ટિફિન વાળો મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટિફિન વાળો

ટિફિન વાળો 
'મનના સાહસની વાત' 

ટિફિનનું નામ સાંભળતાજ મનમા અન્નનો વિચાર આવે. "અન્ન જ પરબ્રહ્મ છે", કારણ કે અન્ન વગર આ જગતમાં કોઈ મનુષ્ય, પ્રાણી, પશું, પંખી કે કોઈ બીજા અન્ય જીવો જીવન જીવી શક્તાં નથી. ટિફિન તો હાલના સમયનો શબ્દ છે. પણ પહેલાના સમયમાં ગામડે બપોરના સમયે ખેતરે ભાતુ મોકલતા કે કોઈ ઘરનો માણસ ભાતુ લઈને ખેતરે પહોંચી જતો. બપોરના સમયે ખેતીવાડીનું કામ કરીને ઘરનાં બધાં લોકો એકબીજા સાથે બપોરનું ભાતુ જમતાં. ભાતુ એટલે બપોર માટે બનાવેલું તાજુ અને ગરમ ભોજન, જે તરતજ કોઈ માણસ દ્વારા ખેતરે પહોંચાડી દેવામાં આવતું. આજે એ શબ્દ અત્યારે ટિફિન બની ગયો છે. 

એક ટિફિન વાળો ભાઈ બધાનાં ઘરેથી ટિફિન લઈ જાઇ અને બપોરે બધાં ટિફિનો પોત પોતાના માલિક પાસે પહોંચાડી દેતો. એમનું નામ કનકભાઈ, ટિફિન વાળો. કનકભાઈ રોજ એક કંપનીમાં શહેરમાથી ટિફિન બધાનાં ઘરેથી લઈને એમના મલિક પાસે પહોંચાડવાનુ કામ કરતા હતાં. કંપનીથી શહેર અંદાજે ૧૦ કિમી જેટલુ દુર અંતરે હતું. સમયનો પાકો માણસ એટલે કનકભાઈ કોઈ દિવસ રજા ના પાડે, ફકત રવિવારે જ‌ રજા રાખતા. એ માનતાં હતાં કે આ કામથી જ પોતાનું ગુજરાન ચાલે છે અને ટિફિન સેવાનું મુખ્ય હેતુ એજ છે કે લોકોને જમવાનુ તાજું અને ગરમ મળી રહે. દરરોજ કનકભાઈ પોતાનાં સમયમાં પાબંદ બનીને બાઈક પર ટિફિન લઈને પોતાના ગ્રાહકો સુધી ટિફિન પહોંચાડી દેતા. 

હવે ચોમાસાની ઋતુ આવી ગઈ હતી. વરસાદ મુશળધાર વર્ષી રહ્યો હતો. શહેરમાં ઠેરઠેર જગ્યાઓએ પાણી ભરાઈ ગયાં હતાં. વરસાદ બંધ થવાનું નામ જ ના લેતો હતો. પણ કનકભાઈને આ વરસાદમાં પણ એને પોતાની ટિફિન સર્વિસ ચાલું રાખવી હતી. 

ઘણાં લોકો આવાં વરસાદમાં કોઈ બહાના બતાવીને ગ્રાહકોને ના પાડી દેતા હોય છે, કે આજ ટિફિન નહિં લઈ જાવ. પણ કનકભાઈ મુશળધાર વરસાદમા પણ પોતાની બાઇક પર રેઈન કોટ પહેરીને બધાનાં ઘરેથી ટિફિન લઈને કંપની ઉપર પહોંચાડવા નીકળી જાય છે. શહેરમાં બધીજ જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં, એટલે ગાડી ચલાવવા ઘણી મહેનત માંગતી હતી. પણ એ હાર ના માન્યા, મહામુસીબતે ગાડી ચલાવીને હાઈવે પર પહોંચ્યા, હાઈવે ઉપર પણ પાણી ભરાવાથી ટ્રાફિક જામ થઈ ગયેલો. ધીરે ધીરે સાઈડમાંથી બાઇક કાઢીને કંપની પર જવા નીકળ્યા.

બપોરનો સમય થઈ ગયો હતો. બહાર જોઈએ તો અંધકાર અંધકાર જ છવાયેલો. કંપનીમાં કામ કરતાં માણસો તો એમજ વિચારે છે કે આજ તો કનકભાઈ ટિફિન દેવા આવશે નહિ. બધા લોકોએ આશા છોડી જ દીધી હતી કે આજે બપોરનું ભાતુ કરવા મળશે નહીં. આ મુશળધાર વરસાદમા કોઈ માણસ આવું સાહસ ના કરે. પણ કંપનીમાં એક ભાઈ કનકભાઈને કોલ કરીને પૂછે છે કે ક્યાં પહોંચ્યાં? કનકભાઈ કહે છે કે હું તો કંપનીના ગેટ પાસે પહોચી ગયો છું. બધાં લોકો આ વાત સાંભળીને ખૂબ જ આનાદિત થાય છે. કંપનીનો સ્ટાફ કનકભાઈને આભાર માને છે કે તમે ભાતુ લઈને સમયસર આવી ગયા. બાકી ઘણાં માણસોને છટકવા માટે ઘણાં બહાનાં કરતાં જોયાં છે. પણ સુખદ્ વાત એ છે કે હજુ સારાં મનુષ્ય એનો હિસ્સો બન્યાં નથી.

આપણામાં પણ ઘણાં બધાં લોકો આ બાબતે પછાત હોય છે. નાના-મોટા વિધ્નો આવે તો કામ કરવાનું ટાળી દેતાં હોઈએ છીએ. બહાનાં બતાવીને આપણા મનને પીછેહઠ કરી દેતાં હોઈએ છીએ. આવાં મનુષ્ય ઘણી રીતે અસફળ સાબિત થતાં હોય છે. મનથી થોડાં મક્કમ બનીને પોતાનું કર્તવ્ય નિભાવવું જ સાચો ધર્મ છે.

"મનમાં વિશ્વાસ અને હિંમત હોય તો કામ જરૂર સફળ થાય છે"

સરળ નથી હોતું સારું કર્મ કરવું,
તે તો સાચું બને જો દ્ર્ઢ નિશ્ચય હોય, 
એને પણ સંઘર્ષમાંથી પસાર થવું પડે છે,
કારણ કે આ નકારાત્મક મન થોડું કરવા દે તે સાચું, 
પણ તે તો સાચું બને જો એક દ્ર્ઢ નિશ્ચય પાક્કો જ હોય.

મનોજ નાવડીયા 
Manoj Navadiya 
8000056148
E- mail: navadiyamanoj62167@gmail.com