તને કેવી રીતે ખબર તેના મેરેજ થઈ રહ્યા છે : દર્શને પુછ્યું
તું તો જાણે છે મારા પપ્પા અને તેના પપ્પા એક જ ડાયમંડ કંપનીમા કામ કરે છે અને તે બંને સારા મિત્રો પણ છે.
આશીતાના પિતાને એક છોકરાની વાત આવી હશે. છોકરો મુંબઈ છે અને ડાયમંડ કંપનીમા કામ કરે છે. તેના પિતાને એ છોકરો પસંદ આવી ગયો છે અને તેની સાથે જ આશીતાની સગાઈ કરવાનું નક્કી કર્યું છે. મારા પપ્પાએ મને આ વાત કરી ત્યારે મને પણ આશ્ચર્ય થયું.
સગાઈ ક્યારે છે? અને એવું હોય તો આશીતા એ આપણને કહેવું તો જોઈએને મિત્ર તરીકે દર્શને કહ્યું
એ ખબર નથી પણ પરીક્ષા પુરી થયા પછી જ હશે અને એ આપણને કહેવા ના પણ માગતી હોય..તેના ઘરેથી બહારના મિત્રોને કહેવાનુ ના પડાયું હોય કે તેને ખબર જ ના હોય ને તેના પપ્પા સગાઈ કરવા તૈયાર થઈ ગયા હોય...ઘણું બધું હોય શકે: આકાશે કહ્યું
કેટલું વિચારે છે યાર એવું કાંઈ નહીં હોય તે સમય આવે કહેવાની હશે. તું તેને પ્રેમ કરે છે તો વાત તો તારે જ કરવી પડશે યાર નહીંતર તારો જ વાંક કહેવાશે
મારો વાંક ? કેવી રીતે
તું કાઈ બોલીશ નહીં તો તેને કેવી રીતે ખબર પડશે.
અને હજુ ક્યાં તેની સગાઈ થઈ ગઈ છે : દર્શને કહ્યું
હુ તેને નહીં પુછી શકુ...તે શું વિચારશે મારા વિશે અને જો તેને ના પાડી દીધી તો...હુ તેને નહીં પુછી શકુ : આકાશે કહ્યું
તું એકદમ ડરપોક છે એક બાજુ તારે પ્રેમ પણ કરવો છે અને બીજી બાજુ પુછતા શરમ આવે છે : દર્શને કહ્યું
યાર તું વાત કરને તેની સાથે.... પ્લીઝ
ઓકે કરીશ વાત પણ પરીક્ષા પુરી થયા બાદ ત્યાં સુધી તારે મને પ્રોમિસ આપવુ પડશે કે વાંચવામાં ધ્યાન આપીશ.
ઓકે ...
આકાશ અને દર્શન બંને સગા ભાઈ તો નહોતા પણ તેની દોસ્તી એટલી બધી ગાઢ હતી કે અજાણ્યા લોકોને પહેલી વાર જોતા એવું લાગે કે બંને સગા ભાઈ હોય.
સ્કૂલમાં કોઈની સાથે ઝઘડો થયો હોય કે પૈસાનો કોઈ પ્રોબ્લેમ હોય દર્શન હંમેશા આકાશની મદદ કરતો તો બીજી બાજુ પરીક્ષાની, કોલેજના પ્રોજેક્ટ, અસાઈનમેન્ટની જવાબદારી આકાશની રહેતી.
આકાશ ભણવામાં હોશિયાર હતો તો દર્શન ધંધામાં.
બંને માંથી દર્શનની આર્થિક સ્થિતિ સારી હતી. તેને ભણવામાં વધારે રસ નહોતો. તેના પિતાને જ્વેલર્સ નો શોરૂમ હતો તેને ખબર હતી આગળ જતા તેને જ આ શોરૂમ સંભાળવાનો છે. તેની પર્સનલ બાઈક અને કાર પણ હતી. દર્શનની બાઈક પર બંને કોલેજ જતા.આકાશની બાઈક લેવાનો ઈન્કાર કરતા કહેતો બંનેની બાઈક નુ પેટ્રોલ શું કામ બગાડવું જોઈએ તારે મારી બાઈક પર જ આવવાનું છે.
દર્શનને પોતાના પૈસાનો ક્યારેય ઘમંડ નહોતો. તે ક્યારેય પોતાના પૈસાનો ખોટો દેખાવ તેના મિત્રો આગળ ના કરતો.
આકાશ ભણવામાં હોશિયાર હતો. પોતાના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી. તેથી તેની પાસે ભણીને આગળ વધવા શીવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
એક મહીના પછી
યુનિવર્સિટીની પરીક્ષા પુરી થઈ ગઈ હતી. આકાશ, આશીતા અને દર્શન કેન્ટીનમા બેઠા હતા.
તો તારી સગાઈ થઈ રહી છે : દર્શને આશીતાને પુછ્યું
ના, તને કોણે કહ્યું
યાર મારા પપ્પાનો ફોન આવે છે મારે ઘરે કામ છે તમે વાતો કરો હું નીકળું છું : આકાશે કહ્યું
થોડી વાર બેસને આપણે બંને એક સાથે નીકળીએ : દર્શને કહ્યું
નહી. ઘરે મહેમાન આવવાના છે એટલે પપ્પાએ વહેલા આવવાનું કહ્યું છે