Pure Thinking books and stories free download online pdf in Gujarati

શુધ્ધ વિચારસરણી


શુધ્ધ વિચારસરણી


જગતનું સૌથી સારું કર્મ



ખબર છે કોઇને કે સો પ્રથમ આ માણસ શું વિચારે ?

આજનો માણસ ફક્ત વિચારે કે પહેલાં મારું જ કામ થાય. એ બધાં જ કર્મમાં મારું મારું પહેલાં કરતો હોય છે. હંમેશા બીજાની સામે પોતાને ઉચ્ચ અને મોટો ગણાવવા માંગે છે.


આ માણસને શુદ્ધતા‌ ગમતી હોય છે. અશુદ્ધતા કોને ગમે ? કોઈને પણ નહીં. એમાં વસ્તુ, વાણી, ભોજન,‌ પાણી, વિચાર‌ કે પછી ગમે‌ તે હોય. દરેક મનુષ્ય અલગ અલગ વિચાર ધરાવતો હોય છે, કોઈ સાચાં તો કોઈ ખોટાં પણ ધરાવતો હોય છે. મનુષ્ય જેટલાં સાચાં અને સારાં વિચાર રાખે એટલાંજ એનેજ‌ ઉપયોગી નીવડતાં હોય છે.


“ઊંડાઈ માં જ કિંમતી રત્નો છુપાયેલાં હોય છે”


હવે તો આ વિચારસરણી કેવી હોવી જોઈએ ?


વિચારસરણી એવી હોવી જોઈએ કે આ દુનિયાનું હિત થાય. માનવ, પશુ, પક્ષી પ્રાણી એમ બધાનું હિત થાય.


‘મનુષ્ય મનમાં જે વિચાર ઉદભવે છે એ ઘણું જ મહત્વ ધરાવતું હોય છે”


ઘણીવાર ત્રણ માણસો‌‌મા, પહેલો અને બીજો માણસ એ દૂર ઉભેલા ત્રીજા માણસ વિશે વાત કરતો હોય છે ત્યારે એ બે માણસ ત્રીજા વિશે ખરાબ બોલતો હોય છે. પરંતુ જ્યારે એ ત્રીજો માણસ એની પાસે આવે અને‌ પહેલો માણસ દૂર જતો રહે‌‌ તો બીજો‌ અને ત્રીજો માણસ એ પહેલો માણસ વિશે ખરાબ બોલતો હોય છે. આમ‌ આ અશુદ્ધ ચક્ર પૈડાંની જેમ સતત ચાલ્યા કરે છે. મનુષ્ય એક બીજા સાથે હળીમળીને રહેવાને બદલે એકબીજા ઉપર આકરા પ્રહારો કરતો હોય છે.


ઘણાં વર્ષો પહેલાંની‌ વાત છે. એક જંગલમા ગુરૂનો આશ્રમ હતો. ગુરુના આશ્રમમાં ઘણાં બધાં શિષ્યો ભણતા હતાં. એક વાર ગુરુ પોતાનાં આશ્રમમાં બધાં શિષ્યોને ભણાવતા હતા. ભણાવતા ભણાવતા ગુરુએ એક વિચિત્ર પ્રશ્ન પૂછ્યો, આ ક્રોધ કેમ આવે છે‌ ? તો એક શિષ્યએ જવાબ આપ્યો, ગુરુજી ક્રોધ માણસનાં મનમાથી આવે છે. તો બીજાએ કહ્યું કે કોઈ આપણને મારે એટલે ક્રોધ આવે, ત્રીજાએ કહ્યું કોઈ કડવી કે ખોટી વાણી બોલે તો ક્રોધ આવે. એમ ઘણાં શિષ્યોએ અલગ અલગ જવાબ આપ્યા.


પણ એક સારો અને સમજદાર શિષ્ય ઉભો થયો. ગુરુને સો પ્રથમ પ્રણામ કર્યા અને કહ્યુ કે ક્રોધ માણસના મનમાથી બહાર નીકળે છે, પણ એ‌ મનમાંથી બહાર અશુદ્ધ વિચારસરણથી આવે છે. એ જ મુળ જડનુ કારણ છે. આ જવાબ સાંભળીને ગુરુ તો સમજી ગયાં પણ બીજાં શિષ્યોને સ્પષ્ટીકરણ કરવા પુછે છે કે કેમ આવુ ? શિષ્યએ ગુરુને નમન સાથે સરળ જવાબ આપ્યો. "જો વિચાર અશુદ્ધ હોય તો જ માણસને ક્રોધ આવે". જો માણસ શુધ્ધ વિચાર ધરાવતો હોય તો એને ક્રોધ જ ના‌ આવે, પણ એ ક્રોધને પણ પાણીની જેમ પીઈ જાય. શુદ્ધ વિચારો દ્વારા મનુષ્ય શુદ્ધ કર્મ કરી શકે છે.


"મનુષ્ય મન સારાં વિચારોથી અને શરીર યોગથી સ્વસ્થ્ રહે છે”


આ શબ્દો સાંભળીને બીજા શિષ્યોને પણ સાચું જ્ઞાન મળે છે. ગુરુજી પણ એ શિષ્યને શાબાશી આપે છે અને કહે છે કે મનુષ્યએ હંમેશાં શુધ્ધ વિચારસરણી રાખવી જોઈએ.


“એક કણ વિશ્વનું સર્જન કરે છે, જ્યારે એક વિચાર મનુષ્ય મનનું”


છોડ બનું તો ફૂલ આપું,

ફૂલ બનું તો સુગંધ આપું,


ઝાડ બનું તો ફળ આપું,

ફળ બનું તો મીઠાશ આપું,


વાદળ બનું તો વર્ષા આપું,

વર્ષા બનું તો ધાન આપું,


સૂરજ બનું તો રોશની આપું,

રોશની બનું તો આયુ આપું,


સજ્જન બનું તો વિચાર આપું,

વિચાર બનું તો સુખ આપું..


આમ આ અશુદ્ધ ચક્રમાંથી બહાર નીકળવા માટે મનુષ્યએ સતત સારાં વિચારો રાખવાં પડશે. તો ચાલો આપણે આજથી શુદ્ધ વિચારસરણી ઉપર ચિંતન કરીને સારાં સારાં વિચારોને જન્મ આપતાં રહીએ...



મનોજ નાવડીયા

Manoj Navadiya

E-mail: navadiyamanoj62167@gmail.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED