મિત્ર અને પ્રેમ - 6 Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મિત્ર અને પ્રેમ - 6

આપણા ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. એટલે મારે ભણવું ખુબ જરૂરી હતું. હું મુકેશ કરતા ભણવામાં હોશિયાર હતો. હું દર વખતે તેને ભણવામાં પાછળ છોડી દેતો. તેના પપ્પાને આ બિલકુલ પસંદ નહોતું.
તેના પપ્પા તેને દર વર્ષે ઠપકો આપતાં અને તે આવીને પાછો મને જ કહેતો.

મુકેશના પપ્પાને વારંવાર પોતાના કંપનીના કામથી વિદેશ જવાનુ થતુ. તેને ભણવામાં બિલકુલ રસ નહોતો તે માત્ર મારી માટે સ્કૂલમાં કે કોલેજમાં આવતો હોય તેવું લાગતું.
તેના પિતા બિઝનેસ મિટિંગ, ક્લાયન્ટ સાથે વાત કેમ કરવી, પોતાની કંપનીને માર્કેટમાં આગળ કેવી રીતે લાવવી, સફળતા કેવી રીતે ટકાવવી વગેરે વગેરે વાતો કરતા. તે મારી પાસે આવીને બધી વાતો કરતો.
અમારી દોસ્તી તેના પિતાને પહેલેથી પસંદ નહોતી. તેમાં પણ તેને ખ્યાલ આવી ગયો કે મુકેશ તેમણે કહેલી બધી વાત મારી સાથે શેર કરે છે. તે વખતે અમે કોલેજના છેલ્લા વર્ષમાં હતા.
એટલે તેને કોલેજ પણ પુરી કરવા ના દીધી અને પોતાની ડાયમંડ કંપનીમા આવવાનું કહી દીધું અને મારી સાથે રહેવાની ના પાડી દીધી.
પરંતુ મુકેશ એમ કાંઈ માને એમ નહોતો. તેના પપ્પાને ખબર ના પડે એવી રીતે અવારનવાર મને મળવા આવતો.
તેની આર્થિક પરિસ્થિતિ સારી હતી એટલે તેના લગ્ન પણ જલ્દી થઇ ગયા.તેના પિતાએ ના પાડવા છતાં તેમણે મને આમંત્રણ આપ્યું હતુ.
મારા પપ્પાને તો અમારી દોસ્તીથી કોઈ વાંધો નહોતો. તે દર વખતે મુકેશ સાથે વાતચીત કરતા. મારા ઘરે આવે ત્યારે રોકાવાનો આગ્રહ કરતા. પરંતુ મુકેશના પપ્પાને ખબર નહીં શું કામ અમારી દોસ્તી ખટકતી હતી.
એક દિવસ મુકેશ તેની પત્ની સરિતા સાથે મારા ઘરે બેસવા આવ્યો. અમારી વચ્ચે થોડી ઔપચારીક વાતચીત થઈ.
થોડી વારે તેમણે મને જણાવ્યું કે અમે મુંબઈ શિફ્ટ થઈ રહ્યા છીએ.
તે તો બહુ સારું કહેવાય : મેં ખુશ થતા કહ્યું
પરંતુ તે ઉદાસ થઈ ગયો હતો. તેનો ચહેરો સાફ કહી રહ્યો હતો કે તે ત્યાં જવા માટે તૈયાર નથી.
શુ વાત છે..તુ કેમ ઉદાસ દેખાય છે : મેં પુછ્યું
મને લાગે છે પપ્પાને આપણી દોસ્તી ગમતી નથી તેથી જ તે મુંબઈ જવા ઈચ્છે છે.
અરે એવું કાંઈ નથી : હું જાણતો હતો છતાં અજાણ બનતા કહ્યું. તેને ત્યાં નવી કંપની ખરીદી છે તો જવું પડે અહીં તો
તેના પાર્ટનર છે.
ત્યાં તો તેને એકલાએ જ બધું સંભાળવાનુ છે.
તું ગમે તે કહે પણ એક વાત તો સાચી છે કે મારા પપ્પાને આપણી દોસ્તી ગમતી નથી.
આપણે ભલે અલગ રહીયે પણ તેની અસર આપણી દોસ્તી ઉપર ન પડવી જોઈએ મને પ્રોમિસ આપ.
આપણે બંને સાથે જ રહીશું હંમેશા. આઈ પ્રોમિસ : મેં કહ્યું

તમે પ્રોમિસ આપ્યું તેને મારા લગ્ન સાથે શું સંબંધ? : આશીતાએ કહ્યું

વાત હજુ અધુરી છે

તો, આગળ શું થયું?


મુકેશના મુંબઈ ગયા બાદ તે તેના પપ્પાને નવી કંપનીમા મદદ કરવા લાગ્યો. તેની ડાયમંડ કંપની રફ ડાયમંડની ખરીદી કરી પાકો માલ બનાવી ભારતમાં વેચતા.


તે થોડાક જ સમયમાં ક્લાયન્ટ સાથે કેવી રીતે મિટીંગ ગોઠવવી, માલના ઓર્ડર કેવી રીતે મેળવવા, મહત્તમ નફો કેવી રીતે મેળવવો.


બે વર્ષ સુધીમા તે એકદમ તૈયાર બિઝનેસમેન બની ગયો હતો.


ત્યારે જ તેના પિતાનું અવસાન થયું અને કંપનીની અને ઘરની બધી જવાબદારી તેના પર આવી.


તે સમયે મારા લગ્ન તારી મમ્મી સાથે થયા હતા. મેં તેને અને તેની પત્ની સરિતાને લગ્ન બોલાવ્યા હતા.


જ્યારે તે લોકો અહીંયા આવ્યા ત્યારે બધું જણાવ્યું. એક નવી અને સારી વાત પણ જાણવા મળી પારૂલ અને સરિતા બંને સહેલીઓ નીકળી.

આગળ...