મિત્ર અને પ્રેમ - 14 Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

મિત્ર અને પ્રેમ - 14

મુવી પુરૂ થઈ ગયું હતું. આશીતાએ તેમને હલાવ્યો ત્યારે તો તે ભુતકાળ માથી બહાર આવ્યો.
ક્યા ખોવાઈ ગયા હતા : આશીતાએ પુછ્યું
ક્યાંય નહીં, કેમ ?
તમને બે - ત્રણ વખત જોયા પરંતુ તમે બીજે ક્યાંય હોય તેવુ લાગતુ હતુ : આશીતાએ કહ્યું
એવું કાંઈ નથી
તો કહો મુવી કેવુ હતું : આશીતાએ કહ્યું
સારૂ લાગ્યું આપણે આ મેક ડી માં જઈએ : આલોકે વાત કાપતો હોય તેવી રીતે આશીતાને પુછ્યું
આલોકે બંને માટે બર્ગર મંગાવ્યા
તમે તો અહીં આવતા જ હશો : આલોકે કહ્યું
ના..હું બહારનુ બહુ ઓછું ખાઉ છું : આશીતાએ કહ્યું
મારે તમને એક વાત કહેવી હતી : આલોકે કહ્યું
આશીતા... પાછળથી એક છોકરીનો અવાજ આવ્યો
શિવાની : આશીતાએ પાછળ ફરીને કહ્યું
આ શિવાની છે મારી કોલેજની ફ્રેન્ડ - આશીતાએ આલોક ની સાથે મળાવતા કહ્યું
આને આ... મને બોલવા દે - શિવાનીએ ક્હ્યું
તારો ફિયાન્સ..સાચું ?
હા... તમે કોણ કોણ આવ્યા છો
કોલેજના બધા ફ્રેન્ડ...ચાલો તમને બધાને મળાવુ - શિવાનીએ આલોક સામે જોઈ કહ્યું
હમણા નહીં પછી ક્યારેક.. પ્લીઝ હમણા થોડુ કામ છે.
થીક છે હું જાવ ત્યારે... કાલે મળીએ - શિવાનીએ ક્હ્યું
ઉભી રહે... હમણા કોઈને કહેતી નહીં અમે પણ આ મોલમાં આવ્યા છીએ - આશીતાએ કહ્યું
સારું..
ક્યાં ખોવાઈ ગઈ હતી તું - શિવાનીને જોતા રુચિતાએ કહ્યું
આશીતાને મળવા ગઈ હતી : તેણે રુચિતાને કહ્યું અને આશીતાને આપેલું પ્રોમિસ તોડી નાખ્યું આખરે તો તે હતી છોકરી એટલે કોઈ પણ વાત પેટમાં વધારે વખત ટકી ના શકે
ક્યા છે તે : દર્શને પુછ્યું
શીવાની એ આંગળી થી ઈશારો કર્યો. તે આલોક સાથે વાત કરવા માંગતો હતો પણ તેને એકલા કેમ મળવું તે અંગે વિચાર કર્યો.
તમે તમારા મિત્રોને આપણી સગાઈ થવાની છે તે અંગે જણાવ્યું નહોતું ? : આલોકે પૂછ્યું
ના હમણાં પપ્પાએ ના પાડી હતી એટલે નહોતું કહ્યું : આશીતાએ કહ્યું
તમે બહુ માનતા લાગો છો તમારા પપ્પાનું : આલોકે જરા રમુજ સાથે કહ્યું
હા, પણ તમને કેમ ખબર મેં બધાને વાત નથી કરી : આશીતાએ કહ્યું
તમારી વાત પરથી એવો અંદાજ લગાવ્યો હતો અને હું સાચો પડ્યો : આલોકે કહ્યું
બહુ સરસ, મારા પપ્પા મારા માટે બધુ છે તે કહે તેમ કરવું તે મારી ફરજ છે : આશીતાએ કહ્યું
તમે તમારા પપ્પાની બધી વાત માનો છો ? આલોકે પૂછ્યું
હા, કેમ તમને નથી લાગતું ? : આશિકા એ સામે સવાલ કરતા પૂછ્યું
એવું નથી હું તો બસ એમજ પુછતો હતો, એક વાત કહું તમે ખોટું ના લગાડતા : આલોકે કહ્યું
હા કહો ને : આશીતાએ કહ્યું
તમે બહુ જુનવાણી લાગો છો : આલોકે કહ્યું
કેવી રીતે ?
તમારા કપડાં પહેરવાની રીતભાત, વાત કરવાની અને બોલવાની સ્ટાઈલ પરથી લાગ્યું : આલોકે કહ્યું
મને ગમે એવા કપડાં હુ પહેરું છું અને તમને હું જુનવાણી લાગતી હોયતો તમે શીખવી દો નવી રીત : આશીતાએ કહ્યું
મુંબઈમાં આવીને જુઓ તમારા જેવી કોલેજની છોકરીઓ કેવા કપડા પહેરે છે કેવી રીતે વાતચીત કરે છે કેવી રીતે બોલે છે તેની પર્સનાલિટી જુઓ : આલોકે મજાક કરતા કહ્યું
હું જેવી છું એવી સારી છું મને બીજા જેવા બનવાનો કોઈ શોખ નથી : આશીતાએ કહ્યું
કુલ, હુ તો મજાક કરતો હતો ,આમ પણ તમે મુંબઈ આવીને બધું શીખી જશો : આલોકે કહ્યું
હા તમે મદદ કરશો તો જરૂર શીખી જઈશ : આશીતાએ કહ્યું
તમને મુંબઈની છોકરીઓ જ પસંદ હતી તો મને શું કામ પસંદ કરી ? : આશીતાએ કહ્યું
મારા મમ્મીને તું પસંદ હતી એટલે : આલોકે કહ્યું
તમે બહુ માનતા લાગો છો તમારી મમ્મી ? : આશીતાએ કહ્યું
હા, માનવું તો પડે જ ને : આલોકે કહ્યું
તમારા મમ્મીને મુંબઈ ની કોઈ છોકરી પસંદ ના પડી : આશીતાએ કહ્યું
ના
એક વાત પુછુ ?
પુછો
હું તો બહુ જુનવાણી છુ તો તમે ના ન પાડી શકો તમારા મમ્મીને : આશિતા એ કહ્યું
એ તો હિંમત નથી થતી ના પાડવાની : આલોકે મનમાં કહ્યું.
આપણે નીચે જઈએ ?: આલોકે કહ્યું
હા, ચાલો