મિત્ર અને પ્રેમ - 7 Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

મિત્ર અને પ્રેમ - 7

તે બંને કોલેજમાં સાથે ભણતી. પછી બંને છુટી પડી ગઈ હતી.
તે લોકો થોડો સમય અહી જ રોકાઈ ગયા. અમારી દોસ્તીની
જેમ સરીતા અને પારૂલની મૈત્રી પણ ગાઢ બની ગઈ.
તે વખતે જ મુકેશે તેના પપ્પા વિશે વાત કરી હતી.

થોડાક સમય બાદ મુકેશને ત્યાં એક દિકરીનો જન્મ થયો. પરંતુ તેના જન્મના દસ દિવસમાં તેનું મ્રુત્યુ થયુ. ડોક્ટરના કહેવા પ્રમાણે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી.
મુકેશના કહેવા પ્રમાણે સરીતા પહેલેથી જ એક દિકરી ઈચ્છતી હતી. અને જ્યારે તેની દિકરીનુ આવી રીતે મ્રૂત્યુ થયું ત્યારે તે સાવ ભાંગી પડી હતી.
ઘણા દિવસો સુધી તે પોતાના આ દુ:ખ માંથી બહાર આવી શકી નહીં.
ત્યારે મુકેશ અને મેં ક્યાંક બહાર ફરવા જવાનું વિચાર્યું. જેથી અમારી બધાની સાથે રહીને ખુશ રહી શકે. અમે હિમાલય પ્રદેશ, દિલ્હી ફરવા નીકળી ગયા.
અમે ચાર લોકો જ હતા. અમારા બંને મિત્રોનો હેતુ એક જ હતો કે સરીતા ને જેમ બને તેમ ખુશ રાખવી અને પોતાના ભુતકાળ માંથી બહાર લાવવી.
અમારા કામમા તારી મમ્મીએ પણ સાથ આપ્યો હતો.
તે સરીતા ની ખુબ કાળજી રાખતી. તેના કામમાં મદદ કરતી.
અમે ફરીને આવ્યા ત્યારે તેને એકદમ સ્વસ્થ કરીને લાવ્યા હતા.
અમુક મહિના વિત્યા બાદ તેણે એક છોકરાને જન્મ આપ્યો. તેનું નામ આલોક રાખ્યું.
આલોક ના આવતા તેના ઘરમાં ખુશીઓ આવી.
તેમણે ફોન પર અમને સમાચાર આપ્યા. અમે મુંબઈ તેને મળવા ગયા.
તુ સુરત છોડી અહીં કેમ નથી આવી જતો : એક દિવસ હું મુકેશ સાથે તેની ઓફિસમાં બેઠો હતો ત્યારે તેણે મને કહ્યું.

અહી હું શું કરીશ?

અરે મારી કંપનીમા જોડાઈ અહીં મારી સાથે કામ કરીશ. તને કોઈ કામ ના આવડે તો હું તને શીખવીશ. આપણે અહી સાથે રહીશું.

ના.. હમણાં તો એ સંભવ નથી. મારા પપ્પાને અને મમ્મીને છોડીને ના આવી શકું.

જેવી તારી ઈચ્છા.

તારા પપ્પાની સુરતમાં જે કંપની ચાલતી હતી તેનું શું કર્યું: મેં પુછ્યું

પપ્પાના મ્રુત્યુ પછી તેના પાર્ટનરોએ તે કંપની બંધ કરવાનું નક્કી કર્યું. જેટલો હિસ્સો મારા પપ્પાના ભાગમાં આવતો હતો તે આપીને નવી કંપની બનાવી.

હું તેને કહેવા માંગતો હતો કે તે સુરત આવી જાય પણ મેં ના કહ્યું.

હું અને તારી મમ્મી થોડા દિવસ મુંબઈ રહ્યા. સાથે મુંબઈ ફર્યા.
પછી સુરત પરત ફર્યા.

મુંબઈથી આવતી વખતે સરીતાએ પારૂલ ને તે જ કહ્યું જે મને મુકેશે કહ્યુ હતું. તારી મમ્મીએ વિચારવાનું કહ્યું

મારા માટે ત્યાં જવું મુશ્કેલ હતું તેના બે કારણો હતા. હું અહીંના માહોલમા ખુશ હતો અને પપ્પાને છોડીને જવાની કોઈ ઈચ્છા નહોતી.

અમુક મહિના બાદ તારો જન્મ થયો. ત્યારે મુકેશ અને સરીતા
સુરત આવ્યા. અમારી વચ્ચે થોડી ઔપચારીક વાતચીત થઈ.
સરીતા અને પારૂલ વચ્ચે રમત રમતમાં વાતચીત થઈ.
કાશ આવી દિકરી મારે ત્યાં જન્મી હોત : સરીતાએ કહ્યું

તેને દિકરીથી ખુબ લગાવ હતો. આલોક ના જન્મ પછી તેની કોઈ શારીરિક તકલીફને કારણે બીજી વખત ગર્ભાશય ધારણ કરી શકશે નહીં તેવું તેના ડોક્ટરે કહ્યું હતું.

પારૂલ આ વાત જાણતી હતી. તેના સિવાય હું અને મુકેશ પણ આ વાત જાણતા હતા. અમે જ્યારે મુંબઇ ગયા સરીતાના ડોક્ટરને મળ્યા હતા. તેમણે જ્યારે આ વાત જણાવી ત્યારે મુકેશ સાવ ભાંગી પડ્યો હતો. તે રડવા લાગ્યો હતો. પરંતુ પાછળથી મારા અને ડોક્ટરના સમજાવવાથી તે સ્વસ્થ થયો.
આ વાતની જાણ સરિતાને કદી ના થવી જોઈએ : મુકેશે કહ્યુ
મેં આ વાત પારૂલ ને જણાવી હતી સાથે સરીતા ને આ વાતની કદી જાણ થવી જોઇએ નહીં તેમ કહ્યું હતું.


આગળ..