મિત્ર અને પ્રેમ - ૩ Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

મિત્ર અને પ્રેમ - ૩

જોકે તે બંને મિત્રોએ અગાઉથી જ પ્લાન તૈયાર કરી લીધો હતો.આકાશ માંગતો હતો કે દર્શન મારા વિશે વાત કરે.


હુ તો બસ એમજ પુછતો હતો : આકાશના ગયા પછી દર્શને કહ્યું


પણ તને કહ્યું કોણે એ કહે પહેલાં


તારા પપ્પાએ આકાશના પપ્પાને કહ્યું હશે તેણે આકાશને અને આકાશે મને...


યાર ખોટું ના લગાડીશ મારા પપ્પાએ હમણાં બહાર કોઈને કહેવાની ના પાડી હતી. મેં હજુ સુધી કોઈને પણ વાત કરી નહોતી. મને શું ખબર કે પપ્પા જ બહાર કહી દેશે: આશીતાએ કહ્યું


શું નામ છે તેનું : દર્શને પુછ્યું


તેનુ નામ આલોક છે. મારા પપ્પાના દોસ્તનો છોકરો છે. તે લોકો પહેલા સુરતમાં જ રહેતા હતા પછી તે મુંબઈ શીફ્ટ થઈ ગયા.


તારા પપ્પાને સુરતમાં કોઈ છોકરો ના મળ્યો કે છેક મુંબઈ લાંબા થયા..અને હજુ ઉંમર શું છે તારી કે તારા પપ્પાને આટલી ઉતાવળ છે : દર્શને કહ્યું.


તું આટલો અકળાય છે કેમ? : આશીતાએ કહ્યું


હુ તને એક વાત કહેવા માગું છું તેના કારણે...


કઈ વાત?


જો મારી આકાશ સાથે પરીક્ષા પહેલા વાત થઈ હતી(પછી તેમણે આકાશે કહેલી વાત કરી)


"પણ આ વાત તે પણ મને કરી શકતો હતો" આશીતાએ કહ્યું


એ તો પ્રોબ્લેમ છે કે તેના મનની વાત તે તને કહી નથી શકતો. એમણે જ મને કહ્યું હતુ હું તારી સાથે વાત કરૂં : દર્શને કહ્યું


તું શું ઈચ્છે છે આખરે તું તો બંનેનો ફ્રેન્ડ છે : આશીતાએ કહ્યું


મારી ઈચ્છા કરતા તારી ઈચ્છા મહત્વની છે..એક વાત કહે તે આલોકને તુ કેટલા સમયથી ઓળખે છે... ક્યારે મળી છો તેને છેલ્લે... છેલ્લે ક્યારે વાત કરી હતી: દર્શન સવાલ પર સવાલ કરવા લાગ્યો


અરે હજુ સગાઈ થઈ નથી થવાની છે તો મળું ક્યાંથી..મેં માત્ર તે જોવા આવ્યો ત્યારે જ તેને જોયો હતો ત્યાર બાદ પરીક્ષા શરૂ થવાની હતી એટલે ક્યાંય ફરવા નહોતા ગયા. ફક્ત ફોન પર જ વાત થઈ છે...તે આવવાનો છે સુરત ત્યારે તને મળાવી દઈશ.


આકાશ વિશે શું વિચારે છે? : દર્શને પુછ્યું


જો તે સારો છોકરો છે. હોશિયાર છે. મારાથી પણ સારી છોકરી મળી જશે એમને..


તું તો નહીં મળે ને એમને?


મારા પપ્પાની ઈચ્છા અને એમની ખુશી મારા માટે ઘણી મહત્વની છે. તું તો જાણે છે આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે જ મારા મમ્મીનુ અવસાન થયું હતું.


ત્યાર બાદ તેમણે મને ક્યારેય મમ્મીની ખોટ મહેસુસ થવા નથી દીધી.મારી બધી ઈચ્છાઓ તેમણે પુરી કરી છે. મે કહ્યુ હોય અને મારા પપ્પાએ તે ઈચ્છા પુરી ના કરી હોય એવું ક્યારેય બન્યું જ નથી.આજે એમની ઇચ્છા ખાતર હું આટલું પણ ના કરી શકુ . મેં મારી ઈચ્છાથી જ આ સંબંધ માટે હા પાડી હતી અને હવે હું મારી ઈચ્છાથી જ ના પાડું..શું જવાબ આપીશ મારા પપ્પાને અને તે શું જવાબ આપશે આલોક ના પિતાને.


બહુ મોડું થઇ ગયું છે હવે.. આકાશને કહેજે મને ભુલી જાય : આશીતાએ કહ્યું


તું બહાના બનાવે છે તુજ તો કહે છે કે મારા પપ્પાએ મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે


પ્લીઝ યાર..મારી ઈચ્છા પુછીને જ આ સંબંધ માટે પપ્પાએ હા પાડી હતી..અને હવે હું જ મારા પપ્પાને ના પાડી દઉ.. પપ્પાને કેટલું ખરાબ લાગશે.અને પહેલા મને આકાશ વિશે કાંઈ ખબર પણ નહોતી..

તેમને કહેજે આપણે દોસ્ત તરીકે હંમેશા સાથે જ રહીશું.

એટલું કહીને આશીતા બહાર નીકળી ગઈ.