી કરતાં, પાણીમાં ડુબકી મારતાં મારતાં નાહતાં હતાં, કોઇક ફોટા પાડે, તો કોઇક છબછબીયાં કરે, તો કોઇ સ્વીમીંગ કરે. શિવાની કિનારે જ નહાવા લાગી. આસુ થોડો અંદર ગયો. “આવો મેડમ, આટલા દૂર ના ઊભા રહો. પાણી બહુ ઊંડુ નથી.” આસુએ કહ્યુ. શિવાની તરત જ આસુ પાસે જતી રહી. જરાય ડર્યા વિના ખૂબ મજાથી નહાવા લાગી. છબછબીયાં કરતાં કરતાં આસુ પર પાણી ઉડાડવાની મજા પડતી એને. આસુ એનો એક હાથ પકડી રાખતો જેથી શિવાનીને હિમ્મત આવે. આસુનો પગ પથ્થર સાથે અથડાયો. એક ચીસ નીકળતાં જ એનો હાથ છૂટી ગયો શિવાનીના હાથમાંથી. શિવાની ડરી ગઇ કે આસુ ને શું થયું ? હજુ આસુ એનો હાથ પકડે એ પહેલાં જોરદાર આવતાં મોજાં સાથે શિવાની તણાવવા લાગી. આસુ બૂમાબૂમ કરે. શિવાનીની ચીસોથી બધા વ્યક્તિઓ ડઘાઇ ગયા. આસુને સ્વીમીંગ ના આવડે.

હેલ્પ, હેલ્પની બૂમો સાંભળી એક યુવકે ડૂબતી શિવાનીને બચાવવાની કોશીશ કરી પણ આવા વિશાળ દરિયાના તોફાની મોજા એને કયાં ખેંચી ગયા એ ખબર ના પડી. બે કલાકની મહેનત પછી એ યુવક શિવાનીને બહાર કાઢી લાવ્યો. આસુ તો નિઃશબ્દ બની ગયો. એટલો ઘેરો શોક લાગ્યો એને કે ગાંડાઘેલાં કરવા લાગ્યો. શિવાનીના શરીરમાં પાણી ભરાઇ ગયા હતા. ટુરીસ્ટમાં એક ડોક્ટર હતો, એણે શિવાનીને ડેડ જાહેર કરી. માતમ છવાઇ ગયો. આસુનું હૈયાફાટ રૂદન જાણે ઇશ્વરને પણ ધ્રુજાવી નાખે. શિવાનીને ચૂમીને આસુ બોલ્યો “હું જ તારો ખૂની છું. તારૂં એ સપનુ સાચું હતું, તને ઇશ્વરે સંકેત આપ્યો હતો કે પાણીથી દૂર રહેજે. હું તારો ભ્રમ તોડવા તને બળજબરી લઇ આવ્યો દરિયામાં. હું તારો ગુનેગાર છું. આ ગીલ્ટ સાથે હું કેવી રીતે જીવીશ ? બધાં આસુને આશ્વાસન આપવા લાગ્યા. આસુ પાસેથી ઘરનો નંબર લઇને ઘરે આ ઘટનાની જાણ કરી. વલોપાત કરતાં એના માતા-પિતા ઘટનાસ્થળે પહોંચી ગયા. આસુ એમને ભેટીને રડવા લાગ્યો. આસુની સામે લાચાર નજરે જોવા લાગ્યા. મારી દીકરીને પાણીથી ખૂબ ડર લાગતો હતો. આસુ, તમે સામેથી એને મોત પાસે લઇ આવ્યા ? કુદરત કયારેક આપણને અમુક સંકેત આપતા હોય છે. મારી દીકરી ખૂબ ભોળી હતી. ઇશ્વરમાં અતૂટ શ્રધ્ધા રાખતી. મારી વહાલીને ઇશ્વરે નાનપણથી જ પાણીથી દૂર રહેવાનો સંકેત આપી દીધો હતો. તમે લોકો અહીંંંયા ફરવા આવ્યા ત્યારથી જ મારૂ મન ગભરાતું હતું. અંદર ને અંદર જીવ બળ્યા કરતો હતો. અંતે આવા સમાચાર મળ્યા.

આસુની હાલત તો એવી કફોડી હતી કે કશું જ બોલ્યા વગર રડ્યા જ કરે. બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી. પી.એમ.ના રીપોર્ટ પ્રમાણે શિવાનીને ૨ માસની પ્રેગનેન્સી હતી. અરે રે આ શું થયું? શિવાનીનું આ સપનું પણ સાચું પડ્યું? જયારે વસંતની મોસમમાં પૂરબહાર આનંદ માણવાનો વખત આવ્યો ત્યાં જ મારૂં બધું છીનવાઇ ગયું ? બધા શિવાનીના મૃતદેહ લઇને મુંબઇ પાછા ફર્યા. આવો કાળો કેર, અસહ્ય્ય દર્દ દુઃખની સીમા વીંધીને હ્ય્દય સોસરું નીકળી જાય છે. અગ્નિસંસ્કાર વેળાએ પિતાના કરૂણ રૂદનથી જાણે સમગ્ર વાતાવરણ શોકમય બની ગયું. આસુની તો જાણે દુનિયા ઉજડી ગઇ વસતાં પહેલાં.

આજે એને એની આ જીદ એની વ્હાલી પત્ની શિવાની અને એના આવનાર બાળકથી દૂર લઇ ગઇ. લોકો થોડા દિવસ શોક મનાવશે. મારી તો આખી જિંદગી શોકમય થઇ ગઇ. આ ડંખ સાથે જિંદગી જેમતેમ જીવી લઇશ ને જલ્દી જલ્દી મારી શિવાની પાસે જતો રહીશ...

દયા ના આવી એ સમુદ્રને મારા પર....?

મારી વ્હાલીની લાશ મૂકી દીધી કિનારા પર.

બરબાદ કર્યો મને, ના રહી મારી હસ્તી,

આંખથી ઓઝલ નથી થતી પ્રેમભરી એ મસ્તી.

લોકો કહે છે સમુદ્ર કહેવાય દરિયાવ દિલ,

સમાવી લીધી મારી જાનને બની જે સંગદીલ.

આપી કિસ્મતમાં મારી વિરાની,

લઇને મારી વહાલી સાથે મારા પ્રેમની નિશાની.

લોકોમાં કોણ જાણે કયો ગુનો વસી ગયો,

રૂંવે રૂંવે છે કમકમાટી આવા ગુનામય વિરાની.

વાહ...વાહ... રે કુદરત કેવી તારી કરામત,

દિલ તૂટ્યું પણ હું અભાગિયો રહ્યો સલામત.

૭. એક મુલાકાત

કેટલાય દિવસોથી અજંપ અને અશાંત બનેલું ભાવિનનું મન આજે માઝા મૂકીને રોઇ રહ્યું હતું. વેલેન્ટાઇન ડે આવતાં પહેલા ખૂબ જ ઉત્સાહપૂર્વક તૈયારી કરતા મિત્રોને જોઇ એ બેચેન બની ગયો હતો. મને ચાહે એવું આ દુનિયામાં કોઇ જ નથી,એવી અનુભૂતિ એને અકળાવી રહી હતી. આ પ્રેમભર્યા દિવસની લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે. વેલેન્ટાઇન ડે, માત્ર પ્રેમીઓનો જ નહીં પણ પરસ્પર પ્રેમ કરતા દરેક સંબંધ માટે છે. ભાવિન માટે આ દિવસ સૌથી વધુ એકલતાનો દિવસ છે. મિત્રો પોતાના કોઇ ને કોઇ સ્વજનને ભેટ આપવામાં અને મેળવવામાં રચ્યા-પચ્યા રહે છે.ભાવિન ક્ષણે ક્ષણે આંસુ સારતો પોતાનો અતીત વાગોળે છે.

પોતે સમજણો થયો ત્યારથી જ આખું જીવન જીવી રહ્યો છે. રોજ રોજ મમ્મી-પપ્પાના મોટા ઝગડા, ક્યારેક મારપીટ, કયારેક ગાળો. આ બધું જોઇજોઇને એને દુનિયા પ્રત્યે અણગમો થઇ ગયો. માતા-પિતાનો પ્રેમ, સ્નેહ શું હોય એ કદી પામી શક્યો ન હતો. આવા કલેશભર્યા વાતાવરણમાં નાની બહેનનું આગમન થયું. તો પણ પરિસ્થિતિમાં કોઇ ફેર પડ્યો નહીં, કદાચ ઝગડા વધવા લાગ્યા, નાણાકીય ભીડને કારણે. મમ્મી-પપ્પાની મારપીટ જોઇ ધ્રૂસકે ધ્રૂસકે રડતી બહેનને બાથમાં લઇ ખૂણામાં ભરાઇ, એના માથા પર હાથ ફેરવતો ત્યારે હ્ય્દયને ઘેરી વળતી અજબ પ્રકારની લાગણી તન-મનને આનંદથી તરબોળ કરી નાખતી. મમ્મી-પપ્પા ઝગડામાં તલ્લીન રહે. હું મારી નાની બહેનને બધો પ્રેમ આપી મારી લાગણીઓ એના પર ઠાલવું. વખત એવો આવ્યો કે મમ્મી-પપ્પાએ એકબીજાથી અલગ રહેવાનો ફેંસલો કરી નાખ્યો. મમ્મી, હું અને બહેન નાના-નાનીના ઘરે આવી ગયા. પણ કોણ કોના ઘરે કેટલા દિવસ પોસાય ? આર્થિક ભીડમાં ઘર ચલાવતા મામા તો વહાલથી રાખે, પણ મામી ઘણા કટુ વચનો સંભળાવે. હ્ય્દયને ચીરી નાંખે એવા તરછોડાયેલા હોવાની લાગણીઓ વચ્ચે જીવન જીવતો ગયો. એક દિવસ ભયંકર માંદગીમાં સપડાયેલી બહેન પણ મૃત્યુ પામી. એ દિવસે જીવનમાં બધુ જ ગુમાવી દીધું હોવાની અનુભૂતિ થઇ. એના સિવાય જીવનમાં કોઇનો પ્રેમ કે લાગણી મળ્યાં ન હતાં. એક માત્ર સ્વજન ગુમાવી દેતા આજે પોતાને અનાથ હોવાની લાગણી થઇ આવી. તદ્દન શુષ્ક, લાગણીવિહીન સંબંધો જોયા છે. ચાર દીવાલો વચ્ચે એકલતાની ઓરડીમાં, લાગણી, પ્રેમ અને સ્નેહ માટે તરસી તરસીને દિવસો વિતાવતો હતો. સ્ત્રી-પુરુષનાં સંબંધો પર અણગમો એટલી હદ સુધી થઇ ગયો કે તમામ સંબંધો એને વામણા અને અધૂરા લાગતા હતા. ફક્ત નફરત, સ્વાર્થ, અદેખાઇ જેવા વ્યવહારવાળો ખોખલો સંબંધ મનને કોરી ખાતો હોય જાણે. જેમતેમ જીવવું જ પડશે એ જ વિચારો મનમાં રાખી જીવવા લાગ્યો.

કોલેજમાં દાખલ થયો ત્યારે ઘણી છોકરીઓ મિત્રતા કરવા સામેથી આવી. પરંતુ સ્ત્રી અને પુરુષ એ વિરોધ સંબંધ મારા મગજની ડિકશનરીમાં.... અને લગ્નપ્રથા વિશે નફરત હતી. આજે જ્યારે મિત્રોને ધામધૂમથી વેલેન્ટાઇન ડેની ઉજવણીની તૈયારીઓ કરતા જોઇ, એકલતાની અનુભૂતિઍ મને હચમચાવી નાખ્યો. મારી નાની જાન (મારી બહેન) હોત, તો આજે અમે બન્ને કેટલી મજા કરતા, હસતા રમતા દિવસ પસાર કરતા હોત ? હવે હું શું કરૂ, કયાંય મનની શાંતિ માટેની જગ્યા નથી. અંદરથી જીવ બળ્યા કરે છે. અશાંત મનને શાંત કરવા કયાં જાઉં ? મંદિર જાઉં? ના ના, ભગવાને ઓછાં દુઃખ આપ્યાં છે, તો એમની સાથે મિત્રતા કરૂં ? વિચારે ચડેલા મગજને શાંત કરવા કયાંક એવી જગ્યાએ જ જાઉં જ્યાં પ્રેમ જ પ્રેમ હોય. નિર્મળ, નિઃસ્વાર્થ લાગણીઓ નીતરતી હોય છે, કોઇ એવી જગ્યા જ્યાં મારા જેવા અનાથ માટે.... આ વિચાર સાથે મનમાં એક ઝબકારો થયો. વાહ, ઉત્તમ જગ્યા યાદ આવી, અનાથઆશ્રમ. એ બાળકો પણ મારા જેવા પ્રેમવિહોણા જ હશેને ? ચાલ થોડું સ્મિત એમના મુખ પર લાવવાની કોશિષ તો કરૂં. એ બસ સ્ટેન્ડ તરફ વળ્યો. અનાથાશ્રમ તરફ જતી બસ નંબરની તપાસ કરી, ઊભો ઊભો કશુંક વિચારતો હતો. આજે મનને એક અનોખી રાહત જણાશે. જયારે હું એ બાળકો સાથે રમીશ, એમનું પ્યારૂ સ્મિત જોઇશ. બસમાં બેઠો ને પાકીટના પૈસા ગણવા લાગ્યો. વાહ ટ્યુશનમાંથી થયેલી કમાણી આજે પહેલીવાર મને સારા અને સાચા માર્ગે લઇ જશે. બસમાંથી ઊતરીને ઘણીબધી ચોકલેટો, રંગબેરંગી ફુગ્ગા, જાતજાતના રમકડાં લીધા. અનાથાશ્રમનાં કંપાઉન્ડમાં દાખલ થતા જ ધીંગા-મસ્તી કરતા બાળકોને જોયા.અમુક બાળકો એકાંતમાં બેઠા કંઇક ઊંડા વિચારોમાં ખોવાયેલા હતા. દયા ઉપજાવે એવી ચહેરાની રેખાઓ. અનાથાશ્રમના સંચાલકની પરવાનગી લઇ ભાવિન અંદર ઓરડામાં ગયો. ઘોડીયામાં સૂતેલાં માસૂમ બાળકોને જોઇ એનું હ્ય્દય ધ્રૂજી ઊઠયું. એક બાળક તો એટલું નાનુ જાણે બે કે ત્રણ દિવસનું જન્મેલુ. આંખ પણ પૂરી ખુલતી ન હતી. ભાવિન આ બાળકોને જોતાં જ રડી પડ્યો. હ્ય્દય વલોવાઈ ગયું. આ નિરાધાર બાળકો દુનિયામાં આવતાની સાથે જ એકલવાયા થઇ ગયા. તોય જીવી રહ્યા છે. તો હું શા માટે ઉદાસીનતા અનુભવું છું ? મને ભલે કોઇ પ્રેમ ના કરતું હોય પણ હું તો અન્યને પ્રેમ કરી શકુ છું ને ? આ માસૂમ બાળકોને પ્રેમથી તરબતર કરી શકુંને ? પામવા કરતાં “આપવાની” મજા કંઇક જુદી જ હોય છે. ભાવિને બધાં બાળકોને વહાલ કરી રમકડાં, ચોકલેટ, ફુગ્ગા આપ્યા. બધાના મુખ પર આનંદ જોઈ એ જાણે ધન્ય થઇ ગયો. એેનો અંતરાત્મા બોલ્યો, “તું કયાં એકલો છે? આ બધા બાળકોને પ્રેમ આપીશ તો લાખ ગણો વધુ પામીશ. એમના નિર્દોષ મનનો હાશકારો કરોડો રૂપિયા કરતા વિશેષ છે. તું એમનો સ્વજન બન. તારો ભવ સુધરી જશે. ખૂબ ખુશીથી આજનો દિવસ પસાર થયો, એવી લાગણીથી આજે ધન્ય થઇ ગયો. આવા કુમળા છોડને કોઇ ‘મા’ પોતાના હ્ય્દય પર પથ્થર મુકીને જ છોડી શકે. પણ એ ‘મા’ એના જીગરના ટુકડાને મુકતા કેવી મનોદશામાંથી પસાર થઇ હશે. હે કુદરત ! આવી માતાને તમે ઘણી કપરી અગ્નિપરીક્ષામાંથી પસાર કરી હશે. બાળક અને માને જુદાં પાડવાં એ ભયંકર, ક્રૂર પાપ છે. આવા નિર્દયી ના બનો. ઇશ્વર ધન્ય છે, જેણે આવા અનાથાશ્રમ ખોલ્યા. બાળકોનો કેવી સરસ રીતે ઉછેર થાય છે. ઘણીવાર નિઃસંતાન દંપતિ આમાંથી કોઇ બાળકને અપનાવી લે, ત્યારે એમ થાય કે એક માએ તરછોડ્યું પણ બીજા મા-બાપે એનો ભવ સુધારી નાખ્યો.

એક દિવસ આ બાળકો સાથે વિતાવી લો. એમના મુખનું માસૂમ હાસ્ય તમને હોટલમાં કે પાર્ટીમાં ગયા કરતાં વિશેષ આનંદ આપશે. ભલે આપણી પાસે આપણા સગાં, વહાલા, સ્નેહી સ્વજનો છે, પણ આ બાળકોનું અનાથાશ્રમ સિવાય કોઇ નથી. એ પ્રેમ અને વાત્સલ્યના ભૂખ્યાં છે. કયારેક એમની લાગણીઓને પોતાના બાળકોની જેમ સમજો. એમને એક સ્વજનની હૂંફ આપો. ભાવિનની જેમ આપણે સૌ કોઇ તહેવાર કે ઉત્સવ આવા બાળકો સાથે ઉજવીએ.

“પાણીનું એક ટીપું ફૂલછોડને નવજીવન

આપીને પુષ્પને મઘમઘતું કરે છે.

મુરઝાયેલા આવા બાળકોને કોઇકના જરા અમથા

પ્રેમથી દિલમાં એક રાહતભર્યું આશ્વાસન મળે છે.

૮. “બહેની અને વીરો : વહાલનો દરિયો ”

લીલાંછમ વૃક્ષોની હારમાળા. મઘમઘતાં ફૂલોથી શોભતી ઘાટીઓ. ઉછળતાં ખળ ખળ વહેતાં ઝરણાં. પ્રકૃતિએ જાણે સોળે શણગાર સજ્યા હતા. ઠંડો બરફીલો પવન શરીરને એક ચુંબકીય સ્પર્શ આપી જતો. એક અજબ અનુભૂતિ થતી આ સ્પર્શથી. વિહા...સુંદર, નાજુક અને અત્યંત હસમુખી ૧૮ વર્ષની યુવાન છોકરી. પ્રકૃતિના રૂપનો જાદુ એના તનમન પર છવાઈ ગયો હચો. એને બે હાથ ખોલી દુનિયાને બાથમાં ભરી લેવી હતી.

“વિહા... વિહા... ક્યાં ખોવાઈ ગઈ મારી દીકુ?” નિશીથ વહાલભર્યા છણકે બોલ્યો.

“ભૈયા.. અહીંયા તો છું બાલ્કનીમાં. તમે બેસાડીને ગયા ત્યાંની ત્યાં છું.”

“શું કરતી હતી દીકુ ?”

“ભૈયા, મનભરીને સૃષ્ટિને માણતી હતી. લીલાંછમ વૃક્ષો સાથે વાતો કરતી હતી. ખળખળતાં ઝરણાંનો મધુર રણકાર સાંભળતી હતી. દૂર દેખાતા પહાડોને નિહાળતી હતી. આવી ગજબની સુંદરતાને આંખોમાં ભરી મનમાં વસાવી લીધી. ભૈયા તમને થેન્ક્સ તો નહીં કહું, પણ જીવનભર તમારી આભારી તો રહીશ જ. મારા જેવી અપંગ બહેનને આવી સુંદર જગ્યાએ કેટલી માવજતથી લાવ્યા. નાનપણથી પહાડ, બરફીલી ઘાટીઓ, ઝરણાં જોવા તલસતી આ બહેનનું આજે સપનું પૂરું કર્યું તમે. હું આજે બહુ ખુશ છું ભૈયા. આવી ખાબડખૂબડવાળી જગ્યાએ મને લઈ આવવાની પપ્પા-મમ્મીની તો હિંમત જ નહોતી. તમે હિંમત કરીને આજે હું આ દૃષ્યો જોવા પામી.”

“ચાલ, ચૂપ થઈ જા. સાવ ગાંડી જ છે. મારી દીકુ માટે હું આટલું પણ ના કરું ? હું તારો મોટો ભાઈ છું. મારા માટે તારાથી વિશેષ કંઈ જ નથી. ચાલ, હવે નીચે રેસ્ટોરન્ટમાં જઈએ. મમ્મી-પપ્પા ત્યાં જ બેઠા છે ને આપણી રાહ જુએ છે.”

નિશીથ વિહાની વ્હીલચેર ચલાવવા લાગ્યો. વિહાએ એનો હાથ ચૂમી લીધો. “ભૈયા, ભગવાન તમને જીવનનાં તમામ સુખો આપે. આવો ભાઈ નસીબવાળી બહેનને જ મળે. પરભવમાં પાપ કરતાં પાછું વાળીને મેં જરૂર જોયું હશે. ત્યારે તો અપંગ હોવા છતાં દુનિયાની બધી જ ખુશીઓ મારા ખોળામાં મૂકો છો તમે ભૈયા.” નિશીથની આંખમાં આંસુ આવી ગયાં. એના માટે દીકુ હાર્દ અને પ્રાણ હતી. એની એક મુસ્કાન માટે એ કંઈ પણ કરી શકે છે. એને મનોમન આજે ખૂબ આનંદ હતો. પોતાના વહાલસોઈ દીકુને મનાલીની ટોચ પર લઈ આવ્યો હતો. એ મનોમન નિસાસા પણ નાખતો હતો.... વાહ રે કુદરત ! તારામાં દયા જ નથી. આવી સુંદર, દેખાવડી અને પ્રેમાળ છોકરીને પથારી પકડાવી દીધી ! આ ઉંમરે છોકરીઓ ઉછળકૂદ કરતી, બહેનપણીઓ સાથે હરે ફરે ને મારી દીકુને વ્હીલચેરમાં ફરવાનું ? મમ્મીએ તો એની યુવાની આ દીકરીની ચાકરીમાં જ કાઢી નાખી. એ પણ તનમનથી. વાહ મમ્મી, તને સલામ.

રેસ્ટોરન્ટમાં દાખલ થતાં જ રસોઈની સોડમ આવવા લાગી. બધાંએ ભરપેટ ભોજન કર્યું. ત્યારબાદ બધા લોન્જમાં બેઠાં બેઠાં ગપ્પાં મારવા લાગ્યા. બહારનું તાપમાન નીચું જતું હતું. ઠંડી વધી રહી હતી. બધાં ઉપર રૂમમાં આવ્યા. નિશીથે વિહાને ઊંચકીને પલંગ પર સૂવડાવી. “મમ્મી, તું પણ થાકી ગઈ હોઈશ. દીકુની બાજુમાં સૂઈ જા. અને હા, તારી દવા પહેલાં લઈ લેજે. તારે તો સાજા રહેવું જ પડશે ને?” મમ્મી દીકરાની આવી કાળજીથી ગર્વ અનુભવતી હતી. આ જમાનામાં આવો દીકરો ! “હું તો આ સંસારની લીલી વાડીને આવજો કરી ક્યારેય જતી રહીશ. ત્યારે મારા આ દીકરા પર દીકુનો પૂરેપૂરો ભાર આવી જશે. સદાય એને હિંમત આપજે પ્રભુ.” દીકુને પંપાળતાં મમ્મીને ક્યારે નિંદર આવી ગઈ એ ખબર જ ના પડી. પણ દીકુને આજે ઊંઘ નહોતી આવતી. એ ભાઈને અપલક જોયા કરતી હતી. નિશીથ લેપટોપ પર કંઈ કામ કરી રહ્યો હતો. વિહા ભૂતકાળના દિવસો વાગોળવા લાગી. હેતાલી... ભૈયાની ગર્લફ્રેન્ડ...પરી જેવી સુંદર અને અત્યંત નટખટ ! “સ્વીટ કપલ” એમને માટે યોગ્ય વિશેષણ કહેવાય. ભૈયા એને અનહદ પ્રેમ કરતા હતા. હેતાલીની ચંચળતા ભૈયાને અતિ વહાલી હતી. મેડ ફોર ઇચઅધર ! રંગીન પતંંગિયા જેવું યુગલ. હેતાલી આમ તો ખૂબ સમજુ પણ ક્યારેક અમારો ભાઈ-બહેનનો પ્રેમ એને ખટકતો. જે રીતે ભાઈ મારી કાળજી લે, મને ઊંચકીને સૂવડાવે, ફરવા લઈ જાય એ એનાથી સહન ના થાય.

એક વાર એણે કહ્યું, “નિશુ, એક વાત કહું? તારે જમાના સાથે કદમ મિલાવતાં શીખવું જોઈએ એવું તને નથી લાગતું?”

“હેત, તું શું કહેવા માંગે છે, પ્લીઝ જરા ચોખવટ કર ને.”

“જો નિશુ, ભોળા બનવાનું નાટક ના કર. વિહા અપંગ છે. તારી ફરજ છે એને સાચવવાની, એ બધી વાત સાચી પણ હવે એ યુવાન થઈ રહી છે. તું આટલી મોટી છોકરીને આમ ઊંચકે એ યોગ્ય ના કહેવાય. તારે એને માટે એક આયા રાખી લેવી જોઈએ.”

“ઓહ, શટ અપ હેત, એ મારી બહેન છે. ધાર કે એની જગ્યાએ મારી દીકરી હોત તો હું એની સેવા ના કરત? ”

“ઓહ, પ્લીઝ નિશુ, ડોન્ટ બી ઓવરએક્ટીવ. જીવનની સચ્ચાઈથી ભાગતો ના ફર. ક્યાં સુધી એને સાચવીશ હેં ? ક્યારેક તો તારો સંસાર માંડીશને ? તારું ફેમિલી પણ તારો પ્રેમ અને સમય માગશે. ક્યાં ક્યાં પહોંચી વળીશ તું?”

“ગાંડીઘેલી વાત ના કર, હેત. જે સંબંધ ભવિષ્યમાં બંધાવવાના છે તેના માટે વર્તમાનના અણમોલ સંબંધમાં શા માટે આગ ચાંપુ? હું એવો સ્વાર્થી નથી, સમજી.”

ર્“ંર,ર્ ં.દ્ભ. ્‌રીહ ઙ્મૈજીંહ ર્ં દ્બઅ ઙ્ઘીષ્ઠૈર્જૈહ, નિશુ. હું તારી સાથે લગ્ન નહીં કરી શકું. મારો પતિ એની અપંગ બહેન ને ઘરડાં માબાપની સેવામાં રચ્યોપચ્યો રહે એ મને ના પોષાય.”

“વાહ હેત વાહ ! શું તારા વિચારો છે ! સ્વપ્નની દુનિયામાં માણસો ઘેલા બની જાય છે. ક્યારેય વિચારતા નથી કે બધું ઇશ્વરના હાથમાં છે. આનંદના તેમ જ દુઃખના દિવસોમાં એકસરખો સાથ આપનાર જ સાથી કહેવાય છે.મારે તારામાં એક સાથી, એક સખી, એક પત્ની, એક પ્રિયતમા જોવી હતી. આટલેથી જ તેં મોંઢું ફેરવી લીધું ?સારૂં થયું મને અત્યારે જ ખબર પડી ગઈ. લગ્ન પછી મારી હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થાત ને !”

વિહા સૂતાં સૂતાં રડતી હતી. એ ભૂતકાળની વાત એને કદીય ભૂલાતી ન હતી. વિહા રડતાં રડતાં પડખું ફરી. જોયું તો ભાઈ એના કામમાં વ્યસ્ત હતો. મારા કારણે મારા ભાઈની આ હાલત છે. આ વાતને સાત વર્ષ વીતી ગયાં, પણ ભાઈ હજુ હેતાલીને એટલું જ ચાહે છે. આજે પણ એની તસવીર પોતાના વોલેટમાં રાખે છે. ભાઈ જેવા ખૂબ ઓછા લોકો દરેક સંબંધને પૂરી લાગણીથી નિભાવી જાણે છે. વિચારોમાં ક્યારે આંખ મિંચાઈ ગઈ એને ખબર જ ના રહી. સવારે ઉઠતાંવેંત જ બારીમાંથી ખૂબસૂરત દૃશ્ય માણતાં તનમનમાં તાજગી આવી ગઈ. મમ્મીએ વહાલ કરતાં બે ચૂમી ભરી લીધી. પપ્પા દીકરીને લાડ કરતાં કરતાં ખૂબ લાગણીથી જોતા રહ્યા. મનોમન બોલ્યા, “આ ફૂલ જેવી દીકરીના પણ ઘણાં અરમાન હશે. કોઈ સપનાંનો રાજકુમાર એના હૃદયમાં પણ હશે. આ છોકરીની જિંદગી શું ? બસ વ્હીલચેરમાં જ જીવન વિતાવવાનું? શું નથી કર્યું એના પગના ઈલાજ માટે ? લોકો કહે છે કે સાયન્સ ખૂબ આગળ વધ્યું છે. પણ મને તો અહીંયાથી જ અટકી ગયું હોય એવું લાગે છે. ”

“ચાલો, બધાં ફટાફટ તૈયાર થઈ જાવ, સાઈટસીઈંગ માટે જવાનું છે.” કહેતાં નિશીથ નહાવા ગયો. વારાફરતી બધાં તૈયાર થઈ ગયા. સરસ મજાનાં દૃશ્યો જોતાં જોતાં બધાં ટુરિસ્ટો આનંદ અને ગમ્મત કરતાં સફર કરતા હતા. બસ એક સરસ મજાના ધોધ પાસે રોકાઈ. બધઆં ઊતરવા લાગ્યા. નિશીથે વિહાને ઊંચકીને ઊતારીને ફોલ્ડીંગ વ્હીલચેરમાં બેસાડી. બીજા મુસાફરો ભાઈ-બહેનનો આવો પ્રેમ જોઈ દંગ થઈ ગયા. વિહા આનંદવિભોર બની ગઈ. ધોધને આટલા નજીકથી એ માણશે એ કલ્પનાથી જ એ ઝૂમી ઊઠી. નિશીથ એની વ્હીલચેરને ધોધ પાસે લઈ ગયો. પાણીના છાંટા એને ભીંજવતા હતા. દીકુને ખુશ જોઈ નિશીથ મનોમન બોલી ઊઠ્યો, “મારી મહેનત ફળી. હું એને લઈને આવ્યો ત્યારે ખબર ન હતી કે કુદરતના રૂપ પર એ આટલી ફિદા થઈ જશે.” બીજી બાજુ દીકુ મનોમન બોલી, “આ મારો ભાઈ મારા કારણે એની જિંદગીની ફિકર નથી કરતો. હું હોઈશ ત્યાં સુધી એનો સંસાર નહીં મંડાય. આટલો મોટો ધોધ છે, કુદીશ તો ક્યાંય તણાઈ જઈશ. પણ આ રેલીંગ મને કોણ ઓળંગાવશે ? મારી અપંગતા મને મરવા માટે પણ સાથ નથી આપતી.” આજે એને જીવન ખતમ કરવાના જ વિચારો આવતા હતા. “કોને કહું ? કોઈ આમાં મારી મદદ કરશે? ભાઈ જાણશે તો અધમૂઓ થઈ જશે. હે ઇશ્વર, મારી મદદ કર.” નિશીથે એને તેડી લીધી. ખૂબ નજીક રેલીંગ પાસે લઈ ગયો. ધોધનું પાણી હવા સાથે તાલ મિલાવતું હતું.

“બસ જોઈ લીધો ધોધને ? ખુશ ને?”

“ભૈયા, મારે રેલીંગ પર બેસવું છે.”

“ગાંડી થઈ ગઈ છે? મોતના સિંહાસન પર બેસવું છે? ચાલ હવે, બેસ તારી ફરારીમાં.” નિશીથે એને એની ફરારી (વ્હીલચેર)માં બેસાડી અને આગળ વધ્યો. ત્યાં કોઈએ નિશીથના ખભે હાથ મૂક્યો. પાછળ ફરીને જોયું તો ચોંકી ગયો.

“અરે હેતાલી! તું અહીંયા?”

“હા, નિશુ, હું આટલાં વર્ષોમાં પહેલીવાર મારા બાળકને લઈને બહાર નીકળી છું.”

“ઓહ! આ તારો દીકરો છે ? તારા જેવો જ સુંદર છે.”

“હા, નિશુ. ખૂબ સુંદર છે. મને અતિ વહાલો છે. પણ કુદરતે મને મારા શબ્દો જ મને પાછા આપ્યા છે. નીલને પોલીયો છે. ૪ વર્ષની ઉંમરે પણ એને તેડીને ફરવો પડે છે. ક્યારેક વ્હીલચેરમાં ફેરવું, પણ મમ્મા જ તેડી રાખે એવી જીદ પકડે છે. આયા રાખી હતી, પણ એને મમ્મા જ જોઈએ. અને મને એને રડાવવો જરાય ના પરવડે. મારી આંખનું રતન છે.”

“ઓહ માય ગોડ ! હેત, આવું તારી સાથે કેમ બન્યું ? ઇશ્વર નિર્દય તો છે જ, પણ હિંમત રાખીન ખૂબ સરસ રીતે ઉછેરજે નીલને. લાચારી માણસને ડિપ્રેશનમાં લાવી દે છે. પછી એ બોજ સમજવા લાગે છે પોતાને. અને હેત, તારૂં દર્દ મારાથી વિશેષ કોણ સમજી શકે?”

“હા, નિશુ. મને હવે ખબર પડે છે કે પોતાની વ્યક્તિની પીડાથી આપણું મન ઘવાય છે.”

“તારા પતિ ક્યાં છે ? કેમ દેખાતા નથી?”

“નિશુ, એ બે વર્ષ પહેલાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા.” આટલું બોલતાં હેતાલી ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી.

“ઓહ નો ! આટલું બધું દુઃખ મારી હેતને જ મળ્યું ? કુદરત, તારામાં સહેજ પણ દયા નથી ?”

વિહા પણ આંસુ વહાવી રહી. મમ્મી-પપ્પા હેતાલીના માથે હાથ મૂકી દિલાસો આપવા લાગ્યા. નિશુ વાતાવરણને આનંદિત બનાવવા વાત બદલવા લાગ્યો.

“ચાલો, બધાં કોફી પીએ. છોટુ, તને શું ભાવે ?”

“અંકલ, મારૂં નામ નીલ છે. પણ છોટુ કહેશો તો ચાલશે.”

“અરે વાહ, બહુ સ્માર્ટ દીકરો છે.”

“હા નિશુ, ભણવામાં ખૂબ હોંશિયાર છે. બોલવામાં તો ઉંમર કરતા ંઘણો આગળ છે.”

હેતાલી વિહા પાસે બેઠી. એને વહાલ કરતાં બોલી, “કેમ છે દીકુ ? મને માફ કરી દે, હું તારા માટે જેમતેમ બોલી હતી.”

“બસ, બસ. હેતાલી, તમે હવે ભૂતકાળ ભૂલી જાવ. તમારો દીકરો બહુ મીઠડો છે. ”

“હા, તારા જેવો જ.” બધાં હસી પડ્યા.

કોફી પીને સૌ છૂટા પડ્યા. એે રાત્રે નિશુને ઊંઘ ના આવી. પડખાં ફરવામાં રાત વિતાવી. એના મગજમાંથી આજની મુલાકાત જતી ન હતી. “ખૂબ સુખી થા” એવા આશીર્વાદ આપ્યા હતા મેં મારી હેતને ! આવા શ્રાપ તો નહોતા આપ્યા. આટલી નાની વયે વિધવા થઈ ગઈ ? પરોઢિયે આંખ મિંચાઈ. ઊઠ્યો ત્યારે પપ્પા, મમ્મી ને દીકુ એની પાસે તૈયાર થયેલા ઊભા હતા. “બાપ રે ૧૦ વાગી ગયા. આપણે ટ્‌્રેન પકડવાની છે. સોરી સોરી, પપ્પા, ખૂબ મોડું થઈ ગયું.”

“ના ના, દીકરા, હજુ જરાય મોડું નથી થયું. જાગ્યો ત્યારથી જ સવાર ગણાય, બેટા.” પપ્પા એના માથે હાથ પંપાળતાં બોલ્યા, “દીકરા, તું હેતાલીને અપનાવી લે. આજે એની આ હાલત જોઈને તું કેટલો દુઃખી થયો એ અમે સમજી ગયા. હજુ પણ તારા હૃદયમાં કુણી લાગણી છે એના માટે. તું તારી દીકુને સાચવતો હતો. હવે બંને મળીને દીકુ અને નીલને સાચવજો.”

“ના ના પપ્પા. હેતાલીની મંજૂરી વગર હું એક કદમ પણ એની તરફ આગળ ના વધું.”

“બેટા, અમે હેતાલીને ફોન કરીને સવારે બોલાવી લીધી છે. ફોન પર સઘળી વાત કરી, અમારી પ્રસ્તાવનાનો જવાબ એણે હામાં આપ્યો છે. બોલ, હવે તને મંજૂર છે ?”

વિહા ભાઈને હાથ જોડી કહેવા લાગી, “ભૈયા, તમે જેને જીવથી પણ વધુ પ્રેમ કરો છો, એને ઇશ્વરે ફરીથી તમારી જિંદગીમાં સ્થાન આપ્યું છે. નહીંતર આમ અચાનક તમારી હેત તમને ક્યાંથી મળત? અપનાવી લો ભાભીને!”

નિશીથે કહ્યું, “પપ્પા, તમે જાણો છો ને કે મારા જીવનમાં દરેક સંબંધને હું સાચા હૃદયથી નિભાવું છું. હું મનોમન ફક્ત હેતને જ ચાહતો હતો અને ચાહું છું. જેને આટલું ચાહીએ એની સ્વીકૃતિ મળે, તો એના જેટલો નસીબદાર કોઈ હેાઈ શકે?”

દીકુ તાળીઓ પાડીને ઝૂમી ઊઠી. એનું મન આજે હિલ્લોળાં લેતું હતું. “મારો ભાઈ દુનિયાનો સર્વશ્રેષ્ઠ ભાઈ છે. આજે એની ખુશીમાં મને જે આનંદ મળે છે, એ કદાચ હું નાચું, ગાઉં કે કૂદકા મારું તો પણ વ્યક્ત નહીં કરી શકું. હે ઈશ્વર,મારી નીત નીતની તારી સાથેની લડાઈમાં હું ફક્ત અને ફક્ત મારા ભૈયાની ખુશી માંગતી હતી. ક્યારેક વિનંતી કરતી તો ક્યારેક તારી સાથે ઝઘડતી. આજે ઇશ્વર તેં મારી દરેક પ્રાર્થના અને ઝઘડાનો અંત લાવી દીધો. મારા ભૈયાનો ઘરસંસાર મંડાશે. એનો પ્રેમ એને પાછો મળી ગયો.” એની આંખમાંથી હર્ષનાં આંસુ સરી પડ્યાં.

“ઓ મારી દીકુ, હું જાણું છું, આજે તું જેટલી ખુશ છે એટલો કદાચ હું પણ નહીં હોઉં. મારી લાડલી, તારો અને મારો પ્રેમ દરેક ભાઈબહેન માટે પ્રેરણારૂપ હશે.”

બંને એકમેકને ભેટીને રડી પડ્યા. પપ્પા હેતાલી અને નીલને લઈ આવ્યા. નીલને તેડીને ઊભેલી હેતની પાસે જઈને નીલને એના હાથમાંથી લઈ લીધો. એના મસ્તકને ચૂમીને કહ્યું, “ચલો બેટા, દાદા-દાદી ને ફોઈને પ્રણામ કરો. આજથી તું મમ્મીનો નહીં પણ પપ્પાનો દીકો.”

નાનકડો નીલ ટગરટગર બધાંને જોઈ રહ્યો. હેતને ઈશારાથી પાસે બોલાવી, બંનેના ખભે હાથ રાખીને બોલ્યો, “અને યાર, હું તમારા બંનેનો દીકો.” બધાં હસી પડ્યાં.

“કોણ છે પારકાં ને કોણ પોતીકાં

જીવનપથ પર ઘોર અંધકાર છે.

કડવા અનુભવ બતાવે સ્વાર્થના રસ્તા

બાકી જ્યાં નવી કૂંપળો ફૂટે, ત્યાં લીલાં પાન છે.”

૯. “ચિત્રા ”

વૈદિક વિધિના મંગલમય મંત્રોચ્ચાર સાથે સાવી અને કમલનાં લગ્ન શરૂ થયાં. મહેમાનો ઠાઠમાઠથી તૈયાર થઈને આવ્યા હતા. સાવી તો રૂપરૂપનો અંબાર લાગતી હતી. કમલ ત્રાંસી નજરે વારંવાર એને જોયા કરતો. આવું રૂપ ? મારી સ્વપ્નપરી આજે મારી જીવનસંંગિની બની ગઈ. કન્યાદાન દેતાં માબાપ વારંવાર આંખના ભીના ખૂણા લૂછતા હતા. લગ્નવિધિ પતી ગઈ ને સાવી કમલ સદાય માટે એક થઈ ગયા.જમણવાર પછી કન્યાવિદાયની વસમી વેળા આવી. વિદાયગીત ગાતી સ્ત્રીઓના અવાજ તરડાઈ ગયા, એમાં ડૂસકાં ભળ્યાં. વાતાવરણ જાણે ગમગીન બની ગયું. સાવીની આંખમાં આંસુની ધાર વહેતી હતી. દૂર ઊભેલી પોતાની મોટી બહેનને નિહાળ્યા કરતી, દોડીને ચિત્રાદીદીને વળગી પડી. “ દીદી, અજાણતાં મારાથી તમને કંઈક આડુંઅવળું બોલાઈ ગયું હોય તો મોટું મન રાખીને માફ કરી દેજો. તમે આમ એકલાં એકલાં ખૂણામાં શા માટે ઊભા છો ? તમે ખૂબ ખૂબ સુંદર છો. તમને જે સુંદર આંખ એક વાર પારખી જશે એ તમારો ગુલામ બની જશે. દીદી, તમે કેમ પોતાની જાત પર અત્યાચાર કરો છો. દાઝી ગયેલું શરીર છે, તો પીડા આત્માને આપો છો. ” હાથ પકડી ચિત્રાને પોતાની સાથે લઈ આવી. ચિત્રા એને વહાલથી ભેટી પડી. “મારી નાની બહેની ખૂબ ડાહી થઈ ગઈ છે. ખૂબ સુખી થા ને દુનિયાભરની ખુશીઓ તારા ચરણોમાં રમે એવી આ દીદીની તને શુભેચ્છા છે મારી લાડલી.” મા-બાપ તો ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યા. ઉંબરો ઓળંગી બહાર પગ મૂકવાનું ટાણું આવ્યું ત્યારે સાવી આગળ વધી ન શકી. એના ચરણોનું ચેતન જાણે હણાઈ ગયું. “બેના,” આંખનાં આંસુ લૂછતાં ચિત્રા બોલી,“હસતાં રમતાં અગણિત વાર ઠેકી નાખેલો આ ઉંબરો આજે પહાડ જેવડો લાગે છે ને? પણ આજે તો એને ઓળંગવો જ રહ્યો. ચાલ, હસતાં મોઢે જા તો. મમ્મી-પપ્પા સામે એક પ્યારું સ્મિત આપી દે બેના. એમનું મન ઘડીક તો જંપશે. ” સાવી મમ્મીપપ્પાને એવી તો વળગી પડી ને એટલી રડી કે થોડી વાર સુધી કોઈએ એમને જુદા ના પાડ્યા. છેવટે સાવીને ગાડીમાં બેસાડી ચિત્રાએ હસતા મોઢે એને વિદાય કરી. દીકરીની વિદાય પછીની વેદના તો એક દીકરીના માતાપિતા જ સમજી શકે.

ચિત્રા નાનપણમાં અત્યંત રૂપાળી, સુંદર, નમણી પરી જેવી લાગતી હતી. બહાર લઈ જવામાં પણ માબાપને ડર લાગતો. વારંવાર નજર લાગી જતી અને માંદી પડી જતી. સ્કૂલમાં દરેક પ્રવૃત્તિમાં મોખરે રહેતી ચિત્રા ખૂબ સમજુ અને હસમુખી. બધાંને પરાણે વહાલી લાગે. બોલે તો જાણે ફુલડાં ખરે. સાવી એટલી જ ભદ્દી, બેડોળ, આળસુ. મમ્મી સદાય ચિંતીત રહે. મોટી આવી ડાહી સમજુ અને નાની સાવ અણઘડ જેવી. ચિત્રા મમ્મીને દરેક કામમાં મદદ કરતી. સાવીનું ધ્યાન રાખે. એને ભણાવે. ઘસી ઘસીને નવડાવે. બંને બહેનો વચ્ચે બાર વષર્નું અંતર. ચિત્રાને સાવી જીવથી વધારે વહાલી. સાવી સ્કૂલેથી આવે એટલે ચિત્રા એનાં કપડાં, બૂટ ઠેકાણે મૂકી દે. મમ્મી સૂઈ ગઈ હોય તો એને કોળિયા ભરાવી જમાડી પણ દે. ચિત્રા પપ્પાની અત્યંત લાડકી ને સાવી મમ્મીની. ખૂબ મઝા કરતો આ પરિવાર. ક્યારેય દીકરાની ઊણપ મહેસૂસ સુદ્ધાં ન કરતો. રવિવારે બધાં સાથે જમે ને મોજ મસ્તી કરે. એેક રવિવારે ચિત્રાએ રસોઈ બનાવવાનું નક્કી કર્યું. “મમ્મી, આજે તારે આરામ. હવે રવિવારે રસોઈ હું જ બનાવીશ. તું જા, પપ્પા સાથે હીંચકે બેસ. પેપર વાંચ. તારી વહાલીને ભણાવ. તને ગમે એ કર.” મમ્મી ચિત્રાને જોયા જ કરતી. “હે ભગવાન, આવી દીકરી ક્યા માબાપને ભારરૂપ લાગે ? લાગણીનું ઉદાહરણ જ તો દીકરી આપે છે. ધન્ય છે એ માબાપને જેના ઘરે દીકરી છે. જેને નથી એણે આ ઓરતા વહુમાં જરૂર પૂરા કરવા જોઈએ.” મમ્મી મનમાં મલકાતી હીંચકે જઈને બેઠી. ચિત્રા ખૂબ ઉત્સાહથી રસોઈ બનાવતી હતી. શીખંડ-પૂરી, ઢોકળાં, કઢી-ભાત,નું જમણ હતું. બધું બની ગયું. ફક્ત પૂરી બાકી હતી. તેલનો તાવડો મૂક્યો અને ચિત્રા પૂરી વણવા લાગી. ખૂબ તલ્લીનતાથી પૂરી વણતી હતી. મનમાં ગીતો ગણગણતી, પોતાના મનના માણીગર લોકેશના વિચારો કરતી હતી. એ લોકેશને ખૂબ જ પ્રેમ કરતી, પણ કદીય કહી નહોતી શકતી. લોકેશ, જે પપ્પાના મિત્ર સારંગ અંકલનો નાનો દીકરો. બંને સાથે રમીને મોટા થયા. ચિત્રાના મનમાં લોકેશ માટે એક વિશેષ સ્થાન હતું. આજે સાંજે એ લોકો ઘરે આવવાના હતા. ચિત્રાએ નક્કી કરી લીધું કે આજે તો મનની વાત જણાવી જ દઈશ. વિચારોમાં એનું ધ્યાન ના રહ્યું કે તેલ ઉકળવા લાગ્યું હતું. સાવી રમતી રમતી રસોડામાં આવીને મસ્તીમાં ચિત્રાને ધક્કો માર્યો. ચિત્રાનો હાથ તાવડી સાથે અથડાયો અને ગરમ ઉકળતા તેલની તાવડી ઉછળી. ચિત્રાના શરીર પર ઠેર ઠેર તેલ રેલાયું.

મોઢા પર ખૂબ દાઝી. બળતરાથી ચીસો પાડવા લાગી. સાવી ડરી ગઈ. મમ્મી-પપ્પા દોડતાં આવ્યા ને દીકરીની આવી હાલત જોઈ પપ્પા તો બેભાન થઈ ગયા. “ઓ માડી રે, મને બચાવો, હું મરી જઈશ. મને ખૂબ બળે છે.” આવા હૈયાફાટ રૂદનથી મમ્મી તો માથાં પછાડીને રડવા લાગી. રડતાં રડતાં ડોક્ટરને ફોન કર્યો. ચિત્રા ખૂબ હિંમતવાળી દીકરી. એેણે બાથરૂમમાં જઈ પોતાના દાઝેલા શરીર પર ઠંડું પાણી રેડ્યું. બળતરા વધતી ગઈ. જોતજોતામાં બેભાન થઈ પછડાઈ ગઈ. ડાક્ટર આવ્યા. તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. ચામડીના દરેક પડ ઊખડી ગયા ગતા. રૂપાળી દીકરી જોતજોતામાં કદરૂપી થઈ ગઈ. કુદરતના આ લાફાને ઝીલવા આ પ્રેમાળ દીકરી વેદનાભર્યા હૈયે તૈયાર થઈ ગઈ. ખૂબ જ સહનશક્તિથી આ કારમી પીડા સહન કરતી, મમ્મી-પપ્પા અને બહેનની ખુશી માટે અંદર ને અંદર ઘૂંટાયા કરતી. પરંતુ બહારથી ખૂબ કઠણ હોવાનો ડોળ કરતી. બે મહિના બાદ હોસ્પિટલથી ઘરે આવી. એણે નક્કી કરી લીધું કે હવે કોઈ મધુર સપનાં જોવાનાં નહીં. પોતાનું જીવન મમ્મી-પપ્પાની સેવામાં ને બહેનના સારામાં સારા ઉછેરમાં અર્પણ કરી દેવું. સાવીને ભણાવે, સરસ મઝાનાં કપડાં લાવે એના માટે. ભોજનમાં ફેરફાર કરી નાખ્યો જેથી સાવી પાતળી અને સુંદર લાગે. સાવી બહેનની આ હાલત માટે મનોમન પોતાને કોસતી. મેં દીદીને ધક્કો ના માર્યો હોત તો એ ના દાઝી હોત. પણ દીદીની મહાનતા તો કેવી, મને ક્યારેય અહેસાસ પણ ન થવા દીધો. મારે આવી મહાન બહેનનો અહેસાન કેટલા ભવ જન્મ લઈ ચૂકવવાનો ?

વહાલી બહેનની વિદાય પછી ચિત્રા ભાંગી પડી. એકાંતમાં બેસીને ખૂબ રડી. મારી શું જિંદગી ? મારાં શમણાં પાણીની જેમ રેલાઈ ગયાં. મારા પણ ઘરસંસાર માંડવાના કેવા મધુર ઓરતા હતા. આ કદરૂપા ચહેરા પાછળની વેદના સમજનાર મારૂું કોઈ જ નહીં ? મેં કોઈનું કંઈ બગાડ્યું નથી. બધાંનું ભલું ઇચ્છ્યું છે. છતાં મારા નસીબમાં આવું દુઃખ ? હસતાં મોંઢે સહન કરૂં છું એનો અર્થ એ તો નહીં કે મને દુઃખ ન થતું હોય.

“બેટા ચિત્રા.. ” આંખો લૂછતી પરાણે હસવાના ભાવ લાવતી ચિત્રા ઊભી થઈ. “હા, પપ્પા.. બોલો ને”

“બેટા, તારા મનની વેદના હું ખૂબ સમજું છું. તું મારું અભિમાન છે. તારા જેવી દીકરી પામી હું ધન્ય થઈ ગયો છું. તારા નસીબમાં પણ કોઈ સોહામણો રાજકુમાર જરૂર હશે.”

“પપ્પા, જીવનની વાસ્તવિકતા હું બખૂબી સમજું છું. ખોટા દિલાસા અને આશ્વાસનોથી હું ટેવાઈ ગઈ છું. તમે મારા પિતા છો, એટલે તમને જરૂર આવી આશા બંધાય કે મને કોઈ સોહામણો વર મળે. પપ્પા, દેખાવથી જ આકર્ષાઈને લોકો સંબંધ બાંધે છે. કદરૂપા લોકો ઘૃણાને જ પાત્ર હોય છે. હવે જેવાં મારાં નસીબ અને સંજોગ. તમે દુઃખી ન થાવ.” દીકરીની આવી વાત સાંભળી એ પિતા ઇશ્વર સાથે દલીલો કરતો. “વાહ રે પ્રભુ, અજબ છે તારી માયા. એેક દીકરીને ગુલાબની ક્યારી, બીજીને કાંટાની વાડી!”

ઘરમાં સાવીના ગયા પછી સન્નાટો છવાઈ ગયો. ગૂંજતું ઘર શાંત થઈ ગયું. ચિત્રા પીએચ.ડી. કરવા ડૉ. સુધીરના ક્લિનિક પર અવારનવાર જતી. એની મહેનત, કામ પ્રત્યેની નિષ્ઠા જોઈ, ડૉક્ટર તો ડઘાઈ જ ગયા. “ચિત્રા, તું ખૂબ મહેનતુ છે. તારી વાણીમાં જે નમ્રતા છે. એ સાબિત કરે છે કે તારી સહનશક્તિને સલામ છે.” “્‌રટ્ઠહા ર્એ જીૈિ, આપના સપોર્ટથી હું આ ડિગ્રી પ્રાપ્ત કરી શકીશ. મારી મહેનત ફળે એટલે બસ.” ડૉ.સુધીર ૪૫ વર્ષના સજ્જન અને સૌમ્ય વ્યક્તિ. તેમની પત્ની દિવ્યાના અકાળ અવસાન બાદ એમનો મોટા ભાગનો સમય હોસ્પિટલ અને પોતાના ક્લિનિકમાં ફાળવતા. ચિત્રા સાથે સમય ગાળતાં તેમનેે કોઈ અંગત વ્યક્તિની હૂંફ મળતી હોય એવો અહેસાસ થવા લાગ્યો. ચિત્રાને પણ ક્યારેક ક્યારેક એમના મનની વાત બહાર લાવવાનું મન થઈ આવતું, પણ પોતાના દાઝેલા શરીરને જોઈ નિસાસા નાંખી રોઈ પડતી. એક દિવસ ચિત્રા એનાં મમ્મી-પપ્પા સાથે બેસી વાતો કરતી હતી. ત્યાં જ અચાનક ડૉ. સુધીર આવી ચડ્યા. “આવો આવો, ડોક્ટર સાહેબ, આજે અમારા ઘરે આપનાં પગલાં ?શું વાત છે ?” પપ્પાએ વિનયભર્યો આવકાર આપ્યો.

“હું ખાસ આપને જ મળવા આવ્યો છું. થોડી અંગત વાત કરવી હતી.”

“હા, બોલો ને સાહેબ.”

“વાત જાણે એમ છે કે તમારી આ દીકરી ચિત્રા ખૂબ મહેનતુ,પ્રેમાળ અને નમ્ર છે. લોકો રૂપ પર મોહી પડે છે. હું ચિત્રાના ગુણો પર મોહી પડ્યો છું. મારા અંતરની લાગણીઓને જગાવી છે એણે. મારી નજરમાં તો એ ખૂબ જ દેખાવડી છે. હું તમારી દીકરી ચિત્રા સાથે લગ્ન કરવા માગું છું.” ડૉક્ટરની વાત સાંભળી ચિત્રાનાં મમ્મી-પપ્પા ફાટી આંખે એકબીજાંને જોઈ રહ્યાં.

“શું વાત કરો છો સાહેબ ?અમારી દીકરી તમને પસંદ છે ? લગ્ન પણ કરવા માંગો છો? સાહેબ, આ નિર્ણય તમે ઉતાવળે તો નથી લીધો ને? ”

“ના, વડીલ. બિલકુલ ઉતાવળ નથી કરી. ખૂબ ખૂબ વિચારીને આ માંગું લઇને આવ્યો છું.”

“એક મિનિટ, પ્લીઝ. મારે લગ્ન નથી કરવાં.” વાત અટકાવતાં ચિત્રા બોલી. એનો અવાજ ગંભીર અને દર્દીલો બની ગયો. “સર, અત્યારે હું જરાય દુઃખી નથી. કારણ કે હું એક આત્મવિશ્વાસ સાથે જીવી રહી છું. તમારી સાથે લગ્ન કર્યાં પછી તમારો જરા પણ અણગમો, મને જીવનમાં પૂરેપૂરી નિષ્ફળ કરી નાંખશે. દ્ગું નથી ઇચ્છતી કે કોઈ મારા પર દયા ખાઈને મને અપનાવે. સર, આ વાતને અહીંયા જ પૂરી કરી નાંખો.”

“ચિત્રા, હું તારા પર કોઈ દયા નથી કરતો. તને સાચા મનથી પ્રેમ કરું છું. તારી સુંદરતા પારખી ગયો છું. તને વિશ્વાસ ન હોય તો તને યોગ્ય લાગે એમ કર. હું તને અબઘડી અપનાવવા તૈયાર છું.” કહી ડૉ. સુધીર ઊભા થયા.

“ચાલો, વડીલ. હું રજા લઉં. મને તમારો દીકરો સમજી કાંઇ પણ કામ હોય તો વગર સંકોચે જણાવજો. ચિત્રા, નિર્ણય તારે લેવાનો છે. તારી મંજૂરી મળશે એ પણ મારી જિંદગીની અણમોલ અને સુખદ પળ હશે.” કહી ડૉક્ટર નીકળી ગયા. મમ્મી-પપ્પા રાજી રાજી થઈ ગયા. “મારી ચિત્રાના ભાગ્ય ખૂલી ગયા. આાટલું સરસ માંગું સામેથી આવ્યું. બેટા, તું કેમ ના કહે છે ? તારો દેખાવ એમને નથી નડતો તો તું શા માટે પાછી પાની કરે છે?” ચિત્રાના મનમાં તો પરણવાનાં સપનાં હતાં જ. ખૂબ વિચારીને અંતે એણે “હા” કહી. બધાં રાજી રાજી થઈ ગયા. ડૉક્ટર-ચિત્રાનાં લગ્ન લેવાયાં. એ મંગલ દિવસ આવી ગયો. બધાંનાં હૃદય ખુશીથી છલકાઈ ગયા. કન્યાદાનની વેળા આવી. સાવી મમ્મી-પપ્પા પાસે હાથ જોડી વિનંતી કરવા લાગી. “મમ્મી, પપ્પા, તમે એક દીકરીનું કન્યાદાન દીધું. અને ભવોભવના પુણ્ય બાંધ્યા. મારી આ દીદી, જે મારી મા, બહેન, સખી, વડીલ બધું જ છે. જેણે મારા ઉછેરમાં કોઈ જ કમી નથી રાખી. પોતાના જીવથી વધુ વહાલ કર્યું છે. એ વહાલી બહેનીનું કન્યાદાન મારે અને કમલે કરવું છે. આ વાતથી સમાજ ઉહાપોહ જરૂર કરશે. કદાચ પરંપરા તૂટશે. પણ તમારી સંમતિ હોય તો મને કોઈની પરવા નથી. આ બહેનીનું ઋણ તો હું કદાચ ક્યારેય ચૂકવી નહીં શકું. પણ થોડી ક્ષણો એની મા જરૂર બનવા માગું છું.”

“વાહ, મારી દીકરી, વાહ! લાખ રૂપિયાની વાત કરી તેં. તને અમારી મંજૂરી છે. કર કન્યાદાન તારી વહાલી બહેનનું. ચિત્રા, તું અમારા માટે ખૂબ જ અણમોલ હતી અને રહીશ. ઇશ્વરે તને જેટલું દુઃખ આપ્યું, એનાથી સવાયું સુખ આપશે. આજથી તારા સુખના દિવસોનો મંગળ પ્રારંભ થાય છે. ખૂબ સુખી થા.”

૧૦. ર્ઁંઈસ્

ન્ૈકી ૈજ ેહષ્ઠીિંટ્ઠૈહ, ેહર્ષ્ઠહઙ્ઘૈર્ૈંહટ્ઠઙ્મ

ેંહીટીષ્ઠીંઙ્ઘ,

ઉી ખ્તીં ે ૈહ ંરી ર્દ્બહિૈહખ્ત ુૈંર

છ હીુ ર્રી.

મ્ેં્‌ ુી હીદૃીિ ાર્હુ ુરટ્ઠંર્ ેિ ઙ્ઘીજૈંહઅ ઙ્ઘીષ્ઠૈઙ્ઘીજ.

છ ઝ્રેીં ઙ્મૈંંઙ્મી ખ્તૈઙ્મિ જટ્ઠઅ હ્વઅી હ્વઅી.

ર્‌ રીિ ટ્ઠિીહંજ ુરૈઙ્મી ઙ્મીટ્ઠદૃૈહખ્ત ર્કિ જષ્ઠર્રર્ઙ્મ,

મ્ેં રીિ ઙ્ઘીજૈંહઅ ંટ્ઠાીજ રીિ ર્ં ઙ્ઘીટ્ઠંર ઙ્ઘિૈદૃી.

જીરી ૈજ ંરી િૈહષ્ઠીજજ ર્કિ રીિ ડ્ઢટ્ઠઙ્ઘ

ડ્ઢિીજજીજ રીિ ુૈંર કર્ઙ્મુીિ શ્ ુરૈીં ષ્ઠર્ઙ્મંરીજ

ઝ્રટ્ઠહ ુી ૈદ્બટ્ઠખ્તૈહી ંરી ખ્તિૈીકર્ ક ંરટ્ઠં ડ્ઢટ્ઠઙ્ઘ?

ૐી કીીઙ્મજ ઙ્મૈાી ીહઙ્ઘૈહખ્ત રૈજ ઙ્મૈકી

ર્

ંઇ

ૐઈ ઉૈંન્ન્ જીૈંસ્ઁન્રૂ જીેંઇફૈંફઈ

ર્ૐુર્ કક ટ્ઠિી ુી દ્ઘેજૈંકૈીઙ્ઘ ?

ઙ્મૈકી ંરટ્ઠં ટ્ઠજજીજ ૈજ ર્જિર્િુ ટ્ઠહઙ્ઘ ીંટ્ઠજિ

ંરી ટ્ઠર્ખ્તહઅ જરટ્ઠાીજ ંરી રીટ્ઠિં ુૈંર કીટ્ઠિ

ંરી ટ્ઠિૈંકૈષ્ઠૈટ્ઠઙ્મ જદ્બૈઙ્મી, ંરી ર્દ્ઘાીજ ંરી રિઅદ્બીજ ;

ર્ૐૈહખ્ત ર્કિ ંરી ઙ્મીંીંિ ર્ંર્દ્બિર્િુ

ઝ્રટ્ઠિદૃૈહખ્ત ર્કિ ંરી હ્વીજં ૈંદ્બી

ર્‌ઙ્ઘટ્ઠઅ ુી ઙ્મૈદૃીઙ્ઘ ટ્ઠજ ટ્ઠ ઙ્ઘિીટ્ઠદ્બ

ટ્ઠહઙ્ઘ ર્ંર્દ્બિર્િુ ૈજર્ હઙ્મઅ ટ્ઠ દૃૈર્જૈહ

ર્કિ ૈં ૈજ ઙ્મૈકી, ંરી દૃીિઅ ઙ્મૈકીર્ ક ઙ્મૈકી

ૈહ ૈંજ ર્કિર્ ક જટ્ઠહ; ૈં જર્રુજ ંરી ર્દ્બિી

ર્ઝ્રદ્બી જટ્ઠઙ્મેીં ંરી કીીઙ્મૈહખ્ત ૈંદ્બીજ

ઉૈંર ર્ષ્ઠેટ્ઠિખ્તી ર્ં ીહઙ્ઘેિી (જેકકીિ).

ેંહઙ્ઘીજિંટ્ઠહઙ્ઘ ટ્ઠહઙ્ઘ ટ્ઠષ્ઠષ્ઠીં ૈં

્‌રટ્ઠં ઙ્મૈકી ૈજ ઙ્ઘૈકકૈષ્ઠેઙ્મં

ૈંં ૈજહ’ં ંરટ્ઠં ટ્ઠઙ્મુટ્ઠઅજ ુી જેકકીિ

ૈંં ૈજ ર્ઇુ ુી િીઙ્મટ્ઠીંજ ર્ં ંરી ંરૈહખ્તજ ુી જેકકીિ

ર્ડ્ઢહ’ં ઙ્મૈદૃી ઙ્મૈાી ેીંજ

ન્ૈદૃી ઙ્મૈાી દ્બટ્ઠજીંિર્ ક ેહૈદૃીજિટ્ઠઙ્મ

ન્ૈખ્તરં ે ંરી ષ્ઠટ્ઠહઙ્ઘઙ્મી ૈહ ર્એિ રીટ્ઠિં

ર્

ંરરરરર! ર્દ્ગુ ર્એ ીહર્દ્ઘઅ ટ્ઠહ્વર્જઙ્મેીં ઙ્મૈખ્તરીંહૈહખ્ત

ર્રૂેિર્ ુહ ર્જેઙ્મ ુૈઙ્મઙ્મ દ્બેદ્બિેિ

જીર્ં ૈંઐહખ્ત ર્એજિીઙ્મક

હ્લટ્ઠષ્ઠી ંરી ષ્ઠૈષ્ઠિેદ્બજંટ્ઠહષ્ઠીજ ુૈંર ટ્ઠ હીુ જંટ્ઠિં.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED