મિત્ર અને પ્રેમ - 13 Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

મિત્ર અને પ્રેમ - 13

આલોકને મનમાં વિચાર આવ્યો. તેના પગલાં અનાયાસે તે છોકરી તરફ ધકેલાયા
તે કોઈને શોધી રહી હતી. એક મોટી ઉંમરના બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેરેલ માણસ તેમની તરફ આવ્યો. તેમને જોતાં જ આલોક થંભી ગયો. તેમણે તે માણસને ક્યાંક તો જોયા જ છે તેવો મનમાં ભાવ થયો.
તેના પિતા તે છોકરી તરફ ગયા. તેમણે તેને હાથ મિલાવ્યા અને આલોકને પોતાની તરફ આવવા ઈશારો કર્યો.
તેમના પિતાએ પેલા માણસનો પરીચય કરાવતા કહ્યું
આ છે અરવિંદ જોશી. તેમનું નામ તો તે સાંભળ્યું જ હશે : મુકેશ ભાઈએ કહ્યું
આલોક તેનો બહુ મોટો ફેન બની ગયો હતો. તે તેની સાથે ધણી વાતો કરવા માંગતો હતો પરંતુ પિતાની હાજરીમાં માત્ર હાથ મિલાવ્યા
હેલ્લો સર
આ તેમની દિકરી પ્રિયા છે.
હું જાણું છુ ડેડ.. હાથ મિલાવતા આલોકે કહ્યું
હાઉ...: મુકેશભાઈ એ કહ્યું
મહેશે જે એ.બી ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કેપીટલ માં કામ કરે છે ત્યા તેનું એકાઉન્ટ છે. મહેશ પ્રિયાનો ક્લાયન્ટ છે.
તું આટલી નાની ઉંમરે શેરબજારમાં રોકાણ કરે છે : મુકેશ ભાઈએ કહ્યું
કરે તો ખોટું શું છે. તે બેટી કોની છે : અરવિંદ જોશીએ જરા અભિમાન સાથે કહ્યું
તમે રોકાણ કરો છો : પ્રિયાએ આલોક સામે જોતા પુછ્યું
ના
શુ વાત કરો છો. મહેશે ક્યારેય તમને રોકાણ કરવાની સલાહ નથી આપી : પ્રિયાએ કહ્યું
તેમને મેં ના પાડી હતી એટલે તે રોકાણ નહોતો કરતો.. મને ડર હતો કે કદાચ તેમાં પૈસા ડુબી જશે : આલોક કાંઈ બોલે તેની પહેલાં જ મુકેશભાઈએ કહ્યું
એ બધી અફવાઓ છે કે શેરબજારમાં રોકાણ કરવાથી પૈસા ડુબી જાય છે. તમે નોલેજ સાથે કામ કરો તો તે એફ.ડી કરતા પણ સારૂ વળતર આપે છે : પ્રિયાએ કહ્યું
હું તેને રોકાણ કરવાની પરમિશન આપું જો તું તેની મદદ કરે તો.. તમને કોઈ પ્રોબ્લેમ તો નથી : મુકેશ ભાઈએ અરવિંદ જોશી સામે જોતા કહ્યું
અરવિંદ ભાઈ, આવો હું તમને મારા બીજા મહેમાનો ને મળાવુ ત્યાં સુધી તમે બંને વાતો કરો : મુકેશ ભાઈએ કહ્યું અને તે બંને ત્યાથી ચાલ્યા ગયા
તો તમે શું સ્ટડી કર્યું છે : આલોકે પુછ્યું
સી.એ
એટલે તમને સ્ટોક માર્કેટમાં વધારે ખબર પડતી હશે : આલોકે કહ્યું
એવું કાંઈ જરૂરી નથી.... તમારામાં ધીરજ હોવી જરૂરી છે : પ્રિયાએ કહ્યું
મારા પપ્પા મને પહેલેથી જ રોકાણ કરવાની ના પાડતા હતા નહીંતર મને તો કોલેજ સમયથી જ રસ હતો : આલોકે કહ્યું
કેવી રીતે? મતલબ આટલી નાની ઉંમરે
નાનપણથી જ ન્યુઝ પેપર વાંચવાનો શોખ હતો. બિઝનેસ પેજ પરની તમામ ન્યુઝ વાંચતો અને બિઝનેસ ચેનલ પણ જોતો.‌
એક વખત પપ્પાને ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી ત્યારે તેને ચોખ્ખા શબ્દોમાં ના પાડી દીધી..આજે ખબર નહીં શું થઈ ગયું કે સામેથી મને શીખવા કહ્યું
સેમ એસ માય સ્ટોરી : પ્રિયાએ કહ્યું
કેવી રીતે
મારા પપ્પાને સ્ટોક માર્કેટમાં પહેલેથી જ રસ હતો. તેમને સ્પેશિયલ મને તેમના માટે સી.એ. નો અભ્યાસ કરાવ્યો જેથી હું બેલેન્સ શીટ સ્ટડી કરી શકુ. તે મને બધુ શીખવતા પરંતુ કોઈ બીજું તેમની પાસે શીખવાની વાત લઈને આવે તો તે તરત જ ના પાડી દેતા. તેનુ આ વર્તન મને ક્યારેય સમજાતું નહીં પણ મેં કદી તેને આ બાબતે વાત કરી નહોતી.. આજે તેમણે કોઈ સંકોચ વગર મને મદદ કરવાની પરવાનગી આપી તેનાથી મને આશ્ચર્ય થયું
તમે માત્ર શેરમાર્કેટ માટે સી.એ કર્યું
નોટ રીયલી લાઈક ધીઝ..મને શોખ પણ હતો
આજકાલ અમુક કંપની ખોટી બેલેન્સ શીટ પણ તૈયાર કરે છે તો બેલેન્સ શીટ જોવાનો અર્થ શું? આલોકે કહ્યું
રાઈટ..ખાલી બેલેન્સ શીટ પણ જરૂરી નથી.. ડિમાન્ડ એન્ડ સપ્લાય પણ જરૂરી ભાગ ભજવે છે તે ઉપરાંત સેલ્સ, રેવન્યુ, મિલકત, ડેબ્ટ, મેનેજમેન્ટ બધું બરોબર ભાગ ભજવે છે : પ્રિયાએ કહ્યું
વાતોમાં ને વાતોમાં એ ભુલાય જ ગયું કે આપણને બંનેને મળાવનાર મહેશ ક્યાં છે ?
આપણને એટલે હું સમજી નહીં?
મેડમ.. તમને આમંત્રણ કોણે આપ્યું હતું ?
મહેશે
તો મહેશને આમંત્રણ આપવા માટે મેં જ તેમને કહ્યું હતું
લાગે છે મને મળવા ખુબ આતુર થયા હશો તમે : પ્રિયાએ કહ્યું
હા, કેમ નહીં..આતુર તો હોય જ ને : મહેશે કહ્યું અને બંનેની નજર તેના તરફ ગઈ
અરે તું ક્યાં ગયો હતો..તને કેટલા ફોન કર્યા તારો ફોન બંધ આવતો હતો : આલોકે કહ્યું
યાર મારી વાત તો સાંભળ, મારા ફોનની બેટરી ડાઉન હતી એટલે અને આમ પણ મેં તારી વાત પ્રિયાને કરી જ હતી : મહેશે કહ્યું
એ તો સારું થયુ કે અમે બંને અનાયાસે મળ્યા નહીંતર શું થાત? અમારી મુલાકાત જ ન થાત ને?
ના એવું બિલકુલ ના થાત કેમકે મેં તારો નંબર પ્રિયાને આપ્યો હતો : મહેશે કહ્યું
તો મેડમ તમે મને ફોન કેમ ના કર્યો : આલોકે પ્રિયા સામે જોતા હળવેથી કહ્યું
હું રાહ જોતી હતી એટલે
કોની?
મારા પપ્પાની બીજા કોની : પ્રિયાએ કહ્યું અને ત્રણેય હસ્યા
આપણે ક્યાંય બેસીને વાતો કરીએ : આલોકે પ્રિયા સામે જોતા કહ્યું
સ્યોર
ત્રણેય લોકો એક ટેબલ શોધીને બેસી ગયા
વેઈટર : આલોકે એક વ્યક્તિ સામે જોતા બૂમ પાડી
વાતોમાં ને વાતોમાં તમને પાણીનું પુછતા જ ભુલી ગયો : આલોકે પ્રિયાને કહ્યું
આ સારૂ છોકરી આવી એટલે દોસ્તને ભુલી જવાનો...
એવું નથી : આલોકે કહ્યું
એ તો બહુ જુનો નિયમ છે. કેમ તું ભુલી ગયો મુવી માં છોકરી છોકરાને મળે એટલે છોકરો પોતાની દોસ્તી ભુલી જાય : પ્રિયાએ ચિઢવતા કહ્યું
ના એવુ કાંઈ નથી પ્રિયા તું પણ ક્યાંની વાત ક્યાં લઇ જાય છે : આલોકે કહ્યું
પણ તું અત્યાર સુધી હતો ક્યાં? આલોકે કહ્યું
હું ઘરે જ હતો યાર ફોન ચાલુ થાય તો આવું ને : મહેશે કહ્યું
અચ્છા મને તો એવું લાગ્યું કે તું ડરી ગયો હશે એટલે ફોન બંધ કરીને ક્યાંક બેસી ગયો હશે : આલોકે કહ્યું
હું શું કામ ડરી જાવ
એટલે કે કદાચ તારા કહેવાથી પ્રિયા અહીં આવી ના હોય અને હું તારા પર ગુસ્સો કરૂ
નો ચાન્સ.. મારા કહેવાથી પ્રિયા ના આવે તેમા લોજીક નહીં.. કેમ પ્રિયા
રાઈટ.. આખરે દોસ્તીનું માન તો રાખવું જ પડે : પ્રિયાએ કહ્યું
તો આપણી માર્કેટ વાળી વાત ક્યાં પહોંચી હતી..તે આગળ વધારીએ : આલોકે કહ્યું
જો એક વાત યાદ રાખવી સૌથી જરૂરી છે તમે માર્કેટનો ઉપયોગ કરશો તો તમે લાખો રૂપિયા કમાઈ શકશો પરંતુ જો માર્કેટ તમારો ઉપયોગ કરી ગયું તો તમારી તીજોરીમાં તળીયું દેખાતા જરા પણ વાર નહીં લાગે : પ્રિયાએ કહ્યું
વાવ..બહુ સરસ વાત છે આ તને કોણે કહ્યું
મારા પપ્પાએ મને શીખવાડ્યું છે. આઠ થી દસ વર્ષ પહેલાં ગ્લોબલ માર્કેટ ડાઉન થવાને કારણે મારા પપ્પાને લાખો રૂપિયાનુ નુકસાન થયું હતું. ત્યાર બાદ બે-ત્રણ વર્ષ તેમણે માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું જ છોડી દીધું. પછી ખબર નહીં તેમને શું થયું કે ફરીથી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ચાલુ કર્યું અને તેણે પોતાના રોકાણને બે વર્ષમા બમણું કરી નાખ્યું : પ્રિયાએ કહ્યું
વાવ..ધેટસ ગુડ : આલોકે કહ્યું
તારા પપ્પાને પુછ્યું તારે રોકાણ કરવું છે તેના વિશે : મહેશે પૂછ્યું
તેની પરમીશન ક્યારની મળી ગઈ
રીયલી.. મતલબ તે માની કેવી રીતે ગયા?
એ તો જાદુ છે : આલોકે કહ્યું
આપણે ડિનર લઈ લેવું જોઈએ..તે ચાલુ થઈ ગયું છે : પ્રિયાએ ડિનર ટેબલ પર લાઈન જોતા કહ્યું
આપણી ડિશ આપણા ટેબલ પર આવી જશે તેના માટે લાઈનમાં ઉભા રહેવાની શું જરુર..
તો મંગાવી આપો : પ્રિયાએ કહ્યું
ગુજરાતી થાળી લેવી છે કે પછી ફાસ્ટ ફુડ ?
ફાસ્ટ ફૂડ : પ્રિયાએ કહ્યું કહ્યું
આલોકે કોઈને ફોન કર્યો અને ત્રણ ડિશ તેમના ટેબલ પર આપી જવા ઓર્ડર કર્યો...આખરે વેઈટર ક્યારે કામમાં આવે
થોડા સમયમાં તેમના ટેબલ પર ત્રણ ડિશ મુકાઈ ગઈ હતી.
વેજ સેન્ડવિચ, પુલાવ, ચાઈનીઝ, પીઝા જેવી આઈટમ હતી
ત્રણેય લોકોએ ભરપૂર માત્રામાં બધી આઈટમ લીધી પછી બીજી બધી ઔપચારીક વાતો કરીને છુટા પડ્યા
રાત્રે પાર્ટી પુરી થયા બાદ આલોકે ૧૨ વાગ્યાની આસપાસ પ્રિયાને મેસેજ કર્યો
કેન વી મીટ ટુમોરો : આલોકે વોટ્સએપમાં ટાઈપ કર્યું
પ્રિયાનું લાસ્ટ સીન ૧૧:૩૦ નું હતું
તે ઓનલાઇન નહોતી.. આલોકે થોડી રાહ જોઈ ત્યાં અડધો કલાક પછી મેસેજની બીપ સંભળાઈ
ઉંઘ નથી આવી લાગતી કે આટલી રાત્રે મેસેજ કરવા ફ્રી થઈ ગયા
ના નથી આવી.. એટલે તો મેસેજ કર્યો
તો મારી ઓફીસ જ આવી જાવ કાલે.. એડ્રેસ તો છે જ તમારી પાસે
અફકોર્સ : આલોકે છેલ્લો મેસેજ કર્યો