સ્ત્રી હ્દય મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્ત્રી હ્દય

સ્ત્રી હ્દય

' હક જમાવવો એ ક્રુરતા છે '

ઘણી બધી સ્ત્રિઓને દુઃખ સહન કરવુ પડે છે. એક સ્ત્રી સુખ કર્તા દુઃખમાં વધારે ભાગીદારી છે. હું આ પુરુષ વિરુદ્ધ છું, સૃષ્ટિ પણ આ નિયમ વિરુદ્ધ છે, કારણ કે આ નિયમો બનાવનાર પુરુષ જ છે. પુરુષ એને પોતાની જાતને સ્ત્રી કરતાં ઉત્તમ અને સર્વોચ્ચ માની બેઠો છે. વાત મુખ્ય મુદ્દા પર લાવું તો, આ પુરુષ આજનાં સમયમાં તો ઠીક પણ પહેલાંના સમયમાં પણ એક સ્ત્રી કર્તા વધારે સ્ત્રીઓ સાથે લગ્ન કરતો હતો. પરંતુ જ્યારે એવું કોઈએ સાંભળ્યું કે બન્યું હોય કે એક સ્ત્રી વધારે પુરુષ સાથે લગ્ન કર્યા હોય ? ભાગ્યજ એવુ ક્યારેક બન્યુ હોય. આપણાં જ મહાકાવ્યોમા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાન આમાં અપવાદ છે, પણ શ્રી કૃષ્ણ ભગવાન નથી. આવું શા માટે ? વાસ્તવમાં જોવા જઈએ તો પ્રેમનુ પ્રતિક તો એકજ હોય. એક જ સ્ત્રી સાથે લગ્ન કરવાં, એજ સાચો પ્રેમ કહેવાય.

આજનાં સમયમાં આવી પહોચીયે તો આ યુગ ઘણો અલગ છે. ઘણો સારો પણ માની શકાય, જ્યાં સ્ત્રીને માન આપવમા આવે છે. લગ્ન પણ એક જ સ્ત્રી સાથે કરવામા આવે છે. પરંતુ ઘણા સમાજમાં હજુ પણ સ્ત્રિઓ સાથે ઉચ્ચ નિચની સરખામણી કરવામા આવે છે. જેનાં કારણે મોટાં ભાગની સ્ત્રીઓ દુઃખી થાય છે.

દરેક પુરુષ અંદરથી રડતો હોય છે, જ્યારે સ્ત્રી બહારથી,
પુરુષ પોતાનો ભાર કહી શક્તો નથી, જ્યારે સ્ત્રી કહે છે,
આથી પુરુષ સખ્ત અને સ્ત્રીને કોમળ માનવામાં આવે‌ છે,
પણ આ તો‌ પીડાઓ છે, બધાને દુઃખ આપનારી હોય છે,
એનું વર્ણન કદી‌ થતું ‌નથી, એતો અનુભવથી જ થાય છે,
આથી સાથ એકબીજાનો રહે તો બધું બરાબર થઈ જાય
છે..

આપણા સમાજમાં એક સ્ત્રીના ઘણાં સ્વરુપ હોય છે. એક દિકરી, એક બહેન, એક પત્ની, એક માં, એક નંણદ, એક ફઈ, એક સાસુમા, એક દાદીમા, એમ ઘણાં.. આ બધામાં તો એમનું સ્ત્રી હ્દય એક સમાન છે, એ પણ ખૂબ જ નાજુક હોય છે. આ બધામાં એકજ સત્ય દેખાય છે કે સ્ત્રી પોતાનાપણું છોડીને તે બીજાઓ માટે જીવન જીવે છે. પોતે દુઃખ ભોગવીને પરીવારને સંભાળે છે. જેમ કે એક સ્ત્રી એક દિકરી બનીને પોતાનાં ઘર સાથે પોતાનાં સાસરીઓનુ ઘર પણ સંભાળે છે. એક બહેન બનીને ભાઈની રક્ષા કરે છે. એક પત્ની બનીને પુરુષનો આજીવન મિત્ર બને છે. એક માતા બનીને દિકરા દિકરીઓને ઉછેરે છે. નણંદ બનીને કામ કાજમાં મદદરૂપ થાય છે. એક સાસુમા બનીને ઘરનો‌ કાર્યભાર સંભાળે છે. એક દાદીમા બનીને પૌત્ર પૌત્રીઓની સંભાળ‌ અને માવજત કરે છે. આમ એક સ્ત્રી હંમેશા બીજાઓને નિઃસ્વાર્થ ભાવે મદદ કરતી હોય છે.

ગરમ દુધ ઉભરે,
એવું એ ઉભરી આવે,

પાણીમાં સાકર નાખે,
એવું એ પીગળી જાય,

સ્ત્રીનું હ્દય છે કોમળ,
એમ કેમ એ સખ્ત બને ?

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનાં વનવાસ દરમિયાન સીતા માતાનું હરણ રાવણ કરી જાય છે. આમ સીતાજીને લંકામાં દુઃખ ભોગવવું પડે છ. રામ ભગવાન રાવણ પર વિજય બનીને સીતા માતને પાછાં મેળવે છે. અયોધ્યામાં આવીને શ્રી રામ રાજા અને સીતાજી મહારાણી બને છે. આમ‌ માતા સીતાના ચરિત્રનો મૂળ આધાર અટલે એમનો ‘પતિવ્રતા’ ધર્મ છે. પરંતુ તો પણ આ સમાજે એમને ખૂબ જ દુઃખ આપ્યું છે.

સીતાજીની પ્રજામાં થતી નિંદા સાંભળીને રામ સીતાજીનો ત્યાગ કરવા મજબૂર બને છે, કેમ કે રાજા સમાજનો એક પ્રતિનિધિ (સેવક) જ માત્ર છે. આમ સીતાજી આવી પરિસ્થિતિમાં રામને કહે છે કે હું વનમાં જઈશ. શ્રી રામના આદેશથી લક્ષ્મણજી સીતાજીને જંગલમાં મુકી આવે છે. સીતાજીને વાલ્મીકિના આશ્રમમાં આશ્રય મળે છે. વનદેવી સીતાજી વનવાસ દરમિયાન પંદર વર્ષ વાલ્મીકિના આશ્રમમાં રહે છે અને ત્યાં જ લવ અને કુશ મોટાં થાય છે. તે વાલ્મીકિ પાસે રામાયણગાન પણ શીખે છે. યજ્ઞ વખતે વાલ્મીકિ અયોધ્યા જઈ લવકુશને અને સીતાને સ્વીકારવા રામને કહે છે.

અંતે પાછું સ્ત્રી હ્દયને તો દુઃખ ભોગવવું પડે છે

કારણ કે સીતા માતા કહે છે, જો હું પવિત્ર અને શુદ્ધ હોવ તો આ ભૂમિ બે ભાગમાં વહેંચાઇ જાઈ અને મને એ ગોદમાં સમાવી લે, અને એ સત્ય પુરવાર થાય છે. આમ આ સમાજનાં ખરાબ વ્યવહાર અને પુરુષોના નિયમોને લીધે સ્ત્રીઓને દુઃખ ભોગવવું જ પડે છે.

આથી સ્ત્રીના દુઃખમાં જો પુરુષ ભાગીદાર બનશે ત્યારે જ એને સ્ત્રી હ્દય વિશે સત્ય સમજાશે..

આભાર,

મનોજ નાવડીયા
Manoj Navadiya
E-mail: navadiyamanoj62167@gmaul.com