કામની કળા મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કામની કળા

કામની કળા


અલગ કામ બીજાને પ્રેરણા આપે છે


ઘણીવાર મનુષ્યને પોતાનું જ કામ કરવાનુ હોય છે અથવા એને બીજા દ્વારા કોઈ કામ કરવા માટે કહેવામા આવે છે. ત્યારે એ પહેલાં વિચારે છે અને‌ પછી કહે છે કે આજે નહીં કાલે કામ કરીશું. કાલ એટલે આળસ અને આ શબ્દ ઘણો નાનો છે. જો આળસ માણસના શરીરમાં રહેતી હોય તો એ માણસને સફળ અને સારો વ્યકિત બનવા દેતો નથી, પણ એ જો મનમાં રહેતી હોય તો એ હંમેશાં મનુષ્યને નિષ્ફળ વ્યક્તિ બનાવે છે. વાસ્તવમાં એની કાલ આવતી જ નથી. કારણ કે એ કાલ કાલ કહીને કામને તો‌ પાછળ ધકેલે છે, બીજાને પણ છેતરે જ છે સાથે પોતાને પણ છેતરતો હોય છે. આપણે અહીં પ્રખ્યાત કહેવત છે કે "આળસ એ જીવતા મનુષ્યની કબર છે "


ઘણીવાર મનુષ્યને આળસ એટલે પણ આવતી હોય છે કે માણસ એકનું એક કામ વારંવાર કરતો હોય છે. આથી આ વારંવારના એકજ કામને પણ કેમ બદલાવવુ જોઇએ તે પણ શિખવું જોઇએ. ઘણીવાર અમુક‌ અલગ લોકો કામને રસપ્રદ બનાવી લેતાં હોય છે.


અત્યારે ભારત દેશમા એક નામચીન કંપની છે, રીલાયન્સ. વિશ્વની સૌથી મોટી કંપની છે. કોઈ આ કંપનીને ઓળખતું કે જાણતું ના હોય એવું બને જ નહીં. આવી કંપની બનાવવા માટે કંપનીની વ્યૂહરચના અને એની સાથે એમાં કામ કરતા કર્મચારીઓનો ફાળો બહુ જ અગત્યનો હોય છે. આથી કંપની પણ પોતાના કર્મચારીઓ માટે સુરક્ષા અને સલામતી પણ રાખતી હોય છે. કંપની પોતાના કર્મચારીઓ માટે ઘરેથી કંપની સુધી આવવા અને જવા માટે બસની સેવા આપતી હોય છે. સામાન્ય રીતે લોકો બસમા સીટ બેલ્ટ પહેરતા જ નથી હોતાં. પણ આ કંપનીએ પોતાના સ્ટાફની સુરક્ષા માટે સીટ બેલ્ટ પહેરાવવાનું ચાલુ કરે છે.


હવે લોકો મોટરકારમા સીટ બેલ્ટ નથી બાંધતા તો બસમાં તો‌ કઈ રીતે બાંધે. શરુઆતમાં ઘણાં સ્ટાફના લોકો બસમાં સીટ બેલ્ટ નથી બાંધતા. હવે બસ કંપનીના સિક્યોરિટી ગેટ પાસે પહોચે છે‌ ત્યારે એક સિક્યોરિટી ઓફિસર‌ બસમાં ચેકીંગ માટે ચડે છે. સિક્યોરિટી ઓફિસર‌ બસમાં બેઠેલા સ્ટાફને જોવે છે, પણ ખુબ જ ઓછા લોકોએ સીટ બેલ્ટ બાંધેલો હોય છે. અહી પણ સ્ટાફના લોકોમાં આળસ જોવાં મળે છે. સિક્યોરિટી ઓફિસર‌ સાદી અને સરળ ભાષામાં કહે છે કે છે કે બધાં લોકો સીટ બેલ્ટ બાંધી લો. હવે આમાં અમુક સ્ટાફના લોકો સીટ બેલ્ટ બાંધે છે અને‌ અમુક લોકો નથી બાંધતા. હવે બસ કંપનીમાં જવા નીકળી જાય છે.


હવે‌ રોજ ૨-૩ દિવસ સુધી આવી જ રીતે સિક્યોરિટી ઓફિસર‌ સાદી સરળ ભાષામાં કહે છે સીટ બેલ્ટ બાંધી લો. તો આમાંથી ઘણાં લોકો આળસના લીધે સીટ બેલ્ટ બાંધે તો ઘણાં લોકો ના બાંધે. હવે ૩ જા દિવસ પાછી‌ બસ કંપનીના ગેટ પાસે પહોચે છે. એક સરદારજી સિક્યોરિટી ઓફિસર‌ બસમાં ચડે છે. ચડતાની‌ સાથે જ સ્ટાફના લોકોને કહે છે કે, સુપ્રભાત, જય હિન્દ, રામ રામ. સબ લોગ સીટ બેલ્ટ બાંધ લીજીયે. ફ્લાઇટ નં. GJ10T8811 ઉડાન ભરને જા રહી હૈ. સબ લોગ સુરક્ષિત રહેંગે.


અચાનક આવાં અલગ શબ્દો સાંભળતાજ બધાં સ્ટાફના લોકોમાં હાસ્યનુ મોજું ફેલાઈ જાય છે. બધાં જ લોકો હસવાની સાથે સીટ બેલ્ટ પણ બાંધી લે‌‌ છે. જે લોકોને બાંધવાની ઈચ્છા ના હતી એ લોકો પણ આળસ છોડી સીટ બેલ્ટ બાંધી લે છે. આ હતી જુદાં કામની કળા.


આથી મનુષ્યએ આળસ છોડી અલગ રીતે કામ કરવાનો પ્રયત્ન કરતો‌ રહેવો જોઇએ. આપણાં સમાજમાં શિક્ષક એનું ઉત્તમ ઉદાહરણ છે, જે પોતાનાં વિધાર્થીઓને જુદી જુદી રીતે શિક્ષા આપતા હોય છે. ઘણાં ઠોઠ વિદ્યાર્થીઓને પણ શિક્ષકો પોતાની અલગ કામની કળા દ્વારા હોશિયાર બનાવી‌ દેતાં હોય છે…



મનોજ નાવડીયા

Manoj Navadiya

E-mail: navadiyamanoj62167@gmail.com