mitra ane prem - 5 books and stories free download online pdf in Gujarati

મિત્ર અને પ્રેમ - 5

આશીતા તેના પપ્પાને અનેક સવાલો કરવા માંગતી હતી પરંતુ તેના પપ્પાની અત્યારે ખરાબ તબીયત હોવાથી તેને પુછવાનું માંડી વાળ્યું. તેણે તેના પપ્પા તરફ નજર કરી તેનો ચહેરો ઉદાસ લાગી રહ્યો હતો. તે ટેબલ પર બેઠા તો હતા પણ અહીં હાજર ના હોય તેવું લાગતું હતું.આશીતા તેને સારી રીતે ઓળખતી તે જાણતી હતી કે પપ્પા દુઃખી છે.
બંને પિતા-પુત્રીના સંબંધ એટલા મજબૂત હતા કે બંને એકબીજાની વાત કહ્યા વગર જ સમજી જતાં.
પપ્પા તમારી તબિયત કેમ છે હવે : આશીતાએ પુછ્યું
તારા હાથની રસોઈ જમીને હવે બધું બરોબર થઈ ગયું.
પપ્પા મને બનાવવાનુ રહેવા દો.. હવે હું તમારી નાની આશુ નથી રહી કે મને કાંઈ ખબર ના પડે. તમે અહીં બેઠા તો છો પરંતુ અહીં હાજર ન હોય તેવું લાગે છે. તમારો ચહેરો ઉદાસ છે...
અરે એવું કાંઈ નથી જેવું તું વિચારે છે : અશ્વિનભાઈએ તેને વચ્ચેથી અટકાવીને કહ્યું.
થીક છે તમારે મને વાત કરવી જ ના હોય તો કાંઈ નહીં હું પણ તમારી સાથે વાત નહીં કરૂં. તે ખાવાનું વચ્ચેથી છોડી ઉભી થવા ગઈ..
અશ્વિનભાઈએ તેને હાથ પકડી પાછી બેસાડી દીધી. પહેલા ખાઈ તો લે. દર વખતે તું મારી પાસે આવી રીતે જ વાત કઢાવી લે છે.
તમે દર વખતે આવી જ કાંઈ હરક્ત કરો છો. તમે મારાથી કોઈ વાત છુપાવી રહ્યા છો. તમે નહીં કહો તો હું નથી ખાવાની.

થીક છે હુ તને વિસ્તારમાં કહીશ પહેલા તું તારૂં ખાવાનુ પુરૂ કર. અશ્વિનભાઈએ આજીજી કરતાં હોય તેમ કહ્યું

આશીતા દર વખતે આવી રીતે જ તેના પપ્પાને વાત નહીં કરવાની ધમકી આપી તેની પાસેથી દરેક માહિતી મેળવી લેતી. તેના પપ્પા તેને ખુબ પ્રેમ કરે છે તે વાત તે જાણતી હતી. તે નાનપણથી જ તેના પપ્પાની લાડકી હતી. તેમાં પણ પારૂલ ( આશીતાની મમ્મી)ના મ્રુત્યુ પછી તેમને કોઈ કમી મહેસુસ થવા દિધી નહોતી.
તેના પપ્પા તેની દરેક વાત માનતા. દોસ્તો સાથે ફરવા જવાનું હોય, રેટ નાઈટ પાર્ટી હોય, ટુર હોય, પૈસા હોય દરેક વખતે અશ્વિનભાઈ છુટ આપતા.

થોડી વાર પછી
પપ્પા હવે કહો શું વાત છે : આશીતાએ બધું કામ પૂરું કરી હોલમાં તેના પપ્પા પાસે આવતા કહ્યુ
મને બસ તારા દુર જવાનું દુઃખ થાય છે બીજુ કાંઈ નહીં: અશ્વિનભાઈએ જે હતું તે કહી દીધું
નહી..વાત કાંઈ બીજી જ છે.
તું સમજતી કેમ નથી મેં તને ક્યારેય ખોટી વાત કહી છે કે તારી સામે ખોટું બોલ્યો છું? : અશ્વિનભાઇએ કહ્યું
તે વાત તો સાચી પણ તમને એટલું બધું દુઃખ જ થતું હોય તો મને મુંબઈ શું કામ મોકલો છો ? આપણા શહેરમાં છોકરાની કમી છે
હું પણ તને અહીં જ રાખવા માંગતો હતો. જેથી તું ગમે ત્યારે અહીં મળવા આવી શકે. પરંતુ હું વચનબદ્ધ છુ.
અશ્વિનભાઈએ કહ્યું
કેવું વચન ?
અશ્વિનભાઈએ વાત શરૂ કરતાં પહેલા થોડો વિચાર કર્યો અને કહ્યું તારે જાણવું જરૂરી છે?
તમે પુછી રહ્યા છો કે કહી રહ્યા છો? આશીતાએ સવાલ કર્યો
બસ એમજ પુછતો હતો
તો શરૂ કરો.
ક્યાંથી?

પહેલેથી : આશીતાએ કહ્યું
વર્ષો પહેલાંની વાત છે. ત્યારે હું અને મુકેશ બંને સાથે ભણતા હતા. તેના ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ સારી હતી. તેના પિતાને પોતાની ડાયમંડ કંપની હતી. અમે સ્કુલમાં સાથે ભણતા, કોલેજમાં સાથે ભણતા, શેરીમાં સાથે રમતા, ક્રિકેટ હોય કે મુવી જોવા જવાનું અમે બંને લગભગ સાથે જ રહેતા.
અમારી બંનેની મૈત્રી ગાઢ હતી. તેના માટે ભણવું મહત્વનુ નહોતું કેમ કે તે જાણતો હતો ગમે ત્યારે તેને તેના પપ્પાની ડાયમંડ કંપની જ સંભાળવાની છે. તે તેના કુટુંબમા એક માત્ર વારસ હતો.
આગળ....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED