Anubhuti - Antarvednanai Amivrushti (Part - 1) Sonal Gosalia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Anubhuti - Antarvednanai Amivrushti (Part - 1)

નવલિકા સંગ્રહ

અનુભૂતિ

સોનલ ગોસલીયા

અંતરવેદનાની અમીવૃષ્ટી

© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

સંવેદનાથી જાગ્યા સૂર જીંદગીના

એ સૂરથી રચાયા સંગીત આત્માના

આત્મિય સંગીતથી ગુંજ્યા તાલ સંબંધોના

સંબંધોના તાલથી બન્યા ગીત લાગણીઓના

સોનલ ગોસલીયા

પ્રસ્તાવના

દરેક શબ્દ ખોલીને જોયો. એમાં ફક્ત મૌન જ હતું ! ! જેમ સાંજ ઢળ્યા પછી સૂનું, પંખીઓ વગરનું આકાશ ! આ મૌન પાછળ મળ્યા અશબ્દ શબ્દો. શબ્દ પાછળની ભીની ભાવના પહોંચાડવાનો સેતુ છે ‘અનુભૂતિ’. શબ્દની શુદ્ધતા થકી હૃદયની શુદ્ધિ થાય છે. અને પછી તો આત્મીયતા જ છલકાય છે. હૃદયનાં ઊંડાણમાંથી નીકળેલા શબ્દોને કલમ દ્વારા વાચા આપવાનો મારો આ નાનકડો પ્રયાસ છે. મારાં, તમારાં, આપણાં સૌનાં જીવનમાં ક્યાંક ને ક્યાંક લાગતીવળગતી પરિસ્થિતિઓ મારા આ પુસ્તક ‘અનુભૂતિ’માં નવલિકા સ્વરૂપે વર્ણવી છે.

સોનલ ગોસલીયા

અનુક્રમણિકા

•અસમંજસ

•માસીમા

•મહોરા

•ફોરમ

•અહમ

•ભણતર કે ગણતર ?

•સાચી શ્રીમંતાઈ

•મનોવેદના

•કવિતા

૧. અસમંજસ

અચલ વહેલી સવારે જાગી ગયો હતો. ન્યુઝપેપરની રાહ જોતો હિંચકે બેઠો બેઠો ચાની ચૂસ્કી મારતો હતો .પેપર વાંચું પછી કંઇક મૂડ આવે, હજુ મનમાં એવું બબડતો હતો ત્યાં છાપાવાળો છાપું નાખી ગયો. રોજની જેમ આજે પણ છેલ્લું પાનું પહેલાં વાંચ્યું. બેસણાંની જાહેરખબરવાળું પાનું, મેહુલના પિતા ગુણવંતરાયનું આજે બેસણું હશે, હા, આજે જ છે, ૯ થી ૧૧. ચાલો ત્યારે.વહેવાર સાચવવા મોઢું બતાવવું તો પડશે જ ને ? દરેક બેસણામાં આંસુ સારતા દીકરાઓ, વહુઓ, ને કુંટુબીજનો, બેસણા પૂરતા જ વૈરાગ્યમાં ઢળી જાય, પછી વોહી જીંદગી, વોહી રફતાર, વોહી તકરાર, પ્રેમથી સાથે બેઠેલા પુત્રો, મિલ્કત માટે કોર્ટ સુધી પહોંચી જાય. જે પિતાની આત્માની શાંતિ માટે વૈરાગ્યનાં ગીતો ગવડાવે, એ જ પિતાના આત્માને કોતરી કોતરી ઘા આપે.

ગુણવંતરાય એટલે સમાજના અવવ્વલ શ્રીમંતોમાંથી એક. ધનના ઢગલા પર સૂવે, સોનાનું ઓશીકું ને ચાંદીની ચાદર ઓઢે એવું એમના માટે કહેવાતું. પરોપકારી અને દયાળુ, સેવાભાવી એવા આ ગુણવંતરાયને બે પત્નીઓ. સમાજ સામે સ્વીકારેલી પત્ની રંજન,જેની સાથે ૩૦ વર્ષનું લગ્નજીવન સુખરૂપ ગાળ્યું. બીજી પત્ની મંજરી ગેરકાયદેસર,જે રંજનની ચાકરી કરવા,આયા તરીકે કામ કરતી હતી. રંજનને મણકાનો ઘસારો હોવાથી ચાલવામાં ઘણી તકલીફ પડતી. ગુણવંતરાયે, એના માટે એક આયા રાખવાનુ વિચારી લીધું. પત્નીની તકલીફ જોઇ એ દુખી થઇ જતા. આટલો બધો રૂપિયો શા કામનો ,જયારે શરીર સાથ ના દે ? .ખૂબ દવા કરાવી, પણ ખાસ ફરક પડ્યો નહીં. ઓપરેશન થોડું રીસ્કી લાગતું, કેમ કે રંજનને હાઇ બ્લડ પ્રેશન,ડાયાબિટીસ અને શ્વાસની તકલીફ પણ હતી.ગુણવંતરાયના બે દીકરા મેહુલ અને રાજન. બન્ને એક નંબરના અય્યાશ.ઘર.પરિવાર કે મા-બાપ એમના માટે ગૌણ હતા.જુગાર,દારૂ ને રખડવાનું, બાપના પૈસે લીલાલહેર કરવાનું એ જ એમનું કામ. આટલો રૂપિયો છતાં કોઇ માંગાં ન આવે આ બે એૈયાશો માટે. ગુણવંતરાય મનમાં ખૂબ દુખી રહે.કોને કહે એમની વ્યથા..ક્યાં પાપનાં ફળરૂપે આવા કપૂત પાક્યા ?

પત્ની રંજન બીમારીના કારણે ચિડીયલ થઇ ગઇ હતી.વાતે વાતે કામવાળાને છણકા કરતી. કામવાળા ગુણવંતરાયના સ્વભાવે ટકીને રહ્યા હતા.આયા માટે ઘણી સ્ત્રીઓ આવી, પણ રંજનના સ્વભાવના લીધે કોઇ જ ટકે નહીં. એક દિવસ એક શ્યામવર્ણીય,નમણી, થોડી જાડી એવી સ્ત્રી નોકરી માટે આવી. નામ એનું મંજરી. ગુણવંતરાય ઓફિસે ગયા હોવાથી, મોટા પુત્ર મેહુલને મળીને આયાની નોકરી માટે આવ્યાની જાણ કરી. મેહુલે એને કાઢી મૂકી. ત્રણ દિવસ પછી પાછી આવી, ને ગુણવંતરાયને મળી. સાહેબ તમે આયાની નોકરી માટે જાહેરખબર આપી હતી ને એ માટે હું આવી છું. મારા ઘરમાં મારી વૃધ્ધ માં હતી જેની મેં ખૂબ ચાકરી કરી હતી, એટલે આ કામમાં હું કુશળ છું. પગાર તમે આપશો એ મને મંજૂર રહેશે. ગુણવંતરાય આ સ્ત્રીને જોતા જ રહ્યા.એની આંખમાં ખૂબ સચ્ચાઇ છલકાતી હતી. એની વાત કરવાની રીતથી એના હાવભાવથી,એ ખૂબ સાચી લાગી. મનમાં વિચાર આવ્યો. ખરેખર ,આ બાઇ સેવા કરી શકશે? રંજનના સ્વભાવને સહન કરવો સહેલો નહોતો. ચાલ, આને પણ અજમાવી લઇએ. ગુણવંતરાય મનોમન બોલી ઉઠયા.

સારૂં, તમારે ચોવીસ કલાક મારી પત્નીની સેવામાં રહેવું પડશે.એને કયાંય ઓછું નહીં આવવા દેવાનું. પગાર,તમારા કામ પ્રમાણે નક્કી થશે.

સારૂં સાહેબ, મને મંજૂર છે. મારી એક વિનંતી છે,સાહેબ.

બોલો શું છે ? સાહેબ, મારે એક દિકરી છે. ત્રણ વર્ષની છે એ મારી નાની બહેન પાસે રહેશે. પણ કયારેક હું એને અહીંયા લાવુ તો તમને વાંધો તો નથી ને?

ગુણવંતરાય વિચારમાં પડી ગયા. અરે રે, આ બાઇની મજબૂરી તો જુઓ, પોતાની આટલી નાની બાળકીને બીજા પાસે મૂકીને અહીંયા બીજાની સેવા કરવાની ?

સારૂં કયારેક કયારેક તમે એને લાવી શકો છો, પણ રંજનની સેવામાં એની અસર ના વર્તાવી જોઇએ.

તમે નિશ્ચિંત રહો સાહેબ, હું તનમનથી એમની સેવા કરીશ. જુવાન સ્ત્રી, કયાંક આડીઅવળી જગ્યાએ નોકરીમાં ફસાઇ જાય. એના કરતાં આવું સ્વમાનભર્યુ સેવાનું કામ કરે એ વધુ સુરક્ષિત છે.

સારૂં, કાલથી તમે ડયુટી પર લાગી જ જો.

તમારી ઓળખ માટે એક ફોટો, તમારૂં એડ્રેસ વગેરે મારા કલાર્કને આપી દેજો.અરે, હા. તમારૂં નામ તો કહો. ગુણવંતરાય હસતા હસતા બોલ્યા.

સાહેબ, મારૂં નામ મંજરી છે.મારી દીકરીનું નામ ગુડ્ડી છે.

તમારા પતિ?

સાહેબ, અમે છૂટા પડી ગયા છીએ. એ ખૂૂબ ઐયાશ હતા. દારૂ પણ ખૂબ પીવેે. મને ઢોર માર મારે. હું કમાઉં ને એ ઉડાવે. મેં ખૂબ સહન કર્યું પણ એ સુધર્યા નહી. મારી નાનકડી દીકરીને પણ ટીચી નાંખે. મેં એના પર પોલીસ કેસ કરી નાખ્યો અને કાયદેસર છૂટાછેડા પણ લઇ લીધા.હવે હું મારી દીકરીને સ્વમાનથી ઉછેરૂં છું. મારી નાની બહેન એને સાચવે ને હું નોકરી કરૂં..પણ બધે લાલચભરી નજરોથી બચતું રહેવું પડે. સ્ત્રીને બિચારી, બાપડી, અબળાની નજરે જ જોવાય. તમારી જાહેરખબર વાંચીને મનોમન નક્કી કરી નાખ્યું કે આવી જગ્યાએ કામ કરવા મારા નસીબ અજમાવી જોઉં.

સારૂં, સારૂં. હવે રંજન જાગી ગઇ હશે.એને મળીને જજો. એને તમે પસંદ પડશો, તો તમે પાસ નહીંતર તમે પણ બીજા બધાની જેમ રીજેક્ટ થશો. મંજરી રંજનના રૂમમાં દાખલ થઇ, મનોમન પ્રાર્થના કરતાં કે "ભગવાન આ નોકરી મને મળી જાય, તો હું ન્યાલ થઇ જાઉં. પગારની સાથે સેવાનું પુણ્ય પણ કમાઇશ. રંજનની પથારી પાસે ગઇ ને હાથ જોડી પ્રણામ કર્યા. "મેમ સાહેબ, હું તમારી આયા મંજરી. કાલથી હું તમારી સાથે જ રહીશ. તમારી ખૂબ ચાકરી કરીશ. તમને ફરિયાદનો કોઇ જ મોકો નહીં આપું. રંજન એને જોઇ જ રહી.એના મનમાં આ બાઇ માટે અણગમો ના થયો.થોડું હળવું સ્મિત કરતાં બોલી સારૂં, હવે.બોલીને નહીં કરીને બતાવજે તો માનું. મંજરી પણ હસી પડી. મેમસાહેબ, હું જાઉં છું, કાલથી આવી જઇશ.કહીને જતી રહી.બીજે દિવસે સવારમાં સાત વાગે કપડાનો થેલો લઇ આવી ગઇ. ગુણવંતરાય છાપુ વાંચતા હતા, રંજન પલંગ પર સૂતી હતી. મંજરી પ્રણામ કરી, કામે લાગી ગઇ.

એનાં કપડાં એક ખૂણામાં ગોઠવી મૂકી દીધાં. રંજનની દવાની શીશીઓ, વ્યવસ્થિત ગોઠવી, ટેબલ સરસ રીતે લૂછી નાંખ્યું.રંજન પાસે જઇને એને ટેકો દઇને બેઠી કરી, ચા પીવડાવી. રંજન તો હબકાઇ ગઇ. આટલી બધી સૂઝ? એણે પૂછ્યું, "મંજરી.તને અજાણ્યું નથી લાગતું ? આવતાવેંત તું જાણીતી હોય એમ કામ કરવા લાગી. મંજરી હસીને બોલી, "મેમ સાહેબ,કાલે હું તમારા રૂમમાં આવી ત્યારે અસ્તવ્યસ્ત બોટલો ,ગંદુ ટેબલ વગેરે જોઇ લીધાં હતાં. મનોમન નક્કી કરી લીધું હતું કે પહેલાં દવાઓ સરખી ગોઠવીને ટેબલ ચોખ્ખું કરી નાખીશ. જયાં ગંદકી હોય ત્યા માંદગી તો રહેવાની જ ને ? હવે તમને વોકરના સહારે બહાર ગાર્ડનમાં બેસાડીશ.ચોખ્ખી હવાથી ભીતર તાજગી અનુભવશો તમે". રંજન તો અવાચક જ બની ગઇ. બહાર નીકળતાં જ જાણે નવી દુનિયા જોઇ હોય એવું અનુભવવા લાગી.રૂમમાં ગોંધાઇ રહેતી, કોઇ એને બહાર ના લાવે. દીકરાઓ ઐયાશીમાં મશગુલ હોય. ગુણવંતરાય પાસે એવો સમય ના હોય કે સવારના બે કલાક આવી આળપંપાળ કરે. આજે મંજરીએ એને બહારની હવા સાથે ઊગતા સૂરજનાં કિરણોથી નવી તાજગી આપી. બે કલાક બહાર બેસાડી પાછી રૂમમાં લઇ ગઇ. ખૂબ વ્હાલથી સૂવડાવીને કમરમાં તેલથી માલીશ કરી આપી, નવડાવી. બપોરે બન્ને જણા ટીવી જુએ. વાતો કરે. કયારેક પત્તાં પણ રમે. રંજનને સખીરૂપી આયા મળી. ગુણવંતરાય મનોમન ખૂબ ખુશ થયા. રંજનને ખુશ જોઇને. સમય પાણીની જેમ વહેવા લાગ્યો. રંજન સ્વસ્થ થવા લાગી. ગુણવંતરાય મંજરીની કામ પ્રત્યેની લગન અને ઇમાનદારીથી અંજાવવા લાગ્યા. એમને મનથી આકર્ષણ થવા લાગ્યું મંજરી માટે. તેઓ ઓફીસમાં ઓછું ને ઘરમાં વધારે રહેવા લાગ્યા. મંજરીની દીકરી ગુડ્ડી ગુણવંતરાય સાથે ખૂબ મસ્તી કરે. ગુણવંતરાય એને દીકરીની જેમ વ્હાલ કરે. એના માટે રમકડાં,કપડાં,ચોકલેટ વગેરે લાવે. રંજનને પણ ગુડ્ડી ખૂબ વ્હાલી. ગુડ્ડી આવે ત્યારે ઘરમાં કલરવ થઇ જાય. મંજરી ગુડ્ડીને ગુણવંતરાયથી દૂર રાખે. ગુડ્ડી હંમેશાં ગુણવંતરાયને પિતાની જેમ હેત કરે. એમને ઘોડો ઘોડો કરે,માથે પંપાળે,ખોળામાં બેસી જાય ને અવનવી ફરમાઇશો કરે. કયારેક જીદ પણ કરે. ગુણવંતરાયને આવાં લાડ ખૂબ ગમે. ગુડ્ડીનાં બધાં લાડ હોંશે હોંશે પૂરા કરે. મંજરી કયારેક બહુ ઉદાસ થઇ જાય. મારી દીકરીનાં નસીબમાં પિતાનો પ્રેમ જ નહીં? સ્ત્રી પારકા પુરૂષના સંતાનને અપનાવી શકે પણ પુરૂષ કોઇના બાળકને કયારેય ના અપનાવે. એમના પુરૂષપણાનો અહમ્‌ ઘવાય. રંજન મંજરીની વ્યથા સમજતી. મંજરીને પતિની હૂંફ નહી,બલ્કે દીકરી માટે પિતાની હૂંફ જરૂર જોઇતી હતી. એક બાજુ મારા દીકરાઓ છે, જેને માતા-પિતા જીવે છે કે નહીં એ પણ પડી નથી, એક તરફ આ નિર્દોષ બાળકી છે, જે પિતાના પ્રેમ માટે તરફડે છે. કર્મનું ચક્ર કોને કયારે કેવા ફટકા મારે છે એ સમજવું ખૂબ મુશ્કેલ છે. રંજન હવે વોકર વગર થોડું થોડું ચાલવા લાગી. મંજરીની નિસ્વાર્થ ચાકરીએ એને નવું જીવન આપ્યું જાણે. ગુણવંતરાય મંજરીને ખૂબ પ્રેમ કરવા લાગ્યા હતા. મંજરીને પણ એમની એ લાગણી ખૂબ ગમવા લાગી.

એક દિવસ રંજનને સૂતી જોઇ, ગુણવંતરાયે મંજરીને ઇશારો કરી બહાર બોલાવી. મંજરી બહાર આવી. ગુણવંતરાય એની સામે જોતાં બોલ્યા,"મંજરી, તારી નિસ્વાર્થ સેવાથી રંજન ચાલતી થઇ, તારી પ્રેમાળ વાણી ને કુશળ વર્તનથી મારૂં મન તારા તરફ ખેંચાયું છે. હું તને તથા ગુડ્ડીને સ્વીકારવા તૈયાર છું. આપણે સૌ સાથે રહીશું.’’

"સાહેબ, આ શું બોલો છો ? મેમસાહેબનો જરા પણ વિચાર ના આવ્યો તમને ? જે સ્ત્રી તમારી સાથે સદાય વફાદાર રહી, એને દગો આપતાં તમને જરાય રંજ નથી થતો ?"

ગુણવંતરાય મોઢું નીચે રાખી ઊભા રહ્યા. આંખમાંથી આંસુ નીકળી પડ્યાં. "મંજરી તારી વાત સો ટકા સાચી છે.પણ હું તને અને ગુડ્ડીને ખૂબ પ્રેમ કરૂ છું. જે લાડ માટે હુ વરસો તરસ્યો છું,એ મને ગુડ્ડી જ આપે છે. તારા માટે પ્રેમ કરતાં વધુ આદર છે મને. કોઇ શારીરિક ખેંચાણ નથી ,પણ મનથી મનનું આકર્ષણ છે."

મંજરી ચૂપચાપ સાંભળી રહી. મનથી એને પણ એટલું જ માન હતું એમના માટે. પણ હાવભાવથી કયારેય જતાવતી નહીં. કોઇની શોક્ય બનવું એને કદાપિ મંજૂર ન હતું. આમ દિવસો વીતવા લાગ્યા. પણ ગુણવંતરાય મંજરીની મંજૂરીની આશ લગાવી બેઠા હતા.

રંજનને થોડો અણસાર આવી ગયો હતો પણ એ વાતને વધારવા નહોતી માંગતી. મંજરી હવે નોકરી છોડવાની વાત કરતી હતી. "મેમસાહેબ, હવે તમે સાજા થઇ ગયા છો. હું અહીંયા નકામી રોકાઇ છું . મફતનો પગાર મને ના પચે. હું બીજી નોકરી શોધી લઇશ." રંજને પરવાનગી આપી. બીજી નોકરી મળે ત્યા સુધી અહીંયા જ રોકાવાનું, એવું નક્કી થયું. મંજરી જયાં જયાં નોકરી માટે અરજી કરે, ગુણવંતરાય ઓળખાણ લગાવી નોકરી નકારી કઢાવે. એ નહોતા ઇચ્છતા કે મંજરી એમની આંખથી ઓઝલ થાય. એક દિવસ સવારમાં ચહા પીતા ગુણવંતરાયે ધડાકો કર્યો, "રંજન, હું તારી પરવાનગીથી મંજરીને અપનાવવા માંગુ છું. એની બાળકીને પિતાનું સ્થાન આપવા માંગુ છું. તારી પદવી, તારૂં સ્થાન એ જ રહેશે પણ બાળકોના પ્રેમવિહોણો આ બાપ, આ દીકરીના પ્રેમથી તરી જવા તરફડે છે. એને હૈયાસરસી ચાંપીને વહાલથી નવડાવી નાખવી છે.તારાથી છાનો મારે કોઇ પણ સંબંધ રાખવો નથી. તું વર્ષોથી બીમાર છે, હુ બહાર અનૈતિક સંબંધ રાખત, તો તને જાણ સુધ્ધાં ના થાત. પણ હુ મારી ને તારી નજરમાંથી ઊતરવા નથી માંગતો. તારી પરવાનગી વગર હું કંઇ જ નહીં કરૂં, આ મારૂં તને વચન છે. તું વિચારી જો જે, પછી જવાબ આપજે". કહી ત્યાંથી જતા રહ્યા. મંજરી તો ડધાઇ જ ગઇ. એને થયું રંજન એને ધક્કા મારીને કાઢી મૂકશે. પણ આ તો કંઇ જુદું જ થયું. રંજન મંજરીને વહાલથી પંપાળવા લાગી. "મંજરી હું પણ એક સ્ત્રી છું. તારૂં દર્દ હું ના સમજું એટલી નિર્દય નથી. મારા ઐયાશ બાળકો રોજ નવી છોકરીને ફસાવે છે, પ્રેમનું નાટક કરી તરછોડી દે છે. એમની થનાર પત્નીને એ કેટલા વફાદાર કહેવાય? એના કરતાં મારા પતિ લાખ ગણા વફાદાર કહેવાય,જેને પ્રેમ કર્યો, એની સાથે વફાદારી રાખવા, પોતાની પત્ની સાથે બેવફાઇ ના કરી. બાકી આવા દંભી સમાજમાં આવા ધનાઢય પુરૂષોને આવા સંબંધ રાખવાનો કોઇ છોછ નથી હોતો." રંજનની વાત સાંભળી મંજરી ડધાઇ જ ગઇ. આવા વિશાળ હ્ય્દયવાળી સ્ત્રીનાં પહેલી વાર દર્શન કર્યાં હતાં.

ચોપડીમાં વાચ્યું હતું, વાર્તાઓમાં સાંભળ્યું હતું કે સ્ત્રીનું હ્ય્દય દરિયા જેટલું વિશાળ હોય છે પણ વાસ્તવિક જીવનમાં પહેલીવાર અનુભવ્યું. રંજનની મંજુરી મળી, ને ગુણવંતરાયને જાણે એક ટીપામાં સમુદ્ર મળ્યો. તેઓ ગુડ્ડીને જઇને લઇ આવ્યા. પપ્પા કહીને સંબોધાવ્યું. ગુડ્ડીને ચૂમી ચૂમીને અઢળક હેત વર્ષાવ્યું. રંજનને આ દૃશ્ય જોઇ હરખનાં આંસુ આવી ગયા.આ માણસે ના દિવસ જોયો ના રાત, જાતમહેનતથી આટલો રૂપિયા બનાવ્યો. કેવળ પોતાનાં સંતાનોના ભાવિ માટે. એ સંતાનો પૈસાની આડમાં ઐયાશી કરતા ગયા. ના બાપની પીડા જાણી,ન માના દુઃખ જોયાં. આજે આ દીકરીના પ્રેમથી એમનું જીવન ધન્ય થઇ ગયું. આ પ્રેમ માટે તેઓ અત્યાર સુધી તરસ્યા હતા.હે ભગવાન, મારા આ નિર્ણયમાં મને મક્કમ રાખવા બદલ તારો લાખ લાખ ઉપકાર. મંજરી, પોતાની દીકરીને આવી પ્રેમઘેલી જોઇને ગદ્‌ગદ્‌ થઇ ગઇ.આ માણસ, જે પોતાનાં બાળકો હોવા છતાં, મારી બાળકીને પોતાનું નામ આપવા તૈયાર થયા. સમાજ સાથે લડી, મને અપનાવવા તૈયાર થયા. મારી બાળકીને બેશુમાર પ્રેમ આપ્યો, લાડ લડાવ્યા. હે ભગવાન, હું કયાય થોડી ઘણી પણ સ્વાર્થી થઇ હોઉં તો મને માફ કરજે. બન્ને સ્ત્રીઓની મનોદશા ઇશ્વરને પણ પીગળાવે એવી હતી. ગુણવંતરાયના બન્ને દીકરાઓએ સખત વિરોધ લીધો. સમાજમાં તમે અમને બદનામ કર્યા છે, તમારી ઉંમર લજવો છો,લાજ શરમ નેવે મૂકી દીધી, વગેરે વગેરે સંભળાવ્યું. લોકોમાં પણ ચર્ચા થવા લાગી. બુઢ્ઢો ધેલો થઇ ગયો છે. પોતાની દીકરીની ઉમરની સ્ત્રી સાથે સંબંધ બાંધ્યો. બે બે પત્નીઓ રાખે છે.બાપ ઐશ હોય તો દીકરા એવા જ થાય ને. આ બધુું સાંભળીને પણ તેઓ કડવા ઘૂંટડા પી જતા, ફક્ત પોતાની પત્ની રંજન ,દીકરી ગુડ્ડી અને મંજરી માટે. હવે તેઓ ચર્ચાનો વિષય બની ગયા હતા. દીકરાઓએ લીગલ નોટીસ મોકલાવી. અમારા બે સિવાય કોઇને સંપત્તિમાં ભાગ ના મળવો જોઇએ. ગુણવંતરાય ચૂપચાપ બધો તમાષો જોયા કરે. ઝેરના ઘૂંટડા પી જાય ને ઉફ પણ ના કરે.

પણ આ બધા ઘા હ્ય્દયને નબળું કરી નાખે છે.ગુણવંતરાયને એક દિવસ સીવીયર હાર્ટએટક આવ્યો. બે દિવસ આઈ.સી.યુ.માં રાખ્યા . ખૂબ પ્રયાસ કરવા છતાં બચાવી ના શકાયા. તેઓ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. આજે એમનું બેસણું હતું.

અચલ ગાંધી મેહુલનો લીગલ એડવાઇઝર અને બાળપણનો મિત્ર પણ. આ મિત્રતા ફક્ત હાય-હેલો પૂરતી જ. અચલની સલાહ હમેંશા ગુણવંતરાયની તરફેણમાં જ હોય.જે મેહુલને કદાપિ મંજૂર ના હોય. અચલ હંમેશાં કહેતો "મેહુલ, વકીલને હંમેશાં કાળાં કપડાંવાળા સફેદ ઠગ જ કહેવાય છે". સાચાને જૂઠું ને જૂઠાંને સાચું સાબિત કરવું એ વકીલો માટે ચપટીનું કામ છે. પણ હું એમાં અપવાદ છું. હું કાયદાને અનુસરૂં છું, કાયદાને બદલતો નથી."

આજે અચલને મેહુલના સંબંધથી નહીં,પણ ગુણવંતરાયના પરોપકારી સ્વભાવથી શ્રધ્ધાંજલિ આપવા જવું હતું. બેસણામાં બધા ગપસપ કરતા હતા. હવે રંજનને ખબર પડશે, કે રખાત કેટલી ભારે પડશે, આ ડાકણ ગુણવંતરાયને ખાઇ ગઇ,પૈસાની લાલચમાં બુઢ્ઢાને ફસાવ્યો, વગેરે વગેરે ચર્ચા ચાલતી હતી. મંજરી એક ખૂણામાં બેઠી બેઠી ચોધાર આંસુડે રડતી હતી. મારી બાળકી પિતા વગરની થઇ ગઇ. કેટલો પ્રેમ હતો એમના પર. દીકરી ગુડ્ડી પણ ફોટા સામે જોઇ જોઇ રડતી હતી. બેસણું પત્યું. બધા ચાલ્યા ગયા પછી વકીલે વીલ વાંચવાનું ચાલુ કર્યું, "હું ગુણવંતરાય મફતલાલ ડગલી, મારી તમામ મિલ્કત મારી પત્ની રંજન અને મંજરીના નામે કરૂં છું જેમાં ૫૦ ટકા રંજનને, ૪૦ ટકા મંજરીને અને ૧૦ ટકા ધર્માદા ખાતે અર્પણ કરૂં છું. મંજરીને સમાજમાં એ જ અધિકાર મળશે જે રંજનને મળે છે. વીલ સાંભળતા જ બન્ને દીકરાઓ ટૂટી પડ્યા.

"અમને મંજૂર નથી. અમારી મિલ્કતમાં આ લાલચુ સ્ત્રી કદાપિ ભાગીદાર નહીં થાય. અમારા બાપની મિલ્કત અમને અને અમારી માને જ મળે, અન્ય કોઇને નહીં."

મંજરી ઊઠીને ફોટા પાસે આવી. હાથ જોડી નમન કરતાં બોલી, "મને સમાજમાં આ સજ્જન પુરૂષે જેે સ્થાન આપ્યું છે એ પૂજનીય છે. મારી દીકરીને પિતાનું નામ મળ્યું. પિતાનો બેશુમાર પ્રેમ મળ્યો. અમારા બન્ને માટે એટલું જ કાફી છે. મારા ભાગની મિલ્કત હું તમને જ આપીને જાઉં છું. અરે દુષ્ટો, પૈસો જ મારો પ્રાણ ને પરમેશ્વર હોત તો હું કયારનીય લઇને જતી રહી હોત.તમારા પિતાજી મને ઘણા રૂપિયા આપવા મથતા હતા. હું સ્ત્રી છું, સંવેદનાના તારથી જોડાઇ છું આ પરિવાર સાથે. તમારી આ મહાન "મા" મારી મોટી બહેન સમાન છે. મારી દીકરીને પિતાનું નામ મળ્યું, એમના પ્રેમની મીઠી યાદોની થાપણ મળી. મને બીજું શું જોઇએ ? પૈસો હું રળતી હતી અને રળતી રહીશ. ઇમાનદારીથી કામ કરવું છે, તો ભૂખી તો નહી ંજ મરૂં ને ? મારી દીકરીને લઇને જતી રહું છું. તમે બધા સુખી થાવ અને તમારી "મા"ને સુખી કરો. એ વિનંતી કરતી જાઉં છું ."

રંજનને વળગી ખૂબ રડી, પગે લાગી મંજરી ત્યાંથી નીકળી ગઇ. રંજન એને રોકી ના શકી.સ્વમાની સ્ત્રી એ જ કરે જે મંજરીએ કર્યું.

" મારા લીધેલા નિર્ણય પર મને અતૂટ વિશ્વાસ છે.

મારા વિશ્વાસમાં હરપળ ઝબકતી એક આસ છે.

તમે માની મને લાલચુ ને દગાખોર સ્ત્રી, જે તમારી ભૂલ છે.

તમારા આ નબળા મનના તર્કની પેશકદમીથી

તમારા જ પિતાનો આત્મા ઉદાસ છે".

૨. માસીમા

"હેલો હિમાંશુ ?" "હા,માસી બોલો કેમ છો ?" "મજામાં છું બેટા. તેં ફલેટની તપાસ કરી? હું ઇન્ડિયા પાછી આવું તે પહેલાં જો ફલેટની વ્યવસ્થા થઇ જાય તો તારા ઘરે ઊતરવાને બદલે હું મારા ફલેટમાં જ ઊતરૂં. વેલફર્નિશ્ડ ફલેટ જ લેવાનો છે. બે બેડરૂમ, હોલ, કીચન. એસી સાથે ના હોય તો આપણે નખાવી લઇશું." માસી બોલ્યાં. "હા માસી, તપાસ ચાલુ જ છે. મેં એક-બે દલાલોને વાત કરી રાખી છે. તમારી ટિકિટ્‌સ કયારની છે?" "આમ તો આવતા મહિનાની ૫મી તારીખની છે, પણ અહીંયા બધું વાળીઝૂડીને (વાઇન્ડઅપ) કરીને આવવાનું એટલે ઘણી કડાકૂટ લાગે બેટા. અહીંયા અમુક ભારતીય મિત્રો છે, જેમણે મને ઘણી મદદ કરી છે, બાકી મારી એકલીનું કામ નથી. "

"હા માસી સાચી વાત છે તમારી. પરદેશમાં એટલું સહેલું નથી બધું સમેટવું. તમે ત્યાંનું બધું કામ પતાવીને નિરાંતે આવજો. ટિકિટ એક્સટેન્ડ કરાવી લો એવું હોય તો." નમ્રતાથી હિમાંશુએ કહ્યુ.

"સારૂં, કામ નહી પતે તો ટિકિટ એક્સટેન્ડ કરાવી લઇશ, પણ તું ફલેટનું જલ્દી પતાવજે. પ્રિયાનેે નહીં ગમે હું તારા ઘરે રહીશ એ. એને મારા પર પહેલેથી જ નારાજગી છે. કોણ જાણે કયારે અમારા અંતરો ઘટશે ને ક્યારે અમારા સંબંધમાં આત્મીયતા આવશે."

"અરે માસી નાહકની ચિંતા મૂકી દો. બધું બરોબર થઇ જશે. "સારૂં, ચાલ હવે ફોન મુકુ છું. અહીંયા એક લીગલ એડવાઇઝરને બોલાવ્યા છે." "ઓ.કે. માસી જય શ્રી કૃષ્ણ." ફોન કપાઇ ગયો. પછી હિમાંશુ ભૂતકાળમાં સરી ગયો. જયારે એ નાનો હતો ત્યારથી એ મા કરતા માસી સાથે વધુ રહ્યો છે. માસીએ એને ખૂબ ખૂબ પ્રેમ આપ્યો છે. હિમાંશુ સંયુક્ત પરિવારમાં જન્મેલો દીકરો. કાકા, કાકી, મોટા બાપા, ભાભુ, બા, દાદા, ફૈબા વગેરે બધા સાથે જ રહેતા. હિમાંશુની મમ્મી સાવિત્રી એ જમાનામાં બી.એડ ભણેલા. પણ ઘરમાંથી નોકરીની પરવાનગી ન મળતાં તેઓએ ઘરકામમાં મન પરોવી લીધું. દિયર, જેઠનાં બાળકોને ઘરમાં ભણાવી મનનો આનંદ પામે. વિદ્યા વહેંચવાથી વધે ને સંગ્રહવાથી ઘટે એ કહેવત જરાય ખોટી નથી. સાવિત્રીના પિયરમાં એક નાની બહેન અને માતા, બે બહેનોને એકબીજા માટે અનહદ લાગણી, હિમાંશુ તો માસીનો હ્ય્દયનો ટુકડો. માસી નયના એમ.એસ.સી.ભણેલી. ખૂબ પ્રસિધ્ધ લેબોરેટરીમાં જોબ કરે. જોબ પરથી પાછી આવતા હિમાંશુને ઘરેથી લેતી જાય ખૂબ રમાડે, વહાલ કરે. હોમવર્ક કરાવે. કયારેક સ્કૂલે પણ ત્યાંથી જ મોકલે. નયના માટે અમેરિકાના એક બિઝનેસમેનનું કહેણ આવ્યું. છોકરો આવ્યો, મિટીંગ ગોઠવાઇ. બન્નેને ગમી ગયું. ચટ મંગની પટ બ્યાહ. બધું ખૂબ ઉતાવળમાં પતાવી દેવાયું. નયનાના દિયર, સાસુ, સસરા બધા જ અમદાવાદમાં, ફક્ત કૌશિક જ અમેરિકામાં રહે. કૌશિક ૧૫ દિવસમાં અમેરિકા જતા રહ્યા. ત્યાં જઇને સ્ટ્ઠિૈંટ્ઠઙ્મ જીંટ્ઠેંજ સ્ટેટસના બેઝ પર જીર્ેજીને બોલાવવાની પ્રોસીજર ચાલુ કરી નાખી. આ બાજુ નયના એના સાસરે સાકરની જેમ ભળી ગઇ. ખૂબ પ્રેમાળ સાસરીયાં પામી, ભાવવિભોર થઇ ગઇ. દિયર તો ભાઇથી વિશેષ રાખે. નણંદમાં સખીનો પ્રેમ મળે. સાવિત્રી અને નયનાની મા ગુણવંતીબહેનને જાણે બે જમાઇના રૂપે બે દીકરા મળ્યા. હિમાંશુ માસી સાથે એના સાસરીમાં જ રહે. ત્યાં બધા એને ખૂબ વહાલ કરે.

આમ ૪ મહિના વિતી ગયા. નયના માટે અમેરિકાનો કોલ લેટર આવ્યો. ૧૫ દિવસમાં એને પતિ કૌશિક પાસે જવાનું હતું. ખૂબ ખુશ હતી પતિ પાસે જવામાં પણ આ બધા સ્નેહીજનોને છોડી જવાનું દુઃખ પણ એને થતું હતું. મારા કાળજાનો કટકો હિમાંશુ, હું એના વગર કેવી રીતે રહી શકીશ? ખૂબ રડી, સાવિત્રીને વળગીને,"દીદી, મારા લાડલાનું ધ્યાન રાખજે હો, જરાય વઢતી નહી. મને ખબર પડશે કે તે એને એક લાફો પણ માર્યો છે. તો..તો હું અમેરિકાથી પાછી આવતી રહીશ." સાવિત્રી એની સ્નેહસભર વાતો એકધારી સાંભળતી રહી. "હા, મારી બહેન તારો હેમુ મારી પાસે તારી અમાનત રૂપે રહેશે બસ? હું એને ખૂબ સાચવીશ. તુ સાવ ગાંડી છે. એ મારો દીકરો નથી ? હું એને નહી સાચવું ? તારે આટલી ભલામણ શા માટે કરવાની હોય? તું બેફિકર થઇને જા, તારા પતિ સાથે ખૂબ સુખી થા. એજ મારા આશિર્વાદ છે તને." બન્ને બહેનો એકમેકને ભેટી ખૂબ રડી, "તું બાનું ધ્યાન રાખજે. બા સાવ એકલી પડી જશે. તું અને હું એના બે પડખાં છીએ. હું તો ખૂબ દૂર જતી રહી છું. તું જ પાસે છે. હવે બધી જવાબદારી તારી રહેશે.

"દીદી, કૌશિક ત્યાં બરાબર સેટલ તો હશેને? આપણે ત્યાંની કોઇજ માહિતી નથી મેળવી. હું ત્યાં સાવ એકલી પડી જઇશ. મને ખૂબ ડર લાગે છે." "તું આવી વાતો ના કર. બધુ સારૂં જ હશે. મારો અંતરાત્મા કહે છે કૌશિક ખૂબ સજ્જન માણસ છે. તું

પણ ભણેલીગણેલી સ્માર્ટ છોકરી છે. બન્ને કામમાં પરોવાયેલા જ રહેશો. જીવનના પગથિયાં ફટાફટ ચડવા લાગશો." બહેનની આવી વાત સાંભળી નયનાના જીવમાં જીવ આવ્યો. જવાનો દિવસ આવી ગયો. રડી રડીને આંખો સૂઝી ગઇ નયનાની. હેમુને છોડી જવાનું એને મોત સમાન લાગ્યું. બધાને વળગીને ખૂબ રડી. એરપોર્ટમાં જઇને બધાને બાય બાય કરી ઇમીગ્રેશન કાઉન્ટર પર ફોર્મ ભરી વેઇટીંગમાં બેસી રહી. એકતરફ ડર, એકતરફ ખુશી. આવી વેદનાઓ સળવળી રહી હતી એના હૈયામાં. પોતાના સ્વજનોને છોડી લોકો અમેરિકા કેવી રીતે જતા હશે? આજે મને ખબર પડી કે "પોતાના", "આપણા" લોકોનો જે સાથ હોય છે એ હિમ્મત બનીને આપણી આસપાસ રહે છે. પ્લેનમાં બેઠી, અમદાવાદના સંભારણાં વાગોળતાં સફર આરંભી.ન્યુયોર્ક પહોંચી, બધી કસ્ટમ ફોર્માલીટીસ પૂરી કરી બહાર આવી. આમતેમ નજર નાખી કૌશિકને શોધવા. કેમ ના આવ્યા મને લેવા? એવા અસમંજસમાં હૈયું ભારે થઇ ગયુ. ૧૫ મિનિટ્‌સ રાહ જોઇ.

એક અમેરિકન છોકરીએ આવીને કહ્યુ "આર યુ વેઇટીંગ ફોર સમવન ? કેન આઇ હેલ્પ યુ ?" આંખમાં ડબડબ આંસુ આવી ગયા. જોયુ, જે મેં વિચાર્યું હતું એ જ થયું ને? હું શું કરૂ? એડ્રેસ ને નંબર તો છે. એકવાર ફોન કરી જોઉં? એણે મોબાઇલ જોડ્યો. સ્વીચ ઓફ બતાવે. રડતાં રડતાં એણે અમદાવાદ રહેતા એના સાસરીયાંને ફોન કર્યો. એ લોકોએ કહ્યું કે એડ્રેસ છે ને ? સીધી ઘરે પહોંચી જાને. અરેરે... હું કયાં ફસાઇ ગઇ ? એના મનમાં એક ધ્રાસકો પડી ગયો. હવે હિમ્મત તો રાખવી જ પડશે, વિચારીને એણે પેલી છોકરીને કહ્યું "કેન યુ ગાઇડ મી ધીસ એડ્રેસ ?" પેલી એ એડ્રેસ વાંચીને કહ્યું "વોટ એ કોઇન્સીડન્ટ! આઇ લીવ ઇન ધ સેમ. શેલ આઇ ડ્રોપ યુ ધેર ?" "યસ"કહીને બન્ને કાર(ટેક્ષી)માં બેઠી. નયના આખા રસ્તે રડતી રહી. પેલી વિદેશી છોકરીએ એને બરોબર જગ્યાએ ઉતારી સામાન કાઢી આપ્યો. નયનાએ એનો ખૂબ ખૂબ આભાર માન્યો. ડોરબેલ માર્યો. ૫ મિનિટ પછી દરવાજો ખૂલ્યો. અંદર આખુ ટોળું ઊભું હતું. દીવાલ પર ચિતરાયેલું હતું "વેલકમ માય ડીયર વાઇફ" બધાંએ તાળીઓ પાડી નયનાને વેલકમ કરી. નયના તો અવાક્‌ થઇ ગઇ. સામેથી કૌશિકને આવતા જોયો. મોટો ફલાવરબકેટ એના હાથમાં હતો. નયના પાસે આવી એને ભેટી પડ્યો. "વેલકમ હોમ માય વાઇફ. કેવી લાગી મારી આ સરપ્રાઇઝ ? જે છોકરી તને લઇને આવી એરપોર્ટથી, એ મારા ફ્રેન્ડની વાઇફ નીકોલ હતી. અમદાવાદમાં બધાંને આ વાતની ખબર હતી. મને સાવિત્રીદીદીએ ફોનમાં જણાવ્યું હતું કે તને અહીંયાનો એક ડર હતો. મારા વર્તન પ્રત્યેનો, મારા ચારિત્ર પ્રત્યેનો પણ (કદાચ). મને તરત જ આવી સરપ્રાઇઝ આપવાનુ સૂઝયું." નયના ચોધાર આંસુડે રડી પડી. આટલો બધો પ્રેમ કરે છે કૌશિક મને, હું નાહકની આટલી ડરતી હતી. બધા ગેસ્ટ ખૂબ મજા કરી ચાલ્યા ગયા.

મધુર જીવનની શરૂઆત થઇ. અમેરિકામાં નયના ખૂબ ખુશ હતી એના પતિ સાથે. બન્ને ખૂબ સારૂં કમાય. એકમેકને અનહદ પ્રેમ કરે. ૨ વર્ષ થયા એટલે નયનાને અમદાવાદ જવાનું મન થઇ આવ્યું. કૌશિકને પણ ઘણી જ ઇચ્છા હતી. ડિસેમ્બરમાં બન્ને પોતાના વતનમાં વેકેશન માણવા આવ્યા. એરપોર્ટની બહાર નીકળી પહેલાં એની આંખો એના વહાલસોયા હેમુને શોેધતી હતી.દીદી,બા,જીજાજી,સાસુ, સસરા,દીયર,નણંદ બધાને ભેટી ભેટીને મળી. "મારો હેમુ કયાં છે ?" "એને ખૂબ તાવ આવે છે એટલે ના લઇ આવ્યા. બોર્ડની પરીક્ષા પણ નજીક આવે છે. અત્યારે આરામ થઇ જાય તો છેલ્લા મહિનામાં બરોબર વંચાઇ જાય ને ?" કહેતાં દીદીએ સામાન ગાડીમાં ગોઠવવા ડ્રાઇવરને આદેશ આપ્યો."કૌશિક, હું હેમુને પહેલા જોવા જઇશ. પછી ઘરે આવીશ." નયના બોલી પડી. "અરે જરૂર. હું પણ આવું છું. તમારા માસી ભાણીયાનો પ્રેમતો મા-દીકરા કરતાં પણ વધુ છે." હસતાં હસતાં ટીખળ કરવા લાગ્યો કૌશિક. ઘરે આવીને નયના હેમુને વળગી વહાલથી એને ચૂમવા લાગી. હેમુ પણ ખુશખુશાલ થઇ ગયો. જોત જોતામાં મહિનો કયાં પૂરો થઇ ગયો એ લોકોને ખબર જ ના પડી. પાછા જતાં રડતાં અને રડાવતાં ગયા. સમય પાણીની જેમ વહેવા લાગ્યો. આ દરમિયાન નયનાની મા, એના સાસુ સસરા ગુજરી ગયા. નણંદના લગ્ન થઇ ગયા. દિયર-દેરાણી કેનેડા શિફટ થઇ ગયા. બે વર્ષે એકવાર તો નયના અમદાવાદ આવી જ જતી. હેમુ તો કોલેજ પૂરી કરી આગળ અભ્યાસ કરવા લાગ્યો. નયના અને કૌશિકને કોઇ સંતાન ન હતું. દિયરના બે બાળકોની પણ ખૂબ માયા બન્નેને. આ વર્ષે પણ નયના ઇન્ડિયા જવાની જીદ લઇને બેઠી. કૌશિકે પૂછયું "શા માટે જવું છે ? કોઇ તો રહ્યું નથી આપણા વડીલોમાં."નયના કૌશિકનો હાથ પકડી વહાલ કરતાં બોલી "મારો હેમુ છે ને ત્યાં. મારી દીદી છે. મારી યાદો પણ છે ત્યાં. મારા વતનની યાદી મને આટલા એશો-આરામમાં પણ તડપાવી ઉઠે છે. મારૂં વતન એજ મારી ઓળખ છે ને. તારી જીદને કારણે હું અહીંયા છું. નહિતર બધું છોડીને "પોતાનાં" પાસે ક્યારની જતી રહી હોત." "ઓ.કે.,ઓ.કે. જઇ આવ. તુ ખુશ તો હું ખુશ." કહેતાં કહેતાં કૌશિક કામમાં પરોવાઇ ગયો.

ફોનની રીંગ વાગી. રીસીવર ઊચકતાં જ મીઠો રણકાર સમો અવાજ સંભળાયો સામેથી. નયનાએ પૂછયું, "કોણ બોલો છો?" "માસી હું પ્રિયા બોલું છુંંં." "કોણ

પ્રિયા?" સહજતાથી પૂછયું નયનાએ. ત્યાં જ હેમુએ વાત કરી. "માસી, પ્રિયા મારી ગર્લફ્રેન્ડ છે. તમારી સાથે એને વાત કરવી હતી." "ઓય હેમુ, તું એની સાથે..." "હા માસી, મારૂં માસ્ટર્સ પતી ગયું છે, અને એના પેરેન્ટસ રાજી છે. મમ્મી, પપ્પાને પણ પ્રિયા પસંદ છે. તમે જોઇ લો, મળી લો પછી લીલી ઝંડી ફરકાવીએ." નયના તો ખુશીના માર્યા પાગલ થઇ ગઇ જાણે. "અરે બેટા,તને ગમી તો મારી હા જ હોય ને. ડિસેમ્બરમાં લગ્ન લઇ લો, હું આવી જઇશ મારા દીકરાના લગ્નમાં." નયનાએ ખૂબ શોપીંગ કર્યુ હેમુ અને પ્રિયા માટે. લગ્ન ૧૫ ડિસેમ્બરના નક્કી થયા. નયનાએ ૨૮ નવેમ્બરની ટિકિટ કરાવી. કૌશિક એક વીક માટે જ આવી શકે એમ હતું. નયનાને મનભરી રહેવા પરવાનગી આપી. નયના એરપોર્ટથી બહાર આવતાં જ દીદીને મળી. બાજુમાં એક પાતળી નાજુક, રૂપાળી છોકરી હતી. નયના સમજી ગઇ કે આ જ પ્રિયા છે. "પ્રિયા ને?" નયના બોલી ઉઠી. "હા" કહીને જયશ્રીકૃષ્ણ કર્યા પ્રિયાએ. નયના એના માથાને ચૂમીને "ગોડ બ્લેસ યુ" કહી એને ભેટી પડી. ત્યાંજ પાછળથી હેમુએ ટપલી મારી. નયનાએ એને બાથમાં ભરીને ભરપૂર પ્રેમ કર્યો. બધા ઘરે ગયા. રોજ રોજ પ્રિયા અને હેમુ શોપીંગ કરવા જાય, ત્યારે અચૂક માસીને લઇને જાય. શરૂ શરૂમાં તો પ્રિયાને ખૂબ ગમ્યું. પછી એને ખટકવા લાગ્યું. આ શું વેવલાવેડા, સાવ માવડીયો છે. માસી શું લઉં, શું પહેરૂં, શું ખાઉં. મને પૂછવાને બદલે માસીને પૂછયા કરે છે. પ્રિયા મનમાં ખૂબ અકળાતી. એક દિવસ પ્રિયાએ હેમુને કહ્યું, "ચલ આજે આપણે બન્ને ડ્રાઇવ પર જઇએ. ફક્ત તું અને હું, કોઇ જ ના જોઇએ આપણી વચ્ચે." હેમુ રોમેન્ટિક થઇ ગયો. "ઓ.કેે. ડિયર કાલે સાંજે આપણે જઇશું." પ્રિયા ખુશ ખુશ થઇ ગઇ. હાશ માવડીયો મારા પ્રેમથી તરબતર થઇ જશે કાલે. માસીનો પીછો તો છોડાવવો જ પડશે.

બીજે દિવસે ૪ વાગે પ્રિયા સુંદર ફ્રોક પહેરી બાર્બી ડોલ જેવી તૈયાર થઇને હેમુની રાહ જોતી હતી. ત્યાંજ હેમુનો ફોન આવ્યો. "પ્રિયા, સોરી ડિયર આજે આપણો પ્રોગ્રામ કેન્સલ રાખવો પડશે." "કેમ શું થયું ? "પ્રિયા માસીને તાવ ચડયો છે." પ્રિયા ગુસ્સે થઇ ગઇ, "તાવ છે તો મમ્મી છે નેે એમનું ધ્યાન રાખવા? આટલો સરસ રોમેન્ટિક પ્રોગ્રામ બનાવ્યો છે. તું પ્લીઝ આવી જા. મને ગુસ્સે ના કર." "ના પ્રિયા, આઇ એમ સોરી. જે માસી મારા જરાક અમથા તાવના સમાચાર સાંભળી એરપોર્ટથી સીધી મને જોવા આવે. એ મારી મા(માસી)ની લાગણીઓને હું ના દુભાવી શકું. રોમાન્સ કરવા આખી લાઇફ છે આપણી પાસે." સામેથી પ્રિયાએ ગુસ્સામાં ફોન કટ કરી નાખ્યો. નયના સમજી ગઇ કે પ્રિયા નારાજ થઇ ગઇ. મારો અને હેમુનો આ લગાવ એને ખટકે છે. ખૂબ સમજાવ્યો એણે હેમુને જવા માટે, પણ હેમુ ના જ ગયો. આમ ત્રણ દિવસ સુધી નયનાને તાવ રહ્યો. હેમુ ખૂબ કાળજી લે. પ્રિયા તો હેમુનો ફોન જ ના ઉપાડે. છેવટે નયના જ એને પ્રિયાના ઘરે લઇ ગઇ. પ્રિયાને માથે હાથ ફેરવતાં બોલી “સોરી બેટા, મેં તમારા પ્રોગ્રામને ચોપટ કરી નાંખ્યો. મને ખબર છે કે તને મારા ને હેમુના સંબંધ અતિશય વેવલા લાગે છે. પણ બેટા,આ હેમુને મે મારા ખોળામાં સૂવડાવ્યો છે. મારા સાડલાના છેડેથી એનું નાક લૂછયું છે. એને જરાક તાવ આવે તો હું આખી રાત જાગતી બેસી એને પંપાળતી. કદાચ એના પ્રેમનો કોઇ ભાગ ના પડાવે એટલે ઇશ્વરે મને સંતાન નથી દીધું. તમે બન્ને સુખી રહો અને ખુશ રહો, એથી વિશેષ મારે શું જોઇએ ?” પ્રિયા સાંભળતી રહી. કશુંજ બોલ્યા વગર એના રૂમમાં જઇ પલંગ પર પડતું નાખી રડવા લાગી. હેમુને ત્યાં વાતને વધારવી વ્યાજબી ના લાગી. એની સાસરીમાં એનું માન ના જળવાય એ એને યોગ્ય ના લાગ્યું. એ માસીને લઇને ત્યાંથી જતો રહ્યો. લગ્નને ૭ દિવસ બાકી હતા.બન્ને વચ્ચે અબોલા ચાલતા હતા. છેવટે હેમુએ પ્રિયાને લોંગડ્રાઇવ પર લઇ જઇ મનાવી લીધી.

ખૂબ સરસ રીતે લગ્ન પતી ગયા. નવી વહુના આગમનથી ઘરઆંગણ મહેકી ઉઠયું. પ્રિયાના રૂપને ચાર ચાંદ લગાવતી એની મહેંદીનો રંગ ખૂબ ચડયો હતો. હનીમૂન માટે ગોવા જવાની તૈયારીઓ થવા લાગી. બધું જ નક્કી થઇ ગયું. રાત્રે બધા સાથે બેસી જતા હતા. ખૂબ મજાના મૂડમાં હતા સૌ. પ્રિયાને પણ ખૂબ મજા આવતી હતી. ત્યાં જ અમેરિકાથી ફોન આવ્યો માસાનો. એમણે નયનાને પૂના જવા કહ્યું, ત્યાં એક જગ્યા જોવાની હતી, કંપનીની ફ્રેન્ચાઇસી ખોલવા. સારૂં કહી નયનાએ ફોન મૂકી દીધો. હેમુએ પૂછયું કે “શું વાત થઇ ?” નયનાએ પૂનાવાળી વાત કહી. “માસી તમે એકલા જશો ?” “હા,એમાં શું ? જીજાજી તું નથી એટલે ઓફિસ સંભાળશે. હું એકલી જઇ આવીશ.” હેમુ થોડું વિચારી બોલ્યો “પ્રિયા ,એક કામ કરીએ ? આપણે માસી સાથે પૂના જઇએ. એમનું કામ પતે એટલે એ અમદાવાદ પાછા આવશે ને આપણે મહાબળેશ્વર જઇશું. ગોવાનો પ્રોગ્રામ પેન્ડીંગ રાખીએ.” પ્રિયાના નાકના ફોયણાં ફૂલી ગયા. આંખો કાઢી હેમુની સામે જોઇને શરમ રાખ્યા વગર બોલી, “હેમુ, એક કામ કર. તું ને તારી માસી જઇ આવો. હનીમૂન નહી ઉજવાય એનો કોઇ ફર્ક નહી પડે.” હેમુ સમસમી ગયો, એના કટાક્ષથી નયના વાત ના વણસે એ માટે બોલી પડી, “તમે લોકો તમારો પ્રોગ્રામ કેન્સલ ના કરો. હું જઇ આવીશ. એમાં શું પ્રોબ્લેમ છે ?” પ્રિયા વધુ વિફરી. “રહેવા દો. તમને મૂકીને આવશે, તો મારી સાથે મોઢું ચડાવીને ફરશે. તમારો વેવલો તમારા છેડે બંધાયેલો જ છે. તમે એને તમારી સાથે જ લઇ જાઓ. હું પિયર રહેવા જતી રહીશ.” સાવિત્રી પ્રિયાને શાંત રાખવા ખૂબ મથી પણ આજે પ્રિયાનો ગુસ્સો કાબુમાં નહોતો. નયનાએ થોડીવાર પછી હેમુને બોલાવી કહ્યું, “તારા માસાનો હમણાં જ ફોન હતો. એ મને લેવા આવવાના છે ત્યારે અમારે પૂના જવાનું છે. જે પાર્ટીને મળવાનું હતું એ હાજર નથી. પ્રિયા બેટા, તમે ખુશીથી ફરવા જાઓ. હેમુ, જા પ્રિયાને મનાવી લે.” હેમુના મુખ પર આનંદ છવાઇ ગયો.

બન્ને ગોવા જવા નીકળ્યા ને નયના અમેરિકાની ટિકિટ લઇ આવી. હેમુ આવે એ પહેલાં એને નીકળી જવું હતું. આ વખતે ભારે હૈયે જવું પડ્યું. મારા રહેવાથી મારા દૂકરાના સંસારમાં આગ જ લાગવાની હતી. એ એના સંસારમાં સુખી રહે તો મારૂં શેર લોહી ચડશે. આખા સફરમાં રડતી રહી. મારો દીકરો તો બન્ને વચ્ચે પિલાય ને? એક તરફ મારા માટે માથી વિશેષ લાગણી છે, બીજી તરફ એની પત્ની છે, જેને પણ એ ખૂબ પ્રેમ કરે છે. આજે મારો દીકરો લાગણીઓમાં વહેંચાઇ ગયો. ન્યુયોર્ક આવી ગઇ પણ એનું મન ખૂબ ઉદાસ રહે. કૌશિકથી એની આવી હાલત જોવાતી નહીં. એને ફરવા લઇ જાય. પાર્ટીઓમાં લઇ જાય. પણ નયનાના મુખનું સ્મિત કયાંય ખોવાઇ ગયું હતું.

એક રાત્રે માસાને થોડું છાતીમાં દુખવા લાવ્યું. ડોક્ટરને ફોન કર્યો. પણ દુખાવો વધવા લાગ્યો. હોસ્પિટલ લઇ જતાં રસ્તામાં જ જીવ જતો રહ્યો. નયના માથે આભ તૂટી પડ્યું. ત્યાં એનું કોઇ જ નહી. દિવસો વિતવા લાગ્યા. એકલતા એને કોરી ખાતી હતી. એક દિવસ એણે નક્કી કરી લીધું કે બધુંં સમેટીને અમદાવાદ જતી રહીશ. મારો એક ફલેટ લઇ લઇશ. અમદાવાદમાં કયારેક કયારેક મારા દીકરાનું મોઢું તો જોઇ શકીશને. એણે હેમુને ફોન કરી ફલેટ શોધવા માટે કહી દીધું. ફોનની ઘંટડી વાગી ને ભૂતકાળની વાતોમાંથી બહાર આવ્યો. દલાલનો ફોન હતો. બે-ત્રણ ફલેટ જોવા સાંજે ૬ વાગે મળવાનું હતું. હિમાંશુએ ઘરે ફોન કરી પ્રિયાને જણાવી દીધું કે જમવામાં રાહ ન જોવે, એને આવતા મોડું થશે. પ્રિયાએ કારણ પૂછ્યું. દલાલ સાથે મારા માસી માટે ફલેટ જોવા જાઉં છું, ફલેટ ગમી ગયો છે. બાનું આપીને દસ્તાવેજ માસી આવે પછી કરવાનું નક્કી કર્યુ. જાણીતાનો જ ફલેટ હતો.

નયના પ્લેનમાં બેસી ગઇ. કાયમ માટે પોતાના દેશ પાછી આવતી હતી. આખા સફર દરમ્યાન કૌશિકની દરેક યાદ એના મનમાં, હ્ય્દયમાં વાગોળતી રહી. એરપોર્ટની બહાર આવી. પ્રિયા સામે જ ઉભી હતી. હેમુ સાથે ન હતો. “જયશ્રી કૃષ્ણ માસી” કહી, પ્રણામ કર્યા. સાવિત્રી નયનાને ભેટી પડી. “દીદી, હેમુ મજામાં છેને ?

બંધાયેલો જ છે. તમે એને તમારી સાથે જ લઇ જાઓ. હું પિયર રહેવા જતી રહીશ." સાવિત્રી પ્રિયાને શાંત રાખવા ખૂબ મથી પણ આજે પ્રિયાનો ગુસ્સો કાબુમાં નહોતો. નયનાએ થોડીવાર પછી હેમુને બોલાવી કહ્યું, "તારા માસાનો હમણાં જ ફોન હતો. એ મને લેવા આવવાના છે ત્યારે અમારે પૂના જવાનું છે. જે પાર્ટીને મળવાનું હતું એ હાજર નથી. પ્રિયા બેટા, તમે ખુશીથી ફરવા જાઓ. હેમુ, જા પ્રિયાને મનાવી લે." હેમુના મુખ પર આનંદ છવાઇ ગયો.

બન્ને ગોવા જવા નીકળ્યા ને નયના અમેરિકાની ટિકિટ લઇ આવી. હેમુ આવે એ પહેલાં એને નીકળી જવું હતું. આ વખતે ભારે હૈયે જવું પડ્યું. મારા રહેવાથી મારા દૂકરાના સંસારમાં આગ જ લાગવાની હતી. એ એના સંસારમાં સુખી રહે તો મારૂં શેર લોહી ચડશે. આખા સફરમાં રડતી રહી. મારો દીકરો તો બન્ને વચ્ચે પિલાય ને? એક તરફ મારા માટે માથી વિશેષ લાગણી છે, બીજી તરફ એની પત્ની છે, જેને પણ એ ખૂબ પ્રેમ કરે છે. આજે મારો દીકરો લાગણીઓમાં વહેંચાઇ ગયો. ન્યુયોર્ક આવી ગઇ પણ એનું મન ખૂબ ઉદાસ રહે. કૌશિકથી એની આવી હાલત જોવાતી નહીં. એને ફરવા લઇ જાય. પાર્ટીઓમાં લઇ જાય. પણ નયનાના મુખનું સ્મિત કયાંય ખોવાઇ ગયું હતું.

એક રાત્રે માસાને થોડું છાતીમાં દુખવા લાવ્યું. ડોક્ટરને ફોન કર્યો. પણ દુખાવો વધવા લાગ્યો. હોસ્પિટલ લઇ જતાં રસ્તામાં જ જીવ જતો રહ્યો. નયના માથે આભ તૂટી પડ્યું. ત્યાં એનું કોઇ જ નહી. દિવસો વિતવા લાગ્યા. એકલતા એને કોરી ખાતી હતી. એક દિવસ એણે નક્કી કરી લીધું કે બધુંં સમેટીને અમદાવાદ જતી રહીશ. મારો એક ફલેટ લઇ લઇશ. અમદાવાદમાં કયારેક કયારેક મારા દીકરાનું મોઢું તો જોઇ શકીશને. એણે હેમુને ફોન કરી ફલેટ શોધવા માટે કહી દીધું. ફોનની ઘંટડી વાગી ને ભૂતકાળની વાતોમાંથી બહાર આવ્યો. દલાલનો ફોન હતો. બે-ત્રણ ફલેટ જોવા સાંજે ૬ વાગે મળવાનું હતું. હિમાંશુએ ઘરે ફોન કરી પ્રિયાને જણાવી દીધું કે જમવામાં રાહ ન જોવે, એને આવતા મોડું થશે. પ્રિયાએ કારણ પૂછ્યું. દલાલ સાથે મારા માસી માટે ફલેટ જોવા જાઉં છું, ફલેટ ગમી ગયો છે. બાનું આપીને દસ્તાવેજ માસી આવે પછી કરવાનું નક્કી કર્યુ. જાણીતાનો જ ફલેટ હતો.

નયના પ્લેનમાં બેસી ગઇ. કાયમ માટે પોતાના દેશ પાછી આવતી હતી. આખા સફર દરમ્યાન કૌશિકની દરેક યાદ એના મનમાં, હ્ય્દયમાં વાગોળતી રહી. એરપોર્ટની બહાર આવી. પ્રિયા સામે જ ઉભી હતી. હેમુ સાથે ન હતો. "જયશ્રી કૃષ્ણ માસી" કહી, પ્રણામ કર્યા. સાવિત્રી નયનાને ભેટી પડી. "દીદી, હેમુ મજામાં છેને ?કેમ ના આવ્યો મને લેવા?” “માસી, એને તાવ છે.” “શું ???? મારા હેમુને તાવ છે ? પહેલાં એને જોઇને પછી હું મારા ફલેટ પર જઇશ.” સામાન ગાડીમાં ગોઠવાઇ ગયો. ગાડી સીધી દીદીના ઘરે પહોંચી ગઇ. દોડીને નયના હેમુના રૂમ તરફ ગઇ. દરવાજો ખોલ્યો કે સામે હેમુ ફલાવરબકેટ લઇને ઊભો હતો, “વેલકમ માસીમા. કેવી લાગી સરપ્રાઇઝ?” નયના નાના બાળકની માફક હીબકાં ભરતી રડવા લાગી. બે હાથ વચ્ચે દીકરા હેમુનો ચહેરો પંપાળતા ખૂબ રોઇ. શું બોલવું એ સમજાતું ન હતું. પ્રિયા બોલી,“માસી તમારા ગયા પછી મને મારી ભૂલનો ખૂબ પસ્તાવો થયો. જે દિકરાને મા એ આટલા હેતથી મમતાથી મોટો કર્યો હોય, એ દિકરાને પણ એટલી જ લાગણી થાયને ? હેમુ તમને મમ્મીથી પણ વધુ ચાહે છે. કદાચ ભગવાન કરતાં પહેલા એ તમને પૂજે છે. હું એના એ ભગવાનને આદર ના આપું તો એના મનમાં મારા માટે ક્યારેય માન ના આવે. માસી મને માફ કરી દો પ્લીઝ. તમારે કયાંય નથી જવાનું. આ તમારા દીકરાનું ઘર છે. હું તમારી વહુ છું અને દીકરી પણ.” નયનાએ પ્રિયાને પોતાની પાસે ખેૅંચી લીધી. છાતીસરસી ચાંપીને બોલી “આજે મને મારો દીકરો પાછો મળ્યો, સાથે દીકરી સમાન વહુ પણ મળી. દીદી, દુઃખના ૧૦૦ દહાડા પણ સુખની એક પળ પાસે ભૂલાઇ જવાય છે. આજે મારા પતિના આત્માને સાચી તૃપ્તિ થશે.

૩. “મહોરા”

“પેસેન્જર આર રીકવેસ્ટેડ ટૂ ફાસન ધેર સીટ બેલ્ટસ, પ્લેન વીલ સુન ટેક ઓફ.” સૂચના સાંભળતાં સૌ પોતપોતાના સીટબેલ્ટસ બાંધવા લાગ્યા. ધીરે ધીરે વિમાનની ગતિ વધી અને તે આકાશને આંબવા તરફ જવા લાગ્યું. બધાં પેસેન્જર્સ પોતપોતાના ટાઇમપાસમાં લાગી ગયા. કોઇ મેગેઝીન વાંચે, તો કોઇ ગીતો સાંભળે. સૌ કોઇ આ સમયમાં પોતાનું ગમતું કરી શકે. સફર કરનાર કોઇ પોતાના બીઝનેસના કામથી તો કોઇ પર્સનલ કામથી, કોઇ ફરવા, તો કોઇ ઇમરજન્સી કામ માટે જઇ રહ્યા હતા. આર્યા દેસાઇ (ચેરપર્સન - વૈભવ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ) ઓફિશ્યલ મીટીંગ એટેન્ડ કરવા દિલ્હી જઇ રહી હતી. ૩૫ વર્ષની આર્યા અદ્‌ભૂત વ્યક્તિત્વ અને દેખાવ ધરાવે. બોલવાની છટા તો એવી ગજબ કે ભલભલાને આંટી ખવડાવી દે(પાછા પાડી દે). એના આઇફોનને સ્વીચઓફ્ફ કરી, રાહતનો શ્વાસ લઇ આરામ કરવા આંખો મીંચીને ઠંડાં આઇપેડસ મૂકી વિચારે ચડી ગઇ. મિ. જોષી હંમેશાં મારી સામે કેમ થાય છે ? હું કોઇ નિર્ણય લઉં એમાં હંમેશાં એમને ઓબ્જેકશન કેમ હોય છે ? આ મિટીંગ પછી એમની સાથે ચોખવટ કરી જ લઇશ. કંપનીને આ ઊંચાઇ પર લાવવાની ક્રેડીટ મને મળે છે, તો એમાં ખોટું શું છે? કંપની માટે મેં શું શું નથી કર્યું ? કોર્પોરેટ વર્લ્ડમાં એક સ્ત્રીને આ હોદ્દા પરથી ઉતારવા લોકો કેવા કેવા પ્રપંચ કરે છે. હું એવા કપરા સમય અને સંજોગોમાંથી પસાર થઇ ચૂકી છું, એના સાક્ષી આ કંપનીના ઘણા બધા લોકો છે. નાયર,આર્જવ મોદી, સતવાણીજી, મી.પોલ અને નિકેત શર્મા. નિકેત જેના માટે મને વિશેષ માન છે, લાગણી છે, કદાચ પ્રેમ છે. ડગલે ને પગલે મને સાથ આપતો નિકેત, મારા દરેક નિર્ણયોમાં મને સલાહભર્યો સહકાર આપે છે. જોષીને શા માટે ખટકે છે? નિકેત પરણેલો છે, બે બાળકો છે. એનો સંસાર ખૂબ સુખી છે, તો હું એમા ખુશ છું. કયાં હું નિકેતની લાઇફમાં ‘વો’ બનુ છું ? હું ફક્ત એની મિત્રતા ઝંખું છું. એના હૂંફભર્યા બે શબ્દ પણ મારા માટે પૂરતાં છે. પણ લોકો સ્ત્રી-પુરુષના સંબંધને ખોટા સ્વરૂપમાં જ જુએ છે. આખી વાતને અલગ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે. ચારિત્ર્ય પર છાંટા ઉડાડવા, લોકો તૈયાર જ બેઠા હોય છે.

“એકસક્યુઝ મી મેમ, વુડ યુ લાઇક ડૂ હેવ સમથીંગ?” મીઠો અવાજ સાંભળતાં જ આઇપેડસ હટાવી એરહોસ્ટેસ સામે જોઇ જવાબ આપ્યો. “આઇ વુડ લાઇક ટુ હેવ સમ સોફટ ડ્રીંક પ્લીઝ.” “સ્યોર મેમ.” કહેતાં આગળ વધી. આર્યાએ પેપર્સ કાઢ્યા. ફાઇલમાં નજર કરી, ઉતાવળમાં કોઇ અગત્યનાં પેપર્સ ભૂલાઇ તો નથી ગયા ને? બધું બરાબર હતું. આ વખતની મીટીંગનો એજન્ડા હતો. “હાઉ ટુ ઇમ્પ્રુવ માર્કેટીંગ સીસ્ટમ એન્ડ મેક ઇટ મોર એફીશ્યન્ટ?” બધા પોતપોતાનાં સજેશન્સ અને પ્રપોઝલ્સ લઇને હાજર થવાના હતા. આર્યાએ ઘડિયાળ જોઇ, દિલ્હી પહોંચવામાં હજી અડધો કલાક બાકી હતો. એર હોસ્ટેસ સોફટડ્રિંક આપી ગઇ, સાથે આર્યાએ થોડી પોટેટો ચીપ્સ ખાધી. બાજુમાં એક વૃધ્ધ સ્ત્રી બેઠી હતી -લગભગ ૬૫ વર્ષ હશે-, આર્યા એમની સાથે વાતો કરવા લાગી. “આંટી તમે દિલ્હીમાં રહો છો?” વૃદ્ધાએ જવાબ આપ્યો “ના બેટા,હું દિલ્હી પહેલી વખત જાઉં છું.” “અરે વાહ, આંટી ફરવા જાઓ છો?” આર્યાએ હસતાં હસતાં પૂછયું. “ના બેટા, મારા સ્વર્ગીય પતિને એમની બહાદુરી માટે મેડલ અર્પણ કરવાનાં છે, એ સ્વીકારવા જાઉં છું.” બોલતાં એ સ્ત્રીના આંખમાં આંસુ આવી ગયા. “ઓહ આઇ એમ સો સોરી. કેવી રીતે ગુજરી ગયા અંકલ?”

“મુંબઇની લોકલ ટ્રેનના જનરલ ડબ્બામાં સફર કરતી એક યુવતી સાથે અમુક આવારા બદમાશ નશાખોર યુવકો કુચેષ્ટા કરતા હતા. ફાસ્ટટ્રેન સાથે જીવતા ફાસ્ટ લાઇફવાળા મુંબઇવાસીઓ માટે આવી ઘટનાઓ સામાન્ય ગણાય. પરંતુ એ યુવતી મુંબઇની ન હોવાથી ખૂબ ગભરાયેલી હતી. સ્વબચાવના તનતોડ પ્રયાસ કરતી હતી. પણ બેઠેલા લોકોમાંથી કોઇ એની મદદમાં ના આવ્યુ. આવા ગુંડાઓથી વેર બાંધીને મોતને સામેથી આમંત્રણ કોણ આપે? મારા પતિથી ના રહેવાયું. એ મદદ કરવા ગયા, ગુંડાઓએ એમને ખૂબ માર માર્યો. મારા પતિએ યુવતીને એક સાઇડ હડસેલી દીધી. યુવકો ભારે રોષે ભરાયા. મારા પતિને પેટમાં લાતો મારી, એમના મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. પેલી છોકરીથી ના રહેવાયું. એ આવીને એમને વળગી પડી. “અંકલ પ્લીઝ રહેવા દો. આવા ગુંડાઓ સાથે આપણે કોઇ વેર નથી બાંધવું. ભલે કરતાં મને પરેશાન. તમારો જીવ જોખમમાં ના નાખો, પ્લીઝ”. છતાંય મારા પતિ ઊઠીને એ યુવતીને પકડી ઉભા થવા ગયા. એવામાં જ અચાનક એક ગુંડાએ ખંજર ભોંકી દીધું એમના પેટમાં. તેઓ ત્યાં જ ઢળી પડયા. યુવતીની લાજ બચી, પણ એ ગુજરી ગયા. પેલી યુવતીએ પોતાની બદનામીની પરવા કર્યા વગર આ ઘટનાની જાણ દરેક મીડીયાવાળાને, ન્યુઝપેપર્સને કરી. એક અપીલભર્યો પત્ર પ્રાઇમ મીનીસ્ટરશ્રીને પણ લખ્યો.એ પત્રની એક કોપી મારી પાસે પણ છે,એમ કહી પર્સમાંથી પત્ર કાઢયો. આર્યા પત્ર વાંચવા લાગી.

“માનનીય શ્રી પ્રાઇમ મીનીસ્ટર સાહેબ,

પ્રણામ સર, આપ આ દેશના તારનાર છો. ઘણી અબળાઓ રોજ રોજ બળાત્કાર, કુચેષ્ટા, હવસ વગેરે નીચ કૃત્યોનો શિકાર બનતી હોય છે. પણ એને મદદ કરવા કોઇ નથી આવતું. ફક્ત મૌન સેવી લે છે. આવો નીચ બનાવ સ્વયં મારી સાથે પણ બન્યો છે.જે નશાખોર હવસભૂખ્યા ગુંડાઓ મને પીંખી નાખવા માંગતા હતા. એક વૃદ્ધ સજજ્ને પોતાના જીવની પરવા કર્યા વગર મને બચાવવા એ ચાર ગુંડાઓ સાથે ખૂબ ઝઝૂમ્યા. હું તો બચી ગઇ હેમખેમ, પણ એ ભલા માણસને એક ગુંડાએ ખંજર મારી દીધું ને એ તત્કાળ મૃત્યુ પામ્યા. દરેક સારી કળાના મેડલ્સ અપાય છે, બહાદુરીના પણ અઢળક મેડલ્સ અપાય છે. મુંબઇમાં બનતા આવા રોજના બનાવોને અવગણાય છે, પણ સર આ સજજ્ન ખરેખર મેડલને પાત્ર છે. મારા જેવી અજાણી યુવતીનેે બચાવવા પોતાનો અણમોલ જીવ હસતાં હસતાં કુરબાન કર્યો. ખરેખર લાખો સલામને પાત્ર છે. મેડલ આપવાથી એમનો જીવ તો પાછો નથી આવતો, પણ એમનું મોત જરૂર અમર થઇ જાય છે, લોકોની યાદોમાં એમની પત્ની એમના પર ગર્વ લેશે, અને પેઢીઓ સુધી એમની બહાદુુરીની વ્યાખ્યા અપાશે. બીજા લોકોમાં અચૂક જાગૃતિ આવી જશે. મારી આ નમ્ર વિનંતી કબૂલ કરજો સર. તમારો આ એક મેડલ મૌન સેવી અત્યાચાર સહન કરતા નાગરિકોને જરૂર એક પોઝીટીવ મેસેજ આપશે. આભાર.”

પત્ર વાચતાં આર્યાની આંખો પણ ભીંજાઇ ગઇ. “ધન્ય છે આવા લોકોને” મનમાં બોલી ઉઠી.. વૃદ્ધાએ વાત ચાલુ રાખી. એક મહિના પછી મારા ઘરના એડ્રેસ પર એક ટૂંકો ને ટચ પત્ર આવ્યો.

“માનનીય શ્રી,

આપને જણાવતાં અમે ગર્વ અનુભવીએ છીએ કે સ્વ. શ્રી સુકુમાર બારોટને એમની બહાદુરી બદલ મેડલ એનાયત કરવામાં આવે છે. એમના કુંટુબીજનોને આ મેડલ માનપૂર્વક આપવામાં આવશે. ૧૫ મી ઓગસ્ટના શુભ દિવસે આપને આ મેડલ લેવા પધારવાનું છે. માનનીય શ્રી. પ્રાઇમ મીનીસ્ટરશ્રીનું આપને ભાવભર્યુ આમંત્રણ છે.”

બોલતાં બોલતાં એ સ્ત્રી ચોધાર આંસુએ રડી પડી. આર્યા પણ રડતી જ હતી. આ સ્ત્રી પર એને દયાની લાગણી જન્મી. પાણી પીવડાવ્યું ને શાંત કર્યા એમને. એટલામાં એનાઉન્સમેન્ટ થયું કે દિલ્હી પહોંચી ગયા છીએ અને પ્લેન લેંડ કરે છે. સીટબેલ્ટસ બાંધી રાખવા વિનંતી. આર્યાએ એનું કાર્ડ આપ્યું, એ સ્ત્રીનો વાસો પંપાળતાં બોલી “આંટી,હું પણ મુંબઇમાં જ રહું છું. મારા લાયક કોઇ પણ કામ હોય તો જરૂર જણાવજો. કયારેક મને ફોન પણ કરજો મને ગમશે.” બન્ને છૂટાં પડયાં.

આર્યાને લેવા ગાડી તૈયાર હતી. એરપોર્ટથી સીધી હોટલમાં જ જવાની હતી. આખા રસ્તે એના મનમાં એ સ્ત્રીની વાતો જ ચાલ્યા કરી. હોટલમાં જઇ ચેકઈન કરી રૂમમાં ગઇ અને ફ્રેશ થવા બાથરૂમમાં ગઇ. બહાર આવી ચાનો ઓર્ડર આપ્યો, સાથે સેન્ડવીચ મંગાવી. ચા પીધા પછી જરા થાક લાગ્યો. આરામ કરવા બેડ લંબાવ્યું. અશાંત મન વિચારોના વમળમાં ઘેરાઇ ગયું. એક તરફ મી.જોષી સાથેની તકરારનાં પરિણામોનો વિચાર આવે. વૃદ્ધ સ્ત્રીને તો પતિ મરતાં મરતાં પણ ગર્વ અને માન આપતા ગયા. મારા નસીબમાં તો કંપનીની ગંદી રાજનીતિની રમતો જ સુલઝાવવાની છે. ડગલે ને પગલે ભ્રષ્ટાચાર, પ્રપંચ, કપટ, ઇર્ષા છે. આવા સો કોલ્ડ કોર્પોરેટ વર્લ્ડમાં સત્યવાદી હરિશ્ચંદ્રના પગલે ચાલવું, કાંટા પર ચાલવા બરાબર છે. સ્ત્રીને પછાડવી હોય તો સીધા એનાં કેરેકટર પર જ વાર થાય. ના કહેવાય ના સહેવાય એવી પરિસ્થિતિમાં મૂકાઇ જવાય છે. શું મળે છે મને ? સુખ સાહ્યબી, ફાઇવ સ્ટાર હોટલમાં રહેવાસ, મોંઘી ગાડીઓમાં ફરવાનું, હાઇફાઇ પાર્ટીઓમાં જવાનું, શુ નથી મળતું? મનની શાંતી. જેના વગર તમામ એશોઆરામ નકામા. જે પૈસા તમને દિવસે ચેન કે રાતની ઊંઘ ન આપે, એ પૈસા, એ સ્ટેટસ શું કામનું? એક સામાન્ય ખોટી અફવાથી શેરના ભાવોમાં ઉથલપાથલ થઇ જાય. કંપનીનું ભાવિ ડામાડોળ થઇ જાય. મિડીયાવાળા પાછળ પડી જાય. એવા હોદ્દાથી મને શું મળ્યું? આવા વિચારો કરતાં કરતાં એની આંખો ભીની થઇ ગઇ. આર્યા આમ તો ખૂબ નીડર અને પ્રેક્ટીકલ સ્ત્રી, પણ કયારેક દુનિયામાં સાવ એકલી પડી ગઇ હોય એવુ અનુભવે.

નાની બહેન આહનાએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. ૮ વર્ષ પહેલાં પ્રેમી એ દગો આપ્યો હતો. પરણેલો હોવા છતાં આહનાને એ વાતથી અજાણ રાખી પ્રેમનું નાટક કરતો રહ્યો. જયારે આહના પ્રેગ્નન્ટ થઇ ત્યારે આવતા મહિને લગ્ન કરી લઇશુું. મારી પત્નીને સમજાવીને છૂટાછેડા લઇ લઇશ. એમ કહી કયાં જતો રહ્યો, એ ખબર જ ના પડી. ખૂબ તપાસ કરી પણ એની ભાળ ના મળી. લોકોમાં ચર્ચા થવા લાગી. બદચલન,ચારિત્ર્યહીન વગેરે નામથી એને સંબોધવા લાગ્યા. સમાજમાં ચર્ચાનો વિષય બની ગઇ આહના. એક રાત્રે એણે નક્કી કરી લીધું, મારી ભૂલની સજા મારા પરિવારને શા માટે? હું જીવતી હોઇશ ત્યાં સુધી લોકો મારા પરિવારનો પણ તિરસ્કાર કરતા જ રહેશે. હું જ નહીં રહું તો લોકો મારા નામનું નાહી નાખશે. મારા પરિવારને રોજ રોજ મહેણાં તો નહી સાંભળવા પડે. એવું નક્કી કરી એણે પંખે લટકી ફાંસો ખાઇ લીધો. આ આઘાત હજી હૈયામાંથી ગયો ન હતો ત્યાં તો બે વર્ષ પછી મમ્મી-પપ્પા કારઅકસ્માતમાં મૃત્યુ પામ્યા. આટલી મોટી દુનિયા પણ હું સાવ એકલી એવી અનુભૂતિ આર્યાને હંમેશાં રહેતી.

વિચારોમાં અટવાયેલી આર્યાને કયાંય સુધી નિંદર ના આવી. આખરે ઘેનની એક ગોળી લઇ સૂઇ ગઇ. સવારે ૧૦ વાગ્યેે મોબાઇલની રીંગ વાગી ત્યારે એની આંખ ખૂલી, “હેલો”

સામેથી અવાજ આવ્યો, “હાય આર્યા નિકેત હિઅર. હજી મેડમ ઉંઘમાં લાગે છે, આઇ કોલ યુ લેટર?”

“ઓહ યસ, નિકેત હું તને અડધા કલાક પછી ફોન કરૂં છું.” “ઓ.કે.” કહી ફોન મૂકાઇ ગયો. ચા પીધી, ફ્રેશ થઇ નિકેતને ફોન કર્યો. “બોલ નિકેત.” નિકેતે એને લંચ સાથે લેવા ઇન્વિટેશન આપ્યું. આર્યાએ વધાવી લીધું. એ બહાને નિકેત સાથે હળવા મને ચર્ચા થાય અને એક સારા મિત્રના સાંન્નિધ્યમાં થોડી સુંદર પળો મળે. ૧ વાગ્યે મળવાનું નક્કી થયું. ન્યુઝપેપર વાંચી, નાહીને તૈયાર થઇને આર્યા, થોડું પેપરવર્ક કરવા લાગી. કાગળો ક્રમસર ગોઠવ્યા ને ફાઇલ કર્યા. આજે ખૂબ ફ્રેશ ફિલ કરતી હતી. બ્લ્યુ કલરની શીફોન સાડીમાં ખૂબ સુંદર લાગતી હતી. આજે આર્યા નિકેત સાથે મનભરી વાતો કરવાની હતી. એક વાગ્યો. નિકેત નીચે લોજમા વેઇટ કરતો હતો. આર્યાને થોડું મોડું થયું આવતાં.

આર્યા આવી કે તરત જ નિકેતે એની સાથે હાથ મિલાવી ગ્રીટ કરી. એ પણ ખૂબ ખુશ દેખાતો હતો. બન્ને જણા લોકોની નજરથી બચવા સામાન્ય રેસ્ટોરન્ટમાં લંચ લેવા ગયા. જમતાં જમતાં ખૂબ વાતો કરી. “આજે મિટીંગમાં જોષી કોઇ નવો પેંતરો કાઢશે જ એની આદત મુજબ” નિકેત હસતાં હસતાં બોલ્યો, આર્યા નિકેત સામે જોઇને બોલી, “એ તો એની આદત છે નિકેત. મારી સાથે હંમેશાં એને ૩૬નો આંકડો રહ્યો છે. કારણ તો હું પણ નથી જાણતી ને જાણવા માંગતી પણ નથી. સૌનાં કર્યાં સૌ ભોગવશે. મારે શું?” કહી વાત પડતી મૂકી દીધી. લંચ પછી બન્ને છુટા પડ્યા. “ચાલ બાય આર્યા. ઝ્ર.ેં.ટ્ઠં ૪’ર્ ષ્ઠર્ઙ્મષ્ઠા ૈહ ંરી દ્બીીૈંહખ્ત.” ૪ વાગ્યા. બધા જ મેમ્બર્સ હાજર થઇ ગયા. આર્યાની રાહ જોવાતી હતી. આર્યા આવી. “ઁઙ્મીટ્ઠજી હ્વી જીટ્ઠીંઙ્ઘ” કહીને પોતે પણ બેસી ગઇ. એણે બોલવાનું શરૂ કર્યું “બધાં મેમ્બર્સ આજે એક અગત્યની મેટર માટે એકત્ર થયા છે. કંપનીની માર્કેટીંગ સિસ્ટમમાં થોડા ચેન્જીસ લાવવા જેથી વધુુ પ્રોગ્રેસીવ પુરવાર થાય. હું જાણું છું, આપ સૌ એકથી એક ચઢીયાતા ૈઙ્ઘીટ્ઠજ અને ર્િર્જટ્ઠઙ્મજ લઇને આવ્યા હશો. આ કંપની મારી નહી બલ્કે આપણી છે.આપણી માનીને રહ્યા છીએ એટલે જ તો આજે ર્ં ૫માં આપણી ર્જૈર્ૈંહ છે. કેેંિી માં ર્‌ ર્સ્જં નામમાં આપણી કંપની આવે એવી શુભેચ્છા સાથે હું આર્યા દેસાઇ મારૂં િીજૈખ્તહટ્ઠર્ૈંહ મૂકું છું. હું આજે કંપનીથી છૂટી થાઉ છું. અહીંયા બેઠેલી ઘણી વ્યક્તિઓ મારા કરતાં પણ વધુ ઈકકૈષ્ઠૈીહં છે. માટે મારા િીજૈખ્તહ કરવાથી કંપનીને કોઇ ફરક નહીં પડે કે ના પડવો જોઇએ. આર્યા એકધારું બોલતી રહી, પણ બધાના હાવભાવ બદલાઇ ગયા. આમ અચાનક આવો ફેંસલો ? ર્દ્ગ ર્દ્ગ ગુંજી ઊઠયું હોલમાં. “નો મિસ આર્યા, ડોન્ટ ટેક ધીસ ડીસીશન. તમે કંપનીને આ ઊંચાઈ પર લાવ્યા છો, તમે આમ અચાનક શકો નહીં. વી ઓલ નીડ યુ”. આર્યાને ખૂબ ગમ્યું આવા પ્રેમાળ માનથી. આર્યા બોલી “આઇ નો યુ ઓલ આર માય ુીઙ્મઙ્મ ુૈજરીજિ પણ અમુક લોકોને ઇર્ષા છે મારા આ હોદ્દાની. હું એમને ખટકું છું. કદાચ આ ખુરશી પર તેઓને બેસવું છે. મારે હવે શાંતિથી મારૂં પર્સનલ જીવન જીવવું છે. માટે આ ડિસીઝન મેં સમજી વિચારીને લીધું છે. આ ખુરશી મને એમ ને એમ નથી મળી, ખૂબ પુરૂષાર્થ કર્યો છે, સમય સંબધોના ભોગ આપ્યા છે.

આજે મારી જગ્યાએ જે બીજી વ્યક્તિ આવશે એ પણ એના પુરૂષાર્થથી જ આવશે ને ? મહેનતને નીતિ હશે તો તમને કોઇ રોકી નહીં શકે આગળ વધતાં. માટે હું આપ સૌને એક વિનંતી કરૂં છું કે આ હોદ્દો એને જ આપો જે ખરેખર એનો હક્કદાર હોય. પ્રમાણિકતાથી પણ આગળ વધાય છે એ મેં તો સાબિત કર્યું. હવે એ જ ડગલે તમે પણ આગળ વધો. ંરટ્ઠં’જ ટ્ઠઙ્મઙ્મ ૈ ુટ્ઠહીંઙ્ઘ ર્ં જટ્ઠઅ મેં વકીલને બોલાવ્યા છે. બધી ર્કદ્બિટ્ઠઙ્મૈીંજ પૂરી કરીને હું આ કંપનીથી છૂટી પડીશ. તમારે હવે નક્કી કરવાનું છે કે મારી જગ્યાએ કોણ લાયક છે. હું એક નામ સજેસ્ટ કરવા માંગુ છું, આપ સૌની આજ્ઞા હોય તો”. નિકેત સમજી ગયો કે આર્યા એની વાત કરે છે. આમ તો દરેક મનમાં સમજી ગયા હતા કે નિકેતનું નામ લેશે. બધાંએ ડોકી ધુણાવી “હા” કહી. આર્યા બોલી “ુીઙ્મઙ્મ ૈ જેખ્તખ્તીજં દ્બિ.ર્ત્નજરૈ ર્ં ંટ્ઠાી દ્બઅ ર્જૈૈંહ.” “ુરટ્ઠં ???” બધાંનાં મોમાંથી નીકળી ગયું. “સ્િ.ર્ત્નજરૈ હમેંશા તમારા ઇૈદૃટ્ઠઙ્મ રહ્યા છે. શા માટે એમનું નામ સજેસ્ટ કયર્ું ?” આર્યા જોષી સામે જોઇને બોલી, “ૈં ાર્હુ સ્િ.ર્ત્નજરૈ હંમેશાં મારાથી નાખુશ જ રહ્યા છે. પણ એમણે કયારે કંપનીની કોઇ પણ મેટર લીક નથી કરી.

“ધન્યભાગ્ય મારા આન્ટી, આવો ગૌરવભર્યો લાભ મારા નસીબમાં કયાથ્ાંી? હું જરૂર આવીશ.”

“૭ વાગ્યે” “હા સારૂં,૭ વાગ્યે પહોંચી જઇશ” કહીને ફોન કપાઇ ગયો. આર્યા ૭૫૧૫૦ વાગ્યે પહોંચી ગઇ. આંટી ગેટ પર એની રાહ જોતા ઊભાં હતાં. એવોર્ડનો કાર્યક્રમ શરૂ થયો. જયારે સુકુમાર બારોટનું નામ જાહેર કરાયું ત્યારે આંટીનો હાથ પકડી આર્યા એમને સ્ટેજ પર લઇ ગઇ. આર્યાને આજે જે મનનો સાચો આનંદ મળ્યો એ એને અત્યાર સુધી કયારેય નથી મળ્યો. એને આજે નિર્દોષ પ્રેમાળ વ્યક્તિઓનાં મનનાં સાચાં દર્શન થયાં. એને મનમાં ખૂબ રાહત થઇ કે એનુ ડીસીઝન ખૂબ સારૂં ને સાચું હતું. ખોટા મુખવટા પહેરેલા દંભી વ્યક્તિઓની વચ્ચે એ સારા પ્રેમાળ વ્યકિતઓને શોધ્યા કરતી. પણ કયાંથી મળે એવા લોકોમાં આવા ગુણ ?

સત્ય અને વિવેક વેચતા જોયા મેં દલાલો.

મમતા વેચી, પીતા જે મોહનો પ્યાલો.

લાગણીઓને નીલામ કરી, લજ્જાને મૂકી નેવે.

રાખ જેવા મામૂલી વ્યાપાર કાજે,ધોયા સુખના ગુલાલો.

શું લઇ જશે એ બધાં જ્યારે તૂટશે તંતુ આયુષ્યનો?

જવાબ આપવો પડશે જયારે ઉઠશે ખુદાના અનેક સવાલો.

૪. ફોરમ

મમતાની ઉદાસ આંખોની વ્યથા હું તો સમજી ગઇ, પાસે બેસીને થોડી હિમ્મત આપવા ગઇ તો ખરી પણ હું પોતે જ રડી પડી. મમતા આજે એની દીકરી ફોરમને યાદ કરતાં કરતાં ભૂતકાળમાં સરી ગઇ. ફોરમના જન્મ વખતે ઘરમાં જાણે આનંદ કિલ્લોલ થઇ ગયો.ત્રણ પેઢીમાં કોઇને દીકરી ન હતી.ઘરમાં નણંદ,ફોઇજી,કે દીકરી ના હોય એ ઘરમાં દીકરી તો ખોટની જ હોય ને ? દીકરો જન્મે ને જે ખુશી હોય ઘરવાળાના ચેહરા પર એના કરતાં વિશેષ ખુશી આ દીકરીના જન્મથી થઇ. અમીત તો ફૂલ્યો ના સમાય. મમતાનું કપાળ ચૂમી દીકરીના આગમનની વધાઇ આપી, આખા સ્ટાફમાં મિઠાઇ વહેંચી.ઓફિસમાં પણ આનંદ છવાઇ ગયો.અમીતે દીકરીનું નામ ફોરમ રાખવાનું નક્કી કર્યુ. અમારૂં વહાલું ફૂલ ને ઘરની મહેકતી ફોરમ. નામકરણ વખતે મોટો જમણવાર રાખ્યો. દીકરી ફોરમ. નામ જેવા જ ગુણવાળી ખૂબ હોંશિયાર, સંસ્કારી, લાડકોડમાં ઉછરેલી, પણ જરાય ગુમાન નહી. ભણવામાં અવ્વલ, દાદાજીની મીઠડી,બાની રેવડી,કાકાની ઢીંગલી,અને કાકીની ચકલી. આટલાં બધાં એનાં હુલામણાં નામો. ઘરમાં સૌની દુલારી. દુશ્મનને પણ વહાલી લાગે એવા મધુર સ્મિતવાળી નટખટ ફોરમે આજે ૧૬મા વર્ષમાં કદમ મૂક્યું. બેબીનો બર્થડે (સ્વીટ ૧૬) પાપાએ ધામધૂમથી ઉજવવાનો નક્કી કર્યો.સફેદ ફ્રીલવાળું મેકસી તૈયાર કરાયું ,ઊંચી એડીના સીલ્વર ચપ્પલ, વ્હાઇટ હેઅરબેન્ડ વિગેરે એસેસરીઝ પણ લીધા.દાદર પરથી મીણબત્તી લઇને ફોરમ ઊતરતી હતી ત્યારે લોકો એને જોઇ અવાચક થઇ ગયા.જાણે સ્વર્ગની પરી અમીતના ઘરે ઊતરી, આટલી સુંદર દીકરી ? લાઇટ્‌સ ઓન થઇ.બધા આ દીકરીને જોતાં જ રહ્યા.કાકીએ હળવેક રહીને ફોરમના કાન પાછળ પોતાની આંખના કાજળથી એક ટપકું કરી દીધુ. કહે છે ને કે ક્યારેક માણસની તો શું, ભગવાનની પણ નજર લાગી જાય છે. પાર્ટી પતી ગઇ ખૂબ હર્ષ ઉલ્લાસમાં. ફોરમ આજે ખૂબ થાકી ગઇ. એનું શરીર તપવા લાગ્યું. છેલ્લા ઘણા સમયથી એ થોડી સૂસ્ત રહેતી. કયારેક કયારેક તાવ આવી જાય,અને દવાથી સારૂં થઇ પણ જાય.આજે ફોરમને તાવ થોડો વધુ હતો. મમ્મી પાપાએ આજે એને પોતાની સાથે જ સૂવડાવી.આખી રાત ખૂબ તાવ રહ્યો. વહેલી સવારે ડોક્ટરને બોલાવ્યા. ઘરમાં બધા ચિંતીત હતા. આટલો બધો તાવ ? ૪ ં તાવ ઊતરે જ નહીં. ડોક્ટરે દવા અને ઇન્જેકશન આપ્યા. બપોરે ફરીથી આવીશ કહીને ગયા.તાવ તો જાણે જીદ લઇને બેઠો, ના ઊતર્યો.ડોક્ટરે એડમિટ કરવાની સલાહ આપી. એડમિટ કર્યા પછી બધા જ ટેસ્ટ કરાવ્યા. રીપોર્ટ આવ્યો ત્યારે આ કુટુંબ પર આભ તૂટી પડ્યું. આ સુંદર ઢીંગલીને બ્લડ કેન્સર આવ્યું, લગભગ લાસ્ટ સ્ટેજનું, ઘરમાં માતમ છવાઇ ગયો.અમીત તો માથા પછાડી રડે, મમતા તો બેભાન થઇ પડી ગઇ. કોણ કોને આશ્વાસન આપે? બધા રડી રડીને બેહાલ થઇ ગયા.સમજુ ફોરમને ખ્યાલ આવી ગયો કે એને કોઇ મોટી બીમારી છે. એ બધાના હાવભાવ ને આંખોને ખૂબ સરસ રીતે સમજતી. માસૂમ ફોરમે હાથ જોડી ભગવાનને કહ્યું, “ભગવાન,મને જરૂર તું તારી પાસે બોલાવવાની તૈયારી કરે છે.પણ મારાં આટલાં સરસ પ્રેમાળ કુટુંબને છોડી, તારી પાસે શું કામ આવું ? અહીંયા મારા હોવાથી દરેકના હોઠ પર હાસ્ય રેલાય છે.મારા દુઃખથી આમના દિલ રડે છે.આવું વહાલું કુટુંબ આપ્યું જ કેમ ? મને પાછી લઇ લેવી હતી તો એવા ઘરમાં જન્મ આપવો હતો જ્યાં મારા હોવા કે ના હોવાથી કોઇ ફરક ના પડે! અરે,અહીંયા તો દુનિયા ઉજડી જશે.તમે આવા નિર્દયી ના બનો ઇશ્વર. કયાંક તો બધાને હિમ્મ્ત આપો મારૂં મોત સ્વીકારવા.જે ઘરમાં સૌ એકબીજાને ચાહતા હોય છે,હેત,વહાલ અને પ્રેમ કરતાં હોય ત્યાં જ તું વસે છે એવુ સાંભળ્યું છે.તો તું કેમ દઃુખી નથી મારી હાલતથી? ઇશ્વર હું તમને પણ એટલાં જ લાડ કરૂં છું એટલે જ તો કયારેક ‘તું’ કહીને લાડ જતાવું છું. આ તારી લાડલીને હજી દુનિયા જોવી છે.મમ્મી પાપાની સેવા કરવી છે. મારાં ઘરડાં દાદા-દાદી મારૂં મોત સ્વીકારતાં પહેલાં જ મનથી મરી જશે.મારા વહાલામાં વહાલા પાપા તો મને સાસરે પણ વળાવવાની ના કહેતા હતા, મારી ફોરમ જિંદગીભર મારી સાથે અને પાસે જ રહેશે.એ પાપા મારો અગ્નિસંસ્કાર કેવી રીતે કરશે ? ઇશ્વર કોઇની આવી કપરી પરીક્ષા ના લેવાય. મને મારા મરવાનું જેટલુ દુઃખ નથી એટલું આ બધાની જે દશા થશે એ વાતનું છે.બધું સારા વાના કરજે પ્રભુ.આવી પ્રાર્થના કરતાં કરતાં એને નિંદર આવી ગઇ. સવારે ઊઠી ત્યારે દાદાજી એને પંપાળતા હતા. બા એના માથે હાથ ફેરવતાં હતાં. ઊગતા સૂરજનાં કિરણો એના સુંદર ચહેરા પર પડ્યાં ને જાણે એને નવો દિવસ જીવનમાં મળ્યો.એણે આગલી રાતની ડોક્ટરની પપ્પા સાથેની વાતો આછી આછી સાંભળી હતી.કેટલુ ં જીવશે એ ઇશ્વર નક્કી કરશે. કેવું જીવે એ તમારે નક્કી કરવાનું .રોજની નવી સવાર એના માટે ભેટસ્વરૂપ હતી.એણે નક્કી કરી લીધું કે ના હું રડીશ, ના કોઇને રડવા દઇશ. એણે સવારે ૧૦ વાગે બધાંને બોલાવ્યાં. ઘરના બધાં ત્યાં એકત્ર થયા. દરેકની આંખમાં આસું છલકાય. આ દીકરી હળવું સ્મિત આપી બધા સામે એક નજર જોઇ બોલવા લાગી “મારાં સૌ વહાલા, મારા પોતાના વ્યક્તિ છો તમે બધાં. તમારી આ ફોરમ હવે નવા ઘરમાં જવાની છે ઇશ્વરના ઘરમાં. તમારે નક્કી કરવાનું છે કે રડાવીને રડતાં રડતાં મોકલવી છે કે હસતા મોઢે વિદાય આપવી છે ?હું આ ઘરમાંથી જઇશ,આ સંસારમાંથી જઇશ પણ તમારા દિલમાં તો હંમેશાં રહેવાની છું ને ?જ્યારે હુ યાદ આવું ત્યારે આંખ બંધ કરીને મને બોલાવજો, હું નજર સમક્ષ આવી જઇશ.પાપા મારી સામે જુઓ પ્લીઝ.રડો નહીં.મારી વાત ધ્યાનથી સાંભળો. દીકરી તો પારકા ઘરની જ કહેવાય ને ? તો મને સાસરીની બદલે ઇશ્વરને ત્યાં વળાવજો. અને મારા મૃત્યુ પછી કોઇ શોક ના કરતા. બા તમે હંમેશાં કહેતા હોવ છો ને કે “ નામ છે એનો નાશ છે ”. તો જન્મ સાથે મૃત્યુ નિશ્ચિત છે જ. મારા ઓછા આયુષ્યમાં તમે બધાંએ આખી જિંદગીનો પ્રેમ આપ્યો છે.હું આવતા ભવમાં તમને બધાંને પાછા માંગીશ ઇશ્વર પાસેથી. આ તમારી ફોરમનું વચન છે.અત્યારે મને સાસરે વળાવતા હો એમ આશિષ આપી દો.મમ્મી તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે.આપણી હંમેશાં કીટ્ટા બુચ્ચા ચાલતી હોય છે પણ આજે તારી આ ફ્રેન્ડ તારી સદાય માટે કીટ્ટા કરે છે. ેં ટ્ઠિી દ્બઅ જુીીીંજં ર્દ્બદ્બ ટ્ઠહઙ્ઘ ંરી ઙ્ઘીટ્ઠિીજં કિૈીહઙ્ઘ. ૈં ર્ન્દૃી ે. આવતા ભવ(જન્મ)માં તારી જ દીકરી બનીને પાછી આવીશ.ત્યાં સુધી મારી યાદોથી મન મનાવી લેજે.” બોલતાં બોલતાં હીબકાં ભરવા લાગી ફોરમ. ના રોકી શકી એના આંસુ. બધાંને રડતા જોઇ પોતે પણ ઢીલી પડી ગઇ. વારાફરતી બધાંને ભેટી ભેટીને રડી,જાણે એને જ નથી જવું બધાને છોડીને .આ કરૂણ દ્રષ્ય જોઇ ને કદાચ ઇશ્વર પણ રડ્યો હશે.

અમીત અને મમતા આ નાનકડી દીકરીની આવી દ્બટ્ઠેંિી વાત સાંભળીને સ્તબ્ધ થઇ ગયા.આટલી બધી સમજણ કયાંથી આવી આ બાળકીમાં ? જો એ આટલી હિંમ્મતથી મોત સ્વીકારતી હોય તો આપણે એને હિમ્મ્ત આપવી જોઇએ.રડીને એને દુઃખી કરવા કરતાં જેટલું શેષ આયુષ્ય છે એમાં બનતી કોશિશે ખુશ રાખવી.બધાં ફોરમની તનમનથી ચાકરી કરવા લાગ્યા. એને ખૂબ ખુશ રાખવાના પ્રયત્નો કર્યા. કિમોથેરોપી ચાલુ કરાઇ પણ શરીર નબળું પડતું ગયું. માથાના સુંવાળા વાળ ખરી ગયા. આંખો ઊંડી ઊતરી ગઇ.સુંદર સ્મિત ખોવાઇ ગયું. ઘરમાં બધાને અણસાર આવી ગયો કે હવે બહુ ઓછા દિવસની મહેમાન છે આ રાજકુમારી. ઘરમાં જાપ ચાલુ કરાયા.ધાર્મિક વાતાવરણમાં દીકરીના પ્રણપખેરૂં ઊડી ગયા.પાપા અમીતના ખોળામાં માથું નાખીને સુતી હતી અને અચાનક માથું ઢળી પડયું. ઘરમાં કાળો કલ્પાંત થઇ ગયો. રોકકળથી જાણે આખા ઘરમાં માતમ છવાઇ ગયો.ઘરની દિવાલો પણ જાણે આજે જીવિત લાગતી હતી. ફોરમના અવાજ ને મસ્તીથી ગૂંજતું આ ઘર આજે સ્મશાન જેવુ બિહામણું લાગતું હતું. આજે એ વાત ને એક વર્ષ વીતી ગયું. મમતાને પોતાની વહાલસોયી દીકરી ખોયાને એક વર્ષ એક ભવ સમાન લાગ્યું.પળે પળે યાદોમાં ગૂંજતી ફોરમની યાદમાં અનાથઆશ્રમ બંધાવ્યો. નામ આપ્યું “ફોરમ”. આજે એનું ઉદ્‌ઘાટન હતું. મમતા જૂની યાદોમાં ખોવાઇ ગઇ હતી. આંખમાં આસું સૂકાતાં જ ન હતાં. મેં મમતાને સ્વસ્થ થવા કહ્યું. બહાર બધાં એની રાહ જોતા હતા. મમતા મોઢું ધોઇ સ્વસ્થ થઇ બહાર આવી “બા,બાપુજી આપણી ફોરમ તો ગઇ ,પણ આ અનાથઆશ્રમમાં ઘણાં બધાં માબાપ વગરનાં બાળકો આવશે.એમને ફોરમનો પ્રેમ આપી માનવતાની થોડી સીડીઓ ચડીશું, એજ આપણી દીકરીને સાચી શ્રધ્ધાંજલિ હશે.બધાં સ્તબ્ધ થઇ ગયા મમતાની આવી હિમ્મતભરી વાતથી. સૌએ પ્રેમથી મમતાની વાત વધાવી લીધી ને ઉદ્‌ઘાટનમાં ગયા.ત્યાં પથ્થરની તખ્તી પર ચીતરાયું હતું.

“અહીંયા આવનાર બાળકો

કયારેય અનાથ નહી રહે.

ફોરમની સુવાસથી મહેકતું આ ઘર

કયારેય પ્રેમવિહોણું નહી રહે.”

૫. અહમ

હજી હમણાં તો નવીન વર્ષનો ઊંબરો ઓળંગ્યો છે. ત્યાં તેના બીજા દિવસે સંદેશો આવ્યો કે કોર્ટનો ચુકાદો આવી ગયો છે. પાંચ વર્ષથી વિવાદમાં પડેલી બંધ કંપનીના એમ્પ્લોઇઝને પાંચ વર્ષનો પૂરો પગાર વ્યાજસહિત આપી દેવો અને કોઇ કારણસર કંપની ફરી શરૂ થાય તો પહેલો ચાન્સ જૂના એમ્પ્લોઇઝને જ મળવો જોઇએ.આ સમાચાર શ્રી એન. કે. શાહ સાહેબના પી.એ. કમ પટાવાળાએ આવીને એમને આપ્યા. ઊંડા નિસાસા નાંખી, આંખો બંધ કરી, પ્રત્યુત્તર આપ્યા વગર શાહસાહેબ પડ્યા રહ્યા. પટાવાળાને થયું કે કયાંક સાહેબને એટેક તો નથી આવ્યો ને ? નજીક આવી ખભો હલાવ્યો, “સાહેબ શું થયું ?” શાહ સાહેબે સહજ સ્મિત આપીને કહ્યું,“સાચું શું છે એ હું જાણું છું છતાં આચરી શકતો નથી અને ખોટું શું છે, એ પણ મને ખબર છે, છતાં છોડી શકતો નથી. મારાં જ કુુકર્મોનાં ફળ મારે હવે વ્યાજસહિત ભોગવવાં પડશે.”

આટલું કહી પાછા આંખ બંધ કરી જૂના દિવસોમાં સરી પડ્યા. જૂની નવી વાતોના વંટોળ મનમાં જાગ્યા. પાંચ વર્ષમાં જેના પગાર મેં અટકાવી રાખ્યા, એમાં અમુક તો એવા હશે જેના પર આખા ઘરનો આધાર હોય. એવી વ્યક્તિઓના જાણે મેં બે હાથ જ કાપી નાખ્યા હોય એવું લાગતું હશે. મારો અહં મને જ નડ્યો. મારી કંપની છે, હું જ બાદશાહ છું. આવા વલણે મને મારા પાર્ટનર મહેતાસાહેબથી છુટો પાડયો. કંપની મારી ને હું જ ર્મ્જજ! બાદ રાતોરાત કંપનીના કાયદાઓ બદલાવ્યા. ખયાલી પુલાવ પકાવીને મારા વિચાર હલકા કરી નાંખ્યા. શું નહોતું મારી પાસે ? અઢળક સંપત્તિ, ધૂમ ધીકતો બિઝનેસ, મહેતા જેવો ઇમાનદાર પાર્ટનર, સારા અને પ્રામાણિક એમ્પ્લોઇઝ. અહમે મને અંધ જ નહી, જડ પણ બનાવી નાખ્યો. એક નાની ગેરસમજથી મેં મારા ભાઇ જેવા પાર્ટનર પર શક કરી, અવનવા આક્ષેપો મૂક્યા. એણે મને આટઆટલું સમજાવ્યુ, પણ મારૂં ગંદુ મન આડા વિચારોથી ઘેરાઇ ગયું હતું. મહેતાએ સ્વેચ્છાએ પાર્ટનરશીપ છોડી દીધી. એની મહાનતા પણ કેેટલી, કોઇ કાયદેસર નોટીસ પણ ના મોકલાવી મારા વિરૂદ્ધ. એના માટે દોસ્તી વધારે અગત્યની હતી. મારા વલણથી એમ્પ્લોઇઝ આમ પણ નાખુશ હતા, મહેતાના છૂટા થઇ ગયા પછી, એમના પગાર વધારવાની માંગણીને મેં નકારી કાઢી. મનોજ,જે ખૂબ જ ઇમાનદાર અને કુશળ એકાઉન્ટન્ટ, એની સાથે વારંવાર ચકમક ઝરી જાય.

મારી ફાર્માસ્યુટીક્લ કંપની એટલે છષ્ઠષ્ઠેટ્ઠિષ્ઠઅ અને છેંરીહૈંષ્ઠૈંઅ, આ બિઝનેસના મુખ્ય પાયા પ્રામાણિક વ્યક્તિઓ સાથે અપ્રામાણિક વ્યવહાર ક્યારેક મારૂં સ્વરૂપ બની જાય છે. એક વખત રેડ પડી. દવામાં ભેળસેળ થાય છે એ સાબિત થયું. કામ અટકાવી દેવામાં આવ્યું. બધું સીલ કરી નાખ્યું. જયાં સુધી મહેતા સંભાળતા હતા ત્યાં સુધી ક્યારેય આવું બન્યું નથી. હું તો આખો દિવસ એકાઉન્ટ કેબીનમાં બેઠો બેઠો શેરબજારના સોદા કર્યા કરતો. કયારેય બિઝનેસ પ્રત્યે જવાબદારી લીધી જ ન હતી. કામ અટકવાથી કંપની બંધ પડી ગઇ અને રાતોરાત બધા માણસો બેકાર થઇ ગયા. એમના પગાર બંધ થઇ ગયા. વાત કોર્ટ સુધી પહોંચી ગઇ. હવે જે ચુકાદો આવશે એ મારે માનવો જ રહ્યો. આ પાંચ વર્ષમાં મારી પત્ની સ્વર્ગવાસી થઇ ગઇ. દીકરીએ ભાગીને હલકી જ્ઞાતિના બેકાર યુવક સાથે લગ્ન કરી લીધાં. દીકરો ભાઇબંધોમાં રચ્યોપચ્યો રહે, પૈસા ઉડાવે ને એશોઆરામ કરે. શું પામ્યો હું આવા નિસાસા લઇને ? પ્રામાણિક માણસો મહેનતના થોડા વધુ પૈસા માંગે તો આપી દેવામાં વધુ લાભ છે. એ હવે જાણ્યું. બુદ્ધિ સાચા માર્ગે પાછી આવી, પણ ત્યાં સુધીમાં હું જીવનથી હારી ગયો. મારી મનોદશા પાણી વગર તરફડતી માછલી જેવી થઇ ગઇ છે. હવે મારૂં આ દેવું ચૂકવું એટલે મારા અંતરાત્માનો એક બોજ ઓછો થાય. પૈસો ખરો, પણ મનની શાંતિ નહી તો એ જિંદગી શું કામની ? આવા વિચારોમાંથી બહાર આવ્યા ને જોયું તો મહેતા એમની સામે ઊભા હતા. કેવી રીતે આંખ મેળવે ? પણ મહેતાએ આધુનિક યુગના સુદામા. દોડીને ભેટી પડ્યા શાહને. કહ્યું, “તું ચિંતા ના કર, હજી હું બેઠો છું ને, બઘું પહેલાં જેવું થઇ જશે. તું ને હું જુદા પડ્યા ને આપણી પડતી આવી. આજે ફરી ભેગા છીએ. જોજે, આપણી ચઢતી થશે, થશે અને થશે જ. સ્પષ્ટ વિચારો અને પ્રામાણિકતા સાથે કામ કરીને કંપનીની રેપ્યુટેશન ફરીથી ટોપ પર લાવી દઇશું.”

શાહને જાણે આશાનું નવું કિરણ મળ્યું. બન્ને મિત્રો આજે હળવા થઇ ગયા. આગળ શું કરવું એ વિચારવા લાગ્યા. મહેતાએ બધા જૂના એમ્પ્લોઇઝની ફરી કામ પર આવવાની મંજૂરી મેળવી લીધી. “દુઃખભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે”. ખરેખર આ ગીત આ તબક્કે બરોબર ફીટ બેસે છે. બધું પહેલા જેવું થઇ ગયું. શાહના બેકાર (કામ વગરના)જમાઇને મહેતાએ કંપનીમાં જવાબદારીવાળી પોસ્ટ સોૅંપી દીધી. એની આવક પણ થાય અને કામ પણ શીખે. દીકરાને ધંધામાં રસ લેવડાવવાનું શરૂ કર્યુ. ધીરે ધીરે એ પણ સેટ થવા લાગ્યો. મહેતાના દીકરાઓ અમેરિકામાં વેલસેટ હતા, એમને ત્યાં નહોતું જવું એટલે પત્ની અનસૂયાબેન સાથે આનંદથી જીવતા હતા. જયાં આનંદ હોય ત્યાં લક્ષ્મી સુખદ અનુભવ સાથે નિવાસ કરતી હોય છે.

“ હોય ભલે દિવસો સુખના કે દુઃખના,

જીવન માટે છે બન્ને મહત્વના.

જો ના હોચ જીવનમાં કોઇને દુઃખ,

તો કોઇને સુખની કયાંથી હોય જાણ.”

૬. ભણતર કે ગણતર ?

ઇતિહાસના પ્રેક્ષક બનવા કરતા એવું કાંઇ કરી બતાવો કે તમેજ ઇતિહાસના પાના પર સ્થાન પામો. જીવનમાં શું કરવું છે એ તમે પોતે જ નક્કી કરી, તમારી ‘કોમનસેન્સ’ને ઢંઢોળીને બહાર કાઢો. દરેક પાસે શરીર અને મગજ એકસરખું હોય છે. બુુદ્ધિનો માપદંડ શું ? સફળ વ્યક્તિઓને જોઇએ, એમની સફળયાત્રાને ઢંઢોળીએ તો એટલું તો ચોક્કસ પુરવાર થાય કે બુદ્ધિ સાથે એમની પાસે એક ચોક્કસ દૃષ્ટિ છે. કામ પ્રત્યે લગન છે. પોતાના ને પોતાના કામધંધા માટે સામાન્ય બુદ્ધિનો પણ ભરપૂર ઉપયોગ કરે છે. સફળ અને મહાન વ્યક્તિઓએ સપના જોયા છે.અડગ નિષ્ઠા સાથે કામ પ્રત્યે લગાવ રાખીને એકાગ્રતાથી પોતાના કામમાં ઓતપ્રોત થઇ ગાંડપણની હદનાં ઝનૂન અને હિંમત રાખી આગળ વધ્યા છે. એક ઉદાહરણ આપું છું. ઝી ટીવીના સ્થાપક માલિક શ્રી સુભાષચંદ્ર ગોયલ ખૂબ ઓછું ભણ્યા છે. કદાચ ૧૨ ધોરણ પણ પાસ નથી કર્યું. એમને એકાએક સ્ફૂરણા થઇ કે મારે મારી પોતાની બ્રોડકાસ્ટિંગ (ટેલીકાસ્ટિંગ) કંપની શરૂ કરવી છે. એમને પ્રોગ્રામીંગ, પ્રસારણ કે સરકારી કાર્યવાહી વિષે કાંઇ જ માહિતી ન હતી. છતાં પૂછપરછ કરી મહેનત કરી આગળ વધ્યા, અને પ્રયત્નો કર્યા. ગાંડપણની હદ વટાવે એટલી મહેનત કરી. સારા - નરસા સંજોગોમાંથી પસાર થયા. પણ “જ્યાં ચાહ છે ત્યા રાહ છે”. મહેનત રંગ લાવી. આજે ઝી ગૃપને વર્લ્ડવાઇડ પ્રસિધ્ધિ મળી છે. સુપર બ્રેઇનને સુપર રીતે અજમાવ્યું ને એમનો પુરુષાર્થ ફળ્યો. કોમનસેન્સ કોઇ મોટી ડીગ્રીઓ મેળવવાથી જ નથી આવતી. ભણતર સાથે ગણતર એટલું જ અગત્યનું છે. ઘણીવાર ભણેલાગણેલા ઊંચી ડીગ્રીવાળા જુવાનીયાઓ પણ નોકરી માટે દર દર ભટકતા હોય છે. છેવટે થાકી હારીને એમની હેસિયત વગરના કામો કરવા પણ તૈયાર થઇ જાય છે. પૈસા કમાવા તો પડશે જ ને ?

એક જાણીતા પીઝાની રેસ્ટોરેન્ટમાં ફેમીલી સાથે અમે બેઠા હતા. ત્યાં એક વેઇટરને મેં કડકડાટ અંગ્રેજી બોલતાં સાંભળ્યો. એના ઉચ્ચારણ ઘણા સ્પષ્ટ અને ફલુઅન્ટ હતા. મે અમસ્તાં જ પૂછી લીધું કે આટલું સરસ અંગ્રેજી આવડે છે ને વેઇટરની જોબ કરે છે ? એણે વિનમ્રતાથી જવાબ આપ્યો “મેમ, હું બી.કોમ.ફાઇનલ યરનો સ્ટુડન્ટ છું. ભણવા સાથે જોબ પણ કરૂં છું, જેથી મારો ભણવાનો અને અન્ય ખર્ચ પેરેન્ટસના માથે ન આવે મહેનત ને ઇમાનદારીથી કામ કરવું હોય તો કોઇ પણ કામમાં નાનમ શી ? હું જાતમહેનતથી ભણું છું ને બે પૈસા બચાવી કુટુંબને પણ મદદ કરૂં છું , એ જ મારૂં સારૂં ને સાચું ગણતર કહેવાય. વાહ.. એ છોકરા ની આવી ઉત્સાહિત વાત સાંભળી , એનો વાંસો થાબડવાનું મન થઇ ગયું. જરૂર આ છોકરો ખૂબ ખૂબ પ્રગતિ કરશે એવી કલ્પના માત્રથી જ હું આનંદવિભોર થઇ ગઇ. કહે છે ને કે

“જેને સ્વમહેનતે આગળ વધવું છે

એના રસ્તા માંથી પહાડ આપોઆપ ખસી જાય છે”.

૭. “ સાચી શ્રીમંતાઈ ”

“તમારી પાસે સંપત્તિ કેટલી છે એ મહત્વનું નથી, તમે કેવી વ્યક્તિ છો એ ખૂબ મહત્વનું છે”

વ્યક્તિ ગમે તેટલી ધનવાન,સ્વરૂપવાન કે બળવાન હશે. પરંતુ એનાં પારખાં એની ખાનદાની,સાદગી ને વ્યક્તિત્વ પર નિર્ભર હશે. ઘણીવાર સવાલ થાય છે કે શા માટે ઘણા બધા લોકોને જીંદગી કશું જ નથી આપતી ? જીવનભર અભિમાન કર્યું હોય, હું જ કંઇક છું, મારા જેટલું કોઇ શક્તિશાળી નથી, આવા અહંકારમાં લથપથ વ્યક્તિના સાચા મિત્ર કયાંથી હોય ? આવા લોકોને દૂરથી જ હાય-હેલો કહેવું બહેતર છે. એ મૂર્ખ અહમની આડે ભૂલી જાય છે કે ધન છુપાવવાની ઘણી જગ્યા મળશે પણ આંસુ સારવા કોઇનો હૂંફભર્યો ખભો નહીં મળે. સંપત્તિથી બધાં “દેખાતાં” સુખ ખરીદી શકાય છે. આંતરિક સુખ ને બળ તો આપણા સ્વજન ને મિત્રો પાસેથી જ મળે છે ને ? પૈસાના અહંમાં સંબંધને બાજુ પર મૂકવાની ભૂલનો પસ્તાવો માણસને કયારેક ને ક્યારેક તો થાય છે જ ને ? ત્યારે કદાચ ઘણું મોડું પણ થઇ ગયું હોય છે. ધર્મ પણ એટલું જ બળ આપે છે. આત્માની શુદ્ધિનો માર્ગ ધર્મ બતાવે છે . પણ ધર્મને તો પૈસા કમાવાની લાલચે સેવ્યો જ ન હોય ત્યાં જીવનની સાચી સમજણ દુઃખોમાંથી મુક્ત થવાના ઉપાયો ક્યાંથી સમજ્યા હોય ?

અમેરિકામાં મારા દૂરના એક સગા રહે. નરેશકાકા કહીને અમે એમને બોલાવીએ. ખૂબ જ ધનવાન ને નામી વ્યક્તિ. અઢળક સંપત્તિના માલીક. તેમને બે દીકરા. પત્ની સાધનાબહેન ખૂબ જ ધાર્મિક અને પ્રેમાળ. બે દીકરાને સંસ્કાર આપવામાં કોઇ જ કમી ન રાખી. નરેશકાકાને બીઝનેસ અને પૈસા કમાવા સિવાય કશું જ ના ગમે. ઘરમાં બે બાળકો અને પત્ની છે એ પણ ભૂલી જાય. બાળકોને પિતા માટે ના કોઇ પ્રેમ કે આદર. એમને બાળપણથી જ પિતાનો પ્રેમ ને સમય કદી મળ્યો જ ન હતો. બન્ને પુખ્ત થયા ને પોતપોતાના અલગ ઘર લઇ રહેવા લાગ્યા. પરણીને સેટલ થયા.

સાધનાબહેન એકલાઅટુલા ઘરમાં પડ્યા રહે. ધર્મ કરે, પુસ્તકો વાંચે ને જેમ તેમ સમય પસાર કરે. સાધનાબહેન બીમાર પડ્યા. શ્વાસની તકલીફ આમ તો ઘણા સમયથી રહેતી હતી પણ હવે દવા કે પમ્પની અસર પણ નહોતી થતી. માનસિક રીતે પણ પીડાતા હતા. એકલતા એમને કોરી ખાતી હતી. નરેશકાકાના હૂંફભર્યા બે શબ્દો સાંભળવા એમના કાન તરસતા હતા. પણ પૈસા કમાવવાની ઘેલછા માણસને અંધ જ કરી નાખે. લાંબી બિમારી પછી સાધનાબહેન મૃત્યુ પામ્યા. નરેશકાકાને કાંઇ ખાસ ફરક ના પડ્યો. એ ભલા ને એમનું કામ ભલું. ઘણા બધાંએ સલાહ આપી કે પુનઃલગ્ન કરી લો. અથવા બાળકોને પાસે બોલાવી લો. પણ અંહકારીને લેશમાત્ર રંજ ના હોય. એ મકક્મ જ રહ્યા. એકલા રહેવાનું નક્કી કર્યું. ઘણા મહિનાઓ પછી તેઓ એક દિવસ બિમાર પડ્યા. તાવ ઊતરે જ નહીં. સારા સારા ડોક્ટરોની દવા લીધી. પણ ખાસ કાંઇ ફરક ના પડ્યો. સેક્રેટરી લ્યુસી ખૂબ સેવા કરે. દીકરીની જેમ, પણ સાધનાબહેનના હાથનો પ્રેમાળ સ્પર્શ આજે એ ખૂબ મીસ કરતા હતા.દેશી ઉકાળા બનાવીને સાધનાબહેન કાયમ પીવડાવતા ને તાવમાં તત્કાલ રાહત થઇ જતી. આજે એ ઉકાળો કોણ બનાવી આપે? ધીમે ધીમે સ્વસ્થ થવા લાગ્યા. પાછા કામે લાગી ગયા. એના એ જ વાણી ને વર્તન સાથે કામ કરવા લાગ્યા.

એક દિવસ એક ફંક્શનમાં એમના લંગોટિયા મિત્ર સતીષભાઈ મળી ગયા. સતીષભાઈને ખ્યાલ આવી ગયો કે મારો મિત્ર હવામાં ઊડવા લાગ્યો છે પૈસા ને સ્ટેટસના ગુમાનમાં. એની સાથે બોલવામાં પણ સ્ટેટસ વિરુદ્ધ લાગે. સતીષભાઈ ખૂબ સારા વક્તા હતા. તેમણે મ્યુઝીશીયન પાસેથી માઇક લીધું ને બોલવાની શરૂઆત કરી.

“હું મારા એક ખોવાયેલ મિત્રની શોધમાં છું. મારો એ લંગોટિયો યાર, જે ખૂબ પ્રેમાળ હતો, આજે એ પૈૈસાની આડમાં સંબંધો ભૂલી ગયો છે. મોંઘી મોંઘી દારૂની બોટલો, સ્ટેટસવાળી ગાડીઓ, હાઈ-ફાઈ લાઈફસ્ટાઇલના રંગો પર ન્યોછાવર થઈ ગયો છે. હું એને એક જ વાત પૂછવા માંગું છું....મિત્ર, તારું આ શરીર જ્યારે સાથ નહીં આપે, ત્યારે તારી આ જાહોજલાલી તને ઉષ્માભર્યો સ્પર્શ આપશે ? તારા માથે પ્રેમથી હાથ ફેરવશે ? તને લાગણીઓના આલિંગન આપશે ? શું કામનો એ પૈસો જે આપણને આપણી વ્યક્તિઓ ને આપણા મિત્રોથી અળગાં કરે? ખૂબ પૈસા કમાવ પણ અહંકારને દૂર ભગાડો. થોડી લાગણી, મીઠા શબ્દો, મૈત્રીની અતિમૂલ્યવાન મૂડીને જિંદગીભર સાચવી રાખજો. પૈસો સાથ આપે ન આપે પણ સંબંધ જરૂર સાથ આપશે. સંપત્તિને એને ઠેકાણે રહેવા દો ને સંબંધોને એના સ્થાને માન આપો. બંનેનું બેલેન્સ રાખો.

શાને ગુમાન કરતો ? ફાની છે જિંદગાની,

આ રૂપ ને જવાની એક દિન ફના થવાની.

આવ્યો છે ખાલી હાથે, જાવાનો ખાલી હાથે.

સિકંદર સમા રાજાની પણ ના રહી નિશાની.

નરેશભાઈની આંખમાંથી ડબડબ આંસુ વહેવા લાગ્યાં. મિત્ર સતીષભાઈની વાત એમને હાડોહાડ સ્પર્શી ગઈ. એ દોડીને એમને ભેટી પડ્યા. ઘણા વર્ષે આટલું રોયા. તેઓ સતીષભાઈને પોતાના ઘરે લઈ ગયા. બંને મિત્રોને જાણે જૂની યાદોનો ભંડાર મળી ગયો. નાનપણનાં નટખટ તોફાનો યાદ કર્યાં, સ્કૂલના પનીશમેન્ટ, ટીચરને હેરાન કરવા, ચાલુ પિરીયડમાં સીટીઓ મારવી. પછી શિક્ષકનો ઢોરમાર ખાવો, આ બધું યાદ કરીને, જૂની યાદોને વાગોળીને બેસુમાર હસ્યા. પોતાના ગામના એ જૂના વડલા, ચબૂતરો, ટૂટેલી ઓટલી, બધું યાદ કરતા જાય અને આંખો ભીંજાતી જાય. એમણે મનોમન નક્કી કર્યું કે સાચું સુખ તો મારે હવે માણવાનું છે. અહીંયાની જાહોજલાલી બહુ ભોગવી. હવે મારા ગામડે મીઠી માટીની સુગંધ માણવી છે. તેઓએ સતીષભાઈની મદદથી બધી પ્રોપર્ટી કાયદેસર બાળકોને નામે કરી દીધી. પોતાની મૂડી (અઢળક)સાથે લઈને પોતાના ગામ પાછા ફર્યા. ગામમાં આધુનિક સુવિધાઓવાળી નવી શાળા બંધાવી. બાળકોને સ્કોલરશીપ્સ આપી. ખેડૂતોને ઘણી આર્થિક મદદ કરી. બીજાં અન્ય નાનાં નાનાં ગામોમાં આર્થિક મદદ કરીને સુધારા કરાવ્યા. રૂપિયાનો સદ્‌ઉપયોગ કર્યો ને સદાય માટે સેવાનાં કાર્યોમાં પરોવાઇ ગયા. બાકીની જિંદગી સુવાસભરી કરીને લાખો લોકોના આશીર્વાદ લીધા.

પૈસા કરતાં માનવીને વધુ જરૂર છે પ્રેમની,

સુખી થવા માટે પ્રેમ છે ચાવી હેમની.

૮. “ મનોવેદના ”

“મનોજ તું સાબિત શું કરવા માંગે છે, હા? તું જ હંમેશાં સાચો અને બીજાં બધાં ખોટાં એમ? તારી આ ફિલોસોફીને તું તારા પૂરતી રાખ, લોકો પર ના અજમાવતો. તારે ૧ મહિનો પાગલખાનામાં રહીને પાગલ દર્દીઓની મનોદશા માપવી છે. સહેલી વાત લાગે છે તને આ બધી? કેવા ખતરનાક હોય છે એ પાગલો? છુટ્ટા ઘા કરે, વાળ ખેંચે, ચીસો પાડે, જોર જોરથી હસે, એકલા એકલા બબડે. ઓહ માય ગોડ, કયાંક તારે પણ ત્યાં જ ના રહેવું પડે, એમની સાથે રહીને, એમની મનોદશા-એમની લાગણીઓ-એમના દુઃખ સમજતાં સુધીમાં તું જ પાગલ થઇ જઇશ.” શીલા બબડતી જતી ને મનોજના પેટનું પાણી પણ ના હલે. મનોજ જે નક્કી કરે, એ કરીને જ જંપે. (દુનિયા ઇધર કી ઉધર હો જાયે), મનોજ પાસે અઢળક સંપત્તિ, અપાર ભૌતિક સુખ, બાળકો ખૂબ હોંશિયાર, પત્ની શીલા ભણેલી, ગણેલી અને સ્ટાઇલીશ. બિઝનેસ ખૂબ સારો ચાલે . મનોજને બાળપણથી માણસોની લાગણી જાણવાનો ખૂબ શોખ. એ દુઃખી માણસોને જોઇ ખૂબ દુઃખી થાય. એમની વેદના જાણવા મથે, એનો રસ્તો પણ જરૂર કાઢે. સંપત્તિ કરતાં સંસ્કારોથી ધનાઢય મનોજની માતા પાગલ હતી. એ જ્યારે બાર વર્ષનો હતો ત્યારે એની મા મૃત્યુ પામી હતી. બે વર્ષ પાગલખાનામાં જ રાખી હતી. બાર વર્ષનો નાનો મનોજ એના પાપાને કરગરે. આજીજી કરે. પાપા, મમ્મીને પાગલખાનામાં ના રાખો. ઘરે લઇ આવો. ત્યાં એનો જીવ રૂંધાય છે. મારા વગર એ નહીં રહી શકે. હું એને સાચવીશ પણ પપ્પા મમ્મીને ઘરે લઇ આવો. પણ અભિમાની પપ્પાએ બે લાફા ચોડીને મનોજને ચૂપ કરી દીધો. મનોજ પપ્પાથી છાનો મમ્મીને મળવા જાય. મમ્મીની આંખમાં પ્રેમ શોધે, મમતાનો સ્પર્શ ઇચ્છે.એને મમ્મીના ખોળામાં માથું રાખી સૂવાનું મન થાય. પણ મમ્મી તો એનાથી દૂર ભાગે. જાણે કે એને મારવા આવ્યો હોય. મનોજ ભીની આંખે મમ્મી સામે હાથ જોડે “ મમ્મી, પ્લીઝ, મને પાસે આવવા દે. હું તારો દીકરો છું. તને વ્હાલ કરવા આવ્યો છું. તું જલ્દી સાજી થઇ જા. આપણે સાથે રહેવાનું છે. પપ્પા તને લઇ જશે.” જયાં પપ્પાનું નામ આવે એટલે હિંસક બની જાય એની મમ્મી. છૂટ્ટા ઘા કરે, હાથમાં જે મળે એ ફેંકે. ઘણી વખત મનોજને વાગી પણ જાય. દયામણી નજરે માને જોતો જોતો રડે. એનાથી માની આ હાલત જોવાતી ન હતી. ઘરે આવે પણ એનો જીવ એની “મા”માં જ રહે. પપ્પાનું નામ પડતાં જ મમ્મી ભડકી કેમ જાય છે? મારી વાતો ધ્યાનથી સાંભળે છે. એનો અણગમો પપ્પા પ્રત્યે જ છે. પણ કેમ? આવા વિચારો એના માસુમ મગજમાં ઘુમરાયા કરે. એક દિવસ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે ગુણવંતી-મનોજની મા- મૃત્યુ પામી છે. મનોજના દિલની ધડકન વેગીલી થઇ ગઇ. મમ્મી ઘરે સાજી થઇને આવવાની બદલે, લાશરૂપે આવશે ? મમ્મીના મૃતદેહ પાસે જઇને વલોપાત કરવા લાગ્યો.“મમ્મી મારે તારી સાથે, તારા સંગાથમાં જિંદગી જીવવાની ઝંખના હતી. તું આમ મને એકલો છોડીને કેમ જતી રહી, હવે હું મમ્મી કોને કહીશ?” ત્યાં જ એક સ્ત્રીએ મનોજના માથે હાથ મૂકીને એને વ્હાલ કરતા કહ્યુ “બેટા, આજથી હું તારી મમ્મી.” મનોજ તો ડધાઇ ગયો. આ સ્ત્રી કોણ છે? કેમ મારે એને મમ્મી કહીને બોલાવવાની ? ત્યાં જ એના પપ્પાએ ધડાકો કર્યો, “આ સરોજ છે, તારી નવી મમ્મી.” નાની ઉંમરમાં પુખ્ત વર્તનથી પુખ્ત થયેલો મનોજ વિચારી રહ્યો “ હજી મમ્મીને ગુજરી ગયા ને અડધો કલાક થયો છે, ત્યાં તો પપ્પા એ નવી મમ્મી શોધી લીધી ? પણ એના મગજમાં આ વાત કયારેય ઊતરતી ન હતી. સમય સાથે સમાધાન કરવાની એની ઉમદા આદતે એને ખૂબ સહનશક્તિ આપી હતી. વખત પસાર થવા લાગ્યો. મનોજ ભણવામાં ખૂબ હોશિયાર. એનું મન એણે ભણવામાં ઓતપ્રોત કરી નાંખ્યુ હતુ. નવી મમ્મીના ખોટા પ્રેમ એ ખૂબ સમજી ગયો હતો. પપ્પાને ફસાવી, આ સ્ત્રીએ ઘરમાં સ્થાન મેળવ્યું છે. બહાર શાણી સીતા હોવાના ઢોંગ કરતી આ સ્ત્રી મનોજને કયારે પસંદ ન હતી. વખત જતાં એના પિતા પણ મૃત્યુ પામ્યા. વિલ મુજબ બધી પ્રોપર્ટી મનોજના નામે થઇ ગઇ.

મનોજ પિતાની મૂડી ને પ્રોપર્ટીનો હંમેશાં સદ્‌ઉપયોગ જ કરે. દાન તો ચાર હાથે આપે “બાપકમાઇ કરતાં આપકમાઇ” માં વધુ માને. નવી મમ્મી સરોજને ફરજ સમજી સાથે રાખે પણ એના પર કયારે હેત ના આવે. એના લગ્ન શીલા સાથે થયા ત્યારે બધી હકીકતથી શીલાને વાકેફ કરી હતી. શીલાને એના આ ગુણ સંવેદનાના સાગરમાં સહેલ માણવાની લાગણી ઉપજાવે. ખૂબ સુંદર પત્ની, બે ફૂલ જેવાં બાળકો, અઢળક સંપત્તિનો માલીક મનોજ આજે પણ એની “મા”ની મનોદશા યાદ કરીને તડપી ઊઠે. માણસ ગાંડાં કેવી રીતે થાય? જરૂર એમના મનની લાગણીઓથી રમતા લોકોએ એમની દુખતી નસ મસળી નાખીને, એમને સંવેદનાના તારથી છૂટા પાડવા, લાગણીઓની મુગ્ધતા છીનવી લઇને માનવતા નેવે મૂકી દીધી હોય છે. સમય અને સંજોગો માણસને મારી નાંખે છે. વધુપડતા સંવેદનશીલ લોકો સહનશક્તિના અભાવે મનમાં આવી વાત ગૂંથી લે છે ને પછી સોસવાયા કરે છે. ડિપ્રેશનમાં રહેવા લાગે છે. અને વધુ પડતું ડિપ્રેશન રહેવાથી એમને પાગલ સાબિત કરી દેવાય છે. પછી તો મોકલી દો આને મેન્ટલ હોસ્પિટલમાં, એવો ફેંસલો કરી દેવાય છે.

મનોજ આ વિચારોનું સમાધાન ઇચ્છતો હતો. એને આ સમાધાન એ મેન્ટલ દર્દીઓની કહાની, એમની વેદના જાણીને જ મળવાની હતી.સામાજીક સેવામાં મનોજનું નામ મોખરે. આ વખતનું એનું આ ભૂત શીલાને ના ગમ્યું.

“મનોજ તમને સોશિયલ સર્વિસનું રોજ નવું ભૂત ઉપડે છે અને એમા હું તમારો હ્ય્દયપૂર્વક સાથ આપું છું, પણ ગાંડાઓ વચ્ચે રહેવાનો આ ફેંસલો મને જરાય મંજુર નથી.”

“શીલા તારો આ મનોજ આટલા અઢળક ગાંડાં વ્યક્તિઓમાંથી જો કોઇ એકને પણ સાજી કરશે ને તો એની જિંદગી ધન્ય થઇ જશે. મારી “મા” હું એ દરેક સ્ત્રીમાં જોઇશ. મારૂં હૈયું “મા” ના વાત્સલ્યથી ભરેલું છે. એ વાત્સલ્યથી હું કોઇ એક માને પણ ઘરે ભાનસભર મોકલીશ ને તો મારી ‘મા’ પાછી મેળવ્યાનો આનંદ પામીશ.” શીલા એની સામે એકધારી જોતી રહી. પાસે આવી, એના ખભે હાથ મૂકી હળવું સ્મિત આપતાં બોલી “મનોજ, હું તમારી શું મદદ કરી શકું?”આ આંદોલનમાં કહો તો, તમારી સાથે હુું પણ ત્યાં રહું?” મનોજ ભાવવિભોર બની ગયો. શીલા તારી આટલી સમંતિ મારા માટે મજબૂત બળ છે. તું બાળકોને સાચવ, હું માને સાચવવા જાઉં છું. બન્ને એકમેકને ભેટી પડ્યા.

મેંટલ અસાયલમની ઓફીસમાં બેઠાં બેઠાં મનોજ બધા દર્દીઓની કેસહિસ્ટરી વાંચતો હતો. કોઇને દહેજ માટે ખૂબ હેરાન કરવાથી, તો કોઇનો વ્હાલસોયો દીકરો ગુમાવવાથી, કોઇને પતિએ દગો આપવાથી, તો કોઇ પ્રેમમાં નિષ્ફળ જવાથી પાગલપનની ભંયકર બીમારીનો ભોગ બન્યા હતા. એક અબળા નારી પર ગેૅંગ રેપ થવાથી એની મનોદશા એવી ફફડાટ હતી કે કોઇ પુરૂષને જુએ ને બચાવો, બચાવોની ચીસો પાડે. મનોજનું હ્ય્દય દ્રવી ઉઠયું. એ સ્ત્રીના ચહેરાના હાવભાવ જોઇને મનોજને લાગણીની ભાવના જાગે. થોડા દિવસોમાં મનોજ બધાને ઓળખતો થઇ ગયો. કયારેક કોઇ સ્ત્રી એને મારે, તો કોઇ એનો જોઇને જોર જોરથી હસવા માંડે. એક સ્ત્રી એની નજીક આવી. વહાલથી એની સામે જોઇ રહી. મનોજ એકધાર્યું એને જોઇ રહ્યો. એ સ્ત્રી વિચિત્ર રીતે એની મૂઠીમાં ભરેલી ધૂળ એના આંખમાં નાખી જતી રહી. બીજી સ્ત્રીઓ તાળીઓ પાડી હસવા લાગી. મનોજની આંખોમાં અસહ્ય બળતરા થવા લાગી. આંખો ખોલવી પણ અશક્ય હતી. ચીસો પાડવાનું મન થઇ આવ્યું. પણ ચૂપચાપ સહન કરી લીધું. ડોક્ટરે ટીપાં લખી આપ્યાં. એ નાખવાથી સાંજ સુધી થોડી રાહત થઇ. પણ આખી રાત આંખમાં બળતરા રહી. ઘણું મુશ્કેલ છે, અહીંયા રહેવાનું. કેવી રીતે શરૂઆત કરૂં આ દર્દીઓની ભાવના સમજવાની ? વિચારોમાં રાત કયાંય વીતી ગઇ. સવારે ઊઠયો ત્યારે આઠ વાગી ગયા. ઊઠીને કંપાઉન્ડમાં નજર કરી. બધા પોતપોતાનાં ગાંડપણના પરચા એકબીજાને બતાવતા હતા. કોઇ પોતાના માથાના વાળ ખૅંચે, કોઇ ઊંધી ચાલે, કોઇ ગાળો બોલે, કોઇ લંગડી રમે. મનોજે આ બધું એકીટસે જોયા કર્યું.

એ હિંમત કરી ત્યાં ગયો. “આર યા પાર”વિચારીને આગળ વધ્યો. લંગડી રમતી સ્ત્રી સાથે એ પણ રમવા લાગ્યો, ને જાણી જોઇને હારવા લાગ્યો. પેલી સ્ત્રી તાળીઓ પાડી પાડીને ખુશ થતી. આ દૃશ્ય જોઇને બીજી બે સ્ત્રીઓ પણ રમવા લાગી. મનોજ આ ત્રણ સ્ત્રીઓને જીતવા સફળ થયો. આમ રોજ મનોજ એમની સાથે રમે. બપોરે બધાં સૂઇ જાય ત્યારે મનોજ સાંજની નવી રમત વિષે વિચારી રાખે. ધીરે ધીરે મનોજ બધાંની સાથે લાગણી, મૃદુભાષા, ધીરજથી આત્મીયતા કેળવી શક્યો. એક યુવાન સ્ત્રીને એ હંમેશાં રડતી જોતો. એ સ્ત્રી એને કોઇ અંશે પાગલ ના લાગી. એ એની પાસે જઇને બેઠો. એની કેસહિસ્ટરી એને ખબર હતી. નવું પરણેલું યુગલ હનીમૂન કરવા ગયું હતું. બસનો ગમખ્વાર અકસ્માત થયો ને આ સ્ત્રીનો પતિ તત્કાળ મૃત્યુ પામ્યો હતો. આ સદમાથી એ પાગલ થઇ ગઇ હતી. જો ત્યારે એને સંભાળી લેવામાં આવી હોત, તો આજે એ આ હોસ્પિટલની દર્દી ના હોત. સાસરીયાએ કુલટા, અપશુકનિયાળ, પનોતી જેવા ધબ્બા લગાવી કાઢી મૂકી પિયરમાં ભાભીઓએ એ જ વર્તાવ કર્યો. આ માસૂમ સ્ત્રી જેણે પોતાનો પતિ ખોયો, સમાજ સાથે લડી ના શકી, મનોમન મૂંઝાતી ગઇને એક પ્રકારની વિકૃતિ આવી ગઇ. આ વિકૃતિને પાગલપન સાબિત કરીને પિયરમાંથી એને મેૅંટલ અસાયલમમાં ભરતી કરી ગયા. ત્રણ ભાઇઓની એકની એક લાડલી બહેન આવી દશામાં? આ વિચાર માત્રથી મનોજ હચમચી ગયો. મનોજને ખબર હતી કે આ સ્ત્રી હાઈલી એજ્યુકેટેડ છે. મનોજ એની પાસે બેસી વાત કરવા લાગ્યો. હાય, મારૂં નામ મનોજ છે. તમારૂં નામ શું છે? એ સ્ત્રીના કોઇ જ હાવભાવ ના મળ્યા. એ ચૂપચાપ બેસી રહી. મનોજે કહ્યું તમારું નામ યશ્વી છે ને ? તમારા પતિનું નામ અરે યાદ કેમ નથી આવતું ? માથું ખંજવાળતાં મનોજ નાટક કરવા લાગ્યો. કેતન? ના ના. પ્રેમલ. ના ના.રાજુ? પેલી સ્ત્રી મનોજને ટીકી ટીકીને જોવા લાગી. એકાએક એ બોલી પડી.સુયશ. મનોજ ખુશખુશાલ થઇ ગયો. વાહ પોઝીટીવ રીસ્પોન્સ મળ્યો. મનોજ આગળ બોલવા લાગ્યો. તમારે ત્રણ ભાઇઓ છે ને? યશ્વીના મુખ પર ક્રોધના ભાવ આવવા લાગ્યા. ગુસ્સામાં માથું પછાડવા લાગી. મનોજ એને પકડી “આઇ એમ સોરી” કહેવા લાગ્યો. “તમારા ઘા પર હું મીઠું લગાવું છું એમ તમને લાગે છે ને? પણ બહેન જીવનનાં કડવાં સત્ય અપનાવવાં જ પડે છે. તમે ભણેલા સુંદર, હોંશિયાર છો. હિંમત હારી ગયા એના કરતાં હિંમત રાખીને બધાનો સામનોે કર્યો હોત તો સમય પણ તમને સાથ આપત, ને આ બધા તમારી હિંમત આગળ સરેન્ડર થઇ જાત. મને ખબર છે તમે પાગલ નથી. મનથી હારી ચૂકેલા કાયર સ્ત્રી છો. હું તમને રોજ જ જોઉં છુ. તમે કોઇ પાગલપનની હરકત નથી કરતા, બસ એકાંતમાં બેસી રડ્યા કરો છો. મારી “મા” પણ આ જ પાગલખાનામાં હતી. અહીંયા જ મૃત્યુ પામી હતી. તમે જુવાન છો. તમારી સામે સુંદર જીવન પડ્યું છે. આટલો સરસ માનવ અવતાર મળ્યો છે. શા માટે આવું જીવન જીવો છો? તમારા ત્રણ નપાવટ ભાઇઓ સામે આજે આ એક ભાઇ તમને પોતાની નાની બહેન તરીકે અપનાવે છે. મારે કોઇ બહેન નથી. આ સૂની કલાઇ પર કયારે રાખડી બંધાઇ જ નથી. તમે મને મોટાભાઇ સમજી અપનાવી લો.” બોલતાં ખૂબ ખૂબ રડી પડ્યો મનોજ. આજે એને મન મૂકીને રોવું હતું. કોઇકને અહીંયા ગુમાવ્યા હતા તો આજે કોઇને મેળવવાની ઝંખના હતી. નાના બાળકની જેમ ધ્રૂસકે ધ્રૂસકે રોવા લાગ્યો . યશ્વી, મનોજને જોતી જ રહી. એકાએક મનોજને વળગી પડી.”ભઇયા”, કહી પપ્પીઓ કરવા માંડી. આ ભાઇ -બહેનનું મિલન જોઇ ત્યાંના સ્ટાફની પ્રત્યેક વ્યક્તિ રડી પડી. મનોજ યશ્વીને લઇને અંદર આવ્યો. યશ્વી હજુ ડૂસકાં ભરતી હતી. યશ્વીને પોતાના હાથે પાણી પીવડાવ્યું, ફોન કરી વકીલને બોલાવી લીધા. એડોપ્શન પેપર્સ તૈયાર કરાવ્યા. યશ્વીના ત્રણે ભાઇઓને પણ બોલાવી લીધા. ઘરે ફોન કરી શીલાને કહ્યું “ ૫ વાગે તું બાળકોને સ્કૂલેથી લઇને સીધી અહીંયા જ આવજે. અને આ સરોજબહેન (નવી માને તે આ રીતે સંબોધતો હતો)ને પણ લેતી આવજે સાથે. શીલા મૂંઝવણમાં પડી ગઇ. શું નવું ભૂત વળ્યું પાછું મનોજને? આમ બધાને ત્યાં બોલાવ્યા કેમ? જેમ તેમ પાંચ વગાડયા. બધા અસાયલમમાં ભેગા થયા. વકીલ પેપર્સ રેડી કરવા લાગ્યા. મનોજ યશ્વીના ત્રણે ભાઇઓને સહાનુભૂતિભરી નજરે જોતાં બોલ્યો, “ત્રણ ભાઇને એકસરખી રાખડી બાંધી ભાઇની રક્ષાનું કવચ બનતી આ બહેન ,તમારા ત્રણમાંથી કોઇથી સચવાઇ નહી? શું વાક હતો આનો? પતિ મરી ગયો, એમા આ બિચારીનો શું દોષ? જીંદગીમાં ડગલાં માંડતા જ એનુ બધુ છીનવાઇ ગયુ. તમારા જેવા ભાઇઓના હાથમાં રક્ષાનો એ દોરો એક રિવાજ પુરતોે જ છે. આજે આ યશ્વીને હું મારી બહેન તરીકે સ્વીકારૂં છું.” બોલતાં જ સરોજબહેન પાસે આવી ઊભો રહ્યો. સરોજબહેન, અહીંયા રહીને થોડો ઘણો ખ્યાલ મને આવી ગયો કે મારી મમ્મીને પાગલપન આપવામાં તમારા અને પપ્પાના આડા સંબંધનો ઘણો ફાળો હતો. આજે પ્રાયશ્ચિત કરવા કુદરતે તમને એક મોકો આપ્યો છે.યશ્વીને દિકરી તરીકે અપનાવી લો અને તમારા બધાં પાપોનું પ્રાયશ્ચિત કરી લો. સરોજબહેન ગળગળા થઇ ગયા. મનોજના પગે પડી, માથું પછાડવા લાગ્યા. હા દીકરા. હું તારી માની ગુનેગાર છું. હું તને તારી મા તો પાછી આપી નથી શકવાની, પણ તને બહેન જરૂર મળશે. વકીલ સાહેબ લાવો પેપર્સ. મારી દીકરીને ઘરે લઇ જવી છે. શીલા આજે મનોજને નિહાળ્યા કરતી હતી. કેટલા પુણ્ય કર્યા હશે ત્યારે આવો પતિ મળ્યો મને. કદાચ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આનાથી વિશેષ શું હોય? બધી ફોર્માલીટી પૂરી થઇ. મનોજ યશ્વીનો હાથ પકડી, ત્રણ ભાઇઓ સામે વટથી એના ઘરે લઇ ગયો. સરોજબહેન મનમાં બોલ્યા.

છલકાય છે આંખોથી આંસુ,

હૈયામાં માનવતાનાં તોરણ બંધાય છે.

પાપના પરિણામની શકિત જોઇ,

જીવનમાં પ્રાયશ્ચિતના મૂલ્યો સમજાય છે.

વાહ રે કુદરત માની ગઇ તારી કરામત

કોરી સ્લેટ સમું મારૂં સૂનું જીવન,

યશ્વીના આગમનથી માતૃત્વમાં ભીંજાય છે.

૯. કવિતા

જિંદગી

કહીએ છીએ જેને જિંદગી એ, આજે ઠેબે ચડી છે.

બચપણમાં ગોદમાં રમાડનાર ‘મા’ આજે વારે ચડી છે.

મોટા બંગલામાં દીકરાઓને રાખનાર બાપને આજે એક નાની ઓરડી મળી છે.

ભાઈ ભાઈ કહેતાં ના થાકતી બહેની આજે ભાભીની કટુ વાણીથી રડી પડી છે.

સઘળી સૃષ્ટિ પૈસાની વ્યવસ્થામાં લાગી છે.

આજે લાગણી, પ્રેમ, સહાનુભૂતિ દૂર એક ખૂણામાં પડી છે.

કહીએ છીએ જેને જિંદગી એ, આજે ઠેબે ચડી છે.

એ તો યાદ કરો

તમે ક્યાં હતા અને ક્યાં છો, એ તો યાદ કરો.

આ ભવ્ય સુખ આપનારને, ‘બે’ પળ યાદ તો કરો....

હૃદયમાંથી દ્વેષ કાઢી, સંબંધની મિઠાશ તો માણો,

છલકાઈ જાય પ્રેમથી અંગ અંગ એવો હૂંફાળો સ્પર્શ તો માણો.

જીવનના દરેક પળથી દિલને નવું બનાવી તો લો.... .

વેરઝેરનાં જાળાં બાઝ્‌યાં હોય તો એને હટાવી તો લો..

કંટક ડંખ જીરવીએ ભીની આંખોની ભીતર સ્નેહલ જિંદગી જીવવા

સંબંધની પાંખડીનાં ફૂલ ખીલવા તો દો.....

તારો

પગલે પગલે સથવારો તારો, દરેક ઠોકરે સહવાસ તારો .....

અનુકંપા વસવાટ કરે છે જે આંખમાં અશ્રુ વહેતાં એ નયનમાં નિવાસ તારો ......

પુષ્પોની આ સુગંધિત કળીઓ સઘળું ભાન ભૂલાવે,

મુરઝાયેલા અરમાનમાં અણસાર ફક્ત ને ફક્ત તારો....

સરનામું

સુખનું સરનામું ક્યાં રે મળે ? શોધવું કંઈ સહેલું નથી.

જ્યાં રહે સૌ સંબંધો ભેળા હર્ષમય, ત્યાં મળ્યું પહેલું સરનામું.

જે ઘરના વડીલને મળ્યા માન મોભા સઘળા, ત્યાં મળ્યું બીજું સરનામું

નીતર ેછે જ્યાં મમતાભર્યા ફૂલોની સુગંધ, ત્યાં મળ્યું ત્રીજુ ંસરનામું

સુખ સુધી દોરી જવા પળાય છે જ્યાં સંયમ એ જ તો છે સુખનું સાચું સરનામું.