મિત્ર અને પ્રેમ - 8 Jayesh Lathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

મિત્ર અને પ્રેમ - 8

તે વખતે તો પારૂલ કાંઈ બોલી નહીં. જ્યારે મુકેશ અને સરીતા મુંબઈ ગયા ત્યાર બાદ એક દિવસ પારૂલે મને તેના મનની વાત જણાવી.

આપણે મુકેશભાઈ અને સરીતાની સાથે દોસ્તીનો સંબંધ તો છે પણ હું એવુ ઈચ્છું છું કે આપણે એક કદમ આગળ વધીને ..
તે બોલતા બોલતા અટકી ગઈ

હા બોલને અટકી કેમ ગઈ : મેં કહ્યું

હું એવુ ઈચ્છું છું કે આપણે સંબંધી બની જઈએ તો..આશીતા મોટી થાય ત્યાર બાદ આપણે આલોક અને આશીતાના લગ્ન કરાવી દઈએ તો કેવું સારું?

તુ કેટલું આગળનુ વિચારે છે. હજુ તો આ છોકરી પુરા બે મહિનાની નથી થઈ અને તું વિસ વર્ષ પછીની વાત કરે છે : મેં કહ્યું

અરે એમાં શું વાંધો છે. આપણે બધા એકબીજાને જાણીએ છીએ. તો તેના ઘરમાં આપણી છોકરી જાય તો વાંધો શું?

વાંધો કાંઈ નથી.. તે ભવિષ્યમાં શું થવાનું છે તે જોયું છે. વાત મારી દિકરીની છે. તેના ભવિષ્ય અંગે નિર્ણય લેવાનો અધીકાર તેની પાસે જ રહેશે. આપણે તેના માતા પિતા છીએ તે વાત સાચી છે પણ જુના રીતી રીવાજ મુજબ નાનપણમાં આપણે એ નક્કી ના કરી શકીએ કે તેના લગ્ન ક્યા થશે.

તમને ખબર છે કે સરીતા ને દિકરી પ્રત્યે પહેલેથી ખુબ લગાવ છે. તમે જાણો છો મુંબઈ જતા પહેલા તેણે કહેલું કાશ આવી દિકરી મારે પણ હોય. તમે ખરેખર સ્વાર્થી બની ગયા છો : પારૂલે કહ્યું

આમાં સ્વાર્થની કોઈ વાત જ નથી. હું એટલું જાણું છું કે આપણે એ નિર્ણય લેવાનો અધીકાર નથી કે ભવિષ્યમાં આપણી દિકરી કોની સાથે લગ્ન કરે. તેની પણ પોતાની જીંદગી છે. સપના ઓ હશે તેમના આપણે અત્યારથી નિર્ણય લઈ એમના સપનાઓ તોડી તો ના શકીએ : મે તેને સમજાવતા કહ્યું.

પણ તે મારી વાત માનવા તૈયાર જ નહોતી. એવું નહોતું કે મારા દોસ્ત પ્રત્યે કોઈ લાગણી નહોતી કે હું સ્વાર્થી પણ નહોતો. પણ તે સમજવા તૈયાર જ નહોતી.
અમુક દિવસો સુધી તેને ખોટું લાગ્યું મારી સાથે વાત પણ ના કરી પણ પછી તે બોલવા લાગી.
તારા જન્મ થયા પછી ઘર હસતું ખીલતું થઈ ગયું. મારી જીંદગી માં ખુશીનું મોજુ ફરી વળ્યુ હતું. પણ આ ખુશી ગાયબ થઈ ગઈ જ્યારે તારા દાદાજી મને દાદીમા નું અવસાન થયું.

તારા જન્મ પછી થોડા મહિના બાદ તારા મારા પપ્પાને વ્રજમાં જવાની ઈચ્છા થઈ.
તેની સાથે મમ્મી પણ જવા તૈયાર થયા. પહેલા મેં તેમને રોક્યા કે આપણે બધા સાથે જઈશુ. પરંતુ તેમની બહુ ઈચ્છા હતી.
તે પોતાના સત્સંગ મંડળ તરફથી બધા જવા તૈયાર હતા તેની સાથે જવા ઈચ્છતા હતા.
અત્યારે આ લોકો સાથે જવા દે પછી આશીતા મોટી થઈ જાય ત્યારે આપણે બધા સાથે જઈશુ : તારા દાદાએ કહ્યું
એટલે તેનું માન રાખીને તેને જવાની વ્યવસ્થા કરી આપી.

ગોકુળ, મથુરા, બરસાનામાં બધી જગ્યાએ તેને જવાનું હતું. અમારી ફોન પર દરરોજ વાત પણ થતી. પરંતુ જ્યારે તે મથુરાથી સુરત આવી રહ્યા હતા ત્યારે ટ્રેનમાં અકસ્માત સર્જાયો અને તારા દાદા અને દાદી તેમાં મ્રુત્યુ પામ્યાં.
મને ઘણું દુઃખ થયું. ઘણું રડ્યો પણ ત્યારે મારો સાથ તારી મમ્મીએ આપ્યો .
તેમણે જ મને જ્ઞાન કરાવ્યું કે મરતા પહેલા તે વ્રજની યાત્રા કરી આવ્યા તેનાથી સારી વાત બીજી શું હોઈ શકે.

તારા દાદા અને દાદીના નિધન બાદ તારી મમ્મી ફરીવાર મારી નજીક આવી. નહીંતર ત્યાં સુધી તો મારી સાથે વાત પણ ના કરતી.

મારા લીધે મમ્મી તમારી સાથે વાત નહોતી કરતી : આશીતાએ કહ્યું

ના એવું કાંઈ નહોતું.. હું તેણે કહ્યું તેમ કરવા નહોતો ઈચ્છતો એટલે : અશ્વિનભાઈ એ કહ્યું

તો પણ હજુ સુધી મને એ સમજાતું નથી કે મને તમે મુંબઈ મોકલવા શું કામ માંગો છો? પહેલાતો તમે એવું જ ઈચ્છતા હતા કે મારા લગ્ન તમારા મિત્રના છોકરા સાથે ના થાય તો હવે શું થયું? : આશીતા એ સવાલ કર્યો

હું તો આજે પણ તને મુંબઇ મોકલવા નથી માગતો પરંતુ..
અશ્વિનભાઈ આગળ કાંઈ બોલી ના શક્યા. તે રડવા લાગ્યા



આગળ